Unlove - 6 books and stories free download online pdf in Gujarati

અનલવ - Part 6Unlove Story Part 6

Recape:


બીના અતુલ ને પોતાના મન ની વાત જણાવે છે..પણ કોઈ ફોન આવતા અતુલ ત્યાં થી કંઈપણ કહ્યા વગર જતો રહે છે..૧૭ દિવસ પછી અતુલ નો ફોન આવે છે અને અતુલ મનસ્વી ને મળવા બોલાવે છે..અને જણાવે છે કે એ પણ બીના ને પ્રેમ કરે છે.બીના આ સાંભળી એટલી ખુશ થઈ જાય છે જાણે સાતમા આસમાને હોઈ..થોડા મહિના પછી ની મુલાકાત માં અતુલ બીના ને લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે અને પોતાની મમ્મી ની તબિયત હકીકત જણાવે છે અને લીલાબેન ને મળવા લઈ જાય છે. વેકેશન માં એક વાર અતુલ નો કોલ આવે છે અને કોર્ટ મેરેજ કરવા કહે છે અને એની મમ્મી ની તબિયત ની વાત ફરી એક વાર યાદ અપાવતા કહે છે ..હવે બીના નો નિર્ણય લેવાનો સમય છે..આ બાજુ મનસ્વી માનવ નો ફોન તો ઊંચકે છે પણ વાત સરખી કરતી નથી..હવે આગળ...

____________________________________________________________

મનસ્વી ફોન તો મૂકી દે છે.જેવો ફોન મૂકે છે તરત માનવ નો એસએમએસ આવે છે.
Maanv: Have your anger calmed down?
Manasvi: No and I wish it should not be subside.
Maanav: Why??
Manasvi: If it would be, I will fall in love with you again and you won't care about it as usual.
Maanav: Don't think like that please litsen me once!

આ પછી મનસ્વી નો કોઈ જવાબ આવતા માનવ પાછો ફોન કરે છે અને મનસ્વી ફોન કાપી નાખી દઈ ફોન જ બંધ કરી દે છે.અને ફરી વાંચવાનું ચાલુ કરે છે..

....................

તે આખો દિવસ બીના માટે અવઢવ માં ગયો.રાત પણ પડખું ફેરવી વિચારતી રહી શું કરું?? સવારે મમ્મી ને બધું કહી દઉં.! એક તો મમ્મી પપ્પા ને લીધે ખુશ નથી હોતી..હમણાં સમય પેહલા જો બધું કહીશ તો એ વધારે ચિંતા કરશે.એને અતુલ ની વાત પર થી લાગ્યું કે આંટી ની તબિયત વધુ બગડી હશે તોજ અતુલ એમ કહ્યું હશે! બીના ની અતુલ માટે ની લાગણી વધતા વધતા એટલી વધી ગઈ હતી કે એને એમ લાગવા માંડ્યું હતું કે કંઈપણ થાય અતુલ એની સાથે ખોટું તો ની જ બોલે અને જો જીદ કરે છે તો કારણ વગર તો નહીં જ..

સવારે ઉઠી ને અતુલ ને કોલ કર્યો .

"હા અતુલ મને આજ રાત સુધી નો સમય આપીશ..!"

"કેમ તને મારા પર વિશ્વાસ નથી..અરે હમણાં કોર્ટ મેરેજ કરી લઈએ અને પછી બંને મળી ને મમ્મી પપ્પા ને મનાવી લઈશું અને ત્યાં સુધી તો હું પોતાની CA Practice
ચાલુ કરી દઈશ તો એમને નાં કેહવા માટે શું કારણ હશે! રહી વાત સમાજ ની તો એ ક્યાં નડવાનો છે આપણાને! બસ આ મારા મમ્મી ને શાંતિ થઈ જાય એટલા માટે કહી છું.મમ્મી ની તબિયત ધીમે ધીમે બગડતી જાય છે ખબર ની ક્યારે શું થઈ જાય...." આટલું બોલતાં અતુલ નો અવાજ ગળગળો થઇ ગયો..

"અરે અતુલ, સારું પણ કેવી રીતે મળીશું?? ખબર હમણાં બહાર કેમ કરી નીકળું યાર..!"

"કઈ પણ બહાનું બનાવ પ્લીઝ.કઈ તો કર.."

" સારું ચિંતા ના કરીશ..કંઇક કરું..!

અને થોડી વાતો કરી બંને એ ફોન મૂકી દીધો..તે દિવસે સાંજે મુકેશભાઈ દારૂ પીને આવ્યા હતા.. આવતા ની સાથે એમની બોલચાલ તો ચાલુ થઈ ગઈ.આજે તો એની મમ્મી થી નાં રેવાયું ને કસી ને જવાબ આપવા લાગ્યા..
"ખબર ની કંઇ ઘડી માં તારી જોડે પરણી હું! એક મારા મા બાપ નું જોઈ અહી આવી..મને શું ખબર તારો પીવા માટે નો શોખ જ નહિ પણ આ લત ઘર ની બરકત લઈ જશે..તારી એક આ આદત નાં લીધે મારે બીજું કોઈ સંતાન નથી..એક સંતાન છે એ પણ દીકરી.. એ કાલે ઉઠી ને સાસરે જતી રેહસે ને મારે તારી સાથે આ નરક માં રેહવાનું..અરે કાલે ઉઠી ને વેવાઈ વિશાળ વાળા થવાના જરા તો સુધર..સારા માં સારી કમાણી છે પણ આ તારી પીવાની આદત ઘર ની બરકત લઈ ને જાય છે..છોકરી ના કેટલા અરમાન હશે પણ છોકરી તારા આ વર્તન થી કહેતી નાઈ હશે.."

"અરે ચૂપ થઈ જા...હવે જો વધારે બોલી છે તો...."

"શું હે શું મારશે મને...લે માર..તને શું આવડે છે બીજું?? સમાજ નું અને મા બાપ નું
જોઈ તારી સાથે પરણી એના કરતાં પેલા રમેશિયા સાથે ભાગી ગઈ હોત તો સારું.. આજે શાંતિ થી તો જીવતી હતે..કુખે એક દીકરો હતે એ અલગ.."
એટલું બોલવાનું પૂરું કરે એ પેહલા મુકેશભાઈ એ ઉઠી ને જોર માં એક ઝાપટ મારી દીધી અને એની મમ્મી નીચે પડી ગઈ..આ બધું જોઈ બીના હચમચી ગઈ..હવે તો એને અતુલ સાથે નો લગ્ન કરવાનો નિર્ણય વધુ મક્કમ થઈ ગયો..
તે રાતે બીના નાં મગજ માં એક બાજુ એની મમ્મી નો હૈયાફાટ અવાજ અને અતુલ નો ગળગળો અવાજ ગુંજી રહ્યો..
"સમાજ નું અને મા બાપ નું
જોઈ તારી સાથે પરણી એના કરતાં પેલા રમેશિયા સાથે ભાગી ગઈ હોત તો સારું.. આજે શાંતિ થી તો જીવતી હતે..કુખે એક દીકરો હતે એ અલગ.."
" બસ આ મારા મમ્મી ને શાંતિ થઈ જાય એટલા માટે કહી છું..મમ્મી ની તબિયત ધીમે ધીમે બગડતી જાય છે ખબર ની ક્યારે શું થઈ જાય...."

એક વાર માટે એને લાગ્યું શું મમ્મી ને હું નથી ગમતી..હું છોકરી છું એટલે બોઝ બની ગઈ. દીકરો હતે તો કુળ આગળ વધારે..એટલે મારી કોઈ કિંમત જ નથી.હવે ઘર માં પ્રેમ ની કમી એને વધુ ને વધુ અતુલ તરફ ખેંચી રહી હતી.
બીજા દિવસે નિશા ને બધી હકીકત જણાવી અને ઘર ની બહાર નીકળવા માટે મદદ માંગી અને નક્કી થયું કે આજ થી ૫ દિવસ પછી નિશા ઘરે આવશે એને ૩ કલાક માટે એને કઈ પણ રીતે ઘરે થી લઇ જશે..આ બાજુ અતુલ ને બીના અને નિશા સાથે ની જે વાત થઈ જણાવી દીધી અને બધું નક્કી થાય છે.લીલાબેન ને અતુલ એ જણાવ્યું એટલે એમણે જાણે છેલ્લા શ્વાસ પેહલા ની આખરી ઈચ્છા પૂરી થવાની હોઈ એવી ટાઢક થઈ..

..........

૫ દિવસ પછી નિશા ઘરે આવી..

"આંટી આજે બીના મારી સાથે આવી શકે??" નિશા આવતા જ બોલી પડી..

"ઓહો દીકરી, બો જલ્દી છે જવાની એટલી શું ઉતાવળ છે??

ત્યારે નિશા અને બીના એ એકબીજા ને આંખ થી ઈશારા થી જોઈ હસી લીધું અને તરત નજર ફેરવી લીધી.

"હા આંટી..કૉલેજ તો પતી ગઈ તો પછી ક્યારે મળીશું અમે બધી ફ્રેન્ડ્સ આજે અમે ભેગા થવાના છે.."

"પણ મને બીના એ તો કઈ કહ્યું નથી હજુ સુધી.."

"અરે એના માટે સરપ્રાઈઝ હતું..કેમકે એણે એમ કહેલું રજા માં તો એનાથી બહાર ની આવશે ને અમારો પ્લાન બને ને ક્યારે કેન્સલ થઈ જાય એટલે..."
નિશા એ થોડી મસ્કા મારવાની રીતે બોલવા કોશિશ કર્યું..

"બસ બસ હવે બો મસ્કા મરવાની જરૂર નથી..લઈ જા. હા પણ સાંજે ૬ પેહલા આવી જજો.."

એટલું સાંભળતા તો બીના ની ખુશી ની પાર નાં રહ્યો કેમ કે એટલો સમય તો બઉ વધારે હતો ...અને બીના સાદાઈ થી પણ સુંદર દેખાઈ એમ તૈયાર થઈ ગઈ...એમ પણ સુંદરતા તો કુદરતી હતી જ!
બીના ની મમ્મી કંઇ એટલું બોલ્યે પણ જવા દેતે કેમકે એમને હતું કે ભલે પોતે તો ઘરે રહી પણ બીના એ ઘર માં કેદ રહે એ એમને મંજૂર નાં હતું.એને પણ આઝાદી થી જીવન નો આ સમય એના મિત્રો સાથે વિતાવવો જોઈએ.

...

નિશ્ચિત સમય પ્રમાણે બીના, નિશા અને હેત્વી મંદિર પોહાંચ્યા.. નિશા અને હેતવી બીનાના વિતનેસ અને અતુલ નાં મમ્મી પપ્પા એના તરફ થી!બીના ને જોઇને લીલાબેન બહુ ખુશ થઈ ગયા..
" હું આજે બહુ ખુશ છું..આજે મારા જીવન ની આખરી ઈચ્છા પૂરી થઈ જશે." આટલું બોલતા અતુલ એ લીલાબેન નાં મોઢા પર હાથ મૂકી દીધો..અને ભેટી ને બોલી પડ્યો.."બોલીશ ની એવું કૈંક..બધું સારું થઈ જશે."

"હા મમ્મી કઈં ની થાય. આ સારા સમયે એમ ની બોલવાનું."

બીના નાં મોઢા માં થી મમ્મી સાંભળી લીલાબેન ગદગદ થઈ ગઈ...
અને મંદિર મા લગ્ન થયા બાદ કોર્ટ માં મેરેજ ની વિધિ થઈ..
અતુલ ને બીના એક થઈ ગયા..અને બીના એ અતુલ ને કહ્યું ભલે હમણાં લીલાબેન ની ખુશી માટે કોર્ટ મેરેજ તો કર્યા પણ હમણાં મારા ઘરે કોઈ હકીકત જણાવશે નહિ.જ્યારે મારા લગ્ન માટે મારા મમ્મી પપ્પા તૈયાર થશે ત્યારે હું એમને હકીકત જણાવી દઈશ.પેહલા બંને ની કારકીર્દિ સેટ થઇ જાય તો મારા મમ્મી પાપા નાં નહીં પાડશે. ને બસ એમ ચાલતું રહ્યું.એમ કરતાં અતુલ નાં લગ્ન ને ૬ મહિના થઈ ગયા.બીના ને એ વાત ની ખુશી હતી કે ભલે લગ્ન ગમે તે સંજોગ માં થયા હોઈ પણ કોઈ પણ વખત શારીરિક રીતે અથવા માનસિક રીતે પતિ તરીકે હક નથી જતાવ્યો અને હંમેશા કેહતો , "You are still my best friend and than my girlfriend."
આ કહી હસી દેતો અને બીના એ વિચારી શરમાઈ હતી કે મને દુનિયા નો સૌથી સારો પતિ મળ્યો છે.બીના એ આગળ માસ્ટર ભણવા નું ચાલુ કર્યું અને અતુલ નું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ નાં ફાઇનલ માં આવી ગયો.લીલાબેન ની તબિયત હવે ધીમે ધીમે બગડવા લાગી હતી ..

એક દિવસ અતુલ ની ફોન આવ્યો અને....
"બીના. ....."
આટલું કહી જોર મા રડવા લાગ્યો.

"બીના મમ્મી અમને છોડી ને જતી રહી ......" અને જોર થી રડવા લાગ્યો
અને ફોન મૂકી બીના ની આંખ માંથી આંસુ નીકળી ગયા..હવે ખરો સમય હતો બંને નાં પ્રેમ ની પરિક્ષા નો હતો.હવે બીના નાં માથે એક બાજુ એના મમ્મી પપ્પા ને સમજવાવનું હતું અને આ બાજુ અતુલ અને તેના પરિવાર ની જવાબદારી એના પર આવી ગઈ હોઈ એમ એને લાગી રહ્યું હતું..નિયતિ નાં ખેલ અજબ છે. કુંવારી સુહાગણ ને કયો ફરજ બજાવવાનો? કુંવારી દીકરી નો કે સુહાગણ વહુ નો.એક છેલ્લી વાર સાસુ ને જોવા પણ નસીબ થશે કે નહીં?? કારણકે રવિવાર નો દિવસ હતો.ચાલુ દિવસ હતે તો કૉલેજ નાં બહાને પણ જઈ આવતે પણ એ પણ શક્ય ન હતું.હવે તો એને એમ થતું હતું હમણાં ને હમણાં બધું એની મમ્મી ને કહી દે પણ મમ્મી આજે ખુશ હતી.પપ્પા નું પ્રમોશન થયું હતું અને પપ્પા એ ખુશી માં આજે એમને બહાર લઈ જવાના હતા અને મમ્મી ઘણા સમય એ એટલી ખુશ હતી તો કઈ પણ કહેવાનું ટાળ્યું.એમ પણ વર્ષ મા થોડા જ દિવસો એવા જાય ત્યારે મમ્મી આટલી વધુ ખુશ હોઈ છે! એને અતુલ ને મેસેજ કરી જણાવી દીધું કે તે આવી શકે તેમ નથી.અતુલ નો કોઈ જવાબ ન આવ્યો એને લાગ્યું કે હમણાં એમ પણ કઈં જવાબ આપવા ની હાલત માં ની હશે માટે તેને એના પરિવાર સાથે રહેવું જોઈએ...
અને એ સમય પણ વિતી ગયો!લીલાબેન એની આખરી ઈચ્છા પૂરી કરી જતા રહ્યા હમેશા હંમેશા માટે જતા રહ્યા..

શું બીના અને અતુલ નાં સંબધ હજુ મજબુત થશે? શું બીના એના ઘરે વાત કરશે તો એના માતા પિતા આ સંબંધ ને સ્વીકારશે?? વધુ આવતા ક્રમાંકે..

Precape:
નીલાબેન: બેટા મનસ્વી, માનવ સાથે એક વાર વાત કરી લે ને??
મનસ્વી: શું વાત કરું મમ્મી બોલ, એનો અવાજ સાંભળી ને હું અંદર થી તુટી જાઉં છું.કમજોર થઈ જવાય છે અને આ કમજોરી ને જીદ નથી બનવા દેવી એને પામવા ની. એ મારો હંમેશ માટે નથી થવાનો.પણ વારે ઘડી એમ એની જિંદગી માં જઈશ તો એનું ની ખબર મને બહુ દુઃખ થાય છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED