દિલ પ્રેમનો દરિયો છે - 36 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 36

મહેરનો ગુસ્સો તેની નફરત તેના પપ્પા પ્રત્યે ઓછી નહોતો થયો. તેને અહીં બેસી વાતો કરવામાં કોઈ મન નહોતું. મહેરે પરી સામે જોયું. પરીની લાગણીભીની આંખો કંઈક કહી રહી હતી પણ શું તે તેને સમજાતું ના હતું." પરી, છેલ્લો ફાઇનલ રાઉન્ડ પુરો નથી કરવો..?? આ લોકોનું તો કામ છે કોઈની મંજિલ સુધી પહોંચતા પહેલાં જ તેમને નીચે બેસાડી દેવાનું."

મહેરનું આવું વ્યકિતવ કોઈને પણ સમજાતું ન હતું. પરીને પણ થોડું અજીબ લાગતું હતું. જે મહેર હંમેશા પરિવારના ગુણગાન ગાઈ રહયો હતો તે મહેર આજે અચાનક જ બદલી કેવી રીતે ગયો. " મહેર, શું થ્ઈ ગયું છે તને....અંકલ તને ફરી આ ઘરમાં લ્ઈને આવ્યા છે તો તારે ખુશ થવું જોઈએ ના કે આવી અવળી વાતો કરવી જોઈએ."

"ઓ...!!! પરી, તે મને ઘરે લઇને નથી આવ્યાં. મારી સાથે એક બિઝનેસ ડિલ કરી રહયા છે. તું ખરેખર ભોળી છો બધાની વાતો માની લે.. "

"શાયદ એવું હોય શકે છે કે અંકલ પાસે તને અહીં લાવવા માટે કોઈ બીજુ બહાનું ના હોય. મહેર, પોતાના લોકોથી વધારે નારાજ ના રહેવું જોઈએ એવું તે જ મને કહયું હતું ને તો આજે...... " બધા જ શાંત બેસી મહેર અને પરીની વાતો સાંભળી રહયા હતા. કોઈને પણ તેમાં બોલવું બરાબર નહોતું લાગતું. એકબીજાને માનવામાં તે બે કાફી હતા. "પણ... પરી તું નથી જાણતી.....!! "

"જાણું છું, જે થયું તેમાં સમયની ભુલ હતી તારી કે અંકલની નહી. મહેર કાલે જે થયું તેમાં આપણા બંને પરિવારની બદનામી થઈ છે. તે બદનામી ના દાગને દુર કરવા આપણે એક સાથે ઊભુ રહેવું પડશે. શું તું આ વખતે મારો સાથ નહીં આપે...??" પરીની લાગણી ફરી ભીની થઇ ગઇ હતી. તે મહેરને સમજાવવા કરતા પોતાના મનને વધારે સમજાવી રહી હતી.

" પપ્પા આજે તમારી પાસે કંઈક માંગુ છું આપી શકશો...??? " પરીએ મહેરની સાથે વાતો રોકી ને દિપકભાઈની સાથે વાતો શરૂ કરી. " હા, આજે તું જે પણ માંગી તે મળશે. "

"શું તમે અત્યારે જ મારી અને મહેરની સગાઈ કરાવી શકો.....??" આટલું જલદી પરી કોઈ ફેસલો કરશે તે કોઈ વિચારી પણ નહોતું શકતું. "પણ, પરી આટલું જલદી કેવી રીતે થઈ શકે..હમણા આપણે તારા ફાઈનલ રાઉન્ડમાં પણ પહોંચવાનું છે." પરીની વાતોનો દિપકભાઇ કંઈ જવાબ આપે તે પહેલા જ મહેર વચ્ચે બોલ્યો.

"પરી મારા તરફથી ના નથી પણ સવાલ આખા પરિવારનો છે. જો તે લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો.." પરીએ બધા સામે જોયું બધાની હા હતી પણ આટલું જલદી કોઈને સમજ નહોતી આવતી. " પરી તું શું કરી રહી છે મને સમજાતુંં નથી." પરીને જેનો સાથ જોતો હતો તે મળી ગયો. તેને મહેરની વાત પર ઘ્યાન ના દેતા મીતાના મમ્મી પપ્પા ને બોલાવી લીધા. સાથે ધણી વાતો કરી પણ શું કોઈને ખબર ના પડી.

અડધો કલાકમાં બધી જ તૈયારી થઈ ગઈ. ઈશાને તરત જ અંગુઠીની વ્યવસ્થા કરી. આખા ઘરમાં ફરી ખુશીની મહેક ખીલી ઉઠી હતી. પણ મહેરને હજુ ટેશન હતું આજે ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાનું. સમય નિકળતો જતો હતો. નીતાબેનની સાથે મીડિયાવાળા પણ હાજર હતા. કોઈને કંઈ સમજાતું ના હતું કે અહીં શું ચાલી રહયું છે ને પરી શું કરી રહી છે. પરીએ નિતાબેનને ઇશારાથી કંઈક કહયું ને મિડિયા વાળા તેના કેમેરા લ્ઈ તેમની સામે હાજર થઈ ગયા.

સંગાઈની રસોમોની સાથે જ ટીવી પર લાઈવ પ્રસારણ શરૂ થઈ ગયું. મહેરે પરીના હાથમાં અંગુઠી પહેરાવી ને પરીએ મહેરના હાથમાં. સંગાઈની રસમ પુરી થતા જ પરી ખુદ મિડિયા વાળા સામે આવી અને આજના દિવસને ખુશી વધાવતા બોલી. " કાલે તમે જે સવાલો કર્યો હતા તેના જવાબ હું તમને આજે આપી. જેને જે પૂછવું તે પુછી શકે છે. પણ, ફટાફટ તમારી પાસે ખાલી અડધો કલાકનો સમય છે. " શરમ નાત જાત બધુ જ ભુલી પરી આજે મિડિયા વાળાના સવાલોના જવાબ દેવા ઊભી હતી. હવે તેમને ડર નહોતો કેમકે તેમની સાથે તેમની ફેમિલી હતી.

"મિસ, પરી કાલે જે કંઈ પણ બન્યું તેનો તમને કોઈ અફસોસ નથી..?? તમને ખબર છે તે બધું બન્યાં પછી શાયદ જ તમે જીતી શકશો..??" પરી જાણતી હતી કે મિડિયાવાળાના આવા અજીબ સવાલો હશે એટલે તેને જવાબ આપતા કહ્યું

"ના, મને તેનો કોઈ અફસોસ નથી. ખરેખર જે બન્યું તે બરાબર થયું લોકોને ખ્યાલ તો આવ્યો કે હું અને મહેર એકબીજાને પ્રેમ કરીએ છીએ ને મારી નજરમાં તે ગલત નહોતું કેમકે જેની સાથે જિંદગી ઓલરેડી જોડાઈ જવાની છે તેની સાથે આપણે ગમે તે કરીએ લોકોને તેમા શું પ્રોબ્લેમ હોય શકે." મિડિયા વાળાના સવાલો ને પરીના જવાબો ઓન ધ સ્પોટ હતા.

" તમે આજે એક જજ સાથે સંગાઈ કરી છે. શું તમને તેના પરિણામની ચિંતા નથી થતી."

"મહેર, જજ છે પણ ખાલી સુપરસ્ટારના મંચ પર. અત્યારે તે મારો થનારો પતિ છે એટલે મને નથી લાગતું કે અમારા પર કોઈ નિયમો લાગુ પડે. ને રહી વાત સુપરસ્ટારની તો તે ફેસલો આજે જજ ને નહીં પણ લોકોને કરવાનો છે. પરીણામ જે પણ આવે તેની મને ચિંતા નથી. પણ આજે જે વાત મે તમને કહેવા બોલાવ્યાં છે તે વાત આ પરીણામ કરતા વધારે માન્ય રાખે છે. કોઈની જિંદગી ને ખતમ કરવી લોકો માટે કેટલી આસાન હોય છે પણ હવે ફરી વાર આવું નહીં થાય. " પરી શું વાત કરવાની છે કોઈને પણ નહોતી ખબર. પણ, પરીની આ વાત બધાને વિચારવા મજબુર કરી રહી હતી.

સમય ભાગી રહયો હતો ને તેને સુપરસ્ટારના મંચ પર પહોંચવું જરુરી હતું. એટલે વાત તેને ત્યાં જ રોકી દીધી ને મિડિયા વાળાને એક સીડી આપી કહયું" તે કાર્યક્રમ પુરો થતાની સાથે જ ટીવી પર સીધું આનુ લાઈવ કાસ્ટ થવું જોઈએ." શું હતું આ સીડીમાં તે ખાલી પરી અને મિતાના મમ્મી પપ્પા જ જાણતા હતા. બાકી કોઈને કંઈ જ ખ્યાલ નહોતો આવતો.

પરી તેમના ફેમિલી સાથે મંચ પર પહોચી. આજે પરિણામ શું આવવાનું છે તેને નહોતી ખબર. પણ દિલમાં ખુશીની લાગણી હતી. દિલ આવનારા પરિણામ માટે જોરશોરથી ધબકી રહયું હતું. આજનો કાર્યકામ શરૂ થયો ને તે જજની સાથે મસ્તીમાં ખોવાઈ ગઈ. આટલા દિવસનો સફર કેટલો હસીન હતો. ડરની સાથે જીતવાની આશાને આજે જીતવાની જરુર હતી ત્યારે જીતવાની કોઈ આશા નહોતી.

સપનું પૂરું થવાની થોડીક જ પળો બાકી હતી. તેમાં તેની જિદગીનું પરિણામ હતું. જે મંચ પર તે આવી હતી તે મંચ પર તેની જીત હતી કે નહીં તેને નહોતી ખબર પણ આજે આખી દુનિયા તેને ઓળખે છે તે વાત તે જાણતી હતી. જરુરી નથી હોતું કે મંચ પર ઊભા રહીને સુપરસ્ટાર બંને તે સુપરસ્ટાર કહેવાય. ધણા એમ પણ બની ગયા છે. વિચારો જીતવાની આશા છોડી મનને માનવામાં લાગ્યા હતા ને તે ખુશીથી આ છેલ્લા દિવસને માણી રહી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
મહેર અને પરી એક તો થઈ ગયા પણ શું તેની ખુશી આમ જ રહશે..?? શું કહેવા માગે છે પરી દુનિયાને...?? શું છે આ સીડીમાં જે મહેર પણ નથી જાણતો....?? શું પરી ફાઇનલ સુપરસ્ટાર બની શકશે.....?? આમ અચાનક જ સંગાઈ કરવાનું કારણ શું હતું.....??શું થશે પરીના સપનાનું તેની જિદગીનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરીયો છે... (ક્રમશઃ)