લવ રિવેન્જ - 16 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 16

લવ રિવેન્જ

પ્રકરણ-16

રૂમમાં અંધારું હતું અને બેડ ખાલી હતો. લાવણ્યા નવાઈ પામીને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ.

"પ્રેમ....! પ્રેમ...!" ગભરાઈ ગયેલી લાવણ્યા તેની તરફ ફરી "સિદ્ધાર્થ...! સ.....સિદ્ધાર્થ તો છે નઈ....?"

"લાવણ્યા....! ડોન્ટ વરી...!" પ્રેમ લાવણ્યાને પકડીને શાંત કરાવાં લાગ્યો "એનાં રિલેટિવ્સ આવવાંનાં હતાંને....! તો આ રૂમ બહુ નાનો છે...! એટ્લે કદાચ એને બીજા રૂમમાં શિફ્ટ કર્યો હશે....!"

"હાં....!હાં....!" લાવણ્યાને પ્રેમની વાત ગળે ઉતરતાં તે થોડી શાંત થઈ બધાં રૂમની બહાર આવ્યાં.

લાવણ્યા આજુબાજુ જોવાં લાગી.

"અરે ભાઈ...!" એક વૉર્ડબોયને ત્યાંથી પસાર થતો જોઈને તેણે ઊભો રાખ્યો "આ રૂમમાં સિદ્ધાર્થ હતો....! એમને કયાઁ લઈ જવાયાં...!?"

લાવણ્યાએ રૂમ તરફ હાથ કરીને પૂછ્યું.

"એ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ થઈ ગયાં...!" એ વૉર્ડબોયે કહ્યું.

"હેં....!?" લાવણ્યા સહિત બધાને આંચકો લાગ્યો.

"કઈ હોસ્પિટલમાં ..!?" પ્રેમે પૂછ્યું.

"મને નથી ખબર....! એ ભાઈનો કે એમનાં કોઈ રિલેટિવનો નંબર હોયતો એમને ફોન કરીને પૂછીલો...!"

"અરે હાં...!" લાવણ્યા બોલી અને એણે તરતજ એનો ફોન કાઢીને સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં માંડ્યો.

"ટ્રીન....! ટ્રીન....!" આખી રિંગ વાગી જવાં છતાંય સિદ્ધાર્થે ફોન ના ઉઠાવ્યો.

"એ ફોન નથી ઉઠાવતો....!" લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી.

"નેહાનો ફોન ટ્રાય કરું ....!?" પ્રેમે લાવણ્યા સામે જોઈની પૂછ્યું.

"હાં...! હાં....! કરને.....!" લાવણ્યા બોલી અને પ્રેમને જોઈ રહી.

પ્રેમે નેહાનો નંબર ડાયલ કરી ફોન કાને ધર્યો. રિંગ પૂરી વાગી ગયાં પછીપણ નેહાએ ફોન ના ઉઠાવ્યો.

"ના ઉઠાવ્યો....! ફરી કરી જોઉં છું.....!" પ્રેમ બોલ્યો અને તેણે ફરીવાર નેહાનો નંબર ડાયલ કર્યો. બધાં તેની સામે જોઈ રહ્યાં.

"The Person you have dialed is currently busy, please try after sometime....!"

"busy બતાડે છે....!" લાવણ્યાએ પ્રેમનો ફોન હાથમાંથી ઝૂંટવી લીધો અને પોતાનાં કાને ધર્યો.

"The Person you have dialed is currently busy, please try after sometime....!" ફરીવાર એજ રેકોર્ડેડ મેસેજ સંભળાયો.

"busy નહીં.....! એણે તારો ફોન રિજેક્ટ લિસ્ટમાં મૂકી દીધો....!" લાવણ્યાએ પ્રેમને ફોન પાછો આપતાં કહ્યું.

"હવે .....હવે....! શું કરશું...! એ લોકો એને ક્યાં લઈ ગયાં હશે...!?" લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી. તેનાં માથાં ઉપર બાઝી રહેલાં પરસેવાંના ટીપાં જોઈને પ્રેમ અને કામ્યા ટેન્શનમાં આવી ગયાં.

"નીચે inquiry counter ઉપર પૂછીએ....!" કામ્યાએ કીધું.

"અરે હાં...!" લાવણ્યા તેનાં માથે પરસેવો લૂંછતા પાછી સીડીઓ બાજુ ભાગવાં લાગી.

"અરે લાવણ્યા થોડું ધીરે....!" કામ્યા ઉતાવળાં પગલે લાવણ્યાની પાછળ ચાલવાં લાગી.

લાવણ્યા દોડાદોડ પગથિયાં ઉતરી ગઈ અને નીચે આવી ગઈ. સામે દેખાતાં inquiry counter જોડે લાવણ્યા ઝડપથી દોડીને પહોંચી ગઈ.

"સિદ્ધાર્થ કયાઁ છે....!?" કાઉન્ટર ઉપર હાથ મૂકીને લાવણ્યાએ ત્યાં બેઠેલાં કોમ્પ્યુટર ઓપરેટરને પૂછ્યું.

"આખું નામ બોલો મેડમ....!" કોમ્પ્યુટર ઓપરેટર તેનાં કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈ રહીને બોલ્યો.

"સ....સિદ્ધાર્થ રાજપૂત....!" લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી. બાકીનાં મિત્રો પણ હવે લાવણ્યાની પાછળ આવીને ઊભાં રહ્યાં.

"કયાં વૉર્ડમાં હતાં...!?" કોમ્પ્યુટર ઓપરેટરે પૂછ્યું.

"ICUમાં ....!"

કોમ્પ્યુટર ઓપરેટરે હવે કી-બોર્ડમાં ફટાફટ ટાઈપ કર્યું.

"એ શિફ્ટ થઈ ગયાં છે....! પ્રાઈવેટ હોસ્પિટલમાં....!" કોમ્પ્યુટર ઓપરેટરે લાવણ્યા સામે જોઈને કહ્યું.

"કઈ હોસ્પિટલ...!?" લાવણ્યા હવે અધિરી થઈ.

"અ....! ડો. વિરેન શાહ....! સેટેલાઈટ..!"

"ડો.વિરેન શાહ...!?" લાવણ્યા મનમાં યાદ કરતાં બબડી "સેટેલાઈટ રોડ ઉપર છે એજ ને...!?"

"જી મેડમ....! એજ ...! ફેમસ છે...!"

"thank you...!" કહીને લાવણ્યા પાછી ફરી. પ્રેમ તેની પાછળજ ઊભો હતો. બાકીના મિત્રો પણ જોડેજ ઊભાં હતાં.

"ચાલો જલ્દી...!" લાવણ્યા વારાફરતી બધાં તરફ જોઈને બોલી "એને સેટેલાઈટ લઈ ગયાં છે...!"

એટલું કહીને લાવણ્યા બહાર હોસ્પિટલનાં બિલ્ડિંગની બહાર નીકળી ગઈ અને પગથિયાં ઉતારવાં લાગી. બધાં તેની પાછળ-પાછળ જવાં લાગ્યાં.

"જલ્દી કરોને યાર....!" ઉતાવળાં પગલે લાવણ્યા પાર્કિંગ તરફ દોડી રહી હતી અને પાછળ આવી રહેલાં ફ્રેંડ્સને કહી રહી હતી "કેમ આટલું ધીમું ચાલો છો....!"

તેની ઝડપને પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહેલાં પ્રેમ અને કામ્યાને લાવણ્યા ઉપર દયા આવી રહી હતી. સિદ્ધાર્થને મળવાં લાવણ્યા અતિશય રઘવાઈ થઈ ગઈ હતી. કામ્યાની આંખ ભીંજાઇ ગઈ.

"લાવણ્યા...!" કામ્યાએ ફરીવાર લાવણ્યાને બોલાવવાંનો વ્યર્થ પ્રયત્ન કર્યો.

છેવટે પાર્કિંગમાં પહોંચીને લાવણ્યા અટકી.

"જલ્દી એક્ટિવા ચાલુ કર...." લાવણ્યાએ અંકિતાની સામે જોઈને કહ્યું. અંકિતાએ તેનાં એક્ટિવા ઉપર બેસીને એક્ટિવા શેડમાંથી બહાર કાઢ્યું અને સેલ માર્યો. લાવણ્યા ઝડપથી તેની પાછળ ઘોડો કરીને બેસી ગઈ.

"તમે લોકો જલ્દી આવો....! અમે જઈએ....!" લાવણ્યાએ કામ્યા સામે જોઈને કહ્યું. પ્રેમ કામ્યાનું એક્ટિવા પાર્કિંગ શેડમાંથી બહાર કાઢી રહ્યો હતો. કામ્યાએ હકારમાં મોઢું હલાવી દીધું.

"ચાલ જલ્દી કરીને ....! શું ઠોયાં જેવી બેસી રહી છું...!?" લાવણ્યાએ ચિડાઇને અંકિતાને કહ્યું.

"અરે હાં બાપાં...!" અંકિતાએ એક્સિલેટર ફેરવી ધીમે-ધીમે એક્ટિવાને હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાંથી બહાર કાઢ્યું. મુખ્ય રસ્તા ઉપર આવીને તેણે એક્ટિવા સેટેલાઈટ તરફ મારી મૂક્યું.

*****

"લાવણ્યા ઊભી રે'...!?" આગળ દોડી રહેલી લાવણ્યાને ટોકતાં કામ્યા બોલી.

બધાં સેટેલાઈટ ડો. વિરેન શાહની હોસ્પિટલ પહોંચી ગયાં હતાં. અને પાર્કિંગ તરફથી હોસ્પિટલનાં બિલ્ડિંગ તરફ જઇ રહ્યાં હતાં.

"શું વાત છે...!?" કામ્યાએ ટોકતાં લાવણ્યા ઊભી રહી.

"એક કામ કરીએ તો...!?" પ્રેમ તેની જોડે ઊભો રેહતાં બોલ્યો. કામ્યા અને અંકિતા પણ લાવણ્યાની એકબાજુ ઊભાં રહ્યાં.

"હું અને કામ્યા સિદ્ધાર્થની ખબર કાઢી આવીએ તો...!?" પ્રેમ બોલ્યો "તું અને અંકિતા પાર્કિંગમાં ઊભાંરો'...!"

"એવું શું કામ કરવું છે....!?" લાવણ્યા મૂંઝાઇ "નાં...નાં....! મારે એને જોવો છે.....!"

લાવણ્યા ફરીવાર આગળ ચાલવા લાગી.

"લાવણ્યા....!" કામ્યા તેની પાછળ સહેજ ચાલીને અટકી અને બોલી "ત્યાં ટ્રસ્ટી સાહેબ પણ હશેતો...!?"

ટ્રસ્ટી સાહેબનું નામ સાંભળીને લાવણ્યાનાં પગ થંભી ગયાં. તે હતપ્રભ થઈને પાછી ફરી અને સ્તબ્ધ નજરે કામ્યા સામે જોઈ રહી. સિદ્ધાર્થનાં મામા અને કોલેજનાં ટ્રસ્ટી સુરેશસિંઘે જ્યારે પહેલીવાર લાવણ્યાને વીએસમાં જોઈ ત્યારે લાવણ્યાને જે "તુચ્છકારભરી" નજરે જોઈ હતી તે નજર યાદ આવી જતાં લાવણ્યાનું શરીર ભયથી ધ્રુજી ઉઠ્યું. તેનું હ્રદય જાણે ચિરાઈ ગયુ. તે નજર સોયની જેમ લાવણ્યાને ભોંકાંવાં લાગી.

કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા શૂન્યમનસ્ક તાકવાં લાગી. તેનાં પગ જાણે જમીનમાં ખોડાઈ ગયાં હોય એમ સહેજપણ હલ્યાંવિનાં તે ઊભી રહી ગઈ. તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો અને ધબકારાં વધવાં લાગ્યાં.

"લાવણ્યા....!" કામ્યા તેનાં ખભાં ઉપર હાથ મૂકીને બોલી "તું રે'વાં દે....! અમે બેય જતાં આઈએ...!"

"પણ....! પણ ....! એ ..એ મારી રાહ જોતો હશે...!" લાવણ્યા ઢીલાં સ્વરમાં બોલી "એ મારાં વગર મૂંઝાતો હશે...! સ્ટ્રેસમાં હશે...!"

"પણ લાવણ્યા....!" પ્રેમ હવે ઢીલો થઈ ગયો અને બોલ્યો "લાસ્ટ ટાઈમ એમણે જે રીતે તારી સામે જોયું...! જાણે...જાણે તું....તું કોઈ....કોઈ બજારું છોકરી હોય....!" પ્રેમ ભાંગી પડ્યો અને રડવાં લાગ્યો. તેની આંખોમાંથી આંસુ સરવાં લાગ્યાં.

"તને હું બજારું છોકરી લાગુ છું પ્રેમ...!?" લાવણ્યા પણ રડી પડી તેણે કામ્યા સામે જોયું "કામ્યા...! આ તો જો મને ...! મને બજારું છોકરી કે'છે...!?"

"ના...! લાવણ્યા ...! પ્રેમ તને નથી કે'તો....! પણ...પણ સિદ્ધાર્થના મામા તને જે રીતે જોતાં'તાં" કામ્યા તેને સમજાવતાં બોલી "લાવણ્યા ...!"

"હું બજારું નથી પ્રેમ....!" લાવણ્યા હવે બબડવાં લાગી "મે કોઈ દિવસ પૈસાં માટે ...પૈસાં માટે....! સેક્સ....! હું ... હું ..બજારુ નથી....!"

"લાવણ્યા ....! I'm so sorry....!" પ્રેમે તેનાં ખભાં પકડી લીધાં "મને ખબર છે તું એવી નથી..!"

"સિદ્ધાર્થને ખબર છે...!" લાવણ્યા તેની સામે જોઈને સજળ આંખે બોલી "મેં...! મેં બધું એને કહી દીધું'તું....! મે કઇં છુપાવ્યું નહોતું...! હું એવી નથી ...! હું એવી નથી...!"

"લાવણ્યા....!" પ્રેમે લાવણ્યાને ગળે વળગાળી દીધી. કામ્યા અને અંકિતાએ પણ લાવણ્યાને ઘેરી લીધી અને તેને વળગી પડ્યાં.

"લાવણ્યા....!" પ્રેમે તેની સામે ભીની આંખે જોયું "તારું અપમાન વધુ સહન કરવાની તાકાત નથી હવે પ્લીઝ...! ચાલ અંહિયાંથી...! આપણે સિદ્ધાર્થને ઘરે લઈ જવાય પછી મળી લઈશું...!"

"નાં...નાં...! એને જોયાં વગર મને ચેન નહીં પડે....! અને... અને..! એ પણ મારાં વગર મૂંઝાતો હશે...!"

"લાવણ્યા જિદ્દ નાં કર....! એ લોકો ફરી તારી ઇન્સલ્ટ કરશે તો...!?" કામયાએ કહ્યું.

"ચાલશે....! ચાલશે...! હું ..હું સહન કરી લઇશ....!" લાવણ્યા તેની આંખો લૂંછતાં બોલી "સિદ્ધાર્થ માટે ...હું ..હું એટલુંતો સહન કરી લઇશ..!"

"તું શું કામ સહન કરી લઇશ....!?" હવે અંકિતા બોલી "કોઈને આવો પ્રેમ નાં કરીએ કે આપણું અસ્તિત્વ પણ વેચાઈ જાય લાવણ્યા..!"

"જરૂર પડે તો સિદ્ધાર્થ માટે હું પોતે પણ વેચાઈ જવાં તૈયાર છું...!" લાવણ્યા બોલી ગઈ અને પ્રેમ, કામ્યા અને અંકિતા હતપ્રભ થઈ ગયાં અને ફાટી આંખે તેની સામે જોઈ રહ્યાં.

લાવણ્યાએ ભીની આંખે તેમની સામે જોયું "જો કોઈ દિવસ એવો આવ્યો કે સિદ્ધાર્થ માટે મારે પોતાને...!"

"બસ લાવણ્યા....!" પ્રેમે લાવણ્યાને અટકાવી "શું છે એવું એ છોકરાંમાં....!? એનાં કરતાં પણ વધુ દેખાવડાં છોકરાંઓ તારી લાઈફમાં આવી ચૂક્યાં છે....!તો પછી સિદ્ધાર્થજ કેમ...!?"

"હું સિદ્ધાર્થને એનાં દેખાવ માટે પ્રેમ નથી કરતી...!" લાવણ્યા બોલી "જો એવું હોત તો ...! તો એ પ્રેમનો નશો ત્યારેજ ઉતરી ગયો હોત જ્યારે મને ખબર પડી કે એનાં મેરેજ નેહા જોડે નક્કી થયાં'તાં...!"

"કેટલાંક લોકોને ભગવાને બનાવ્યાંજ એવાં હોયછે કે બસ તમે એને પ્રેમજ કરે જાવ...! સિદ્ધાર્થ પણ એવોજ છે...!" લાવણ્યા આગળ બોલી "મેં એને મારો બધો પાસ્ટ કહી દીધો...! એણે હું જેવી છું એવીજ એકસેપ્ટ કરી લીધી...! કોઈ આનાકાની વિના....! એકપણ પ્રશ્ન પૂછ્યા વિના....! એ મને એટલીજ પવિત્ર માને છે જેટલી કદાચ એ નેહાને માનતો હશે....!"

કામ્યાની આંખમાંથી આંસુ સરીને નીચે પડવાં લાગ્યાં.

"તે કોઈ દિવસ જોયું ...! કે એણે મારી જોડે કોઈપણ પ્રકારનું અણછાજતું બિહેવ કર્યું હોય...!?" લાવણ્યાએ પ્રેમની સામે જોઈને પૂછ્યું "એ જાણે છે હું કેટલી મોડર્ન છોકરી છું..! એ જાણે છે કોલેજમાં મારી છાપ કેવી છે...! એ જાણતો હતો કે બીજાં છોકરાંઓ જોડે જ્યારે હું પે'લાં ફરતી'તી ત્યારે એ લોકો મારી જોડે જાહેરમાં કેટલી બધી શારીરિક છૂટછાટો લેતાં'તાં....! જો સિદ્ધાર્થ ધારત તો એ પણ મારી જોડે એવુજ કરી શકતો...! મારી "મજા" લઈને કે મને ભોગવીને છૂટો થઈ જતો...! પણ તે જોયું કે કદી એણે મારી જોડે એવું કોઈ બિહેવ કર્યું હોય...! બોલ...!?

"......એણે કોઈ દિવસ મારી જોડે કોઈ જાતની શારીરિક છૂટછાટ નાં લીધી...! એ જાણતો'તો કે જો એ એવું કઇં કરશે તો હું કોઈ વાંધો નઇ લઉં...! છતાંપણ એ કાયમ મારી જોડે મર્યાદાપૂર્વક વર્તન કરતો...! એટ્લે નહીં કેમકે એ ક્ષત્રિય છે ...! કે પછી એ એનો સ્વભાવ છે...! પણ એટ્લે કેમકે હું ગમે તેવી હોઉ...! પણ એક છોકરી તરીકે જેટલી રિસ્પેક્ટ મને મળવી જોઈએ એ મને આપતો...! મારાં શરીરને ક્યાંય પણ સ્પર્શ કરતાં પહેલાં એ ધ્યાન રાખતો કે મારું સ્વમાન ભંગનાં થાય...!

..... આજ પહેલાં મારી જોડે આવું વર્તન કોઈ છોકરાંએ નથી કર્યું...! એની આંખોમાં મેં હમેશાં મારાં માટે આદર જોયો છે...! હું ગમે તેવી હોઉ....! લોકો મને ગમે તેવી ગણતાં હોય...! એણે મને કોઈ દિવસ એ રીતે નથી જોઈ...! હું જાણે કોઈ દેવી હોઉ એરીતે એ મને ટ્રીટ કરે છે...! કઈ છોકરીને નાં ગમે એનું એવું વર્તન બોલ...!?" પ્રેમ નીચું જોઈ ગયો.

".... મારાં જીવનમાં આવેલો એ સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ છોકરો છે...! જેણે મને કોઈને પ્રેમ કરતાં પણ શીખવ્યું અને રિસ્પેક્ટ કરતાં પણ...!

.....હું આટલાં છોકરાંઓનાં પડખાં સેવી ચૂકી છું...!" લાવણ્યા બોલતાં-બોલતાં ગળગળી થઈ ગઈ "સેક્સ મારાં માટે કોઈ નવી વસ્તુ નથી...! છતાંપણ...! વાત જ્યારે સિદ્ધાર્થની આવે છે ત્યારે હું તરસી રહી છું...! એની સાથે એ મિલનની પળ માણવાં માટે....! એને મારામાં સમાવી લેવાં માટે...! એનામાં સમાઈ જવાં માટે....! એની બાહોમાં ઓગળી જવાં માટે....!

....આજ સુધી ...! હમેંશા એવુંજ થતું આવ્યું છે કે છોકરાઓ મને જોઈને સિડ્યુસ થયાં હોય....! ક્યારેય કોઈ છોકરાને જોઈને સિડ્યુસ થવાનું તો દૂર...મારું રૂંવાડુય નથી ફરકતું...! પણ સિદ્ધાર્થ....! એને જોઈને મારું આખું શરીર ગરમ થઈ જાય છે....! મારું રોમ-રોમ સળગી ઊઠે છે...! એનાં શરીરમાંથી આવતી સુખડનાં અત્તરની એ મહેકથી મારું આખું શરીર મહેકી ઊઠે છે...! હું ફક્ત સિડ્યુસજ નહીં...! ઉત્તેજિત પણ થઈ જાઉં છું....! એટલાં માટે નહીં કેમકે એનો દેખાવ કામદેવ જેવો છે....! પણ એટલાં માટે કે એનું વર્તન અત્યંત સંયમી હોય છે....! અને એનો સંયમી વ્યવહાર મારી ઉત્તેજનાંમાં ઓર વધારો કરી દેછે....!"

લાવણ્યાએ એક શ્વાસે તેનાં હ્રદયને કામ્યા, પ્રેમ અને અંકિતાની સામે ઠાલવી નાંખ્યું. સિદ્ધાર્થ કેમ તેનાં માટે "સ્પેશલ" છે એ તેણે અત્યંત કાવ્યાત્મક ભાષાંમાં કહી નાંખ્યું. થોડીવાર તે મૌન થઈ ગઈ અને ત્રણેયની સામે જોઈ રહી.

"હું શા માટે એની પાછળ પાગલ છું...! એ જણાવવાં માટે આ આખો જનમ ઓછો પડશે પ્રેમ...!" ઉંડા શ્વાસ ભરતી લાવણ્યા આગળ બોલી "એની સાથેની એ પ્રથમ મુલાકાતથી લઈને જ્યારથી અમે બંને સાથે ફરવાનું ચાલુ કર્યું અને જ્યારથી અમે બંને એકબીજાની નજીક આવવાં લાગ્યાં....! એ એક એક દિવસ...! જ્યારે હું એની જોડે હતી ...! હું શું ફીલ કરતી'તી ...! એ બધુંજ....! બધુંજ મને યાદ છે પ્રેમ....! એની સાથે વિતાવેલી એ એક એક ક્ષણ અને એ દરેક ક્ષણ વખતે મારાં આખાં શરીરમાં વહેતો એ પ્રવાહ....! મને યાદ છે....! એ બધુંજ ....! મને આવું ક્યારેય ...કોઈ છોકરાં જોડે ફીલ નથી થયું...! અને હવે પછી અન્ય કોઇની જોડે ફીલ થશે પણ નહીં....!

...હું તરસી રહી છું પ્રેમ.....! એનાં માટે.....!" લાવણ્યા ફરી રડવાં લાગી "...અને હું જાણું છું....! એ પણ મારી માટે તરસતો હશે...! મૂંઝાતો હશે....!" લાવણ્યાએ પ્રેમના હાથ પકડી લીધાં "તું જોજે....! એ જેવો મને જોશે...! કે તરતજ નાનાં બાળકની જેમ મને વળગી પડશે...!

.........એ બરફ જેવો છે....! ઠંડો...! સખત...! સંયમી...! પણ જેવો એને વ્હાલથી તમે હાથમાં પકડો...! કે તરતજ ઓળગી જાય...! હું જેવો એને મારાં આલિંગનમાં જકડીશ...! એ તરતજ બધું ભૂલી જશે....! મને ખબર છે...! એ મારાં માટે તરસી રહ્યો છે....! બસ એ કહી નથી શકતો...! કેમકે આજ પહેલાં એને એવું કોઈ નથી મળ્યું જેને એ કહી શક્યો હોય....! એનું મન હળવું કરી શક્યો હોય...!

...હું મારાં પ્રાણની શરત લગાવું છું તારી જોડે....! નેહા ગમે તેટલી સારી છોકરી કેમ નાં હોય...! પણ સિદ્ધાર્થ જેટલું ઓપન્લી મારી જોડે વર્તે છે ....! એટલું એ કોઈ દિવસ ક્યારેય નેહા જોડે નહીં વર્ત્યો હોય...! જેટલાં આવેગથી એ મને વળગે છે...! એટલાં આવેગથી એ કોઈ દિવસ નેહાને નઇ વળગ્યો હોય...! નેહા તો શું...! બીજી કોઈપણ છોકરીને Sid એરીતે નહીં વળગ્યો હોય..!...

....એણે જાતે મને કહ્યું'તું....! મને વળગીને એનો બધો થાક ઉતરી જાય છે...! અને હું જાણું છું..! આવું એને કદી નેહાં માટે નહીં ફીલ થયું હોય....! કેમકે મને પણ ફક્ત આવું સિદ્ધાર્થ માટેજ ફીલ થાય છે...! આવી ફીલિંગ ફક્ત એકજ વ્યક્તિ માટે થાય....પ્રેમ....! એકજ વ્યક્તિ માટે....!

....એને મારી જરૂર છે....! અને મારી એની....!" લાવણ્યાએ થોડું અટકીને કામ્યા સામે જોયું "જો તમે લોકો મને નઇ જવાંદો....! તો એ મારાં માટે ઝૂર્યા કરશે...! અને હું એનાં માટે....! મારું જે પણ અપમાન થશે....! હું સહન કરી લઇશ...! એનાં માટે હું એટલુંતો કરીજ શકું છું...!"

લાવણ્યા ફરીવાર મૌન થઈને ત્રણેયની સામે જોઈ રહી.

"....હું જાઉં છું....! જો તમે જોડે આવવાં માંગતા હોવ તો આવો...!" થોડીવાર પછી લાવણ્યા ત્રણેયની સામે જોઈને બોલી "તમે સાથે હશોતો કદાચ અપમાન સહન કરવાની શક્તિ મળશે...! પણ હવે મને નાં રોકતાં...!"

થોડી વધુંવાર ત્રણેયની સામે જોઈ રહીને લાવણ્યા છેવટે પછી ફરી અને હોસ્પિટલનાં બિલ્ડિંગ તરફ ચાલવાં લાગી.

"તું ભલે ગમેતે કહેતી લાવણ્યા....!" હોસ્પિટલનાં બિલ્ડિંગ તરફ જઈ રહેલી લાવણ્યાની પીઠ તાકીને કામ્યા બોલી "પણ સિદ્ધાર્થનાં પ્રેમમાં તને બદનામી સિવાય કશું નહીં મળે....! કશું નહીં...!"

"હું તો જાઉં છું...!" અંકિતા બોલી અને બે ડગલાં આગળ ચાલીને બંને તરફ પાછું ફરીને જોયું "લાવણ્યા હારે....જીતે...કે બદનામ થાય....! પણ આપણે જોડે હોઈશું....! તો એને લડવાની હિમ્મતતો મળશે....! તમારે આવવું હોય તો આવો...!બાય....!"

ટૂંકમાં ઘણું બોલીને અંકિતા ઉતાવળાં પગલે લાવણ્યાની પાછળ દોડી. પ્રેમે એક ઊંડો શ્વાસ ભર્યો અને લાવણ્યાની જોડે જવાં પગ ઉપાડ્યા.

થોડી ક્ષણો ત્યાંજ ઊભાં રહીને કામ્યાએ પણ ઉતાવળાં પગે બિલ્ડિંગ તરફ ચાલવાં માંડ્યુ.

----

"સિદ્ધાર્થ રાજપૂત...!" લાવણ્યાએ હોસ્પિટલનાં રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલી યુવતીને પૂછ્યું. હોસ્પિટલમાં સારી એવી ચહેલ પહેલ હતી. કાઉન્ટર ઉપર અન્ય લોકો પણ ઊભાં હતાં.

"ક્યારે એડમિટ કર્યા છે...!?" તે યુવતીએ કીબોર્ડ ઉપર ટાઈપ કરતાં પૂછ્યું.

"આજેજ...!" લાવણ્યા બોલી. અંકિતા હવે તેની પાછળ આવીને ઊભી રહી.

" ફોર્થ ફ્લોર....! 405 નંબરનો રૂમ...! ડિલક્સ વૉર્ડ...!" તેણીએ કહ્યું.

"થેન્ક યૂ...!" કહીને લાવણ્યા પાછી ફરી અને સ્ટેરકેસ તરફ ઉતાવળાં પગલે જવાં લાગી.

"અરે લાવણ્યા...!" પાછળથી અંકિતાએ તેનો હાથ પકડી લીધો "લિફ્ટમાં જઈએ ચાલ...!"

હવે કામ્યા અને પ્રેમ પણ આવી પહોંચ્યાં.

"અરે લિફ્ટમાં વાર લાગશે યાર...!" લાવણ્યાએ આજીજીભર્યા સ્વરમાં કહ્યું.

"હાં તો Sid થોડીવધુ વાર રાહ જોઈ લેશે....!" અંકિતાએ તેનો હાથ પકડી રાખીને લિફ્ટનું બટન દબાવી દીધું "વધુ રાહ જોશે તો એ તને વધુ જોરથી વળગશે....!" અંકિતાએ ટીખળભર્યું સ્મિત કરીને પોતાનાં ખભાં લાવણ્યાનાં ખભાંને અથડાવ્યા.

લાવણ્યાનું મન હળવું થઈ ગયું. અંકિતાની મજાકે તેનાં હ્રદય ઉપરનાં ભારને સહેજ હળવો કર્યો. લિફ્ટનો દરવાજો ખૂલતાં અંદરથી એક-બે જણાં બહાર નીકળ્યાં. તેમનાં નીકળી ગયાં પછી લાવણ્યા અને અંકિતા અંદર દાખલ થયાં. અંકિતાએ તરતજ ફોર્થ ફ્લોરનું બટન દબાવી દીધું. તેમની પાછળ પ્રેમ અને કામ્યા પણ દાખલ થયાં. લિફ્ટનો દરવાજો બંધ થયો. એક ઝટકા સાથે લિફ્ટ ઉપર જવાં લાગી.

લાવણ્યા ઉચાટભર્યા જીવે લિફ્ટનાં દરવાજાની ઉપર નાનકડાં ફ્લોર ઈંડિકેટરમાં દેખાતાં ફ્લોરનાં આંકડા જોઈ રહી.

"1.......2.......3.......!"

છેવટે લિફ્ટ ફોર્થ ફ્લોર ઉપર આવીને અટકી. પ્રેમ અને કામ્યા બહાર નીકળ્યા અને પાછળ અંકિતા અને લાવણ્યા પણ. અંકિતાએ લાવણ્યાનો હાથ છોડી દીધો હતો. ફોર્થ ફ્લોર ઉપર ચહેલ પહેલ ઓછી હતી. ઉતાવળી થઈ ગયેલી લાવણ્યા તરતજ જમણીબાજુ કોરિડોરમાં વળી ગઈ.

"401....!" લાવણ્યા ડિલક્સરૂમો ની ઉપર લખેલાં રૂમનાં નંબરની પ્લેટ વાંચી રહી અને ઉતાવળાં પગલે આગળ વધતી રહી.

"404....!"

"405....!" લાવણ્યા એ રૂમ પાસે અટકી. પ્રેમ, કામ્યા અને અંકિતા હવે તેની જોડે આવીને ઊભાં રહ્યાં. રૂમની બહારની બેઠકો ઉપર કોઈ નહોતું બેઠેલું.

લાવણ્યાએ રૂમનાં દરવાજાનાં હેન્ડલ તરફ હાથ લંબાવ્યો.

"ટ્રસ્ટી સાહેબ અંદર હશેતો...!?" લાવણ્યાને યાદ આવતાંજ તે ડરી ગઈ અને તેણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો. સહેજ પાછી ખસીને તેણે પ્રેમ સામે જોયું. પ્રેમ સમજી ગયો. તે આગળ આવ્યો અને દરવાજાનું હેન્ડલ પકડીને ઊભો રહ્યો. લાવણ્યા હવે કામ્યા અને અંકિતાની પાછળ સૌથી છેલ્લે ઊભી રહી.

પ્રેમે હળવેથી હેન્ડલ ફેરવીને દરવાજો થોડોક ખોલ્યો અને અંદર નજર નાંખી. ફોલ્ડેબલ બેડને વચ્ચેથી ઊંચું કરીને સિદ્ધાર્થ બેડના ટેકે સૂતો હતો.

"અરે પ્રેમ....!?" દરવાજો ખૂલતાં સિદ્ધાર્થે પ્રેમ તરફ જોયું "અંદર આવને ....!"

પ્રેમ અંદર દાખલ થયો. તેની પાછળ કામ્યા દાખલ થઈ અને પ્રેમની લગોલગ ઊભી રહી. પછી અંકિતા. લાવણ્યા ત્રણેયની પાછળ ઊભી રહી. તેણે અંકિતાનો હાથ પકડી રાખ્યો હતો. લાવણ્યાએ જોયું કે ડિલક્સ રૂમનાં તેમની સામેની દીવાલે જોડે મુકેલાં મોટાં સોફામાં નેહા અને તેની જોડે એક સહેજ મોટી ઉમ્મરનું એક કપલ બેઠું હતું તેમજ વચ્ચે સહેજ અંતર રાખીને આઘેડ ઉમ્મરનાં એક ભાઈ બેઠાં હતાં જેનાં વાળ મોટેભાગે સફેદ હતાં. તેમણે ચશ્માં પહેર્યા હતાં. તેમનું મોઢું સહેજ સિદ્ધાર્થ જેવુ આવતું હતું.

"એ સિદ્ધાર્થનાં પપ્પા હશે....!" લાવણ્યાએ તેમની સામે જોઈને મનમાં વિચાર્યું. લાવણ્યાની નજર નેહા જોડે મળતાંજ લાવણ્યાનાં શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેણે તરત નજર ફેરવી લીધી. સોફાંમાં બેઠેલાં એ બધાય હવે ઊભાં થયાં.

સિદ્ધાર્થ હવે આતુર નજરે પ્રેમ અને કામ્યાની પાછળ જોવાં લાગ્યો જાણે તે લાવણ્યાને શોધી રહ્યો હોય. કામ્યાએ સિદ્ધાર્થને જોયો તો તેનાં મોઢાં ઉપર હળવું સ્મિત આવી ગયું. સિદ્ધાર્થ હજુપણ આમતેમ જોઈને લાવણ્યાને શોધી રહ્યો હતો. બધાંની પાછળ ઊભી હોવાથી લાવણ્યા તેને દેખાઈ નહોતી રહી.

"બસ આવી ગયાં બધાં....!?" સિદ્ધાર્થે છેવટે અધિર્યા સ્વરમાં પૂછી લીધું.

સિદ્ધાર્થનો અવાજ સાંભળી લાવણ્યા હવે તેને જોવાં તલપાપડ થઈ. પણ નેહા અને બીજાં બધાંની હાજરીમાં તે ધ્રૂજતાં-ધ્રૂજતાં કામ્યા, પ્રેમ અને અંકિતાની પાછળજ લપાઈ રહી.

"અંકલ....!" નેહાએ હવે એ ચશ્માંવાળાં ભાઈની બાજુ જોઈને કહ્યું "આ અમારાં ગ્રૂપનાં મિત્રો છે....!"

"કેમ છો બધાં...!?" એ ભાઈએ બધાંની તરફ જોઈને તેમનું અભિવાદન કર્યું.

"એ સિદ્ધાર્થના પપ્પા છે...!" નેહાએ એમની ઓળખ આપી. બધાએ ડોકી હલાવી તેમનું અભિવાદન કર્યું.

"આ મારાં મમ્મી-પપ્પા છે...!" નેહાએ તેની જોડે ઊભેલાં કપલ તરફ હાથ કરીને કહ્યું. નેહાનાં મમ્મી પપ્પાએ તે બધાંનું અભિવાદન કર્યું. સામે પ્રેમ સહિત બધાંએ માત્ર ડોકી ધુણાવી તેમને પ્રતીભાવ આપ્યો.

"નેહા...! ચાલો આપણે થોડીવાર બહાર આંટો મારી આવીએ...! સિદ્ધાર્થનાં ફ્રેંન્ડ્સને થોડીવાર તેની જોડે ટાઇમ સ્પેન્ડ કરવાં મળેતો એ પણ થોડો ફ્રેશ થાય...!" સિદ્ધાર્થનાં પપ્પા બોલ્યાં.

નેહા કઈં બોલવાં જાય એ પહેલાંજ સિદ્ધાર્થનાં પપ્પા સોફાંની આગળ મૂકેલી કાંચની ચારપાઇ વટાવીને રૂમની બહાર ચાલવાં લાગ્યાં. તેમની જોડે-જોડે નેહાનાં મમ્મી-પપ્પા પણ ચાલવાં લાગ્યાં. નેહા કમને તેમની જોડે બહાર ચાલવાં લાગી. જોકે જતાં-જતાં તેણે એક વેધક નજર લાવણ્યા ઉપર નાંખી. લાવણ્યા ફફડી ગઈ અને તેણે અંકિતાનો હાથ દબાવ્યો. નેહા છેવટે દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.

રૂમનો દરવાજો બંધ થતાંજ લાવણ્યા તરતજ ત્રણેયની પાછળથી બહાર આવી ગઈ. તેને જોતાંજ સિદ્ધાર્થની આંખો ભીની થઈ ગઈ.

"લાવણ્યા...!" સિદ્ધાર્થ ઉચાટભર્યા સ્વરમાં બોલી ઉઠ્યો.

"Sid...!" લાવણ્યા રડી પડી અને તરતજ તેની પાસે દોડી ગઈ. સિદ્ધાર્થ બેડ ઉપરથી ઉતારવાં જાય એ પહેલાંજ લાવણ્યાએ તેને આલિંગનમાં જકડી લીધો. સિદ્ધાર્થે પણ પ્રતીભાવમાં બાકીનાં મિત્રોની હાજરી ભૂલીને લાવણ્યાને કચકચાવીને આલિંગનમાં જકડી લીધી. તેણે પોતાનાં બંને હાથ લાવણ્યાની ફરતે વીંટાળી લીધાં અને બેડમાં બેઠાં-બેઠાંજ આવેગ પૂર્વક લાવણ્યાને થોડી ઊંચી કરી લીધી. લાવણ્યાએ તેનાં વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં તેનાં વાળ ચૂમી લીધાં.

"થેન્ક ગોડ તું આઈ ગઈ...!" સિદ્ધાર્થ ઊંડા શ્વાસ ભરતો ભરતો બોલ્યો "હું કંટાળી ગ્યો'તો...!" સિદ્ધાર્થે ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોયું.

"ઓહ માય બેબી....!" લાવણ્યાની આંખમાંથી આંસુ આવી ગયાં "સો સોરી....! મેં મોડું કરી દીધું આવવાંમાં....! સો સોરી....!" લાવણ્યાએ સિદ્ધાર્થને છાતી સરસો ચાંપી દીધો.

પ્રેમ, કામ્યા અને અંકિતાની આંખો ભિજાઈ ગઈ.

"એ મારી રાહ જોતો હશે...!" કામ્યાને હવે લાવણ્યાએ કીધેલાં શબ્દો યાદ આવવાં લાગ્યાં "મને જોઈને એ બધું ભૂલીને નાનાં બાળકની જેમ મને વળગી પડશે....!"

લાવણ્યાનાં એ શબ્દોનો સ્વર કામ્યાનાં કાનમાં ગુંજી ઉઠ્યો.

"તું સાચું કેતી'તી લાવણ્યા....!" ભીની આંખે તેમની તરફ જોઈ રહી કામ્યા મનમાં બબડી. ત્રણેય હવે લાવણ્યાની સહેજ પાછળ આવીને ઊભાં રહ્યાં.

"ઓહ Sid...! હું...ત....!" લાવણ્યા આગળ કઈં બોલે એ પહેલાંજ રૂમનો દરવાજો "ધડ.."નાં અવાજ સાથે ખૂલ્યો. લાવણ્યા ડરીને સિદ્ધાર્થથી દૂર ખસી ગઈ અને સરકીને તરતજ તેની પાછળ ઊભેલી કામ્યા જોડે જતી રહી.

દરવાજો ખોલીને નર્સ અંદર દાખલ થઈ હતી. સિદ્ધાર્થનાં બેડ જોડે આવીને તેણે બેડની કિનારે લટકાવેલું નોટપેડ ઉઠાવ્યું અને તેનાં પાનાં ઊથલાવી વાંચવાં લાગી. બેડની જોડે મુકેલાં સ્ટેઇનલેસ સ્ટીલનાં ડ્રૉઅરમાંથી તેણે એક ડિસ્પોઝેબલ નીડલ કાઢી તેનું પેકિંગ ખોલ્યું. ડ્રૉઅરમાંથી કાંચની એક નાની બોટલમાંથી તેણે ઈંજેક્શન ભર્યું અને સિદ્ધાર્થનાં ડાબાં હાથે લાગેલી નીડલમાં આપ્યું. નીડલની કેપ બંધ કરી તેણે ડ્રૉઅરમાંથી દવાઓનાં અલગ-અલગ સ્ટ્રીપમાંથી બે-ત્રણ ગોળીઓ કાઢી સિદ્ધાર્થની સામે ધરી.

"આ દવાઓ લઈલો....! અને જમ્યા પછી બીજી બે ગોળીઓ લેવાની છે...!" નર્સ બોલી.

સિદ્ધાર્થે તેની હથેળી ધરતાં નર્સે તેની હથેળીમાં ગોળીઓ મૂકી. લાવણ્યાએ તેની બાજુનાં ડ્રૉઅરની ઉપર પડેલાં જગમાંથી તરતજ ગ્લાસમાં પાણી ભરીને સિદ્ધાર્થની સામે ધર્યું.

સિદ્ધાર્થે સ્મિત સાથે ગ્લાસ લીધો અને બધીજ ગોળીઓ એકસાથે મોઢામાં મૂકી પાણીનો અડધો ગ્લાસ ગટગટાવી ગયો. લાવણ્યાએ ગ્લાસ તેનાં હાથમાંથી લઈને પાછો ડ્રોઅર ઉપર મૂક્યો. નર્સ જમ્યા પછી પીવાની ગોળીઓ કાઢી ડ્રૉઅરની ઉપર મૂકવાં લાગી. નર્સ પોતાનું કામ પૂરું કરી જવાંજ જતી હતી ત્યાંજ ફરીવાર રૂમનો દરવાજો ખૂલ્યો અને નેહા અને તેની પાછળ-પાછળ સિદ્ધાર્થના મામા સુરેશસિંઘ દાખલ થયાં.

સુરેશસિંઘને જોતાંજ લાવણ્યા સિદ્ધાર્થથી વધુ દૂર ખસી ગઈ. સુરેશસિંઘની નજર પહેલાં કામ્યા ઉપર અને પછી તરતજ લાવણ્યા ઉપર પડી. લાવણ્યાને જોઈને તેમનાં ચેહરાંનાં ભાવ તરતજ બદલાઈ ગયાં. ફરી એજ તુચ્છકારભરી નજર. સિદ્ધાર્થ સહિત બધાંએ સુરેશસિંઘે જેરીતે લાવણ્યાને જોઈ એ જોયું. સિદ્ધાર્થનો ચેહરો લાવણ્યાના અપમાનથી તપી ઉઠ્યો.

લાવણ્યા ધ્રુજી ઉઠી. તેનું હ્રદય વીંધાઈ ગયું અને તે કામ્યાનો હાથ પકડીને તેની પાછળ અડધી લપાઈ ગઈ.

"અરે સિસ્ટર....!" સુરેશસિંઘે હવે તેમની નજર લાવણ્યાથી હટાવીને નર્સ તરફ કરી "સિદ્ધાર્થને દવાઓ અપાઈ ગઈ...!?"

"હાં....સર...!" નર્સે જવાબ આપ્યો "હવે એ જમી લે એ પછી બીજી દવાઓ આપવાની છે...! અને કાલે સવારે એક્સ-રે અને MRI કરાવવાનું છે...!'

"ઠીક છે....! એમનું જમવાનું મોકલી આપજોને...!" સુરેશસિંઘે કહ્યું.

"હાં...! સર...!" નર્સ જવા લાગી. જતાં-જતાં તે પછી ફરીને બોલી "સર ...! એમને આરામ કરવાં દેજો...! રૂમમાં બહુ ભીડભાડ ના કરતાં...!"

"હાં સિસ્ટર....!" સુરેશસિંઘ બોલ્યાં. નર્સ દરવાજો ખોલીને જતી રહી.

"તમારે પતી ગયું હોયતો તમે લોકો જાવ હવે...!" સુરેશસિંઘે પ્રેમ અને બાકીના સામે જોઈને થોડાં રુક્ષ સ્વરમાં કહ્યું "સિદ્ધાર્થને જમીને આરામ કરવાનો છે..!"

"જી સર...!" પ્રેમે કહ્યું અને બહાર ચાલવાં લાગ્યો. તેની પાછળ અંકિતા પણ ચાલી.

લાવણ્યાએ ધડકતાં હ્રદયે સિદ્ધાર્થ સામે જોયું અને પછી કામ્યાની સામે જોયું. બેયની આંખો ભીંજાઇ ગઈ.

"હજી થોડું વધું રોકાવું છે..!" ભીની આંખે કામ્યા સામે જોઈ રહી લાવણ્યાએ ફક્ત આંખો દ્વારાં તેની ભાવનાં વ્યક્ત કરી. કામ્યાની આંખોએ લાવણ્યાની એ ભાવનાં વાંચી લીધી અને તેની આંખો વધું ભીંજાઇ. તેણે રીતસરની લાવણ્યાને ખેંચી અને બહાર જવાં લાગી. લાવણ્યાએ વિરોધ કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો. પણ કામ્યા તેણે ખેંચીને બહાર લઈ ગઈ. રૂમની બહાર નીકળતાં પહેલાં લાવણ્યાએ તેનું મોઢું ફેરવીને ભીંજાયેલી આંખે સિદ્ધાર્થને જોઈ લીધો.

બધાં રૂમની બહાર નીકળ્યાં અને લિફ્ટ તરફ ચાલવાં લાગ્યાં. કામ્યા હજીપણ લાવણ્યાનો હાથ પકડીને તેને ખેંચી રહી હતી. લિફ્ટ જોડે પહોંચતાજ લાવણ્યાએ થોડું જોર લગાવી કામ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો.

"લાવણ્યા....!" કામ્યાએ રોકાઈને તેની તરફ જોયું.

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર બધાંની સામે બાળક જેવું દયામણું મોઢું કરીને જોઈ રહી. થોડીવાર સુધી કોઈ કઈં નાં બોલ્યું.

"શું છે...!?" કામ્યા કાંપતાં સ્વરમાં માંડ બોલી.

"મારું....! મારું મન...મન હજી નથી ધરાયું...!" લાવણ્યા પણ એજરીતે બોલી "સરખી વાત પણ કરવાં નાં મલી...! મને જવાંદોને પ્લીઝ...!"

"લાવણ્યા...!" કામ્યા હવે રડતાં-રડતાં થોડું મોટેથી બોલી "સીધી રીતે ઘરે ચાલ હવે....! ચાલ..!"

તેણે લાવણ્યાનો હાથ પકડીને સીડીઓ ઉતરવાં માંડી. સીડીઓ ઉતરતાં-ઉતરતાં લાવણ્યાએ પાછુંવળીને પાછળ આવતાં પ્રેમની સામે દયામણી નજરે જોયું.

"મને જવાંદોને પ્લીઝ...!" બોલ્યાં વિના ફરીવાર તેણે એજ વિનંતી કરી.

પ્રતીભાવમાં પ્રેમે તેનો ચેહરો સખત કર્યો અને લાવણ્યાનો બીજો હાથ પકડીને વધું ઝડપથી સીડીઓ ઉતારવાં લાગ્યો. ચારેય માળ ઉતારીને બધાં હવે હોસ્પિટલની બિલ્ડિંગની બહાર આવ્યાં અને પાર્કિંગ તરફ જવાં લાગ્યાં. લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર પ્રેમ અને કામ્યાનાં હાથ પકડીને તેમની પાછળ ખેંચાતી રહી.

"અંકિતા....!તું... તું લાવણ્યાને ઘરે મૂકી આવ...!" કામ્યાએ લાવણ્યાનો હાથ છોડીને તેની આંખો લૂંછતાં કહ્યું. બધાં હવે ટોળુંવળીને પાર્કિંગમાં ઊભાં રહ્યાં.

"પણ...! પણ...!" લાવણ્યા આજીજી કરવાં ગઈ.

"ચૂપથાં...તું...!" કામ્યાએ કમને લાવણ્યા ઉપર છણકો કર્યો "મેં કીધુંને ...! તું ઘરે જઈશ હવે સીધી...!"

"લાવણ્યા...!" અંકિતા પ્રેમથી બોલી "કામ્યા સાચું કે'છે...! તું અત્યારે ઘરેજા....! એમપણ સિદ્ધાર્થને કાલે રજા આપીજ દેવાનાં છે...! એ કોલેજ આવે એટ્લે શાંતિથી મળજે એને....!"

"મારે ખાલી ...સ...સરખી વાત કરવી છે એની જોડે...!" લાવણ્યા ફરીવાર આજીજી કરતાં બોલી.

"લાવણ્યા....! તું ક્યારેકતો અમારી ફીલિંગની પરવાં કર યાર...!" પ્રેમ પણ રડુંરડું થઈ ગયો.

લગભગ વીસેક મિનિટ સુધી બધાંએ લાવણ્યાને સમજાવી. લાવણ્યા ક્યાંય સુધી નાનાં બાળકની જેમ કરગરતી રહી. છેવટે બધાંના આગ્રહ સામે તે ઝૂકી અને ઘરે જવાં તૈયાર થઈ. અંકિતા અને પ્રેમ હવે તેમનું એક્ટિવા પાર્કિંગ શેડમાંથી બહાર કાઢવાં લાગ્યાં.

એટલાંમાં લાવણ્યાનો ફોન વાગ્યો. લાવણ્યાએ તેનાં ડ્રેસનાં ખીસ્સાંમાંથી તેનો ફોન કાઢ્યો. ફોન લાવણ્યાની મમ્મીનો હતો. લાવણ્યા ફોન ઉઠાવીને તેની મમ્મી જોડે વાત કરવાં લાગી.

"બેટાં સિદ્ધાર્થને કેવું છે..!?" લાવણ્યાનાં મમ્મીએ પૂછ્યું.

"સારું છે મમ્મી....!" લાવણ્યાએ જવાબ આપ્યો. અચાનક લાવણ્યાનાં માગજમાં કઇંક ઝબકારો થયો. તેણે ફોન ઉપર વાત કરતાં-કરતાં કામ્યા સામે જોયું. હવે પ્રેમ અને અંકિતા એક્ટિવા લઈને આવી ગયાં હતાં અને કામ્યાની જોડે ઊભાં હતાં.

"તું આવવાની છે અત્યારે...!?" લાવણ્યાનાં મમ્મીએ પૂછ્યું.

લાવણ્યા હવે બધાંથી સહેજ દૂર ખસી અને ધીરેથી બોલી "નાં મમ્મી...! હું અને કામ્યા હોસ્પિટલમાં રોકાઈએ છે...!"

"હાં...સારું...!" તેની મમ્મીએ કહ્યું "ચલ બાય...!"

"બાય....!" લાવણ્યાની મમ્મીએ ફોન કટ કર્યો. આમછતાંય લાવણ્યાએ જાણે ફોન ઉપર વાત કરી રહી હોય એરીતે વાત ચાલુ રાખી. થોડીવાર પછી તે ફોન મૂકીને પછી બધાંની જોડે આવી.

"શું કેતાં'તાં આંટી...!?" કામ્યાએ પૂછ્યું.

"ઓહ...! કઈં નહીં...! મારાં અંકલને અહિયાં દાખલ કર્યા છે....!" લાવણ્યા બોલી "તો મમ્મી કેતી'તી કે મને ટાઈમ મળે તો ખબર કાઢી આવજે...!અ...! હું જાઉં એમની ખબર કાઢવાં...!?" લાવણ્યા ડરતાં-ડરતાં બોલી.

"પછી તું ઘરે કેવી રીતે જઈશ....!?" એક્ટિવા ઉપર બેઠેલી અંકિતાએ પૂછ્યું.

"ઓટો કરીને જતી રહીશ....!" લાવણ્યા તરતજ બોલી.

"સારું જા....!" કામ્યા મૃદુ સ્વરમાં લાવણ્યાનાં ગાલ ઉપર હાથ ફેરવતાં બોલી.

"બાય....!" લાવણ્યાને બધાંને હાથ હલાવીને બાય કર્યું અને પાછી ફરીને ચાલવાં લાગી. થોડું આગળ ચાલ્યાં પછી લાવણ્યાએ તેની ચાલવાની ઝડપ વધારી અને ઉતાવળાં પગલે દોડવાનું શરૂ કર્યું.

"બહુ નજીકનાં અંકલ લાગે છે...!?" દોડીને હોસ્પિટલનાં બિલ્ડિંગ તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈને અંકિતાએ કટાક્ષ કર્યો અને હસી. કામ્યા અને પ્રેમે હસીને એકબીજાની સામે જોયું.

"એ ખોટું બોલે છે....!" કામ્યા લાવણ્યાની પીઠ તરફ જોઈને બોલી.

"હાં....! ખબર છે....!" અંકિતા પણ લાવણ્યાને જતાં જોઈ રહી "જો આપણે એને જબરદસ્તી લઈ પણ ગયાં હોત તોપણ એ પાછી આવત....!"

"હમ્મ....!" કામ્યા બોલી "તું સાચું કેતી'તી....!" કામ્યા અંકિતા સામે જોયું અને પછી લાવણ્યા સામે જોયું. તે હવે બિલ્ડિંગનાં પ્રવેશદ્વાર પાસે પહોંચી ગઈ હતી "એ બંને એકબીજાં માટેજ બન્યાં છે....!"

છેવટે તેમણે લાવણ્યાને બિલ્ડિંગમાં પ્રવેશેલી જોઈ. થોડીવાર સુધી બધાં એમજ ઊભાં રહ્યાં પછી છેવટે બધાં પોત-પોતાનાં ઘરે જવાં લાગ્યાં.

-----

રાતનાં અઢી વાગ્યા હતાં.

સોફાંમાં બેઠાં-બેઠાં પોતાનો ફોન મંતરી રહેલી નેહા છેવટે કંટાળી અને રૂમમાં આંટા મારવાં લાગી. તેણે એક નજર બેડમાં સૂતેલાં સિદ્ધાર્થ ઉપર નાંખી. સિદ્ધાર્થને આરામ મળી રહે એ માટે હોસ્પિટલમાં તેની જોડે ફક્ત નેહાજ રોકાઈ હતી. સિદ્ધાર્થ અને નેહાનાં મમ્મી પપ્પા સિદ્ધાર્થનાં મામાંનાં ઘરે રોકાયાં હતાં. એમપણ સિદ્ધાર્થનાં મામાનું ઘર હોસ્પિટલથી વૉકિંગ ડિસ્ટન્સ ઉપરજ હતું. આથી જરૂર પડે નેહા ફોન કરીને કોઈને બોલાવી શકે એમ હતી.

રૂમમાં થોડાં આમ-તેમ આંટા મારી નેહા કંટાળી. થોડું ફ્રેશ થવાય એ માટે નીચે આંટો મારી આવવાનું વિચારી નેહા રૂમની બહાર જવાં લાગી. બહાર નીકળતી વખતે તેણે સૂઈ રહેલાં સિદ્ધાર્થનાં ચેહરા ઉપર એક નજર નાંખી અને રૂમની બહાર નીકળી ગઈ. કોરિડોરમાં ચાલતી-ચાલતી તે લિફ્ટ પાસે આવી. લિફ્ટમાં જવાની જગ્યાએ તે સીડીઓ ઉતરી ગઈ અને બિલ્ડિંગની બહાર નીકળી હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આંટા મારવાં લાગી.

"Sid....! સિદ્ધાર્થ....!"

ઊંઘી રહેલાં સિદ્ધાર્થને માથે હાથ ફેરવી કોઇકે જગાડતાં સિદ્ધાર્થે હળવેથી આંખ ખોલી.

"ક...કોણ...!?" સિદ્ધાર્થે તેની આંખો ચોળી. તેની સામે ઝળુંબી રહેલો ચેહરો સ્પષ્ટ થતાં તે ચોંકી ઉઠ્યો "ઓહ ગોડ...! લાવણ્યા તું...!?"

સિદ્ધાર્થ બેડમાં બેઠો થઈ ગયો.

"રાતના પોણા ત્રણે..!?" દીવાલ ઉપર લાગેલી ઘડિયાળ જોઈને સિદ્ધાર્થે આશ્ચર્યથી આંખો મોટી કરીને લાવણ્યાને પૂછ્યું "તું ...તું....પાછી શું કરવાં આવી...!?"

"પ...! પાછી નહીં....!" લાવણ્યા ઈમોશનલ થઈ જતાં તેની જીભ તોતડાવાં લાગી "હું...હું...! ઘરે ગઈજ નથી....! જાન..!"

"what...!?" સિદ્ધાર્થ વધુ ચોંકી ઉઠ્યો.

"હાં...!હું...હું ...! સેમી ડિલક્સ વોર્ડનાં વેટિંગ લોંજમાં બેસી રહી હતી....!" લાવણ્યા બોલી.

"હે ભગવાન....! તે આખો દિવસવેટિંગ લોંજમાં રાહ જોઈ....!?" સિદ્ધાર્થે ભીંજાયેલી આંખે પૂછ્યું.

"હાં...! એમાં શું...!?"

સિદ્ધાર્થ વધુ ચોંકી ઉઠ્યો અને રૂમમાં આમ-તેમ જોવાં લાગ્યો "નેહા...!?નેહા ક્યાં ગઈ...!?"

"એ નથી...!" લાવણ્યા બોલી "મેં....! મેં...એને નીચે જતાં જોઈ ...! હું કયારની આંટા મારતી'તી....! એ બહાર જાય એની રાહ જોતી'તી...!રૂમની બારીમાંથી મને અંદર એ સોફાં બેઠી'તી એ દેખાતું'તું...!"

"ઓહ ગોડ લાવણ્યા....!" સિદ્ધાર્થની આંખ ભીંજાઇ ગઈ "આટલું મોટું રિસ્ક શા માટે લીધું..!?"

"તો...તો ...શું ક...કરું...!? લાવણ્યા હવે ડૂસકાં ભરવાં લાગી "સવારે સરખી વાત પણ કરવાં ના દીધી કોઈએ...! મારો જીવ અધ્ધરનો અધ્ધરજ રે'તો'તો....! મન ન'તું ભરાતું....!"

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર ભીંજાયેલી આંખે તેની સામે જોઈ રહ્યો.

"તને નાં ગમ્યું હું આવી એ...!?" લાવણ્યા ફરી એજરીતે બોલી.

"કેવી વાત કરે છે તું....!" સિદ્ધાર્થ બોલ્યો અને સવારની જેમજ તેણે લાવણ્યાને કચકચાવીને આલિંગનમાં જકડી લીધી. લાવણ્યાએ પણ સિદ્ધાર્થનું માથું તેની છાતીમાં દબાવી દીધું અને તેને આલિંગનમાં જકડી લીધો. સિદ્ધાર્થે પોતાનાં બંને હાથ લાવણ્યાની ફરતે વીંટાળી લીધાં અને બેડમાં બેઠાં-બેઠાંજ આવેગપૂર્વક લાવણ્યાની પીઠ અને વાંસાંનાં ભાગ ઉપર હાથ ફેરવવાં લાગ્યો.

"સવારે ભલે તું થોડીવાર માટે આવી'તી....!" લાવણ્યાની સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો "પણ મારો અડધો થાક ઉતરી ગ્યો'તો....!" તેણે ફરીવાર લાવણ્યાનાં ઉરજો ઉપર તેનું માથું ઘસવાં માંડ્યુ "એમ થાય છે કે બસ તને આમજ વળગી રહું...!"

લાવણ્યા રડતી-રડતી કઈંપણ બોલ્યાં વગર તેનાં માથાંમાં હાથ ફેરવતી રહી.

"તારાં માથાંનો પાટો ખોલી નાંખ્યો....!?" લાવણ્યા સિદ્ધાર્થના કપાળ ઉપર આવી ગયેલાં તેનાં લાંબા વાળ ખસેડીને જોવાં લાગી "ક્યાં વાગ્યું'તું તને...!?". લાવણ્યાએ સિદ્ધાર્થની ડાબી આંખ ઉપર નાની સફેદ પટ્ટી જોઈ.

"બહુ નહોતું વાગ્યું....!" સિદ્ધાર્થ બોલ્યો.

"શું નહોતું વાગ્યું....!?" લાવણ્યાએ રડતાં-રડતાં સિદ્ધાર્થ ઉપર છણકો કર્યો. "મેં કેટલી ....! ક...કેટલી બૂમો પાડી...! તો...તોય તે ના સાંભળી....! આવું કરાય...!?"

"સ..સોરી...!" સિદ્ધાર્થ લાવણ્યાને ફરી વળગી પડ્યો.

"શું...સોરી...!?" લાવણ્યાએ ફરીવાર તેને છણકો કર્યો અને તેને હળવો ધક્કો માર્યો "હવે આવું....આવું ના કરતો...!"

સિદ્ધાર્થ નીચું મોઢું કરીને ફર્શ સામું તાકવાં લાગ્યો.

"આમજો મારી સામે....!" લાવણ્યાએ તેનું મોઢું તેની બાજુ ફેરવ્યું "પ્રોમિસ કર....! હવે ...હવે તું ગમેતે કારણે ગુસ્સામાં હોઉ....! તું કદી આવું ગુસ્સાંમાં વ્હીકલ લઈને નઈ જાય...! પ્રોમિસ કર....!"

"આઈ ...આઈ પ્રોમિસ...બસ...!" સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો "મને હગ કરવાંદેને પ્લીઝ...!"

લાવણ્યાએ ફરીવાર તેને આલિંગનમાં જકડી લીધો "માલું બેબી...!"

"છ ફૂટનું બેબી....!" સિદ્ધાર્થે પરાણે ટીખળ કરી.

લાવણ્યા હસી પડી અને તેની સામે જોઈ રહી. એક્સિડેંન્ટ થયો હોવા છતાંપણ સિદ્ધાર્થ હજીપણ એટલોજ સોહામણો લાગતો હતો. એવોજ ગોરો ચિટ્ટો ચેહરો, મસ્ત મજાની માંજરી આંખો અને લાવણ્યાના ફેવરિટ તેનાં રતુમડાં હોંઠ.

લાવણ્યા હવે સિદ્ધાર્થનાં ગાલ ઉપર આંગળીઓ ફેરવતી તેનાં રતુમડાં હોંઠ મુગ્ધપણે જોઈ રહી. તેનું મન સિદ્ધાર્થનાં હોંઠ ચૂમી લેવાનું થઈ આવ્યું. પોતાનાં આવેગોને કાબૂ કરવાં લાવણ્યા ઊંડા શ્વાસ ભરવાં લાગી. લાવણ્યાનાં ઉરજોની વધી ગયેલી ગતિ જોઈને સિદ્ધાર્થે હળવું સ્મિત આપ્યું અને ફરીવાર તેનું માથું તેનાં ઉરજો ઉપર મૂકી દીધું.

લાવણ્યાએ તેનાં વાળ ચૂમ્યાં. ધીરે-ધીરે લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ અને કાન પણ ચૂમી લીધાં. તે સિદ્ધાર્થનો ચેહરો તેનાં બંને હાથમાં પકડીને તેની સામે ભીની આંખે જોઈ રહી.

"આઇ મિસ્ડ યુ સો મચ....સિડ...!" લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી.

"અરે હજીતો એક દિવસ પણ પૂરો તું મારાં વગર નથી રહી....! એમાં આટલું મિસ...!?" સિદ્ધાર્થે લાવણ્યાને ચીડવી.

"તને શું ખબર....!મારી શું હાલત થઈ જાય છે તને જોયાં વિનાં...!?" લાવણ્યાએ સહેજ આઘાં ખસીને ફરીવાર છણકો કર્યો.

"તું આરીતે આઘી નાં જઈશને....!" સિદ્ધાર્થે લાવણ્યાની કમર પકડી પાછી પોતાની બાજુ ખેંચી અને તેને વળગી પડ્યો "અમ્મ....! તું બસ મને આમ વળગી રે'....! મને શાંતિ મળે છે....!"

"ઓહ માય બેબી...!" લાવણ્યા પ્રેમથી સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવવાં લાગી "નેહા તને હોસ્પિટલમાં પણ ટોર્ચર કરે છે...!?"

"એની તો હાજરીજ મને હવે ટોર્ચર જેવી લાગે છે..!" સિદ્ધાર્થ બોલ્યો "તું એની વાતજ નાકર....!" સિદ્ધાર્થે લાવણ્યાને વધુ જોરથી જકડી લીધી.

"સારું..સારું...! તું રિલેક્સ થા...!" લાવણ્યાએ તેનો બીજો હાથ તેની પીઠ ઉપર વ્હાલથી ફેરવ્યો.

ક્યાંય સુધી લાવણ્યાએ સિદ્ધાર્થને એજરીતે આલિંગનમાં જકડી રાખ્યો. સિદ્ધાર્થ માટેની તેની ચિંતાથી તેનું મન મુક્ત થઈ જતાં તેનું મન હળવું થઈ ગયું અને હ્રદય શાંત થઈ ગયું.

"તું આ બ્લેક ડ્રેસમાં બહુજ મસ્ત લાગે છે...!" સિદ્ધાર્થે લાવણ્યાની સામે જોઈને કહ્યું.

"હેંને....!?" લાવણ્યા ખુશ થઈ ગઈ અને સહેજ આઘી ખસીને ગોળ-ગોળ ફરીને સિદ્ધાર્થને બતાવવાં લાગી "મને ખબર હતી....! તું મને આ ડ્રેસમાં જોઈને ખુશ થઈ જઈશ....!"

"મનેતો તું કોઈપણ કપડાંમાં ગમે છે...!" સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને તેની કમરમાંથી પકડીને પોતાની બાજુ ખેંચી. તેણે પોતાનો હાથ લાવણ્યાની કમર ઉપર સરકાવીને પાછળ સુધી લીધો.

"ઓહ સિડ....!" લાવણ્યાનાં શ્વાસ ફરી વધી ગયાં અને તેનું શરીર ઝણઝણી ઉઠ્યું "તું જ્યારે મારી કમરને આરીતે પકડે છે...! મારું....! મારું આખું શરીર કાંપી ઊઠે છે....!"

"તું બહુજ મસ્ત લાગે છે આજે...!" સિદ્ધર્થે ફરીવાર તેની સામે જોઈ મુગ્ધભાવે કહ્યું.

"અને તારાં હોંઠ હજીપણ એવાજ છે....! એકદમ મસ્ત....!" લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર તેની આંગળીઓ મૂકી "સિડ....! હું જાણું છું કે તને વાગ્યું છે....! અને આવીરીતે હોસ્પિટલમાં મારે તને આવું નાં કે'વું જોઈએ...! પણ...! પણ...! જાન ..! હું તરસી ગઈ છું....! પ્લીઝ મને એકવાર તો કિસ આપ....!" લાવણ્યા દયામણી નજરે તેની સામે જોઈ રહી. થોડીવાર સુધી સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેની સામે જોઈ રહ્યો. લાવણ્યાએ તેનો ચેહરો નીચે ઝુકાવ્યો.

"ખટ....ખટ...!" કોઇકે રૂમનો દરવાજો ખોલવાનો પ્રયન્ત કર્યો.

"દર વખતે આવુંજ થાય છે....!?" લાવણ્યા દરવાજા સામે જોઈને રડી પડી.

"ઠક...! ઠક...!" લાવણ્યાએ દરવાજાની સ્ટોપર અંદરથી બંધ કરી હોવાથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરનારે દરવાજે ટકોરાં માર્યા.

"તે દરવાજો બંધ કરી દીધો છે....!?" સિદ્ધાર્થને નવાઈ લાગી.

"હાં...! નેહા આવી જાય તો...!" લાવણ્યા હવે ગભરાઈ "જલ્દી....! મને ...મને એક કિસ આપી દેને...! પ્લીઝ.....!" લાવણ્યા હવે સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવાંનો પ્રયત્ન કરવાં લાગી.

"ઠક...! ઠક...!" દરવાજે ફરીવાર ટકોરાં પડ્યાં.

"લાવણ્યા શું તું પણ....! જા દરવાજો ખોલ...!" સિદ્ધાર્થે ઉચાટભર્યા સ્વરમાં કહ્યું.

"નાં...નાં...નેહા હશેતો....!?" લાવણ્યા હવે ફફડવાં લાગી.

"તું....તું ચિંતાના કર...!" સિદ્ધાર્થ તેણે સમજાવવા લાગ્યો "હું સંભાળી લઇશ....! તું જા દરવાજો ખોલ..!"

"નઈ....!નઈ...!" લાવણ્યા હવે રીતસરની ધ્રૂજવાં લાગી.

"અરે...! તું ખોલ દરવાજો....! મેં કીધુંને....! હું જોઈ લઇશ...!"

ધ્રૂજતાં પગે લાવણ્યા દરવાજા તરફ ગઈ. દરવાજા પાસે પહોંચીને લાવણ્યાએ તેનું હેન્ડલ પકડ્યું અને પાછું ફરીને સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થે ડોકી હલાવી તેને હિમ્મત આપી. છેવટે લાવણ્યાએ સ્ટોપર ખોલી અને હળવેથી દરવાજો ખોલ્યો.

-----

- This Chapter is written by "કામ્યા"

NOTE: With some "Literature Freedom", Love Revenge is a true story. I was there.