જોલી (મોજીલી) નું હ્રદય પરિવર્તન  Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

જોલી (મોજીલી) નું હ્રદય પરિવર્તન 


ઘેલી ઓ ઘેલી , ઓ ઘેલી , ઓ ઘેલી તારા માટે આનંદના સમાચાર લાવી છુ . આ આપણી દીકરી જોલી ઉર્ફે મોજીલી માટે તેની પસંદગીનો શાનદાર , જાનદાર , ખુબ કમાનાર , શોખીનલાલ , હોટલોમાં ખાનાર , છાંટાપાણી નો શોખીનલાલ એક મુરતિયો ધ્યાનમાં આવ્યો છે ! મહિનેદહાડે લગ-ભગ દોઢેકલાખ કમાય લે છે ! તે કહ્યું હતુ ને જોલી(મોજીલી)ને જેવો-તેવો મુરતિયો ન ચાલે , આખરે એમ.બી.એ. કરેલું છે મારી મોજીલીએ ! ઓછામાંઓછું એક લાખ તો છોકરો કમાતો જ હોવો જોઈએ , શોખીન હોવો જોઈએ , મારી જોલી (મોજીલી) ની જેમ મોજીલો હોવો જોઈએ ! તે મને કીધેલું મારા ગળે ઉતરેલું એટલે આજે ઇન્કવાયરી આવતા તારી પાસે આવી છુ , મુરતિયાનું માગુ લઈને ! ઘેલીની માશીની દીકરી ચાર્મી ઉર્ફે ચમકીલિ ખુબજ આનંદમાં .ઘેલી થઈને તેની માશીની દીકરી ઘેલી પાસે તેની દીકરી જોલી (મોજીલી) નું માગુ લઈને આવી !
ઘેલી : સારું સારું ચમકીલિ તું આવી એ પણ મોજીલી(જોલી) માટે માગુ લઈને ઘણુ જ સરસ ! તને મારી જોલી (મોજીલી) પ્રત્યે લગાવ , લાગણી હોય તો જ તુ તેના માટે માગુ લઈને આવી હોય ને ? ખુબ સરસ , આવ , આવ અંદર આવ , બેસ , બેસ ! તને એક વાત કહું ચાર્મી (ચમકીલિ) અત્યારે તો તને ખબર જ છે ને આ ચારે બાજુ મહામારી-મહામારી જ ચાલે છે . આ મહામારીના બે-ત્રણ માહિનામાં મારી દીકરી જોલી-મોજીલી સાવ બદલાય ગઈ છે , હમણાં-હમણાં આ જોલી (મોજીલી), મોજીલી ને બદલે સાવ ગમગીની બની ગઈ છે , તેની વિચારસરણી ધરમૂળ થી બદલાય ગઈ છે ! જોલી (મોજીલી) હવે ધર્મ તરફ વળી છે , કહે છે જીંદગીનો કોઈ ભરોશો નથી ! કાલે શું થઈ જાય તે કહેવાય નહીં ! એટલું જ નહીં મોજીલીના મોજ-શોખ , રહેણીકરણી તથા ખાનપાન પણ ધરમૂળ થી બદલાયા છે , જબરજસ્ત પરીવર્તન ફુકાણું છે આ મોજીલીમાં ! હવે મોજીલી (જોલી) ફાસ્ટફૂડ, જંકફૂડ, પંજાબી, પાણિપુરી ,ચાઇનિસ ,ઇટાલિયન ,મેક્સીકન વગેરે વાનગીઓથી સદંતર દૂર રહે છે ! તે કહે છે આપણો ગુજરાતી આહાર છે તે જ સંપૂર્ણ આહાર છે , આપણી ગુજરાતી ઠાકર થાળી વર્લ્ડબેસ્ટ છે ! આપણી ગુજરાતીનું અનુકરણ દુનિયાએ કરવું જોઈએ તેની બદલે આપણે ગુજરાતી મૂકીને દુનિયાની વાનગીઓ નું અનુકરણ કરીએ છીએ વગેરે ,વગેરે , વગેરે ! આ સિવાય તે કહે છે કડવાણી તો આપણાં આહારમાં હોવી જ જોઈએ , કડવાણી આહાર ઉપરાંત આપણાં જીવનમાં પણ જરૂરી છે , જેટલી મીઠાશ જરૂરી છે એટલી જ કડવાશ જરૂરી છે ! આટઆટલા મોજીલીના જીવનમાં આવેલ પરીવર્તન ની વાત કરીને ઘેલીએ આગળ ચલાવ્યું – જો બેન ચાર્મી ( ચમકીલિ ) ! સારી વાત છે કે તું મોજીલી માટે મુરતિયાનું માંગુ લઈને આવી છો પરંતુ હવે તું એક કામ કર આપણે પૈસા નું એવું કઈ છે નહીં આપણે ભગવાનની મહેરબાની છે! પૈસા થી આવે છે પણ શું ? પૈસા થી જિંદગી થોડી મળે છે? છોકરો પંદરેક હજાર કમાતો હશે તો પણ ચાલશે ! મેઇન વસ્તુ છોકરો બહારનું ખાતો ન હોવો જોઈએ, દેશ-વિદેશ માં ફરવાના શોખીન ની તો વાત જ ના કરતી ! છાંટોપાણી તો બિલકુલ ન જોઈએ , ટૂંકમાં છોકરામાં કોઈપણ જાતનું વ્યસન ન હોવું જોઈએ , આ ઉપરાંત છોકરો સાદો-સીધો હોવો જોઈએ , બિલકુલ છોટી સી બાત નો અમોલપાલેકર જોઈ લો ! આવો અમોલપાલેકર જેવો છોકરો હોયને તો બીજીવાર માંગુ લઈને આવજે અન્યથા આ મોજીલીને ખબર પડી ને તો તારો અને મારો બને નો વારો પાડી દેશે , સમજી !
ચાર્મી (ચમકીલિ ) : હા હા , હા બેન ! હા મોટાબેન ઘેલીબેન ! હું સમજી ગઈ તમારી વાત ને , બિલકુલ સમજી ગઈ ! હવે હું એવો મુરતિયો ધ્યાનમાં આવશે તો તમારી પાસે ચોક્કસ લઈને આવીશ ! પછી આગળ ચલાવતા બોલી – મોટાબેન ઘેલીબેન ! હું છેલ્લા 10 વરસથી સામાજિક કાર્યો કરું છું (ખાસ કરીને મેરેજ બ્યુરો નું ) પરંતુ તમે કો છો તેમ છેલ્લા 2/3 માસથી છોકરીઓમાં વિદ્યાસિંહા ટાઇપનું સોબર ભારતીય કલ્ચર (સાડી સાથેનું) વિકસતું જાય છે જે એક સારી નિશાની છે તેમજ આ અમોલપાલેકર ટાઈપના (સીધા-સાદા) છોકરાઓની કાઇ ડિમાન્ડ નીકળી છે , કાઇ ડિમાન્ડ નીકળી છે , કાઇ ડિમાન્ડ નીકળી છે કે-- ન પૂછો વાત ! આ એક ખુબજ મોટી વાત (બડી સી બાત) છે ! આવું કોઈ ઠેકાણું મોજીલી માટે આવશે તો હુ જરૂર તારી પાસે લઈને તુરત જ આવી જઈશ , હો ઘેલી , ચાલ આવજે ત્યારે ! બીજું ખાસ તો મોજીલીને મારી યાદી આપજે અને કહેજે કે તારી માશી ચમકીલિ તારા વિચારથી ખુબજ પ્રભાવિત થઈ છે , ઇમ્પ્રેશ થઈ છે , પ્રસન્ન થઈ છે ! ચાલ આવજે ઘેલી !
ઘેલી: ચાલ ચમકીલિ આવજે ત્યારે, અને આમ આવતી રહેજે !
આમ આ રીતે ચમકીલિ અને ઘેલી બન્ને બહેનો આવજે આવજે , બાય બાય ની ફોર્માલિટી કરી છૂટી પડી !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક )

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)