Unlove - 4 books and stories free download online pdf in Gujarati

અનલવ - Part 4






























Unlove Story Part - 4

Recape:


મનસ્વી અને તેનો પરિવાર ડો.અપૂર્વ નાં ઘરે ડિનર માટે જાય છે.જતીનભાઈ. અપૂર્વ ને મનસ્વી વિશે બધી હકીકત અને તેની મનોસ્થિતિ ની જાણ કરી દે છે.જમ્યા બાદ ગાર્ડન મા ચાલવા જવાના બહાને અપૂર્વ મનસ્વી સાથે માનવ વિશે પૂછવા કોશિશ કરે છે અને મનસ્વી ને એમની પૂછવાની રીત ગમતી નથી અને રડતા રડતા ત્યાં થી જતી રહે છે.અપૂર્વ જતીનભાઈ ને સાંત્વના આપતા કહે છે આજ ની પેઢી માં પ્રેમ અને relationship ની બાબત માં ધીરજ નથી હોતા.કોઈ જલ્દી આગળ વધી જાય ત્યારે ઘણા ને દુઃખ આપે અને જ્યારે આગળ ની વધી શકે ત્યારે પોતાની સાથે પરિવાર ને દુઃખ આપે છે. ડૉ અપૂર્વ જતીનભાઈ ને એક બુક મનસ્વી માટે વાંચવા આપે છે.મનસ્વી અને એના મમ્મી પપ્પા ઘરે પોહચી ને જતીનભાઈ મનસ્વી ને બુક વાંચવા આપે છે.મનસ્વી બુક નું ટાઇટલ વાંચી ને બુક વાંચવા તરફ ખેંચાય છે, અને વાંચવાનું શુરૂ કરે છે.હવે આગળ....

____________________________________________________________

મનસ્વી બુક ખોલી વાંચવાનું ચાલુ કરે છે...

"સામાન્ય પરિવાર ની એક ની એક છોકરી બીના. દેખાવ માં અસમન્યા સુંદરતા અને સાદગી. કોઈ પણ એક નજરે જોઈ ખેંચાય એવી! આજે બીના નું ૧૨ ધોરણ નું પરિણામ આવાનું હતું.પરિક્ષા. સારી ગઈ હોવા થી બીના ખૂબ ખુશ હતી.સારી કૉલેજ માં એડમીશન મળશે અને જીવન માં થોડા આઝાદી નાં રંગ પૂરાશે.

"રે..ક્યાં મરી ગઈ.......એમ ની કે તારો માણસ આવે તો પાણી પણ આપે..."

બીના નાં પપ્પા મુકેશભાઈ ને પીવાની લત હતી.રોજ રાતે દારૂ પી ને આવતા અને કોઈ વાર ચૂપચાપ સૂઈ જતા તો કોઈ વાર કામકાજ નું સ્ટ્રેસ કાઢવા એની મમ્મી સાથે બોલચાલ થતી તો કોઈ વાર હાથ પણ ઉપાડી દેતા. બીના ની મમ્મી નાની સિટી માંથી હતા અને દિલ્હી જેવી મેટ્રો સિટી અને સરકારી નોકરી જોઈ મમ્મી પપ્પા એ પરણાવી દીધી પણ છોકરા ને દારૂ ની એટલી ખરાબ લત છે એ કોઈ એ જાણવાની જરૂર ની સમજી..અને એક ની એક દીકરી એટલી મોટી થઈ ગઈ છતાં બાપ માં સુધારો આવતો નાં હતો..અને આજે તો હદ થઈ ગઈ આજે તો સવાર સવાર માં દારૂ પી ને આવ્યા હતા અને કામ પર પણ નાં ગયા..બીના નાં મમ્મી એમને લથડતા જોઈ સાચવી ને ઘર માં લાવા ગઈ તો એમને હડસેલી દીધી..અને જાતે આવી સોફા પર બેસી ગયા.આજે એટલી ખુશી નો દિવસ હતો છતાં સવાર સવાર મા આ બધું જોઈ બીનાં ને ઘણું દુઃખ થયું. થોડી વાર ગમે તેમ બબડી ને મુકેશ ભાઈ રૂમ માં જઈ સૂઈ ગયા..આ બાજુ બીના નું પરિણામ આવી ગયું અને ૮૧% સાથે પાસ થઈ હતી.પણ આ ખુશી તો પાણી નાં પરપોટા જેવી હતી..ખબર ની ક્યારે ફૂટી જાય..

"મમ્મી મને કૉલેજ તો જવા દેશે ને પપ્પા??" બીના રડમસ થઇ ને પૂછી લીધું..

"કેમ તને કેમ એમ લાગે છે કે ની જવા દેશે??"

"મમ્મી તને તારી મરજી નું કાઈ કરવા નથી દેતા તો......માટે.."

"અરે એવું નાં હોઈ મારી ને તારી વાત અલગ છે! તું ખોટી ચિંતા કરે છે પપ્પા ની તબિયત સરખી થાય એટલે રિસલ્ટ બતાવજે..ખુશ જ થઈ જશે જો તું!"

"I hope soo !" એટલું બોલી બીના અંદર રૂમ માં જતી રહી.

સાંજ પડી અને બીના મુકેશભાઈ પાસે રિસલ્ટ લઈ બતાવવા ગઈ..

"અરે વાહ મારી દીકરી તો બઉ સારા માર્ક્સ એ પાસ થઈ, બોલ બેટા શું જોઈએ તને!"

થોડી વાર માટે બીના એમને જોયા જ કર્યું..

"શું થયું દીકરી, કેમ કઈ બોલતી નથી"

"પપ્પા મને આગળ ભણવા તો મળશે ને!"

"આ તો કઈ પૂછવાનું હોઈ?? કોઈ સારી ગર્લ્સ કૉલેજ માં એડમીશન લઈશું!"

"પણ મને કોઈ બીજી સારી કૉલેજ માં મળતું હોઈ તો ??" બીના નાં સ્વર માં આશા રણકી હતી અને મુકેશભાઈ એને નારાજ કરવા માંગતા ન હતા એટલે હા પાડી દીધી પણ એક શરત એ કે ટાઈમે આવાનું અને જવાનું..બીજી કોઈ લમણા ઝિક માં પડવું ની! એક પુરુષ ગમે એવો પતિ કેમ ન હોય પણ દીકરી માટે એક સારો પિતા હોઈ જ છે. આ વાત મુકેશભાઈ એ સાબિત કરી દીધી..

બધુ વિચાર્યા પ્રમાણે જ થયું..બીના ને સારી કોલેજ માં B.com માટે એડમીશન મળી ગયું અને બીના કૉલેજ આવવા જવા લાગી..શુરૂ માં તો કોઈ સાથે એટલી વાત નાં કરતી..બસ એક ફ્રેન્ડ હતી નિશા જેની સાથે વધુ વાતો કરતી..નિશા ને બીના સિવાય ઘણા ફ્રેન્ડ હતા..જેની ઘણી વાર એ કૉલેજ પછી ફરવા પણ જતી પણ બિનાં ને છૂટ નાં હતી ને..

એક દિવસ બીના ક્લાસ તરફ જતા જોયું નિશા એના મિત્રો સાથે ઊભી હતું..બીના. "Hi" એટલું બોલી ક્લાસ માં જતી હતી કે નિશા એ એને હાથ પકડી ને ઉભી રાખી..
" અરે ઊભી તો રે અમારી સાથે..નવા ફ્રેન્ડ બનાવ!"
"અરે એવું કંઇ નહિ પણ હું કોઈ ને ઓળખતી નથી તો..."
"તો શું થયું?.હું તને intro કરાવ ને બધા નો..આ અતુલ,આ મિત, આ તારા, આ .., આ.."એમ કહેતા બધા નાં નામ બોલી ગઈ પરંતુ અતુલ એ લંબાવેલો પેહલા હાથ એ છોડે તો ને..! એ અતુલ ને થોડી વાર માટે જોઈ રહી..

"Excuse me Miss"
"ohhhhhh so sorry"

એટલું બોલી બીના બધા સામે સ્મિત આપી.."ચાલ ક્લાસ માં મળીએ" એમ કહી ક્લાસ માં જતી રહી..ક્લાસ માં ઘર માં એને અતુલ નોજ ચેહરો જ દેખાતો હતો..એને જાણે એક નજર માં ગમી ગયો હતો..હવે એ પણ નિશા સાથે રહી બધા સાથે ભળી ગઈ હતી..એને પણ મન થતું કે બધા સાથે ફરવા જાય..પણ એને માટે શક્ય ન હતું..

એક દિવસ કૉલેજ થી ઘરે જતી હતી ત્યાં ૨ ૩ છોકરા એને છેડવા લાગ્યા..એને કોઈ રિસ્પોન્સ નાં આપતા આગળ ચાલવા લાગી.દિલ્હી જેવી સિટી માં આ બધું સામાન્ય હતું..તો એક છોકરો એનો રસ્તો રોકી ઉભો રહી ગયો અને રસ્તો કાઢી આગળ જતી હતી કે બીજો પણ આવી ઊભો રહી ગયો..ત્યાંથી અતુલ બાઇક પર થી જતો હતો અને એણે આ જોયું તો ઉભો રહ્યો..

"અરે શું કરે છે?? છોડ એનો રસ્તો.."

"કેમ તારી શું લાગે છે? તારા કામ થી કામ રાખ!"
પેલો છોકરો એટલું બોલી હાથ ઉપાડવા જ જતો હતો કે અતુલ એ એનો હાથ પકડી લીધો..
"She is my girlfriend now get lost."
અને પેલા લોકો ત્યાં થી જતા રહ્યા પણ બીના અતુલ ને જોઈ જ રહી..

"Excuse me Miss Bina, are you okay??"

"yeah I am fine. Thank you for helping me."

"if you don't mind than I can drop you at your Home"

"No thanks I will manage as usual"

મન માં તો હા હતી પણ જો પપ્પા ને ખબર પડી જશે તો... એમ વિચારી નાં પાડી

"ok bye than see you soon"

આ ટલું કહી બંને છુટા પડ્યા પણ બીના નાં મન માં અતુલ નાં અવાજ ગુંજી રહ્યો હતો.."she is my girlfriend"..

હવે બને ધીમે ધીમે એક સારા મિત્રો બની રહ્યા હતા..બીના ભણવા માં હોશિયાર હતી એટલે અતુલ હવે બધી બાબત માટે એના પર આધાર રાખતો..અને બંને નું સારું બનવા લાગ્યું. એમ કરતાં કૉલેજ નાં ૨ વર્ષ ક્યાં વિતી ગયા ખબર ના પડી..હવે બીના ને લાગવા માંડ્યું કે તે અતુલ ને પ્રેમ કરે છે અને કદાચ અતુલ ને પણ એના માટે લાગણી છે એટલે તો એટલું ધ્યાન રાખે મારું!..હવે કૉલેજ નું છેલ્લું વર્ષ હતું અને જો હમણાં ની કહેશે તો ક્યારે ની કહી શકે..અતુલ તો છે જ એવો..કાઈ બોલશે નહિ..કદાચ હું કહું ને એને એહસાસ થાય. અને બંને એક જ સમાજ ના તો છે..તો આગળ જતાં ક્યાં કોઈ તકલીફ થવાની.અતુલ CA pan સાથે કરતો એટલે એ કૉલેજ સ્ટડી માટે બીના પર આધાર રાખતો હતો..બીના ને લાગ્યું એ ભણવા માં થી સમય ક્યાં કાઢે કે કઈ કેહશે..

૧૪ ફેબ્રુઆરી આવી રહી હતી અને બીના એ નક્કી કર્યું કે એ દિવસ એના મન ની વાત કહેવા નક્કી કર્યું..આગળ શું થાય એ જોયું જવાશે..પ્રેમ વ્યક્તિ માં અજબ ની હિમ્મત લાવી દે છે. એણે અતુલ ને કોલ કર્યો.

"હેલ્લો અતુલ"
"ohh hi beb, how are you?? કેમ અચાનક અમારી યાદ આવી??"

