અનલવ Part 1 Gopi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનલવ Part 1

"Unlove Story"

ભાગ-૧


આ એક કાલ્પનિક કથા છે.આ કથા નો જીવન અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.આ પ્રેમ કથા માં પ્રેમ ના દરેક પાસા દર્શાવે છે એ પછી સારા હોઈ કે નરસા! પ્રેમ પરિપક્વતા ની ઉંમરે થઈ જાય કે તરુણાવસ્થા માં, વ્યક્તિ નાં માનસ પર એક ગાથી છાપ છોડી જાય છે. એ સમયે પરિવાર નું શું મહત્વ છે એ આ વાર્તા માં જણાવાયું છે! તો ચાલો પ્રેમ ના ઘાવ ભર્યા અને ઘૃણા થી ઘેરાયેલા સફરમાં!

__________________________________________________________

૧૪ મી ફે્રુઆરી! પ્રેમ દિવસ! આજે મનસ્વી બહુ ખુશ હતી! આજે એ માનવ ને મળી ને વેલેન્ટાઈન નાં ભેટ રૂપે જીવનભર નો સંગાથ માંગવાની હતી.મનસ્વી અને માનવ છેલ્લા ૨ વરસ થી એક બીજા ના પ્રેમ મા હતા. મનસ્વી ને હવે એમના સંબંધ ને એક નામ આપવું હતું ને જીવનભર નાં પ્રેમ ના ગઠબંધન માં બાંધવું હતું. મનસ્વી મહત્વકાંક્ષી પણ સ્વભાવે બહુ લાગણીશીલ હતી! પ્રોફેશન થી Interior Designer હતી; લોકો નાં ઘર બહુ સજાવ્યા હવે પોતાના સપના નું ઘર માનવ સાથે બનવાનું સપનું જોતી હતી.મનસ્વી એ ઘણી વાર માનવ ને વાત વાત માં લગ્ન માટે વાત કરવા પ્રયત્ન કર્યો હતો પણ માનવ તરફ થી એટલો પ્રતિભાવ મળ્યો નાં હતો.પણ આજે તો વેલેન્ટાઈન્સ ડે પર કઈ પણ રીતે માનવ ને મનાવી લેશે અને આજે માનવ ના નહિ પાડે એ ખાતરી સાથે એના મન માં ખુશી નો તરવરાટ હતો.

સાંજ નાં ૬ વાગ્યા નો સમય અને વેલેન્ટાઈન ની સાંજ! સૂરજ ની લાલાશ વાતાવરણ માં પ્રેમ નો લાલ રંગ ઘોળી વાતાવરણ ખુશનુમા બનાવી રહી હતી! જ્યાં જુઓ ત્યાં લાલ ફુગ્ગા અને ગુલાબ દેખાતા હતા.માનવ અને મનસ્વી એ કેફે માં સાંજે મળવાનું નક્કી કર્યું હતું. મનસ્વી તૈયાર થઈ ને નક્કી કરેલા કેફે પર પોહચી ગઈ પણ હજુ માનવ આવ્યો નહિ હતી. Red one piece માં મનસ્વી અપ્સરા થી ઓછી નહિ લાગતી હતી. કોઈ અજાણ્યો વ્યક્તિ પણ જોઈ ને અંજાય જાય એવી સુંદરતા! મનસ્વી એ કેફે પર પોહચી ને માનવ ને કોલ કર્યો!

"હેલ્લો માનવ, ક્યાં છે તું? હું તારી રાહ જોઉં છું" - મનસ્વી નાં અવાજ માં આજે માનવ ને મળવાની ઉત્સુકતા હતી.
"બસ આવ્યો માન! બસ થોડી વાર!" એમ કહી ને માનવ એ કોલ કાપી દીધો.

મનસ્વી ની આતુરતા વધતી જતી હતી! જણે આજે માનવ ને પેહલી વાર મળવાની હતી એવી બેચેની મન માં અનુભવી રહી હતી. માનવ આવ્યો એને એને જોઈ ને મનસ્વી નું હ્રદય ધબકતો ચૂકી ગયું. જણે એ પેહલા થી સોહામણો હતો કે આજે વધુ અનુભવતો હતો એ સમજી શકી નહિ.માનવ તો મનસ્વી ને જોઈ તો જોતો જ રહી ગયો.

"હેલ્લો માન ક્યાં ખોવાઈ ગઈ?" માનવ એ મનસ્વી નાં ચેહરા પાસે ચપટી વગાડી બોલ્યો.
" બસ તારા માં!" મનસ્વી નજર જૂકાવી બોલી.
"આજે બહુ સુંદર લાગે છે રેડ ડ્રેસ માં!"
મનસ્વી નજર ઝુકાવી રહી.
"જો ને શરમાઈ તો એમ છે જાણે તને લગ્ન માટે પેહલા વાર જોવા આવ્યો હોય ને મને પેહલા વાર મળી હોઈ!" માનવ ખુરશી પર બેસતા બેસતા બોલ્યો અને ખડખડાટ હસી પડ્યો!
"તો એમ માન! ચાલ તો સાચું જ કરી દઈએ!" માનવી ની આંખ માં કંઇક અજબ ચમક દેખાઈ રહી.
" જો માનવી હવે પ્લીઝ તુ ફરી થી શુરૂ નાં થઇ જતી હા! મારે હમણાં લગ્ન નથી કરવાં."

"હમણાં નથી કરવા કે પછી.......!" મનસ્વી વાતાવરણ ગંભીર થઈ જવાની બીકે બોલતા અટકી ગઈ અને સ્પેશિયલ દિવસ ની મજા શરૂઆત માં જ ની બગડે એમ વિચારી ચૂપ થઈ ગઈ અને માનવ એ પણ ધ્યાન આપ્યું નાં આપ્યું એમ કર્યું!

બંને જણ એ એક બીજા સાથે સારો સમય વિતાવ્યો, વાતો કરી, સાથે ડિનર કર્યું. એટલો quality time સાથે વિતાવ્યા બાદ મનસ્વી ને લાગ્યું કે માનવ નો મૂડ સારો થયો હશે એમ વિચારી ને;

"માનવ!" આગળ બોલતા અટકી ગઈ
"હા માન! કેમ અટકી ગઈ બોલ ને! એમ તો એટલું બોલ બોલ કરશે અને આજે આ બીજી વાર થયું કે બોલતા બોલતા અટકી ગઈ."
" માનવ! You know I love you so much!"
"No I don't know!" માનવ ખડખડાટ હસી પડ્યો પણ માનવી ની આંખો ની પાટી કોરી હતી ઘણી અભેદ લાગણી સાથે, માનવ ને લાગ્યું કે મનસ્વી ચિડાય જશે પણ કઈ બોલી ની તો એને લાગ્યું વાત ગંભીર લાગે છે!
"શું થયું માન? કઈ થયું છે?? અરે બાબા મજાક કરતો હતો!"
"પણ હવે હું જે કહેવા જઈ રહી છું મજાક નથી માનવ!"
"બોલ darling! આજે જે માંગે એ મન તારું બસ! હા પણ જીવ નાં માંગીશ હા!" માનવ પાછો હસી પડ્યો પણ એના વિચારવા મુજબ વાતાવરણ નું ગાંભીર્ય ઓછું થયું નહિ!
મનસ્વી એ માનવ નાં હાથ પર હાથ મૂકી, "માનવ મારે આપણા સંબંધ ને એક નવું નામ આપવું છે, Let's get married!"
માનવ એ તરત હાથ ખેંચી લેતા, "માન! મે તને કેટલી વાર કહ્યું કે મારે હમણાં લગ્ન નથી કરવાં"
"પણ કેમ માનવ?" હવે મનસ્વી ની આંખો માં સવાલો નું તોફાન હતું!
"અરે મારે હજુ મારી કારકીર્દિ સેટ કરવાની છે!" માનવ હવે મનસ્વી થી આંખ ચોરી કરવા લાગ્યો.
" આ વાત જૂની થઇ ગઇ છે માનવ! તારી એટલી સારું જોબ છે ફાર્મા કંપની માં સારા માં સારી પોસ્ટ પર છે શું લગ્ન કરવા માટે આ પૂરતું નથી અને પૈસા ની એવી કોઈ આપણા બંને નાં પરિવાર માં નથી કે તું પૈસા પાછળ એટલો ભાગે છે કે આપણા સંબંધ ને આ રીતે અવગણે છે, આંખ માં આંખ મેળવી વાત કર માનવ! તારે હમણાં લગ્ન નથી કરવાં કે પછી મારી સાથે લગ્ન નથી કરવાં!"
મનસ્વી નાં આ એક વાક્ય એ માનવ ને થોડી વાર માટે હચમચાવી મૂક્યો જાણે એની દુખતી નસ દબાઈ ગઈ હોઈ!
થોડી વાર નિશબ્દ થઈ ગયો!
"ના માન! એવું નથી!" માનવ પરિસ્થિતિ ને સાચવવા માટે બોલ્યો અને તેની આ શારીરિક ભાષા મનસ્વી થી અજાણ ની રહી!
"તો શું છે માનવ? તું જ્યારે પણ લગ્ન ની વાત આવે ત્યારે વાત બદલી દે છે ક્યાં તો કોઈ બહાનું બનાવી દે છે અને વાત ટાળી દે છે તારા મન માં જે હોઈ એ કેહ!"

હવે મનસ્વી નાં સવાલો નું તોફાન વધતું જશે એ માનવ જાણી ગયો હતો અને હવે આજે આ વાત ટાળી શકાય એમ પણ નહિ હતું! મનસ્વી સાથે નજર મિલાવી શકતો નાં હતો પણ છતાં જો એમ કરે તો સવાલ વધશે એ ડર પણ હતો
"સારું માન! પણ મને થોડો સમય આપીશ હું તને નારાજ ની કરું એ પ્રયત્ન કરીશ,જો વાત ટાળી નથી બસ આજ રાત સુધી નો સમય આપીશ? પ્લીઝ!" માનવ એ મનસ્વી નો હાથ પકડી બોલ્યો!
"સારું હું તારા જવાબ ની રાહ જોઇશ! મે તો મારા ઘરે તારા માટે વાત કરી જ છે બસ તું હા કહે તો મારા પરિવાર વાળા તો તને મળવા આતુર છે!" મનસ્વી ની આંખ માં એક ખુશી ની ચમક જોઈ માનવ નો ડર વધી ગયો!

"હા માન હું આજે તારી સાથે વાત કરું! હમણાં આપણે ઘરે જઈએ? મારે બીજું પણ કામ છે અને હું રાતે વાત કરું!" એમ કહી બંને ઉભા થયા.

બંને કેફે ની બહાર આવી એક બીજા નો હાથ પકડી સામે સામે ઊભા રહ્યા જરા વાર

"મનસ્વી, વિશ્વાસ રાખ હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. કંઇ પણ થઈ જાય તું મને કોઈ પણ પરિસ્થિતિ judge કરીશ નહિ!" માનવ જાણે એક વાક્ય પાછળ ઘણું કહી જવા માંગતો હોય એમ લાગ્યું પણ મનસ્વી તો બસ રાત ની રાહ જોવા લાગી અને એટલું ધ્યાન ની આપ્યું અને બંને એકબીજા ને ભેટી ને છુટા પડ્યા!

આ બાજુ મનસ્વી એ વિચારી ખુશ હતી કે માનવ એ જવાબ આપવા કહ્યું છે એટલે કંઇ નકારત્મક તો હશે જ નહિ! બસ એની આદત છે હંમેશા ની જેમ હેરાન કરવા ની! એ તો આતુરતા થી રાત ની રાહ જોવા લાગી!

રાત ના ૧૧ વાગ્યા હતા! માનવ નો એસએમએસ આવ્યો! અને મનસ્વી નાં પેટ માં જાણે પતંગિયા ઉડવા લાગ્યા હોઈ એમ ખુશ થઈ ઉછળી પડી! ફટાફટ મેસેજ ખોલ્યો તો મેસેજ હતો "ચેક મેઈલ" મનસ્વી ને લાગ્યું હવે આ કઈ વધુજ સરપ્રાઈઝ કરવા કોશિશ કરે છે એમ સમજી ફટાફટ લેપટોપ ખોલી મેઈલ ખોલ્યો અને આખો મેઈલ વાંચ્યો ત્યાં એના હાથ માં થી ફોન પકડેલો હતો એ પણ છૂટી ગયો અને ત્યાં જમીન પર ફસડાઈ પડી! જણે આ થોડા શબ્દો એ મનસ્વી નું સર્વસ્વ છીનવી લીધું હોઈ! માનવ ના પાડશે એ તો સપના માં પણ નાં વિચારેલું એને પણ ના કહવા પાછળ એટલું મોટું પ્રપંચ હશે એ વાત એને ડંખી ગઈ!




To be continued.......

(Precape:)

"ભૂલી જા બેટા જે આપણું નાં હોઈ એના માટે ખોવાનો શું અફસોસ?"
"વાત આપણા કે પારકા ની નથી મમ્મી! વાત એ છે કે જે મારું છે છતાં મારું નથી એ તો કેવી હકીકત?? નથી થતો સામનો!" અને મનસ્વી ની આંખ માં થી ધડ ધડ આંસુ વહી રહ્યાં!