taras premni - 26 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૨૬મેહાનો હાથ અનાયાસે જ પોતાની ગરદન પર જાય છે.

મેહા સ્વગત જ બોલે છે "આ મંગળસૂત્ર કોઈ જોઈ જશે તો?"

મેહાએ મંગળસૂત્ર છૂપાવી દીધું. સિંદૂર કોઈને નજરે ન પડે એવી રીતના વાળને સરખા કર્યાં.

મેહા જમીને પોતાના રૂમમાં બેઠી બેઠી અરીસામાં પોતાને જોઈ રહી. મેહાની નજર મંગળસૂત્ર અને સિંદૂર પર જાય છે.

મેહાને એક પ્રકારની ખુશી થઈ. ખબર નહીં પણ મેહાને ભીતરથી કંઈક મહેસૂસ થયું.

મેહાએ મોબાઈલ લીધો અને રજતને મેસેજ કર્યો.
"Hi જમી લીધું કે બાકી?"

રજત:- "બસ હમણાં જ જમ્યો."

મેહાને આશા નહોતી કે રજત રિપ્લાય કરશે.

મેહા:- "શું કરે છે?"

રજત:- "કંઈ નહીં. આજે તો મારે વહેલાં સૂઈ જવું છે. બહું ઊંઘ આવે છે."

મેહા:- "સારું."

રજત:- "bye...good night."

મેહા:- "Bye."

મેહા રજત વિશે વિચારી રહી હતી. રજતે હાથ ખેંચી મને પોતાની બાહોમાં સમાવી લીધી હતી. રજત જો મને આવી રીતના ખેંચી પોતાની બાહોમાં સમાવી લેવા માંગતો હોય તો હું રોજ ટ્રક નીચે આવવાનું રિસ્ક લઈ શકું. રજતની બાહોમાં એક પ્રકારનું સૂકુન મળી રહ્યું હતું. મેહાને વારંવાર આ પળ યાદ આવી રહી હતી.

મેહાને માથું દુખતું હતું એટલે સૂઈ ગઈ.

સવારે મેહા ઉઠી. મેહાએ રજતને મેસેજ કર્યો Good morning.

રજતે મેસેજ વાંચ્યો પણ રિપ્લાય ન આપ્યો.

મેહા કૉલેજ પહોંચે છે.

મેહા:- "Hi મિષા."

મિષા:- "Hi મેહા."

મેહા:- "મિષા સૉરી."

મિષા:- "સૉરી કેમ કહે છે?"

મેહા:- "મારા વર્તનથી તને હર્ટ થયું એટલે."

મિષા:- "ફ્રેન્ડસમા તો આ બધું ચાલ્યા કરે. તો just chill...સૉરી બોલવાની જરૂર નથી."

ક્લાસમાં મેહા અને રજતની નજર મળે છે.

બપોરે મેહા કેન્ટીનમા જતી હતી.

મિષા:- "મેહા Come...હવે તો અમારી સાથે જ રહીશ ને?"

મેહાએ રજત તરફ જોઈ કહ્યું "હા."

કેન્ટીનમા નાસ્તો કરી મેહા વાતો કરવામાં વ્યસ્ત હતી. મેહાને અચાનક જ પેટમાં દુઃખી આવ્યું.
મેહાથી સહન ન થયું.

રજત:- "મેહા શું થયું?"

મેહાએ રજતનો હાથ પકડી લીધો.

રજત સમજી ગયો હતો કે મેહાને શું કરવા દુખ્યું તે.
મેહાને એટલી પીડા થતી હતી કે વાત ન પૂછો.
મેહાએ રજતનો હાથ એટલો જોરથી પકડી રાખ્યો હતો કે મેહાના હાથના નખ રજતની ચામડીમાં ભરાઈ ગયા હતા.

રજત:- "રિલેક્ષ મેહા. હું બસ હમણાં જ આવ્યો."

રજતે મેહાના ફ્રેન્ડસને કહ્યું "તમે મેહાને સંભાળો. હું આવું છું."

રજત કેન્ટીનમા જઈ કેન્ટીન સંભાળતી એક બહેનને તુલસી અને વરિયાળીનું નો ઉકાળો બનાવવા કહ્યો. રજતે ઝડપથી એ ઉકાળો મેહાને પીવડાવ્યો.

થોડી મીનીટોમાં મેહા શાંત થઈ ગઈ.

રજત:- "મેહા તું ઠીક છે ને?"

મેહા:- "હા."

સાંજે રજતનુ ચા પીતા પીતા હાથ પર ધ્યાન જાય છે. રજતને ખ્યાલ આવ્યો કે આ તો મેહાના નખના નિશાન છે.

મેહા હવે એના ફ્રેન્ડસ સાથે અને રજતના ગ્રુપ સાથે રહેતી. એક દિવસે બધા રિહર્સલ હૉલ માં બેઠાં બેઠાં ગપ્પા મારી રહ્યા હતા.

રજત પ્રાચી સાથે બેઠો હતો. મેહા રજતની બાજુમાં જ બેઠી હતી. મેહા અને રજત કોઈને ન સંભળાય એવી રીતના વાત કરતા હતા.

મેહા:- "રજત સાંભળ્યું છે કે તું એક છોકરીને પ્રેમ કરતો હતો."

રજત:- "હા તો?"

મેહા:- "કોણ છે એ છોકરી?"

રજત:- "હું તને શું કામ કહું? અને આ વાત તને કોણે કહી હતી?"

મેહા:- "રૉકીએ. અરે મને કહે ને કે એ છોકરી કોણ છે? કેટલી લકી હશે એ છોકરી નહીં?"

રજત:- "હાસ્તો લકી તો હોવાની જ ને. હું જો એને ચાહું છું."

મેહા:- "હજી પણ એ છોકરીને ચાહે છે."

રજત:- "તારે જાણીને શું કામ છે?"

મેહા:- "બસ એમજ. મને કહે ને કે એ છોકરી કોણ છે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ."

રજત:- "હું નહીં કહું. ને એમ પણ હવે અમારી વચ્ચે કંઈ રહ્યું નથી."

મેહા:- "કંઈક તો હશે જ ને તારા મનમાં. ને મને તો એવું લાગે છે કે એ છોકરી તને યાદ કરતી જ હશે. અને જે દિવસે એ તારા વિશે જાણશે ને તે દિવસે જ તને I love you કહેશે. જેવી રીતના મેં કહ્યું હતું તે દિવસે."

રજત:- "તું મને ચાહે છે એમ? સાચ્ચે?"

મેહા:- "હા હું તને ચાહું છું."

રજત:- "પ્રેમમાં ને એકબીજા પર વિશ્વાસ હોવો જોઈએ. પણ તને તો મારા પર વિશ્વાસ જ નથી."

મેહા:- "પણ હવે તો મને તારા પર પૂરો વિશ્વાસ છે."

રજત:- "મારા પર તને વિશ્વાસ કેવી રીતના આવ્યો?"

મેહા:- "ખબર નહીં પણ મને હવે તારા પર વિશ્વાસ છે."

રજત:- "વિશ્વાસ કંઈ એમ ને એમ ન થઈ જાય. સામેવાળાનો વિશ્વાસ જીતવો પડે સમજી. અને આ બહું અઘરું છે ખબર?"

મેહા:- "પ્લીઝ રજત મારો વિશ્વાસ કર. હું તને ચાહું છું."

રજત:- "પણ હું પ્રાચીને ચાહું છું."

મેહા:- "તો શું થઈ ગયું? તું પ્રાચીને લવ કરે છે અને હું તને."

મિષા:- "મેહા અને રજત તમે બંન્ને ક્યારના ગુસપુસ કરો છો. શું વાત કરો છો?"

મેહા:- "કંઈ નહીં અમે એક પ્રશ્ન સૉલ્વ કરવાની કોશિશ કરતા હતા."

સાંજે મેહાએ રજતને મેસેજ કર્યો. પણ મેહા નું ધ્યાન ગયું કે રજતે મેહાને બ્લૉક કરી દીધી છે.
મેહાને થોડું દુ:ખ થયું પણ એની આંખોમાંથી આંસુ ન આવ્યા. મેહા વિચારતી થઈ ગઈ કે મારી આંખમાંથી આંસુ કેમ ન આવ્યા. શું હું પથ્થર દિલ થઈ ગઈ છું. મેહાએ પોતાની જાતને અરીસામાં જોઈ. મેહા નું ધ્યાન મંગળસૂત્ર પર ગયું.
મેહા મનોમન કહે છે કદાચ હું રજતને મનથી પોતાનો માની ચૂકી છું. એટલે કદાચ આંસુ નહીં આવ્યા હોય. કારણ કે મને ખબર છે કે એ મારો છે.એ ભલે મને પોતાની ન માનતો હોય પણ હું તો એની જ છું.
બ્લૉક જ કરી છે ને! કંઈ વાંધો નહીં. કૉલૅજમા મારાથી બચીને ક્યાં જશે?

બીજા દિવસે મેહા કૉલેજ પહોંચે છે. ક્લાસમાં રજત હોય છે. એટલામાં જ મેહા આવે છે.
હજી સુધી ક્લાસમાં કોઈ આવ્યું નહોતું.

મેહા:- "રજત તે ફરી મને બ્લૉક કરી."

રજત:- "મેહા હવે આપણી વચ્ચે કંઈ નથી રહ્યું. તો તને શું ફરક પડે હું તને બ્લૉક કરું કે ન કરું?"

મેહા:- "તને કોઈ ફરક નથી પડતો ને મને બ્લૉક કરે કે ન કરે."

રજત:- "ના મને કોઈ ફરક નથી પડતો."

મેહા:- "જો ફરક જ ન પડતો હોય તો મને બ્લૉક જ શું કામ કરી? મતલબ કે તને ફરક પડે છે."

રજત:- "તું મને મેસેજ કરે છે તે મને નથી ગમતું. એટલે બ્લૉક કરી."

મેહા:- "ઑકે વાંધો નહીં. રજત મને કહે ને કે પેલી છોકરી કોણ છે જેને તું ચાહે છે."

રજત કંઈ બોલતો નથી.

મેહા:- "અરે યાર કહેવામાં શું જાય છે?"

રજત:- "જો તને ખબર પડશે ને તો એને ખબર પડી જ જશે."

મેહા:- "હા રૉકી પણ કંઈક આવું જ કહી રહ્યો હતો. મતલબ કે એ છોકરી આપણાં જ ક્લાસમાં છે. મને ખબર પડશે તો એને ખબર પડી જ જશે. એનો અર્થ એ કે એ છોકરી અમારા જ ગ્રુપની છે."

મેહાએ રજત પર નજર રાખવાનું વિચાર્યું. મેહા રજત વિશે વિચારવા લાગી. કોણ હશે એ છોકરી?
મિષ અને રૉકી બંનેને એકબીજા પ્રત્યે ફીલીગ્સ છે એટલે મિષ તો નથી જ. પ્રિયંકા અને નેહાને પૂછવું પડશે.

બીજા દિવસે મેહા પ્રિયંકા અને નેહા સાથે વાત કરે છે.

મેહા:- "RR અને પ્રાચીની જોડી સરસ છે નહીં?"

પ્રિયંકા:- "હા."

મેહા:- "નેહા તને ગમે છે જોડી?"

નેહા:- "હા.."

મેહા:- "RR પાછળ તો ઘણી યુવતીઓ ફિદા છે. જો આ પ્રાચી ન હોત ને તો..."

પ્રિયંકા:- "તો તનિષા કદાચ એની ગર્લફ્રેન્ડ હોત."

નેહા:- "ના રજત તનીષાને માત્ર ફ્રેન્ડ જ માને છે."

મેહા વિચાર્યું કે તનીષાના મનમાં રજત પ્રત્યે લાગણી છે. પણ રજત તો તનિષાને ફ્રેન્ડ માને છે. જો તનિષાને ચાહતો હોત તો રજત બહુ પહેલાં કહી ચૂક્યો હોત.

મેહા:- "પ્રિયંકા-નેહા રજત તમારી સાથે ચેટિગ કરે છે."

નેહા:- "આજે શું થઈ ગયું છે તને? કેમ આવા સવાલો પૂછે છે?"

મેહા:- "પહેલાં જવાબ તો આપો."

નેહા:- "હા પણ રજત તો બધા સાથે મજાક મસ્તીમાં વાત કરે છે."

મેહા:- "પ્રિયંકા તને રજત તરફથી એવું લાગ્યું કે એ તને ચાહે છે."

પ્રિયંકા:- "ના..."

મેહા:- "અને નેહા તને એવો કંઈ અહેસાસ થયો?"

નેહા:- "ના...પણ તું કેમ આજે આવા સવાલો પૂછે છે?"

મેહા:- "કંઈ નહીં બસ એમજ."

મેહા વિચારે છે કે રૉકી પાસેથી કંઈ ને કંઈ ઈશારો મળી જશે. રૉકી સાથે એકવાર વાત કરી જોઉં.

મેહાએ રૉકી પાસેથી જાણવાની કોશિશ કરી પણ રૉકીએ અણસાર પણ ન આવવા દીધો કે એ છોકરી કોણ છે તે.

રજત અને રૉકી ક્લાસમાં હતા. રજતે કોઈને ન સંભળાય એમ ધીરેથી રૉકી સાથે વાત કરી.

રજત:- "મેહાને શું કામ કહ્યું કે મારી લાઈફમાં એક છોકરી હતી જેને હું ચાહતો હતો."

રૉકી:- "કહી દીધું તો શું થયું. મેં એ છોકરીનું નામ નથી લીધું."

રજત:- "પણ તારે નહોતું કહેવું જોઈતું."

રૉકી:- "રિલેક્ષ રજત એ છોકરી કોણ છે તે કોઈને ખબર નહીં પડે."

ક્લાસમાં હોય કે રિહર્સલ હૉલમાં મેહાની નજર રજત પર જ રહેતી.

બધા કેન્ટીનમા જઈ રહ્યા હતા. રજત અને મેહા ક્લાસમાં હતા. મેહા જવાની જ હતી કે રજતે મેહાને રોકી.

રજત:- "મેહા તું મારાથી થોડી દૂર રહે સમજી?"

મેહા:- "દૂર જ તો છું. તારી સાથે ક્યારે વાત કરી. એમ પણ તે તો મને બ્લૉક કરી દીધી છે."

રજત:- "મતલબ કે તું મને જોયા કરે છે તે પસંદ નથી."

મેહા:- "તો તું મને ઈગ્નોર કર. હું તને જોઉં તો તને ફરક ન પડવો જોઈએ. તો હું એમ સમજી લઉં કે હું તને જોઉં છું તો તને ફરક પડે છે. મતલબ તારા મનમાં મારા માટે...."

રજત:- "મારા મનમાં તારા માટે કંઈ જ નથી."

મેહા:- "પણ મારા મનમા તો છે ને. જો રજત મને ખબર છે કે તું પ્રાચીને ચાહે છે. હું કૉલેજમાં છું ત્યાં સુધી તારી પાસે રહી શકીશ. પછી તો ક્યાં હોઈશ ને ક્યાં નહીં. પછી તો મારા લગ્ન પણ થઈ જશે અને પછી મારી લાઈફ પણ મારા મમ્મી જેવી થઈ જશે. પપ્પા હંમેશાં મમ્મી જોડે ઝઘડો કરે છે. મમ્મી હંમેશાં ઉદાસ જ રહેતી હોય છે. અને મને ખબર છે કે તું મને....."

મેહા અટકી ગઈ.

મેહા:- "રજત મારે આ વાત કોઈને નહોતી કહેવી. રજત પ્લીઝ મારા મમ્મી પપ્પાની વાત આપણાં બે વચ્ચે જ રહેવી જોઈએ."

રજત:- "હું કોઈને નહીં કહું."

સુમિતે નાનકડી પાર્ટી રાખી હતી.

પ્રાચી અને રજત કપલ ડાન્સ કરી રહ્યા હતા.
થોડીવાર ડાન્સ કરી પ્રાચી મિષા લોકો સાથે વાત કરવા લાગી.

મેહા:- "રજત તું દસ મિનીટ મારી સાથે ડાન્સ કરીશ."

રજત:- "ઑકે."

રજત મેહા સાથે કપલ ડાન્સ કરી રહ્યો હતો.

રજતે મેહાની કમર પર હાથ રાખ્યો.રજતનો હાથ મેહાની ઉઘાડી કમર પર ગયો. મેહા રજતને આંખો માં જોઈ રહી.

રજત:- "શું થયું? તું મને ચાહે છે રાઈટ?"

મેહા:- "તો એનો મતલબ કે તું મને ટચ કરીશ એમ?"

રજત:- "હું તને ટચ કરું તે પસંદ નથી?"

મેહા:- "મારો એ મતલબ નહોતો. તું મને ટચ કરી શકે કારણ કે હું તને મનથી મારો માની ચૂકી છું."

રજત:- "હવે તો તને મારી સાથે ડાન્સ કરતા અન્કમ્ફર્ટેબલ નથી લાગતું ને?"

મેહા:- "મેં ક્યારે કહ્યું કે મને તારી સાથે અન્કમ્ફર્ટેબલ ફીલ થાય છે."

રજત:- "તને યાદ છે આપણે પહેલી વાર ડાન્સ કર્યો હતો તો તને મારી સાથે અન્કમ્ફર્ટેબલ ફીલ થયું હતું."

મેહા:- "ઓ હા યાદ આવ્યું."

રજતની નજર મેહાના કપાળ પર જાય છે.

રજત:- "આ શું કર્યું?"

રજતે મેહાની કપાળની સ્હેજ ઉપર જોયું.

મેહા:- "સિંદૂર છે."

રજત:- "તો સાફ કરી દે."

મેહા:- "ના."

રજતની નજર મંગળસૂત્ર પર જાય છે. મેહાએ એવી રીતના છૂપાવ્યુ હતું કે કોઈની નજર ના જાય.

રજત:- "મેહા આ મંગળસૂત્ર."

મેહા:- "તે પહેરાવ્યું હતું."

રજત:- "લાવ મંગળસૂત્ર મને આપી દે."

મેહા:- "રજત હું તને પતિ માની ચૂકી છું. એટલે આ મંગળસૂત્ર તો મારી પાસે જ રહેશે."

રજત:- "ઑકે તારે પહેરવું હોય તો પહેર. મને કોઈ ફર્ક નહીં પડે."

મેહા:- "રજત તને સાચ્ચે ફરક નહીં પડે?"

રજત:- "મને ફરક પડતે જો તું મારા પર વિશ્વાસ કરતે. પણ તું તો પહેલેથી જ મારા પર વિશ્વાસ નથી કરતી."

મેહા:- "રજત હું તારા પર વિશ્વાસ કરું છું. તું એક ચાન્સ તો આપ."

રજત:- "મેહા હું તને એક વાત કહેવા માંગું છું. તારો પ્રેગનેન્સીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો એનો મતલબ એ નહોતો કે મેં તારી સાથે કંઈ નહોતું કર્યું."

મેહા:- "તું શું કહેવા માંગે છે. જરા ક્લીઅરલી વાત કર."

રજત:- "મતલબ કે તે દિવસે તું બેહોશ થઈ ગઈ ત્યારે મેં તારો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તારા દરેકે દરેક અંગને સ્પર્શ કર્યો છે."

મેહા:- "રજત પ્લીઝ કહી દે કે આ સાચું નથી."

રજત:- "આ જ સાચું છે. ઑકે હું તને કહી શકું કે તારા ક્યાં અંગ પર તલના નિશાન છે."

મેહા:- "મને ખબર હતી. એટલે જ તારા પર વિશ્વાસ નહોતી કરતી."

રજત:- "જોયું સાચી વાત નીકળી ગઈને મોઢામાંથી. એક મીનીટ પહેલાં શું કહ્યું હતું તે કે રજત હું તારા પર વિશ્વાસ કરું છું. એક ચાન્સ તો આપ. ચાન્સ આપ્યો પણ તે ફરી મારા પર વિશ્વાસ ન કર્યો. અને કહે છે કે તું મને પ્રેમ કરે છે. તું મારા પર વિશ્વાસ તો કરતી નથી. પ્રેમ ક્યાંથી કરવાની! અને હા ફરી કહી દઉ મેં તે દિવસે તને સ્પર્શ સુદ્ધાં નહોતો કર્યો."

મેહા ઘરે પહોંચે છે. મેહાને રજતના જ વિચારો આવે છે. વિચારો કરતા કરતા જ મેહાને ઊંઘ આવી જાય છે. સવારે ઉઠે છે. મેહા કૉલેજ જવા નીકળે છે. મેહા રિહર્સલ હૉલ માં બેસી બારી બહાર જોઈ રહી હતી. રજત રિહર્સલ હૉલ માં આવતો હોય છે કે રજતની નજર મેહા પર જાય છે.

