દિલ પ્રેમનો દરિયો છે - 10 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 10



મહેરે પોતાની વાત આગળ શરૂ કરી

"સવાર થતા જ તે બંને હોશમાં આવ્યાં ને મારી સામે જોતા રહયાં. હું કંઈ કહું તે પહેલાં જ તે બંનેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. તે છોકરો તે છોકરીને હજૂ પણ હઠ કરતો હતો ને તે ચૂપચાપ તેનો તમાશો જોતી રહી. સાયદ કોઈ મજબુરી તેને બાંધતી હોય.... મારા વિચારો ત્યાં જ શરૂ થઈ ગયા હતા. આમેય વિચારોની ગતી આપણા પગ કરતા વધું ઝડપી દોડી શકે છે. મારાથી તે વધારે સમય ન જોવાણું. એટલે, હું તે બંનેની લડાઈ વચ્ચે ઊભો રહયો. તે છોકરી તો હજુ એમ જ ઊભી હતી પણ તે છોકરો બબડતો હતો કે આ આમ જ પહેલાં લોકોને ફસાવે છે, તેનું ચહેરા પરનું ભોળાપણ લોકોને છેતરવામાં તે કામે લગાડે છે. મારી સાથે પણ તેને આવું જ કર્યુ ને અત્યારે જયારે મારે તેની ખાસ જરુર છે ત્યારે તે ચુપ ઊભી રહી મારી પાસે તમાશો કરાવે છે. તેનું બોલવું મારી ધ્યાનને બહાર હતું. કેમકે મારી નજર તે ખામોશ દેખાતી છોકરી પર હતી. તે બોલતો બોલતો જતો રહયો ને અમે બંને તે દરીયાની સામે જોતા ઊભા રહયાં. તેની હાલત ખરાબ હતી. મારે તેને ધર સુધી પહોંચાડવાની હતી ને મે તેને પહોચાડી પણ દીધી. તેની આ હાલત જોઈ તેના મમ્મી-પપ્પા તેના પર ભટકી પડયાં પણ તે કયાં કોઈની સાંભળવાની હતી.

હું ત્યાંથી બહાર નિકળી ગયો ને મારા ધરે ગયો. મારા ધરે હું એકલો જ હતો. એક નાની એવી રૂમ ભાડે લઇ હું અહીં મુંબઈ શહેરમાં મારુ કરિયર બનાવા આવ્યો હતો. ફરી બીજે દિવસે હું કામની શોધમાં નિકળી ગયો ને તે મને ત્યાં સ્ટુડિયો પર મળી.
મારી નજર તેના પર જાય તે પહેલાં જ તે મારી સામે આવી મને થેનક્યું કહી ગઇ. બસ આટલી જ મુલાકાત ને અમારી દોસ્તી શરૂ.

"હજું પણ તે તારી ફેન્ડ છે.......??? ચલને મારે તેને મળવું છે... " પરીની વાતનો જવાબ તો મહેર ના આપી શકયો પણ તેની આખોમાંથી વહેતા આશું ધણું કહી રહયા હતા. પરીએ મહેરનો હાથ પકડી લીધો. મહેરની રડતી આખોમાં થોડી આશ મળી ને તેને આગળ વાત શરૂ કરી

"આ દોસ્તી, બધા જ રસ્તા પાર કરાવે જતી હતી. તેનુ પાગલ પણું, તેનું જીદી પણું, કંઈક મેળવાનું જુનુન તેને તે બધું કરાવી રહયું હતું જે મારી જાણની બહાર હતું. મારા કરિયરની શરૂઆત તો સારી થઈ ગઈ પણ તેનું સપનું હજું પણ રસ્તા પર હતું. હું તેની મદદ કરવા અસમર્થ હતો કેમકે હજું મને અહિં કોઈ જાણતું પણ ન હતું. તે રોજ મને મળતીને મને તેની બધી વાતો કરતી. અમારી દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં પરિણમી રહી હતી. આમ તો હું તેને ત્યારથી પ્રેમ કરતો જયારે તેને પહેલી વાર મળ્યો પણ તેને કયારે કહેવાનો મોકો નહોતો મળ્યો જે હવે મળી રહયો હતો."

"ધીરે ધીરે હું પણ મારા કામમાં સક્રિય થઈ ગયો હતો. હું તેને હવે મદદ કરી શકું એમ હતો પણ તે મારા કરતાં વધારે સક્ષમ હતી. અમે બંને અમારા રસ્તા પર ચાલતા રહયા. બધું જ બરાબર ચાલતું હતું ને અચાનક જ એક દિવસ મારી ઉપર તેનો ફોન આવ્યો. આ્ઈ લવ યુ મહેર, તેના આટલો શબ્દો મને સંભાળાને ફોન કટ થઈ ગયો. મારી વિચારશક્તિ ખાલી થઈ રહી હતી. આખે આસું ને શરીરે પરસેવો છુટવા લાગ્યો. હુ હિમ્મત કરી તેની પાસે પહોંચવાની કોશિશ કરી પણ મારી બધી કોશિશ બેકાર હતી. જે વિચાર્યુ હતું આખરે તે જ થયું. મિતાએ સુસાઈટ કરી લીધું" મહેરની આખોમાંથી આસું એમ જ વહી રહયા હતા. તેના શબ્દો બોલતા તે રુકી ગયો. તે ત્યાંથી ઊભો થ્ઈ દરીયાના ઉછળતા મોજાને જોઇ રહયો. કંઈ પણ વિચાર્યા વગર પરી તેની પાસે આવી ને તેને મહેરને જોરથી હક કરી લીધો.

એકપળ માટે બધું જ રુકી ગયું ને બંનેના ધબકતા દિલ એક સાથે ધબકી ઉઠયા. આ કરંટ તેના હૈયાને ધ્રુજાવી રહયો હતો. સમય પણ ત્યાં જ થંભી ગયો હતો ને બંને એકબીજાની બાહોમાં ખોવાઈ ગયાં હતાં. આ શું થયું ને શું થ્ઈ રહયું હતું બધું જ અનજાન હતું. દિલ વિચારો વગર જ કેટલું બધું કહી ગયું હતું. મહેરના ફોનની રીંગે બંનેને એકબીજાથી અલગ કર્યા.

"સોરી, પરી મારે કોઈ અરજન્ટ કામ માટે જવું પડશે. ચલ પહેલાં હું તને ધરે મુકી આવું પછી જાવ"

"હું ટેકક્ષીમાં જતી રહી તું તારુ કામ પુરુ કરી આવ" મહેર ગાડી લઈને ત્યાથી નિકળી ગયો ને પરી તે દરીયાને જોતી રહી

" શું હતું આ બધું, હું તેની સામે કમજોર કેમ બની ગઈ. શું થઈ રહયું રહતું મને. મને તેની તકલીફથી આટલી તકલીફ કેમ થાય છે. શું ખરેખર હું પણ તેને...... ના, આ પ્રેમની દુનિયા મારા સપનાને તોડી શકે છે. મને તેના પ્રત્યે કોઈ લાગણી નથી." પરીના વિચારો ઘડીભર પણ રુકતા ન હતા. મહેરના વિચારો, તેને કહેલી આખી જ વાત તેના સામે તરવરતી હતી. "મિતા, આ નામ મે પહેલાં સાભળેલું છે. પણ કયાં, સાયદ અંકલ કે આન્ટી પાસે. પણ તે લોકોનો સંબધ મિતા સાથે........ " આખી જ કોઈ કડી ગુથ્થાઇ રહી હતી તેના મનમાં. બારીમાંથી આવતા ઠંડા પવનની લહેરો તેના વિચારોને વધારે ગુચ્છવતી હતી. ટેકક્ષી મુંબઇના રસ્તા પર જેટલી ઝડપે ભાગતી હતી તેટલી જ ઝડપે તેના વિચારો દોડતા હતા.

હજું મહેરેની અધુરી વાતો પરીના વિચારોનો વિષય બની ગયો હતો. જિંદગીને જેટલી ઈજી સમજી તેટલી ઈજી ન હતી. તે ધરે પહોચી. ધરે કોઈ ન હતું. એટલે તે બહાર ગાડૅનમાં જ્ઈ બેઠી. એકબાજુ મહેરની જિંદગી હતી ને બીજી બાજુ તેની પોતાની જિંદગી હતી. બંનેમાં કેટલું અંતર હતું.

ખરેખર જિંદગી શું છે તે આજે સમજાતું હતું. પળ પળ વહેતા વિચારોની વચ્ચે પરીનું મન ભારી થતું જતું હતું. આજ સુધી હંમેશા મોજ મસ્તી સિવાય બીજું કંઈ વિચારવાનો સમય જ નહોતો મળ્યો. આજે જયારે એકલા બેસી તે વિચારે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે જિંદગી એટલી સહેલી નથી જેટલી તે વિચારતી હતી. કોઈની તકલીફને સમજવી, કોઈને પોતાની જિંદગીનો એક હિસ્સો બનાવવો કેટલું મુશ્કેલ હોય છે. છતાં પણ લોકો આ બધી જ મુશકેલીને હસ્તા હસ્તા સ્વીકાર કરી લેઈ છે. ને તે બધાના સાથને ઠુકરાવી ભાગી રહી હતી. આજે તે સ્વીકારી શકતી હતી કે તેને કોઈ મોટી ભુલ કરી પણ સપનું પૂરું કરવા આ બધું જ તેને માન્ય હતું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
મહેરની લવ સ્ટોરી સુધી તો વાત પુરી થઈ ગઈ પણ મીતાએ શું કામ મોતને સ્વિકારી હતી.....?? શું હશે તેની જિંદગીનું રાજ.....?? એક નવી જ પહેલી પરીની જિંદગીમાં દસ્તક દેવા જ્ઈ રહી છે ત્યારે શું તે આ નવી જિંદગીને સ્વિકારી શકશે....?? શું તેની લાગણી મહેરના દિલને સ્પર્શી રહી છે...?? શું ખરેખર પરીને પ્રેમ થઈ ગયો.....??? સવાલો અનેક છે પણ જવાબ ખાલી તેનું સપનું છે ત્યારે શું થશે તેની આ નવી જિંદગીમાં તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે... (ક્રમશઃ)