" I want to meet you tomorrow."

"beb, you know na tomorrow is valentine's day.it would be busy day for me!"

અને એ જોર મા હસવા લાગ્યો..
"ઓહ નોતંકી.. તારા દિવસ માં થી ૩૦ મિનિટ આપશે??"
"ohh something going to be special.. yeah will meet you at cafe nearby our collage at 4.00 o'clock..ok done"

"yeah fine"

"see you soon beb"
આટલું કહી બંને એ ફોન મૂકી દીધો..દિલ્હી માં નોર્મલ ફ્રેન્ડ વચ્ચે આવો વાર્તાલાપ સામાન્ય હતો પણ બીના ને અતુલ તરફ થી આ રીત નો પ્રતિભાવ અસામાન્ય લાગતો હતો. એને તો પાક્કી ખાતરી હતી કે અતુલ નાં નહિ કહે..અને કાલ નાં સોહામણા ભવિષ્ય નાં સપના માં ખોવાઈ ગઈ ત્યાં ઘર માં બહાર થી એના પપ્પા નો અવાજ આવ્યો તો દોડતી બહાર આવી..એને જોયું તો પપ્પા પાછા પિય ને આવ્યા હતા અને ઘર આવી સામાન્ય રોજ ની જેમ મમ્મી સાથે બોલચાલ શુરૂ..બધું શાંત પડયા પછી રૂમ માં આવી ને બેસી અને એક ઉદાસી ઘેરી લીધી..બીના રોજ રોજ નાં ઝગડા થી કંટાળી હતી અને ઘર માં આ પ્રેમ ની કમી એને બહાર અતુલ તરફ વધુ આકર્ષિત કરતી હતી..એને એના મમ્મી ને કેહવાનું ઘણું મન થતું કે મને અતુલ ગમે છે અને અતુલ ને પણ....
એટલું વિચારતા જ એને વિચાર પર જાણે બ્રેક મારી હોઈ એમ..કાલે શું થાય એ જોઈએ એમ વિચારું કાલ માટે ની તૈયારી માં લાગી ગઈ..

અને એ સમય આવી ગયો..
.
.
.

એટલું વાંચતા સાથે જ મનસ્વી એ બુક બંદ કરી દીધી..જાણે એનો ભૂતકાળ એણે સામે આવતો દેખાયો..પણ એક વાત તો એને ખબર પડી ગમે તે હોઈ એના માતા પિતા એના દરેક ગેરવર્તણૂક અને ચુપ્પી ને સહન કરતા હતા એ આશા સાથે કે એની દીકરી એક દિવસ પાછી ખુશ હશે...અને આ બધા વિચાર માં ક્યારે એને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી..
મનસ્વી સવારે જાગી ને નાસ્તાના ટેબલ પર આવી ત્યારે રોજ કરતા જરા ઉદાસી ઓછી જોઈ જતીનભાઈ અને નીલાબેન ને થોડી રાહત થઇ..
આવી ને તરત મનસ્વી બંને ને ભેટી પડી..
"પપ્પા.. મમ્મી મને માફ કરી દો..મારે એટલા આ દિવસ નાં વર્તન માટે! પણ હજુ પણ ભૂતકાળ ભૂલી નથી શકતી..મને થોડો સમય આપશો"..
અને જતીનભાઈ અને નીલાબેન મનસ્વી ને પ્રેમભરી નજર એ જોઈ રહ્યા..
અને બધું સારું થશે એ આશા જન્મી!
હવે મનસ્વી ને ક્યારે સમય મળે અને આગળ વાંચે એની જલ્દી હતી..

શું અતુલ સ્વીકારશે બીના નો પ્રેમ?? શું મનસ્વી માનવ નો કોલ ઉપાડી વાત કરશે.?
વધુ આવતા ક્રમાંકે...

Precape:

" Hello Maan! Thank god you pick my call.. please talk to me once."
"I don't want to talk to you..I want to move on..do you understand that!"
મનસ્વી એ આટલું કહી ફોન મૂકી દીધો..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED