લવ રિવેન્જ - 13 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 13

લવ રિવેન્જ

પ્રકરણ-13

"એ મારો નહીં થાયને...!?" લાવણ્યાએ રડમસ સ્વરમાં ભીંજાયેલી આંખે વિશાલને પૂછ્યું.

બંને રોજની જેમ મોડી સાંજે ખેતલાપા ટી-સ્ટોલ મળ્યાં હતાં. સવારે નેહાએ કેન્ટીનમાં કરેલાં ઝઘડાં વખતે વિશાલ ત્યાં હાજર નહોતો. લાવણ્યાએ મળ્યાં પછી બધી વાત વિશાલને કહી સંભળાવી હતી. સાથે એપણ જણાવ્યુ કે સિદ્ધાર્થ હજીપણ તેનાથી દૂર રે' છે. અને એક કિસ માટે પણ તરસાવે રાખે છે. આખીવાત જણાંવતી વખતે લાવણ્યાની આંખો અનેક વખત ભીંજાઇ ગઈ હતી.

"નવરાત્રિની ખરીદી કરી લીધી....!?" લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં વિશાલે લાવણ્યાને પૂછ્યું.

"ના....!" પોતાની એક્ટિવા ઉપર બેઠેલી લાવણ્યા ખિન્ન સ્વરમાં બોલી "બસ હજી વિચારી રહી છુ....!"

"અરે હવે દસ દિવસ જ બાકી છે....!" વિશાલ બોલ્યો "પછી ક્યારે જઈશ....!?"

"તું આવીશ જોડે....!?" લાવણ્યા વિનંતીના સ્વરમાં બોલી "હું એકલી-એકલી કેમની જાઉં....!?"

"કેમ સિદ્ધાર્થ નઇ આવે...!?"

"મારે એને સરપ્રાઈઝ આપવાની છે યાર....! બધી ચણિયાચોલી એ એડવાન્સમાં જોઈલે તો મજા ના આવે....! હું ઈચ્છું છું કે એ મને સીધી તૈયાર થયેલી જોવે....!"

"બધી ચણિયાચોલી એટ્લે....!?" વિશાલને નવાઈ લાગાતાં તેણે હાથ ઊંચો કરીને પૂછ્યું "એમ કેટલી લઇશ...!?"

"કેમ વળી...!? નવ દિવસની નવ....!" લાવણ્યા સ્વાભાવિક બોલી.

"તું ગાંડી થઈ ગઈ છે......!? એટલો બધો ખર્ચો....!"ચોંકી ગયેલો વિશાલ બોલ્યો "નવ દિવસની નવ ચણિયાચોલી....!? ત્રણ હજારની એક ગણું તોય સત્યાવીસ હજાર થયાં.....!" વિશાલ થોડું અટક્યો અને લાવણ્યાનો ઢીલો થઈ ગયેલો ચેહરો ઊંચો કરીને બોલ્યો "અને બીજો બધો ખર્ચો કયાઁ ગયો...!? ચણિયાચોલી જોડે પહેરવાંની એક્સેસરીઝ...! નવ દિવસનો પાર્લરનો ખર્ચો...!?"

લાવણ્યા ચૂપ રહી અને હાઇવે ઉપર જઈ રહેલાં વાહનો તાકી રહી.

"પચાસ-સાઇઠ હજારનું બજેટ બેસે....." વિશાલ અડસટ્ટે ગણતરી કરતાં બોલ્યો "આટલો બધો ખર્ચો ક્યાંથી કરીશ...!?"

"હું મેનેજ કરી લઇશ....!" ભીંજાયેલી આંખે લાવણ્યા હજીપણ રોડ ઉપર વાહનો સામે તાકી રહી હતી.

"શું મેનેજ કરી લઇશ...!?" વિશાલ હવે અકળાયો " યાદ છે ને....!? તું મિડલ ક્લાસની છે?"

લાવણ્યા થોડીવાર ઘુરકીને વિશાલ સામે જોઈ રહી.

"શું....!?" તેની સામે જોઈ રહેલી લાવણ્યાના ચેહરા જોઈને વિશાલ બોલ્યો "સાચું તો કહું છું....! આટલો બધો ખર્ચો તું કેમનો કરીશ...!?

"અરે ....મે પૈસાં બચાવ્યા છે એના માટે યાર....!" લાવણ્યા થોડું ચિડાઇને બોલી.

"શું વાત છે...!?" વિશાલે કટાક્ષમાં કહ્યું "તું પૈસાં પણ બચાવી જાણે છે..!? ક્યારથી...!?"

"કેમ...!? મિડલ ક્લાસના લોકોને બચત કરતાં ના આવડે...!?" હવે લાવણ્યાએ ચિડાઇને કટાક્ષ કર્યો.

"પણ તું આટલો બધો ખર્ચો શું કામ કરવાં માંગે છે...!?" વિશાલ હજુપણ અકળાયેલો હતો "સિદ્ધાર્થ પાછળ દેવાળું ફૂંકવાનું છે તારે...!?"

લાવણ્યાને માઠું લાગી ગયું. તેણે પાછું રોડ બાજુ જોવા લાગ્યું.

"નવરાત્રિજ છેલ્લો ચાન્સ છે....!" થોડીવાર પછી લાવણ્યા નિરાશ સ્વરમાં બોલી "પછી કોલેજમાં દિવાળી વેકેશન પડશે....! Sid કદાચ બરોડા જતો રે'શે....! નેહા પણ બરોડાનીજ છે....! એ પણ જતી રે'શે...!"

લાવણ્યાની આંખ ફરી ભીની થઈ ગઈ - "કદાચ નેહા દિવાળીમાં સિદ્ધાર્થને હાં પાડી દેશે...!"

વિશાલને લાવણ્યાનો ઢીલો ચેહરો જોઈને દયા આવી ગઈ. તેણે લાવણ્યાનાં ખભાં ઉપર સહાનુભૂતિથી હાથ મૂક્યો.

"તને એવું કેમ લાગે છે કે નેહા દિવાળીમાં સિદ્ધાર્થને હાં પાડી દેશે....!?" વિશાલે પૂછ્યું.

"મારું મન કે' છે....!" લાવણ્યા બોલી "મનેતો એવું લાગે છે કે નેહા નવરાત્રિમાંજ 'હા' પાડી દેશે...!"

"પણ તને એવું કેમ લાગે છે...!?" વિશાલે અધિર્યાં સ્વરમાં પૂછ્યું. લાવણ્યા હવે રડું-રડું થઈ ગઈ હતી.

"કેમકે મે જોયું છે....!" લાવણ્યા રડમસ સ્વરમાં બોલી "જ્યારથી હું સિદ્ધાર્થની પાછળ પડી છું ...! ત્યારથી નેહાનું વર્તન બદલાઈ ગયું છે....! તે મને સિદ્ધાર્થની જોડે જોઈને ભડકે છે....! જેલસ થાય છે...! હું જો સિદ્ધાર્થને અડપલાં કરું કે એની જોડે ફ્લર્ટ કરું તો તો એનો પારો સાતમા આસમાને ચડી જાય છે....!"

".............મને લાગે છે કે નેહાએ કોઈક કારણસર આવેશમાં આવીને "ના" પાડી દીધી હશે...!" થોડીવાર ચૂપ રહ્યાં પછી લાવણ્યા ફરી બોલી "હવે મને અને સિદ્ધાર્થને સાથે જોઈને નેહાને પોતાની ભૂલ સમજાઈ હશે....! પણ કદાચ તે સિદ્ધાર્થને કહી નથી શકતી....! અને સિદ્ધાર્થ....!"

"એ રાહ જોઈ રહ્યો છે.....!" વિશાલ લાવણ્યાની વાતનો અર્થ પામી ગયો "કે નેહા ક્યારે પોતાની ભૂલ માનીલે અને "હા" પાડી દે....!"

"હાં.....!" લાવણ્યાને ડૂસકું આવી ગયું. તેણે પરાણે પોતાની ભાવનાઓ ઉપર કાબૂ મેળવ્યો.

"અને એટ્લેજ કદાચ એ જાણીજોઇને તારી જોડે ફરે છે....! જેથી નેહા જલતી રહે ...! અને જેલસીને લીધે સિદ્ધાર્થ તારી તરફ પૂરેપૂરો ખેંચાઇ જાય એ પહેલાં છેવટે તે (નેહા) એને હા પાડી દે....!" વિશાલ બોલ્યો.

લાવણ્યાએ પોતાનાં ગાલ ઉપર દદડીને આવેલાં આંસુઓ લૂંછયાં.

"તને નથી લાગતું કે સિદ્ધાર્થ આરીતે ફક્ત તારો યુઝ કરી રહ્યો છે...! નેહાને મેળવવા..!? તારી ઇમોશન્સ સાથે રમી રહ્યો છે...!?" થોડીવારના મૌન પછી વિશાલ ફરી બોલ્યો.

"નાં....! પહેલાં લાગતું'તું....!" લાવણ્યાએ કહ્યું "પણ હવે નથી લાગતું કે એ મારો યુઝ કરી રહ્યો હોય...!"

"કેમ...!? તને એવું કેમ લાગે છે...!?" વિશાલને નવાઈ લાગી.

"કેમકે મેં એની આંખોમાં મારાં માટે પ્રેમ જોયો છે......! અને તેનાં વર્તનમાં અનુભવ્યો પણ છે....!" લાવણ્યાની આંખોમાંથી હવે ફરીવાર આંસુ નીકળીને ગાલ ઉપર સરકતા નીચે પડ્યાં "બસ નેહાને કારણેજ એ પોતાને રોકીલે છે....!"

"એક વાત પૂછું....!?" વિશાલે થોડીવાર પછી ધીમાં સ્વરમાં કહ્યું "તને ખરેખર લાગે છે કે સિદ્ધાર્થ પણ તને પસંદ કરે છે...!?"

લાવણ્યા વિચારે ચડી ગઈ અને ફરી હાઇવે તરફ તાકવાં લાગી.

"હાં...! એ મને પ્રેમ કરે છે...! મને પાક્કી ખબર છે....!" લાવણ્યાએ ભારપૂર્વક કહ્યું "પણ નેહા એનો પ્રથમ પ્રેમ છે....! એ એની સાથે મેરેજ કરવાં ઘણાં સમયથી પાછળ પડ્યો હતો..! એટ્લેજ એ હજીપણ નેહા સાથે મેરેજ કરવાં ઈચ્છે છે....! એ મને પણ લવ કરે છે....! પણ એ નેહા માટેની એની ફીલિંગ્સ એનાં હ્રદયને મારી જોડે આવતાં રોકે છે...!"

"એ મૂંઝાઇ ગયો છે.......!" થોડીવાર પછી ફરી લાવણ્યા બોલી "નેહાની અને મારી વચ્ચે...! કોને પસંદ કરવી...! એ નક્કી નથી કરી શકતો...!"

વિશાલ દયાભાવથી લાવણ્યા સામે જોઈ રહ્યો.

"તું સાચેજ બહુ બદલાઈ ગયી છે હોં....!" વિશાલ બોલ્યો.

લાવણ્યાએ ભીની આંખે હળવું સ્મિત કર્યું.

"હાં....! તારી વાત સાચી છે વિશાલ...! હું પોતે મારાંમાં આવેલો એ બદલાવ અનુભવી શકું છું....!"

બંને પાછાં થોડીવાર મૌન થઈ ગયાં.

"યાદ છે...!? કોલેજના પહેલાં બે વર્ષમાં હું કેવી હતી...!?" લાવણ્યાની પોતાનાં ભૂતકાળના એ દ્રશ્યો તરવારવા લાગ્યાં.

"હાં યાદ છે ને ....!" વિશાલે હસીને તેની ભીની આંખો લૂંછી "એકદમ ઘમંડી...! કોઈની વાત ના માનનારી જિદ્દીલી......! તોછડી...! ગમેત્યારે ગમેતેની ઇન્સલ્ટ કરી નાંખનારી...!"

લાવણ્યા હળવું દર્દભર્યું હસી -"હાં....! પ્રેમ જેવાં સીધાં છોકરાંની હું બહુ ઇન્સલ્ટ કરતી...!ગ્રૂપમાં પણ કોઈનું કીધું નહોતી કરતી...! જે મારાં ટાઈપનું ના હોય એને હું તુચ્છ નજરે જોતી...! એમની મજાક ઉડાવતી..!"

....એમ કરતાં કરતાં આપણે ત્રીજા વર્ષમાં આવી ગયાં....! અને સિદ્ધાર્થ મારી લાઇફમાં આવ્યો...! એણે પહેલાંજ દિવસે મારી ઇન્સલ્ટ કરી નાંખી...! મારો ઘમંડ ઘવાયો...! અને એની જોડે બદલો લેવાની મને તીવ્ર ઈચ્છા થઈ....! પણ બદલો લેવાનાં ચક્કરમાં હું એનાં પ્રેમમાં પડી...!" લાવણ્યા ભીનાં સ્વરમાં શૂન્યમનસ્ક તાકતી રહી અને બોલતી રહી. તેની નજર સામે એ બધાંજ દ્રશ્યો એક ફિલ્મની પટ્ટીની માફક આવવાં લાગ્યાં.

"....એણે મને કોઈ ભાવ ના આપ્યો...! તે મારી સામે પણ નહોતો જોતો....! જાણે મારું કોઈ અસ્તિત્વજ નહોતું...! એણે મને સતત ઇગનોર કરી....! આજ વાત મને સૌથી વધુ કઠતી....!

...... છેવટે મારો ઘમંડ તૂટી ગયો...!હું એનાં કરીશ્માઇ વ્યક્તિત્વ તરફ એવી આકર્ષાઈ ગઈ કે મને કોલેજથી ઘરે જવાનુંજ ના ગમે....! આજેપણ દિવસ પૂરો થયાં પછી હું આતુરતાપૂર્વક બીજો દિવસ ઊગે એની રાહ જોયા કરું છું......!

....સિદ્ધાર્થને જોયાં વીનાં દિવસ શરૂજ નથી થતો....! અને એને જોયાં પછી દિવસ પૂરોજ ના થાય એવી સતત ઈચ્છા મને થયાં કરે છે...!"

"...શરૂઆતમાં મને કદાચ એનીતરફ ફિઝિકલ આકર્ષણ હતું...!" થોડીવારના મૌન પછી લાવણ્યા ફરી ભીનાં સ્વરમાં બોલવાં લાગી "પછી મને ખબર પડી કે એ નેહાને પ્રેમ કરે છે અને નેહા કોઈ બીજાને....! છતાંપણ Sid એને પ્રેમ કરે જતો હતો...! સિદ્ધાર્થનો નેહા પ્રત્યેનો એ પ્રેમ જોઈને મને સમજાયું કે કોઈને પ્રેમ કેવીરીતે કરાય...! નેહાની ધરાર ના છતાંપણ સિદ્ધાર્થને પ્રેમ કરે જાય છે...! એનાં મળવાની કોઈ ઉમ્મીદ નથી...! છતાંપણ Sid નેહાને પ્રેમ કરે જાય છે...! એજ વાત હું પણ શીખી...! અને હું પણ એને પ્રેમ કરે જઉ છું....! સિદ્ધાર્થે મને શીખવડ્યું કે કોઈને પ્રેમ કેવીરીતે થાય...!

....જેને પ્રેમ કરો એનાંમાં પોતાનું સમગ્ર અસ્તિત્વ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાંસુધી તેને પ્રેમ કરો..! પ્રેમમાં કોઈ ઘમંડના જોઈએ....!બીજી છોકરીઓ સામે સિદ્ધાર્થ ભલે ગમે તેવો સખત થઈને ફરતો....! પણ નેહા સામે તેનો બધોજ ઘમંડ ઓગળી જાય છે...! આજ વસ્તુ હું પણ શીખી...! અને એની સામે મારો ઘમંડ ઓગળી ગયો...! "

લાવણ્યા ગળગળી થઈ ગયી અને તેની ભીની આંખોમાંથી ફરીવાર આંસુ દદડવા લાગ્યાં.

".....હું જેટલો પ્રેમ તેને કરતી'તી એટલો પ્રેમ હું પણ તેનાં તરફથી ઝંખતી...! પણ એ પ્રતીભાવ મને કદી નહોતો મળ્યો....! આજેપણ નહીં...

.... હું જાણું છું એ પણ મને પ્રેમ કરેજ છે....! બસ એ જતાવતો નથી...!"

...દિવસેને દિવસે એ મારાં શરીરની એકે એક નસમાં....! શરીરના દરેકે દરેક ખૂણામાં સમતો જાય છે...! તે મારી આત્મામાં એરીતે સમાઈ ગયો છે ....કે ..કે હું એનાં વિનાનું જીવન કલ્પી પણ નથી શકતી....!" લાવણ્યાએ બે હાથવડે તેનું મોઢું દબાવ્યું અને પોતાનાં આંખના આંસુ લૂંછવા લાગી.

વિશાલ થોડીવાર લાવણ્યાના ચેહરા સામે જોઈ રહ્યો. તેની આંખ પણ થોડી ભીની થઈ. બંને ફરીવાર ઈમોશનલ થઈ ગયાં. લાવણ્યા હવે મૌન થઈને રસ્તા ઉપર તાકી રહી.

"ચાલ....!" થોડીવાર પછી વિશાલે કહ્યું અને એક્ટિવા ઉપર બેઠેલી લાવણ્યાનો હાથ પકડીને ખેંચવાં માંડ્યો.

"ક્યાં....!?" લાવણ્યાને નવાઈ લાગી.

"હું તને ચણિયાચોલી લઈ આપું...!" વિશાલ સ્મિત કરતાં બોલ્યો અને લાવણ્યાને કમરમાંથી પકડીને નીચે ઉતારી "નવ દિવસની નવ ચણિયાચોલી....."

"કેમ...!?" લાવણ્યાને હવે વધુ નવાઈ લાગી "તું શું કરવાં લઈ આપીશ....!?"

"અરે મારાં તરફથી તને ગિફ્ટ....! પછી તું રોજે મસ્ત તૈયાર થઈને Sidની જોડે ગરબા રમજે....!"

લાવણ્યાને કઈં સમજાયું નહીં કે વિશાલ શા માટે તેને આટલી બધી ચણિયાચોલી લઈ આપવાની વાત કરે છે. તે વિશાલના ચેહરાને જોઈ રહી. વિશાલ ઈમોશનલ થઈ ગયો હતો અને તેની સામે જોઈ રહ્યો હતો.

"વિશાલ.....!" લાવણ્યાએ વિશાલની આંખોમાં રહેલાં એ ભાવોને વાંચી લીધાં અને તેણે વિશાલનો ચેહરો વ્હાલથી પકડીને તેનાં ગાલ ઉપર હાથ ફેરવ્યો. ઈમોશનલ થઈ ગયેલો વિશાલ તેનો ચેહરો આમતેમ ફેરવીને પોતાનાં ભાવોને છુપાવવા મથી રહ્યો.

"ઓહ માય બેબી....!" લાવણ્યાએ ભાવુક થઈને વિશાલને ગળે લગાવી દીધો અને તેની પીઠ ઉપર વ્હાલથી હાથ ફેરવી રહી. થોડીવાર સુધી બંને એમજ વળગીને ઊભાં રહ્યાં "ક્યારથી.....!?"

"મારાં વગર કીધે તું કેવીરીતે સમજી ગઈ....!?" વિશાલે લાવણ્યાની સામે જોઈને ગળગળા સ્વરમાં પૂછ્યું.

"સિદ્ધાર્થનાં મારાં જીવનમાં આવ્યાં પછી હું બધુ શીખી ગઈ....!" લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી "આંખોની ભાષાં પણ...!"

વિશાલ લાવણ્યા સામે ભાવુક નજરે જોઈ રહ્યો. એક સમયની અલ્લડ અને નાસમજ લાવણ્યા આજે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. લાવણ્યા હવે સામેવાળાની આંખોમાં રહેલાં ભાવો વાંચી લેતી અને તેનું વર્તન પણ અનુભવી શકતી.

"તું ખરેખર બહુજ બદલાઈ ગઈ હોં....!" વિશાલ બોલ્યો.

"તે કીધું નહીં....! ક્યારથી...!?" લાવણ્યાએ ફરીવાર તેનો પ્રશ્ન દોહરાવ્યો.

"બસ...! જેમ તું સિદ્ધાર્થને નેહાને પ્રેમ કરતો જોઈને પ્રેમ કરતાં શીખી એમ હું પણ તને સિદ્ધાર્થને પ્રેમ કરતાં જોઈને તને પ્રેમ કરતાં શીખી ગયો....!" વિશાલે બોલ્યો "તારો સિદ્ધાર્થ માટે પ્રેમ જોઈને હું પણ તારાં પ્રેમમાં પડી ગયો...! આઇ લવ યૂ....! લાવણ્યા..!"

વિશાલે છેવટે તેનાં પ્રેમનો એકરાર કર્યો. લાવણ્યા હળવું હસીને તેની સામે જોઈ રહી.

"ચાલને....!" વિશાલે ફરીવાર લાવણ્યાનો હાથ પકડીને ખેંચવાં માંડ્યો "હું તને ચણિયાચોળી લઈ આપુંછું....! ચાલ...!" વિશાલ લાવણ્યાના એક્ટિવા ઉપર બેસી ગયો અને સ્ટિયરિંગ પકડી લીધું. લાવણ્યા હવે વિશાલની નજીક એક્ટિવા જોડે ઊભી રહી.

"વિશાલ....!" લાવણ્યાએ તેનાં ગાલ ઉપર હાથ મૂકતાં મૃદુ સ્વરમાં કહ્યું "તારે આ કરવાની જરૂર નથી બેબી...!"

"કેમ નહીં..!?" વિશાલે નારાજ થવાનું નાટક કરતાં કહ્યું "જો તું તારાં પ્રેમ માટે આટલું બધુ કરી શકતી હોય તો હું "મારાં પ્રેમ" માટે આટલું ના કરી શકું....!?"

લાવણ્યા હળવું હસી. તે વિશાલ સામે થોડીવાર જોઈ રહી.

"એમપણ ...!" વિશાલ હવે ટીખળભર્યા સ્વરમાં બોલ્યો "હું તારાં કરતાં વધુ પૈસાંવાળો છું...!"

"તું દુનિયાનો પહેલો પ્રેમી હોઈશ જે પોતાની પ્રેમિકા જે કોઈ બીજાને પ્રેમ કરે છે એની માટે ચણિયાચોલી ખરીદવાની વાત કરે છે...!"

"લાવણ્યા...! તું ખુશ....! તો હું ખુશ....! ચાલ હવે જલ્દી..! સાડા સાત થઈ ગયાં છે...!"

"તો પછી મેં જે પૈસાં ભેગાં કર્યા છે એનું હું શું કરું...!?" લાવણ્યાએ વિશાલની પાછળ એક્ટિવા ઉપર બેસતાં પૂછ્યું.

"અ....!" વિશાલ સહેજ પાછળવળીને ત્રાંસુ જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો "તું એક કામ કરને...! તું એનાં માટે કોઈક મસ્ત મઝાનું ગિફ્ટ લઈલે....!"

"અરે હાં....!" લાવણ્યાને વિશાલનો એ વિચાર જચી ગયો "બહુ મસ્ત આઇડિયા છે....! તો ચાલ.... ચાલ...! આપણે પે'લ્લાં સિદ્ધાર્થ માટે ગિફ્ટ લઈ લઈએ...!"

"ok...! તો ક્યાં જાશું ...! બોલ!?"

"અરે પણ ગિફ્ટ શું લઉં.....!?" સીટની પાછળ બેઠેલી લાવણ્યા મૂંઝાઇ ગઈ. વિશાલ વિચારવા લાગ્યો.

"બોલને યાર....! શું લઉં... ?" થોડીવાર પછી પણ કઈં નાં સૂઝતા લાવણ્યાએ ફરી પૂછ્યું.

"અ....!" વિશાલ ફરી વિચારવા લાગ્યો "કઇંક એવું જે સિદ્ધાર્થ કાયમ પોતાની જોડેજ રાખી શકે.....! અને જ્યારે પણ એ ગિફ્ટની સામે જોવે કે એને તું યાદ આવી જાય એવું કઇંક યાદગાર..!"

"પણ એવું તો શું આપું...!?" લાવણ્યાએ થોડું વિચાર્યું પણ કઈંના સૂઝતા તે વધુ મૂંઝાઇ.

લાવણ્યા અને વિશાલ બંને એક્ટિવા ઉપર બેઠાં-બેઠાં વિચારવા લાગ્યાં. લાવણ્યા સિદ્ધાર્થનાં દેવતાઈ દેખાવને યાદ કરવાં લાગી.

"કાયમ પોતાની જોડે રાખી શકે એવું યાદગાર....! અ...!?" લાવણ્યા સિદ્ધાર્થને મનમાં કલ્પી રહી મનમાં વિચારી રહી. વિશાલ પણ એજ વિચારી રહ્યો.

"વૉચ......!" થોડીવાર પછી લાવણ્યા અને વિશાલે બંનેએ એકસાથે બોલી પડ્યાં.

"જોયું.....!" વિશાલે પાછળ લાવણ્યા તરફ પોતાનું માથું થોડું વધુ ઝુકાવ્યું અને ફ્લર્ટ કરતાં બોલ્યો "આને કે'વાય સાચો પ્રેમ....! આપણાં બેયનાં વિચારો કેટલાં મળતા આવે છે...!"

"ચાલ હવે છાનોમાનો....!" લાવણ્યાએ વિશાલનાં ગાલ ઉપર હળવી ટપલી મારી.

"તો ક્યાં જાશું બોલ...!?" વિશાલે એક્ટિવાનો સેલ મારતાં પૂછ્યું.

"એક મિનિટ...!" લાવણ્યા એક્ટિવા ઉપરથી ઉતરી અને આગળ આવી "તું પાછળ બેસ હું ચલાવી લઉં છું...!"

"કેમ....!?" વિશાલ સીટમાં બેઠો-બેઠો પાછળ ખસ્યો "ક્યાં જાવનું છે એ તો કે.....!?"

"અરે મને ખબર છે...! આપડે ક્યાં જવાનું છે...!" લાવણ્યાએ એક્ટિવા ઉપર બેસી ધીરેથી એક્સિલેટર આપ્યું અને વાળીને એક્ટિવા રોડ ઉપર લીધું. ધીરે-ધીરે સ્પીડ વધારી લાવણ્યાએ એક્ટિવા સીજી રોડ તરફ મારી મૂકી.

----

લાવણ્યા વિશાલ સાથે એક્ટિવા ડ્રાઇવ કરીને સીજી રોડ પંચવટી પાંચ રસ્તાએ આવેલાં સેંટ્રલ મોલમાં આવી. મોલની આગળ બનેલાં પાર્કિંગમાં તેણે એક્ટિવા પાર્ક કરી. એક્ટિવાના સાઇડ મિરરમાં લાવણ્યાએ પોતાનો ચેહરો જોવાં લાગી.

"હવે રાતના આઠ વાગે તું શું કરીશ સારી દેખાઈને...!?" વિશાલે મિરરમાં જોઈને પોતાનાં વાળ સરખાં કરી રહેલી લાવણ્યાને કહ્યું.

"બસ પતી ગયું યાર....!" લાવણ્યા બોલી અને એક્ટિવાની ડેકી ઓપન કરી તેમાંથી તેનું પર્સ કાઢવાં લાગી. મોટી હેન્ડબેગમાંથી તેણે યેલ્લો કલરનું એક નાનું લંબચોરસ પર્સ કાઢી લીધું અને ડેકી વાસીને ચાલવા લાગી.

