Dil premno dariyo chhe - 5 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 5

" ચલ, મારી સાથે આવીશ...?? " મહેર અંદર રૂમમાં ગયો ને તરત ફરી પાછો બહાર નિકળ્યો. અહીં કંઈ બન્યું જ નથી ને તેના ચહેરાનો ભાવ પણ કંઈ જ કહેતો ન હતો. હજું થોડીક સેકન્ડ પહેલાં જ તેની આખોમાં આશું હતા ને અત્યારે... પરીના વિચારો હજું ચાલતા હતા ને તેમાં મહેરે તેના વિચારોને તોડ્યા.

"ના, તું જા મારે થોડી કાલની તૈયારી પણ કરવી છે"

"અહીં એકલા તને નહીં ગમે. ત્યાં મારા સ્ટુડિયો પર પ્રેકટીસ કરી લેજે...." તે એટલું બોલી ચાલવા લાગ્યો ત્યાં પરીએ તેને રોકાયો

"એકમિનિટ હું આવી....."બંને ઘરની બહાર નિકળ્યાં. સવારના દસ વાગ્યા હતા ને મુંબઈ શહેર આખું દોડતું હતું. કોઈને પણ સમય કયાં હતો કોઈની સામે જોવાનો. બધા જ પોતાની ધૂનમાં વ્યસ્ત હતા. અહીંની લાઈફ સ્ટાઈલ બાકીના શહેરો કરતા અલગ જ દેખાતી હતી. દોડતું શહેર ને ભાગતા લોકો વચ્ચે મહેરની ગાડી રસ્તો વટાવી પોતાના સ્ટુડિયો તરફ વળી. એક નાની ગલીમાં કોઈ જોઈ પણ ના શકે તેવા અજીબ રસ્તા પર તેને ગાડીને વળાંક લીધો. આગળ બધી ઝુપડપટી ને પાછળના ભાગમાં મહેરનો સ્ટુડિયો. બહારથી અંદર જવું પણ ન ગમે તેવું, ને અંદર જતા મસ્ત ફિલ્મી દુનિયા.

"મહેર, આ સ્ટુડિયો તારો પોતાનો છે......."કયારથી ચુપ બેઠેલી પરીએ અચાનક જ મહેરેને પુછી લીધું. તેને આ બધું પહેલીવાર જોયું હતું. થોડું અજીબ ફિલ થતું હતું પણ મહેરના કારણે તેને મનમાં કોઈ ડર નહોતો.

"હા, આ તો ખાલી બહારી દુનિયા છે અંદર આવ હજું પણ અલગ છે જે તે કયારે સપને પણ નહીં વિચાર્યુ હોય તેવી રોનક જગ્યાં" તેમને સ્ટુડિયાની અંદર પ્રવેશ કર્યો. સંગીતની દુનિયા અહીં જ આખી સજ હતી. જેમ આસમાનમાં સિતારોની મહેફિલ જામી હોય તેમ અહીં સંગીતના સુરોની મહેફિલ જામી હતી.

"વાવ, ગિટાર........શું હું આનો યુઝ કરી શકું" મહેરના આંખના ઈશારો મળતા જ તે દોડતી ગઈ ને સંગીતના સુર રેલવા લાગી. એકપછી એક બધી જ વસ્તું તેને હાથમાં લઇ ને જોઈ લીધી. જે દુનિયાથી તે એકદમ અજાન હતી તે દુનિયા તેની સામે હતી.

"પરી, તું અહી તારી પ્રેકટીસ કર હું ત્યાં સુધીમાં મારુ કામ પુરુ કરી દવ પછી આપણે જ્ઈ્એ" પરી તેની પ્રેકટિસ કરતી રહી ને મહેર તેનું કામ પુરુ કરી બે કલાકે પાછો ફર્યો પછી બંને સાથે બહાર નિકળ્યા.

સવારથી કંઈ ન ખાધેલ હોવાથી પરીને ભુખ પણ જોરથી લાગી હતી. તેને મહેરને કહેવું હતું પણ કેવી રીતે તે સમજાતું ન હતું પણ વધારે સમય તે બોલ્યાં વગર ના રહી શકી

"મહેર, આમ જ આખો દિવસ ભૂખ્યાં લોકો અહીં ફર્યા કરે.... શું અહીં લોકો પાસે ખાવાનો પણ સયય ના હોય...!!! " પરીની વાત મહેર છુપચાપ સાભળતો રહો તે કંઈ પણ બોલ્યો નહીં ને તેને એમ જ ગાડી ચલાવવાનું શરૂ રાખ્યું.

પરીને તેના પર હવે ગુસ્સો આવતો હતો તે કંઈ બોલવા જાય તે પહેલાં જ મહેરે એક રેસ્ટોરન્ટ પાસે ગાડી ઊભી રાખી ને પરી ને ઉતરવા કહયું. પરીના પેટને થોડી હાસ થઈ. તેને જમવાનું મળતા ફટાફટ જમવા લાગી. "મહેર, તમે લોકો અહીં ભુખ્યા ફરી શકો પણ મને તો સવારે નાસ્તો કર્યો વગર બાહાર નીકળવું પણ ના ગમે" તેમની વાતો એમ જ ચાલ્યાં કરી. પંસદ ના પંસદથી લઇ ને બંને વચ્ચે ધણી વાતો થઈ. જમવાનું પુરુ થતા જ બંને બહાર નિકળ્યાં. મુબ્ઈના રસ્તા પર તેની ગાડી તેજ રફ્તાર પર ભાગતી.

દિલની લાગણી સાથે ફરી કોઈ જોડાઇ ગયું હતું. મહેર સાથે તેને હવે અજીબ નહોતું લાગતું. આટલા ઓછા સમયમાં બંને એકબીજાને સમજી ગયા હતાં. કયારે પણ કોઈ છોકરા સાથે દોસ્તી ન કરવાવાળી પરી આજે એક અનજાન સાથે આવી રીતે ફરી રહી હતી. કેટલા નિયમો ને કેટલા બંધનો તોડયાં પછી તેને લાગતું ન હતું કે તેનું આ કદમ કોઈ ખોટી રાહ પર લ્ઇ જતું હતું. પળ પળ તે યાદો તેની નજર સમક્ષ આવતી ને ફરી મહેરની વાતોમાં તે યાદો ખાવાઈ જતી. આખો દિવસ આમ પુરો થયો ને બીજે દિવસે તે સવારે જલદી ઉઠી મહેર સાથે ઓડિશન હોલમાં પહોચી.

અહીં તો સિતારોની મહેફિલ જામી હતી. એક નહીં પણ એવા કેટલા ચહેરા તેની સામે બેઠા હતા. પોતાના સપના પૂરાં કરવા ન જાને કયાં કયાં થી અહીં લોકો આવ્યાં હતાં. બધાની સાથે એક તો હતું જ પણ તેની સાથે કોઈ ન હતું. મહેર હતો તે પણ તેના કામ માટે ચાલ્યો ગયો ને આટલા બધા વચ્ચે તે એકલી હતી. અહીંની રોનક દુનિયામાં તે ધણી અલગ દેખાતી હતી. છોકરીઓ પોતાના એટીટયુડ સાથે લઇ ને આવી હતી ને છોકરાઓ તેના સપના.

બ્લુ કલરનું જીન્સ ને એલો કલરનું ટિશટૅ તેની ખુબસુરતી સાથે એકદમ મેષ ખાતું હતું. પણ, એકલતા ને કારણે ચહેરા પર થોડી ખામોશી દેખાતી હતી. દિલમાં જુનુન અને દિમાગમાં વિચારોનો બોઝ લઇ ને તે બધા સામે ઊભી હતી. આ દુનિયા તેના માટે અલગ હતી પણ મંજિલની ચાહતમાં તેને એક કદમ આગળ વધાર્યું. અવનવા ચહેરા નિહાળતી તે એક ખાલી ટેબલ પર જ્ઈ બેસી ગઈ. કોઈ તેના ભગવાનને યાદ કરતું હતું, તો કોઈ તેના ખુદાને, તો કોઈ તેના ઈશુ ને. સપનાની રાહ પર નિકળેલા બધા માટે જ આ ઓડીશન જીતવું જરુરી હતું પણ તેમાંથી કોઈ અમુક જ આ રાહ સુધી પહોંચી શકશે તે બધા જાણતા હતાં. છતાં પણ બધા પાસે જીતવાની આશ હતી.

જેમ જેમ નંબર આવતો જતો હતો તેમ તેમ બધા અંદર જયાં ઓડિશન થતું હતું ત્યાં જતા હતાં. કોઈ ખુશીથી ઊછળતું બહાર નિકળતું હતું તો કોઈ હારી ને રડતું બહાર નિકળતું હતું. આ બધા વચ્ચે પરીનું મન વધારે ઉદાશ લાગતું હતું. શું હું ત્યાં જ્ઈ કંઈ ગાઈ શકી...?? જો તેમને મારુ સિલેક્શન ના કર્યુ તો.... હું મારા અધુરા સપનાને લઇ ફરી કેવી રીતે પાછી ફરી..... વિચારો ઘડી પણ રુકતા ન હતા. આટલા બધા લોકોમાં ખાલી અમુક જ પાસ થવાના હતા તેમાં ધણા પાસ થઈ ગયા હતા ને તેનો નંબર પણ હજું આવવાની વાર હતી. વિચારોની સાથે જ હવે સવાલો પણ ઉદભવતા હતા. મહેરે તેને કહેલું કે તેને તેનું માઈન્ડ ફ્રેશ રાખવાનું પણ અહીં આ બધું જોયા પછી વિચારોને તે કેવી રીતે રોકી શકે. જેમ જેમ તેનો નંબર આવવાની તૈયારી કરતો હતો તેમ તેમ તેના મનની ઉલજજનો વધતી જતી હતી.

બહારથી તેના નામનું એનાઉસ થયું ને તેને અંદર કદમ રાખ્યો. ચાર ચાર જજની હાજરીને તેમાં પણ બહાર જોતા કેટલા ઓડિયન્સ. આ બધાની વચ્ચે તેને કંઈક ગાવાનું હતું પોતાનું હુન્નર બતાવવાનું હતું. પણ તે પહેલેથી જ થોડી ડરેલી હતી ને અંદર બધાને જોતા તે વધારે ડરતી હતી. બધા તેને સાંભળવા આતુરતાથી રાહ જોતા હતા પણ તેના શબ્દો બહાર નિકળતા જ ન હતા.

'કમોન પરી, તું અહીં તારું સપનું પૂરું કરવા આવી છો. આમ ડરી જ્ઇશ તો દુનિયા તારા હુન્નરની પહેશાન કેવી રીતે કરશે' પરી... જો તું અહીં આવી છો તો તારી પાખોને ઉડવાનો એક મોકો આપ' ચારે ફરતી ગુજતા અવાજથી તેને આખો બંધ થઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

પોતાના સપનાને પુરુ કરવા આવેલી પરી શું આ પહેલાં કદમ ને પાર કરી શકશે.....?? જો તેનામાં સપનાનું જુનુન છે તો ડરે છે કેમ???શું થશે પરીના સપનાનું??? શું મહેર તેનો સાથ આપી શકશે...?? શું હશે તેના આગળની જિંદગીની રમત તે જોવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે..... (ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED