અનલવ - Part ૩ Gopi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનલવ - Part ૩






















Unlove Story Part - 3

Recape:

મનસ્વી ને હકીકત ની જાણ થતાં ખૂબ દુઃખ થાય છે અને જૂની યાદ મા ખોવાઈ ગઈ છે. એને વિચારી ને દુઃખ થાય છે એક સમય હતો કે જ્યારે નાના અકસ્માત થી માનવ એટલો ડરી ગયો કે એટલું વિચારી ને રડી પડ્યો કે પોતાને ગુમાવી દેશે! શું એને હમણાં જરા પણ વિચાર આવ્યો નહિ કે હવે મને હંમેશા માટે ગુમાવી દેશે! મનસ્વી માનવ નાં કોલ અને મેસેજ નો જવાબ આપવાનો બંધ કરી દીધો! ધીમે ધીમે એણે બોલ ચાલ બંધ કરી દીધી હતી, બસ પોતાના માં જ ખોવાયેલી રહે. ગમે ત્યારે રડી પડે.આખરે એના મમ્મી પપ્પા એમનાં નજીક નાં મિત્ર ડૉ.અપૂર્વ પાસે લઈ જવા નક્કી કરે છે હવે આગળ....


____________________________________________________________

સાંજે ૭ વાગ્યા! નીલા બેન અને જતીન ભાઈ જવા તૈયાર થઈ ગયા પણ મનસ્વી હજુ તૈયાર થઈ ના હતી!

"ચાલ ને બેટા, તૈયાર થઇ જા! આપણે મોડું થાય છે." જતીન ભાઈ મનસ્વી નાં રૂમ માં પ્રવેશતા બોલ્યાં
મનસ્વી એના રૂમ ની બારી પાસે ઊભી એકીટસે બહાર જોતી હતી! પોતાના માં ખોવાયેલી અને ગુમસુમ!

"ચાલ બેટા, તૈયાર થઈ જા!" જતીન ભાઈ એ એની પાસે જઈ ખભો હલાવતા કહ્યું.

મનસ્વી જાણે ગાઢ તંદ્રા માં થી બહાર આવી હોઈ એમ ચોંકી ગઈ, "હા પપ્પા! શું? કઈ કહ્યું તમે?"

"હું એમ કહું છું ચાલ આપણે મોડું થાય છે જવાના! યાદ છે ને મારા ભાઈબંધ ત્યાં જવાનું છે?"

"હા પપ્પા બસ થોડી વાર!" એટલું બોલતાં મનસ્વી કબાટ માં થી કપડા લેવા ગઈ ને જતીનભાઈ રૂમ ની બહાર નીકળતા એમની આંખ નાં ખૂણા ભીના થઇ ગયાં પોતાની દીકરી ની આવી હાલત જોઈ ને!

થોડી વારમાં મનસ્વી તૈયાર થઈ ને આવી ને ૩ જણ ડો અપૂર્વ નાં ઘરે જવા નીકળે છે.આખા રસ્તે પણ મનસ્વી કંઇજ બોલતી નથી! જે છોકરી "પપ્પા આ સોંગ મૂકો આ રીડીઓ ચેનલ ચેન્જ કરો! હવે હું આવતાં ગાડી ચલાવીશ!" એવી વાતો થી હેરાન કરી દેતી એ મગ નું નામ મરી નથી પાડતી! અને આ જ વાત જતીનભાઈ અને નીલાબેન ને અંદર થી હચમચાવી દેતી હતી!

૩ એ જણા ડો.અપૂર્વ નાં ઘરે પોહચી ગયા! નીલાબેન અને જતીનભાઈ એ ખુશી થી ડો અપૂર્વ અને એમની પત્ની અને એના દીકરા મિત ને મળ્યા.

જતીનભાઈ એ સાચો સમય જોઈ અપૂર્વ ને બધી હકીકત જણાવી દીધી અને મનસ્વી ને આ માનસિક સ્થિતિ માં થી બહાર કાઢવા વિનતી કરી!

"અરે, જતીન તારી દીકરી એ મારી દીકરી જેવી! તું ચિંતા ની કર બધું સારું થઈ જશે!" અપૂર્વ એ આશ્વાસન આપતા કહ્યું.

બંને પરિવાર રાત્રે જમ્યા બાદ બહાર ગાર્ડન માં ચાલવા નીકળ્યા.અપૂર્વ જતીનભાઈ અને મનસ્વી સાથે ચાલતા હતા.. બીજા જાણી જોઈ ને પાછળ!

"બેટા મનસ્વી, કેવું ચાલે કામકાજ?" અપૂર્વ એ વાત ની શુરુઆત કરવા માટે પૂછ્યું.

" બસ અંકલ Going good!"
"શું કરે માનવ?" અપૂર્વ એ આટલું બોલ્યું એટલા માં મનસ્વી ની આંખ ચાર થઈ ગઈ અને એક વાર માટે એના પપ્પા ને અને પછી ડૉ અપૂર્વ ને જોઈ રહી.

"પપ્પા તમે આમને કેમ?..." મનસ્વી આગળ કંઇક બોલે એ પેહલા અપૂર્વ એ રોકતાં કહ્યું

"જો બેટા તું મારી દીકરી જેવી જ છે એમ તો હું જાણું છું પણ છતાં તું મને જે પણ મન ની વાત હોઈ બધી મને કરી શકે છે.."

"પણ....." આટલી વાત બોલતા મનસ્વી ની આંખ ભરાય તો ગઈ પણ હિમ્મત ભેગી કરતા બોલી.."હવે જે વાત નો મતલબ નથી તો પપ્પાએ તમને કેહવાની કઈ જરૂર જ નાં હતી ને.."

