khau khau khau khau books and stories free download online pdf in Gujarati

ખાઉ, ખાઉ, ખાઉ ખાઉ “ખવૈયા ની યશોગાથા

ખાઉ, ખાઉ, ખાઉ ખાઉ “ખવૈયા ની યશોગાથા" !
( લઘુ હાસ્ય વાર્તા )

ખવૈયો ખાઉ , ખાઉ , ખાઉ ખાઉ ! બાલમંદિર કાળ થી ખવૈયો ખાવામાં માસ્ટર તે હાઇસ્કૂલ કાળ સુધી અણનમ ! ચાર-ચાર વિદ્યાર્થીઓના નાસ્તાના ડબ્બા આંખના પલકારામાં ખવૈયો છુ કરીને આરોગી જતો ! ભરમ-ભરમ હાઇસ્કૂલમાં ખવૈયાએ રાડ બોલાવી દીધેલી ! છોકરાઓ ટીચરને ફરિયાદ કરતા ટીચર- ટીચર અમે લોકો ભુખ્યા રહીએ છીએ, છતે ટીફીને અને આ ખવૈયો ચાર-ચાર છોકરાઓના ટીફીન એકલો ચારહાથે ધાબડી જાય છે ! ત્રાહિમામ ટીચર ત્રાહિમામ ! કંઈક કરો ટીચર , કંઈક કરો નહીં તો આ ખવૈયો અમોને ભુખ્યા મારી નાખશે !
ટીચરની ધમકી , માર-ધાડ તેમજ દમ-દાટીની ખવૈયા ઉપર કોઈ અસર થતી નહી . છોકરાઓના વાલીઓ હાઇસ્કૂલમાં ખવૈયા વિરુદ્ધ ફરિયાદ કરતાં તો પણ તેઓનું કઈ ઉપજતું નહી ! છેલ્લે છેલ્લે તો ખવૈયાએ જુલમની તમામ હદો પાર કરી નાખી હતી ! ટીચરોના ડબ્બાઓ ઉપર પણ હવે ખવૈયાએ ખેલા ચાલુ કર્યા હતા ! આંખના પલકારામાં ટીચરોના ડબ્બાઓ પણ સાફ થઈ જતાં હતા ! ટીચરો પણ હવે તો ત્રાહિમામ , ત્રાહિમામ પોકારવા લાગ્યા હતા ! છેટ હાઇસ્કૂલના ટ્રસ્ટીઓ સુધી ખવૈયાની કોઈનું ખાઈ જવાની ફરિયાદ પહોચી હતી , ખવૈયાની હાઇસ્કૂલમાથી હકાલપટી નિશ્ચિંત હતી !
પાંચ સભ્યોની કમિટીમાં ખવૈયાને હાજર કરવાનું ફરમાન છૂટયું ! કમિટીમાં ખવૈયાની પધરામણી થતાં મિટિંગ ચાલુ થઈ , ખવૈયા વિરુદ્ધ અલગ-અલગ આક્ષેપોની ચર્ચા થઇ ! ખુદ ખવૈયાને કોઇકનું ખાઈ જવા બાબતે પ્રશ્નો પૂછાયા , ખુલાશા પૂછાયા ! ખવૈયા તરફથી સંતોષકારક ઉતર ન મળતા કમિટી ભરમ-ભરમ હાઇસ્કૂલમાથી ખવૈયાની હકાલપટી બાબતે સર્વસમતી ઉપર પહોચી , આખરી નિર્ણય અધ્યક્ષશ્રી ઉપર ઢોળાયો ! અધ્યક્ષશ્રી કોઈ નિર્ણય આપે તે પહેલા ખવૈયાએ આંગણી ઊંચી કરીને પોતાની રજૂઆત કરવાનો ઈશારો જાહેર કર્યો !
