પ્રભુ..મારો સમય પણ આવશે Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પ્રભુ..મારો સમય પણ આવશે

મિત્રો મારી આજની વાર્તા એ અબોલ જીવ સૃષ્ટિ , પ્રકૃતિ , માણસની સ્વાર્થ વૃત્તિ અને ભગવાન ના હિસાબ પર આધારિત છે.. આજની સળગતી સમસ્યા જેમકે, એમેઝોનના અને ઓસ્ટ્રેલિયામાં જંગલો ને સળગાવીને મનુષ્યે જે તારાજી સર્જી એના પર એક કટાક્ષ અને ચિંતન રૂપે વાર્તા લખું છું.. ઉમ્મીદ છે તમને પસંદ આવશે..!

પાત્રો :
સિંહ , સિંહણ વાઘ, દીપડો , વાંદરો , મરઘી ,
જાનવરો (ભેંસ ,ગાય , બકરી)
વૃક્ષો , પક્ષીઓ , માનવ ,એક કૂતરો અને ભગવાન.


****


એક લીલુંછમ જંગલ હતું. એમાં લગભગ બધા જ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ ,જાનવરો, કૂતરા , રહેતા હતા. દરેક અતિ આનંદકિલ્લોલથી રહેતા હતાં.. ખૂબ લીલોતરી ને ફળફળાદી ખાઈને શાકાહારી પ્રાણીઓ જીવન વ્યતીય કરતા હતા.
અને શિકારી પ્રાણીઓ પણ અમુક જીવને ખાઈને જીવન વ્યતીત કરતા હતા.

જંગલનો રાજા સિંહ હતો..જે પોતાના જંગલમાં સૌને આનંદ કિલ્લોલ કરતા જોઈને ખુશ થતો..એક રામ રાજ્ય ચાલતું હતું. દરેક પ્રાણી એકબીજાની મદદ કરતું હતું. એવામાં એક પોપટ ઉડતો ઉડતો આવ્યો..

" મહારાજ..મહારાજ" .. " બચાવો બચાવો.."

સિંહણ : અરે શુ થયું પોપટડા તને.. કેમ આમ ભયભીય થયીને ઉડાઉડ કરેછે?

પોપટ : અરે વનરાણી શુ કહું તમને..? 😢

સિંહ : હવે ગોળગોળ વાત કર્યા વગર સિધુ જ બોલને.

પોપટ : અરે મહારાજ , મેં હમણાંજ એક માણસના ટોળાને આપડા જંગલમાં આવતા જોયા છે. આપડા જંગલ માં પગપેસારો કરી રહ્યા છે..જે યોગ્ય નથી.
મહારાજ સમય આવ્યો છે એમને આપડો પ્રતાપ બતાવાનો.. તમે ત્રાડ નાખો એટલે ઉભી પૂંછડીએ ભાગશે.. જો એ અંદર આવી ગયા તો આપડા જંગલ નો વિનાશ જ કરશે .. અમને બધાને લઈને પાંજરે પુરશે. વૃક્ષો કાપશે. જડીબુટ્ટીઓ માટે લાકડા માટે અને એમાં બનેલો પંખીઓનો માળો વિખરાઈ જશે..

મહારાજ આ યોગ્ય સમયે કોઈ પગલાં નહિ લેવામાં આવેતો આપણી સંસ્કૃતિ અને જીવ સૃષ્ટિની જીવન રેખા કપાઈ જશે..

સિંહ એની વાત ને ગંભીરતા થી નથી લેતો..
સિંહણ પણ સમજાવે છે પણ સિંહ ને સમજણ પડતી નથી ને એ એના નાચ ગાન ઉજાણી માં જ વ્યસ્ત છે.

પોપટને પણ એ કહે છે કે,.. એ માણસ મારુ કાઈ નય બગાડી શકે.. એને આવવા દો હું જીવતો નય મેલું..અને પોપટનું અપમાન કરીને ઉડાડી દે છે.

( પોપટ બબડતો જાય છે અત્યારે નય સમજાય પણ જોજો સમય આવશે એટલે ખબર પડશે.. કે સજાગતા કેટલી જરૂરી છે ..હાલ તમે મદમસ્ત બનીને ઉજાણી માં વ્યસ્ત છો પણ જોજો એ સમય પણ આવશે જ્યારે તમને મારી વાત સમજાશે. એટલે મને યાદ કરશો બધા.)


****

મહારાજ મહારાજ.. !ત્રાહિમામ ત્રાહિમામ..! જંગલના પ્રાણીઓ પોકારે છે

સિંહ : અરે ,શુ થયું મારા વ્હાલા મિત્રો ..?
તમે કેમ આમ હાફળા-ફાફળા દોડી જાવ છો?


પ્રાણીઓ : મહારાજ એક મનુષ્ય નું ટોળું આવ્યું અને એમના કેટલાક અમારા સાથી મિત્રો ને પકડીને પાંજરામાં લઇ ગયા. જેમાં પોપટ , વાઘ , વાંદરા , જાનવરો જેવાકે ગાય, ભેંસ ,બકરી , બધાને લઇ ગયા.

અને હા આપડા કેટલાય વૃક્ષો કાપીને લઈ ગયા છે.. અને બાવળ જેવા કાંટાળા ઝાડી-ઝાંખરામાં કશુંક વાસ ધરાવતું પાણી જેવું પદાર્થ છાંટીને સળગાવી પણ દીધા.. જેમાં કેટલાય પંખીઓ ના માળા અને નાના નાના બાલ પક્ષીઓ ભૂંજાઈ ગયા.. ત્રાહિમામ ત્રાહિમામ..

સિંહ જે આટલી ઘડી જલસા માં ને આનંદ ઉજાણી માં વ્યસ્ત હતો એ હવે ચિંતા માં મુક્યો અને બધા પ્રાણીઓ સાથે ત્યાં ગયો જ્યાં આગ લાગી હતી..

ચારેકોર જ્વાળાઓ , જ્યાંને ત્યાં અબોલ જીવની ગુંજતી ચિચિયારીઓ.. અતિ વેધક જાનવરોનો જીવ બચાવવા માટેનો પોકાર.. ખુબજ દયનીય હાલત જોઈ સિંહની આંખમાં આંસુ આવી ગયા.. અને એને એના કાર્ય અને બેદરકારી પર ખૂબ જ પછતાવો થયો..

એણે કેમ પોપટ ની વાત ન માની.? અને એને અપમાનિત કરીને કાડી મુક્યો..એ અતિ દ્રવિત અને દુઃખી સ્વરે એટલુંજ બોલ્યો ...હે માનવ તારી સ્વાર્થ પ્રવૃત્તિ માટે થયીને તે અબોલ જીવ અને પ્રકૃતિ નો વિનાશ કર્યો..

જો જે હો અમારો પણ સમય આવશે..? આ અબોલ જીવ ની હાય તને લાગશે..

જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ..બધા જીવ પડીકે બાંધી ભાગ્યા ..પણ આગનું સ્વરૂપ એટલું ભયાનક અને પ્રચંડ વેગી હતું કે ..જોતજોતામાં બધાને ઝપેટમાં લઇ લીધા.😢


****

( આ વાત બાજુના ગામમાં પ્રસરી ત્યાંથી જીવદયા ના લોકો અને ડિઝાસ્ટરમેનેજમેન્ટ ની ટિમો તૈનાત થયી ને આગ બુઝાવાવામાં લાગી ગયી અથાગ પ્રયત્નો કર્યા પણ આગ એ જાણે જીદ પકડી હતી. એ રોકાતી નહોતી..)


સરપંચે એક માણસ જેને તપાસ નો આદેશ આપેલ એમને કરણ શોધ્યું કે ..ગામના જ અમુક એવા માણસો જેમને રોજગાર અને જંગલની જમીન પચાવી પાડવાના હેતુથી આગ લગાવી હતી..

ખૂબ ભયાનક રૂપ હતું ચારેકોર ત્રાહિમામ ત્રાહિમામ.. ક્યાંક ગાયો , પ્રાણીઓ , ભુંજાઈને કોલસો બની ને પડી હતી . ક્યાંક માળો અને એમ કિલ્લોલ કરતા બાલ પંખીઓ પણ અગન જ્વાળા માં લપેટાઈને મૃત:પ્રાય અવસ્થા માં નજરે પડતા હતા..

લીલીછમ જંગલ આજે અંધારી રાત જેવું ભયાવહ દ્રશ્ય નજરે ચડ્યું હતું..

પોલીસ એમની ફરિયાદ લખે છે.. શોધખોળ ચાલુ કરેછે પણ જ્યા માણસો ને પણ ન્યાય મળવામાં દાયકાઓ લાગી જતા હોય ત્યાં આ અબોલનો કેસ કોણ રસથી લડે..

ધીરેધોરે એની ફાઇલ પણ બંધ થયી ગયી..પણ એ જંગલની ખુશીઓના હત્યારાઓ હજુ બેફામ ખુલ્લેઆમ ઘૂમતા હતા..

ધીરે ધીરે બધું યંત્રવત થયી જાય છે અને જંગલની જગ્યાએ આલીશાન મકાનો બિલ્ડીંગ અને ધંધાદારીઓએ એમનો પગપેસારો કરીને સંપત્તિ હડપ કરી લીધી હોય છે.

એક કૂતરો આ બધું જોવે છે..જે બધી હકીકત થી વાકેફ હોયછે..ભગવાનને અરજ કરે છે....

હે પ્રભુ...માનવ કેટલો સ્વાર્થી છે નહીં..! અબોલ જીવની કબર પર એનો સુખનો મહેલ બનાવે છે..! ઘોર કળિયુગ .

હે ભગવાન ક્યાં છે તું..? આ જીવો નો જીવ લેનાર નો સ્વાર્થ અને પક્ષી પ્રાણીઓ અને જાનવરો નું દર્દ એમની દર્દનાક ચીસો તે નહિ સાંભળી?? શુ તું તારો ન્યાય નહિ કરે?? ક્યારે એ સમય આવશે જયારે આ આંધળી માનવજાત ને અમારા પ્રત્યે અનુકંપા થશે..?

બોલ ભગવાન..! તું છે તો સાબિતી આપને..કેમ એટલો નિષ્ઠુર થયો છે તું..? તું ખરેખર છે કે નહીં.. તારું કોઈ અસ્તિત્વ છે કે નહીં કે બસ તું પણ એક પથ્થરની મૂર્તિ છે??😢 એની આંખો માં આંસુ સાથે એક કૂતરું એના મનોવ્યથા વર્ણવે છે..


***


ઉપર ભગવાન ને આ બધું જોવે છે પણ એ એના યોગ્ય સમયની રાહ જોઇને બેઠો હોયછે.

કૂતરાની સામે પ્રગટ થયીને એને આશ્વાસન આપેછે.. આવશે વત્સ.. ! તમારો પણ સમય આવશે..
તું મને પણ યાદ કરીશ ત્યારે.. અને અલોપ થયી જાય છે..

કૂતરો હવે એ ઘડી ની રાહ જોવે છે..ક્યારે ભગવાન ન્યાય આપે..

એક બે વર્ષ વીતી જાય છે.. અચાનક ધરતી પર જાણે કંપન થતું હોય એમ કૂતરાને અનુભવાય છે.અને જોરજોરથી પવન ફૂંકાય છે..

કૂતરો અકુળવ્યાકુળ થયીને આમતેમ ફરે છે એ એક ઝાડ નીચે માણસ ઉભો હોય ત્યાં જાવા લાગે છે..

પણ આ શું..?

એ આખું ઘટાદાર ઝાડ પવન નો વેગ નથી સહન કરતું ને તોતિંગ વૃક્ષ ધરાશાયી થાયછે અને સાથે નીચે ઉભેલો માનવ પણ દબાયઈને મૃત્યુ પામે છે..
કૂતરાને દયા આવે છે પણ એ મદદ કરવા અસમર્થ છે.

આગળ એક બિલ્ડીંગ ના નીચે આશરો લેવા જાય છે પણ એ પહેલાજ એ બિલ્ડીંગ તાશના પત્તાની જેમ કડડભુશ થયીને ભુક્કો થયી જાય છે ..કૂતરો ડરી જાય છે...

એ સ્તબ્ધ થયીને ત્યાંજ ઉભો રઈને અંત સમયે ભગવાન નું સ્મરણ કરેછે.. ઓમ..ઓમ.....🙏

ત્યાંજ સામે આવેલા ગામના ત્રીસ ચાલીસ મકાનો પણ ધરતી ફાટે ને એના સીતા એમાં જેમ સમાઈ જાય એમ સમાઈ જાય છે ચોતરફ હાહાકાર માનવનો આક્રંદ ..બાળકો ની ચીસો... અબાલ વૃદ્ધ સહુ કોઈ..એમનો જીવ બચવાના આમતેમ દોડે છે પણ જાણે કુદરત આજે એનો પ્રકોપ વરસાવી રહી હોય એમ ક્ષણ માં તો બધું અસ્તવ્યસ થયી ગયું.

ઘણાએ પોતાનો જીવ ખોયો કોઈએ એનો વ્હાલસોયો દીકરો , કોઈએ માં, કોઈએ બાપ, કોઈએ ઘડપણનો સહારો ખોયો.. ગમગીની અને ઉદાસી છવાય ગયી હતી...અને કુતરો અને જાનવર સહસ્યમયી રીતે સલામત હતા .

એ જોઈને કૂતરો વિચારમાં પડી જાય છે..અને ત્યાંજ આકાશવાણી થયી .." કેમ શ્વાન તું ચૂપ છે..આજે તો તારો સમય છે.. મેં તને અને અબોલ જીવને ન્યાય આપ્યો છે આ પાપીઓ ને એમની સજા આપીને "

અને કૂતરો પણ વિચારે છે વાહ કુદરત તારા ઘેર દેર છે પણ અંધેર નથી..!!

પણ તે અબાલ વૃદ્ધને કેમ માર્યા એમનો વાંક નહોતો

ભગવાન : એ લોકો એ પાપીઓના સગાસંબધી હતા એટલે એમના પાપે એ પણ પીસાયા..


આજ કર્મનો નિયમ છે..તમે કરેલું તમારા અંગત જ ભોગવે છે પછી એ પુણ્ય હોય કે પાપ..


મિત્રો આજના સળગતા વિષય જેમકે જંગલ ની આગ , પ્રાણીઓ નું હનન , અને કોરોના નો કેર આ બધું ઈશ્વરીય શક્તિ નો પ્રકોપ જ સમજો.. આ વાર્તા માં એજ સમજાવ્યુ છે. એટલે બની શકેતો માનવતા ના પુજારી બનો , ભક્ષણકારી નહીં..

સ્ટોરી ગેમતો લાઈક કરજો..શેર કરજો..મને ટેગ કરજો
જય હિન્દ... ભાવના જાદવ ના નમસ્કાર🙏..😊

વેજિટેરિયન બનો🍉🥒🥑🌽🍟🥗

જીવદયા રાખો🐐🐥🐔🙏