ચુડેલ ની આત્મા Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ચુડેલ ની આત્મા

સસરા ને ત્યાંથી રાત્રે જમીને આકાશ અને વિધાતા બાઇક પર રાત્રે ૧૦ વાગ્યે ઘરે જઈ રહ્યા હતા. ઘર ૧૦૦ કિમી દૂર હતું એટલે ત્યાં બધા લોકો એ અત્યારે જવાની ના પાડી રહ્યા હતા પણ આકાશ ને સવારે વહેલું ઓફિસ પર જવાનું હતું એટલે તે બધાની રજા લઈ નીકળી ગયા. આકાશ ફાસ્ટ બાઇક ચલાવી રહ્યો હતો. વચ્ચે જંગલ આવ્યું રસ્તો સાવ સૂનસાન હતો. કોઈ અવર જવર હતી નહિ પાછળ બેઠેલી વિધાતા ડરી રહી હતી ત્યારે આકાશ તેને હિંમત આપી રહ્યો હતો બસ હવે ઘર આવી ગયું.

રસ્તા પર વિધાતા ને થોડોક થાક લાગ્યો જેને કારણે આકાશ થોડી વાર માટે બાઇક ઊભી રાખી. આકાશે પૂછ્યું શું થયું વિધાતા ?
ત્યારે વિધાતા એ થોડો થાક લાગ્યો છે ને મારે થોડી વાર માટે આરામ કરવો પડશે. ત્યારે ૧૦ મિનિટ તેઓ ત્યાં આરામ કરે છે ને પછી ઘરે નીકળી જાય છે.

રાતના ૧૧ વાગ્યે બંને ઘરે પહોસ્યા. ઘરે થોડું કામ પડ્યું હતું તે વિધાતા કરવા લાગી. આકાશ ત્યાં સોફા પર ટીવી જોઈ રહ્યો હતો ત્યાં અચાનક વિધાતા એ રડવાનું શરૂ કર્યું અને તેના બધા કપડા બહાર મૂકવા લાગી. વિધાતા રડતી જોઈ આકાશ તેની પાસે ગયો ત્યાં વિધાતા ની આંખો લાલ અને ડરામણી થઈ ગઈ હતી.
શું થયું વિધાતા ?
તમે મને સ્પર્શ ન કરતા.
હું વિધાતા નથી.
આ સાંભળી ને આકાશ સમજી ગયો કે વિધાતા સરીર માં ચુડેલ ની આત્મા પ્રવેશી સૂકી છે.

તરત આકાશે ઘરની બધી વિંડોઝ અને ડોર બધા બંધ કરી દીધી હતી કારણ કે બાજુમાં કોઈ ને તકલીફ ન થાય. પાસે જઈ આકાશે તેને બે થપ્પડ મારી. ત્યાં તો ચુડેલ પોતાના રંગ માં આવી. તે હવામાં ઉડવા લાગી સાથે બધી વસ્તુઓ પણ હવામાં ઉડવા લાગી. બધી સાડીઓ ઉડી રહી હતી. સોફા ખુરચી પર આમ તેમ હલી રહી હતી ત્યાં બંધ કરેલી વિન્ડો ખુલી ને જોરદાર પવન ની લહેર આવી .

હું ચુડેલ છું ચુડેલ !!!

આ સાંભળી આકાશ અસ્વસ્થ થઈ ગયો ને ચુડેલ નું આ રૂપ જોઈ ડરવા લાગ્યો. તે પણ રડવા લાગ્યો ને રડતા રડતા હાથ જોડી ને કહે છે મને માફ કરી દો. થોડી વાર ચુડેલ શાંત થઈ એટલે આકાશે પૂછ્યું તમે અહી કેમ આવ્યા છો .? તમારે શું જરૂર છે ? જે જોઈતું હોય તે કહો હું આપીશ તમને પણ પ્લીઝ મારી પત્ની ના શરીર માંથી તમે જતા રહો.

ત્યારે ચુડેલ બોલવાનું શરૂ કરે છે

મારું નામ રાધા હતું ને મારા પતિ નું નામ રમણ હતું. અમે એકબીજા ખૂબ પ્રેમ કરતા તે મને બધી જરૂરિયાત પૂરી કરતા પણ પૈસા ના અભાવે મારે લોલ સાડી પહેરવા નો શોખ પૂરો થતો ન હતો. એક દિવસ એક સગા ને ત્યાં લગ્ન હતા એટલે મેં મારા પતિ ને કહ્યું મને લાલ સાડી અપાવો ને મારે લગ્ન માં પહેરવી છે ત્યારે તેને આવતા મહિને લઈ આપીશ કહી મને મનાવી લીધી ને અમે બાઇક પર લગ્ન કરવા નીકળી ગયા.

રાત્રી ના લગ્ન હતા અમે બંને સમયસર ત્યાં પહોશી ગયા હતા. ખૂબ સુંદર આયોજન હતું ઘણી વુમન લાલ સાડી માં હતી તેને જોઈ મને પણ થતું હતું કે હું ક્યારે લાલ સાડી પહેરીશ. ત્યારે મારા પતિ એ ફરી મને આશ્વાસન આપ્યું કે બસ થોડા દિવસ રાહ જો હું લઈ આપીશ તને.

લગ્ન પૂરા કરી ને અમે બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા ત્યાં રસ્તા માં એક ટ્રક અમારી બાઇક ને ટક્કર મારે છે ને અમારી બાઇક તેના પાછળ ના વ્હીલ માં આવી જાય છે. મારી સામે પહેલા મારા પતિ મુત્યુ પામે છે. તેને કોઈ ઈચ્છા ન હતી એટલે તેને મોક્ષ મળી જાય છે ને મારી લાલ સાડી પહેરવા ની ઈચ્છા ને કારણે હું આત્મા બની ભડકી રહી છું.

થોડી હિંમત કરી આકાશે પૂછ્યું હું તમારી શું મદદ કરી શકું જેનાથી તમે મારી પત્ની ના શરીર માંથી નીકળી જાઓ. અને તમને મોક્ષ પણ મળી જાય.

ત્યારે તે બોલી મને લાલ સાડી પહેરાવી ત્યાં લઈ જાવ તો હું મોક્ષ પણ પામીશ ને તારી પત્ની ના શરીર માંથી જતી પણ રહીશ.

હવે અડધી રાત્રે તે પણ ચુડેલ ને તે જગ્યાએ લઈ જવું આકાશ હિતાવહ ન લાગ્યું એટલે આકાશે તેના મિત્ર ને ફોન કરી ઘરે બોલાવ્યો. ઘરે આવેલા મિત્ર ને બધી વાત કરી અને તે આવવા ત્યાર થઈ ગયો.

વિધાતા ના રૂમ માં જઈ આકાશ લાલ સાડી અને થોડો શ્રૃંગાર તેને આપે છે. તે સજી ધજી ને બહાર આવે છે ને ત્રણેય કાર માં બેસી ને તે જગ્યા પર નીકળ્યા રસ્તા માં આકાશ નો મિત્ર કાર ચલાવતો ચલાવતો પાછળ જોઈ ડરી રહ્યો હતો. પણ આકાશ તેને હિંમત આપી રહ્યો હતો.

ત્યાં તે જગ્યા આવતા ચુડેલ કાર ઊભી રાખવાનું કહ્યું. કાર ઊભી રહી ને ચુડેલ કાર માંથી ઉતરી તે જગ્યા પર પહોશી ત્યાં તે મૂર્છિત થઈ ગઈ અને ચૂડેલ વિધાતા ના શરીર ને છોડી જતી રહી. વિધાતા ને થોડી વાર પછી હોશ આવ્યો ને તેને કાર માં બેસાડી બંને ઘરે લઈ ગયા.

જીત ગજ્જર