કમિટીમેમ્બરોએ સહમતી આપતા ખવૈયાએ અધ્યક્ષશ્રીને કોઈપણ ચુકાદો આપતા પહેલા ખાવા માટેની રિકવેસ્ટ રજૂ કરી ! ખવૈયો બોલ્યો – માનનીય અધ્યક્ષશ્રી અત્યારે બપોરનો 2 વાગ્યો છે , મારાથી ભુખ સહન થતી નથી ! આથી કોઈપણ ફેસલો લેતા પહેલા લંચનું એલાન કરી દેવામાં આવે અને કોઈપણ ફેસલો લંચ બાદ જ સંભળાવવામાં આવે ! ખવૈયાની વાત સાંભળી કમિટી મેમ્બરો બહારથી નારાજ પરંતુ અંદર થી ખુબજ ખુશ થયા ! અધ્યક્ષશ્રી મહત્તમ મહત્વાકાંક્ષીએ ખવૈયાની વાત માં સહમત થઈને મિટિંગ હોલમાં જ બધાના લંચની વ્યવસ્થા કરી આપી !
તાત્કાલિક ધોરણે હોટલમાથી લંચ મંગાવવામાં આવ્યું ! ભુખ્યા મેમ્બરો તેમજ ખાવાનો ખા ખવૈયો લંચ ઉપર તૂટી પડ્યા ! અધ્યક્ષશ્રી મહત્તમ મહત્વાકાંક્ષી ખવૈયાનો ખોરાક જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયા , ખવૈયા ઉપર ઓળ-ઘોળ થઈ ગયા , ઓવારી ગયા !
લંચનું કામકાજ પૂરું થતાં કમિટીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું ! હવે તો ફેસલાની ઘડી હતી ! મિટિંગ હોલ સૂમ-સામ ! દરેક મેમ્બરોને આશંકા હતી જ કે આજતો અધ્યક્ષશ્રીના એક જ ફેસલાથી ખવૈયો ભરમ-ભરમ હાઇસ્કૂલમાથી આઉટ થઈ જશે ! હાઇસ્કૂલમાં કોઈ ખાવા વાળું નહીં રહે , મતલબ કે ખવૈયા જેવુ ખમતીધર ખાવાવાળું !
અધ્યક્ષશ્રી એ પોતાનો ચુકાદો સંભળાવવાનું શરૂ કર્યું - માનનીય કમિટી મેમ્બરો ! આજની કાર્યવાહી ને અંતે હું એ અંતિમ નિર્ણય ઉપર પહોચ્યો છુ કે ખવૈયાને એક તક આપી નિર્દોષ છોડી મૂકવામાં આવે , કોઈ પગલાં ન લેવામાં આવે , આ બધો વિચાર મે ખૂબજ મથામણ ને અંતે કર્યો છે ! મને ખવૈયામાં ભવિષ્ય દેખાય છે, શક્યતા દેખાય છે ,આથી હું ખવૈયાને નિર્દોષ જાહેર કરું છુ ! દરેક કમિટી મેમ્બરોએ અધ્યક્ષશ્રીના ચુકાદા નું સન્માન કર્યું , ચુકાદાને બિરદાવ્યો અને માથે ચડાવ્યો !!
કમિટીનુ કાર્ય પુરુ થતાં અધ્યક્ષશ્રીએ મેમ્બરોને પોત-પોતાના સ્થાને જવા આદેશ કર્યો , ફક્ત ખવૈયાને છોડીને ! મેમ્બરો પોત-પોતાના ઘરે જવા રવાના થયા ત્યારબાદ અધ્યક્ષશ્રીએ ખવૈયાને પોતાની પ્રાઇવેટ ચેમ્બરમાં એક અલગ મિટિંગ માટે ઈનવાઇટ કર્યો ! ખવૈયાએ અધ્યક્ષશ્રી સમક્ષ સાંજનું પણ જો જમવાનું થઈ જય તો ...... આ પ્રમાણે નો પ્રસ્તાવ મૂક્યો જે મહત્તમ મહત્વાકાંક્ષી દ્વારા તુરત જ સ્વીકારી લેવામાં આવ્યો !
ખવૈયા સાથેની મિટિંગમાં થોડી પ્રાથમિક ચર્ચા પછી મહત્તમ મહત્વાકાંક્ષીએ ખવૈયાને પોતાના અઢળક ધંધાઓ તથા પોતાનું ભરમ-ભરમ ગ્રૂપ કેટ-કેટલી સંસ્થાઓ સાથે જોડાયેલુ છે તે બાબતે અવગત કર્યો !
આ બધી સંસ્થાઓ શૈક્ષણિક ઉપરાંત ધાર્મિક , સામાજિક તેમજ રાજકીય કાર્યો પણ અવાર નવાર કરી નાખે છે , તે બાબતે પ્રકાશ ફેંક્યો ! અંતમાં મહત્તમ મહત્વાકાંક્ષીએ જણાવ્યુ કે ..... મી. ખવૈયા તમારે આ બધી સંસ્થાઓનું કાર્ય આગળ ઉપર ઉપાડી લેવાનું છે અને ખાવા-પીવાની કોઈપણ જાતની ચિંતા કરવાની નથી ! અહી તો ભગવાનની મહેરબાનીથી ખાવા-તેમજ પીવાની કોઈ જાતની ચિંતા છે જ નહીં ! બિન્દાસ્ત ખાવાનું અને પીવાનું જ છે , ચાર હાથ છે પ્રભુના આપણી ઉપર તેમજ આપણી સંસ્થાઓ ઉપર ! ફક્ત તેને આગળ વધારવાની છે , ટોપલેવલે પહોચાડવાની છે , ગ્રોથ કરી બતાવવાનો છે , ઓ.કે મી. ખવૈયા ! તમે આ બધા કાર્યો માટે મારી સાથે જોડાવવા તૈયાર છો ? ખાવા-પીવાનું નામ પડતાં ખવૈયાના મોઢામાં પાણી આવ્યું અને તુરંતજ મહત્તમ મહત્વાકાંક્ષીની દરખાસ્ત સ્વીકારી લીધી ! ખવૈયો ભરમ-ભરમ ગ્રૂપનો એક મહત્વનો સભ્ય બની ગયો !
ખવૈયાની ખાનદાની ખાવા-પીવા ની ખાસિયત થી ભરમ-ભરમ ગ્રૂપ તથા તેની સંલગ્ન સંસ્થાઓએ આગળ જતાં દેશમાં તથા સમાજમાં મોટું બેનર તથા નામ ઊભું કર્યું ! ત્યારબાદ મહત્તમ મહત્વાકાંક્ષીએ આ દુનિયા માથી ચીર વિદાય લીધી . ભરમ-ભરમ ગ્રૂપનો બધો ભાર ખવૈયાના ખંભે આવ્યો જે તેને બખૂબી નિભાવ્યો અને આગળ જતાં ભરમ-ભરમ ગ્રૂપ “ખવૈયા એશોસિએટેડ ગ્રૂપ” તરીકે મશહુર બન્યું ! અને આ ગ્રૂપના કાર્યો “ખવૈયા કાર્યો” તરીકે ઓળખાયા !
આગળ જતાં આ ગ્રુપે ખુબજ મોટા સામાજિક , ધાર્મિક , શૈક્ષણિક તેમજ રાજકીય કાર્યો કર્યાં જે બધા જ “ખવૈયા કાર્યો” તરીકે પંકાયા , ઓળખાયા તેમજ પ્રસિદ્ધિ પામ્યા અને તેનો તમામ યશ , કિર્તિ , પ્રશિદ્ધિ “ખવૈયા એશોસિએટેડ” ના નામે ખવૈયાને મળી !!!
આ રીતે ખાઉ, ખાઉ, ખાઉ ખાઉ ખવૈયા ની યશોગાથા પૂર્ણ થઈ !
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED