Psycho Killer books and stories free download online pdf in Gujarati

Psycho Killer

મુંબઈ એક સપનાની દુનિયા,જ્યાં હજારોના સપનાઓ બનતા અને તુટતાં,અજીબ શહેર છે,જ્યાં કેટલીયવાર મુંબઈ પર હુમલાઓ થયાં અને ફરી મુંબઈ નવેસરથી બનતી અને ઉભી થઇ જતી,વારદાતો અવારનવાર ઘટતી અને અમારો ડીપાર્ટમેન્ટ એટલે કે પોલીસ Department એ વારદાતોના સાગરીતો સહીત ને જડમુડ માંથી ગોતીને એનો સફાયો કરતી હતી,
મુંબઈમાં ઘણાં લોકો ડોન બન્યા,ભાઇ બન્યા,ફિલ્મસ્ટાર બન્યા,ઉદ્યોગપતિ બન્યાંતો કોઇક રાજકીયનેતા બન્યાં,અને હું દિપક ગઢવી મહારાષ્ટ્રમાં આવ્યો હતો,ઉત્તર પ્રદેશમાંથી મારુ ટ્રાન્સફર મુંબઈમાં થયું હતું,એક એવા કેસમાં કામ કરવા માટે જ્યાં હિરોઇનના મર્ડર થતા હતાં,
કેઈસ મેં કેમ સોલ્વ કર્યો અને એનો Killer કોણ હતો એ વિશે હું એક એક વાત બારીકાઈથી તમને કહું છું,
કોઇ ટીવીની હિરોઇન તો કોઇ ફિલ્મની હિરોઇન અને વેબ સીરીઝની હિરોઇન,આવી મહાન હિરોઇનોના મર્ડરથી ફિલ્મસ્ટારમાં ગમગીની અને હાહાકાર મચી રહયો હતો,
એક એવો psycho Killer કે જેને હિરોઇન ગમતીના હોય એવી હિરોઇનનું એ મર્ડર કરી નાખતો હતો,
એ કોણે છે? આટલી નફરત કેમ રાખતો? કેમ એ બધાને જીવ થી મારી નાખતો? એતો હવે ખુની હાથમાં આવે ત્યાંરે ખબર પડે..
લગાતાર મર્ડર ફિલ્મ સીટીના સેટ પર થતા હતા,અને મર્ડર વેપન કોઇ જ નહીં,અને વિક્ટીમની બોડી પર જરાક પણ ખરોચ નહિં અને કોઇ પણ જાતનું ઇન્જેક્ટ કરેલું હોય એવા પણ નિશાન નહિં,ખુની કોઇક અંદરનો જ હોવો જોઈએ,અને એ વિક્ટીમને સારી રીતે ઓળખતો હોય એવું મને ચોક્કસપણે લાગતું હતું,આ મર્ડર પ્રી પ્લાન કરીને જ કર્યું હોય એવું લાગતું હતુ,ફોરેન્સિક રિપોર્ટમાં વિક્ટીમને ઝેર આપવામાં આવ્યું હોય એવું એ લેબ ના ડોક્ટરનું માનવું છે,
કેમકે વિક્ટીમની બોડીના હાથના નખ લીલા પડી ગયા હતા,અને બીજી વિક્ટીમના પગના નખ પણ ઝેરથી લીલા પડી ગયા હતા,આંખો લીલી પડી ગઇ હતી અને બોડીનો કલર પણ લીલો પડતો ગયો હતો,અને એ ઝેર આપ્યા પછીની કલાકો સુધી માં વિક્ટીમનું મોત થાય છે,
પણ ડોક્ટરનો કહેવાનો તાત્પર્ય એ છે કે વિક્ટીમને ઝેર પીવડાવવામાં નથી આવતું પણ જેમ કે હિરોઇન છે એટલે લિપસ્ટીક લગાવતી હોય એટલે એ લિપસ્ટીકમાં ઝેર મિલાવવામાં આવે છે,અને પછી એ વિક્ટીમ બે હોઠ ને અંદર દબાવીને લિપસ્ટીક કેવી લાગે છે એ ચેક કરતી હોય છે,અને એ બે હોઠને જીભના ભાગ સુધી દબાવે છે એટલે ઝેર જીભ વડે અંદર જાય છે અને વિક્ટીમનું કલાકો માં મોત નીપજે છે.
આ બધી હિરોઇનમાં અમુક બાબતો common હતી,જેમ કે એ દેખાવ માં સુંદર હતી,ફ્રેન્ડઝ ફોલોવર્સ હજારો લાખો માં હતા,સોશિયલમીડિયામાં અને એની બહાર પણ એના ચાહકો બહુ હતા,કિલરને આ બાબતો ગમતી નથી હોતી,
હવે મારા મનની અંદર એવા પ્રશ્નો થતા હતા કે Killer દેખાવમાં કદરુપો હશે અથવા એ Killer ને સફળતાઓ નહિં મળી હોય,અને જ્યાં એને સફળતા દેખાઇ હશે ત્યાં આવી હિરોઇનોએ એની જગ્યા છીનવી લીધી હશે,એટલે તે એક પછી એક મર્ડર કરતો રહેતો હતો.પણ સવાલોના જવાબ મેળવવા માટે મારે એ સવાલોમાં ગોઠવાવુ ખુબજ જરૂરી છે,બીજો એ પ્રશ્ન થતો કે એ અમુક વિક્ટીમને નખથી ઝેર ચડ્યું છે તો અમુકને આંખોમાં,હવે ધીમે ધીમે એ બધા વિક્ટીમોની બોડીના રીપોર્ટ મને સાફપણે નજર આવતા હતાં,હિરોઇન છે એટલે એની નજીક રહેવાળા ઘણા લોકો હોય છે. હિરો હોય,પ્રોડ્યુસર હોય,ડાયરેક્ટર હોય,અને સાથી કલાકારો અને સ્પોર્ટ બોઇઝ,તેમજ કેમેરામેન,અને ક્લેપ આર્ટિસ્ટ હોય,પરંતું હજી એક એવી કલાનો માહિર મારાથી મીંસિંગ હતો,અને એવામાં મારાં અંકલ ને ત્યાં એક પ્રસંગ આવ્યો હતો,એટલે હું અને મારી વાઇફ બંન્ને તૈયાર થઈ રહ્યાં હતાં,હું તો વહેલો તૈયાર થઇ ગયો હતો અને મારી પત્નીની રાહ જોતો હતો,એવામાં હું રૂમમાં ગયો જ્યાં મારી પત્ની mirrorની સામે બેસીને makeup કરતી હતી અને મને મગજ માં લાઇટ થઇ કે નક્કી જે મારો એક શંકાનો સવાલ મળતો ન હતો એ આ જ છે અને એ છે makeup artist..હિરોઇન પાસે makeup artist તો હોય જ,અને પછી હું અંકલની પાર્ટી માં જતો હતો એ વખતે મે મારી પત્નીને કહ્યું કે આજે મારા બધા ખર્ચાના પૈસા વસુલ થઇ ગયા તારા લીધે!
ઓહ!અચ્છા..એ કેવી રીતે?
હું જે ખુનીને શોધતો હતો એ બીજું કોઇ નહિં પણ એ makeup artist છે.
તમને કેમ ખબર પડી કે એ ખુની makeup artist છે?
અરે એ તારા પરથી ખબર પડી ,
કેમ હું તમને ખુની જેવી લાગું છું?
અરે ના હવે,હું ફટાફટ તૈયાર થઈ ગયો હતો અને તારી રાહ જોતો હતો,
તો હું રૂમમાં આવ્યો અને જોયું તો તું mirrorની સામે બેસીને makeup કરતી હતી,અને જેટલી હિરોઇનોના મર્ડર થયા એમાં common હતું એ આંખમાંથી ઝેર,એટલે કે કાજલપેનમાં એણે ઝેર ઇન્જેક્ટ કર્યું હશે,પછી જીભથી ઝેર બોડીમાં ફેલાયું એટલે લિપસ્ટીકમાં ઝેર ઇન્જેક્ટ કર્યું હશે,હાથના અને પગના નખમાંથી જે ઝેર ગયું હશે એ nail polishની બોટલમાં ઇન્જેક્ટ કર્યું હશે..
હા એ બની શકે પણ તમે લોકોએ makeup સામાન ચેક કર્યો હતો એ બધી હિરોઇન નો....?
ના એ નથી કર્યો પણ હવે હું કરીશ,બસ આ પાર્ટી પતી જાય પછી હું સીધો પોલીસ સ્ટેશન જઇશ અને તું અંકલના ઘરે રોકાઇ જાજે,હું ઘરે જઇશ ત્યારે તને લેતો જઇશ.
હા સારુ....
વાહ..!બધા કહેતા હતા કે ઘરવાળી કોઇ દિવસ કામનો આવે પણ એ લોકો ખોટું કહેતા હતા..
હું સીધો પાર્ટી પુરી કરીને પોલીસ સ્ટેશન ગયો અને બધા વિક્ટીમોનો સમાન ચેક કર્યો અને makeupનો સમાન લઇને હું ફોરેન્સીક લેબ ગયો અને કાજલ પેન,nail polish,lipstickને બધા સામાનોનું ટેસ્ટીંગ કરાવ્યું પણ કઈ મળ્યું નહિં..પરંતુ કઈ મળ્યું નથી એ મને ખબર છે પણ પેલા Killerને ક્યાં ખબર હતી? હવે આ બધી હિરોઇનોનો કોમન makeup artist કોણ હતોએ શોધવાનું રહ્યું,તો શરુઆતથી જાણવા મળ્યુ કે આ બધી હિરોઇનોની makeup artist હતી માનસી કે.નારાયણ. જે સાઉથ ઇન્ડિયન હતી અને એ મુંબઈની એક હોસ્પિટલમાં લેબમાં કામ કરતી હતી.
હું એની પૂછતાછ માટે એ જ્યાં રહેતી હતી ત્યાં ગયો,પણ એ ત્યાં મળી નહિં એટલે મેં એના બાજુવાળાને પૂછ્યું તો જાણવાં મળ્યું કે એ કેરલના કોંચી શહેરમાં ચાલી ગઇ છે.
મેં પ્રોડ્યુસર પાસેથી એ માનસીના નંબર લીધા અને એ નંબરને ટ્રેસ કર્યાં તો કોંચીના એક વ્યપીન પાસેના ગામમાં એનો મોબાઇલ ટ્રેસ થયો અને હું મારી ટીમ સાથે વ્યપીન જવા નીકળ્યો.
સવારે અમારી ફ્લાઇટ કોંચીમાં લેન્ડ થઇ અને કોંચીના એસ.પી. દિનેશ માર્ક થોમસ.જે મારા મિત્ર હતા અને મેં એ કેસ બાબતની તમામ જાણકારી એમને share કરી અને એમણે અમને બધી રીતે હેલ્પ કરી અને અમે લોકો માનસી સુધી પહોંચ્યા અને એની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવ્યાં અને મેં કેસ બાબતે ખુલાસોં કર્યો,અને રેકોર્ડ સાથે એણે ગુનો કબુલી લેવાનો પ્રયત્ન કર્યો પણ એ ચાલાક હતી,
મેં શું ગુનો કર્યો છે? અને હું તો માત્ર એક makeup artist છું અને હું કોઇનું ખુંન કેમ કરી શકું?
માનસીની ઘણીવાર પૂછપરછ બાદ બધા સવાલોના જવાબ આપતી અને મેં વિચાર્યું કે હું માનસીને confuse કરું તો કદાચ એ જવાબ આપી દે કે આ ગુનાઓ એણે કર્યા છે.
જુઓ તમેજ ખૂન કર્યું છે એના બધા સબુત છે,પુરાવા છે મારી પાસે મીસ.માનસી કે. નારાયણ,કાજલપેનથી માંડીને nail polish સુધીના બધા જ પુરાવા છે મારી પાસે,
હોય જ નહિ એ બધા પુરાવા તો મેં ક્યારના નષ્ઠ કરી નાખ્યાં હતા.....
જોયું આવી ગયુંને સાચું બહાર..જુઓ હવે તમે તમારો ગુનો કબુલી લો ,તમારે આવું કામ કેમ કરવું પડ્યું? શું કામને આવા કૃત્ય કરવાની જરુર પડી હતી?
તો હું શું કરું? નાનપણથી જ હું આવી છું,ભણવામાં હોંશિયાર હતી પરંતુ રંગરૂપ અને દેખાવમાં કદરરૂપી હતી,અને મારૂ બોલવાનું તમે જોઇજ શકો છો કે હું કેવું બોલું છું,બધી છોકરીઓને લિપસ્ટીક nail polish અને કાજલ લગાવતા જોતી હતી તો મને પણ ખુબજ મન થતું હતું,પણ મારે તો હોઠ જ નથી હું શું lipstick લગાવું? મારાં હાથ કે પગ પણ સુંદર નથી હું શું nail પોલિશ લગાવું? આંખો પહેલેથી કાળી છે,હું શું કાલજપેન લગાવું? મારી પાસે છોકરાઓ તો દૂર પણ કોઇ છોકરીઓને પણ મારી સાથે લાગણી નોહતી,
બધી છોકરીઓ પાસે boyfriend હોય છે,સારો પતિ હોય છે,અમુક છોકરીઓ હિરોઇન બને છે,આ બધું જોઇને હું એકદમથી તણાવમાં આવી જતી હતી,અને એક દિવસ મેં વિચાર્યુ કે હું એ છોકરીઓને ટારગેટ કરીશ કે જેના ફોલોવર્સ વધારે હોય,જેના ચાહકો વધારે હોય,
અને એટલાં માટે હું makeup artist બની,અને મુંબઈ આવી પહોંચી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે ફેમસ actress હોય એને ટાર્ગેટ બનાવી અને લેબનો ભરપુર અનુભવ હતો,કયું ઝેર કેટલીવારમાં અસર કરે,એ ઝેર કેવી રીતે બને,અને એ ઝેર ક્યાંય માર્કેટમાં નહિં મળે પણ અમારા અહીંયા કેરલમાં ઝેરી કાંચીડા હોય એમાંથી હું ઝેર બહાર કાઢીને એક શીશીમાં ભરીને મુંબઈ લઇ ગઇ હતી, અને જે હિરોઇનો તૈયાર થવાં આવે એની પહેલાં હું એ ઝેર lipstick,nail polish,kajal pen,માં ઇન્જેક્ટ કરી નાખતી,અને એ હિરોઇન એનો ઉપયોગ થઇ ગયા બાદ એ પરફોર્મન્સ આપવાં જતી ત્યારે હું એ બધો સામાન બદલી નાખતી,અને ઝેર વગરની lipstick,nail polish and kajal pen મૂકી દેતી હતી,જેથી કરીને વિક્ટીમના સામાનની તપાસણી થાય તો એમાં ઝેરના ટીસ્યુ ના મળે.
મીસ.માનસી કોણે કહ્યું કે લોકો તમને રંગરૂપ સૌંદર્યથી જ તમારી પાસે આકર્ષિત થાય એમ? એ તમારી બહુજ મોટી માનસિકતા હતી અને એના કારણે તમે આ આવું બધું ના કરવાનુ કરી નાખ્યું,કોને ખબર કે તમને ચાહનારો તમને ખુબ ચાહતો હશે,કોને ખબર કે એ તમને રંગરરૂપથી નહિં પણ તમારા મનને ચાહતો હશે,
અરે !સાહેબ મારા જેવા વ્યક્તિને કોણ પ્રેમ કરે,કોણ ચાહે.????
છે મારી પાસે મીસ.માનસી ,તમને ચાહનારો મારી પાસે છે,
કોણ છે એ...?
તમારી કોલેજ માં હારે ભણતો,?
કોણ પણ....???
કે.શરદ,જે આજથી નહિં પણ વર્ષોથી તમને ચાહે છે,એ તમને કહી નથી શક્યો કેમ કે એને મોકો નથી મળ્યો તમને કહેવાનો,અને જ્યારે એને કહેવાનો મોકો મળ્યો તો તમે મુંબઈમાં આવી ગયા હતા,અને જ્યારે આજે એને કહેવાનો મોકો મળ્યો છે તો તમે પાંચ મર્ડરના કેસ માં ફસાયા છો,અને આ મર્ડરકેસમાં તમને આજીવન સજા થશે,
ઓહહહહ ગોડ!!મેં બહુ મોટી ભુલ કરી નાખી,પણ સર શું હું એકવાર શરદને મળી શકું ...????
હા બીલકુલ...
અરે કોઇ શરદને બોલાવો....
મીસ.માનસી અને શરદ બંન્ને મલયાલમ ભાષામાં વાતો કરતા હતાં,
માનસીએ શરદને કહ્યું કે શરદ મને માફ કરી દે,મને ખબર ના હતી કે તું મને પ્રેમ કરે છે,
જો મને ખબર હોત કે તું મને પ્રેમ કરે છે તો હું આવા ગુનાઓ કરેત જ નહિં,
તારી નહિં પરંતું મારી ભુલ છે માનસી ,જો તને મે અગાવ કહી દીધું હોત કે હું તને પ્રેમ કરું છું તો તું આવું કોઇ દિવસ ના કરત,પણ હું તને મારા પ્રેમ વિશે કહી નો શક્યો અને તે આ પગલું ભરી નાખ્યું,
હવે હું તને બધું કહેવાં માંગું છું પણ તે ગુનાઓ કબૂલ કરી લીધા છે.
મીસ.માનસી દરેકના જીવનમાં કોઇક ને કોઇક હોય જ છે,પણ આપણે એને શોધવાની જરૂર છે,કદરરૂપી આખી દુનિયા છે,બસ કોઇક છુપાવે છે તો કોઇક તમારી જેમ બહાવે છે,પરંતુ એ માનસિકતા સાથે કે હું સુંદર નથી તો કોઇને સુંદર રહેવા નહિં દઉં તો આમ કોઇકના ખુન કરી નાખવા એ તો psychosis કહેવાય ને,એતો તમને પણ ખબર જ છે,
મીસ.માનસી હવે તમને શરદ સાથે મળીને કેવો અફસોસ થતો હશે કે મારી પાસે જ મારી દુનિયા હતી પરંતું હું કદરૂપીના પડદામાં મારી આંખ પર પડ્યા હતા ને હું બળતરા માં આંધણી થઇ ગઇ હતી,

મીસ.માનસીએ બધી જ કબુલાતો કરી લીધા પછી કોર્ટ માં હાજર કર્યાં અને પેલી ઝેરની શીશીના સબુત અને મી.માનસી ના રેકોર્ડ કબુલાત પરથી કોર્ટે એમને આજીવન કારાવાસની સજા આપી દીધી હતી,અને શરદને એ મળતી રહે એ માટે કોર્ટને કપીલ કરી અને શરદ પણ અવારનવાર મુલાકાત લેવા આવતો જતો હતો....

મિત્રો આપણે દુનિયામાં કેટલાય psycho killer વિશે લેખો વાંચ્યા હશે,ફીલ્મો જોઇ હશે,પણ આ બધા psycho Killer માં એક જ વસ્તુ common છે એ એ છે કે જે એની પાસે નથી એ બધું દુનિયા પાસે છે,અને જે મારી પાસે નથી એ દુનિયા પાસે પણ ના હોવું જોઈએ,
બસ આવી માનસિકતા સાથે એ ગુનાઓનીની દુનિયા માં પગ મુકે છે,અને એક પછી એક વારદાત કરતો જાઇ છે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED