barbarta books and stories free download online pdf in Gujarati

બર્બરતા

હોસ્ટેલ ના રૂમ માંથી અવાજ આવ્યો "બચાવો મને બચાવો" ત્યાં થી પસાર થયેલી ટીના એ આ અવાજ સાંભળતા ચોકી ગઈ. થોડી વાર તે થોભી ને તે અવાજ પર ધ્યાન દોર્યું તો ફરી અવાજ આવ્યો "બચાવો મને કોઈ બચાવો"

અવાજ થોડો ભયભીત કરે તેવો હતો એટલે ટીના થોડી વાર ફરી વિચાર કર્યો કે કોઈ મુસીબત હસે પણ એકલું આ રૂમ માં જવું તેના હિતાવહ ન લાગ્યું એટલે તે આજુ બાજુ જોઈ તેની ક્લાસ ફ્રેન્ડ ની રાહ જોવા લાગી પણ અવાજ વધી રહ્યો હતો. થોડી મિનિટ થઈ પણ કોઈ દેખાયું નહિ એટલે ટીના તે રૂમમાં જવું યોગ્ય લાગ્યું.

તે રૂમ માં પ્રવેશી જોયું તો ત્યાં કોઈ હતું નહિ પણ ટીના ના અંદર આવવા થી બંધ પડેલ રૂમ માંથી પક્ષીઓ ઉડ્યા જે થી ટીના થોડી ગભરાઈ. દિવસ હતો પણ રૂમમાં અંધારું હતું આમ તેમ લાઈટ ની સ્વીચ શોધવાની કોશિશ કરી પણ મળી નહિ . ત્યાં ફરી અવાજ આવ્યો બચાવો મને કોઈ બચાવો. કોઈ દેખાઈ રહ્યું ન હતું એટલે ટીના એ અવાજ કર્યો કોણ છો તમે ને તમે ક્યાં છો. ?
હું અહી છું એવો અવાજ પેલા ખૂણા તરફ થી આવ્યો. ત્યાં ખુબ જ અંધારું હતું ને પક્ષી ઓ માથે ઊડી રહ્યા હતા જે ટીના ને વધુ ડરાવી રહ્યા હતા.

હિંમત કરી ટીના ત્યાં પહોશી. ત્યાં અચાનક એક સફેદ પ્રકાશ તેનો સામે પડ્યો તે અચાનક આંખ પર પ્રકાશ પડતાં તે અંજાઈ ગઈ ને ત્યાં થી થોડી દૂર ખસી. ત્યાં થોડો પ્રકાશ જાંખો પડ્યો ને એક સફેદ કલરના ના કપડા માં એક છોકરી નજર પડી. એટલી ખૂબસૂરત હતી કે ટીના થોડી વાર તો તેને નિહાળતી રહી ને વિચારવા લાગી આટલી સુંદર છોકરો આ બંધ રૂમ માં અને તે એકલી તેને માનવા માં ન આવ્યું એટલે તેને પૂછ્યું તું કોણ છે અને અહી કેમ ? તું ઠીક તો છે તો પછી કેમ બચાવો બચાવો બૂમો પાડી રહી હતી. ટીના ની વાત પર કોઈ અસર થઈ રહી ન હતી તેની પર ફરી ટીના એ પૂછ્યું કોણ છે તું ને કેમ મદદ માંગી રહી છે તે મને જણાવ.?

તે છોકરી થોડી ટીના પાસે આવી થોડી ટીના ગભરાઈ પણ તેણે કહ્યું મારાથી ડરીશ નહિ હું તને નુકસાન નહિ કરું બસ મારે તારી થોડી મદદ જોઇએ છે. ટીના સમજી ગઈ કે તે છોકરી છે તો આ હોસ્ટેલ ની પણ એક આત્મા છે તે તેને ખબર ના હતી. ટીના એ કહ્યું બોલ હું તારી શું મદદ કરી શકું. ?

ત્યારે તેણે વાત કરી હું આ હોસ્ટેલ માં રહેતી એક સ્ટુંડન્ટ હતી ને બાજુમાં રહેલી સ્કૂલ માં ભણતી હતી. બહુ મજાની મારી જિંદગી હતી. અભ્યાસ માં બહુ હોશિયાર અને મારો હસતો ચહેરો બધાને ગમતો .પણ મને ખબર ન હતી કે આ મારો હસતો ચહેરો જ મને મુસીબત માં મુકશે.

એક દિવસ મને ખબર પડી કે મને કોઈક ફોલ્લો કરી રહ્યું છે પણ તે કોણ હતી હું જાણી ને મને નવાઈ લાગી તે મારા વર્ગ શિક્ષક હતા એક બે વાર મે પૂછ્યું તેને કેમ સર મારો ફોલો કરો છો પણ તે કઈ બોલ્યા નહિ. પછી તે ફોલ્લો કરવાનું તો બંધ કર્યું પણ ક્લાસ પૂરો થાય તો પણ તે મને રોકી રાખતા તેના ઇરાદા ની મને જરા પણ ભનક ન લાગી. પછી તો એક વખત તો તેને મારી સાથે હદ વટાવી દીધી હું એકલી તે રૂમ માં હતી ને મને ગમે ત્યાં ટચ કરવા લાગ્યા હું થોડી ચિલ્લાઈ પણ તેણે મને સ્કૂલ માંથી કાઢી મૂકીશ તેવી ધમકી આપી મને ચૂપ તો કરી મૂકી પણ ગમે તેમ કરી હું ત્યાં થી ભાગી છૂટી.

પણ એક દિવસ ફરી તે તેના સુંગલ માં આવી ગઈ ને હું તેનો શિકાર બની ગઈ
એક દિવસ મને તે સર બોલાવી કહ્યું એક પેપર સોલ્યુશન કરવાનું છે તું આ રૂમ માં આવ મને લાગ્યું કે સાચે હસે એટલે હું ત્યાં ગઈ ત્યાં સર સિવાય કોઈ હતું નહિ તું રૂમ માં પ્રવેશી ત્યાં તેને તેં રૂમ નો દરવાજો બંધ કરી દીધો ને મારી પાસે આવી ખરાબ હરકતો કરવા લાગ્યા હું તેના થી દુર જવા ઘણી કોશિશ કરી પણ નીકળી ન શકી મે ઘણી બૂમો પાડી બચાવો બચાવો પણ મારું સંભાળવા વાળા ત્યાં કોઈ હતું નહિ ને હું તેનો શિકાર બની ગઈ. શિકાર બની ગયા પછી હું જ્યારે ભાગવાની કોશિશ કરી તો તેને મને મારી નાખવાની ધમકી આપી . મે ફરી પ્રયાસ કર્યો પણ તે સમજી ગયો કે જો તે અહી થી ગઈ તો મારી નોકરી પણ જાસે ને જેલ પણ થશે. એટલે તેને મને ત્યાં પડેલી લાકડી વડે મને મારી નાખી ને હું બચાવો બચાવો બૂમ પડતી રહી. ને હું આત્મા બની ભડકી રહી છું.

ટીના તું મારી મદદ કર ....
હું શું મદદ કરી શકું તારી તું તો એક આત્મા બની ગઈ છે.
મારે બદલો લેવો છે ટીના બદલો....તે હરામ ખોર ને મારે ફાસી આપવી છે ફાસી રડતી આખો તે ઘણું કહી રહી હતી.
બોલ હું તારાં માટે શું કરું.

ટીના તું અત્યારે પોલીસ સ્ટેશનમાં જા ને મારી ગુમ થયેલી ફાઈલ ને ઓપન કરાવ ને પોલિશ ને મે કહેલી બધી વાત તેને જણાવ અને કેશ કોર્ટ માં દાખલ કરાવ. તું કોર્ટ માં હાજર રહેજે ને હું તારા શરીર માં પ્રવેશી બધું જજ સમક્ષ કહીશ ને તે હરામ ખોર ને ફાસી અપાવીશ તો જ મારા આત્મા ને શાંતિ મળશે.

ટીના બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જઈ તે ફાઈલ ઓપન કરાવે છે ને પોલિશ તે કેસ કોર્ટ માં રજૂ કરે છે. ટીના તે શિક્ષક અને થોડો સ્ટાફ પણ કોર્ટ માં હાજર હોય છે. ત્યારે જજ સાહેબ કેસ હાથમાં લે છે તે શિક્ષક હું નિર્દોષ છું તે સાબિત કરે છે ત્યારે ટીના ના શરીર માં તે છોકરી ની આત્મા પ્રવેશ કરે છે ને તેની સાથે બનેલી બધી ઘટના કહે છે. જજ સાહેબ પહેલાં તો તેની વાત માનવા તૈયાર ન થયા પણ સાબિતી રૂપે બધી વાત કરી તે વાત ત્યાં બધા વિદ્યાર્થીઓ એ હા માં હા મિલાવી એટલે જજ સાહેબે કેસ તે છોકરી તરફેણ માં લઇ ચુકાદો આપ્યો ને તે હરામ ખોર ને ફાસી ની સજા ફટકારી.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED