dill Prem no dariyo che - 1 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 1

પ્રસ્તાવના

પ્રેમની એક નવી દુનિયા, એક નવો અહેસાસ, ધડકતા દિલનું મળવું ને ફરી કોઈ પણ સમયે વિખરાઈ જવું. આ બધું જ એક નોર્મલ કાહાનીમાં હોય છે. કોઈ કોલેજમાં મળે, તો કોઈ રસ્તામાં, તો કોઈ પછી એમ જ મળી જતા હોય છે. પ્રેમની દુનિયામાં લોકો ખોવાઈ છે પછી જયારે તેને અહેસાસ થાય કે આ બધું શું હતું. એક પળ આ બધું જ રંગીન લાગે છે. પણ બીજી જ પળ જયારે જિંદગી કોઈ કારણસર વિખેરાઈ જાય ત્યારે ખરેખર સાચા પ્રેમની અનુભુતી થાય છે. પ્રેમ શું છે ને તે કેવો છે તે લગભગ બધાની જ નજરમાં હોય છે. પ્રેમ બધાની જિંદગીમાં દસ્તક આપે છે. કોઈને હસ્તા શીખવી જાય છે તો કોઈને રડતા તો કોઈ ને જિંદગી જીવતા શીખવી જાય છે. દિલ ચાહતના મેળામાં ટકરાઈ છે ને અહેસાસ સુધી પહોંચે છે. ખરેખર પ્રેમ અદભુત છે. કોઈનું મળવું એ એક સંજોગ હોય શકે પણ કોઈની લાગણી સાથે દિલ મળે તેને પ્રેમ કહેવાય. આમ તો પ્રેમની અનેક વ્યાખ્યા આપી શકાય પણ જ્યાં મતલબ કે સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ના હોય. પ્રેમ જોવાથી પણ થાય છે ને સાથે રહેવાથી પણ થાય છે. કોઈ પહેલી નજરમાં પ્રેમ કરી લેઈ તો કોઈ આખી જિંદગી વિચારતો રહે કે આ શું છે.

પ્રેમ....પ્રેમ......પ્રેમ .....બધી જ જગ્યાએ પ્રેમ હોય છે. પણ અહીં એક નવા જ પ્રેમની વાત થાય છે. 'પરી નામની છોકરી જે પ્રેમની દુનિયાથી થાકી જાય છે. જિંદગીમા એટલો પ્રેમ છે કે તેને એવું લાગે છે કે આ પ્રેમ તેની સૌથી મોટી કમજોરી છે. આ પ્રેમ તેના સપનાને પુરુ થતા રોકે છે. તે લાગણીનાં બંધનમાં હંમેશા ગુથાતી રહે છે. તે આ ઘર આ પરિવારને છોડી નથી શકતી પણ તેના સપના પાછળનું જુનુન તેને બધાથી અલગ લઇ જાય છે ને તે એક અલગ જ રસ્તે નિકળી જાય છે. પરી પોતાની ઉડાન ભરવા આ ખુશાલ જિંદગીને અલવિદા કહી એક નવી રાહે નિકળે છે. જે પ્રેમથી તે થાકી ગઈ હતી તે જ પ્રેમ તેની જિંદગીમા ફરી દસ્તક આપે છે. હંમેશા જ પ્રેમથી ભાગતી પરી જયારે પ્રેમમાં પડે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે "દિલ પ્રેમનો દરીયો છે" જે પ્રેમને તે ખોખલો માનતી હતી તે જ પ્રેમ તેના સપનાની ઉડાન ભરે છે. આ નવલકથામાં દિલ હસતું પણ હશે ને પ્રેમથી ભાગતું પણ હશે, અહેસાસથી ધબકતું પણ હશે ને તે અહેસાસથી ડરતું પણ હશે.

આગળની પહેલી બે નવલકથા 'જયારે દિલ તુટયું તારા પ્રેમમાં' અને 'દિલ કહે છે' તે તમે વાંચી હશે છે. આશા છે કે તમને મારી આ નવલકથા પણ ગમશે 'દિલ પ્રેમનો દરીયો છે' અત્યાર સુધીની સફરમાં તમે મારો સાથ આપ્યો તો અત્યારે પણ મારે આ નવલકથા પુરી કરવા તમારા સાથ, તમારા અભિપ્રાયની જરુર છે તો પ્લીઝ મારી આ નવલકથા વાંચી અભિપ્રાય આપજો

દિલ પ્રેમનો દરીયો છે:-01

પટક.....પટક..... પાટા પરથી ભાગતી ટ્રેન પરીના વિચારોને ફગોળતી હતી. કાનમાં ઈયરફોન ને મસ્ત વાગતા ગીતો તેના ચહેરા પરના ભાવ ને ખુશ કરતા હતા. એક તો લોકલ ડબ્બો ને તેમાં પણ કેટલા અજાણ વ્યક્તિની ભીડ વચ્ચે તે એકલી બહાર દરવાજા પાસે બેઠી હતી. ખભે થેલો ને હાથમાં મોબાઈલ. બહારથી આવતા ઠંડા પવનની લહેરો તેના ચહેરા પરની લટોને વધારે ઉડાડી રહી હતી. બેલ્ક પેન્ટ ને લાઇટ એલ્લો કલરનું ટીશટૅ તેની ખુબસુરતીમાં વધારો કરતું હતું.

અવિચલ વહેતા વિચારોની વચ્ચે તેનું ધ્યાન લોકોની ભીડ તરફ હતું. આટલા વર્ષોમાં આજે પહેલી વાર તે આવા લોકલ ડબ્બામાં બેઠી હતી. હંમેશા જ હાઈ-ફાઈ એસી વાળી ટ્રેન કે વિમાનમાં જવા વળી પરી કોઈ ફાલતું ગણાતી ટ્રેનમાં બેઠી હતી. લોકોના આટલા અવાજ વચ્ચે પણ તે એકદમ શાંત અને સુસ્ત લાગતી હતી. તેના ભાગ્ય ઉપર પોતે જ કુહાડી મારી હતી તો આ તકલીફ તો રહેવાની છે. પણ તે મનથી બધી જ તકલીફ સહન કરવા તૈયાર હતી.

" બેટા, આમ પગ લબડાવી ને ના બેસાઈ આ ટ્રેનનો કોઈ ભરોસો ના હોય"

" સોરી, પણ બીજે બેસવાની કોઈ જગ્યા તો હોવી જોઈએ ને......!!!"

" બેટા, અહીં આ તકલીફ તો રહેવાની પણ આમ બેસવું યોગ્ય નથી. તું થોડી અંદરથી આવી જા. " તે કાકાએ પરી ને થોડીક જગ્યા આપી ને તે થોડાક અંદર બેઠા,

'ચલો, લોકો કહે છે તેટલી તો આ દુનિયા ખરાબ નથી ' તેના વિચારો ફરી ધુમી રહયા હતાં.

"બેટા કયા જવાનું છે તારે"

" મુંબઈ....."

" ઓ, હું પણ ત્યાં જ જાવ છું"

"ઓકે ( હા તો મારે શું કામ છે તમારુ)" મનમાં તે બબડી ફરી કાનમાં ઈયરફોન નાખી તે ગીતો સાંભળવા લાગી. તે કાકા પણ સાયદ સમજી ગયા હશે એટલે તેને પણ વાતો બંધ કરી દીધી.

કયાં સુધી તો તે આમ જ ગીત સાંભળતી રહી પણ હવે તેને આ એકલતા થોડી ભારી લાગતી હતી. કયારે પણ એકલા ના નિકળેલી પરીને આ બધું જ અજીબ લાગવા માંડ્યું. અહીં કોઈ એવું ન હતું જેને તે ઓળખતી હોય તે એક અનજાન શહેરમાં જ્ઈ રહી હતી જયાં તેનું કોઈ ન હતું. તે ખુશ પણ હતી ને ના ખુશ પણ હતી.

"અંકલ, તમે પ્રોપર મુંબઈના જ છો.....??? " થોડીવાર પહેલા જે કાકાની વાતો તેને કટાળા જનક લાગતી હતી તે જ કાકા સાથે તે ફરી દોસ્તી કરી રહી હતી.

" હા, હું ત્યાં જ રહું છું, પણ તારે કયાં જવાનું છે"

" આમ તો મુંબઈ જ જવાનું છે પણ ત્યાં કંઈ જગ્યાએ તે મને નથી ખબર, તમે મુંબઈમાં ક્ઈ જગ્યાએ..??? "

" ઈસ્ટ અંધેરી રોડ પર....."

" ઓકે "

" તને કોઈ લેવા આવવાનું છે સ્ટેશન પર, કે તારે જાતે જ જવાનું છે....??"

"ના, મને ત્યાંથી મારા અંકલ લઇ જશે." પરીએ વાત ને ચુપાવતા તે કાકા સામે હળવી સ્માઈલ આપી તે બહાર નજર કરીને જોવા લાગી

કેવી રીતે બતાવું કે હું લોકોથી ભાગીને અહીં આવી છું, કેવી રીતે કહું કે મારુ મુંબઈમાં કોઈ નથી ને હું મુંબઈને જાણતી પણ નથી. તો પણ મારે તેની પાસેથી થોડીક માહિતી તો મેળવી જ પડશે' વિચારો રુકે તો તે કંઈક આગળ વાત કરેને

"અંકલ, મુંબઈ સ્ટેશન પરથી મારે નવી મુંબઈ જવું હોય તો આમ તો લોકલ ટ્રેનમાં બેસવું પડે કે ટેકક્ષી પણ મળે..??? આમ અંકલ લેવા આવવાના છે પણ થોડું જાણેલ હોય તો સારું પડે ને......!!! " વાતો ને ધુમાવી તેને રસ્તો તો પુછી લીધો પણ તે અંકલ શું જવાબ આપે તેની રાહ જોતી તે બેઠી રહી.

" લોકલમાં વધારે ચાલવું પડે ને ટેકક્ષીમાં પૈસા વધારે ખર્ચવા પડે...... " હજું તે અંકલની વાત શરૂ જ હતી ત્યાં જ પરી ના મોબાઈલ પર રીંગ રણકી, પરીએ ફોન પર જોયું તો પપ્પા લખેલ આવ્યું. એકપળ તો તેના હાથ મોબાઈલ ઉપાડવા ઊંચા થયા પણ તરત જ કંઈક યાદ આવતા તેને મોબાઈલ બંધ કર્યો, થોડીવાર પછી ફરી રીંગ વાગી, એમ કેટલી વાર વાગતા તેને મોબાઈલને જ બહાર ફેંકી દીધો.

"બેટા, આ શું કર્યું......??" તે અંકલ પુછતા રહયા પણ પરી કંઈ જ જવાબ ન આપી શકી તે ચુપચાપ બહાર નજર કરી કંઈક વિચારતી રહી. તે કમજોર બનવા નહોતી માગતીં, તે લોકોને બતાવવા નહોતી માગતી કે તે આજે એકલી છે. દુનિયા શું વિચારશે તે તેને નહોતી પડી, બસ આજે તેને જે પણ કંઈ કર્યુ હતું તે તેના મતે સાચું હતું.

બહારથી આવતા ઠંડા પવનની લહેરો તેના વિચારોને ફગોળતી હતી. કંઈક કરવાના જુનુનમાં બધું છોડી તો દીધું પણ ચહેરા પર તે ખામોશી આવતા રોકતી હતી. હરઘડી પરિવારની યાદ આવતી હતી, સમય સમયે તેના રેગ્યુલર કામ યાદ આવતા હતા. દરેક પળો આખ સામે તાજી થતી હતી ને મન ફરી ઘર તરફ વળવા લાગયું હતું. તે મનને મનાવતી હતી, સમજાવતી હતી પણ જીદી મન તે જ યાદો ને યાદ ફરી તાજી બનાવતું હતું. આંખોના ખૂણા ભીના પણ થવા લાગયાં હતા ત્યાં જ વડાપાઉ વાળાએ તેના વિચારોને તોડ્યા,

ગરમાં ગરમ વડાપાઉ........ગરમા ગરમ વડાપાઉ, તે બોલતો જતો હતો ને લોકોને વહેચતો જતો હતો. સવારથી જ કંઈ જ ન ખાધેલ હોવાથી પરીને પણ જોરથી ભુખ લાગી હતી. તેને બેગમાંથી પર્સ કાઠયું ને પૈસા જોયા તો તેમાં કંઈ ન હતું. ખાલી એક એટીએમ કાર્ડ હતું પણ..... તેને યાદ આવ્યું કે તે જલ્દીમાં ટિકિટ લીધા પછી બીજા પૈસા લેતા જ ભુલી ગઈ ને હવે...... તેને વડાપાઉ તે ભાઈ ને રીટન કરી દીધું. આ બધું જ તે અંકલ જોતા હતા. તેને એક વડાપાઉ પરી માટે લીધું ને તેને આપ્યું

"ના, અંકલ મને ભુખ નથી તમે ખાઈ લો.... "

"ભુખ નથી કે પછી પૈસા નથી....." તે અંકલ સામે એમ જોતી રહી, શું અહી પણ પ્રેમની દુનિયા, શું પ્રેમ વગરની કોઈ દુનિયા નહીં હોય જ્યા એક હું કદમ રાખી શકું. તેના વિચારો ફરી નવી ગતી પકડે તે પહેલાં જ તે કાકાએ તેના વિચારોમાં ખલેલ પાડી

"બેટા, ખાઈ લે હજું મુંબઈ પહોંચતા ધણો સમય લાગી જશે ત્યાં સુધી આમ ભુખ્યું ના રહેવાય"

" અંકલ, તમે મને જાણતા પણ નથી ને મારી આટલી મદદ શું કામ કરો છો......"

" હા, હું તેને જાણતો નથી પણ તને જોઈને મને મારી બેટી યાદ આવે છે, તે પણ તારી જેમ જ જીદી અને આવી જ હતી"

" હતી, મતલબ હવે તે આ દુનિયામાં........ "

" ના તે હવે અમારી સાથે નથી." તે અંકલની આખો પણ ભીની થઇ ગઇ હતી.

"સોરી.... " ના તે કંઈ વધારે પુછી શકી ના તે અંકલ તેને કંઈ બતાવી શકયા. બંને વચ્ચે કયાં સુધી એક ચુપી રહી.

ટ્રેન હજું પણ એમ જ દોડતી હતી. મુંબઈ આવવાની તૈયારીમાં જ હતું ને પરીનું મન ફરી ખુશીથી જુમી રહયું હતું. તે અંકલ સાથે વાત કર્યા પછી તેનું મન ધણું હળવું બની ગયું હતું. હજું કંઈ જગ્યા પર તેને જવાનું છે તે ફિકસ ના હતું પણ આ સપનાની નગરીમાં તેનું સપનું અવશ્ય પુરુ થશે તે આશે તે મુંબઈ આવી. ગાડી મુંબઈ સ્ટેશન પર આવી ઊભી રહીને પરી એક જ ઘક્કા સાથે નીચે ઉતરી ગઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

સપનું પૂરું કરવાના જુનુનમાં પરીએ એક કદમ ડગલું તો ભર્યું હતું પણ શું આ કદમ તેના સપના સુધી પહોચી શકશે??? એક અનજાન શહેરમાં તે આવી તો ગ્ઈ પણ શું તે આ દુનિયાને એકલા જીતી શકશે???? હવે તે કયાં જશે ને કોને મળશે, શું તેનું કોઈ ઓળખીતું હશે અહીં???? શું છે તેનું સપનું તે જાણવા વાચંતા રહો દિલ પ્રેમનો દરીયો છે....... (ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED