Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 37 (સંપૂર્ણ)

થોડીક ક્ષણોમાં જ રીઝલ્ટ આવવાનું છે ને પરીની સાથે બીજા ઘણાના દિલ ધકધક થવા લાગ્યા. આજના આ છેલ્લા દિવસ માટે કોઈ એક ગીત ગવાનું છે ને પરીનો નંબર આવતા તેને ગીત શરૂ કર્યું

જિંદગી કી રાહોમે રંજો ગમ કે મેલે હૈ
જિંદગી કી રાહોમે રંજો ગમ કે મેલે હૈ
ભીંડ હૈ કયામત કી ભીંડ હૈ કયામત કી
ઓર હમ અકેલે હૈ ઓર હમ અકેલે હૈ
જિંદગી કી રાહોમે રંજો ગમ કે મેલે હૈ

તેના ગીતને આખા મંચે તાળીઓના ગડગડાટથી વધાવી દીધું . આખા મંચ પર વન સ મોર ના ચોર ગુજી ઉઠયો ને પરી ઓડિયન્સની ખુશીને જોઈ વધારે ખુશ થઈ રહી હતી. આજે જે તેને જોતું તે મળી ગયું હતું. ખરેખર તેને જીયાને ધન્યવાદ કરવી જોઈએ કે જેના કારણે તેની ચુપી અવાજ બધાના સામે આવી હતી. ગીતની મહેફિલ પુરી થતા જ રીઝલ્ટ માટે ઓડિયન્સ, જજ, પરી અને બીજા પાટિસ્પિટ બધા તૈયાર હતા.

સામે સ્કીન પર વોટ ગણતરી થઇ રહી હતી ને દિલના ધબકારા જોરજોરથી વધી રહયો હતા. કોઈ તેમના ખુદાને યાદ કરતું તો કોઈ તેમના ભગવાનને પ્રાર્થના કરતું હતું. જીત અને હારની વચ્ચે ફસાયેલા લોકોમાં હાર કરતા જીત વધારે માન્ય રાખતી હતી. કોઈ હાર સ્વીકારી શકે તેમ ના હતું. વોટીંગ ગણતરી શરૂ હતી ને છેલ્લા નંબર પર તે છોકરાનું નામ આવ્યુ. હવે વધ્યા હતા બે જેમાં કોણ પહેલા આવે તે જોવાનું હતું.

સતત વધતા ધબકારા સાથે જ ઓડિયન્સનો અવાજ પરીના કાનમાં ગૂંજી રહયો હતો ને તેને પોતાના મનને શાંત કરતા આખો બંધ કરીને પોતાના સપનાની આ છેલ્લી ઘડીને વિચારવા લાગી. વિચારો રુકે તે પહેલાં જ ઓડિયન્સમાં અવાજ વધી ગયો ને આ સુપરસ્ટારની વિજેતા તરીકે પરીનું નામ ગુજી ઉઠયું. તેની ખુશી વ્યક્ત કરવા માટે તેની પાસે કોઈ શબ્દો ના હતા. પણ સામે બેઠેલા મહેર પાસે જઈ તેને હક કરી લીધો ને જોરથી બૂમો પાડતા બોલી." થેન્કયું મહેર મારી જાન" તેના શબ્દોની સાથે જ ટીવી પર લાઈવ કાસ્ટ શરૂ થયું ને બધાની નજર તેના પર ગ્ઈ.

અનજાન નહીં પણ બધા જ જાણી શકે તેવો ચહેરો બધા સામે હતો. જે વાત વિચારોથી દબાઈ ગઈ હતી તે વાત લાઈવ કાસ્ટમાં બહાર આવી રહી હતી. આ તે જ ચહેરો હતો જે બધાની અવાજનો દિવાનો હતો. મહેરની સાથે ધણાની આખો ભીની થઇ ગઇ ને તે ચહેરા સામે નજર થંભી ગ્ઈ. હા તે એક જ ચહેરો હતો જેના અવાજને દબાવવામાં આવી રહયો હતો. તે કોઈ બીજુ નહીં પણ મિતા હતી. તે દિવસે મિતાની સાથે જે પણ કંઈ બન્યું તે બધું જ લાઈવ થઈ રહયું હતું. જે વાત મહેર જાણતો હતો તે વાત નહીં પણ અહીં કોઈ બીજુ રાજ ખુલી રહયું હતું. તે દિવસે મિતાએ સુસાઈટ નહોતું કર્યુ બલકી તેને મારી નાખવામાં આવી હતી. ને તેના વિશે ખોટી વાતો ફેલાવી તેની અવાજને દબાવી દેવામાં આવી હતી.

મીતાનું નામ આ મ્યુઝિકની દુનિયામાં આવી ગયું ને તેના અવાજને દબાવી તેની જિંદગીને ખતમ કરી દેતા તે આદમીને પરીએ પહેલાંથી પકડાવી દીધા હતા. પરીના સપનાની સાથે આજે એક બીજી છોકરીને ન્યાય મળયો હતો. લાઈવ કાસ્ટ બંધ થતા જ પરીએ તેની વાત શરૂ કરી.

"આજે તમારા મનમાં સવાલો હશે. કે આજ સુધી આ વાત ચુપી કેવી રીતે રહી...?? મિતાએ ખુદ સુસાઈટ કરયું હતું....?? વગેરે સવાલોના જવાબ તમને આ વીડિયોમાં મળી ગયા હશે. ખરેખર એક હદ હોય છે કોઈની જિંદગીને ખતમ કરવાની. તે માસુમે શું બગાડયું હતું, તેની ખુબસુરતી, તેની અવાજ સુદર, તેનું સપનું સુદર હતું એટલે તેને ખતમ કરી દેવાની..!!! તો શું કોઈ છોકરીને પોતના સપના પૂરાં કરવાનો હક નથી.?? શું એક છોકરીની જિંદગી ઘરથી સાસરે સુધીની સફર જ કરી શકે..?? નહીં. તેને પણ ઉડવા પાંખ મળી છે પણ તેની પાખો કપાઈ જાય છે. આજે એવી ધણી છોકરીઓ છે જેને મે જોઈ છે પોતાના સપનાની બલી ચડાવતા, હારતા, તુટતા કેમકે આ દુનિયા ખરાબ છે. આ દુનિયા એટલે ખરાબ છે કેમકે તે એકલી છે તેની સાથે તેનો આખો પરિવાર ઊભો હશે તો આ દુનિયાની હિમ્મત નહીં તેને તોડવાની. મારી સાથે પણ કંઈક આવું જ બની જાત પણ મારી સાથે પરિવાર હંમેશા ઊભો હતો. મારા સપનાને પુરા કરવા મારી સાથે મારા મહેરે હતો. મારા પપ્પાએ મને આઝાદી નહોતી આપી પણ પોતાની લડત જાતે લડી શકુ તે માટે મને મારા રસ્તા પર જાતે ચાલવા દીધી. તમે પણ તમારી દીકરીને પોતાની પાંખો ફેલાવા દો જો તમે સાથે હશો તો તેની પંખો કયારે નહીં કપાઈ." પરીની લાગણી બધાના આસુંનો દરીયો બની વહી રહી હતી.

સુપરસ્ટાર બનવું એક બહાનું હતું તેના માટે. પણ, ખરેખર તો તેને સાબિત કરવું હતું કે દિકરી ખાલી વહાલ નો દરીયો નથી. તે વહેતું ઝરણું છે જેને જેટલી મોકળી મુકી શકાય તેટલી મુકી જોઇએ . પરીના શબ્દો લાઈવ કાસ્ટની સાથે જ બંધ થયા ને તેના સપના પાછળની જીત ખુશીના ખીલી ઉઠી. આજે તેને કરવું હતું તે કરી દીધું હવે તે આઝદ હતી પોતાની આ જિંદગીથી. પરીની સાથે જ તેના આખા પરિવારની લાગણીભીની થઈ ગઈ. આ તે જ પરી છે જેનો અવાજ લોકો સામે ઊભા રહેતા ગભરાતો હતો. આ તે પરી છે જે પહેલીવાર આ મંચ પર આવી ત્યારે ડરતી હતી ને આજે તેનો અવાજ ઘરે ગુજી રહયો હતો. આસુંનો દરીયો પ્રેમનો દરિયો બની ખુશીમાં ભળી ગયો ને તે સુપરસ્ટારનો તાજ લઇ પોતાના ઘરે આવી.

"પરી, આ બધું તને કયાંથી મળ્યું......??તે મને પહેલા કેમ ના કીધું.....??તે સુસાઈટ વાળો લેટર ખોટો હતો..!!! "ઘરે આવતા જ મહેરના સવાલના વરસાદ શરૂ થઈ ગયો.

"મહેર, તું જે કંઈ પણ જાણતો હતો તે તને ગુમરાહ કરવા માટે હતું. ના તે લેટર મીતાનો હતો ના તેમા લખેલા શબ્દો મિતાના હતા. આ વાત મને નીતા આન્ટીએ આજે સવારે જ જયારે આપણે બેઠા હતા ત્યારે જ જણાવી. આપણી વાતોની વચ્ચે જ તેમનો ફોન આવ્યો ને તેમને મને બધું જણાવ્યું. મે તરત જ વિચારી લીધું કે શું કરવું ને તરત જ સગાઈનો પ્લાન કર્યો પછી તો તું જાણે છે ને જે થયું તે. "

"થેન્કયું, પરી તું જે કરી શકી આજે તે હું કયારે પણ ના કરી શક્યો. તારો એસાન હું જિંદગીભર નહીં ભુલુ"

"ને તે જે મારા પર જે એસાન કર્યો તે...મહેર તે જે મને આપ્યું તેના બદલામાં આ કંઈ જ ના કહેવાય. થેન્કયું, મારી જિંદગી બની આવવા બદલ. થેન્કયું મને મારી મંજિલ સુધી પહોંચાડવા બદલ. થેન્કય." પરી મહેરના ગળે લાગી ગઈ ને બે દિલ ધબકતા હૈયે જ કેટલી વાતો કરી ગયા. અહેસાસ બની લાગણી વરસી રહી હતી ને મહેર અને પરી એકબીજાની બહોમાં જ વિતાયેલા અજીબ દિવસોને યાદ કરી મનોમન જ હસી રહયા હતા. અહેસાસ ભરી લાગણી બે દિલને એક કરી રહી હતી. થનગનાટ કરતા બે દિલ અહેસાસ ભર્યો શબ્દોને મનમાં જ થંભાવી જિંદગીભર સાથ નિભાવાની કસમ ખાઈ રહયા હતા. પળમાં બધું જ રુકી ગયું ને પરી ની જિંદગી પ્રેમનો દરિયો બની ખુશીમાં ભળી ગ્ઈ.

સમાપ્ત

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

આ નવલકથા અહીં જ પુરી થઈ. ખરેખર એક સપનાની લડત કેટલી મોટી હોય છે તેમાં તે સપનું પ્રેમના ઉંબરે ઊભુ હોય ત્યારે તેને કદમો ને પાર કરવા થોડા વધારે મુશ્કેલ હોય છે.. પરીની જિદગીની આ રોમાંચક સફર ધણું શીખવી જાય છે. પ્રેમની દુનિયાની એક અજીબ લાગણી તેને હંમેશા બંધનમાં બાંધતી રહે છે પણ તે બંધનમાથી તે આઝાદ થવા છતાં પણ નથી થઈ શકતી કેમકે પ્રેમ એક એવી લાગણી છે જે દુર કયારે પણ થવા દેતી નથી. કેટલું અજીબ લાગે છે જયારે તેના સપનાની સાથે કોઈ વ્યક્તિનુ જોડાવું ને તેને પોતાના દિલની સાથે જકડી રાખવું. આ અજીબ સફરની કહાની એવી ધણી છોકરીઓ સાથે જોડાયેલી હશે જેને પોતાના સપના સાકાર કરવા ધણું ગુમાવ્યું હશે, આ તો પોતાના સપનાને જ દફનાવુ પડયું હશે. પણ, બધાની જિંદગી એક સરખી નથી હોતી. પોતાની લડત લડવા પોતે જ પોતાના વિચારો બદલવા પડે છે. જાતે આ લડત શરૂ કરવી પડે છે. શરુયાત થોડી અંધરી હોય છે પણ તેનો એન્ડ હંમેશા સરળ હોય છે. ધન્યવાદ

આભાર

* આ નવલકથા મે મારા વિચારોથી લખી છે પણ એમા એવા ધણા શબ્દો અને ગીતનો ઉપયોગ થયો છે જે મારા પોતાના ના હતા. શાયદ હું ના જાણતી હોય કે તે ગીત લખનાર લેખક કોણ હતા પણ જે પણ હતા તેનો હું અભાર વ્યકત કરુ છું

* આ નવલકથાને છેલ્લે સુધી વાંચી મારા આત્મ વિશ્વાસને વધારયો તેવા મારા વાંચક મિત્રોનો પણ હું અભાર વ્યક્ત કરુ છું

*છેલ્લે જાણે અનજાણે પણ જેને મને આ નવલકથા લખવામાં મદદ કરી તે બધાનો હું દિલથી અભાર વ્યકત કરૂ છું

ધન્યવાદ