સબંધો ૧૦ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સબંધો ૧૦

સબંધો

🔎અમુક લોકો એમ વિચારે છે, હું આ સબંધ માં કેટલો ઘસાયો, અને મને છેવટે શું મળે છે, આ સબંધમાં ? "જશ નાં માથે જૂતાં." અને ખરેખર અમુક લોકો સબંધ માં બસ આપે છે, એમણે એટલું નાં સહી તો થોડું તો તમે આપી શકો પણ નહીં, એટલું પણ નથી આપી શકતાં.


અહીંયા માતાપિતા નાં સબંધ ની વાત છે.

🔍માતાપિતા જોડે તમરો સબંધ કેવો છે? અમુક લોકો એવા હોય છે કે જેમણે પોતાનાં માતાપિતા જોડે પણ નથી બનતું! તો આ પરિસ્થતિમાં કોનો વાંક છે. માતાપિતા નો કે પછી બાળકો નો! જ્યારે તમે મોટાં થઈ જાઓ છો, કમાવવા માંડો છો, ત્યારે તમે પોતાનાં જીવન વિશે વિચાર કરો છો? હું આગળ શું કરીશ? ક્યારે લગ્ન કરીશ? તમારા જીવન વિશે તમે વિચારવા માંડો છો. કેટલાં પૈસા વધારે કમાવવા નાં છે, જેટલું investment કરવાં નું રહેશે.

🔍તમે વિચાર્યું કે અહીંયા તમે ફક્ત હું અને મારો પરિવાર વિચાર્યું. તો એ હું માં તમારા માતાપિતા છે, તમે હું ને લઈને ચાલશો તો આપણે ક્યારે બની નહિ શકે. જ્યારે માણસ થોડો વધારે સફળ થઈ જાય છે ને એ પણ અોછી મહેનતે, ત્યારે એ અહંકારી બની જાય છે. અને એનો હું એટલો મોટો બની જાય છે કે એ હું માં એ પોતાનાં માતાપિતા ને પણ ભૂલી જાય છે.

🔎સબંધો બહુ નસીબદાર લોકો ને મળે છે, નિસ્વાર્થ પ્રેમ તો ફક્ત માં કરે છે. તમારા જીવન માં જ્યારે બીજા નવા સબંધો બને છે, ત્યારે તમે પોતાનાં જૂનાં સબંધો ને મહત્ત્વ આપવાનું ભૂલી જાઓ છો. તમારું વધુ ધ્યાન તમારો સમય બધું, નવા સબંધો માટે તમે ખર્ચી નાખતાં હો છો.

🔍તમે તમારી પત્ની માટે શોપિંગ કરી છે, અને ઘરે આવો છો, તો કેમ માં ઘરે છે એ યાદ નથી આવતું કે પછી નાની બહેન પણ છે, એનાં માટે કઈક ખરુદુ! જો તમને એક સબંધ સિવાય બીજા કોઈ સબંધ નથી દેખાતાં , તો તને તમારી પત્ની પાસેથી એ આશા કઈ રીતે રાખી શકો કે, એ તમારાં જૂનાં સબંધો માટે વિચારે એનું ધ્યાન રાખે.

🔎જ્યારે તમારાં જીવનમાં તમારા માતાપિતા નું અસ્તિત્વ ખોવાઈ ગયું છે, તો તમારી પત્ની નાં જીવનમાં શું તમારા માતાપિતા નું અસ્તિત્વ હશે.જ્યારે તમે દીકરો કે દીકરી થઈ ને તમારા માતાપિતા માટે માત્ર કહેવનાં સંતાનો છો! તો એ માતાપિતા નું આ સંસાર માં બીજું કોણ પોતાનું હોઈ શકે. માટે જો તમે પોતના માતાપિતા ની કદર નહિ કરો તો તમારા સંતાન પણ તમારી કદર નહિ કરે.


🔍અમુક સંતાનો પોતાનાં માતાપિતા સાથે હમેશા અસભ્યતા થી વાત કરે છે. અને માતાપિતા પણ ચલાવી લે છે, જ્યારે પહેલી વાર સામે બોલ્યો ત્યારે નાનો છે કહીને રોક્યો નહિ એટલે આ નોબત આવી છે, માતાપિતા ને પોતાની ફરજ નાં ભૂલવી જોઈએ. પ્રેમ પછી પહેલાં સિદ્ધાંતો ને મહત્વ આપવો.

🔎અને પછી તમે એ સીડી ને લાત મારીને ફેંકી દો છો.ત્યારે તમે ભૂલી જાઓ છો, કે એ સીડી તમને નીચે ઉતારશે. અને બીજું કે જીવન માં જે માણસ નાં પોતાનાં માતાપિતા જોડે સબંધ સારા નથી રહ્યાં, એ વ્યકિત કેટલો સ્વાર્થી હોય છે. અને આવા માણસો ક્યારે કોઈ પણ સબંધ ને નિભાવવા માટે સક્ષમ હોતાં નથી.


🔎 જે વ્યક્તિ પોતાનાં માતાપિતા નો નથી થઈ શકતો. એ બીજા સબંધ પણ સ્વાર્થ થી નિભાવી શકાશે. સબંધો માં સ્વાર્થ નું તો કોઈ સ્થાન હોતું જ નથી.