"હું અને જતિન પણ એજ સમજાવીએ છે તને કે જે વાત નો મતલબ નથી એના માટે તું એટલું કેમ દુઃખી થાય છે અને ગુમસુમ રહે છે! અને સારું ચાલ કઈ નાં કેહ મને પણ મારા ૨ સવાલ નો જવાબ આપી શકે જે તને હું એક ડોક્ટર તરીકે પૂછું છું આપશે જવાબ??"

"કોશિશ કરીશ.." મનસ્વી એ આટલું જ બોલી શકી..

અપૂર્વ: મનસ્વી! જો તને પ્રેમ નાં બહાને માનવ ફાયદો ઉઠાવી શારીરિક લાભ
ઉઠાવ્યો હતો?
"Are you mad or what? તમે પપ્પા ના friend છો એટલે કંઇ બોલતી નથી
મતલબ એમ નથી કે તમે કઈ પણ બોલી દો!" મનસ્વી ની આંખો માં ગુસ્સા સાથે આંસુ વેહાવા લાગ્યા...અને ત્યાંથી દોડતા દોડતા ગઈ પાછી ઘર પાસે જવા લાગી અને નીલા બેન એની પાછળ ગયા..

અપૂર્વ એ જતીનભાઈ ને આશ્વાશન આપતા કહ્યું, " ચિંતા ની કર દોસ્ત, આજની પેઢી માં એટલી ધીરજ નથી રહી..હું તને એક બુક આપુ છુ એ મનસ્વી વાંચે એની જવાબદારી તારી!.."

થોડી વાર પછી મનસ્વી અને તેનો પરિવાર ઘર જવા નીકળ્યા..મનસ્વી ને હવે દુખ ની સાથે પિતા પર ગુસ્સો પણ હતો છતાં ગુસ્સો કાઢી બોલવાના બદલે ચૂપ રેહવુ એને બરાબર સમજ્યું.

ઘર પોહંચ્યા બાદ સીધી પોતાના રૂમ માં લોક થઈ ગઈ.જતીનભાઈ અને નીલાબેન ની ચિંતા હવે વધતી જતી હતી કેમ કે જે વિચારી ત્યાં ગયા હતા એ ઉદ્દેશ નિષ્ફળ થયો હતો..કોઈક વાર તો જતીનભાઈ ને થયું કે માનવ ને કોલ કરી ગમેતેમ બોલી દે ક્યાં તો પોલીસ કેસ કરી દે..પણ સમસ્યા વધવાના એંધાણ એ એમને રોકી રાખ્યા હતા..
હવે તેમના માટે છેલ્લી આશા અપૂર્વ એ આપેલી બુક જ હતી, મનસ્વી ને કેવી રીતે સમજાવું વાંચન માટે!

થોડી વાર પછી ફ્રેશ થઈ ને જતીનભાઈ મનસ્વી નાં રૂમ માં ગયા.અંદર જતા જ મનસ્વી બોલી,
"પપ્પા મારે કોઈ વાત નથી કરવી..પ્લીઝ થોડી વાર માટે મને એકલી મૂકી દો.."
"હું તો આ બુક આપવા આવ્યો હતો.અપૂર્વ એ તને વાંચવા માટે આપી છે..પોતાના માટે તો નહીં પણ તારા મમ્મી પપ્પા માટે જરૂર વાંચજે.." એટલું કહી જતીનભાઈ ત્યાં થી જવા માંડ્યા..તો પણ મનસ્વી નો કોઈ પ્રતિભાવ નાં આવ્યો!...

પપ્પા નાં ગયા પછી મનસ્વી ની બેચેની વધવા લાગી હતી.. એ સમજતી હતી કે પોતે જે કરી રહી છે અને જે એના થી થઈ રહ્યું છે એ યોગ્ય છે જ નહિ..ત્યાં એકાએક ફોન વાગ્યો

manav calling...

એને તરત ફોન કટ કરી ફોન બંદ કર્યો અને બુક હાથ માં લીધી.એના પર વાંચ્યું "Unlove Story"..

આ વાંચતાં જ એને થયું love story તો ઘણી પણ આ કેવું?..આ વાત થી એને બુક વાંચવાની ઈચ્છા થઈ..અને વાંચવાનું ચાલુ કર્યું..જેમ જેમ વાંચતી થઈ તેમ તેમ એને આગળ વાંચવાની ઈચ્છા વધતી ગઈ પણ વાંચતા વાંચતાં જ સૂઈ ગઈ..

શું હશે આ Unlove Story માં?? શું આ બુક મનસ્વી ની મનોસ્થિતિ બદલી શકશે?? જાણવા માટે વાંચો આગળ નો ભાગ...

Precape:
મનસ્વી સવારે જાગી ને નાસ્તાના ટેબલ પર આવી ત્યારે રોજ કરતા જરા ઉદાસી ઓછી જોઈ જતીનભાઈ અને નીલાબેન ને થોડી રાહત થઇ..
આવી ને તરત મનસ્વી બંને ને ભેટી પડી..
"પપ્પા.. મમ્મી મને માફ કરી દો..મારે એટલા આ દિવસ નાં વર્તન માટે! પણ હજુ પણ ભૂતકાળ ભૂલી નથી શકતી..મને થોડો સમય આપશો"..
અને જતીનભાઈ અને નીલાબેન મનસ્વી ને પ્રેમભરી નજર એ જોઈ રહ્યા..