અનલવ - Part 7 Gopi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અનલવ - Part 7



















Unlove Story Part 7

Recape:


આ બાજુ મનસ્વી માનવ સાથે વાત કરવા નાં પાડી દે છે અને જણાવે છે કે એનો ગુસ્સો ક્યારે પણ શાંત થશે નહિ.માનવ કઈ કેહાવાં માંગે છે પણ એ ફોન બંધ કરી દે છે.બીના ઘણું વિચાર્યા બાદ અને ઘર ની પરિસ્થિતિ જોઈ અને અતુલ નાં મમ્મી ની હાલત નું વિચારી ને ઘર માં જણાવ્યા વગર અતુલ સાથે કોર્ટમાં લગ્ન કરવા તૈયાર થઈ જાય છે અને બધી સખી સાથે ફરવા જવાના બહાને અતુલ નાં મમ્મી પપ્પા ની હાજરી માં બંનેનાં લગ્ન થાય છે.સમય ને જતા ક્યાં વાર લાગે છે અને ૬ મહિના પછી અતુલ ની મમ્મી નું અવસાન થાય છે અને બીના એમને છેલ્લી વાર જોવા પણ જઈ શકતી નથી.હવે આગળ...

____________________________________________________________

લીલાબેન નાં અવસાન ને આજે ૧૫ દિવસ થઈ ગયા છે.અતુલ નો કોઈ કોલ કે મેસેજ નથી.બસ એક વાર એના ઘરે જવા શક્ય બન્યું પણ બધા સગા ની વચ્ચે એને કઈ પૂછી પણ શકાયું નહિ.બીના ને લાગવા માડ્યું કે આ ઘટના એના અને અતુલ નાં સંબધ ને હચમચાવી નાં મૂકે તો સારું અને એને સમજદારી થી સમય આપ્યો અને ધીમે ધીમે વાત તો થવા લાગી પણ એને અતુલ માં પેહલા જેમ પ્રેમની રણક મેહસૂસ ઓછી થતી હતી.એક દિવસ બંને ગાર્ડન મા મળ્યા ત્યારે...

"અતુલ..."

"હા બીના બોલ ને!"

"હવે ૧ વર્ષ પછી મારા ઘર માં મારા લગ્ન ની વાત શુરૂ કરી દેશે!"

"હા તો!"

"હું તો વાત કરી દઈશ આપણા વિશે પણ તું અને પપ્પા આવશો ને મળવા!"
બીનાનો અવાજ માં રણકાર હતો એના મન માં રહેલી ચિંતા મા દબાયેલી લાગણી નો.

"અરે જ્યારે જે થશે તે જોયું જવાશે.તું હમણાં થી ચિંતા કરીશ નહિ..અને એમ પણ હમણાં મારે ફાઇનલ નું ટેન્શન છે.બસ એ પતી જાય તો સારું..હવે મને ઘરે રહેવું નથી ગમતું.મમ્મી વગર ઘર ખાવા દોડે છે. કાશ ભગવાને મને એક બહેન આપી હતે તો....." એટલું બોલતાં અતુલ ની આંખ માં થી આંસુ પડી ગયા.

બીના અતુલ નાં હાથ પર હાથ મૂક્યો અને એની આંખ પણ ભરાઈ આવી.એને લાગ્યું હવે એના પરિવાર ને મારી વધુ જરૂર છે.

"ચિંતા નાં કર અતુલ, હું આવી જઈશ પછી.........." અને આગળ બોલવાની એની હિમ્મત નાં થઈ કેમ કે એ જાણતી હતી કઈ પણ હોઈ એ લીલાબેન ની જગ્યા લઇ શકે તેમ નથી. મા વગર નું ઘર જાણે આત્મા વગર નું શરીર.બંને નાં મન માં હતું એક લાગણી નું તોફાન પણ જાણે બંને કઈ કેહવાય એવી પરિસ્થિતિ માં હતા નહિ.

____________________________________________________________

હજુ આગળ પાનું ફેરવે પે પેહલા મનસ્વી નાં મમ્મી એના રૂમ માં આવે છે.

"બેટા જરા બહાર આવીશ!"

"કેમ શું થયું મમ્મી!"

"અરે આવ ને દીકરી કઈ બતાવું છે તને!"

નીલાબેન અને મનસ્વી બહાર ગયા તો ટેબલ પર ફૂલ નું બુકે હતું અને એમાં વચ્ચે એક ચિઠ્ઠી હતી.મનસ્વી નજીક જઈ ખોલવા માટે ચિઠ્ઠી પકડી તો ઉપર જ લખ્યું હતું
"with love Maanav"
આટલું વાંચી ને એને પાછું મૂકી દીધું.

નીલાબેન: શું થયું કેમ નથી વાંચવી??

મનસ્વી: કઈ નહિ મમ્મી..બસ મારે હવે એની લાઈફ માં પાછા નથી જવું.

નીલાબેન: પણ એક વાર એની માફી તો સ્વીકારી લે, શું કહેવા માંગે છે એ તો સાંભળી લે દીકરી!

મનસ્વી: શું વાત કરું મમ્મી, મારા થી આશ્વાસન નું નાટક ની થાય અને નાં માફ થાય અને જો આ વાત આગળ વધશે તો એની આવનાર પત્ની ની લાઈફ મા પ્રોબ્લેમ થશે તું સમજે છે ને! બીજા ની ખુશી ચિંતા સળગાવી પોતાના સપના નાં પકવાન ની બનાવી શકાય.પ્રેમ હતો થઈ ગયો પતી ગયું ને......

નીલાબેન: બેટા મનસ્વી, માનવ સાથે એક વાર વાત કરી લે ને??

મનસ્વી: શું વાત કરું મમ્મી બોલ, એનો અવાજ સાંભળી ને હું અંદર થી તુટી જાઉં છું.કમજોર થઈ જવાય છે અને આ કમજોરી ને જીદ નથી બનવા દેવી એને પામવા ની. એ મારો હંમેશ માટે નથી થવાનો.પણ વારે ઘડી એમ એની જિંદગી માં જઈશ તો એનું ની ખબર મને બહુ દુઃખ થાય છે...

આટલી વાત કહેતા મનસ્વી ની આંખ ભરાઈ આવી અને આંસુ છુપાવા માટે જલ્દી રૂમ માં જતી રહી. એક પળ માટે એને ભૂતકાળ એ એની બાહુપાશ માં જકડી લીધી હોઈ એમ લાગ્યું ..

એક વાર નાના અમથી લડાઈ માં માનવ સાથે બોલચાલ બંધ થઈ ગઈ હતી તો જાણે ફૂલ ની દુકાન જેવી લઈ ને ઘરે આવી ગયો હતો.ઘૂંટણ પર બેસી સોરી કેહવાં લાગ્યો પાગલ જેવો સાવ! જણે એને આપેલા એક એક ખુશી ના પળ હવે એને કાંટા ની જેમ ચુભટા હતા..

મનસ્વી થોડી વાર પછી સ્વસ્થ થઈ વાંચવા બેસે છે.

.........................................................

આજે મમ્મી ને બધું કહી દઉં એમ વિચારી ઘર પોહંચે છે.ભણવાનું જે થાય એ જોયું જવાશે.હવે આ બધું મન માં લઇ નથી જીવાતું.મમ્મી ને કહીશ તો કઈ તો સોલ્યુશન આવશે.ઘરે જઈ જોયું તો મમ્મી શાંતિ થી બેસી magazine વાંચતા હતા.કેવી શાંતિ હતી એમના ચેહરા પર.
થોડી વાર તો એ વિચારી ને ચૂપ રહી કે ક્યાં થી શુરૂ કરું.
"રે દીકરા તું આવી ગઈ..ચાલ ફ્રેશ થઈ જા હું આપણા માટે ચા બનાવી દઉં!" એટલું બોલી એના મમ્મી ઊભા થઈ રસોડા માં ગયાં અને બીના ફ્રેશ થઈ ને ચા પીવા રસોડા માં ગઈ.

"મમ્મી......."

" હા બોલને શું થયું? મને કેમ એમ લાગે તારે કઈ કેહવુ છે કા તો કઈ પૂછવું છે?"

બીના: મમ્મી આ રમેશ કોણ છે??

થોડી વાર માટે જ્યોતિબેન (બીના નાં મમ્મી) નાં હાથ માં થી જાણે કપ ની પકડ છૂટી જવાની હોઈ એમ લાગ્યું અને પરિસ્થિતિ સાચવા માટે સ્વસ્થ થતાં બોલ્યાં.

જ્યોતિબેન: તારે શું કામ છે??

બીના: તું પેલા દિવસે પપ્પા ને ગુસ્સા માં કેહતી હતી કઈ ભાગી ને લગ્ન કરવાની વાત!

જ્યોતિબેન: અને એ વાત ને ૬ મહિના થી વધુ થઈ ગયા આજે કેમ તે પૂછ્યું..સાચું બોલ શું ચાલે છે તારા મગજ માં..

બીના: બસ કેટલા સમય થી પૂછવું હતું આજે પૂછી લીઘું! મમ્મી સાચું કે હું તારા અને પપ્પા પર બોજ છું ને..મારા બદલે છોકરો હતે.......

"ચાલ ચાલ બો ડાહ્યું થવા જરૂરી નથી.કોઈ વાર આવેશ માં કઈ બોલાઈ જાય એ બધું મન પર લઈ ને શું ચાલે ગાંડી" આટલું બોલી એના હાથ માં ચા નો કપ આપ્યો.બંને ટેબલ પર ચા પીવા બેઠા.

જ્યોતિબેન: બીના હવે તો તું મોટી થઈ ગઈ છે.ચાલ આજે તને કહું હું.!

એટલું બોલતાં બીના જાણે સંભાળવા સ્વસ્થ થઈ ગઈ.

જ્યોતિબેન: હું અને રમેશ સાથે ભણતા હતા.મારા પિતાજી બહુ કડક અને સમાજવાદી સ્વભાવ નાં હતા.સ્કૂલ પછી કૉલેજ કરવું પણ એ સમય બઉ કપરું કામ હતું છોકરી માટે!છતાં મારા પપ્પાએ મને કૉલેજ જવા દીધી.ત્યાં મારી મુલાકાત રમેશ સાથે થઈ પણ હું એની સાથે એટલી વાત કરતી નહિ પણ મને લાગવા માંડ્યું જાણે કે એ મને કઈ વધુ જ ભાવ આપે છે.એક દિવસ એને મને પ્રેમપત્ર લખી ને મોકલાવ્યો.એટલું કરવા છતાં મે કઈ જવાબ ની આપ્યો તો એણે બીજા પત્ર માં એટલું જ લખી ને મોકલું હું તારા જવાબ ની હંમેશા રાહ જોઇશ.જો તારા ઘર વાળા લગ્ન માટે નહિ માને તો આપણે ભાગી ને લગ્ન કરી દઈશું.છતાં મારા માં હિમ્મત નાં થઈ એને કોઈ પણ જવાબ આપવાની.. મન માં ને મન માં હું પણ એને ચાહવા લાગી હતી પણ મને ડર હતો પિતાજી નો અને સમાજ નો! ને કિસ્મત તો જો કોન જાણે કેવી રીતે પિતાજી નાં હાથ માં એ ૨ પત્ર આવી ગયા અને એમણે એમ સમજી લીધું કે હું એની સાથે પ્રેમસંબંધ માં છું.તે દિવસ થી મારું ભણવાનું બંધ કરાવી દીધું.એમને મારી એક પણ ચોખવટ સાંભળી નહિ અને તારા પાપા સાથે મોટું શેહર અને સરકારી નોકરી જોઈ ૨ મહિના માં ખૂટે બાંધી દીધી.જો તે સમયે હિમ્મત કરી રમેશ ને કહી શકી હોત કે હું પણ તને એટલો જ પ્રેમ કરું છું તો એને એમ નાં લાગત કે એનો પ્રેમ અધૂરો રહી ગયો..મારા પપ્પા ને લગ્ન ની એટલી જલ્દી હતી કે એમણે તારા પપ્પા નાં આદત અને મિત્રવર્તુળ વિશે જરા જાણકારી મેળવી નહિ અને આપી દીધી એક અજાણ્યા ખૂટે! મારા લગ્ન પછી મને ખબર પડી કે રમેશ ની લાગણી મારા માટે વધતા વધતા એટલી વધી ગઈ હતી કે એને આત્મહત્યા કરવા કોશિશ કરી.એને મને મળવા ઘણી કોશિશ કરી હતી પણ તારા નાનાજી એ એને સફળ ની થવા દીધો અને વધુ કંઈપણ કરશે તો પોલીસ માં લઈ જવા ની ધમકી આપી.જાણે એની અસફળ પ્રેમ અને તારા પપ્પા ની દેખાડા ની સફળતા જોઈ એના માં આગ લગાવી સફળ બનવાની અને આજે એ એક મોટો બિલ્ડર છે એના ૨ દીકરા છે!.......

એટલું બોલતાં બોલતાં જ્યોતિબેન હાંફી ગયા ને ખાસી આવી ગઈ.બીના એ ઉઠી ને તરત પાણી આપ્યું ..

અને એમને આગળ બોલવાનું ચાલુ કર્યું.

"તારા પપ્પા સાથે નાં લગ્ન પછી શુરૂ માં મને લાગતું તારા પપ્પા ને પીવાનો શોખ હશે તો હું કઈ બોલતી નહિ.ઘણી વાર આખી આખી રાત ઘરે આવતા નહિ.એમના મમ્મી એટલે તારા દાદી એમને નાના હતા ત્યારે જ મૂકી ને જતા રહ્યા હતા.એટલે મા વગર નો દીકરો કેવો હોઈ! એમના પિતાજી પણ ઘણું સમજાવતા પણ એમની લથડતી તબિયત ને ટીબી નો રોગ એમને અમારા લગ્ન નાં એક વર્ષ માં જ ખાઇ ગયો અને એમનાં એક નાં એક દીકરાને મારા માથે મૂકી જતા રહ્યા.તારા પપ્પા ને સ્ત્રી ની લત હતી એ મને પછી થી ખબર પડી.જ્યારે આખી આખી રાત ઘરે ની આવતા ત્યારે પડી રેતા કોઈ કોઠે! પણ તારા આવ્યા પછી એમની એ લત છૂટી ગઈ.ઘર માં જ્યારે દીકરી આવે ત્યારે એક ગમે એવો માણસ સારો બાપ બનવા કોશિશ તો કરે જ છે.પણ એમની પીવાની આદત ક્યારે છૂટી નહિ.તારા પછી બીજી વાર માતા બનવા માં મને તકલીફ થવા લાગી. ઘણાં ડૉ ને બતાવવા પર ખબર પડી કે વધુ પડતી પીવાની આદત અને સ્ટ્રેસ ભર્યા કામ નાં લીધે તારા પપ્પા માં એટલે તમારી ભાષા માં કહું તો "sperms count" ઘટી ગયું હતુ અને ઘણી દવા કરવા છતાં મારો ખોળો પાછો ભરાયો નહિ.જાણે એ જ ભગવાન ની મરજી હોઈ.ત્યારે મને હમેશા અફસોસ થતો કે પપ્પા ને સમાજ ને જોયા વગર જો રમેશ ને પરણી હતે તો આજે હું બહુ ખુશ હતે....!" એટલું બોલતાં જ્યોતિબેન ગળગળા થઈ ગયા અને બીના એ એમને સ્વસ્થ કરવા કોશિશ કરી...

અને એમને બધું સારું થશે નું આશ્વાશન આપ્યું.હવે એને થયું કે મમ્મી ની આવી માનસિક સ્થિતિ માં એમને આ બધું કહું કે નહિ.સાચા સમય ની રાહ જોવા માં મજા છે એમ સમજી એ ચૂપ થઈ ગઈ..ને એના કાન માં મમ્મી નાં એક જ શબ્દ ગુંજવા લાગ્યા " મા વગર નો દીકરો કેવો હોઈ..."

બીના ને ચિંતા ખાઇ જતી હતી કે જો મમ્મી ને અતુલ વિશે ખબર પડશે તો પપ્પા નું ખબર ની પણ મમ્મી સમાજ નો હોવા છતાં અતુલ ને સ્વીકારશે ખરી?પછી અતુલ નાં પોઝિટિવ પાસા મન માં વિચારી મનોમન બોલતી..અતુલ ને કેઇ એવું નથી આજ સુધી એણે મને એક પત્ની તરીકે સ્પર્શ નથી કર્યો તે વ્યક્તિ ખોટા રસ્તે તો નહીં જાય..

સમય ને જાણે પાંખ આવી ગઈ.મમ્મીનાં મોઢે આ વાત સાંભળ્યા પછી લાગ્યું ભણવાનું પતે પછી હું ઘર માં મમ્મી પપ્પા બંને ને વાત કરીશ.૩ વાર પરિક્ષા આપ્યા પછી પણ અતુલ નું ફાઇનલ clear થતું હતું નહીં અને બીના ને લાગ્યું કે આ બધું મમ્મી અચાનક મૂકી જતાં રહ્યા એટલે માનસિક રીતે સ્વસ્થ નથી એટલે થતું હશે..
બંને વચ્ચે સવાંદ માપ નો થતો ગયો. દર વખતે વાંચવાનું બહાનું કાઢી અતુલ માપ ની વાત કરી મૂકી દેતો.બીના ની જાણ વગર અતુલ ખોટી સંગત માં આવી ગયો હતો..
અને જ્યોતિબેન નાં શબ્દો સાચા પડવાની તૈયારી કરી રહ્યાં હતા કે "મા વગર નો દીકરો કેવો હોઈ!"
પણ અતુલ બીના ને કઈ ખબર પડવા દેતો હતો નહિ.જાણે સમય પોતાની ગતિ ફરી દોહરાવી રહ્યો હતો પણ બીના નાં નસીબ નો વળાંક કઈ બીજું જ માંગતો હતો.

અને ભણવાનું પતી ગયું અને બીના નાં મમ્મી હવે વાત વાત માં એના લગ્ન ની વાત કરવા લાગ્યા.

એક દિવસ હિમ્મત કરી બીના એ મમ્મી ને બધું કહેવા નક્કી કર્યું અને મમ્મી પાસે ગઈ.
બીના: મમ્મી...માટે તને મારા લગ્ન વિશે એક વાત કેહવી છે!

જ્યોતિબેન: બોલ ને દીકરા કઈ જોઈએ છે???

બીના: મારાં લગ્ન થઈ ગયા છે...અતુલ સાથે!

આટલું સાંભળતા જ્યોતિબેન એ કઈ પૂછયા વગર એક તમાચો મારી દીધો...અને ત્યાં જ ઢળી પડ્યા....

શું જ્યોતિબેન સ્વીકારશે અતુલ બીના નાં લગ્ન? શું અતુલ વિશે બીના જાણી શકશે?? વધુ આવતા ક્રમાંકે...

Precape:

જ્યોતિબેન: ભલે એક સમાજ હોઈ એની મા નથી તો એ છોકરો સારો નહિ હોઈ ..હવે તારે અતુલ ક્યાં હું બે માંથી એક જણ ને સ્વીકારવું પડશે.

બીના: પણ મમ્મી એને મળી તો લે એક વાર! અને અમારા લગ્ન થઈ ગયા છે.હવે કઈ થઈ શકે નહિ!

જ્યોતિબેન: તે મને પૂછી ને લગ્ન કર્યા??? હું નથી માનતી આવા લગ્ન! તારો બાપ ઓછો હતો કે તું પણ???
આટલું બોલતા જ્યોતિબેન ત્યાંજ બેસી પડ્યાં અને રડવા લાગ્યા...