shu aavo prem shaky chhe books and stories free download online pdf in Gujarati

શું આવો પ્રેમ શક્ય છે?!

"શાર્પ 10 વાગે લવર્સ પાર્ક માં જે કોફી શોપ છે ત્યાં. સમયસર આવી જજે. બાય." માનવે ફોન મુક્યો અને ફટાફટ તૈયાર થવા લાગ્યો. 9.45 એ તે લવર્સ પાર્ક પહોંચીને બહાર માનસી ની રાહ જોવા લાગ્યો. 10 વાગ્યે માનસી આવી અને બન્ને જણા કોફી શોપ માં ગોઠવાયા. 

માનવ:"બોલ, શું ઓર્ડર કરું?"
માનસી:"મારી ફેવરિટ કોલ્ડ કોફી."
માનવ ઓર્ડર આપે છે અને બન્ને જણા વાતો માં મશગુલ થઇ જાય છે. માનવ અને માનસી ની હાલ માં જ સગાઇ થઇ હોય છે અને બન્ને જણા એકબીજા ને સમજવા માટે આમ ભેગા થયા હોય છે. એટલામાં બન્ને ની નજર કોફી શોપ ની બહાર ઉભેલા આશરે 60 વર્ષનાં દાદા-દાદી પર પડે છે. દાદા પોતાના હાથ માં ગુલાબ પકડીને દાદી ને આપી રહ્યા હોય છે આ દ્રશ્ય માનવ અને માનસી જોવે છે. આ જોઈને બન્ને એકબીજા સામે આંખો પહોળી કરીને જોવા માંડે છે. દાદા દાદી ને હાથ માં ગુલાબ આપી બન્ને જણા એકબીજા ની આંખો માં આંખ પરોવીને જોઈ રહે છે. બન્ને નો એકબીજા માટે નો પ્રેમ તેમની આંખો માં શપષ્ટ ઝળકી રહ્યો હોય છે. આ દ્રશ્ય જોઈને માનવ-માનસી એકદમ ખુશ ખુશ થઇ જાય છે. બન્ને જણા કોફી શોપ ની બહાર આવી દાદા દાદી ને મળે છે અને કહે છે," તમે બંને સાથે ખુબ સુંદર લાગો છો, અમને પણ આશીર્વાદ આપો કે અમારી જોડી પણ તમારી જેમ બની રહે." દાદી દાદી તેમને આશીર્વાદ આપે છે અને માનવ તેમની સાથે એક સેલ્ફી લે છે. બન્ને જણા ફરી અંદર આવી બેસી જાય છે.
માનસી:"આજ થી 25-30 વર્ષ પછી શું તું આવી રીતે મારા માટે ગુલાબ લાવીશ? શું આટલો પ્રેમ કરીશ?"
માનવ:" હાસ્તો વળી, આ કંઈ પૂછવાની વાત છે." અને પછી બંને જણા સમય પસાર કરીને છુટા પડે છે.
બીજા અઠવાડિયે ફરી વખત બંને જણા એ જ જગ્યા એ ભેગા થાય છે અને ફરી તે બન્ને તે દાદા-દાદી ને એ જ પરિસ્થિતિ માં ગુલાબ આપતા એન્ડ બેન્ચ પર સાથે બેઠેલા નિહાળે છે. માનવ ફરીથી તેમને મળવા જાય છે અને પૂછે છે દાદા દાદી તમે મને ઓળખ્યો. તો દાદી થોડા આકુળવ્યાકુળ થઇ જાય છે ઓળખી શકતા નથી.તેમના ચહેરા ના હાવભાવ એવા હતા કે જાણે તેને પહેલી વાર મળ્યા હોય. માનવ ને કંઈક અજુગતું લાગ્યું. તે શોપ માં પાછો આવી ગયો અને માનસી ને વાત કરવા લાગ્યો. બન્ને જણા ફરી છુટા પડ્યા પણ આ વાત માનવ ના મન માંથી નીકળતી નહતી. ફરી બીજા અઠવાડિયે એ જ જગ્યા એ બન્ને ભેગા થયા. આજે માનવ ના મન માં વિચારો નું વાવાઝોડું છવાયેલું હતું. એટલામાં પેલા દાદા આવ્યા પણ આજે તે એકલા હતા એ જ શોપની સામેની બેન્ચ પર બેઠા અને ત્યાં ગુલાબ મુક્યું, એમની આંખો માં પાણી આવી ગયું અને તરત જ ઉભા થઈને ચાલવા લાગ્યા. આ બધું માનવ નિહાળી રહ્યો હતો.
માનવ:"આ દાદા આજે કેમ એકલા જ આવ્યા?"
એટલામાં ત્યાં કામ કરતો એક માણસ આ સાંભળી ગયો તેને માનવ ને કહ્યું," આ દાદા દાદી સાથે છેલ્લા એક મહિનાથી રોજ સવારે આવે છે 10 વાગે અને દાદા રોજ દાદી ને ગુલાબ નું ફુલ આપે છે, બન્ને એકબીજા સાથે થોડી વાર બેસે છે અને જતા રહે છે." 
માનવ:"કંઈક અજુગતું નથી લાગતું આ?"
વેઈટર:"તમને વાત ની ખબર નથી ને એટલે. આ દાદા દાદી નો 2 મહિના પહેલા અકસ્માત થયો હતો અને દાદીને માથા માં ઇજા પહોંચી હતી. એમાં એમને એવી ઇજા થઇ કે તેઓ યાદશક્તિ ગુમાવી ચુક્યા અને એ જે કંઈક પણ કરે તે બસ તેમને એ એક જ દિવસ પૂરતું યાદ રહેતું. બીજા દિવસે તે ફરી આગળના દિવસે શું બન્યું છે એ ભૂલી જતા અને રોજ આ રીતે અહીં આવતા અને ગુલાબ આપતા. અને એ કેમ ખબર છે કેમ કે આ એક જગ્યા એમની મગજ માં ઊંડાણ થી રહેલી છે કેમ કે આ જ જગ્યા પર બન્ને ભેગા થયા હતા અને આ જ જગ્યાએ થી તેમના પ્રેમની શરૂઆત થઇ હતી અને એ વખતે આ દાદા એ દાદી ને ગુલાબ આપી પ્રપોઝ કર્યું હતું. બસ આ એક જ તેમના જીવનની સ્મૃતિએ તેમને જીવવાનું કારણ આપી દીધું. બીજું કઈ જ યાદ નથી પણ આ જગ્યા જ તેમને યાદ છે. અને આ દાદા તેમને ખુબ પ્રેમ કરે છે એટલે દરરોજ એ પળ નો અનુભવ તેમને રોજ કરાવી તેમના જીવનમાં પ્રાણ રેડે છે."
માનવ અને માનસી એકબીજા સામે જોઈ રહે છે.
વેઈટર:"હમણાં ગયા અઠવાડિયે જ દાદી નું મૃત્યુ થઇ ગયું એટલે હવે આ દાદા બસ તેમની યાદ માં રોજ સવારે ગુલાબ લઈને આવે છે બેન્ચ પર મૂકે છે અને પાછા જતા રહે છે."
વેઈટર જતો રહે છે અને માનવ માનસી વિચારમાં પડી જાય છે કે "શું આવો પ્રેમ શક્ય છે?"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED