કોલેજનો અંતિમ દિવસ Dr Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજનો અંતિમ દિવસ

કોલેજ: માત્ર એક જગ્યા નહી, પણ અસંખ્ય સ્મૃતિઓ નો ભંડાર. આજે કોલેજ ના ગેટ આગળ ઉભા રહીને કઈક અલગ જ પ્રકારની લાગણી નો અનુભવ થાય છે. આજે છેલ્લી વાર ફરી એક વખત આ કોલેજ ની, આ કેમ્પસ ની એ દુનિયા, એ ઝીંદગી જીવી લેવા માગું છું. આજે મારો કોલેજનો ફેરવેલ ડે છે. બસ આ 5 વર્ષ નો આ સંગાથ હવે પૂર્ણાહુતિ પર છે. બસ કેટલાક કલાકો ની જ વાર છે ત્યારપછી આ કોલેજ મારા માટે ભૂતકાળ બની જશે.

આ એ જગ્યા જ્યાં આત્મવિશ્વાસ અને ઉત્સાહથી મારા પગ ઉપડતાં એ મારા કદમ આજે આત્મવિશ્વાસવિહીન અને ઉદાસીનતા સાથે ઉપડી રહ્યા છે. આ કેમ્પસ ની તમામ વસ્તુ મારા જીવન સાથે સંકળાયી ચુક્યા છે. આ કેન્ટીન, જ્યાં અમારી સવાર પડતી. ચા ની ચૂસકી, સવારનો નાસ્તો અને અમારી કદીયે ના ખૂટી પડતી વાતો અને મસ્તી. કેન્ટીન એક એવી જગ્યા જ્યાં ગમતા પાત્ર ને જોવા માટે લોકો લેક્ચર બન્ક્ કરીને આવતા. કેન્ટીન ની આગળ આ આવ્યો કોમન રૂમ, અમારું ઢીંગમસ્તીખાનું. જ્યાં આખી ટુકડી ભેગી થઈને ધમાચકડી મચાવે. દરવાજા આગળ ઉભો રહીને બસ એ તમામ સ્મૃતિઓ વાગોળી રહ્યો છું. વિચાર માત્રથી ચહેરા પર સ્મિત આવી ગયું અને આંખોના ખૂણાને ભીનું પણ કરી ગયું.

આ કોરિડોર, આ લાઈબ્રેરી, આ લેક્ચર રૂમ માત્ર ખાલી જગ્યા નથી પણ જીવાયેલી જિંદગી નો અતૂટ ભાગ છે. સવારે લેટ ઉઠયા પછી લેક્ચર માટે કોરિડોર માં ફોન લઈને દોડાદોડ કરવી, કેટલીક વખત અવળચંડાઈ કરવી. કોરિડોર ના એન્ટરંસ આગળ બેસી આવતા જતા લોકો પર કોમેન્ટ પાસ કરવી. અને દૂર થી કોઈ સર કે મેડમ લેકચર ટાઈમ માં આવતા દેખાય કે તરત જ દોટ મુકીને નાસી જવું.

લેક્ચર હોલ જેમાં ભણવા આવવા વાળા લોકોની સંખ્યા કરતા ટાઈમપાસ કરવા, મસ્તી કરવા અને ગમતા પાત્ર ને માત્ર જોવા માટે આવતા લોકોની સંખ્યા વધારે હતી. એ લાસ્ટ બેન્ચ પર બેસીને કોમેન્ટ પાસ કરવી, 2 લોકો ને ચડાવવા અને બીજા લોકો ને ચીડવવા. એ સમયની આ એક એક પળ અત્યારે અમૂલ્ય લાગે છે. લેક્ચર હોલ ની આ બેન્ચ અમારા બધા લોકોના ઝગડા અને દોસ્તી નો સાક્ષી છે. અહીંયા જ મિત્રતા ની શરૂઆત થઇ હતી અને અહીંયા જ મિત્રો વચ્ચે ઝગડા થયા હતા અને આ જ બેન્ચ એમની ફરી મિત્રતાનો સાક્ષી છે.

આ કોલેજ મારા જીવન ના 5 સોનેરી વર્ષો નો સાક્ષી છે. મારા સારા, ખરાબ તમામ દિવસો માં એને મને સહારો આપ્યો છે. અને એને મને આપ્યું છે મારો સાચો ખજાનો મારા મિત્રો. જેમના વગર આ એક એક પળ કદાચ આટલી યાદગાર નહિ બની હોત. એ મિત્રો જેમના લીધે કોલેજ આવવું ક્યારેય કંટાળાજનક નહિ લાગ્યું. એ જ મિત્રો જેઓ મારી તમામ પરિસ્થિતિ માં હંમેશા પડખે ઉભા રહ્યા. એ જ મિત્રો જેઓ વાતે વાતે લડી પડતા, પણ જો એમના સિવાય કોઈ બીજો લડવા આવે તો ખેર છે, બિચારો અધમુવો થઈને જાય. એ જ મિત્રો જેઓ પરીક્ષા ના ટાઈમ માં અંત સમય નું શીખવાડી પાસ કરાવે અને એક્ઝામ ના સ્ટ્રેસ ને આમ ફટ દઈને દૂર કરી દેતા. એ જ મિત્રો જેમને ભૂલથી પણ કહી દઈએ કે યાર પેલી છોકરી ગમે છે તો સાલાઓ સેટિંગ કરાવીને જ છોડે. એ જ મિત્રો જેઓ બ્રેક અપ થાય ત્યારે ' એ તો તારા લાયક હતી જ નહિ.' કહીને મૂડ બનાવતા. એ જ મિત્રો જેઓ કાંડ કરવામાં ક્યારેય પાછા ન પડતા.

મિત્રો ની મસ્તી, રાતની ચા, એક્ઝામ નું ટેન્શન, રેન્ડમ રખડવાનું પ્લાનિંગ, રાતે 2 વાગે નાસ્તો કરવા રખડવા નીકળવાનું, મૂવી ના પ્લાન્સ, લેક્ચર બન્કિંગ, લેટ નાઈટ ચેટ, પાગલપન થી ભરેલા લવારા, કોઈ પણ માણસની ગોસ્સીપ કરવી, મિત્રો સાથે ગ્રુપ ડિસકસન ના બહાને ટાઈમ પાસ, બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત શેર કરવી, બેસ્ટ ફ્રેન્ડ ના ખભા ઉપર માથું મૂકીને રડવું, કામ કઢાવવા મિત્ર ને સેન્ટી કરવું, આડા અવળા સેલ્ફી લેવા, રોજ ના નિત નવા નાટકો કરવા, કેટ કેટલું છે...

આ બધું હવે ફરી ક્યારેય માણવા નહિ મળે, કદાચ હવે ફરી ક્યારેય મિત્ર ને ફોન કરી 'આજે મારી પ્રોક્ષી કરજે' એવું કહેવાનો મોકો નહિ મળે, ફરી એ જ લેકચર હોલ ની બેન્ચ પર બેસી બેસ્ટ ફ્રન્ડ નું અને તમારું નામ કોતરવા નહિ મળે, ફરી કદાચ એ બીના જવાબદારી ભર્યું જીવન જીવવા નહિ મળે, ફરી કદાચ એ જ કેન્ટીન માં તમારા ગ્રુપ સાથે બેસીને ચા ની ચુસકી મારવા નહિ મળે, ફરી કદાચ એ જ મિત્રો સાથે ફોટો પડાવીને મેમરી બનાવવાનો મોકો નહિ મળે, ફરી કદાચ તમારા ક્રશ ને જોવા નો મોકો નહિ મળે, ફરી કદાચ રડવા માટે એ મિત્ર નો ખભો નહિ મળે, ફરી કદાચ આ મિત્રો પણ નહિ મળે.

મારૂ મનોમંથન અચાનક તૂટ્યું અને મારી આંખો ને લૂછીને ફેરવેલ કાર્યક્રમ માટે હું હોલ માં ગોઠવાયો. બધા લોકો પોતપોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા હતા પણ હું ક્યાંક બીજે જ ખોવાયેલો હતો મારા વિચારોમાં. અચનાક ખબર નહિ મારા માં શક્તિનો સંચાર થયો અને મારા કદમો સ્ટેજ તરફ ઉપડ્યા અને હું સ્ટેજ પર જઈને ઉભો રહી ગયો. લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.

અને ભારે હૈયે મેં બોલવાનું શરુ કર્યું,

"હેલો ફ્રેન્ડ્સ, It is truly said that journey is more beautiful than destination. 5 વર્ષ પહેલા શરુ થયેલી એ સફર આજે એના અંતિમ પડાવ માં છે. આ 5 વર્ષ આપણા જીવનના અમુલ્ય 5 વર્ષ છે. જીવનમાં આગળ જઈને તમે કાંઈ પણ કરો આ 5 વર્ષ તમને હંમેશા માટે યાદ રહેશે. It makes us what we are today. I should say after our own home, it is our 2nd home. જેણે 5 વર્ષ સુધી સહારો આપ્યો, સ્મૃતિનો નો ભંડાર આપ્યો, લાગણીઓ ના બંધ બાંધી આપ્યા એ જગ્યા ને કોઈ કેવી રીતે ભૂલી શકે. કોલેજ માં એડમિશન લઈને ઘર થી દૂર આવતી વખતે પણ એવી જ લાગણીનો અનુભવ થતો હતો જેવો આજે થાય છે, ફર્ક માત્ર એટલો છે કે એ વખતે ઘર છોડવું નહોતું ગમતું અને આજે મારુ બીજું ઘર એટલે કે કોલેજ છોડવી નથી ગમતી. ક્યાં વિચાર્યું હતું કે કોલેજ માં આટઆટલા સારા મિત્રો, પ્રોફેસરો મળશે. પણ હવે બહારની દુનિયામાં પગ મુકવાનો એ સમય આવી ગયો છે. And i m badly gonna miss these days. આ દિવસો હવે ફરી ક્યારેય પાછા નહિ આવે. ચાલો ફરી એક આખરી વાર આખું ગ્રુપ ભેગું થઈને ધમાચકડી મચાવીએ, ચાલો ફરી એક આખરી વખત કોલેજ કોરિડોર આગળ બેસી લોકો પર કૉમેન્ટ્સ પાસ કરીએ, ચાલો ફરી એક આખરી વખત રખડવા જવાનો પ્લાન બનાવીએ, ચાલો ફરી એક આખરી વખત ભેગા થઈને ગ્રુફી લઈએ, ચાલો એક આખરી વખત બધા ભેગા મળીને ખડખડાટ હસી લઈએ, ચાલો એક આખરી વખત એમના ગળે વળગીને રડી લઈએ, ચાલો એક આખરી વખત કોલેજ ના તમામ ખૂણા ફરી વળિયે, ચાલો એક આખરી વખત પોતાના દિલ ની વાત કરી લઈએ, ચાલો એક આખરી વખત એકબીજાને અંતિમ ગુડબાય કહી દઈએ." અને હું મારી આંખનો ખૂણો લુછવા અટક્યો. 2 મિનિટ માટે હોલ માં ગંભીર વાતાવરણ છવાઈ ગયું.

"You can imagine how good was the journey that it makes so much difficult to leave this place. કોલેજ માં આવ્યો ત્યારે શૂન્ય હતો અને આજે એ શૂન્ય માંથી સર્જન કરીને અગણિત સ્મૃતિઓ સાથે લઇ જઈ રહ્યો છું. બસ હવે કેટલાક કલાકોની જ વાર છે. તો મિત્રો આવો આ કેટલાક કલાકોને પુરા દિલ થી માણી લઈએ. ફરી એક વખત એ જિંદગી ને મન થી જીવી લઈએ. અંત માં હું ખાલી એટલું જ કહીશ કે,

'હમ રહે યા ના રહે કલ,

કલ યાદ આયેંગે યે પલ.

પલ, યે હૈ પ્યાર કે પલ,

ચલ, આ મેરે સંગ ચલ.

ચલ, સોચે ક્યાં

છોટી સી હૈ ઝીંદગી.

કલ, મિલ જાયે તો હોંગી ખુશનસીબી.

હમ રહે યા ના રહે યાદ આયેંગે યે પલ."