Dill Prem no dariyo che - 35 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 35

જે વ્યક્તિ પર જેને વધું વિશ્વાસ હતો તે જ બે વ્યક્તિઓ તેમની જિંદગીની રમત રમી રહયા હતા ને તે સમજતી રહી કે આ બધું જ તેના કારણે થયું. હંમેશા પપ્પાની લાડકી પરીને તેના પપ્પા પર ગર્વ હતો કે ગમે તે થાય તેના પપ્પા તેની સાથે કયારે ખોટું નહીં થવા દે.

"હા, જયારે તું અહીં મુંબઈ આવી હતી ત્યારે જ મહેરનો મારા પર ફોન આવ્યો હતો. મે તરત જ તારા ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું કેમકે હું જાણાતો હતો કે મારી જિદી પરી જયાં સુધી તેની પાસે કંઈ હશે ત્યાં સુધી તે કોઈની મદદ નહીં લેઈ. મે તેને કંઈ પણ ના બતાવવા કહયું ને તારો સાથ આપવા કહયું. તે એક અનજાન છોકરો બની તને તેના ઘરે લઇ ગયો ને તારી સાથે દોસ્તી કરી. " અત્યાર સુધીમાં પરી સાથે જે કંઈ પણ બન્યું તે બધું જ દિપકભાઇ બતાવતા જતા હતા. પરીનું અહી આવવું મહેર સાથે દોસ્તી." તે દિવસે જયારે તું રડતી હતી ત્યારે મહેરે જ મને અહીં બોલાવ્યો હતો તારો સાથ આપવા." બધી જ પળો એકપછી યાદોની જેમ દિપકભાઇ બતાવે જતા હતા ને તે ચુપ રહી સાંભળતી રહી. "

અહીં સુધી તેની સફરમાં તે એકલી ના હતી બલકી તેના પપ્પા અને મહેર હંમેશા તેની સાથે હતા. " તું આ વાત સાંભળી મહેરને દોશી ઠેરાવતી હશો પણ હકિકત તો એ છે કે તે મારા વચનથી બંધાયેલો હતો. "

" પપ્પા, મને નહોતી ખબર કે આ બધું એક રમતની જેમ રમાઈ રહયું હતું. તમે આજે ફરી એકવાર સાબિત કરી દીધું કે હું એકલી મારા દમ પર કયારે ઊભી ના રહી શકું. " વિશ્વાસના આ બંધનમા દિલ હવે કોઈના પર પણ વિશ્વાસ મુકી શકે તેમ ના હતું. આજ સુધી જેના પર તેને વિશ્વાસ રાખ્યો જેના વિશે તે હંમેશા વિચારતી રહી તે જ પપ્પાની પરી તેમના વિચારો ને રોકી નહોતી શકતી.

"બેટા, જાણું છું કે આ સફર તારે એકલા લડવી હતી. પણ કોઈ સફર એકલા કયારે પુરી નથી થતી. તેના માટે પરિવારનો સાથ જરૂરી હોય છે. મારે તારા સાથે હંમેશા ઊભુ રહેવું હતું પણ આ સમાજ મને તારી સાથે ચાલવા નહોતો દેતો એટલે મે મહેરને તારી સાથે ચાલવા કહયું. પરી, ખાલી હું તારો પડછાયો બની તારી સાથે ચાલ્યો છું. બાકી તો અહીં સુધીતો તું તારા દમ પર જ ચાલી છો ને.!! છતાં પણ તને એવું લાગે કે મે કોઈ ભુલ કરી છે તો મને માફ કરી દેજે." દિપકભાઇની વાતો પરીના ગળગળા બનાવી રહી હતી. તેની લાગણી પ્રેમમાં ફરી જુકી રહી હતી. ને તે દોડી તેના પપ્પા ને ગળે લાગી ગઈ. આ એ જ પ્રેમ છે જે તેને લોકોની સાથે જોડી રાખે છે. આટલું બધું બની ગયા પછી પણ તેની પ્રેમની દુનિયા ખતમ નહોતી થઈ.

"પરી માટે તેના પપ્પા હંમેશા બેસ્ટ હતા ને હંમેશા રહશે." લાગણીભીના શબ્દો ફરી અહેસાસના તે રંગને ખીલવી ગયાં. જે પ્રેમ અને લાગણીની દુનિયાથી ભાગતી રહી તે પરીની જિંદગીમાં પ્રેમ કયારે ખતમ ના થયો. હંમેશા તે વિચારતી રહી કે આ પ્રેમ તેને કમજોર બનાવે છે પણ હકિકત તો એ જ હતી કે પ્રેમ કયારે માણસને કમજોર નથી બનાવતો બલકી તેની સોથી મોટી તાકાત બને છે. " આ્ઈ એમ રીયલી સોરી, પપ્પા મે તમારા પ્રેમને ગલત સમજ્યો, પણ આજે મને ખ્યાલ આવે છે કે પ્રેમ વગરની દુનિયા પાણીવગરના સમુદ્ર જેવી હોય છે. ને હું ખરેખર ખુશ કિસ્મત છું કે મને આટલો પ્રેમ કરવા વાળો પરીવાર મળ્યો. એન્ડ થેન્કયું સમાજની પરવા કર્યા વગર તમે મારા સપનાને સમજયું"

જે શબ્દો તે તેમના ફેમિલી સામે બોલી નહોતી શકતી તે જ ફેમિલી સામે તે આજે મન ભરીને વાતો કરી રહી હતી. વિચારો વિચલિત થઈ ગયા ને પરી ફરી પહેલા જેવી પરી બની તેની પપ્પાની સાથે વાતોમાં ખોવાઈ ગઈ હતી. હંમેશાં માગયા પહેલા તેને બધું મળ્યું આજે પણ તેને તેની ખુશી તેનો પરિવાર બધું મળી ગયું. વાતાવરણ થોડું શાંત બન્યું એટલે દિપકભાઇએ મજાક કરતા કહયું,

" ધર્મેશ, અમારા બાપ -બેટી વચ્ચે બધુ બરાબર થઈ ગયું તમારે હવે સમાધાન કયારે કરવું છે....??જલદી કરો તો અમે અમારી રાજકુમારી ને મિહિરને અર્પિત કરી દ્ઈ્એ. ના કરવું હોય તો પણ વાંધો નહીં અમે મહેરને ઘર જમાઈ બનાવી ને અમારી સાથે લ્ઈ જ્ઈ્એ"

"અરે, એમ કેવી રીતે તમે લ્ઈ જ્ઈ શકો. જો હમણા જ હું મિહિરને લઇ ને આવું"

"તે નહીં આવે તો...!!" દિપકભાઇ એ ફરી મજાક કરતા કહયું.

"તો તું તેને ઘરજમાઈ બનાવી લ્ઈ જાજે..."

"તો....અંકલ રહેવા જ દોને પરીને અમારાથી દૂર ના રહેવું પડે. " મજાકના મૂડમાં ચડેલ આખો પરિવાર મસ્તીમાં ખોવાઈ રહયો હતો ને બહાર વિચારો વચ્ચે ફસાયેલો મહેર ખામોશ ચહેરે જ ચોકીદારની જેમ ઘરની રખેવાળી કરતો હતો.

"મિહિર, હવે ઘરે આવવાનો શું વિચાર છે" તે જ ભાવ અને તે બોલી સાથે ઘર્મેશભાઈ મિહિરને બોલાવી રહયા હતા. તે જતાવી નહોતા શકતા કે સૌથી વધારે જયારે મહેરને તેની જરૂર હતી ત્યારે તેમણે તેમનો સાથ આપવાની જગ્યાએ આ ઘરેથી બહાર ફેકી દીધો હતો. મિહિરમાંથી મહેર બનાવાની સફર તેની કેટલી મુશ્કેલ હતી તે જાણતા હતા છતાં પણ એકવાર પણ તે તેમની મદદ કરવા માટે તેની પાસે ઊભા નહોતા રહયા.

"પરીની રાહ જોવ છું. તમારી લોકોની વાતો પુરી થઈ ગઈ હોય તો, હું પરીને તેમની આખરી મંજિલ સુધી લઈ જાવ"

"પરીની આખરી મંજિલ હવે આ ઘર જ છે. તમે જે સીન ક્રિયેટ કર્યો તે પછી તમને શું લાગે કે પરી તેની આખરી મંજિલ સુધી પહોંચી શકશે."

"ખરેખર તમે લોકો કયારે નહીં બદલો, ત્યારે પણ એક છોકરીની જિંદગીને પૈસાના પાવરથી ખતમ કરી દીધી ને આજે પણ કોઈ બીજી છોકરીની જિંદગી સાથે રમત રમી રહયો છો. પણ હું એવું નહીં થવા દવ. હું પણ જોવ છું પરીને તેને આખરી મંજિલ સુધી પહોંચવા માટે કોણ રોકી શકે છે. " તેને તેના પપ્પાનું હસીન પાત્ર નહોતું દેખાતું કેમકે તેને ડર પરીની ખુશીનો હતો. તેને જોઈ છે પરીને પોતાના સપના પાછળ ભાગતા મહેનત કરતા.

કંઈ પણ વિચારયા વગર જ મહેરે ઘરમાં કદમ રાખ્યો. એક વખત તો તેની સામે તે દર્શય રજુ થ્ઈ ગયું પણ તે બધું ભૂલી તેને પરી માટે ઘરમાં પગ મૂક્યો. ઘરનું વાતાવરણ ખુશીથી જુમી રહયું હતું. બધા જ મસ્તીમાં ખોવાયેલા હતા ને પરી પણ તેમની સાથે જ મસ્તી કરી રહી હતી. તે ખુશ હતી. આટલા દિવસો પછી તેના ચહેરા પર તે ખુશીની રેખા જોવા મળી હતી. મહેર તે બધાને જોઈ રહયો હતો. હજુ તેના વિચારો શરૂ થાય ને તે કંઈ કહે તે પહેલાં જ પાછળથી આવી ઘર્મેશભાઈ બોલ્યાં,

"જોયું દિપક, મિહિરને હું લ્ઈ આવ્યો. " બધાની નજર મહેર સામે ગ્ઈ. મહેરને સમજતા વાર ના લાગી કે અહીં એક મજાક ચાલતી હતી ને તે એક મજાકનો હિસ્સો બની ગયો હતો.

"વાહ, ફરી એકવાર તમે તમારા બિઝનેસની કિમત લગાવી મારી સામે. "

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આ નવલકથા જયારે પુરી થવાના આરે છે ત્યારે શું પરીને તેની મંજિલ મળશે....?? શું તેને સપનાની ઉડાન મળશે...?? શું મહેર તેમના પપ્પાને માફ કરી ફરી તેની સાથે રહેવા આવી જશે....?? પરી અને મહેરની પ્રેમ કહાની હવે કયાં રસ્તા પર આવી ઊભી રહશે...તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે... (ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED