આજના આ સમયમાં લોકો એકલતામાં ગુચવાયા છે. હા મિત્રો તો ઘણા છે પરંતુ સોશીયલ સાઈટ પર અને બસ તેમાંજ જાણે પોતાનું જીવન વિતાવી રહ્યા હોય તેવું લાગે છે.
પરંતુ જો થોડી વાર પણ ઇન્ટરનેટ બંધ રહ્યું હોય તો મન વિચલિત થવા માંડે છે, અને આજના બાળકો થી માંડીને મોટા સુધી દરેક ની આવી પરિસ્થિતિ જોવા જડે છે. આજનો આ સમય એવો છે કે સમાજ એકબીજા સાથે જોડાઈને પણ એકલતા અનુભવી રહ્યું છે. એક બીજાનું દુઃખ શેર નથી કરી શકતા કારણ દુઃખ જો શેર કરશે તો સોશિયલ મીડિયા માં તસવીરો કેમ મૂકશે? મુખ પર મિથ્યા હાસ્ય અને ભાલ પર ચિંતાની રેખા સાથેની આ તસવીરો સાથે લોકો ની મિથ્યા લાઈક કેમ મેળવશે? અંતર ના દુઃખ સાથે so happy નું stuts કેમ રાખશે? આ ખોખલા દેખાવ ના કારણે લોકો પોતાની જાત સાથે જીવવાનું જાણે ભૂલી ગયા છે.જ્યારે કોઈ વ્યક્તિ એક રૂમ માં એકલો હોય તો તે એકલતા માં છે એકાંત માં નહિ તે આજની વસ્તિક્તા છે. પરંતુ આજ એક શરૂઆત છે એકલતા થી એકાંત સુધીનુ
પેહલું સોપાન છે. આ મારું માનવું છે. કારણ આજ એકલતા એટલી વિચલિત કરતી હોય છે કે લોકોને એકાંત શોધવા ગીતાજી ને શરણે જવુજ પડે છે, અને આ એક એવું દ્વાર છે જેમાં મુખ પર સત્ય સંતોષ નું હાસ્ય અને ભાલ પર તેજ સાથે એક સેલ્ફી એવી જડે છે કે જેને જોઈને પોતાને સંતોષ થાય છે કારણ તેમાં વગર ફિલ્ટર ની સુંદરતા જોવા જડે છે પ્રકૃતિનું બેગ્રાઉન્ડ જોવા જડે છે. અને લોકો સાથે રહીને એક એવા એકાંતની અનુભૂતિ જોવા જડે છે કે જેમાં પરમાત્માના નેટવર્ક નું જોડાણ હોય છે. કદાચ લોકડાઉનમાં ઘણા લોકોના અલગ અલગ અનુભવો રહ્યા હશે.
પ્રકૃતિ એ એકલતા થી એકાંત સુધી જવાનો અવસર અપ્યોતો જે જરૂરી પણ હતો, કારણકે પ્રકૃતિને પણ એકાંતની આવશ્યકતા હતી, એક એવા એકાંતની કે જેમાં તે માત્ર પોતાના નિર્દોષ બાળકો જોડે સમય વીતવાની ઈચ્છા ધરાવતી હતી જેમાં પ્રદૂષણ રહિત વાતાવરણ માં પોતાના બાળકોને રમતા ચહેક્તા ગીત ગાતાં નિર્ભયતાથી તોફાન કરતા જોઈ શકે અને એ પ્રકૃતિ એટલી ખુશ ખુશાલ હતી કે તેને કોઈ સેલ્ફીની આવશ્યકતા ના હતી.
આ પ્રકૃતિ ને પણ એકાંત ની આવશ્યતા હતી તો આપણને ખુદ ને કેટલી હશે? કદાચ આ વાત માત્ર કુદરતને જ ખ્યાલ હસે એટલેજ લોકો આજે ભય થી ભીડ થી પોતાના શરીર ને દૂર રાખી રહ્યા છે પરંતુ મન થી તો હજુ વિચલિત જ પ્રતીત થાય છે. જ્યારે લોકો પોતાની જાત પોતાની આત્મા સાથે isolate થશે ત્યારે આ પ્રકૃતિને એકાંત ની જરૂર નહિ રહે. કારણ દરેક વ્યક્તિ એટલી સંવેદનશીલ પ્રતીત થશે કે તે પોતાની માતા પ્રકૃતિનું ખુદ રક્ષણ અને જતન બને કરવા લાગશે. અને પ્રકૃતિનો જે પ્રેમ તેના નિર્દોષ બાળકો મેળવી રહ્યા છે તેજ પ્રેમ ને આપણે પણ જાણી અને અનુભવી શકશું કારણ પ્રકૃતિ તો દરેક ને સમાન જ પ્રેમ આપે છે પરંતુ આપણે તેને નિર્દોષતા સાથે સ્વીકારવા સક્ષમ નથી. કારણ આપણે અંબા પર કેરી છે તેને તોડીને ખાવી છે તેની મજા લેવી છે પરંતુ આપણે તે કદી નથી વિચારતા કે તે આંબા પર જે ખિસ્ખોલી સુંદર રીતે બેસીને કેરી ખાય છે તેને નથી જોઈ શકતા કે વિચારી શકતા અને બસ પથ્થર લઈને આંબામાં ફેકિયે છીએ અને પ્રકૃતિના બાળકો ભૂખ્યા રહી જાય છે. અને આજ કારણે એકાંત ની જરૂર છે મનુષ્યને અને પ્રકૃતિને.