Dil Prem no dariyo che - 7 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 7

"મહેર તું જે દુનિયાને જો છે તેના કરતાં બહું અલગ છે અમારી દુનિયા. હું એમ નથી કહેતી કે ત્યાં છોકરીઓને ખુશ નથી રાખતા.. તે ખુશ રાખે છે પણ, પોતાનાથી વેગળી કરવા નથી માગતા. કોલેજમાં ભણવા, દોસ્તો સાથે પાર્ટી કરવા, મુવી જોવા જવું બધી જ છુટી આપવામાં આવે પણ જો કોઈ છોકરી છોકરા સાથે ઊભી રહી કે તેની સાથે વાતચીત કરતાં જોઈ ગયા તો આ સ્પેટર અહીં જ ખતમ થઈ જાય ને તેને હંમેશા માટે ઘરની ચાર દિવાલમાં પુરાઈ જવાનું. એમાં પણ ઘણા ઘરે મે જોયું છે કે છોકરીની જિંદગી ખાલી કંઈ પણ વિચાર્યા વગર પુરી થઈ જતી હોય છે. ના તેને કોલેજ જવાની પરવાનગી આપવામાં આવે છે, ના તેને સપના જોવાની પરમિશન. હજું તો તેની ઉંમર ભણવાની હોય તે ઉમરે લગ્ન કરી તેના બીજા ધરે મોકલી આપે બસ આજ જિંદગી ને આજ રમત કહાની ખતમ. સાયદ હું વધારે નહીં પણ તેના થોડુક પણ કરી શકું" તે ફરી કોઈ ઉડા વિચારોમાં ખોવાઈ ગઈ. અચાનક જ કંઈક યાદ આવતા તે તેના વિચારોમાંથી બહાર આવી ને મહેર સામે જોય બોલી,

"સોરી" તેનું સોરી શબ્દ મહેરની સમજની બહાર હતો. જાણે તેનાથી કોઈ મોટી ભુલ થઈ ગઈ હોય. તે કંઈ બોલ્યાં વગર જ ત્યાથી ઊભી થઈ ને લહેરતા દરીયાંની પાસે જ્ઇ ઊભી રહી" ચલને મહેર આ ઉછળતા મોજાંની સાથે થોડીક રમત રમીયે..!!

મહેર તેના બદલાયેલા રુપને જોતો રહયો. તે હજું કંઈ વિચારે તે પહેલાં જ પરી તેનો હાથ પકડી તેની સાથે લઇ ગઇ. ઉછળતાં કૂદતાં દરીયાની લહેરો સાથે બને હાથમાં હાથ નાખી કયાં સુધી આ દરીયાની સાથે રમત રમતા રહ્યા. ઉછળતો, કુદતો ને લોકોને આનંદ આપતો આ દરીયો પણ આજે થોડો વધારે તોફાની બન્યો હોય તેવું લાગતું હતું. તે ખુશી વ્યક્ત કરી રહી હતી કે દુઃખની લાગણી બહાર ફેકવાની કોશિશ, તે જ મહેર ને સમજાતું ન હતું. તેની આખોની ઊંડાણમાં આસું હતા ને તેના ચહેરા પર તે ખુશી દેખાડતી હતી. તેની અંદર બળતી આગને મહેર જોઈ શકતો હતો. તે કહેવા માંગતો હતો તેને કે પરી કોઈ સાથ આપે કે ના આપે હું તારી સાથે રહીશ પણ તેમાનો એક પણ શબ્દ તે બોલી ના શકયો. તેને પરીનો હાથ એકદમ ફીટ પકડી રાખ્યો કે તે કયારે છોડી ના શકે.

"શું થયું.....???" પરી તેને પુછતી હતી પણ તેની પાસે કંઈ જવાબ ન હતો. આ અહેસાસ નો પહેલો રંગ હતો જે બંનેને સ્પર્શી રહયો હતો. કંઈક અલગ અનુભુતી હતી. પણ સમય હજું માનવા તૈયાર ન હતો ના તે બંને તે સ્વીકારવા તૈયાર હતા.

આસપાસ ની દુનિયા ને અહીં આવેલા બીજા કેટલા માણસો. કોઈ પોતાની મસ્તીમાં મસ્ત હતું, તો કોઈ એકબીજાની બાહોમાં વ્યસ્ત હતું, તો કોઈ સેલ્ફી લેવામાં, તો કોઈ એકાંતમાં પોતાના મનને મનાવતું હતું. આ બધાની વચ્ચે જ પરી કંઈક અજીબ વિચારોમાં ખોવાયેલ હતી.

" અજીબ નથી લાગતું તને આ બધું મહેર.....!!!!"

"શું......????"

"એ જ કે કોઈ અચાનક જ કોઈ ના પર ભરોસો કંઈ રીતે કરી શકે.....!! આપણે એકબીજાને બરાબર સમજતા પણ નથી, કયારે મળ્યા પણ નથી છતાં પણ એવું લાગે કે હું તને બહું પહેલાંથી જાણું છું." તે આગળ વાત કરતા થંભી ગઈ. તેને કહેવું તો ધણું હતું પણ તેના શબ્દો આગળ ના વધી શકયા. ના મહેર તેના જવાબમાં કંઈ કહી શકયો.

સાંજ થોડી ઠળવા લાગી હતી. બંને ત્યાથી નિકળી ઘરે ગયા. આખા દિવસના થાક કરતા પરીને તેના વિચારોનો વધારે થાક લાગ્યો હતો. હજું મહેરના મમ્મી પપ્પા ઘરે નહોતા આવ્યાં. તે કયારે આવશે તેનું પણ નક્કી ના હતું. પરી તેની રૂમમાં ગઈ સુવાની કોશિશ કરી પણ નિદર ના આવી. તે થોડીકવાર બહાર બાલકનીમાં ઊભી રહી. હજું પણ મન વિચલિત હતું. તેને ટેબલ પર રાખેલી બુકો ખોલી. એક પછી એક બુક ખોલી જોઈ પણ તેને તેમાં પણ મન ના લાગ્યું. તે બહાર ગઈ તો મહેર સોફા પર બેસી લેપટોપ પર કંઈક કામ કરી હતો. તે મહેર પાસે જ્ઈ બેસી ગઈ

"કેમ, નિદર નથી આવતી...??? આટલું વિચારયા કરીશ તો થાકી જ્ઈશ, ને થાકેલો માણસ હંમેશા હારી જાય છે. જે રસ્તો છોડી જ દીધો છે તે રસ્તે પાછળ ફરી ને શું કામ જોવાનું. રસ્તો બદલયા પછી તે રસ્તે ચાલવાની હિંમત રાખવી જોઈએ." મહેરે તેનું કામ કરવાનું શરૂ રાખ્યું એકપણ વખત તેને પરી સામે નહોતું જોયું. તે પરીને સમજાવતો હતો કે તેને તાના મારતો હતો તે પરીને નહોતું સમજાતું.

"મહેર તારી સાથે વાત કરવી હતી....પણ તું બીજી લાગે. કંઈ નહીં પછી તું ફી થાય ત્યારે........."

"બોલ ને કામની સાથે વાત પણ થઈ શકે...... "

"ના, પછી કરીશું..."

"ઓકે" તે મહેરની પાસે એમ જ ખામોશ બેઠી રહીને મહેર તેનું કામ કરતો રહયો. મહેરનું કામ મોડા સુધી ચાલ્યાં કર્યું ત્યાં સુધીમાં તો પરીને નિદર પણ આવી ગઈ. તે ત્યાં જ સોફા પર કયારે સુઈ ગઈ તે પણ મહેરને ખ્યાલ ન રહો. તેનું કામ પુરુ કરી તે પરીની સામુ જોવે છે તો પરી નિદરમાં હતી. તેની બંધ આખોમાં થોડી ખુશી ને તેના ચહેરા પર એક ખામોશીની રેખા દેખાય છે."

" આ્ઈ એમ રીયલી સોરી પરી. મે તારી વાત ના સાંભળી. પણ મારે તને કોઈ પણ હાલતમાં તુટવા નથી દેવી. તું અહી તારી મરજીથી તારુ સપનું પૂરું કરવા આવી છો તો આ લડત પણ તારે એકલા જ લડવી પડશે. હું તારો સાથ જરુર આપીશ પણ અત્યારે નહીં જયારે તને એવું લાગે કે તારે મારી જરુર છે ત્યારે. તારી વાતો સાંભળ્યા પછી મને ખ્યાલ આવ્યો પરી કે મે એક બહું મોટી ભુલ કરી દીધી પણ હવે નહીં. મે તેને તો ખોઈ દીધી પણ તારી સાથે હું એવું કંઈ નહીં થવા દવ" તેની આખો આસુંથી છલકાઈ રહયા હતા. તેને પરીને તેની ગોદમાં ઉઠાવી ને તેની રૂમમાં સુવડાવી દીધી. પરીના માથા પર હાથ ફેરવી તે રુમની બહાર જતો હતો ત્યાં જ તેની નજર તે દિવાલ પર લાગેલ તસ્વીર પર ગઈ.

પોતાના આસું ને હવે તે રોકી નહોતો શકતો તેને આજે એકલા જ રડી લેવું હતું પણ તે વધારે રડી ના શકયો. કયાં સુધી આ તસ્વીરને જોયા પછી ફરી તે પરી પાસે ગયો. તેનો હાથ હાથમાં લીધો ને તેના માસુમ ચહેરા સામે જોતો રહ્યો. "પરી આ દુનિયા તું સમજે છે એટલી સારી નથી. તારી ફેમિલી ગલત નથી તે જાણે છે એટલે તને રોકે છે." તે પરીને બધું જ જણાવા માગતો હતો પણ કેવી રીતે...

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરીની અંદર બળતી આગને શું મહેર ઠારી શકશે...??? કોણ છે તે તસવીરમાં ને મહેર શું કામ તેના વિશે પરી ને નથી જણાવી શકતો..?? શું પરી પોતાના સપના સુધી પહોંચી શકશે?? શું ખરેખર પરીનો રસ્તો સાચો છે.... તો પછી તેના પરીવારે તેનો સાથ કેમ ના આપ્યો...??? શું હશે પરી અને મહેર બનેનું રહસ્ય તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે..... (ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED