સવારે રજત અને એના ફ્રેન્ડ ક્લાસમાં આવે છે. મેહા રજત તરફ એક નજર કરે છે. રજત પણ મેહા તરફ નજર કરે છે. એટલામાં જ મેહાના ફ્રેન્ડસ આવે છે અને મેહા એ લોકો સાથે વાતો કરવામાં બિઝી થઈ જાય છે.
બધા કૉલેજના ગાર્ડનમાં બેઠા હતા. રજત પ્રાચી સાથે વાતો કરવામાં વ્યસ્ત હતો. રજત મેહાને જેલીસ ફીલ કરાવવા પ્રાચીનો હાથ પકડીને બેઠો હતો. રજતની નજર પ્રાચી પર ઓછી અને મેહા પર વધારે રહેતી.
એક દિવસે કૉલેજના ગાર્ડનમાં પ્રાચી રજતની રાહ જોઈ રહી હતી. મેહાની નજર પ્રાચી પર ગઈ. મેહા વાળ સરખા કર્યાં. મેહાએ મંગળસૂત્ર પ્રાચીને નજરે પડે એ રીતે રાખ્યું અને પ્રાચી પાસે ગઈ.
મેહા:- "Hi પ્રાચી."
પ્રાચી:- "Hi મેહા. બેસને."
મેહા પ્રાચીની બાજુમાં બેસી જાય છે.
પ્રાચીની નજર મેહાના મંગળસૂત્ર પર જાય છે.
પ્રાચી:- "આ તારામાં ગળામાં મંગળસૂત્ર..."
મેહા:- "મંગળસૂત્ર? હજી તો મારા લગ્ન નથી થયા."
પ્રાચી:- "તે મંગળસૂત્ર પહેર્યું છે મેહા."
મેહા:- "Oh God ખબર નહીં કેવી રીતના મંગળસૂત્ર તને નજરે પડી ગયું. આટલા દિવસ તો હું છૂપાવીને રાખતી હતી."
પ્રાચી:- "કોણે પહેરાવ્યું મંગળસૂત્ર?"
મેહા:- "હું તને કહેવા તો નહોતી માંગતી પણ પાછળ જતા તને ખબર પડે અને તારું દિલ દુભાય એ પહેલાં તને કહી જ દઉં કે આ મંગળસૂત્ર મને રજતે પહેરાવ્યું છે."
પ્રાચી:- "હું આના વિશે રજત સાથે વાત કરીશ."
મેહા:- "ઑકે Bye મારે લાઈબ્રેરી જવું છે."
મેહા તો ખુશ થઈ ગઈ કે હવે રજત અને પ્રાચીનુ બ્રેક અપ થશે.
રજત પ્રાચી પાસે આવ્યો.
પ્રાચી:- "રજત I think મેહા તને ચાહે છે."
રજત:- "હા મેહાએ મને પ્રેમનો એકરાર કર્યો હતો."
પ્રાચી:- "મેહા અહીં આવી હતી."
રજત:- "શું કહ્યું મેહાએ?"
પ્રાચી:- "મંગળસૂત્ર અને સિંદૂર બતાવવા આવી હતી."
રજત:- "તો તે શું કહ્યું?"
પ્રાચી:- "મેં કહ્યું કે હું રજત સાથે વાત કરીશ."
રજત:- "ક્યાં કારણે મંગળસૂત્ર પહેરાવ્યું તે તો કહ્યું નહીં હશે રાઈટ?"
પ્રાચી:- "મને ખબર છે ક્યાં કારણે. પણ હું શું કામ એને કહું કે તે આવીને બધી વાત મને કરી હતી. રજત મને ઝીણામાં ઝીણી વાત કહે છે એવું કહી હું એનું દિલ નથી દુભાવવા માંગતી. મને ખબર છે એ તને પામવા આ બધું કરી રહી છે."
રજત:- "મેહા જેવી છોકરી મારા પ્રેમને લાયક નથી."
રજત નું ગ્રુપ રિહર્સલ હૉલ માં મસ્તી કરી રહ્યું હતું. પ્રાચી અને રજત આવે છે. મેહા રજત અને પ્રાચીને જોઈ રહે છે. મેહાને એમ કે પ્રાચી અને રજતનો ઝઘડો થયો હશે. પણ પ્રાચી અને રજત ખુશ હતા. મેહા તરત જ ત્યાંથી ક્લાસમાં જતી રહે છે. રજત પણ મેહાની પાછળ પાછળ જાય છે. મેહા બેન્ચ પર માથું ઢાળી રડી રહી હતી.
રજત મેહા પાસે બેસે છે.
રજત:- "શું થયું મેહા?"
મેહાએ રજત સામે જોયું.
રજત:- "બહું રડવું આવે છે નહીં? પ્રાચી અને મારા વચ્ચે બ્રેક અપ કરાવવાનો ઈરાદો હતો. Listen મેહા હું પ્રાચીને ચાહું છું..ફક્ત પ્રાચીને સમજી?"
મેહા કંઈ બોલતી નથી. રજત ક્લાસમાંથી નીકળી જાય છે. મેહા ક્લાસમાં બેઠાં બેઠાં રજત વિશે જ વિચારી રહી હતી. મેહાએ પોતાના દિલની વાત રજતને કહી દીધી હતી. પણ રજતને કોઈ ફરક નહોતો પડ્યો. મેહા ભીતરથી એકદમ તૂટી ગઈ હતી. મેહાએ વિચાર્યું કે રજતને બહુ રીકવેસ્ટ કરી દીધી. પણ હવે કદાચ રજત મારો નહીં થાય. મેહાએ નક્કી કરી લીધું કે એ હવે પહેલાં જેમ ચૂપચાપ રહેશે.
મેહા ઘરે રહેતી તો મમ્મી પપ્પાના ઝઘડાને લીધે મેહા વધારે ઉદાસ થઈ જતી. મેહાને તો હવે ઘરમાં પણ ગૂંગળામણ થવા લાગી. ઘર જાણે કે ખાવા દોડતું. મેહા સવારે કૉલેજ જતી. સાંજે રાહુલ સાથે ક્લબમાં જતી. રાતે ઊંઘવાના સમયે જ ઘરે પહોંચતી. મેહા જેમ બને તેમ ઘરની બહાર વધારે રહેતી.
એક દિવસે નિખિલે ક્રીનાને પ્રપોઝ કર્યું. ક્રીનાએ નિખિલ નું પ્રપોઝલ એકસેપ્ટ કર્યું. ક્રીના પણ Nik ને ચાહવા લાગી હતી. બંન્ને બરોડાથી સુરત આવવાના હોય તો સાથે જ આવતા.
મેહાએ નક્કી કરી લીધું હતું કે બહુ થઈ ગયું આ તડપવાનુ. હું હવે બધુ ઈગ્નોર કરીશ. રજત વિશે પણ નહીં વિચારું. પણ આપણે બધું ઈગ્નોર નથી કરી શકતા. મેહા ખૂબ ઉદાસ હોય ત્યારે મુવી જોતી અથવા આંખો બંધ કરી ઈયરફોન લગાવીને વોલ્યુમ ફુલ કરી Song સાંભળતી. મેહા બધાથી દૂર ભાગી જવા ઈચ્છતી હતી. પણ જાય તો ક્યાં જાય? મેહાની જીંદગીમાં કોઈ એવી વ્યક્તિ નહોતી જેની પાસે જઈ પોતાનું મન હળવું કરી શકે. મેહાએ જેટલી વાત રજત સાથે શેર કરી હતી તેટલી એના ફ્રેન્ડસ સાથે પણ શેર નહોતી કરી. મેહા પોતાના દિલની દરેક વાત ફ્રેન્ડસને નહોતી કહી શકતી. એને કોઈ એવી વ્યક્તિની તલાશ હતી જે એને સમજી શકે. મેહાને એવું લાગવા લાગ્યું કે પોતાની જીંદગીમાં કંઈક એવું થયું જ નથી જેનાથી મેહાને ખુશી મળે. મમ્મી પપ્પાના ઝઘડા, શ્રેયસ સાથે બ્રેક અપ, રજતની નફરત આ બધા કારણોને લીધે મેહાને નેગેટિવ વિચાર વધારે આવતા. મેહા માની ચૂકી હતી કે એની લાઈફમાં પોતાને સમજે એવી કોઈ વ્યક્તિ આવશે નહીં. મેહાને અહેસાસ થઈ ગયો હતો કે પોતાને પ્રેમ કરે,પોતાને સમજે તેવી વ્યક્તિ કદાચ આ પૃથ્વી પર છે જ નહીં.
જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ તેમ મેહાને જાણે કે કંઈ ફીલ જ નહોતું થતું. મેહાને એમ લાગ્યું કે એનું હ્દય પથ્થર બની ગયું છે. મેહા "રૉક સ્ટાર" મુવી વારંવાર જોતી. રૉક સ્ટાર મુવી જોઈને મેહાને વિચાર આવતા કે આવો પ્રેમ તો હકીકતમાં હોઈ જ ન શકે.
રજત અને એનો પરિવાર એક સંબંધીના લગ્નપ્રસંગે અમદાવાદ ગયા હતા. રતિલાલભાઈને એના મિત્ર ઝવેરભાઈનો ફોન આવે છે. થોડી વાતચીત કરે છે.
રતિલાલભાઈ:- "રજત લગ્ન પતી જાય એટલે તરત સુરત જતા રહીશું."
રજત:- "પણ આપણે બે ત્રણ દિવસ રોકાવાના હતા ને?"
રતિલાલભાઈ:- "મારા એક ફ્રેન્ડ અને એનો પરિવાર સુરત આવી ગયા છે. હવે એ લોકો હોટલમાં રોકાયા છે. એ તો સારું ન કહેવાય ને? તું એ લોકોને લેવા જઈ આવજે."
રજત:- "સારું કંઈ હૉટેલમાં રોકાયા છે?"
રતિલાલભાઈ:- "રાજ હૉટેલમાં રોકાયા છે."
રજત અને એનો પરિવાર રાતે ઘરે પહોંચે છે.
મેહા રાતે રાહુલ સાથે ક્લબમાં હતી. રાતના બે વાગવા આવ્યા હતા.
રાહુલ:- "ચાલ હવે જઈએ ને. બહુ ડાન્સ કરી લીધો.
હું તને ઘરે મૂકવા આવું છું."
મેહા:- "રાહુલ મને ઘરે જવાની ઈચ્છા નથી. તું પણ ઘરે ના જતો."
રાહુલ:- "ઑકે તો મારા ઘરે ચાલ."
મેહા:- "ના રાહુલ. મને ઘરમાં ગૂંગળામણ જેવી થાય છે. પછી ભલે એ તારું ઘર હોય કે મારું."
રાહુલ:- "તું જ બોલ તો ક્યાં જઈએ?"
મેહા:- "આજે રાતે કોઈ હોટલમાં રોકાઈએ."
રાહુલ:- "કંઈ હૉટેલમાં જઈશું?"
મેહા:- "અહીંથી રાજ હૉટલ નજીક જ છે. ચાલને જલ્દી જઈએ. હવે તો બસ જલ્દીથી ઊંઘવું છે."
રાહુલ:- "ઑકે ચાલ."
મેહા અને રાહુલ હોટલમાં તો ગયા પણ એક જ રૂમ ખાલી હતો.
રાહુલ:- "એક જ રૂમ છે. ઘરે જતા રહીએ."
મેહા:- "રાહુલ બહું થાકી ગઈ છું. હવે ઘરે જવાની હાલત નથી. તું બેડ પર સૂઈ જજે હું સોફા પર સૂઈ જઈશ."
રાહુલે રૂમ લઈ લીધો. મેહા તો રૂમમાં જઈને સીધી સોફા પર ઊંઘી ગઈ. રાહુલ પણ થાકી ગયો હતો એટલે રાહુલને પણ ઊંઘ આવી ગઈ. મેહા માનસિક રીતે એટલી ડીસ્ટર્બ હતી કે પોતે શું કરી રહી છે તેનો પણ એને ખ્યાલ ન રહ્યો.
સવારે મેહા જાગે છે. જાગતાં જ મેહાને ખ્યાલ આવે છે કે પોતે રાહુલ સાથે એક જ રૂમમાં. મારે આ રીતે રાહુલ સાથે એક રૂમ શેર નહોતો કરવો. ગઈકાલે ખબર નહીં મને શું થઈ ગયું હતું.
રાહુલની પણ આંખ ઊઘડી ગઈ હતી. મેહાએ જોયું તો રાહુલ કોઈ ઊડા વિચારમાં હતો.
મેહા:- "રાહુલ તારી સાથે હું એક જ રૂમમાં. આ રીતે કોઈ એક છોકરા સાથે એક રૂમમાં. ખબર નહીં મને રાત્રે શું થઈ ગયું હતું. રાહુલ આપણે જસ્ટ ફ્રેન્ડ છીએ રાઈટ?"
રાહુલ:- "મેહા મને ખબર છે તું શું વિચારી રહી છે. આપણે આ રીતે એક જ રૂમમાં રહેવાની જરૂર નહોતી. અને હા આપણે જસ્ટ ફ્રેન્ડ છીએ."
મેહા:- "રાહુલ હું એક વાત પૂછવા માગું છું?"
રાહુલ:- "હા બોલ."
મેહા:- "રાહુલ હું ભર ઊંઘમાં હતી ત્યારે તે મારી સાથે....મતલબ કે હું અને તું... શું તે મારી નજીક આવવાની કોશિશ કરી?"
રાહુલ:- "ટેન્શન ન લે. હું પોતે જ ભરઊંઘમાં હતો. રાતના આપણી વચ્ચે કંઈ નથી થયું. ઑકે? તો રિલેક્ષ. હું તારી નજીક આવી પણ નહીં શકું. કારણ કે હું કોઈને ચાહું છું."
રાહુલની વાત સાંભળતા મેહા રાહતનો શ્વાસ લે છે.
રાહુલ:- "આજકલ મનમાં શું ચાલી રહ્યું છે કંઈ ખબર પડતી નથી. મગજ ખરાબ થઈ ગયું છે. મેહા હું એક છોકરીને ચાહતો હતો. પણ અમારું બ્રેક અપ થઈ ગયું. વિચારતો હતો કે હું એને ભૂલી જઈશ પણ હું એને ભૂલી નથી શકતો."
મેહા રાહુલ પાસે બેસે છે.
મેહા:- "શું નામ છે એ છોકરીનું?"
રાહુલ:- "રિયા નામ છે."
રાહુલે પોતાની લવ સ્ટોરી કહી.
રાહુલ:- "ભૂખ લાગી છે. કંઈક ઓર્ડર કરી મંગાવીએ."
મેહા અને રાહુલ વારાફરતી બ્રશ કરી આવે છે.
રાહુલે ચા ની સાથે નાસ્તો મંગાવ્યો.
રૂમ નંબર ૬ માં ઝવેરભાઈ અને એનો પરિવાર રોકાયો હતો ત્યાં આવે છે.
રજત અને ઝવેરભાઈ સામાન લઈ રૂમની બહાર નીકળે છે.
રજત:- "અંકલ તમે જાઓ. હું બાકીનો સામાન લઈ આવું છું."
૬ નંબરના રૂમની સામેના રૂમમાં વેઈટર ચા નાસ્તો લઈને આવે છે.
રૂમનો દરવાજો ખોલી એક છોકરી વેઈટરને "Thank you" કહે છે.
રજતે અવાજ સાભળ્યો. રજતે વિચાર્યું કે આ તો મેહાનો અવાજ છે. રજતે પાછળ ફરી જોયું તો મેહા હતી. મેહા નું ધ્યાન પણ રજત પર ગયું. રજતે રૂમમાં જોયું તો રાહુલ પથારીમાં હતો.
રજત:- "મેહા તું અહીં શું કરી રહી છે?"
રજત મેહાના રૂમમાં ગયો. એક જ બેડ પર બે ઓશીકા. પથારી પણ અસ્તવ્યસ્ત. રજતે ન વિચારવાનું વિચારી લીધું. રજત ખૂબ ગુસ્સામાં હતો. રજતે મેહાને એટલી જોરથી થપ્પડ મારી કે મેહાના ગાલ પર રજતના આંગળાના નિશાન છપાઈ ગયા.
મેહા તો ગાલ પર હાથ રાખી રજતને જોઈ જ રહી.
મેહાની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.
રજત:- "મેહા તને ભાન પણ છે કે તે શું કર્યું છે. તું અને રાહુલ એક જ બેડ પર...."
મેહા:- "રજત એવું કશું નથી."
રાહુલ:- "રજત તું જેવું સમજે છે એવું કંઈ જ નથી થયું."
રજત અત્યારે કંઈ પણ સમજવાની સ્થિતિમાં નહોતો. રજત સામાન લઈ ઝડપથી હોટલની બહાર નીકળી જાય છે.
રજતને કાર ચલાવતાં ચલાવતાં પણ મેહા જ યાદ આવે છે. મેહા આવું કેવી રીતના કરી શકે. ઝવેરભાઈ અને એના પરિવારને ઘરે ઉતારી રજત કૉલેજ જતો રહે છે.
મેહા પણ રાહુલ સાથે કારમાં બેસી ઘરે પહોંચે છે.
મેહા નાહી ધોઈ તૈયાર થાય છે. લાઈટ મેક-અપ કરવા અરીસા સામે બેસે છે. મેહાની નજર ગાલ પર જાય છે. રજતના હાથના નિશાન મેહાના ગાલ પર સ્પષ્ટ વર્તાઈ રહ્યા હતા.
મેહા કૉલેજ પહોંચે છે. ક્લાસમાં બેઠાં બેઠાં કંઈક વિચાર કરે છે. રજતે મને થપ્પડ મારી ત્યારે તો મારાથી રડી પડાયું. ત્યારે તો ખ્યાલ ન આવ્યો કે શું કરવા થપ્પડ મારી. પણ રજતે મને થપ્પડ કેવી રીતના મારી શકે? અમારી વચ્ચે એવો કોઈ સંબંધ જ નથી તો ક્યા હક્કથી થપ્પડ મારી. રજત તો મારો ફ્રેન્ડ પણ નથી. રજતે કેટલાં ગુસ્સાથી થપ્પડ મારી. મને રાહુલ સાથે એક જ રૂમમાં જોતા રજતે મારા અને રાહુલ વિશે ન વિચારવાનું વિચારી લીધું. અને મને તો એવી રીતના થપ્પડ મારી કે જાણે કે હું એની ગર્લફ્રેન્ડ હોઉં.અને એની ગર્લફ્રેન્ડ તો પ્રાચી છે.
મેહાના ફ્રેન્ડસ ક્લાસમા આવે છે.
મિષા:- "Hi મેહા શું વિચારે છે?"
મેહા:- "કંઈ નહીં યાર. બસ એમજ."
મિષા:- "રૉકીએ મને કહ્યું. એમાં એટલું વિચારવાની શું જરૂર છે?"
મેહા:- "શું કહ્યું રૉકીએ?"
મિષા:- "અરે તું રૉકીને પૂછતી હતી ને કે રજત એક છોકરીને પ્રેમ કરે છે. તે છોકરીને તું શોધવાની કોશિશ કરે છે."
મેહા:- "ઑ હા. મને ખબર પડશે તો એ છોકરીને ખબર પડી જશે કે રજત એને ચાહે છે. એવું રજત અને રૉકીએ જ કહ્યું હતું. મતલબ કે એ છોકરી આપણાં જ ગ્રુપમાં છે."
તરત જ મેહાના મગજમાં એક ઝબકારો થયો. રજતે મને એવી રીતના થપ્પડ મારી કે હું એની ગર્લફ્રેન્ડ હોઉં. અને રજતે કહ્યું હતું કે મને ખબર પડશે તો એ છોકરીને તરત જ ખબર પડશે.
મતલબ કે ગ્રુપમાંથી મિષા,નેહા,પ્રિયંકા નહીં પણ રજત જે છોકરીને ચાહે છે એ હું છું. Oh my God...મને તો વિશ્વાસ નથી આવતો કે એ છોકરી હું છું.
મિષા:- "મેહા તારા ગાલ પર આંગળાના નિશાન?"
મેહા:- "હજી પણ દેખાય છે? મેક અપ થી છુપાવવાની કોશિશ તો કરી."
મિષા:- "બહુ ખબર નથી પડતી પણ ધ્યાનથી જોય તો ખ્યાલ આવે છે. પણ તને કોણે થપ્પડ મારી?"
મેહા:- "રજતે થપ્પડ મારી પણ મારી ભલાઈ માટે."
રજત અને એનું ગ્રુપ ક્લાસમાં આવે છે.
રજત અને મેહાની નજર મળે છે.
મેહા રજતને સ્માઈલ આપે છે.
રજત વિચારે છે કે "આજે મેહાને વળી શું થઈ ગયું?"
થોડી ઉદાસ રહેતી મેહાના ચહેરા પર આજે થોડી ખુશી વર્તાઈ રહી હતી. આખો દિવસ મેહા ખુશ રહી. ચોરી છૂપીથી રજત તરફ પણ જોઈ લેતી.
મેહા ઘરે પહોંચે છે. જમીને બહાર બેઠી હોય છે એટલામાં જ રાહુલનો ફોન આવે છે.
રાહુલ:- "તૈયાર રહેજે. હું તને લેવા આવું છું."
મેહા:- "ઑકે."
મેહા મિષાને ફોન કરે છે.
મેહા:- "મિષા તમારો આજે ક્યાં પ્રોગ્રામ છે?"
મિષા:- "રેડ રોઝ ક્લબમાં જવાના છીએ."
મેહા રાહુલને ફોન કરે છે કે રેડ રૉઝ ક્લબમાં જઈશું. રજત અને એનું ગ્રુપ પણ ક્લબમાં પહોંચે છે. મેહા અને રાહુલ પણ આવે છે. બધા ડાન્સ કરી રહ્યા હતા. મેહા Song બદલવા કહે છે. અચાનક song બદલાય છે.
दिलबर दिलबर
चढ़ा जो मुझपे सूरूर है
असर तेरा ये ज़रूर है
तेरी नज़र का क़सूर है
दिलबर दिलबर
अब तो होश ना ख़बर है
ये कैसा असर है
होश ना ख़बर है
ये कैसा असर है
तुमसे मिलने के बाद दिलबर
तुमसे मिलने के बाद दिलबर
दिलबर दिलबर दिलबर दिलबर
दिलबर दिलबर दिलबर दिलबर
મેહા આ song પર રજતની આસપાસ ફરી ડાન્સ કરી રહી હોય છે.
ડાન્સ કરી મેહા રાહુલ પાસે જાય છે. ફરી બધા ડાન્સ કરવા લાગ્યા. રાહુલની નજર એક છોકરી પર જાય છે.
રાહુલ ડાન્સ કરતા કરતા મેહાને કાનમાં કહે છે.
રાહુલ:- "મેહા એક હેલ્પ કરીશ?"
મેહા:- "Of course... એમાં પૂછવાનું શું હોય?"
રાહુલ:- "રિયા એના ફ્રેન્ડસ સાથે આ ક્લબમાં છે. તું કંઈક એવું કરીશ કે જેનાથી રિયાને જલન થાય."
મેહા રજત તરફ નજર કરે છે.
મેહા:- "ઑકે."
મેહા મનોમન વિચારે છે કે રજત તું મને જેલીસ ફીલ કરાવે છે. જોઉં તો ખરી રાહુલ સાથે જોઈ તને જેલીસ ફીલ થાય છે કે નહીં.
મેહા અને રાહુલ ડાન્સ કરતા કરતા કૉલ્ડ્રીક પીવા આવે છે. રિયાના ફ્રેન્ડસ અને રજતનુ ગ્રુપ કાઉન્ટર પર ઉભા ઉભા ડ્રીક પી રહ્યા હતા.
રાહુલ અજાણતાં જ રિયા તરફ જોય છે.
રાહુલ:- "રિયા તું અહીં?"
રિયા:- "કેમ ન આવી શકું?"
રાહુલ:- "મેં તો બસ એમજ પૂછ્યું."
રિયા:- "આ કોણ છે?"
રાહુલ:- "મેહા...મારી ગર્લફ્રેન્ડ છે."
મેહાની નજર રજત તરફ જાય છે. રજતના ચહેરા પરના હાવભાવ જોઈ મેહાને ખ્યાલ આવી ગયો કે રજત જેલીસ ફીલ કરે છે.
મેહા:- "Hi રિયા."
રિયા:- "Hi મેહા."
રિયાને જેલીસ જોતા રાહુલને ખ્યાલ આવી ગયો હતો કે રિયાના મનમાં કંઈક તો છે. શું ખબર રિયા આજે પણ મને ચાહતી હોય.
ક્રમશઃ