લવ રિવેન્જ - 14 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 14

લવ રિવેન્જ

પ્રકરણ-14

"ટ્રિંગ....ટ્રિંગ....ટ્રિંગ....!" સવારના લગભગ સવા સાત વાગ્યે લાવણ્યાના મોબાઇલમાં મૂકેલું એલાર્મ વાગ્યું. છેલ્લાં એક કલ્લાકમાં આ ચોથી વખત એલાર્મ વાગી રહ્યું હતું. દર વખતે પચાસ સેકંડ જેટલું વાગીને બંધ થઈ જતું એલાર્મ લાવણ્યાએ મૂળ છ વાગ્યાનું મૂક્યું હતું. પણ સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને રાત્રે ત્રણેક વાગ્યા સુધી ઊંઘજ નહોતી આવી. બેડમાં પડખાં ફેરવતાં-ફેરવતાં છેવટે મળસ્કે સાડા ચાર વાગ્યે તે માંડ ઊંઘી હતી.

મોડાં સૂવાંને લીધે છેલ્લાં કલ્લાકમાં ત્રણેક વખત એલાર્મ વાગ્યું હોવાં છતાં લાવણ્યા જાગી નહોતી.

આંખો ચોળતી લાવણ્યા છેવટે બેડ ઉપર બેઠી થઈ અને બેડની બાજુમાં ડ્રૉઅર ઉપર પડેલો મોબાઇલને ઉઠાવી એલાર્મ બંધ કરવાં લાગી.

"ઓહ તારી...!" એલાર્મ બંધ કરતાં કરતાં તેની નજર મોબાઇલમાં દેખાતાં ટાઈમ ઉપર પડી "સવા સાત થઈ ગયાં....!બાપરે...!"

લાવણ્યા બેડ ઉપરથી ફટાફટ ઊભી થઈ ગઈ અને વૉર્ડરોબમાંથી ઝડપથી તેનો ટોવેલ લીધો અને બાથરૂમમાં ભરાઈ ગઈ. શાવર નીચે ફટાફટ જેમતેમ નાહીને લાવણ્યા ટોવેલ લપેટીને બહાર નીકળી.

"બાપરે બાપ....! બહુ મોડું થઈ ગયું....!" લાવણ્યા બબડતી બબડતી વૉર્ડરોબ તરફ ભાગી "આઠ વાગ્યાં પહેલાં કેવીરીતે કોલેજ પહોંચીશ...!?"

વૉર્ડરોબની બાજુમાં રાખેલાં ડ્રેસિંગ ટેબલનાં કાંચમાં જોઈને લાવણ્યા તેનાં સહેજ ભીનાં વાળમાં હેયર સિરમ નાખવાં લાગી.

"આજે તો Sid નારાજ થઈ જશે....! ઓહ ગોડ....! ઓહ ગોડ" સિરમ નાંખીને લાવણ્યાએ જેવું-તેવું માથું ઓળાવી લીધું. તે મોટેભાગે વાળ ખુલ્લાંજ રાખતી.

"આજે કયો ડ્રેસ પહેરું....!?" વૉર્ડરોબમાં ગડીવાળીને મુકેલાં ડ્રેસની થપ્પીઓને ઊથલાવતી લાવણ્યા વિચારવાં લાગી "હાં...! આ બરાબર છે...!" એક નેવી બ્લૂ કલરનો જાડી નેટવાળો ડ્રેસ લાવણ્યાએ કાઢી લીધો.

"અમ્મ....સહેજ ખુલ્લો છે...!" ડ્રેસ પહેરીને તેનું ફીટીંગ ચેક કરતાં લાવણ્યા બબડી "પણ ચાલશે....! એમપણ વરસાદની સિઝનમાં 'એ' બહુ ટાઈટ કપડાં પહેરવાની ના પાડે છે...!"

રેડ લિપસ્ટિક, બિંદી અને અને કાનમાં જૂની સ્ટાઈલના મોટાં ઝુમકાં લટકાવીને લાવણ્યાએ ફરી એકવાર મિરરમાં પોતાને જોયું.

"હમ્મ...! ચાલશે...!" તે મનમાં બબડી અને ફટાફટ તેની બેગમાં તેનો જરૂરી સામાન મૂકી દીધો.

ડ્રૉઅરમાંથી સિદ્ધાર્થ માટે લીધેલી વૉચનું ગિફ્ટ બોક્સ લઈને તેની બેગપેકમાં મૂકી દીધું. બેગ, તેનો મોબાઇલ વગેરે લઈને લાવણ્યા બેડરૂમમાંથી નીચે ઉતારવાં લાગી.

"મમ્મી....! પપ્પા ક્યાં ગયાં છે...!?" ડ્રૉઇંગરૂમમાં સોફાં ઉપર બેસીને ભીંડા સમારી રહેલાં તેનાં મમ્મી સુભદ્રાબેનને લાવણ્યાએ પૂછ્યું "કાલે સાંજે પણ મેં નહોતાં જોયાં...!"

"તું ઘેર આવતી હોવ તો તને દેખાયને....!" સુભદ્રાબેન મીઠો ગુસ્સો કરતાં બોલ્યાં "આખો દિવસ સિદ્ધાર્થની પાછળ પાછળ ફર્યા કરે છે....!"

"મમ્મી.....! તું આવું નાં બોલને ...!" લાવણ્યા બોલી "તને ખબર તો છે ....! એ મને કેટલો ગમે છે...!"

"એ તો બધાને ગમે એવોજ છે....!" સુભદ્રાબેન ટીખળ કરતાં બોલ્યાં. લાવણ્યા તેનાં પપ્પા કરતાં તેની મમ્મી જોડે કોઈપણ વાત વધુ ઓપનલી કરતી.

"હા...! એ તો છે....!" લાવણ્યા હસી પડી "પપ્પા ક્યાંય બહાર ગયાં છે...!?"

"હાં...! ખંભાતની બ્રાન્ચમાં એમનું પ્રમોશન સાથે ટ્રાન્સફર થયું છે...! હજી ગઈકાલેજ એ હાજર થયાં છે...!"

"what....!?" લાવણ્યા ચોંકી પડી "હું સિદ્ધાર્થને છોડીને ખંભાત નહીં આવું હોં....!"

"અરે બાપા આપણે બેયને અહીંયાજ રે'વાનું છે....!" સુભદ્રાબેન શાક સમારેલો વાટકો લઈને ઊભાં થયાં અને કિચન તરફ ચાલવાં લાગ્યાં "તારાં પપ્પા બેન્કનાં ક્વાટર્સમાં રેહશે...! એકલાં....! હવે એ ખાલી શનિ-રવિ આવશે અહીં....!"

"હાશ....!" લાવણ્યાનો અદ્ધર થયેલો જીવ નીચે બેઠો "એક્ટિવાની ચાવી કયાઁ છે....!?"

"દરવાજા પાછળ લટકાવેલી હશે.....! જો...!" સુભદ્રાબેને કિચનમાંથી બૂમ પાડીને કહ્યું.

"હું નાસ્તો કોલેજમાં કરી લઇશ....! જાઉં છું...! bye...!" દરવાજા પાછળથી ચાવી લઈને લાવણ્યાએ ઘરની બહાર નીકળવાં માંડ્યુ.

"હાં...! સારું...!" તેનાં મમ્મીએ કિચનમાંથી બૂમ પાડીને કહ્યું.

એક્ટિવાની ડેકીમાં લાવણ્યાએ તેની હેન્ડબેગ મૂકી અને કમ્પાઉન્ડમાંથી એક્ટિવા ચલાવીને ઘરની બહાર કાઢ્યું. એક્ટિવા ઉપરથી ઉતરી તેણે કમ્પાઉન્ડનો ગેટ બંધ કર્યો અને એક્ટિવા ઉપર પાછી બેઠી. એક્ટિવા ચાલુ કરી તે સોસાયટીમાંથી બહાર નીકળી અને મુખ્ય રસ્તાં ઉપર આવી ગઈ.

"જલ્દી પહોંચવું પડશે...! નહીંતો Sid નારાજ થઈ જશે..!" ઊંચા જીવે એક્ટિવા ચલાવી રહેલી લાવણ્યા મનમાં બબડી.

"વરસાદ ના પડે તો સારું...!" એક્ટિવા ચલાવતાં-ચલાવતાં લાવણ્યાએ આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળો તરફ જોયું અને એક્ટિવાનું એક્સિલેટર ફેરવી દીધું.

-----

ઘેરથી કોલેજ જતી વખતે રસ્તામાં વરસાદનાં થોડાં છાંટાંએ લાવણ્યાને હેરાન કરી. છતાં લાવણ્યા જેમતેમ કરીને કોલેજ પહોંચી ગઈ. કોલેજનાં પાર્કિંગ શેડમાં એક્ટિવા પાર્ક કરીને લાવણ્યાએ ફટાફટ એક્ટિવાનાં કાંચમાં જોઈને પોતાનાં વાળ અને ચેહરો ચેક કરી લીધો.

"Sid હજી આવ્યો નથી લાગતો....!" પાર્કિંગમાં સિદ્ધાર્થનું યમાહા બાઇક નાં દેખાતાં લાવણ્યા એકલી-એકલી બબડી.

પોતાનો મોબાઇલ કાઢી તેણે સ્ક્રીનસેવરની વોચમાં ટાઈમ જોયો.

"નવ વાગી ગયા....! હાય હાય હજી સુધી કેમ ના આવ્યો આ છોકરો...!?" લાવણ્યાને ટાઈમ જોઈને નવાઈ લાગી "સાડા આઠ સુધીતો એ આવીજ જતો હોય છે....!"

થોડીવાર વધુ રાહ જોયાં પછી આખરે લાવણ્યાએ સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

"હા...! બોલ...!" થોડીવાર રિંગ વાગ્યા પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો.

"અરે ....! કેમ આમ ઢીલું-ઢીલું બોલે છે...!?" ફોન ઉપર સિદ્ધાર્થનો અવાજ સહેજ ઢીલો લાગતાં લાવણ્યાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

"અરે કઈં નઇ...! બોલને...!"

"કેમ આવ્યો નઈ હજુ...!?" લાવણ્યાએ બાળકની જેમ કહ્યું.

"અરે હું થોડો મોડો ઉઠ્યો....!" સિદ્ધાર્થે કહ્યું.

"હુંય આજે મોડી ઉઠી.....!" લાવણ્યા બોલી "કેટલીવાર લાગશે જાન.....!"

"મારે હજી કલ્લાક લાગશે....!"

"કેમ આટલી બધી વાર યાર...!? જા કઈં....!" લાવણ્યાએ તેનો પગ પછાડ્યો.

"તું કેમ આવી બાળકો જેવી થઈ ગઈ છે....!? હજી તો હું નાહયો પણ નથી....!"

"નાહવાંમાં કલ્લાક થોડો થાય...!" લાવણ્યા હજીપણ નારાજ સૂરમાં બોલી રહી હતી "જલ્દી આવને પ્લીઝ....!"

"તું ફોન મૂકીશ તો હું નાહીશ અને નાહીશ તો હું કોલેજ આવીશને...!"

"તું નાહીશ પછી સીધો કોલેજમાં આવી જઈશ....!?" લાવણ્યા ટીખળ કરતાં બોલી "કપડાં નહીં પે'રુ...!? તો તો બધી છોકરીઓ તારી ઉપર તૂટી પડશે....!"

"લાવણ્યા....!શું તું પણ ....!" સિદ્ધાર્થ સહેજ ચિડાયો.

"ઓકે બાબા બસ.....! તું જલ્દી આવ હું પાર્કિંગમાં તારી રાહ જોવું છું....!" લાવણ્યા તેનાં એક્ટિવાની સીટ ઉપર બેઠી.

"અરે તું ત્યાંસુધી પાર્કિંગમાં શું કરીશ....! કેન્ટીનમાં જા હું આવું છું....!"

"તારાં વિના બધું બોરિંગ લાગેછે...! તું આવને જલ્દી...!" લાવણ્યા ફરીવાર નાનાં બાળકની જેમ બોલવા લાગી.

"તું બહુ જિદ્દીલી થઈ ગઈ છે હોં..!"

"હવે કોણ મોડું કરે છે......!તું જલ્દી કરને યાર....!"

"ok બાબા.....! ચલ બાય...!"

"બાય.....!"

"તારાં માટે એક કલ્લાક શું....! આખી જીદંગી રાહ જોવી પડે તોય જોઈશ....!" સિદ્ધાર્થે ના પાડવા છતાં લાવણ્યા પાર્કિંગમાંજ એક્ટિવા ઉપર બેસીને સિદ્ધાર્થની રાહ જોવાં લાગી અને મનમાં વિચારવા લાગી.

દસેક મિનિટ પછી વિશાલનો ફોન આવ્યો.

"હાં...! બોલ....! શું હતું...!?" ફોન ઊપડતાંજ લાવણ્યા બોલી.

"કોલેજ નથી આવી....!?" વિશાલે કહ્યું.

"આવી છું ને...!"

"તું કેન્ટીનમાં તો દેખાતી નથી....!" કેન્ટીનમાં વિશાલે આજુબાજુ નજર ફેરવી.

"હું પાર્કિંગમાં છું.....! સિદ્ધાર્થની રાહ જોવું છું...!" લાવણ્યા વાત કરતાં-કરતાં આમ-તેમ જોવાં લાગ્યું.

"ચણિયાચોલી લેવાં નથી જવું....!?"

"અત્યારે સવાર-સવારમાં થોડી જવાય યાર....! સાંજે જઈશું....!"

"કેટલાં વાગે ....!?"

"એ પછી કહુંછું...! ઓકે...!"

"સારું ચલ....! બાય....!" બંનેએ ફોન કટ કર્યો.

અડધો કલ્લાક પાર્કિંગમાં બેસી રહ્યાં પછી લાવણ્યાએ લેડિઝ રેસ્ટરૂમ જવા માટે કોલેજની બિલ્ડિંગ તરફ ચાલવા માંડ્યુ.

"લાવણ્યા....!" લાવણ્યા કોલેજના બિલ્ડિંગ તરફ જઈ રહી હતી ત્યાંજ પ્રેમે પાછળથી બૂમ પાડી.

"અરે ....! પ્રેમ...!?" લાવણ્યા પાછળ ફરી અને નવાઈપૂર્વક પ્રેમને તેની તરફ આવતો જોઈ રહી.

"તું હજી સુધી ઝાડ નીચે બેસીને મારી રાહ જોવે છે....!?" પ્રેમ લગભગ તેની નજીક આવી જતાં લાવણ્યાએ પૂછ્યું.

"હાસ્તો....!" પ્રેમ તેની જોડે આવીને ઊભો રહી ગયો અને સસ્મિત બોલ્યો.

"ઓહ બેબી....!" લાવણ્યાએ પ્રેમથી તેના ગાલ ઉપર હાથ ફેરવ્યો. લાવણ્યાનું વર્તન હવે પ્રેમ સહિત બધાંજ મિત્રો સાથે બદલાઈ ગયું હતું.

"શું કામ આવું કરે છે ડિયર....!?" લાવણ્યાને હવે તેની પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી "તું જાણે તો છે...! કે હું સિદ્ધાર્થને.....અ..!"

લાવણ્યા અટકી ગઈ.

"મને ખબર છે બકા...!" પ્રેમ બોલ્યો "પણ આપણે જેને પ્રેમ કરતાં હોઈએ...! એની રાહ જોવાની મઝાજ કઇંક ઓર છે....!"

"હાં...! એ વાતતો સાચી હો...." લાવણ્યાએ સિદ્ધાર્થને યાદ કરીને મનમાં સ્મિત કરવાં માંડ્યુ. તેનાં ચેહરા ઉપર લાલાશ પથરાઈ ગઈ.

"એમપણ....! આ છેલ્લું વર્ષ છે....!" પ્રેમ બોલ્યો "પછી ક્યાં આ બધાં દિવસો પાછાં આવવાના છે....! ભવિષ્યમાં જ્યારે પણ તું અંહીથી પસાર થઈશ તો તને યાદ આવશે કે સામે પેલાં ઝાડ નીચે એક પાગલ છોકરો તારી જોતો બેઠો રહતો'તો...." પ્રેમે હાથ કરીને ગેટની એક્ઝેક્ટ સામે રસ્તાની બીજી બાજુ દેખાતાં એક વિશાળ લીમડાના ઝાડને બતાવતાં કહ્યું. તેનો સ્વર અને આંખો સહેજ ભીની થઈ ગઈ.

ઝાડની આગળ સહેજ બાજુમાં એક મેગીના ઠેલાંવાળો ઊભો હતો. પ્રથમ વર્ષેજ પ્રેમ લાવણ્યાના પ્રેમમાં પડ્યો હતો. અને લાવણ્યાના કોલેજમાં આવવાના ટાઈમે તે રોજે એ ઝાડના થડ નીચે બેસીને તેની રાહ જોતો. પછી જેવી લાવણ્યા કોલેજના ગેટમાં દાખલ થઈને સહેજ આગળ જતી કે પ્રેમ તેની પાછળ-પાછળ દોડીને તેને બૂમ પાડીને બોલાવતો. આથી પ્રેમને ક્લાસરૂમ કે કેન્ટીન સુધી લાવણ્યા જોડે વૉક કરવા જેટલો સમય મળી જતો.

"ઓહ પ્રેમ....! ડિયર....! મને હવે ગિલ્ટી ફીલ થાય છે....! હું તારી જોડે બહુ ખોટું કરું છું...! નઇ...!?" લાવણ્યાએ ફરીવાર પ્રેમના ગાલ ઉપર હાથ ફેરવ્યો.

"અરે એમાં તું શું કામ ગિલ્ટી ફીલ કરે છે....!" પ્રેમ તેને સમજાવવા લાગ્યો "જેમ તું સિદ્ધાર્થને લવ કરે છે એમ હું તને કરું છું....! જરૂરી થોડું છે કે જેને આપણે લવ કરીએ....!એ પણ આપણને લવ કરતુંજ હોય...!"

"પણ પ્રેમ....! ડિયર...! જ્યારે આપણાં ગમતાં વ્યક્તિની મળવાની આશાઓ ધૂંધળી હોય ...! તો ત્યાં ટાઈમ વેસ્ટ શું કામ કરવો ....!?"

"એજ વાત હું તને પૂછું તો....!?" પ્રેમે તરતજ લાવણ્યાને યાદ અપાવ્યું.

"તને એવું લાગે છે કે સિદ્ધાર્થ મને નહીં મળે....!?" લાવણ્યાએ ગળગળા સ્વરમાં પૂછ્યું. તેની આંખો ભીંજાઇ ગઈ.

"સાચું કહું.....!?" પ્રેમે પૂછ્યું અને પછી તરતજ જવાબ આપ્યો "બધાંને એવુંજ લાગે છે કે તું સિદ્ધાર્થ પાછળ ટાઈમ વેસ્ટ કરી રહી છે....!"

લાવણ્યા થોડીવાર મૌન થઈ ગઈ અને ભીની આંખે શૂન્યમનસ્ક તાકવા લાગી. પ્રેમ તેને દયાભાવથી જોઈ રહ્યો.

"પણ હું એને ખુશ જોવાં માંગુ છું...!" લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી "અને નેહા એને ટોર્ચર કર્યા કરે છે"

"હાં....! ખબર છે...! નેહા એને ડિસર્વજ નથી કરતી....!" પ્રેમ બોલ્યો "એ નાહકનો એની પાછળ પાગલ થઈ ગયો છે....!"

"તું સિદ્ધાર્થ વિષે આવું કેમ બોલે છે....!?" લાવણ્યા ચિડાઈ ગઈ અને રડવા લાગી. તેની આંખોમાંથી દડદડ આંસુ ટપકવા લાગ્યાં "મને નથી ગમતું...!?"

"અરે....! તું રડે છે કેમ....!?" પ્રેમે તેને ચૂપ કરાવાં તેનાં ખભે હાથ મૂક્યો "સોરી યાર....! પ્લીઝ...!"

પ્રેમે તેનાં કાન પકડી લીધા. લાવણ્યાએ હળવું હસીને તેની આંખો લૂંછી.

"હવે આવું ના બોલતો એના માટે...!" લાવણ્યાએ તેનાં કાન ખેંચ્યાં અને કોલેજની બિલ્ડિંગ તરફ ચાલવા માંડ્યુ.

"તું તો જબરી પઝેસિવ અને પ્રોટેક્ટિવ થઈ ગઈ છે એની બાબતમાં.....!" પ્રેમ પણ તેની લાગોલગ ચાલવા લાગ્યો.

"એ છેજ એવો....! એકદમ યુનિક....!" લાવણ્યા સ્મિત કરતાં બોલી.

"આપણે જેને પ્રેમ કરતાં હોઈએ એ આપણને સૌથી સ્પેશલ અને યુનિકજ લાગે...!" પ્રેમ બોલ્યો લાવણ્યા તરફ જોવાં લાગ્યો.

"હમ્મ ....! સાચી વાત.....!"

"બાકી સિદ્ધાર્થ કરતાં પણ વધુ હેન્ડસમ છોકરાઓ છે આપણી કોલેજમાં....!" પ્રેમ આગળ બોલ્યો.

"મને હવે કોઈ ફરક નથી પડતો એ બધાંથી....!" લાવણ્યા હવે બિલ્ડિંગના બે પગથિયાં ચડી ગઈ અને કોરિડોરમાં ચાલવા લાગી "સિદ્ધાર્થ માટે મારો પ્રેમ જો ફક્ત ફિઝિકલ એટ્રૈક્શન પૂરતો હોત....! તો અત્યારસુધી એ ભૂત ક્યારનું ઉતરી ગયું હોત.....!"

"એ હવે મારી નસેનસમાં ઉતરી ગયો છે....!" લાવણ્યા ગર્લ્સ રેસ્ટરૂમથી થોડેદૂર અટકી અને પ્રેમ સામે જોઈને બોલવા લાગી "હું બસ એ દિવસની રાહ જોઉં છું ....! જ્યારે હું પણ એની રગેરગમાં સમાઈ જાઉં....!"

"કોઈએ નહોતું વિચાર્યું કે તું કોઈ છોકરાને આટલો ક્રેઝી લવ કરી શકે....!" પ્રેમ મૃદુ સ્વરમાં બોલ્યો "આખી કોલેજ એજ ઈચ્છે છે કે એ તારોજ થઈ જાય....!"

લાવણ્યા ખુશ થઈ સ્મિત કરવાં લાગી અને સિદ્ધાર્થ વિષે વિચારવા લાગી.

"હવે હું જાઉં...!? કે પછી તું મારી પાછળ-પાછળ ગર્લ્સ રેસ્ટરૂમમાં આવીશ....!?" થોડીવાર પછી લાવણ્યાએ પ્રેમના ગાલ ખેંચતાં કહ્યું.

પ્રેમે સ્મિત કર્યું અને પાછોવળી કોરડોરમાં ચાલવા લાગ્યો. લાવણ્યા તેને જતો જોઈ રહી. થોડીવાર પછી તે દેખાતો બંધ થયો અને લાવણ્યા રેસ્ટરૂમમાં જતી રહી.

----

"સાડા દસ થઈ ગયા....!" પાર્કિંગમાં બેઠેલી લાવણ્યાએ મોબાઇલમાં ટાઈમ જોયો અને એકલી એકલી બબડી "આ છોકરો તો હજી ના આવ્યો...!"

લાવણ્યા હવે બેચેન થઈ ગઈ અને ઊભી થઈને આજુબાજુ આંટા મારવાં લાગી. પોતે જે મોંઘી વૉચ સિદ્ધાર્થને ગિફ્ટ આપવાં માટે લાવી હતી તે સિદ્ધાર્થના હાથ ઉપર પેહરેલી જોવા તે અધિરી બની હતી.

વધુ પંદરેક મિનિટ વીતી ગઈ. છેવટે કોલેજના ગેટમાંથી સિદ્ધાર્થની યામાહા બાઇકનો અવાજ આવ્યો. લાવણ્યાએ તરતજ એ તરફ જોયું. તેણે બ્લ્યુ ડેનિમ જેકેટ અને અંદર વી-નેક ટીશર્ટ પહેરી હતી. લાવણ્યા રોજે સિદ્ધાર્થને જોતી અને રોજે તેને સિદ્ધાર્થ એટલોજ આકર્ષક લાગતો.

"હાશ....!" લાવણ્યાના જીવને ટાઢક વળી. તે સિદ્ધાર્થને આવતો જોઈ રહી.

સિદ્ધાર્થે તેનું બાઇક પાર્કિંગ શેડમાં મૂક્યું. લાવણ્યા તરતજ તેની તરફ દોડી ગઈ.

"આટલું બધું મોડું કરાય....!?" સિદ્ધાર્થ હજીતો બાઇક ઉપરથી જસ્ટ ઉતર્યોજ હતો ત્યાંજ લાવણ્યા તેની જોડે જઈને બાળકની જેમ ફરિયાદ કરતાં બોલી.

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર લાવણ્યાની જોડે આવ્યો અને તેને વળગી પડ્યો.

"અમ્મ.....! બસ તને વળગું છું ત્યારેજ મને ઠંડક લાગે છે...!" સિદ્ધાર્થે લાવણ્યાને વળગીને તેનાં ખભાં ઉપર તેનું માથું ઝુકાવી મૂકી દીધું "એકદમ રિલેક્સ થઈ જવાય છે....!". સિદ્ધાર્થે જાણે રિલેક્સ થતો હોય એમ એક લાંબો શ્વાસ ભર્યો.

લાવણ્યાને સુખદ આશ્ચર્ય થયું. કેમકે સિદ્ધાર્થ આજ પહેલાં ક્યારેયપણ તેને જાહેરમાં આરીતે નહોતો વળગ્યો. ઉલ્ટાનું જો લાવણ્યા તેને વળગી પડતી તો પાર્કિંગમાં કે કોલેજ કેમ્પસમાં લાગેલાં CCTVની વાત કરી તે લાવણ્યાને ટોકતો. જ્યારે આજેતો તે પોતે CCTV કેમેરાંની પરવાં કર્યા વિના લાવણ્યાને વળગી પડ્યો હતો.

લાવણ્યા ભાન ભૂલીને સિદ્ધાર્થ તરફથી મળેલાં એ પ્રથમ આલિંગનની ભેટને માણી રહી અને સિદ્ધાર્થની મજબૂત પીઠ ઉપર તેનાં હાથ ફેરવવાં લાગી. સિદ્ધાર્થે લાવણ્યાની ફરતે તેની પકડ સહેજ વધુ કસી. ધીમી ઉત્તેજનાથી લાવણ્યાનાં ધબકારાં હવે ધીરે-ધીરે વધવાં લાગ્યાં. તેનાં શરીરની નસોમાં લોહીનું પરિભ્રમણ તેજ થવાં લાગ્યું. સિદ્ધાર્થનાં હ્રદયનાં ધબકારાં તે હવે સ્પષ્ટરીતે સાંભળી શકતી હતી.

લાવણ્યાએ હળવેથી સિદ્ધાર્થની બેક ઉપર તેનો હાથ ફેરવતાં-ફેરવતાં સિદ્ધાર્થની નેક સુધી સરકાવ્યો. તેણે સિદ્ધાર્થને આલિંગનમાંથી મુક્ત કરી તેનાં ગાલ ઉપર હળવેથી હાથ મૂક્યો. હાથનો અંગુઠો હળવેથી તેનાં ગાલ ઉપર ફેરવતી-ફેરવતી લાવણ્યા સિદ્ધાર્થ સામે માદક નજરે જોઈ રહી.

સિદ્ધાર્થ કદાચ હવે તેની તરફ વધુ ઢળ્યો છે એમ માનીને લાવણ્યાએ પોતાનાં પંજા ઉપર ઊંચા થઈ સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવાંનો પ્રયત્ન કર્યો.

સિદ્ધાર્થે તરતજ તેનું મોઢું પાછું ખેંચી લીધું. લાવણ્યા જોકે તેની પકડ વધુ સખત કરીને ફરીવાર તેનો ચેહરો પોતાની બાજુ ખેંચ્યો. સિદ્ધાર્થે સહેજ અણગમાં સાથે તેનો ચેહરો પાછો ખેંચવાનો પ્રયત્ન કર્યો.

"શું થયું....!?" લાવણ્યા તરતજ ઈમોશનલ થઈ ગઈ અને રડમસ સ્વરમાં બોલી "હાલતો તારું મૂડ સારું હતું....! તે હગ પણ કરી...! તો પછી કેમ આમ કરે છે...!?"

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર આમ-તેમ જોવાં લાગ્યો અને લાવણ્યાથી નજર છુપાવવાં લાગ્યો. લાવણ્યા ઢીલી થઈ ગઈ. તેણે સિદ્ધાર્થને મુક્ત કર્યો અને થોડીવાર તેની સામે જોઈ રહી.

"તે મને હગ કરી....તો મને લાગ્યું કે તું હવે....!" લાવણ્યા અટકી ગઈ અને સિદ્ધાર્થ સામે જોઈ રહી. સિદ્ધાર્થ હજીપણ તેની સામે નોહોતો જોઈ રહ્યો.

"મારી સામે તો જો...!" ઢીલી થઈ ગયેલી લાવણ્યા રડું-રડું થઈ ગઈ.

"લાવણ્યા ....અ...! અહિયાં CCTV લાગેલાં છે...!" સિદ્ધાર્થે પરાણે લાવણ્યા સામે જોઈને કહ્યું.

"અચ્છા....! તો હગ કરતી વખતે CCTV નહોતાં લાગેલાં....!નઇ...!?" લાવણ્યાએ નારાજ થઈને કહ્યું.

"લવ....! તું આરીતે નારાજ કેમ થાય છે....!? મને મન થયું તો મેં હગ કરી લીધું....!" સિદ્ધાર્થ ધીમાં સ્વરમાં બોલ્યો "તને નાં ગમે તો....! તો કઈં નઇ .... હવે નઇ કરું...!" સિદ્ધાર્થે નારાજ સ્વરમાં કહીને મોઢું ફેરવી લીધું.

"હાય હાય મેં ક્યારે કીધું કે તું મને હગ કરે ત્યારે મને નથી ગમતું...!?" લાવણ્યા હવે સિદ્ધાર્થને ધમકાવવા લાગી "તું આજ પે 'લ્લાં ક્યારે મને વળગ્યો...!? બોલ....!?અત્યારસુધી તો હુંજ કરતી 'તી...!"

"હાં....! મને ગમે છે જ્યારે તું મને એરીતે વળગી પડે છે....!" સિદ્ધાર્થે હળવેથી લાવણ્યાને તેની કમરે પકડી અને તેની સામે જોઈ રહ્યો. સિદ્ધાર્થે તેનો હાથ આખો લાવણ્યાની કમર ઉપર વીંટાળ્યો. હવે લાવણ્યાની આખી કમર પાછળથી સિદ્ધાર્થની બાહુપાશમાં જકડાયેલી હતી. લાવણ્યા મુગ્ધપણે તેની સામે જોઈ રહી અને તેનાં સ્પર્શને માણી રહી.

લાવણ્યાની કમર ઉપર સિદ્ધાર્થનો સ્પર્શ ફરીવાર તેનાં શરીરમાં નવી ઉર્જા ભરવા લાગ્યો. સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને આલિંગનમાં લઈ તેનું માથું લાવણ્યાનાં ખભાં ઉપર ઢાળી દીધું. લાવણ્યા ખુશ થઈ ગઈ અને ફરી તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી.

ક્યાંય સુધી સિદ્ધાર્થ લાવણ્યાને એજરીતે આલિંગનમાં જકડીને ઊભો રહ્યો. કોલેજ કેમ્પસમાં કોલેજની બિલ્ડિંગ તરફ જઈ રહેલાં કેટલાંક સ્ટુડન્ટ્સ પણ એકબીજાને વળગીને ઉભેલાં સિદ્ધાર્થ અને લાવણ્યાને જોઈને સ્મિત કરતાં જતાં હતાં. લાવણ્યા તો એ બધાની કોઈ પરવાં ક્યારેય નહોતી કરતી. પણ સિદ્ધાર્થે જાહેરમાં તેની સાથે આવું વર્તન આજ પહેલાં કદી નહોતું કર્યું.

"તને કોઈવાતનો સ્ટ્રેસ લાગે છે....!?" સિદ્ધાર્થની પીઠ પસવારતાં-પસવારતાં લાવણ્યા મનમાં વિચારી રહી.

થોડીવધુ ક્ષણો વીતવા છતાંય જ્યારે સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં આલિંગનમાંથી મુક્ત નાં કરી તો લાવણ્યાને પાકું સમજાઈ ગયું કે નક્કી સિદ્ધાર્થને વાત પરેશાન કરી રહી છે.

સિદ્ધાર્થ ગમે તેટલો સ્ટ્રેસમાં હોય તોપણ તે ક્યારેય કોઈને કશું કેહતો નહીં અને મૂંઝાયેલો-મૂંઝાયેલો ફર્યા કરતો. લાવણ્યા જોકે તેનાં ચેહરાને વાંચી લેતી. તે પૂછતી છતાંપણ સિદ્ધાર્થ મોટેભાગે વાત ટાળી દેતો.

"નક્કી નેહાએજ તને કઇંક કીધું છે....!" લાવણ્યા તેને વળગી રહીને મનમાં વિચારી રહી.

સિદ્ધાર્થ હજીપણ લાવણ્યાને આલિંગનમાં લઈને ઊભો રહ્યો અને ઉંડા-ઉંડા શ્વાસૌઉચ્છવાસ ભરી રહ્યો. જાણે કેટલાંય દિવસોનો થાક ઉતારી રહ્યો હોય. લાવણ્યાને સમજાઈ ગયું કે નક્કી કઇંકતો થયુંજ છે.

"શું વાત છે જાન....!?" થોડીવધુ વાર વીતી ગયાં પછીપણ જ્યારે સિદ્ધાર્થે લાવણ્યાને આલિંગનમાંથી મુક્ત નાં કરી ત્યારે લાવણ્યએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકતાં તેની સામે જોઈને કહ્યું "તું બહુ સ્ટ્રેસમાં લાગે છે...!?"

"હમ્મ...!થોડો...થોડો" સિદ્ધાર્થનો ચેહરો ઉતરી ગયો અને તે ફરી લાવણ્યાને વળગી પડ્યો "પણ તને વળગીને મારો બધો થાક અને સ્ટ્રેસ દુર થવાં લાગ્યો છે...!"

" ઓહ માય બેબી....!" લાવણ્યાએ પ્રેમથી કાલી ભાષાંમાં કહ્યું.

"તું મને બેબી-બેબી કેમ કે' છે...!?" સિદ્ધાર્થે હવે હસીને તેની સામે જોયું "હું કાઇં નાનું બેબી છું....?"

"હાં....! તું માલું ક્યૂટ ક્યૂટ બેબી છું....!" લાવણ્યાએ તેનાં બન્ને ગાલ પકડીને ખેંચ્યાં "આઈ લાઇક યુ ચો મચ..."

"એન્ડ આઈ લાઇક યુ ટૂ લવ.....!" સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલ ઉપર હાથ ફેરવતાં ભીનાં મૃદુ સ્વરમાં કહ્યું "આઈ લાઇક યુ ટૂ....!"

લાવણ્યાની આંખો ભીની થઈ ગઈ. તે સિદ્ધાર્થ સામે મુગ્ધતાંપૂર્વક જોઈ રહી. આજે સિદ્ધાર્થનું વર્તન ખરેખર જુદુંજ હતું. અને લાવણ્યાને જે વર્તનની ઝંખના સિદ્ધાર્થ તરફથી કાયમ કરતી એ આજે તે કરી રહ્યો હતો.

"ફરીવાર બોલને....!" લાવણ્યાએ સિદ્ધાર્થનાં ચેહરાને તેની તરફ ખેંચતાં કહ્યું "પ્લીઝ....!"

સિદ્ધાર્થે લાવણ્યાની આંખોમાં જોઈ રહીને તેની કમરમાં તેનો બીજો હાથ પરોવ્યો અને તેને પોતાની તરફ એક હળવાં ઝટકાંથી ખેંચી. લાવણ્યાનાં ઉરજો સિદ્ધાર્થની મજબૂત ચેસ્ટને હળવેથી અથડાયાં અને તેનું શરીર સિદ્ધાર્થને ચોંટી ગયું. સિદ્ધાર્થે તેની પકડ સહેજ વધુ કસતાં બન્ને વચ્ચેથી હવે હવાં પણ પસાર થઈ શકે એટલી જગ્યા પણ નાં રહી.

"એકવાર ફરી બોલને પ્લીઝ...!" લાવણ્યા તેનાં પંજા ઉપર સહેજ ઊંચી થઈ અને તેનાં હોંઠ સિદ્ધાર્થનાં હોંઠની નજીક લઈ ગઈ.

"નાં....!" સિદ્ધાર્થ તરતજ લાવણ્યાથી દૂર હટી ગયો અને જીભ કાઢી લાવણ્યાને ચીડવાતો ઉંધા પગલે ભાગ્યો "નઇ બોલું જા....!"

"એય....! નાં...! તું આવું ના કર યાર...!" લાવણ્યા તેની બેગ ખભે ભરાવતી તેની પાછળ દોડી "સિદ્ધાર્થ....! ઊભો રે'....!" સિદ્ધાર્થ તેનો ચીડવતો-ચીડવતો કોલેજની બિલ્ડિંગ તરફ ઉતાવળે દોડવા લાગ્યો.

"તું દર વખતે આવી રોમેન્ટીક મોમેન્ટ બગાડી નાંખે છે...! ઊભો રે 'ને યાર...!" લાવણ્યા થાકીને બિલ્ડિંગ તરફ જતાં પાથ ઉપર ઊભી થઈ ગઈ. ઢીલી થઈ ગયેલી લાવણ્યા ફરીવાર રડુંરડું થઈ ગઈ.

સિદ્ધાર્થે પાછું ફરીને તેની તરફ જોયું "હું નાસ્તો કર્યા વગર આવ્યો છું લવ....! ચાલને કેન્ટીનમાં કઇંક ખાઈએ....!"

"અહીંયા આવને ....!" લાવણ્યાએ તેનાં હાથ ખોલીને કાલી ભાષાંમાં કહ્યું "પ્લીઝ...!"

"ઉમ્મા...! ફ્યુ....!" સિદ્ધાર્થે તેની હથેળી ચૂમીને એક ફ્લાઇંગ કિસ લાવણ્યાને આપી "તું આવ જલ્દી ચાલ...!"

"ઓયે હોયે....!" લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેની પાછળ દોડી. સિદ્ધાર્થ પાછો ઉતાવળાં પગલે ચાલવાં લાગ્યો.

સિદ્ધાર્થનું બદલાયેલું રૂપ જોઈને હવે લાવણ્યાની ખુશી સાતમાં આસમાને પહોંચી ગઈ. સિદ્ધાર્થ માટે લાવેલી વૉચ યાદ આવતાં તે ફરીવાર અટકી અને ખભેથી તેની બેગ ઉતારી તેની ચેઇન ખોલી તેમાંથી ગિફ્ટનું બોક્સ કાઢવાં લાગી.

"શું થયું લવ....!?" બિલ્ડિંગનાં કોરિડોરમાં ઊભેલા સિદ્ધાર્થે પાછાંફરીને લાવણ્યા તરફ જોયું.

"બસ એક મિનિટ જાન.....!" વરસાદ પડે તો ગિફ્ટ પલળી ના જાય એટ્લે લાવણ્યાએ ગિફ્ટનું બોક્સ પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને મૂક્યું હતું. લાવણ્યાએ એક હાથે બેગ પકડીને અંદરજ કોથળીમાંથી ગિફ્ટ કાઢવાં માંડ્યુ.

"અરે લાવણ્યા....!?" ત્યાંજ પાછળથી નેહાનો અવાજ સંભળાયો.

ગિફ્ટ કાઢી રહેલી લાવણ્યા અચાનક અટકી ગઈ અને ગભરાઈને તેણે તેનાં બેગની ચેઇન પાછી બંધ કરવાં માંડી. તે નેહાનો અવાજ ઓળખી ગઈ.

"કેમ હજી અંહિયાં ફરે છે...!?" નેહા પાછળથી આવીને લાવણ્યાની સામે ઊભી રહી.

લાવણ્યાનાં ધબકારા વધી ગયાં અને તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો. નેહાને જોઈને સિદ્ધાર્થ ધીમાં પાગલે પાછો આવવાં લાગ્યો.

"ક....કઈં નઇ....!" લાવણ્યાએ ધ્રૂજતાં-ધ્રૂજતાં તેનાં હાથમાં રહેલી બેગ તેની છાતીમાં દબાવી.

લાવણ્યાને ડરેલી જોઈને નેહાએ વેધક સ્મિત કર્યું.

"ક...કેમ ....! ત....તું આજે મોડી આવી...!?" લાવણ્યા માંડમાંડ બોલી અને જે પહેલાં મનમાં આવ્યું એ બોલી નાંખ્યું.

"બસ....! એમજ...!" નેહા જાણે તેનો ઉપહાસ કરતી હોય એમ ખભાં ઉલાળતી બોલી.

"બસ એમજ મોડી....!?" લાવણ્યા મનમાં બબડી "સિદ્ધાર્થ પણ મોડો આવ્યો...! ક્યાંક બેય જોડે...!?" લાવણ્યાનાં મનમાં એક આશંકાએ જન્મ લીધો અને તેણે ભયથી તેમની તરફ આવી રહેલાં સિદ્ધાર્થ સામે જોયું.

"ના... નાં...!" લાવણ્યા તેનાં મનને મનાવવાં લાગી "એ મારી જોડે આવું નાં કરે...!"

"બેગમાં કોઈ ખાસ વસ્તુ છે....!?" બેગ દબાવીને ઊભેલી લાવણ્યાને નેહાએ તેનો હાથ બેગ તરફ કરી પૂછ્યું.

"ન....નહીં...! કઈં નથી...!" લાવણ્યા ગભરાઈને બે ડગલાં પાછળ ખસી ગઈ. કોઈ નાનું બાળક પોતાની કિમતી વસ્તુ સંતાડતું હોય એમ તેણે બેગને પોતાની છાતીમાં વધુ ભીંસી.

"શું થયું....!?" સિદ્ધાર્થ હવે જોડે આવીને ઊભો રહ્યો "કોઈ પ્રોબ્લેમ છે લવ....!?"

સિદ્ધાર્થે નેહા સામે જોવાનું ટાળ્યું. નેહાએ તેની સામે જોઈને ફરીવાર લાવણ્યા સામે જોયું.

"નાં..નાં...કોઈ પ્રોબ્લેમ નથી....!" લાવણ્યા ધ્રૂજતાં-ધ્રૂજતાં બોલી. તેણે હજીપણ તેની બેગ એજરીતે દબાવી રાખી હતી.

લાવણ્યાને ધ્રૂજતાં જોઈને નેહાને આનંદ આવી રહ્યો હતો.

"ચાલ ....! લવ...!" સિદ્ધાર્થે લાવણ્યાને તેનો હાથ પકડી ખેંચી અને ચાલવાં માંડ્યુ. નેહા કઈંપણ બોલ્યાં વગર તેમની પાછળ-પાછળ ચાલવા લાગી.

કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં તેઓ વળી ગયાં. તેઓ કેન્ટીન સુધી પહોંચવાંજ આવ્યાં હતાં ત્યાંજ સિદ્ધાર્થનો ફોન રણક્યો. સિદ્ધાર્થે ચાલવાની સ્પીડ સહેજ ધીમી કરી અને ફોન ઉપાડયો. જોડે-જોડે લાવણ્યા અને પાછળ આવી રહેલી નેહા પણ સ્લો થઈ ગયાં.

"હાં.....! મામા...!" સિદ્ધાર્થ બોલ્યો. ફોન સિદ્ધાર્થના મામા અને કોલેજના ટ્રસ્ટી સુરેશસિંઘનો હતો "બોલો શું હતું....!?"

"મારી ઓફિસમાં આવને .....! અત્યારેજ....!" સુરેશસિંઘે કહ્યું.

"ok....!" એટલું કહીને સિદ્ધાર્થે ફોન કટ કરી નાંખ્યો. સિદ્ધાર્થ કોરિડોરમાં ઊભો રહેતાં લાવણ્યા તેની સામે ઊભી રહી. નેહા પણ થોડીદૂર કશું બોલ્યાં વગર ઊભી રહી.

"મારાં મામાએ મળવા બોલાવ્યો છે....! તું કેન્ટીનમાં બેસ હું આવું છું...!" સિદ્ધાર્થે કહ્યું.

લાવણ્યાએ નેહા સામે જોયું. સિદ્ધાર્થની વાત સાંભળી નેહા લાવણ્યાની સામે જોઈને કુટિલ સ્મિત કરી રહી. લાવણ્યા ભયથી ધ્રુજી ઉઠી.

"તો .... હ.... હુંય આવું તારી જોડે....!?" લાવણ્યાએ ડરતાં-ડરતાં સિદ્ધાર્થને પૂછ્યું અને તેનો હાથ પકડવા લાગી "હું એમની કેબિનની બહાર બેસી રહીશ....! તારી વેટ કરીશ....!"

"લવ.....!" સિદ્ધાર્થે પ્રેમથી લાવણ્યાને પકડી"તું જા....! હું આવું છું...! હમ્મ..!"

લાવણ્યા થોડીવાર તેની સામે જોઈ રહી. નેહા સિદ્ધાર્થની પાછળથી નીકળીને કેન્ટીન તરફ ચાલી ગઈ. સિદ્ધાર્થ અને લાવણ્યા તેને જતી જોઈ રહ્યાં. તેનાં ગયાં પછીપણ લાવણ્યા થોડીવાર સિદ્ધાર્થ જોડે ઊભી રહી. છેવટે સિદ્ધાર્થની વાત માની લાવણ્યા પણ કેન્ટીન તરફ ચાલી.

----

"કેમ સિદ્ધાર્થ નથી આવ્યો...!?" કામ્યાએ સામે બેઠેલી લાવણ્યાને પૂછ્યું. નેહા આવીને બેઠી એ પછી લાવણ્યા પણ થોડીવાર પહેલાં આવીને બેઠી હતી.

નેહા તેની આદત મુજબ તેનો ફોન મંતરી રહી હતી. લાવણ્યા આવી ત્યારની ભયથી નેહા બાજુજ જોઈ રહી હતી. ત્રિશા, અંકિતા, રોનક, પ્રેમ વગેરે પણ ત્યાંજ આજુબાજુ બેઠાં હતાં.

"બસ....! આવતોજ હશે...!" લાવણ્યાએ કામ્યા સામે જોઈને કહ્યું "એના મામાએ એને મળવાં બોલાવ્યો'તો...!"

નેહાએ કોઈ પ્રતીભાવ આપ્યાં વિના તેનો ફોન મંતરવાનું ચાલુ રાખ્યું.

"નવરાત્રિનું શું પ્લાનિંગ કરવું છે...!?" થોડીવાર પછી અંકિતા બોલી.

"એમાં પ્લાનિંગ શું કરવાનું....!?" પ્રેમ બોલ્યો "કોલેજમાં આટલાં મસ્ત ગરબા થાય છે તો ખરાં...!"

"અરે યાર પણ અમારાં ઘેરથી લેટ નાઈટ નથી નીકળવાં દેતાં...!" અંકિતા બોલી "લાવણ્યા તું સિદ્ધાર્થને કે'ને ....! અમારું કઇંક કરે...!?"

"એ આવે એટ્લે વાત કરીયે....!" લાવણ્યાએ ધીરેથી કહ્યું.

તે પોતેપણ સિદ્ધાર્થની ગેરહાજરીમાં બેચેની અનુભવી રહી હતી. એમાંય સિદ્ધાર્થ અને નેહા બંને લગભગ થોડીવારનાં અંતરે મોડાં કોલેજ આવ્યાં હોવાથી લાવણ્યાનાં મનમાં જે ડર પેઠો હતો તે જવાનું નામ નહોતો લેતો. એક તરફ તેની અંતરઆત્મા તેને ના પાડી રહી હતી કે સિદ્ધાર્થ નેહા બાબતે તેણી સાથે જૂઠું બોલે એવો નથી તો બીજી તરફ તેનું હ્રદય એ વાતથી ડરી રહ્યું હતું કે જો તેણી આશંકા સાચી પડી તો...!?

"નઈ...નઈ...! સિદ્ધાર્થ એવો નથી...! એ ...!એ મારી જોડે એવું નઈ કરે....!" લાવણ્યા હજીપણ મનમાં વિચારી રહી હતી "એ મારી જોડે હવે પે'લાં કરતાં વધુ કમ્ફર્ટેબલ થયો છે....! એને હવે હું ...! હું ગમુ છું..!"

"છતાંપણ એ તને એક કિસ પણ નથી કરવાં દેતો....!" લાવણ્યાનાં મન અને અંતરઆત્મા વચ્ચે હવે જંગ છેડાઈ ગયો. અંદર-અંદર "બન્ને" સિદ્ધાર્થ મુદ્દે ઝઘડી પડ્યાં. તેનું મન સિદ્ધાર્થ વિરુદ્ધ બોલી રહ્યું હતું તો તેણી અંતરઆત્મા સિદ્ધાર્થની તરફેણ કરી રહી હતી.

"કેમકે એ યુનિક છે....!" તેણીનાં અંતરઆત્મામાંથી અવાજ આવ્યો "બીજાં ચીપ છોકરાંઓ જેવો નથી...! જે ગમે ત્યાં ચૂમ્માચાટી કરવાં લાગે...! એ ડિસન્ટ છોકરો છે....! જાહેરમાં એક છોકરી જોડે કેવું અને કેટલું બિહેવ કરવું એ જાણે છે...!"

ખાસ્સો લાંબો સમય સુધી લાવણ્યાનાં મન અને તેણી અંતરઆત્મા વચ્ચે એ દ્વંદ્વ ચાલતું રહ્યું. બે તરફા વિચારોનાં ઝઘડાંમાં વલોવાઈ રહેલાં તેનાં હ્રદયનાં ધબકારાં ધીરે-ધીરે વધવા લાગ્યાં અને તેનાં માથે પરસેવાંની બુંદો બાઝવાં લાગી.

"અરે....! તને કેમ આટલો પરસેવો થાય છે...!?" ત્રિશાએ લાવણ્યાનાં ચેહરા સામે જોઈને કહ્યું.

"હઁ.....! ક...કઈં નઈ....!" વિચારોની તંદ્રામાંથી બહાર આવતી લાવણ્યા માંડ બોલી અને તેનાં માથે હાથ મૂકી પરસેવો લૂંછવા લાગી.

"સિદ્ધાર્થ નથી એટ્લેને....!હમ...!?" કામ્યાએ ટીખળ કરી. બધાં હસ્યાં, લાવણ્યા પણ માંડ હસી પછી તેણે નેહા સામે જોયું. તેનું મોઢું બગડી ગયું હતું.

થોડીવાર સુધી બધાંએ કોઈને કોઈવાતને લઈને લાવણ્યા જોડે ટીખળ કર્યા કરી. લાવણ્યા પરાણે પ્રતીભાવ આપતી અને ગભરું પારેવડાંની જેમ નેહાની સામે જોઈને ફફડતી.

થોડીવાર પછી સિદ્ધાર્થ કેન્ટીનમાં આવ્યો અને લાવણ્યાની જોડે આવીને બેઠો. તેની હાજરીથી લાવણ્યાએ હાશકારો અનુભવ્યો. લાવણ્યાને સિદ્ધાર્થનો ચેહરો થોડો ઉતરેલો અને મૂંઝાયેલો લાગ્યો. લાવણ્યા સિદ્ધાર્થને કઇંક પૂછવાં જતી'તી ત્યાંજ અંકિતા બોલી પડી.

"સિડ...! યાર તું નવરાત્રિનું સેટિંગ કરને પ્લીઝ...! મારે પણ આવવું છે...!" અંકિતા બોલી.

"અમારે...." કામ્યાએ તેણીની ભૂલ સુધારી.

"હાં....! હાં....! અમારે બધાયે....!" અંકિતા બોલી.

"શ્યોર....!" સિદ્ધાર્થે હસીને ટૂંકો જવાબ આપ્યો.

"એક કામ કર આ વખતે તું કિસ એડ્વાન્સમાં લઈલે....!" અંકિતા ટીખળ કરતાં બોલી અને તેની ચેયરમાંથી ઊભી થઈ ટેબલ ઉપર હાથ મૂકી સિદ્ધાર્થ નજીક જવા લાગી. તેણે સિદ્ધાર્થને કિસ કરવાં તેનાં હોંઠ માછલીની જેમ ભેગાં કર્યા.

"કિસવાળી બેસ હવે....!" લાવણ્યા ગુસ્સે થઈ ગઈ અને તાડૂકી ઉઠી.

બધાં હસવાં લાગ્યાં. સિદ્ધાર્થ પણ હળવું હસ્યો.

"લવ.....! એ મસ્તી કરે છે...!" સિદ્ધાર્થ લાવણ્યાનાં ખભે હાથ મૂકતાં બોલ્યો.

સિદ્ધાર્થે અંકિતા સામે જોયું નકારમાં માથું ધૂણાવ્યું. અંકિતા તેનાં કાન પકડતી તેની જગ્યા ઉપર બેસી ગઈ. લાવણ્યાએ હવે અમસ્તુંજ નેહા સામે જોઈ લીધું. તે પોતાનો ફોન કાને ધરી રહી હતી. કદાચ કોઈકને ફોન કરી રહી હતી. લાવણ્યાને નેહાનાં ચેહરા ઉપરની એ ઠંડક વિચિત્ર લાગી. જાણે તોફાન પહેલાંની શાંતિ.

"હાય સ્વીટહાર્ટ...! શું કરે છે..!?" સામેની વ્યક્તિએ ફોન ઉઠાવતાં નેહા માદક સ્વરમાં બોલી.

બધાંએ ચોંકીને નેહા સામે જોયું.

"સ્વીટહાર્ટ...!?" અંકિતા ધીરેથી બોલી અને બધાં એકબીજાંનાં મોઢાં તાકવાં લાગ્યાં.

"ઓહ....!" નેહાએ અંકિતાનો અવાજ સાંભળી તેની સામે જોઈને કહ્યું "હું તો ભૂલીજ ગઈ કે'વાનું....!" નેહાએ હવે વેધક નજરે સિદ્ધાર્થ સામે જોયું જે ચોંકીને તેની સામે જોઈ રહ્યો હતો.

"મારો 'Would be' છે....! I am going to marry him soon....!" નેહા બોલી અને પછી ફોન ઉપર વાત કરવાં લાગી.

"ઓહ સ્વીટહાર્ટ....!" નેહા ફરીવાર કાલાં સ્વરમાં બોલી "આઇ મિસ યૂ ટૂ ડાર્લીંગ...!"

સિદ્ધાર્થનો ચેહરો હવે તંગ થઈ ગયો. તેની આંખોમાં આગ ધસી આવી. લાવણ્યાએ સિદ્ધાર્થને જોયું.

"સિડ....!" લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડ્યો. સિદ્ધાર્થ છતાંય નેહા સામે ગુસ્સાથી જોઈ રહ્યો.

"શું ...!? કિસ....!?" નેહા રમતિયાળ સ્વરમાં બોલી "અરે બધાં બેઠાં છે અહિયાં...! યાર...!"

બધાં હવે વધુ ચોંકીને તેની સામે જોઈ રહ્યાં. કોલેજનાં બે વર્ષમાં નેહાએ ક્યારેય આરીતે કોઇપણ છોકરાંની જોડે ફોન ઉપર "સ્વીટહાર્ટ" કે "કિસ" જેવાં શબ્દો નહોતાં વાપર્યા. ત્યાંસુધી કે કોલેજનાં પ્રથમ વર્ષથી લઈને ત્રીજા વર્ષમાં આવ્યાં પછી આટલો સમય વીતવાં છતાંય તેનો કોઈ બોયફ્રેન્ડ નહોતો બનાવ્યો. નેહાની વાતો સાંભળી રહેલાં સિદ્ધાર્થનો પારો સાતમાં આસમાને ચઢી ગયો.

"હું પછી વાત કરું....! when I get some privacy....!?" નેહા માદક સ્વરમાં બોલી "ઓકે...! બાય...! ઉમ્મા.....!"

નેહાએ ફોન ઉપર તેનાં "would be" ને કિસ આપતાં ગુસ્સાંથી તમતમી ગયેલાં સિદ્ધાર્થે ઊભાં થઈને ટેબલ ઉપર પડેલો એક ચ્હાનો કપ ઉઠાવીને ટેબલ ઉપર જોરથી પછાડીને ફોડી નાંખ્યો અને ઉતાવળા પગલે ત્યાંથી ચાલવા લાગ્યો.

"સિદ્ધાર્થ....! સિડ...!" લાવણ્યા સહિત બધાં હવે ઊભાં થઈ ગયાં. આજુબાજુનાં ટેબલ ઉપરનાં લોકો પણ હવે તે તરફ જોવાં લાગ્યાં.

"સિડ...! ઊભો રે' જાન...!" લાવણ્યાએ ત્યાંજ ઊભાં રહીને રડમસ સ્વરમાં બૂમ પાડી અને પછી ભીની આંખે નેહા સામે જોયું. નેહા કુટિલ સ્મિત કરતી-કરતી તેનો ફોન મંતરી રહી હતી.

"તું ....તું ...શું કામ એ છોકરાને જાણી જોઈને ટોર્ચર કરે છે...!?" લાવણ્યા રડતી-રડતી બોલી.

"અરે....! હું તો કશું બોલીજ નથી....!" નેહાએ સાવ નફફટાઈપૂર્વક કહ્યું. તે હજીપણ તેની ચેયરમાં આરામથી બેસી રહી હતી. જ્યારે બધાં જે થયું એનાં લીધે હતપ્રભ થઈ ઊભાં થઈ ગયાં હતાં.

"બસ કર હવે ....!" લાવણ્યા કાંપતા સ્વરમાં બોલી "તું...તું...એને એકલો કેમ નથી છોડી દેતી...!?"

"અરે પણ હું તો મારાં "would be" જોડે વાતા કરતી'તી....! એમાં બીજાં બધાંને શું લેવાં-દેવાં....!?" નેહા હજીપણ એજરીતે બોલી રહી હતી.

"તું.....! તું.....!" લાવણ્યા આગળ બોલે એ પહેલાંજ પ્રેમે તેનો હાથ પકડીને ટોકી.

"લાવણ્યા....! રે'વાં દે.....!" પ્રેમ બોલ્યો.

લાવણ્યાએ રડતાં-રડતાં નેહાની સામે જોયું. નેહાએ નફફટાઈપૂર્વક તેની આઇબ્રો નચાવી અને ફરી તેનાં ફોનમાં જોવાં લાગી.

લાવણ્યા હવે દોડાદોડ કેન્ટીનની બહાર નીકળવાં લાગી. બહાર નીકળી તે હાંફળી-ફાંફળી કોરિડોરમાં સિદ્ધાર્થને શોધવાં લાગી. ઉતાવળાં પગલે જઈ રહેલો સિદ્ધાર્થ કોરિડોરમાં જમણીબાજુ બાજુ વળી જતાં લાવણ્યાની નજારોથી ઓઝલ થઈ ગયો.

"સિદ્ધાર્થ.....!" લાવણ્યાએ તેને રોકવાં હાથ કર્યો અને તેની પાછળ દોડી.

લાવણ્યાએ પેન્સિલ હિલની સેન્ડલ પહેરી હોવાથી વધુ ઝડપે દોડીના શકી. થોડું દોડીને લાવણ્યા કોરિડોરમાં ઊભી રહી અને કેન્ટીનની દીવાલના ટેકે હાથ રાખી વારાફરતી બંને હિલ કાઢી નાંખી. પછી વધુ ઉતાવળાં પગલે તે કોરિડોરમાં દોડવાં લાગી.

જમણીબાજુ વળીને લાવણ્યા હવે કોલેજના બિલ્ડિંગની બહાર જતાં કોરિડોરમાં દોડવાં લાગી. હવે તે કોલેજની બહાર મેઇન ગેટ તરફ આવવાં-જવાંનાં પેવમેન્ટ ટ્રેક ઉપર દોડવા લાગી. એટલાંમાં તેણે સિદ્ધાર્થને પાર્કિંગ તરફથી પૂર ઝડપે બાઇક લઈને મેઇન ગેટ તરફ જતો જોયો.

"સિદ્ધાર્થ.....!" લાવણ્યાએ જોરથી બૂમ પાડી અને પહેલાં કરતાં વધુ ઝડપે દોડવા લાગી.

સિદ્ધાર્થ સાંભળ્યા વિના પૂર ઝડપે બાઇક લઈને ગેટની બહાર નીકળ્યો.

"ધડામ્મ........!" ગેટની બહાર નીકળતાંની સાથેજ કોમર્સ છ રસ્તાં તરફથી મધ્યમ ઝડપે આવી રહેલી એક કાર જોડે સિદ્ધાર્થનું બાઇક ધડાકાં સાથે અથડાયું.

ટક્કર એટલી જોરદાર હતી કે સિદ્ધાર્થ હવામાં ચાર ફૂટ ઊંચો ઉછળ્યો અને પાછો એજ કારના છાપરાં ઉપર પટકાયો. ગતિમાં રહેલી કાર આગળ નીકળી જતાં સિદ્ધાર્થ કારનાં છાપરાં ઉપરથી સરકીને નીચે રોડ ઉપર પડ્યો.

"સિદ્ધાર્થ.........!" લાવણ્યાએ કમ્પાઉન્ડમાં દોડતાં-દોડતાં આખી ઘટનાં તેની નજરે જોઈ. તેનું હ્રદય જોરશોરથી ધડકી ઉઠ્યું. પેવમેન્ટ ટ્રેક ઉપર દોડતાં-દોડતાં લાવણ્યાને કાંચનો એક ટુકડો પગમાં ઘૂસી ગયો અને પગમાંથી લોહી નીકળવાં લાગ્યું. છતાંય સિદ્ધાર્થની લ્હાયમાં તેને પોતાને લાગેલાં એ ઝખમનો કે એનાં દર્દનો કોઈ અહેસાસ પણ ના થયો. લાવણ્યાનાં પગમાંથી નીકળી રહેલાં લોહીનાં ધબ્બા પેવમેન્ટનાં પત્થર ઉપર પાડવાં લાગ્યાં.

લાવણ્યા દોડાં-દોડ ગેટની બહાર નીકળી ગઈ. બે-ચાર જણાં સિદ્ધાર્થની આજુબાજુ ઊભાં થઈ ગયાં હતાં.

"સિદ્ધાર્થ.....!" લાવણ્યા ઘાંટા પાડતી-પાડતી ટોળાંની વચ્ચેથી જગ્યા કરતી જવાં લાગી.

"ઓહ માય ગોડ ....! સિદ્ધાર્થ....!" લાવણ્યાએ જોયું કે સિદ્ધાર્થનાં માથામાં ડાબી આંખની ઉપરથી ધડાધડ લોહી વહી રહ્યું હતું. તે ભાનમાં નહોતો.

હીબકે-હીબકે રડતી લાવણ્યા તરતજ ઘૂંટણીયે નીચે બેસી ગઈ અને સિદ્ધાર્થનું માથું પોતાનાં ખોળાંમાં લઈ લીધું.

"સિદ્ધાર્થ.......!એય....!આંખો ખોલ....!" લાવણ્યા માંડ-માંડ બોલી અને સિદ્ધાર્થનાં ગાલ થપથપાવવાં લાગી "અ....એમ્બ્યુલન્સ....! પ્લીઝ કોઈ એમ્બ્યુલન્સ બોલાવો...!"

એટલાંમાંજ શંભુ કોફીશોપ તરફની દિશામાંથી એમ્બ્યુલન્સની સાઇરન સંભળાઈ. સિદ્ધાર્થની કાર જોડે ટક્કર થતાંજ આજુબાજુમાંથી કોઇ જાગૃત વ્યકિતએ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. ભીડ વધવાં લાગી. આજુબાજુનાં નાસ્તાંનાં ઠેલાંવાળાં તેમજ ત્યાં બેઠલાં કોલેજોનાં સ્ટુડન્ટ્સ પણ હવે ભેગાં થવાં લાગ્યાં. જેમાં લાવણ્યાની HL કોલેજનાં વિદ્યાર્થીઓ પણ હતાં.

"Sid.....! પ્લીઝ આંખો ખોલને...." લાવણ્યા હજીપણ રડતાં-રડતાં સિદ્ધાર્થનાં ગાલ થપથપાવી રહી હતી "ઓહ....માય બેબી.....! આ શું થઈ ગયું....! ઓહ ગોડ...આ...".

લાવણ્યાએ તેનાં હાથવડે સિદ્ધાર્થનાં ઘાંને હળવેથી દબાવી લોહી વહેતું રોકવાનો પ્રયન્ત કર્યો.

"આંખો ખોલને ...! ઓય....! સિદ્ધાર્થ...! આવું ના કર...!" લાવણ્યા હવે પોક મૂકીને રડવાં લાગી "ઓહ...માય બેબી....!" જોકે તેનું આક્રંદ નજીક આવી ગયેલી એમ્બ્યુલન્સનાં સાઇરનનાં તીવ્ર અવાજમાં દબાઈ ગયું.

*****

NOTE: With some "Literature Freedom", Love Revenge is a true story. "I was there ."