"ચાલ.....!" લાવણ્યા બોલી અને મોલનાં પાર્કિંગથી શોપ્સનાં એરિયા તરફ ચાલવા લાગી.

"શેમાં જવાનું છે...!?" લાવણ્યાની જોડે ચાલતાં-ચાલતાં પૂછવા લાગ્યો.

"તું ચાલને...!" લાવણ્યા કાંચનાં મોટાં-મોટાં શૉરૂમો જોતાં-જોતાં ચાલી રહી હતી.

લાંબા મોલમાં થોડું ચાલ્યાં પછી આખરે અમદાવાદની અતિશય મોંઘી વૉચનાં શૉરૂમની એક એવી શોપ "ETHOS Watch" નાં શૉરૂમ આગળ લાવણ્યા અટકી.

"હે ભગવાન....! તું ગાંડી થઈ છે...!" ETHOS વોચનાં મોંઘાં અને વિશાળ કાંચનાં શૉરૂમની સામે જોતાં-જોતાં વિશાલ હતપ્રભ થઈને બોલ્યો "આપણે ETHOSમાં જાશું...!?"

"હાં....!" લાવણ્યા એકદમ ખુશ થઈને બોલી અને વિશાલનો હાથ પકડીને તેને ખેંચવાં લાગી "ચાલ...! જલ્દી...!"

"શું ચાલ...!?" વિશાલે તેનો હાથ ખેંચી તેને રોકવાં માંડી "અહીંયા કેટલી મોંઘી-મોંઘી વૉચ મળે છે....! તને ખબર છે...!?"

"હાં..! ખબર છે...!" લાવણ્યાએ શાંતિથી કીધું "તું ચાલ હવે.....!"

"અરે તું શું ગાંડા કાઢે છે...! એમ કેટલી મોંઘી વૉચ લેવાની છે તારે એના માટે..!?" વિશાલ હવે અકળાયો.

"આપણે પે'લ્લાં વૉચ લઈ લઈએ....! શૉ રૂમ બંધ થઈ જાશે....!" લાવણ્યાએ વિનંતીનાં સૂરમાં કહ્યું "પ્લીઝ...!?"

વિશાલ નારાજ મોઢે અને કમને તેની સાથે ચાલવા લાગ્યો. બંને ચાલતાં-ચાલતાં શૉરૂમનો કાંચનો દરવાજો ખોલીને અંદર દાખલ થયાં.

મોટાં કાંચનાં શૉરૂમનું લાઇટિંગ પણ એકદમ ભવ્ય હતું. નવરાત્રિને લીધે આખો શૉરૂમ મોંઘી કલરફુલ સિરિઝો વડે સજાવાયો હતો. સહેજ મોટાં કાંચનાં ચોરસ બોકસોમાં ડિસ્પ્લેમાં મોંઘી-મોંઘી બ્રાંડેડ વૉચો મૂકેલી હતી. અતિશય મોંઘાં ETHOS વૉચ શૉરૂમમાં વિશાલ પણ ખચકાટ અનુભવી રહ્યો હતો. પણ લાવણ્યા તો કોઈપ્રકારની ચિંતા વિના શૉરૂમને જોઈ રહી.

"વેલકમ મેડમ....સર....!" કાંચનાં કાઉન્ટરની બીજી તરફ ઊભેલી એક સુંદર સેલ્સ ગર્લે લાવણ્યા અને વિશાલની સામે વરફરતી જોઈને કહ્યું "બોલો...! હું શું સહયતાં કરું આપની...!?"

"મારે એક સુપર હોટ અને હેન્ડસમ છોકરાં માટે એક મસ્ત મોંઘી વૉચ જોઈએ છે....!" લાવણ્યાએ ઉત્સાહપૂર્વક કહ્યું અને તે પોતાનાં પગનાં પંજા ઉપર હળવેથી કૂદવા લાગી.

"ETHOS WATCH"નો લોગો ધારવતો ફોરમલ લાઇટ બ્લ્યુ શર્ટ અને નેવી બ્લ્યુ સ્કર્ટ પેહરેલી તે સેલ્સ ગર્લે હસીને લાવણ્યાની સહેજ પાછળ તેની બાજુમાં ઉભેલા વિશાલ સામે જોયું.

"નાં....!" સેલ્સ ગર્લે વિશાલ સામે જોતાં લાવણ્યાએ સેલ્સ ગર્લને કહ્યું "એનાં કરતાં પણ વધુ હોટ અને હેન્ડસમ...!"

તે સેલ્સગર્લ, વિશાલ અને બીજાં જે લોકોએ લાવણ્યાને વાત સાંભળી એ બધાંજ હસી પડ્યાં. વિશાલ લાવણ્યાને સસ્મિત જોઈ રહ્યો.

"એક મિનિટ....!" લાવણ્યાએ તેનાં ફોનમાં સ્ક્રીનલોકનાં વૉલપેપરમાં તેને મૂકેલો સિદ્ધાર્થનો એક સરસ ફોટો સેલ્સ ગર્લને બતાવ્યો "આ જુઓ...!આના માટે લેવો છે.."

સેલ્સગર્લે લાવણ્યાનાં હાથમાંથી ફોન લીધો અને મુગ્ધતાપૂર્વક સિદ્ધાર્થનો ફોટો જોઈ રહી. ડેનિમ બ્લ્યુ શર્ટ, વ્હાઇટ ટી-શર્ટ, લાંબાવાળ અને ગોરો ચિટ્ટો ચેહરો.

"ઓહ wow....! ખરેખર હોટ છે...!" તે સેલ્સગર્લ સાચેજ સિદ્ધાર્થનો ફોટો જોઈને ઇમ્પ્રેસ થઈ ગઈ અને તેની બાજુમાં ઊભેલી બીજી સેલ્સગર્લને લાવણ્યાનો ફોન બતાવવા લાગી. એ બીજી સેલ્સ ગર્લ પણ સિદ્ધાર્થનો ફોટો જોઈને ખુશ થઈ ગઈ અને ટીખળ ભર્યું સ્મિત કરવાં લાગી.

"વૉચ બતાવશો હવે...!?" લાવણ્યાએ જેલસ થઈને એ સેલ્સગર્લનાં હાથમાંથી ફોન ઝૂંટવી લીધો. તે સેલ્સગર્લ હવે કાંચનાં કાઉન્ટરની વચ્ચે આવવાં-જવાની એક નાની જગ્યામાંથી બહાર આવી.

"તું એનો ફોટો વૉલપેપરમાં રાખે છે...!?" વિશાલે હવે લાવણ્યાની નજીક આવ્યો અને ધીમેથી લાવણ્યાને પૂછ્યું.

"હાસ્તો....!" લાવણ્યાએ ઉત્સાહથી કહ્યું અને તેની સામે ફોન ધર્યો "એનાં Instagram ઉપરથી લીધો છે....!જો...."

"પ્લીઝ મે'મ.....! આવો મારી સાથે...!" તે સેલ્સગર્લ બોલી અને શૉરૂમની મધ્યમાં કાંચનાં બોકસોમાં મૂકેલી વૉચ બતાવવા લાગી.

લાવણ્યા તો સરસ મજાની મોંઘી-મોંઘી વૉચને જોઈને ખુશ થઈ ગઈ. તે વારાફરતી એક-એક બોક્સમાં મૂકેલી વૉચ પાસે જઈને તે વૉચ સામે જોઈ રહેતી. અને સિદ્ધાર્થ મજબૂત કસાયેલાં હાથ ઉપર એ દરેક વૉચ કેવી લાગશે તેની કલ્પના કરીને ખુશ થઈ જતી. વિશાલ દરેક વૉચની નીચે તેની પ્રાઇસ ટેગ જોતો અને ચિંતામાં મુકાઇ જતો.

"આ કેટલાંની છે....!?" બ્લેક ડાયલવાળી અને લેધરનાં બેલ્ટવાળી સરસમજાની એક ક્રોનોલોજિકલ વૉચના કાંચના બોક્સ ઉપર આંગળી મૂકતાં પૂછ્યું.

"ઓગણત્રીસ હજાર નવસો નેવું....!" જોડે ઊભેલી એ સેલ્સગર્લે સસ્મિત કહ્યું "આમતો આ વૉચ થર્ટી ફાઇવ થાઉંઝંન્ડની છે...! પણ અત્યારે ઓફરમાં તમને માત્ર ઓગણત્રીસ હજાર નવસો નેવુંમાં પડશે...!"

"એટ્લે ફક્ત ત્રીસ હજાર....!" વિશાલ તે સેલ્સગર્લ સામે જોઈને વ્યંગમાં બોલ્યો.

"હાં સર...! SEIKO બ્રાન્ડની છે એટ્લે...!" સેલ્સગર્લ બોલી.

"આને પેક કરીદો....! અને ગિફ્ટ પેક પણ....!" લાવણ્યા જાણે કોઈ સાધારણ વસ્તુ ખરીદતી હોય એમ સ્વાભાવિક સ્વરમાં બોલી.

"અરે લાવણ્યા...!" વિશાલે લાવણ્યાનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી "અરે તીસ હજાર રૂપિયાની વૉચ....! તું પાગલ થઈ ગઈ છે....!?"

"તમે આને પેક કરોને...!" લાવણ્યા તેનો હાથ વિશાલથી છોડવાનો પ્રયત્ન કરતી સેલ્સગર્લને કહેવા લાગી.

"જી....મે'મ...!" એટલું કહીને તે સેલ્સ ગર્લ કાંચનાં બોક્સમાંથી લાવણ્યાએ સિલેક્ટ કરેલી વૉચ કાઢવા લાગી.

"લાવણ્યા....!" વિશાલ હજીપણ તેનો હાથ નહોતો છોડતો લાવણ્યા છતાંપણ મથી રહી હતી "સાંભળ....! તું આટલો બધો ખર્ચો નાં કર.....!"

"તું બંધથાને....!" લાવણ્યા તેનો હાથ છોડાવતી ધીરેથી બોલી "છોડ....! તું બધાની વચ્ચે મને એમ્બેરેસ કરી રહ્યો છે...!"

"મે'મ .....! પેમેન્ટ કાઉન્ટર પર આવી જાઓને...." તે સેલ્સગર્લ હવે SEIKOની વૉચ અને તેનું બોક્સ લઈને ચાલવા લાગી.

લાવણ્યા છેવટે તેનો હાથ છોડવી પેમેન્ટ કાઉન્ટર તરફ ઉતાવળે ચાલવા લાગી. વિશાલ તેની પાછળ-પાછળ ચાલ્યો. તે લાવણ્યાને હજીપણ રોકવાનો પ્રયન્ત કરી રહ્યો હતો. લાવણ્યાએ તેને ઇગનોર કર્યો અને પેમેન્ટ કાઉન્ટર ઉપર પહોંચીને ઊભી રહી ગઈ.

"મેડમ....! કેશ કે કાર્ડ....!?" પેમેન્ટ કાઉન્ટરે કોમ્પુટર ઉપર બેઠેલાં યુવાને લાવણ્યાને બિલ બનાવતાં પૂછ્યું.

"કાર્ડ.....! ડેબિટ કાર્ડ....!" લાવણ્યા ઉત્સાહથી થનગનતી બોલી "ડેબિટ ચાલશેને .....!?"

"હાં મેડમ....!"

લાવણ્યાએ તેનાં યેલ્લો પર્સમાંથી તેનું ડેબિટ કાર્ડ કાઢીને તે યુવાનને આપ્યું. વિશાલ નારાજ અને ચિંતાતુર નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો. લાવણ્યાએ બોક્સમાં રહેલી વૉચને ધ્યાનથી જોઈ લીધી. તેનું વોરંટી કાર્ડ વગેરે બધુ બરાબર ચેક કરીને લાવણ્યાએ વૉચને તેનાં પ્લાસ્ટિકનાં મજબૂત મોટાં બોક્સમાં મૂકીને કાઉન્ટર ઉપર પાછી આપી. પેમેન્ટવાળા યુવાનની જોડે ઊભેલી સેલ્સ ગર્લે વૉચનાં બોક્સને ગિફ્ટ પેક કરવા લાગ્યું.

યુવાને લાવણ્યાનું ડેબિટ કાર્ડ POS મશીનમાં ઘસીને લાવણ્યા સામે મશીન ધર્યું. લાવણ્યાએ પિન નંબર નાંખ્યો. બીજી-ત્રીજી સેકંન્ડે લાવણ્યાનાં અકાઉંટમાં વૉચની રકમ કપાયાનો મેસેજ તેનાં મોબાઇલ ઉપર આવી ગયો. યુવાને લાવણ્યાનું કાર્ડ પાછું આપ્યું. લાવણ્યાએ કાર્ડ પાછું પર્સમાં મૂક્યું.

"મેડમ ....! એમની માટે શું મેસેજ લખું ગિફ્ટ કાર્ડ ઉપર...!?" સેલ્સ ગર્લે ગિફ્ટ પેક કરેલાં બોક્સનાં રેપર ઉપર લગાવેલા ગ્રીટિંગ કાર્ડ ઉપર રેડકલરની પેન ધરતાં ટીખળભર્યા સ્વરમાં પૂછ્યું "ડિયર મિસ્ટર "હો...ટ" એવું ચાલશે...?"

"નાં....!" સેલ્સ ગર્લે જેરીતે કહ્યું તેથી લાવણ્યા તેની ઉપર ચિડાઈ "હું લખીશ.....!" લાવણ્યાએ પેન અને બોક્સ સેલ્સગર્લનાં હાથમાંથી ઝૂંટવી લીધી અને પોતે સિદ્ધાર્થ માટે મેસેજ લખવાં માંડી. લાવણ્યાની એક પઝેસિવ પ્રેમિકા જેવી વર્તણુંક જોઈને ત્યાં હાજર બધાં મલકી રહ્યાં હતાં. વિશાલ પણ નારાજ હોવાં છતાં પરાણે પોતાનું હસવું દબાવી રહ્યો.

"To...Dear Sid.....!" લાવણ્યા કાર્ડ ઉપર મેસેજ લખતી-લખતી બાબડવા લાગી. થોડુક વિચારી લાવણ્યાએ ફરીવાર કાર્ડ ઉપર પેન ફેરવી મરોડદાર Englishમાં લખવાં માંડ્યુ.

"With lots of love.......!" લાવણ્યાએ નાનકડો મેસેજ લખ્યો

"from "LOVE"" લાવણ્યએ "from" તરીકે પોતનું આખું નામ લખવાની જગ્યાએ સિદ્ધાર્થે તેને આપેલું પેટ નેમ "Love" લખ્યું.

વિશાલ લાવણ્યાના ચેહરા ઉપર તરવરી રહેલાં ઉત્સાહને જોઈ રહ્યો. લાવણ્યા અત્યંત લાગણી અને પ્રેમથી સિદ્ધાર્થ માટે વૉચ ખરીદી હતી.

"Love....!?" કાઉન્ટરે ઊભેલી બંને સેલ્સ ગર્લે ટીખળ ભર્યું સ્મિત કરતાં પૂછ્યું.

"હાં....! એ મને "લવ" કહીને બોલાવે છે...!" લાવણ્યાએ ઘમંડ સાથે કહ્યું. બધાં હસી પડ્યાં.

"થેન્ક યુ મેડમ...!" શૉરૂમનાં નામ અને વૉચની બ્રાન્ડનાં લોગોવાળી એક મોટી કાગળની બેગમાં વૉચનું ગિફ્ટ પેક કરેલું બોક્સ અને તેનું બિલ મૂકીને તે સેલ્સગર્લે બેગ લાવણ્યાને આપી. તે સેલ્સગર્લ હજીપણ મલકી રહી હતી.

વૉચ ખરીદીને બંને શૉરૂમમાંથી બહાર નીકળ્યા અને પાર્ક કરેલી એક્ટિવા પાસે જવાં લાગ્યાં. લાવણ્યાએ કરેલાં અઢળક ખર્ચાથી નારાજ થયેલો વિશાલ ઉતાવળા પગલે આગળ ચાલી રહ્યો હતો.

"વિશાલ....! વિશાલ....!" લાવણ્યા વિશાલની પાછળ-પાછળ વૉચની બેગ લઈને ઉતાવળા પગલે આવી રહી હતી અને તેને મનાવવાનો પ્રયત્ન કરી રહી હતી.

"ઊભોતો રે'......! કેમ આવું કરે છે...!?વિશાલ.."

"તો કેવું કરું...!?" આકળાયેલો વિશાલ છેવટે એક્ટિવા પાસે ઊભો રહ્યો અને જોરથી બરાડી ઉઠ્યો "આખા ત્રીસ હજાર રૂપિયાનું આંધણ કરી નાંખ્યું તે....! પાગલ થઈ ગઈ છે તું ....! દેવાળું ફૂંકવાં બેઠીછે તું એની પાછળ...!"

"તું સિદ્ધાર્થ વિષે આવું કેમ બોલે છે....!?" વિશાલનો ગુસ્સો જોઈને લાવણ્યા રડી પડી અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં "મને નહોતી ખબર કે તું એનાથી આટલું બધુ જલતો હોઈશ કે મને આરીતે બધાની વચ્ચે ધમકાવીશ....!" લાવણ્યાએ હવે નાનાં બાળકની જેમ રડતાં-રડતાં કાલાં સ્વરમાં કહ્યું.

"અરે હું જલતો નથી બાપાં...!" વિશાલ હજીપણ એજરીતે બોલી રહ્યો હતો "પણ તારે આટલાં બધાં પૈસાં ખરચવાની શું જરૂર હતી....!?"

"તું મારી ફીલિંગ કેમ નથી સમજતો....!?" લાવણ્યા ફરીવાર બાળક જેવાં સ્વરમાં બોલી. તે હવે ડૂસકાં લેવાં માંડી. તેનાં ધબકારા વધી જતાં તેનાં માથે પરસેવો વળવા લાગ્યો.

"મ....મારે ક્યાં એને ર....રોજરોજ ગિફ્ટ આપવાની છે....!" ડૂસકાં આવતાં લાવણ્યા માંડ માંડ બોલી "પ....પે'લ્લી અને છેલ્લીવારજ તો ગિફ્ટ આપવી છે....!અને...અને વૉચ મોંઘી હશે તો ...તોજ એ કાયમ એની જોડે રાખશે....! સસ્તી વૉચ જલ્દી બગડી જાય...! એ પછી એ શું કરશે એવી બગડેલી વૉચનું.....!?"

વિશાલ કઇંપણ બોલ્યાં વગર નારાજ થઈને આડું જોઈ રહ્યો.

"આમ જો....! મારી સામે...!" લાવણ્યાએ વિશાલનો હાથ તેનાં હાથમાં લીધો અને વિશાલનો ચેહરો તેની તરફ ફેરવ્યો "હું સિદ્ધાર્થને ખુશ કરવાં માટેજ તો પૈસાં બચાવતી'તી....! જો વૉચ ના લીધી હોત તો ...તો હું ચણિયાચોલી લેત....! પણ હું એને ખુશ કરવાં પૈસાંતો ખરચવાનીજ હતી...!"

વિશાલના ચેહરા ઉપર હજીપણ નારાજગીના ભાવ હતાં. ડૂસકાં ભરતી-ભરતી લાવણ્યા તેની સામે થોડીવાર જોઈ રહી.

"મેં ...મેં ...બહુ દિલથી એનાં માટે વૉચ લીધી છે વિશાલ.....!" લાવણ્યા ફરીવાર રડી અને ડૂસકાં ભરવાં લાગી "તું આવીરીતે બોલી-બોલીને ....મારું મન ના ભાંગ ...! પ્લીઝ....!"

વિશાલે હવે લાવણ્યા સામે જોયું. લાવણ્યા નાનાં બાળકની જેમ ધ્રુજી રહી હતી. તે દયામણું મોઢું કરીને વિશાલ સામે જોઈ રહી હતી અને ડૂસકાં લઈ રહી હતી. તેણે વૉચની બેગ પોતાનાં હાથમાં કચકચાવીને દબાવી રાખી હતી.

"તે બેગ આવીરીતે કેમ પકડી રાખી છે....!?" વિશાલે પૂછ્યું.

"તું ....! તું કેટલો ગુસ્સામાં છે....!" લાવણ્યા હવે માંડમાંડ બોલી રહી હતી "તું ક્યાંક બેગ લઈને વૉચ પાછી આપીદે તો...!? કે ...કે પછી ગુસ્સામાં આવીને વૉચ તોડી નાંખેતો...!?"

વિશાલને હવે લાવણ્યાની વર્તણુંક કઇંક વિચિત્ર લાગી. તે સાવ નાનાં બાળક જેવાં સ્વરમાં બોલી રહી હતી. અને વિશાલના ગુસ્સાના લીધે તે એટલી ડરી ગઈ હતી કે તેનાં ધબકારા વધી ગયાં હતાં અને તેનાં કપાળે પરસેવો બાઝી ગયો હતો.

"પ્લીઝ વિશાલ...! મારી ફીલિંગને તો સમજ...! મોંઘી વૉચ હોય તો એ કાયમ સાચવી રાખે....! અને ...અને મોંઘી વૉચથી કદાચ એને મારી ફીલિંગ પણ સમજાય...."

"સારું.....ચાલ હવે....!" વિશાલ આખરે ઠંડો પડ્યો અને લાવણ્યાને શાંત કરવાં તેની તરફ હાથ આગળ વધાર્યો.

"ના...!" વિશાલ વૉચની બેગ લેવાં માંગે છે એમ માની લાવણ્યાએ ડરી ગઈ અને વૉચની બેગ તેણે તરતજ પોતાની પાછળ સંતાડવા લાગી "હું નઇ આપું...!"

"અરે...!શું થઈ ગયું છે તને...! તું કેમ આરીતે સાવ નાનાં બાળકો જેવુ બિહેવ કરે છે....!?" વિશાલને હવે ચિંતા થવાં લાગી "હું ઘરે જવાની વાત કરું છું...!"

"તો...તો તું હવે ગુસ્સો તો નહીં કરેને....!?"

"ના બાબા....!આમ આવ...!" વિશાલે હવે પ્રેમથી લાવણ્યાને આલિંગન આપવા લાગ્યું અને તેની પીઠ પાસવારવા લાગ્યો "સોરી....! સોરી...! બસ....!"

લાવણ્યાને માંડ-માંડ શાંત કરીને વિશાલે છેવટે તેને મનાવી અને એક્ટિવા ઉપર બેસાડી.

"હું તને ઘરે ઉતારી દઉં છું...!" વિશાલ બોલ્યો અને એક્ટિવાને ચલાવીને મુખ્ય રસ્તા ઉપર લીધી.

"ખેતલાપા નથી જવું...!?" લાવણ્યા બોલી.

"સાડા નવ થયા.....! હવે શું કરવાં ખેતલાપા જવું છે....!?" એક્ટિવા ચલાવતાં-ચલાવતાં સહેજ ત્રાંસુ જોઈને વિશાલ બોલ્યો.

"તારું બાઇક ત્યાં પડ્યું છે....! ભૂલી ગયો....!?"

"અરે હા નઈ....!"

----

"નેહાના દેખતાં ગિફ્ટના આપતી...!" તેની બાઇક ઉપર બેસીને એક્સિલેટર આપતાં વિશાલ બોલ્યો.

ખેતલપા પહોંચીને લાવણ્યાએ ગિફ્ટની બેગ સાચવીને એક્ટિવાની ડેકીમાં મૂકી.

"હા....! ખબર છે...! એ બસ બહાનું ગોતતી હોય છે ઝઘડો કરી સિદ્ધાર્થને ટોર્ચર કરવાનો....!" ડેકી બંધ કરી લાવણ્યા એક્ટિવા ઉપર બેઠી.

"ચણિયાચોલી તો રહી ગઈ....!" વિશાલે ઢીલાં મોઢે યાદ કરાવતાં કહ્યું.

"કાલે જઈશું....!" લાવણ્યાએ એક્ટિવાનો સેલ માર્યો "હું આવતીકાલે સિદ્ધાર્થને વાત-વાતમાં પૂછી પણ લઇશ કે એને કેવી ચણિયાચોલી ગમે....!"

"ok.....!" વિશાલ બોલ્યો.

"bye....! ચલ...!" લાવણ્યાએ કહ્યું અને એક્ટિવાને રેસ આપી. વિશાલે પણ કીધું. બંનેએ પોત-પોતાના ઘરની દિશામાં સાધન મારી મૂક્યું.

-----

લાવણ્યાનો ઉત્સાહ નહોતો સમાતો. ઘરે આવીને ફ્રેશ થઈને તે વૉચનું ગિફ્ટ પેક કરેલું બોક્સ લઈને બેડ ઉપર બેઠી. થોડીવાર ખુશ થઈને બોક્સ સામે જોઈ રહીને તેણે સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

"હા.... બોલને લવ....!" સિદ્ધાર્થે ફોન ઉપાડીને કહ્યું.

"ઓયે હોયે....!" લાવણ્યા ખુશ થઈ ગઈ "શું કરે છે..!?"

"હાલજ જમ્યો.....!" સિદ્ધાર્થ બોલ્યો.

"તો ફોન કેમ ના કર્યો....!?"

"અરે બસ કરવાનોજ હતો લવ....!"

"તું આ રીતે "લવ-લવ" ના બોલ ....!" લાવણ્યા બોલી.

"કેમ...!? તું તો કેતી'તીને કે તને ગમે છે....!?"

"હાં....! પણ જ્યારે તું જોડે નથી હોતો અને આટલું પ્રેમથી લવ કહીને બોલાવે છે તો પછી મને તને ચોંટી પડવાની ઈચ્છા થઈ જાય છે...!"

લાવણ્યાએ સિદ્ધાર્થ સાથે લગભગ ત્રણેક કલ્લાક વાત કરી. ફોન ઉપર પણ તે સિદ્ધાર્થ જોડે ફ્લર્ટ કર્યા કરતી. સિદ્ધાર્થે લાવણ્યાને પરાણે ફોન મૂકવા મનાવી.

"તું કાલે આવવાનોને..!?" ફોન મૂકતાં-મૂકતાં લાવણ્યાએ પૂછ્યું.

"હાં...!કેમ...!?"

"બસ ખાલી...! હવે નવરાત્રિ નજીક આવે છે....! એકેય દિવસ રજા ના પાડતો પ્લીઝ....!" લાવણ્યાએ વિનંતીના સૂરમાં કહ્યું.

"હાં...!સારું નહીં પાડું....!" સિદ્ધાર્થ બોલ્યો "હવે મૂકું...!?"

"અમ્મ.....! નઇ.....! ના...!"

"પ્લીઝ ......!?"

"એક કિસી આપ....!" લાવણ્યા બોલી.

"હાં...હાં....હાં...! શું તું પણ....!"

"આપને પ્લીઝ...!" લાવણ્યા બાળકની જેમ બોલી.

"પણ ફોન ઉપર કેવીરીતે...!?"

"ઉમ્મા....! આ રીતે......!"

""હાં...હાં....હાં...! ચલ હવે ....! bye.....!"

"સિદ્ધાર્થ ...! Sid....!" લાવણ્યા બોલતી રહી પણ સિદ્ધાર્થે ફોન કટ કરી નાંખ્યો. લાવણ્યાએ નિરાશ થઈને બેડ ઉપર લંબાવી દીધું. તેનું મન થઈ આવ્યું પાછો ફોન કરવાનું. પણ સિદ્ધાર્થ નારાજ થઈ જશે એ બીકે તેણે માંડી વાળ્યું. જોડે પડેલાં ગિફ્ટના બોક્સ સામે જોઈને લાવણ્યાનું મન ખુશ થઈ ગયું. તે આતુરતાંપૂર્વક સવાર પાડવાની રાહ જોઈ રહી.

******