Dil premno dariyo chhe - 4 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 4

" સોરી" તેની આખો ધણું બધું કહેતી હતી પણ તે બીજું કંઈ ના બોલી શકી. તેનું મોન અને રડતી આખો બધા જ સમજી ગયા હતા.

" બેટા, કોઈને પણ તારા વિશે કંઈ નથી જાણવું, ચલ તું મારી સાથે તારી રુમ તને બતાવું જયાં સુધી તારું સપનું પૂરું ના થાય ત્યાં સુધી તું અહી અમારી સાથે રહજે. " તે અંકલ આદેશ દેતા હતા કે પરી ને અહીં રહેવાની પરમિશન આપતા હતા તે તેને સમજાતું ન હતું.

કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર જ પરી તે અંકલની સાથે ગઈ. મહેરની બાજુનો રુમ જે હંમેશા ખાલી રહેતો તે રુમ તેને પરિને આપ્યો. આખી દિવાલ તસ્વીરો થી સજ હતી. તેમાં ત્રણ લોકોને તે મળી લીધી હતી પણ એક તસ્વીર હતી જે કંઈક અલગ લાગતી હતી. તેને અંકલને પૂછવું હતું પણ કયાં હકથી તે વાતે તે રુકી ગઈ. દરવાજાની અંદરની બાજુ એક બીજો દરવાજો હતો જે બાલકનીમાં જતો હતો. તેની પાસે એક નાની એવી બારી હતી જેની પાસે એક ટેબલ ને એક ખુરશી મુકેલી હતી. ટેબલ પર પુસ્તકનો ઠગલો એમ જ પડયો હતો કે તે જાણે તે વર્ષોથી ધુળ ખાઈ રહયો હોય. એકસાઈટ પર બેડ હતો ને તેની થોડીક દુર બાથરૂમ હતું. રૂમ નાની હતી પણ તેમાં મુકેલો સામાન બહુ જ સરસ રીતે ગોઠવેલ હતો.

"અંકલ, હું મારો સામાન લઇને આવું છું"

" તેની જરુર નહીં રહે, લો મેડમ આપકા સામાન" તેના કંઈ કહયા પહેલાં જ મહેર તેનો સામાન લઇને આવી ગયો હતો.

"થેન્કયુ....." મહેરને આવી રીતે તેની મદદ કરતા જોઇ પરીને તેના ભાઈની યાદ આવતી હતી. હંમેશા જ માગયાં પહેલાં તે ઘરે તેને બધું મળતું હતું. ને અહીં પણ ફરી તે જ પ્રેમ તે જ લાગણી વરસી રહી હતી. ત્યાં પોતાના હતા ને આ અનજાન છે.

"શું વિચારે છે...... ???"

" કંઈ નહીં, બસ એમજ........" મનમાં ઉપજેલા વિચારોને તે ચુપાવતી હોય તેમ મહેર પાસેથી પોતાનો સામાન લઇને તેને બેડ પર મુકયો. તે અંકલ પરીને રૂમ બતાવી નીચે જતા રહયા ને મહેર તેની સાથે વાતો કરવા બેસી ગયો.

"મહેર, એક વાત પુછવી હતી શું હું પુછી શકુ.......???"

" અરે...... વાત પુછવા પણ પરમિશન લેવાની શું....???"

" હા..... તો.... કોઈ વાત પુછવા લેવી જરૂરી છે ""

"ઓ..... ઓકે બોલ...." પરીએ એક તસ્વીર હાથમાં લીધીને મહેર સામે રાખતા બોલી,

" આ કોણ છે.....??? " મહેરના ચહેરાનો ભાવ વિખરાઈ ગાયો ને તેની આંખો ભીની થઇ ગઇ. તેની સામે આખી કાહાની તાજી થતી હતી પણ તે પરીને કંઈ કહેવા ન માગતો હોય તેમ તેને વાતને પલટાવી દીધી.

"તે બધી વાતો પછી કરીશું, પહેલાં એ કહે કે તું સિંગર શું કામ બનવા માગે છે....???"

" મારી પોતાની પહેશાન બનાવવા.... "

" પહેશાન, બનાવવા માટે તો બીજું ધણું કરી શકાય, પણ તે સિંગર બનવાનું જ કેમ પસંદ કર્યું "

"કેમકે મને તે ગમે છે.... તારા સવાલ પુરા થઇ ગયા હોય તો હવે હું થોડો આરામ કરી શકું.......????"

" હા.. તો મે કયા ના કહી તને..આ તો ખાલી તને પુછતો હતો... કાલે આવા સવાલ પણ ઓડીશનમાં પુછાય શકે... "

" થેન્કયું, હવે તું જ્ઈ શકે છે... " પરીએ મહેરને જબરદસ્તી બહાર કાઠયો ને તે ફ્રેશ થઈ બેડ પર સુતી. આખા દિવસના થકાનના કારણે નિદર બેડ પર લંબાવતા જ આવી ગઈ. રાત કયાં ગઈ ને સવાર કયારે થયું કંઈ જ ખબર ના પડી ને સવારના આઠ વાગ્યે તેની નિંદર ખુલી. ફટાફટ તે તૈયાર થઈ નીચે ગ્ઈ તો હજુ બહાર કોઈ દેખાતું ન હતું. તે ફરી પોતાની રૂમમાં જતી હતી ત્યાં જ મહેર તેને સામે મળ્યો.

" હવે કયાં જાય છે, હજું પણ નિંદર ખુલી નથી લાગતી. ને આ કોઈ સમય છે ઉઠવાનો....!!!!" મજાક કરતા મહેરને જોઈ પરીને હસવું આવી ગયું. આટલા સમયમાં પહેલીવાર તેનો હસતો ચહેરો જોવા મળ્યો હતો.

" તને, સવાર સવારમાં મારી સિવાય કોઈ ના મળ્યું"

" હવે, આ ઘરમાં તારા સિવાય બીજું કોણ છે"

"અંકલ- આન્ટી......????" તે એક પ્રશ્રાનાથૅ ભાવે મહેરની સામે જોતી રહી.

"મમ્મી ને પપ્પા સવારે વહેલા જ નાનાને ત્યાં ગયાં, તેમને આવતા બે દિવસ પણ લાગી શકે કે તેનાથી વધારે પણ થઈ શકે. "

" મહેર, હવે મારે પણ નીકળવું જોઈએ. જો સવારથી જ ઘર ગોતવાની કોશિશ કરી તો રાત સુધીમાં કોઈ જગ્યાએ મેળ આવી જાય."

" તારે જવું હોય તો તું જ્ઈ શકે છે, મને તેનાથી કંઈ પ્રોબ્લેમ નથી. આમેય તું મારા પર ભરોસો પણ કેવી રીતે કરી શકે, કોઈ અનજાન છોકરા સાથે બે દિવસ એકલા રહેવું...... " મહેરની વાતો પરથી તો પરીને એ અંદાજ આવી ગયો હતો કે તેને ખોટું લાગ્યું પણ તેનો તે મતલબ ન હતો. તે દુનિયાથી ડરતી જરુર હતી. પણ, તેને પોતાની જાત પર ભરોસો હતો. હા તે કોઈ પણ છોકરા પર ભરોસો નહોતી કરતી પણ મહેરને મળ્યાં પછી તેને એવું એકવાર પણ નહોતું લાગ્યું કે તે ખરાબ છે.

" મે તને એવું કાંઈ પણ કીધું....???તને નથી લાગતું કે તું થોડું વધારે વિચારે છે એવું...!!"

" તો, જવાની વાત શું કામ કરે છે...? "

"મહેર, અહીં હું પોતાના દમ પર મારુ સપનું પૂરું કરવા આવી છું. હું કોઈની પણ મદદ લ્ઈ ફરી કમજોર નથી બનવા માગતી... " તેના અધુરાં શબ્દો આગળ ના વધી શકયા ને તે મહેરની આખોમાં ખોવ્ઈ ગઈ. તેની આંખો પરીને ધણું કહેતી હતી. તેમાં રહેલો નિસ્વાર્થ પ્રેમ એક દોસ્તની લાગણીને બદલી રહયો હતો. પહેલી વાર કોઈ અનજાન હોવા છતાં પોતાનું લાગતું હતું.

"પરી, હું તને ડરાવા નથી માગતો પણ તું જેવું વિચારે છે ને તેટલી આ દુનિયા સારી નથી. તારુ એક કદમ તારા કરિયરને ખતમ પણ કરી શકે છે ને તેને બદલી પણ શકે. હું તારા સપનાને રોકવાની કોશિશ નથી કરતો પણ હું તારો દોસ્ત હોવાને ખાતીર તને એ જરુર કહીશ કે તું જે પણ કદમ ઉઠાવ હજાર વાર વિચારીને ઉઠાવજે. પછી તારે જે વિચારવું હોય તે મારા વિશે વિચાર પણ આ હકીકત છે કે કોઈ સપના ખાતર જ મે મારી સૌથી પ્રિય વ્યક્તિને ખોઈ દીધી છે......" તેના શબ્દો ત્યાં જ થંભી ગયાં હતાં. તેની આખોમાં આશું સાફ દેખાતા હતા. કોઈ ગહેરાઈ તેના ચહેરાના ભાવને બદલતી હતી. તે તેના આશું છુપાવી રહયો હતો પણ તેની યાદને રોકી નહોતો શકતો. તે ના પરિ સામે જોઈ શકયો , ના તેને કંઈ કહી શકયો. તે પોતાની રૂમમાં જતો રહયો ને પરી ત્યાં જ ઊભી વિચારતી રહી કે, તે કોની વાત કરતો હતો ને તેના આખમાં આશું કેમ હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

સપનાની રાહે આવેલી પરિની જિંદગી ફરી પ્રેમની લાગણી બની વહી રહી છે. ત્યારે શું તે ફરી કોઈ પ્રેમની જાળમાં ફસાઈ જશે તો પછી તેના સપનાનું શું થશે??? મહેર પરીને શું કામ રોકે છે તેનું સપનું પૂરું કરવા? શું હશે મહેરની પોતાની જિદગીની હકિકત ???કોણ હતું તે તસ્વીરમાં શું આ બધું પરી જાણી શકશે....તે જાણવા વાંચતા રહો 'દિલ પ્રેમનો દરિયો છે' .... (ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો