અનલવ - Part 10 (Complete) Gopi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અનલવ - Part 10 (Complete)

Unlove Story Part 10

Recape:

અતુલ બીના ને પોતાની હકીકત જણાવે છે કે પોતાને સ્ત્રી પ્રત્યે કોઈ આકર્ષણ નથી.પોતે મમ્મી ના મન ની શાંતિ માટે લગ્ન કર્યા હતા.બીના અને અતુલ વચ્ચે ની આ વાત ઉમેશભાઈ સાંભળી જાય છે અને બીના ને એમના અને મુકેશભાઈ વિશે નાં ભૂતકાળ ની હકીકત જણાવતા કહે છે કે પોતે આઝાદ છે ઘર છોડવા માટે.લીલાબેન નાં એ ઈચ્છા પૂરી કરવા ની કોઈ જરૂર નથી પણ બીના આશા બતાવે છે કે જેમ એમને પસ્તાવો છે પોતાના કર્યા પર એમ અતુલ નું પણ મન પરિવર્તન થઈ જશે અને બંને પરિવાર વચ્ચે સારા સંબધ બંધાય જશે.સાંજે અતુલ બીના ની માફી માંગતો પત્ર લખે છે.બંને વચ્ચે એક પતિ પત્ની જેવા સંબધ થવા લાગે છે.અતુલ પર વારે ઘડી કોઈ પ્રાઇવેટ નંબર પર થી ધમકી નાં ફોન આવે છે.બીના સાથે સારા સંબંધ બનાવ્યા પછી અતુલ એ ફોન ઊંચકવા બંધ કરી દે છે.એક દિવસ ઉમેશભાઈ ની ગેરહાજરી માં બીના પણ કોઈ અજાણ્યા નંબર પર થી વિડિયો આવે છે હવે આગળ...


____________________________________________________________

બીના હાફળી ફાફળી થઈ ને અતુલ પાસે દોડતી જાય છે અને એને ઉઠાડે છે.

બીના: ઉઠ અતુલ આ બધું શું છે કેહશેે મને??

બીના નાં અવાજ મા ચિંતા સાથે ગુસ્સો સાફ દેખાતો હતો..

અતુલ: શું થયું તું કેમ સવાર સવાર મા એટલી ગુસ્સામાં છે??
બીના અતુલ ને વિડિયો બતાવે છે.જે અતુલ અને આરવ નાં અશ્લીલ શારીરિક સંબધ નો હતો.

બીના: તે મને એ જણાવ્યું કે તું "હોમો" છે પણ જે વાત જણાવવા ની જરૂર હતી એ નહિ કહી.મને તો માત્ર લાગ્યું માત્ર આ તારી માનસિક બીમારી છે પણ લાગે છે હવે આ કઈ વધુ જ છે. તારા સંબધ પણ છે!

અતુલ: સંભાળ બીના.....!

હજુ કઈ આગળ બોલે એ પેહલા અતુલ નો ફોન રણકી ઉઠ્યો.

"तेरे को बोला था मैने पर तूने नहीं माना, अगर अभी भी पैसा नहीं दिया तो अंजाम और बुरा हो सकता है।"

બસ એટલું કહી સામે વાળા વ્યક્તિ એ ફોન કાપી નાખ્યો..

"હેલ્લો હેલ્લો" અતુલ બોલતો રહ્યો પણ ફોન કપાઈ ગયો હતો.

"શું વાત છે અતુલ?? શું છુપાવા માંગે છે તું? કોણ છે આ વ્યક્તિ જે તારી પાસે પૈસા માંગે છે??"

"મને નથી ખબર બીના આની પાસે આ વીડિયો કેવી રીતે આવ્યો પણ હવે ધમકી આપે છે કે જો ૫ લાખ રૂપિયા નાં આપ્યા તો આ વીડિયો વાઇરલ કરી મને બદનામ કરી દેશે."

"તો પોલીસ માં ફરિયાદ કરી દે."

"તું પાગલ થઇ ગઇ છે શું કે?? પોલીસ માં ફોન કરીશ તો હું અને આરવ બંને ફસાઈ જઈશું તને ખબર છે આ ગુના માં બેલ પર પણ છૂટી શકાય એમ નથી.હજુ બીજા દેશ ની જેમ આપણા દેશ માં આવા સંબંધ ને કાયદાકીય માન્યતા નથી મળી."

"તો હવે શું કરવું?? છે તારી પાસે આટલા પૈસા?"

"પૈસા નથી એટલે જ તો, પેહલા એમ ધમકી આપતો હતો કે એ આ સંબધ વિશે તને જણાવી દેશે જો પૈસા ની આપીશ તો, એટલે બધું તને જણાવી દીધું એટલે મેં એના ફોન ઇગનોર કરવા માંડ્યાં હવે કાલ થી કહે છે કે વિડિયો વાઇરલ કરી દેશે હું શું કરું એ સમજાતું નથી બીના!"

" તું શાંત થઈ જા આપણે પૈસા નો બંદોબસ્ત કરી રસ્તો કાઢી લઈશું.ચાલ મારે ઓફિસ જવાનું છે અને તારે પણ વાંચવાનું હશે. હવે આ વખતે તો તારે પાસ થવાનું જ છે તો તારી કારકીર્દિ બનશે."

આટલું બોલી બીના ત્યાં થી જવા માંડી પણ અતુલ ત્યાં બેઠો બેઠો વિચાર માં ડૂબી ગયો.એક બાજુ એને સમજાતું ન હતું કે બીના એટલી ગુસ્સા મા થવા છતાં આમ શાંત કેમ થઈ ગઈ એના અને આરવ નાં સંબંધ વિશે જાણવા છતાં પણ..આ વાત થી હું તકલીફ માં છું એ જાણી ને જ તરત મારી પડખે ઊભી રહી ગઈ.કેટલો પ્રેમ કરે છે મને અને હું?????????????

"અતુલ જલ્દી તૈયાર થઈ જા તો મને મોડું થાય છે."

બીના નો રસોડા માંથી અવાજ આવ્યો અને અતુલ વિચાર ની તંદ્રા માં થી જાગી ગયો.બીના જાણે કઈ થયું જ નહિ હોઈ એમ સામાન્ય વેહવાર કરતી હતી પણ અંદર અંદર એને ચિંતા ખાઇ જતી હતી કે આ સમસ્યા નો ઉકેલ લાવે કેવી રીતે?? હજુ હમણાં તો બધું સરખું થયું છે ને ફરી નવી સમસ્યા.ઘણા સંઘર્ષ પછી એણે અતુલ ને મેળવો છે હવે તરત માનસિક સ્થિતિ બગાડી ને પરિસ્થિતિ ખરાબ નથી કરવી.બધું કામ પતાવી બીના ઓફિસ જવા નીકળી ગઈ.

"હું ઘરે જ છું બીના આજે...કંઈપણ જરૂર હોય તો ફોન કરજે."

"હા અતુલ હમણાં મને જરા ઉતાવળ છે તને સાંજે મળું."
એટલું કહી બીના ઓફિસ જવા નીકળી ગઈ.


બીના વિચારે છે કે આજે પોતે ઘરે જલ્દી જઈ અતુલ ને સરપ્રાઈઝ આપશે.એમ પણ આવો સમય પછી ની પાછો નહિ આવે.એમ પણ અતુલ સવાર થી ચિંતા મા હશે! બીના એ હાફ દિવસ ની રજા લઈ લીધી અને અતુલ ને કઈ પણ જણાવ્યું નહિ. બીના ને સવાર થી એક વાત સમજ મા નહિ આવી રહી હતી સામે વાળી વ્યક્તિ પૈસા માંગે છે તો કેમ માત્ર ૫ લાખ એટલી મોટી વાત ની?? એને કઈ દાળ માં કાળું હોઈ એમ લાગ્યું.એટલે એણે વિચાર્યું અતુલ સાથે આ વિશે વાત કરવી જોઈએ.બીના કામ પતાવી અડધા દિવસ પછી ઘરે જવા નીકળે છે.અતુલ ને જણાવ્યા વગર છાના પગલે અંદર જવા વિચાર્યું તો ધીમા પગે દરવાજા પાસે પેહાંચી તો જોયું દરવાજો બંધ હતો અને અંદર થી કઈ આવાજ આવી રહ્યો હતો.

"તો એટલા દિવસ થી તું હેરાન કરતો હતો ?? તારી પાસે આ આશ નાં હતી."

"જો આશા રાખવા થી કઈ મળતું નથી હા ભાઈબંધ, તને ખબર છે હું USA થી ૬ મહિના માટે આવ્યો છું.જ્યારે મારા ભાઈ જોડે તને પેહેલી વાર તારી બીના ને જોઈ હતી ત્યાર થી મને ગમતી હતી.પછી થી ખબર પડી કે એના લગ્ન તારી સાથે થઈ ગયા છે.પણ આપણા માટે તો એવું છે ને કે જે ગમી ગયું એ જોઈએ જ! એટલે તારી નજીક આવા કોશિશ કરવા લાગ્યો અને તને પેહેલા બધી લત લગાવી. હું જાણતો હતો કે કઈ તો એવી કમજોરી બધાની હોઈ તારી પણ હશે અને તે જ કહી મને.હવે મારી બીના ને મેળવવા ની ઈચ્છા એટલી તીવ્ર થવા લાગી હતી કે કઈ પણ કરવા તૈયાર હતો..એટલે તને પણ એ વિશ્વાસ અપાવ્યો કે હું પણ તારી જેમ "ગે" છું અને પછી શું થયું ? You better know"

એટલું શું બોલ્યો આરવ એટલાંમાં ગુસ્સામાં માં એનો કોલર પકડી મારવાની કોશિશ કરવા લાગ્યો છતાં પણ આરવ ઉભો ઉભો હસતો હતો..

"જો અતુલ, મને મારવા થી તને ક્યાં ફાયદો છે? બેટર છે હું ફાયદા ની વાત કરી દઉં."

"આરવ હું બ્લેકમેઈલ કરવા નાં ગુના માં તને જેલ નાં સળિયા પાછળ નાખી શકું છું."

"અને હું જો તને જે ગુના માટે અંદર નાખીશ ને બહાર ની આવી શકીશ. તારા આખા પરિવાર ની હાલત એક પળ માં બગડી જશે.સમજો ને!"

અતુલ માથા પર હાથ મૂકી ત્યાં બેસી પડ્યો.

"બિચારો અતુલ, બહાર નીકળવું છે ને??"

"હા હું જોઈએ એટલા પૈસા આપીશ પણ તું આ વીડિયો મને આપી દે ક્યાં destroy કરી દે પ્લીઝ!" અતુલ હાથ જોડી ને બોલવા લાગ્યો.
અને આરવ ખડખડાટ હસવા લાગ્યો અને આગળ બોલ્યો..

"એક રાત...એક આખી રાત બીના સાથે...મને એક રાત માટે બીના જોઈએ છે પણ હા એ પણ કહું એ જગ્યા એ બોલ છે મંજૂર?"

"આરવ................." અતુલ થી ગુસ્સા મા બોલાઈ ગયું પણ પછી એણે ગુસ્સા માં કાબૂ મેળવી લીધો.

"વિચાર અતુલ, હું તો અમેરિકા જતો રહીશ.મને ત્યાં એવા કોઈ કાયદા નડશે નહિ.હું જો કોઈ પણ રીતે એક ફરિયાદી ઉભો કરી આ સાબિતી આપી દઈશ તો તને ખબર છે તારી , તારા પપ્પા ની અને બીના ની જીંદગી બરબાદ થઈ જશે.એના કરતાં બીના ને સમજાવ.મને પૈસા ની જોઈએ બસ બીના જોઈએ."

થોડી વાર એકદમ શાંતિ છવાઈ ગઈ.બીના એના મન માં વિચારી રહી હતી કે કંઈપણ થાય એનો અતુલ નાં જ કહેશે.એમ થોડી કોઈ પારકા માણસ ને પોતાની પત્ની ને સોંપી શકે.અતુલ ગમે તેવો હોઈ પણ આ માટે નહીં જ માને! એને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે હમણાં જઈને આરવ ને ૨ થપ્પડ લગાવી દે પણ એણે ધીરજ રાખી સંભાળવા નું વિચાર્યું.

"સારું તને બીના મળી જશે.હું એને સમજાવીશ અને એ મને એટલો પ્રેમ કરે છે કે નાં નહિ કહેશે!"

એટલું સાંભળતા બીના નાં પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ.

"હા પણ તું વચન આપ એના પછી નાં હું તને જાણું નાં તું મને.આ વીડિયો પણ કાઢી નાખશે તારા ફોન માંથી."

" આ થઈ ને સમજદારી વાળી વાત..ચાલ એ વાત મા એક બિયર પીવડાવી દે."

એટલું બોલી આરવ જોર જોર માં હસવા લાગ્યો અને અતુલ અંદર બિયર લેવા અંદર ગયો અને આરવ એ કોઈ જોડે ફોન પર વાત કરવા લાગ્યો.

"હા ભાઈ, ડીલ થઈ ગઈ છે.એક રાત ના બહાને એને બોલાવીશ અને પૂરી મજા લઇ તમારા કોઠે ભેગી કરી દઈશ...".....

અને બીના નાં મગજ મા વિચારો નાં તોફાન ચાલવા લાગ્યું.શું કરું?? પાછી અતુલ પાસે જાઉં? મમ્મી નાં કહ્યા મુજબ હવે ક્યાં એને સાચવું? કેવો પ્રેમ નિભાવ? મમ્મી કહેલું જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી નીભવજે? આ કેવો પ્રેમ જે પોતાની કમજોરી છુપાવવા માટે મને વેચી દેશે?અને વધુ નાં વિચારતા કોઈ જોઈ ની જાય માટે ત્યાં થી ફટાફટ નીકળી ગઈ.પેહલા વિચાર્યું હું જ પોલીસ માં ખબર કરી દઉં તો અતુલ ની સાથે પેલો અધમ આરવ ને શીખ મળે એ જરૂરી છે.બીના પોહચી ગઈ પોલીસ સ્ટેશનમાં અને આરવ અને અતુલ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી દીધી અને સાબિતી તરીકે એની પાસે વિડિયો હતો એ આપી દીધો. એણે સમજ ની પડતી હતી પોતે શું કરે શું નહિ પણ હવે બહુ થયું? એટલું મન થતું હતું કે ઘરે જતી રહે મમ્મી પપ્પા ને જઈ બધું જણાવી દઉં પણ પપ્પા એ કહેલું કે અતુલ ને પસંદ કરશે તો??? શું કરું કઈ સમજાયું નહિ. એક ગાર્ડન મા બેસી ગઈ..અને પસ્તાવા લાગી પોતાના પ્રેમ માટે નાં દરેક નિર્ણય પર! કેમ ત્યારે જ મમ્મી ને કેમ નાં કહ્યું? કહી દીધું હોત તો મારી આવી દશા નાં થતે. બસ વેહતાં આંસું સાથે પોતાને ત્યાં બેઠા બેઠા કોસતી હતી.

____________________________________________________________

સાંજે ૪ વાગ્યા નો સમય હતો.
બીના નાં મમ્મી ચા લઈ મુકેશભાઈ પાસે આવે છે.ઘર માં બીના વગર જાણે ઘર સુનું થઈ ગયું હતું.બંને બીના ને યાદ કરી આંસુ સારી લેતા.ઘણી વાર મુકેશભાઈ બોલી પણ દેતા કે કાશ બીના ને હું છેલ્લી વાર એમ કહી શક્યો હોત કે જ્યારે પણ જરૂર હોઈ તારા ઘરે હંમેશા માટે આવી જજે દીકરી! તારું જ ઘર છે અને એટલું વિચારું રડી દેતા પણ એમને બીના માટે એણે જે નિર્ણય લીધો એના માટે બહુ ગુસ્સો હતો.મુકેશભાઇ એ દારૂ પીવાનું છોડી દીધું હતું.

"સાંભળો બીના નાં પપ્પા!"

"હમમ!"

" મને કઈ સારું નથી લાગતું. આપણી બીના ઠીક તો હશે ને??"

"સારી જ હશે ને? એને આપણી કઈ પડી નથી તો તું શા માટે એટલું ચિંતા નું પોટલું બાંધી બેઠી છો??"
એટલું બોલી મુકેશભાઈ એ નજર નીચી કરી દીધી.

જ્યોતિબેન સમજી ગયા પોતે પણ દીકરી ને એટલું જ યાદ કરે છે પણ અહમ એમને ક્યારે સ્વીકારવા દેશે નહિ..

સાંજ થવા છતાં પણ બીના હજુ ઘરે આવી નહિ એટલે અતુલ ની ચિંતા વધવા લાગી. એણે ફોન પર ફોન કર્યા પણ એનો ફોન બંધ આવતો હતો એટલે એને થયું કે પિયર ગઈ હશે પણ જો ત્યાં નહિ ગઈ હોઈ અને એમને ફોન કરી દઈશ તો એ અહીંયા ઘરે આવી ધમાલ કરી દેશે કે એમની દીકરી ને પોતે સાચવી નહિ.પોલીસ માં ખબર કરું?? પણ એના માટે પણ ૨૪ કલાક પેહલા એ લોકો FIR
લેશે નહીં.એને ડર લાગવા લાગ્યો કે આરવ એ તો બીના સાથે કઈ ખોટું ના કર્યું હોઈ ને . અતુલ એ આરવ ને ફોન કરી પૂછ્યું તો સામે થી આરવ ભડકી ગયો.

" જો અતુલ આ બધાં બહાના મારે નથી સંભાળવા! જો તું કોઈ ચાલ રમતો હશે તો તને જ મોંઘુ પડશે સમજો ને!"

હવે આટલું સાંભળ્યા પછી એને લાગ્યું આ કામ આરવ નું તો નાં જ હોઈ શકે.શું કરે શું નહીં એ સમજાતું ન હતું.હજું કઈ સમજી વિચારી શકે એ પેહલા પોલીસ દરવાજે ઊભી રહી ગઈ

"Mr Atul?"

"Yes?"

"You are under arrest under offence of section 377."

"what?"

"Yes we have proof."

અતુલ ને લાગ્યું પોતે આરવ ને ફોન કરી ભૂલ કરી દીધી. એણે જ આ કર્યું હશે.

" પ્લીઝ મને એક કોલ કરવા દો પ્લીઝ ઘરે કોઈ નથી.મારી પત્ની પણ હજુ ઘરે નથી આવી મારા પપ્પા ને ખબર કરી દેવા દો."

" ચાલ કોઈ કોલ કરવાના નથી..." એટલું બોલી પોલીસ એને ખેંચી ને લઈ જવા માંડ્યા.

જતા જતા બાજુ વાળા કોકિલા આંટી ને કહ્યું કે પોતે જેલ મા છે એ ખબર એમનાં પપ્પા ને કહી દે અને ઘર બંધ કરી દે અને બીના આવે તો એને ખબર કરી દેય.અતુલ ચોધાર આંસુ એ રડી પડ્યો.આ શું થઈ ગયું? જેનાં થી બચવા પોતાની પત્ની ને....!
હવે તો કઈ બચ્યું નહિ.

___________________________________________________________

આ વાત ને ૨૪ કલાક વિતી ગયાં.બીના નો કોઈ પતો નથી અને આ બાજુ મુકેશભાઈ અને જ્યોતિબેન ને અતુલ ની ખબર પડી ગઈ.આ વાત જાણી બીના ની સાથે વાત કરવા કોશિશ કરી પણ એનો ફોન બંધ આવતો હતો.ત્યાં ઘર ની દરવાજા ની ઘંટી વાગી.એમને થયું કે બીના હશે.દરવાજો ખોલી જોયું તો એમની સોસાયટી મા રેહતાં દિપકભાઈ હતા જે હવાલદાર તરીકે કામ કરતા હતા.એમને જોઈ ને બંને ને પેટ માં ફાળ પડી.કોણ જાણે શું થયું હશે??

દિપકભાઈ: સંભાળ મુકેશ મારે તને જરૂરી વાત કરવી છે.

મુકેશભાઈ: હા બોલ શું થયું તું એટલો ચિંતા મા કેમ છે?? બીના વિશે તને કાઈ ખબર છે??

દિપકભાઈ: હું એટલું કહી શકું કે બીના કાલે પોલીસ સ્ટેશન આવી હતી.અને એણે જ પેલા છોકરા અને તમારા જમાઈ વિશે complaint કરી છે મે કાલે સાંજે જોઈ તો મને થયું ત્યાર બાદ અહીંયા તમારા ઘરે જ આવી હશે. પણ મને ખબર પડી કે એ અહિયાં પણ નથી એટલે હું અહિયાં આવ્યો તમને જણાવવા કે બીના બહુ દુઃખી હતી.

દિપકભાઈ એ પોલીસ સ્ટેશન માં જે પણ વાત બીના એ કહી એ એમણે જણાવી દીધી ત્યાં એમના ઘર નો ફોન વાગ્યો.જ્યોતિબેન એ ફોન ઉપાડ્યો અને જે સાંભળું એ સાંભળી એમના હાથ માંથી ફોન છૂટી ગયો.આ જોઈ મુકેશભાઈ એમની પાસે ગયા અને પૂછવા લાગ્યા કે શું થયું??
અને જ્યોતિબેન થી જોર મા ચીસ પડાઈ ગઈ .."બીના..............."

મનસ્વી એ જેવું પાનું ફેરવ્યું ત્યાર પછી આખી ચોપડી કોરી હતી..બસ એટલા લખાણ માટે કેમ ચોપડી?? એને લાગ્યું કે ખામી વાળી બુક આવી ગઈ છે.આગળ નાં પાના પર જોયું તો કોઈ લેખક નું નામ પણ લખ્યું ક્યાં હતું?? ઓનલાઇન શોધી તો પણ આ નામ ની કોઈ બુક મળી નહિ..હવે એને થવા લાગ્યું કે આ ચાલી શું રહ્યું છે?? આ વાંચવા માટે પોતે જોબ પર ગયા વગર સવાર થી વાંચે છે અને આ શું??
શું થયું હશે બીના સાથે??

હવે આ જવાબ માત્ર એક જ વ્યક્તિ આપી શકે અને એ છે ડૉ.અપૂર્વ.

મનસ્વી જરા પણ સમય બગાડ્યા વગર એમના ક્લિનિક પર જવા નીકળી ગઈ.એની મમ્મી એ પૂછ્યું તો કહે બસ જલ્દી માં છું થોડી વાર માં ઘરે આવી જઈશ એમ કહી ત્યાં થી નીકળી ગઈ.આખા રસ્તે એને એજ વિચાર આવતા રહ્યા કે આવી બુક આપવા પાછળ નું કારણ શું હશે??
ક્લિનિક પોહચતા જ એને ડૉ અપૂર્વ ને મળવા રિસેપ્શન પર કહ્યું. એમણે મનસ્વી ને થોડી રાહ જોવા કહ્યું.હવે એના થી રેહવાતું નાં હતું.જ્યારે કોઈ ની રાહ જોવાય ત્યારે જાણે સમય અટકી અટકી ને ચાલી રહ્યો હોઈ એમ લાગે છે.

૩૦ મિનિટ પછી એને અંદર જવા નો મોકો મળ્યો.અંદર જવાની સાથે જ એને ટેબલ પર બુક મૂકતા કહ્યું

"આ શું છે? આવી કેવી બુક આપી છે?? ક્યાંતો પૂરી બુક આપો ક્યાં તો હકીકત જણાવો."

એટલું સાંભળી અપૂર્વ જોર થી હસવા લાગ્યા.જાણે એમને જે વિચાર્યું એ સાચું પડ્યું હોઈ.

"હસો ની મને જણાવી શકશો તમે આ બુક આપી કહેવા શું માંગો છો મને? શું થયું બીના નું? મરી ગઈ એ?"

"મનસ્વી બેટા બેસ શાંતિ થી પાણી પી લે.હું તને બધું સમજાવું છું."

"મને માત્ર કારણ જાણવું છે અને બીના નું શું થયું? એ જાણવું છે? મને કેમ લાગે છે તમે જાણી જોઈ આમ અધૂરી રાખી હોઈ!"

ડૉ.અપૂર્વ મલકાઈ રહ્યા હતા.જાણે પોતે રાહ જોઈ રહ્યા હોઈ કે મનસ્વી આવશે જ!

"હા મેં જાણી જોઈ ને આપી હતી. તને હું ચાહતે તો મોટી મોટી વાત કરી depression
આ ની માત્ર દવા આપી નોર્મલ કરી દીધી હોત.પણ તું મારી દીકરી જેવી છે.તારું દુઃખ નું કારણ માનવ નથી, તારાં દુઃખ નું કારણ તારો તારી સમસ્યા પ્રત્યે નો દૃષ્ટિકોણ છે.મને ખબર છે તું બહુ લાડ કોડ થી મોટી થઈ છે.તને કોઈ વાત ની કમી નથી એટલે તને એક એટલું દુઃખ એટલું મોટું લાગ્યું કે તારા માતા પિતા નો સારો વ્યવહાર પણ તને ની દેખાયો.તું માત્ર તારા દુઃખ મા જ ખોવાયેલી રહી જે તો દુઃખ જ છે જ નહિ દીકરી! પ્રેમ એ પામવાની વસ્તુ ક્યાં છે?? એ તો બસ થઈ જાય તો એને ખુશ જોવામાં છે.માનવ એ તારી સાથે એટલું ખોટુ તો નથી કર્યું જેટલું અતુલ એ બીના સાથે કર્યું અથવા એક વાર માટે કરવા પણ વિચાર્યું તો ખરું કે એને......"

"બોલો અંકલ! કેમ ચૂપ થઈ ગયા.શું થયું બીના નું??
હવે મનસ્વી થી રહેવાતું ન હતું.
"બીના એ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.એનું ઘાયલ શરીર યમુના કિનારે મળી આવ્યું એટલે પોલીસ એ એના ઘરે ફોન કર્યો કેમ કે અતુલ તો જેલ મા હતો.બીના એમ વિચારતી હતી કે હવે શું મોઢું લઈ એના મમ્મી પપ્પા પાસે જશે?? ને આવી લાઈફ જીવવા કરતા મરી જવું સારું! જ્યાં પ્રેમ અને ખોટા નિર્ણય નાં લીધે માત્ર દુઃખ જ મળ્યું મને, મારા માતા પિતા ને! મારા લીધે આખા સમાજ માં બદનામ થઈ ગયા ને જેના માટે એટલું કર્યું એ તો મને પોતાના સ્વાર્થ માટે બીજા સાથે સુવડાવી દેતા પણ અચકાતો નાં હતો. એ તો સારું કે સાચા સમયે મને ખબર પડી ગઈ નહિતર આનાથી ખરાબ હાલત થઈ જતે.પણ હવે જીવી ને શું ફાયદો.પણ એણે ક્યાં ખબર હતી આ મરવાની કોશિશ એને નવું જીવન પ્રદાન કરશે.જ્યોતિબેન અને મુકેશભાઈ તરત હોસ્પિટલ જાય છે.ત્યાં જઈને એમને ખબર પડે છે કે બિનાના ફેફસા માં પાણી બહુ જતું રહ્યું હતું. એટલે કઈ કહી શકાય નહિ ક્યારે ભાન મા આવે કારણ કે બીનાને માથા પર આંતરિક ઘાવ આવ્યા હતા. એ તો સારું થયું કે જીવ બચી ગયો.૩૬ કલાક પછીં બીના ભાન માં આવે છે.આંખ ખોલતા બીના એના મમ્મી પપ્પા ને જોઈ છે.અને કઈ બોલવા કોશિશ કરે છે પણ બોલાતું નથી.એને અનહદ પીડા મેહસૂસ થઈ રહી હતી.મુકેશભાઇ એ બીના ને એટલુંજ કહ્યું કે જે થયું એ ભૂલી જા દીકરી. તારું આખું નવું જીવન તારી રાહ જોઈ રહ્યું છે.એટલું સાંભળતા એને થોડી રાહત થઈ.હવે ધીમે ધીમે બીના નાં શરીર નાં ઘાવ રુંઝવા લાગ્યા હતા પણ મન નાં ઘાવ હજી તાજા જ હતા.બીના ને ઘરે લઈ આવ્યા હવે એ સ્વસ્થ હતી.જેવી ઉમેશભાઈ ને ખબર પડી બીના ને ઘરે લઈ જવા માં આવી છે એ તરત એના ઘરે પોહાંચ્યાં અને માફી માંગી.ત્યારે બીના એ જણાવ્યું કે એણે જે કર્યું તે અતુલ નાં સારા માટે કર્યું છે પણ હવે પોતે અતુલ સાથે રહેવા નથી માંગતી.જો અતુલ મને છૂટાછેડા આપવા તૈયાર થાય તો એ પોતાની ફરિયાદ પાછી લઈ લેશે.
હવે તને ખબર પડી બીના પોલીસ પાસે કેમ ગઈ??

"ના કેમ?"

"એને ખબર છે પોતે ક્યારે પણ આરવ પાસે જવા તૈયાર ની થતે અને જે પોતે કર્યું એ આરવ બીજા પાસે કરાવી અમેરિકા જતો રેહેતે અને ક્યારે હાથ માં આવશે નહિ.એટલે આ ફરિયાદ થી આરવ પણ પકડાઈ ગયો અને અતુલ ને પોતે છોડાવી શકે એ પણ શક્ય બન્યું.પણ હવે એ સમજતી હતી કે અતુલ સાથે રહેવું હવે યોગ્ય નથી.એને એની મરજી મુજબ જીવવા દેવો જોઈએ. એ ગમે તે કરે પણ એની સાથે ક્યારે ખુશ રહી શકશે નહિ.આખરે પોતે અતુલ ને પ્રેમ જો કરતી હતી!"

"તો પછી આત્મહત્યા કરવા કોશિશ કેમ કરી?"

"એ જ કારણ થી જે કારણ થી તું depression માં જઈ રહી હતી કદાચ?"

"સમજી નહિ અંકલ?"

"એને એમ લાગવા લાગ્યું કે એના માતા પિતા એને ક્યારે પણ અપનાવશે નહિ જેમ તને લાગવા માંડ્યું હતું કે માનવ ની મળશે તો તું વિખેરાય જશે.એટલેજ તું એની સાથે વાત નથી કરતી કેમ કે તને લાગે છે તું પાસે જશે તો તારા થી એને પામ્યા વગર નહિ રહેવાશે સાચું ને?"..

"હા અંકલ એકદમ સાચું."

"સંભાળ મનસ્વી, human pshycology જેટલી વિચારો પર ચાલે છે એટલી જ પૂર્વધારણા પર ચાલે છે. આપણે માની લઈએ છે કે મારા થી આ થશે જ નહિ અને આ નહિ મળ્યું તો જીવન બરબાદ થઈ જશે.બીના ને જ જોઈ લે! એણે માફી અને પશ્ચાતાપ નો રસ્તો અપનાવવા નાં બદલે આત્મહત્યા નું વિચાર્યું અને તે માફી આપવા ને બદલે તિરસ્કાર!"

મનસ્વી ઘણી વાર સુધી સુનમુન બેસી રહી કઈ બોલી નહિ.વિચારવા લાગી ભલે ગમે તે હોઈ પણ માનવ એ અતુલ ની જેમ દગો કરી લગ્ન ક્યાં કરવા કહે છે? સાચું જ છે ને એને એટલા વર્ષ મા મારી સાથે કોઈ શારીરિક કે માનસિક દુર્વ્યવહાર નથી કર્યો.મારા વિચારો જ મારા દુઃખ નું કારણ છે અને મારી લાગણી માટે ની અપેક્ષા એ કારણ છે મારા ગુસ્સા નું!થોડી વાર સુધી કંઇ બોલી નહિ એટલે અપૂર્વ સામે થી બોલ્યાં,
"મનસ્વી તને ખબર છે બીના કોણ છે?"

"એટલે? સમજી નહિ તમે શું કહેવા માંગો છો?"

"એટલે એજ કે બીના એ કોઈ નહિ મારી પત્ની છે.અતુલ ઉર્ફ આકાશ સાથે છૂટાછેડા લીધા બાદ તારી વીણા આંટી એટલે બીના એ આગળ ભણવાનું ચાલુ કર્યું અને તને ખબર જ છે આજે શહેર નાં નામચીન વકીલો માં થી એક છે. એણે homosexuality aginst public interest litigation (PIL) ફાઇલ કર્યું હતું અને બનતી બધી કોશિશ કરી હતી આ સંબધ ને કાયદાકીય માન્યતા મળી શકે એ માટે અને હું મુકેશ અંકલ નાં એ જ મિત્ર નો છોકરો જેની સાથે તેઓ બીના નાં લગ્ન નક્કી કરી આવ્યા હતા.હા મે એને એટલું થયા પછી પણ અપનાવી એટલે નહિ કે મને એના માટે દયા હતી કે હું એની સફળતા થી અંજયો હતો.હું તો એને ત્યાર થી પ્રેમ કરવા લાગ્યો હતો જ્યારે મારા પપ્પાએ મને એનો ફોટો બતાવ્યો હતો.પણ આ બધું ખબર પડયા પછી પણ એને હું નફરત નહિ કરી શક્યો.મારી સાચી ચાહત એને ફરી મારા જીવન માં લઇ આવી.હા, એ વાત અલગ છે મેડમ એ બહુ મેહનત કરાવી હા કહેવા માટે પણ આપણે હાર ની માની હા!"

"સલામ છે તમને અને ખાસ વીણા આંટી ને! એ ચાહતે તો બદલો લેવા અતુલ ને હેરાન કરી શકત પણ પોલીસ પાસે પકડાવ્યો એ પણ ભલા માટે અને એની સાથે છુટા થયા પછી પણ આખી દુનિયા સામે આ કાયદા માટે લડી પણ ખરી.અને તમે બધું જાણવા છતાં એમનો સાથ આપ્યો.એના થી વધુ સાચા પ્રેમ ની વ્યાખ્યા શું હોઈ શકે? પણ એક વાત સાચી છે, લગ્ન એ માત્ર ૨ વ્યક્તિ નહીં પણ ૨ પરિવાર નો સંબધ છે.જ્યાં સુધી બંને પરિવાર ની સહમતી નાં હોઈ ત્યાં સુધી ૨ વ્યક્તિ નો પ્રેમ પૂર્ણ નથી થઈ શકતો."

"સાચી વાત દીકરી, હવે તું વિચાર તારે એમ દુઃખી આત્મા બની ભટકવું છે કે પછી જીવન માં આગળ વધવું છે? અને એક વાત બેટા, એક વાર વાત કરી લે માનવ સાથે! બંને એકબીજા ને મન માં રહેલી ફરિયાદ કરી દો.સમસ્યા નો ઉકેલ આવી જશે.સાથે રહેવું માત્ર નક્કી નથી કરતું તમે કેટલો પ્રેમ કર્યો, નક્કી એ કરે છે તમે પ્રેમ કેટલા મન થી નિભાવ્યો."

"Thank you Apurva uncle!"

મનસ્વી નાં ચેહરા પર ઘણા સમય પછી જાણ હસતા ચેહરા સાથે ચમક હતી.ઘરે પોહચી ને જોયું તો માનવ એના ઘરે બેઠો હતો.

"અરે જો મનસ્વી પણ આવી ગઈ." નીલાબેન એ કહ્યું.

" મનસ્વી બસ એક વાર વાત કરી લે મારી સાથે પ્લીઝ!"

" હા મારે પણ તારી સાથે વાત કરવી છે માનવ!
મમ્મી અમે થોડી વાર અંદર જઈ વાત કરી શકીએ."

નીલાબેન એ હા માં માથું હલાવ્યું અને ચેહરા પર આશ્ચર્ય હતું.

મનસ્વી અને માનવ રૂમ મા ગયા અને માનવ જાણે કેટલા સમય થી બોલવા માંગતો હોય એમ બોલવા માંડ્યું,

"મનસ્વી મને માફ કરી દે પ્લીઝ.મારો ઈરાદો તને ખોટી રીતે તને ફસાવી રાખી તારો ઉપયોગ કરવાનો જરા પણ નાં હતો.મને તને મળ્યા પછી કાબૂ જે નહિ રહ્યો અને તારી તરફ જ હંમેશા ખેંચાયા કરતો હતો.મને પરિણામ ની ખબર હોવા છતાં! મને હવે લાગે છે કે હું હવે તારા વગર નહિ રહી શકીશ પ્લીઝ મારી સાથે લગ્ન કરવા હા કહી દે.હું તારા માટે મારા માતા પિતા ને છોડવા તૈયાર છું.".

એટલું બોલતાં માનવ ની આંખ માંથી આંસુ વેહવાં લાગ્યા.

"હું લગ્ન કરવા તૈયાર છું પણ જો તારા માતા પિતા ની મજૂરી હોઈ તો.એક વાર હિમ્મત કરી એમને કહી દે આપણા વિશે! જો એમની હા હશે તો મારી ના નથી અને રહી વાત તારા પર ગુસ્સા ની તો એ હવે નથી.પ્રેમ જીવનભર રહેશે.જો તારા લગ્ન બીજે થઈ જાય ને માનવ તો પણ મારા મન માં તારા માટે એટલી જ લાગણી રહેશે! હવે આગળ શું કરવું એ તું વિચાર માનવ. પ્રેમ પામવા માટે હું તારા માતા પિતા ને દુઃખી નહિ કરી શકું."

"પણ મનસ્વી સમજ તેઓ ક્યારે પણ આપણે બન્ને ને નહિ અપનાવશે!"

"તો આપણે અલગ થઈ જઈએ એમાં જ ભલાઈ છે.એક વાર હિમ્મત કરી વાત કરી જો પછી તને અફસોસ નાં થવો જોઈએ કે જો ત્યારે વાત કરી હોત તો વાત કઈક અલગ હોત.અને મન માં જરા પણ આશંકા રાખીશ નહિ કે એમની ના આવશે તો હું તને નફરત કરીશ."

માનવ પાસે બોલવા માટે હવે કઈ પણ રહ્યું નહિ.ત્યાં થી ચૂપચાપ ચાલ્યો ગયો. એ જતો ગયો તેમ તેમ મનસ્વી ને લાગવા માંડ્યું કે જાણે એનું બધું જઈ રહ્યું હોઈ અને રોકી લઉં પણ હવે આ સમયે મન પર કાબૂ રાખ્યો.

રાત્રે ૧૦ વાગ્યે માનવ નો કોલ આવ્યો.
"hi Maan"

ઘણા સમય પછી માનવ નાં મોઢે માન સાંભળી મનસ્વી ને જાણે બધું મળી ગયું હોઈ એમ લાગ્યું.લાગતું હતું જાણે કોઈ ખુશી ના સમાચાર મળવાના હોઈ એવી ખનક હતી માનવ નાં અવાજ મા!

"હા બોલ કેમ એટલી રાત્રે ફોન કર્યો?"

"હું મારી થનાર પત્ની ને ગમે ત્યારે ફોન કરી શકું છું.મને કોઈ ની પરમિશન ની જરૂર નથી."

"શું બોલે છે તને ખબર છે ને? જો ફોન ખોટા નંબર પર નાં લાગી ગયો હોઈ."

"અત્યાર સુધી મગજ નો ફોન બીજા નંબર પર જતો હતો પણ હવે બરાબર જ છે હા! તે સાચું કહ્યું હતું જો હમણાં હિમ્મત નાં કરતે તો મને હમેશા માટે અફસોસ કરતે! મારા મમ્મી પપ્પા માની ગયા છે. એમણે મને જણાવ્યું કે આજ નાં સમય પ્રમાણે પેહલા જેમ લગ્ન ની કરી શકાય.આવી રહ્યા છે અમે તારાં ઘરે તને લેવા કહી દે તારા મમ્મી ને!"

અને મનસ્વી ની ખુશી નો કોઈ પાર ન રહ્યો.

બંને નાં લગ્ન બંને નાં પરિવાર ની મરજી થી થઈ ગયાં. મનસ્વી અને માનવ બંને ને લાગ્યું કે જે ખુશી પરિવાર ની ખુશી સાથે હોઈ એ ક્યાંય નથી હોતી.

*. *. *.

On 6 September 2018, the Court ruled unanimously in Navtej Singh Johar v. Union of India that Section 377 was unconstitutional "in so far as it criminalises consensual sexual conduct between adults of the same sex.


"
દરેક માતા પિતા ને એમનું સંતાન વહાલું હોઈ છે પણ જ્યારે સંતાન ને માતા પિતા નાં રૂપમાં એક મિત્ર જોઈએ ત્યારે આપણે એના માતા પિતા બની રહીએ છે ત્યારે એમને લાગે છે કે એમને કોઈ સમજતું નથી.ઘણી વાર સંતાન ખોટા પગલાં લઈ લે છે એ ડર થી કે પોતે પોતાની તકલીફ એમને જણાવશે તો તેઓ એમને ક્યારે નહિ સમજી શકે. એ વાત પછી તમારી મરજી નાં વ્યક્તિ સાથે નાં લગ્ન ની હોઈ કે પછી sexuality વિશે! અને એવુ સંતાન તરફ થી માતા પિતા સાથે પણ થાય છે.તેઓ એમના મિત્ર બનવા કોશિશ કરે છે પણ સંતાન પોતાની દુનિયા માં એટલો મશગુલ હોઈ છે કે એ સમજે છે માતા પિતા એના જીવન માં દખલ કરે છે. એક વાર કોશિશ કરી જુઓ એક માતા પિતા તરીકે સંતાન ને સમજવાની અને સંતાન તરીકે માતા પિતા ને! એ પેહલા સમય હાથ માંથી જતો રહે!
"