રજત મેહા પાસે જાય છે.

રજત:- "શું વિચારે છે? ઘણી ઉદાસ લાગે છે."

મેહા:- "બસ હું તો એમજ બારી બહાર જોઈ રહી હતી."

રજત:- "શ્રેયસને યાદ કરી રહી હતી."

મેહા:- "ના તારા વિશે વિચારી રહી હતી."

રજત:- "મારા વિશે? તો બોલ શું વિચારી રહી હતી?"

મેહા:- "રજત તું મારી સાથે આવું કેવી રીતના કરી શકે? રજત હું તને ખૂબ ચાહું છું. તું મને આવી રીતના ન તડપાવી શકે."

રજત:- "તને તડપાવવાની મને મજા આવે છે."

મેહા:- "રજત પ્લીઝ મારી સાથે આવું ન કર. મને ખબર છે તું મારી સાથે આવું કેમ કરે છે. મેં તારા પર જૂઠો આરોપ લગાવ્યો એટલે. રજત પ્લીઝ મને માફ કરી દે."

રજત:- "હું તને આ વાત માટે તો ક્યારેય માફ નહીં કરું મેહા."

રજત આટલું કહી જતો રહે છે. મેહા રજતને જતાં જોઈ રહી. મેહાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

રજત ઘરે પહોંચે છે. રજતને મેહા સાથે વિતાવેલી તમામ પળો યાદ આવે છે. મેહાને મેં પ્રેમ કર્યો અને એ તો મારા પર પહેલેથી જ વિશ્વાસ નહોતી કરતી.
મેહા આપણી વચ્ચે કંઈક તો હોવું જ જોઈએ પછી ભલેને એ નફરત કેમ ન હોય. પ્રેમ તો તારી ઔકાતથી પણ વધારે કર્યો હતો. હવે તો વાત નફરતની છે તો વિચાર કર. તારું શું થશે? અત્યારે તો કૉલેજમાં પ્રાચી સાથે છે એટલે હું તને કંઈ નથી કરતો. પણ જ્યારે કૉલેજ પૂરી થશે ને તારી સાથે બદલો લઈને જ રહીશ મેહા. તે મારા દિલને બહું હર્ટ કર્યું છે, મારા દિલને ઠેસ પહોંચાડી છે. હું તારા દિલને હર્ટ કરીશ. થોડી તું પણ તડપી જો મારા વગર. તને પણ ખબર પડવી જોઈએ ને કે તડપ શું છે તે.

મેહા ઘરે જઈને સૂતા સૂતા રજત વિશે વિચારી રહી. રજતના મનને કેટલી ઠેસ પહોંચી હશે ત્યારે જ તો એ મને માફ નથી કરી શકતો. પણ મને જરાય અંદાજો નહોતો કે મારી વાતથી રજતને એટલું ખોટું લાગશે કે રજત મને નફરત કરવા લાગશે. આમ પણ મેહા પહેલેથી પ્રેમ માટે તડપતી હતી. શ્રેયસે વિશ્વાસઘાત કર્યો ત્યારબાદ મેહાની પ્રેમ માટેની તડપ વધતી જતી હતી. રજતનો પોતાને નથી ચાહતો તે મેહાને સજા જેવી લાગતી.

સજા કંઈ એ રીતે મળી છે કે રહેવાનું છે રણમાં
અને પ્રેમ થયો છે વરસાદ સાથે.

રજતને રીકવેસ્ટ કર્યાં પછી પણ રજત મેહાને માફ કરવા તૈયાર નહોતો. મેહાને ખ્યાલ આવી ગયો હતો કે કદાચ રજત મને ક્યારેય નહીં મળે. મેહાને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે જીવવા માટે શ્વાસની નહીં પણ પ્રેમની વધારે જરૂર છે. એક પળ માટે મેહાને એવું લાગ્યું કે હું ભૂલી જાઉં કે રજત નામની વ્યક્તિ મારા જીવનમાં છે. પણ તકલીફ જ એ છે કે ના તો બધું યાદ રહે છે ના તો બધું જ ભૂલાય છે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED