Unlove - 5 books and stories free download online pdf in Gujarati

અનલવ - Part 5

Unlove Story Part 5

Recape:


મનસ્વી બુક વાનચવાનું ચાલુ કરે છે. આ એક દિલ્હી નાં એક સામાન્ય પારીવાર ની બીના નામ ની છોકરી ની વાત છે. જેનાં પપ્પા ની પીવાની લત અનેં રોજ રોજ મમ્મી સાથે નાં ઝગડા થી કંટાળી ગઈલી બીના પોતાને એક સરહદ માં બાંધી રાખે છે.કૉલેજ ની નવી લાઈફ સાથે એની મુલાકાત નિશા નાં ફ્રેન્ડ અતુલ સાથે થાય છે અને બંને એક સારા મિત્ર બની જાય છે.બીના ને અતુલ ગમવા લાગે છે અને valentine's day
પર પોતાની મન ની વાત કેહવાનુ વિચારે છે...આટલું વાંચ્યા પછી મનસ્વી ને એના માતા પિતા તરફ નાં ખરાબ વર્તન નો એહસાસ થાય છે અને માફી અને સમય માંગે છે હવે આગળ...

____________________________________________________________

મનસ્વી બધું કામ છોડી આજે બધું જ વાંચી લઉં એમ વિચારી આજે ઘરે જ રેહવાં વિચારે છે..અને નાસ્તો પતાવી રૂમ માં જાય છે અને જ્યાં થી અધૂરું મૂક્યું હતું ત્યાં થી વાંચવાની શરૂઆત કરે છે.

........

અને એ સમય આવી ગયો..

બીના કહ્યા પ્રમાણે સરસ તૈયાર થઈ ને અતુલ એ કહેલા કેફે માં પોહચી ગઈ અને રાહ જોવા લાગી..અને અતુલ આવી ગયો..

"Hi Bina"

"Hi Atul"

"બોલો મેડમ, શું એકદમ આજે આમ મળવાનું વિચાર્યું એ પણ આ દિવસે..!"

"મારે તને કાઈ કેહવુ છે અતુલ??"

"પેહલા કઈ મંગાવી લઈએ?? આ લોકો મફત માં તો બેસવા દેશે નહિ! What would you like to have? cold coffe or capoaccino??"

"Cold coffe!"

અને ઓર્ડર આપ્યા બાદ.. "હા કે હવે શું કેહવુ હતું?? By the way looking gorgeous and looking totally different from I used to see you in collage."

આટલું સાંભળી બીના ની આંખ માં એક ચમક આવી ગઈ અને હૃદય નાં ધબકારા એકદમ વધી ગયા પણ આજે તો કેહવુ હતું.પણ હમણાં "thanks"
એટલું જ બોલી શકી..

થોડી વાર બંને વચ્ચે શાંતિ છવાઈ રહી .

"અતુલ litsen I like you.."

"Even I like you too bina as good person!"

આટલું બોલી અતુલ એ હળવું સ્મિત આપ્યું..

"But I like you way I love you!"

"Litsen Bina.."

અતુલ આટલું બોલે ત્યાં એનો ફોન વાગ્યો અને વાત કરી તો એનો ચેહરો ચિંતાતુર લાગ્યો..
"મારે જવું પડશે બીના ઘરે..જરા જરૂરી કામ છે"
"પણ શું થયું, કોફી તો પીય ને જા!"
"બીજી વાર બીના.."

એટલું કહીં અતુલ ત્યાં થી જતો રહ્યો..બીના પણ પ્રશ્નો નાં ઢગલા સાથે ઉદાસ ચેહરે ઘરે પોહચી..અને ઘરે કઈ અતુલ ને મેસેજ કર્યો કે ફ્રી થઈ ને વાત કરે..

કલાકો...દિવસો....કરતા ૨ અઠવાડિયા જતા રહ્યા પણ નાં તો અતુલ નો કોઈ મેસેજ હતો નાં કોલ.એક વાર બીના એ કોલ કર્યો પણ એને કાપી નાખ્યો..

૧૭ દિવસે અતુલ નો કોલ આવ્યો...

"Hi Atul, how are you? is everything alright?? are you upset with me??"
બીના એકીશ્વાસે પૂછી ગઈ..

"અરે કઈ નથી થયું મારે તને મળવું છે જ્યાં છેલ્લે મળ્યા હતા ત્યાં જ!"

"સારું કાલે કૉલેજ પછી મળીએ but all ok??"

"હા યાર.. ચાલ હવે મૂકું છું જરા કામ છે.."

એમ કહી અતુલ એ ફોન મૂકી દીધો..

અને નક્કી કરેલા સ્થાન અને સમય પર બંને પાછા મળ્યા..અને થોડી વાતચીત કર્યા પછી અતુલ એ સામે થી કહ્યું..
"I love you Bina!"

બીના ની ખુશી નો પાર ના રહ્યો ..

"સાચે અતુલ??"

"હા તો હવે છાતી પર લખાઈ દઉં??" અને જોર મા હસવા લાગ્યો..

અને સામે બીના એ શરમાઈને હળવું સ્મિત વેર્યું! અને બંને પ્રેમ ભરી વાતો કરી થોડા સમય પછી છુટા પડ્યા..અતુલ ની પ્રેમભરી વાતો માં બીના એટલી ખોવાઈ ગઈ કે એને પૂછ્યું પણ નહિ કે એટલા દિવસ ક્યાં હતો? શું થયું હતું?? એ હમણાં તો જાણે સાતમા આસમાન પર હતી..જાણે જીવવાનું કંઇક કારણ મળી ગયું હોઈ એમ..બીના અને અતુલ નાં પ્રેમ સંબંધ ને એક મહિનો ઉપર થઈ ગયો..બધું સામાન્ય જ ચાલી રહ્યું હતી.. બીના નાં ઘર નાં તણાવભર્યા ઝગડા અને એ બધું ભૂલવા માટે આશ્રય બની રહેલો અતુલ નો પ્રેમ! હવે કૉલેજ નાં ફાઇનલ વર્ષ ની પરિક્ષા માથે હતી.છતાં પણ અતુલ અને બીના સમય કાઢી એક બીજા ને મળી જ લેતા..એક દિવસ બંને ગાર્ડન મા બેઠા હતા.એક્ઝામ પેહલા ની છેલ્લી મુલાકાત હતી .

"બીના મારે તને કંઇક કેહવુ છે.. નાં ના પૂછવું છે??"

"અરે બોલ ને એમાં શું??" બીના હસી પડી..

"will you marry me??"

"are you serious??"

"હા,પણ અચાનક કેમ આજે??"

"બીના મે તારા વિશે મારા મમ્મી પપ્પા ને વાત કરી છે.. એકચ્યુલી મારા મમ્મી ને કેન્સર છે..અને એમની ઈચ્છા છે કે હું જલ્દી પરણી જાઉં એ પેહલા કે એમને કઈ થઈ જાય તો મારે એમને કેહવુ પડ્યું.."

બીના ને જરા વાર માટે કઈ સૂઝ્યું નહિ શું બોલે શું નહિ..એટલી મોટી વાત કરી કઈ સમજાતું ન હતું..હજુ ભણવાનું બાકી, હજી ઘર માં પણ ક્યાં લગ્ન માટે વાત કરી શકું એ સમય આવ્યો છે..

"શું થયું બીના?? તારે મારી સાથે લગ્ન નથી કરવાં??" અતુલ એ બીના નો હાથ પોતાના હાથ માં લઇ પૂછ્યું.બીના ને જરા વાર માટે આ સ્પર્શ હૃદય સુધી લાગ્યો..કેમકે એક અવઢવ હતી કે આ સમય બરાબર નથી આ બધી વાત નો!

"શું કરું? શું કહું સમજાતું નથી અતુલ પણ હા જ્યારે મારા ઘરે મારા લગ્ન વિશે વાત કરશે ત્યારે હું મારા ઘરે વાત કરીશ..એમ પણ આપણા વચ્ચે ક્યાં સમાજ અવાનો છે કે તકલીફ??"

"પણ આપણી પાસે એટલો સમય નથી અને એ સમયે મારા મમ્મી હોઈ નાં હોઈ?? શું ખબર??"

"અરે એવું ક્યાં બોલે છે..?"

"તને ખબર પેલા દિવસે હું આવ્યો ને જતો રહ્યો હતો..!

"હા તો."

"તે દિવસે મારા મમ્મી ની હાલત ખુબ ગંભીર હતી..એમને આંતરડા નું કેન્સર છે અને લાસ્ટ સ્ટેજ પર છે..ડોક્ટર કહે હવે કેટલું જીવશે એ ભગવાન ની કૃપા છે! અને એ દિવસે મમ્મી એટલું જ બોલી હતી બસ તારા લગ્ન જોવાય એટલી જિંદગી આપે ભગવાન! અને મે અમને તને હા પાડ્યા વગર જ કહી દીધું કે મને તું પસંદ છે અને તારી સાથે લગ્ન કરીશ..!"

"હા....પણ!"

"પણ શું બીના, તારે નથી કરવા મારી સાથે લગ્ન??"

"એવું નથી હમણાં તારો અને મારો પરિવાર આપણા લગ્ન વિશે વાત કરી શકે એ યોગ્ય સમય નથી..અને હજુ આપણા relationship ને માંડ ૨ મહિના પણ નથી થયા ને તને ખબર છે મારું family કેવું છે? જરા જો એમ તેમ લાગશે તો મારું ભણવા નું બંદ કરવી દેશે એ અલગ..મારો વિચાર હતો કે તારા પરેન્ટ્સ મારા ઘરે આવે લગ્ન ની વાત લઈ યોગ્ય સમયે અને એ સમય પેહલા હું બધું ઘર માં જણાવી દઈશ! મને આ ઉતાવળ લાગે છે.."
બીના નાં ચેહરા પર ચિંતા નાં વાદળ સાફ દેખાઈ રહ્યા હતા..

"સારું સારું હું એમ નથી કહેતો કે હમણાં ને હમણાં લગ્ન કરી મારા ઘરે આવીજા પણ એક વાર મારા મમ્મી ને મળવા આવીશ??"

"હા કેમ નહિ!" અને થોડી સાંત્વના મળી હોઈ એમ બીના નાં ચેહરા પર ખુશી નું સ્મિત આવ્યું..
અને બંને પ્રેમીપંખીડા થોડી વાતો કરી છુટા પાડ્યા..

....................…..............................

અતુલ નાં કેહાવા પ્રમાણે એક દિવસ એક્ઝામ પછી થોડી વાર માટે અતુલ બીનાં ને એના ઘરે એની મમ્મી ને મળવા લઈ ગયો..લીલાબેન બીના ને જોઈ ને ખુશ થઈ ગયા..જાણે એમને જોઈતું હતું ને મળી ગયું અને જીવ ને થોડો હાશકારો થયો હોઈ એમ લાગ્યું.એમને બીનાની સારી આગતા સ્વાગત કરી વાતચીત કરી..

"બેટા મારા અતુલ નું ધ્યાન રાખશે ને!"

"અરે આંટી, કેમ આવું બોલો તમને કઈ ની થાય.?"

"બધુ જાણ્યા છતાં પણ કેમ કેહવાય કે કંઇ ની થશે બસ અતુલ નાં લગ્ન જોઈ ને જાઉં એ જ ઈચ્છા છે..!" આટલું બોલતા લીલાબેન નો અવાજ ગળગળો થઈ ગયો અને સ્વસ્થ થવા કોશિશ કરતા બોલ્યાં,
"ચિંતા નાં કર દીકરા, હું સમજુ છું હજુ લગ્ન નો યોગ્ય સમય નથી તમે બંને હજુ ભણો છો યોગ્ય સમય આવશે ત્યારે હું આવીશ તારા ઘરે તારા માતા પિતા પાસે તારો હાથ માંગવા..આ તો અતુલ એ મને તારા વિશે જણાવ્યું તો થયું તને મળી તો લઉં.. જોઉં તો ખરા મારી વહુ કેવી છે!!બાકી તમારા લગ્ન સુધી તો મને કઈ નાં થાય હા!" અને લીલાબેન ખોટું હસી પડ્યા જે અતુલ અને બીના ની નજર થી છુપુ ના રહી શક્યું..
લીલાબેન સાથે થોડો સમય વિતાવી બીના એના ઘરે ગઈ..

એમ કરતાં સમય પસાર થવા લાગ્યો..એક્ઝામ પતિ ગઈ અને વેકેશન ચાલુ થઈ ગયું.હવે બીના અને અતુલ થી હવે મળવું શક્ય બનતું ન હતું.

એક વાર અતુલ નો કોલ આવ્યો

"Hi Atul! how are you??"

"બસ એટલું કેહવુ છે આપણે next week. court marriage કરી રહ્યા છે."

"અરે શું બોલે છે? શું થયું અચાનક?? તને ખબર છે એટલું easy
નથી બધું જેટલું તું કહે છે..."

"હું હવે તારા વગર ની રહી શકું ..."

"અરે આમ senti ના થા!"

"આ મારો ફાઇનલ decision છે..હા તો હા ને નાં તો મારી મમ્મી વિશે તો તું જાણે જ છે..!"

"હમમ!" એટલું કહી બીના એ ફોન મૂકી દીધો.

હવે નિર્ણય ની ઘડી છે..એક બાજુ અતુલ ની મમ્મી ની આખરી ઈચ્છા છે.. બીજી બાજુ પોતાના મમ્મી પપ્પા થી કઈ છુપાવવી નથી હકીકત!"

..........

એટલું વાંચ્યું ત્યાં મનસ્વી નો ફોન રણકે છે જોયું તો માનવ નો કોલ..છેવટે આજે ફોન ઉપાડે છે.

" Hello Maan! Thank god you pick my call.. please talk to me once."
"I don't want to talk to you..I want to move on..do you understand that!"
મનસ્વી એ આટલું કહી ફોન મૂકી દીધો..

.........

શું બીના તૈયાર થશે અતુલ સાથે લગ્ન કરવા?? શું મનસ્વી માનવ એ શું કહેવું છે એ સાંભળશે ખરી?? વધુ આવતા અંકે..

Precape:

Maanav: Have your anger calmed down?
Mansvi: No and I wish it should not be subside.
Maanav: Why??
Mansvi: If it would be, I will fall in love with you again and you won't care about it as usual.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED