taras premni - 20 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૨૦રજતે મેહાની ઘણી રાહ જોઈ પણ મેહા તો જાણે કે રજત પાસે આવવા નહોતી માંગતી.
રજતે મેહાને સમજાવવાની કેટલીયે કોશિશ કરી હતી. પણ મેહાએ તો જાણે ન સમજવાની જીદ પકડી લીધી હતી. મેહાને પણ એવા સાથીની તલાશ હતી જે જીંદગીભર એનો સાથ નિભાવે. પણ મેહાને ખ્યાલ આવી ગયો હતો કે પોતે જેવો સાથી શોધી રહી છે તેવો સાથી તો મળવાનો જ નથી. છતાં પણ મેહા રાહ જોતી કે ક્યારેક તો એવો સાથી મળશે.

हो गई शाम किसी के इंतजार में
ढल गई रात उसी के इंतजार में
फिर होगा सवेरा उसी के इंतजार में
इंतजार की आदत पड़ गई इंतजार में

મેહા અને RRનો કૉલેજમાં પહેલો દિવસ.
લાલ રંગનો ચૂડીદાર ડ્રેસ પહેરેલી મેહાની એન્ટ્રી થાય છે. કૉલેજમાં એન્ટર થતા જ બધા મેહાને જોઈ રહ્યા. મેહા સમય જતાં ખૂબ જ અભિમાની બની ગઈ હોય છે. મેહા સાથે નેહા, પ્રિયંકા અને મિષા હોય છે.

મેહા:- "ઑહ ગોડ આ ડ્રેસ અને દપટ્ટો સાચવવો કેટલો મુશ્કેલ છે. હું ઈરીટેડ થાઉં છું યાર..."

નેહા:- "Come on મેહા આ કપડાંમા પણ તું સુંદર લાગે છે."

પ્રિયંકા:- "પણ નેહા મેહા તો હંમેશા શોર્ટસ જ પહેરે છે. તો એને આ કપડા નહીં ફાવતા હોય."

મેહા:- "ઘરમાં એક પણ શોર્ટસ નહોતા રાખ્યા મમ્મીએ. ખબર નહિ મારા કપડાં ક્યા મૂકી દીધા. મમ્મીને હું શોર્ટસ પહેરું તે બિલકુલ પસંદ નથી. એટલે મમ્મી અને નિખિલભાઈએ મારા કપડાં કશે મૂકી દીધા હશે. આ કપડાંમાં તો હું બહેનજી ટાઈપ લાગું છું."

સુમિત:- "Hey RR પેલી બ્યુટી કોણ છે?"

રૉકી:- "અરે આ તો મેહા છે."

સુમિત:- "અરે હા આ તો મેહા છે. આજે કંઈક અલગ લુકમા છે એટલે ઓળખી ન શક્યો."

RR:- "guys મારી સામે આ અભિમાની છોકરીની વાત બિલકુલ ન કરતા. સમજ્યા?"

મિષા:- "Wow! તો કૉલેજનો સૌથી Hot યુવક ઉપર છે. RRની પાછળ તો લાખો ગર્લ્સ પડી છે."

પ્રિયંકા:- "આપણી મેહા પણ કંઈ ઓછી નથી. મેહાની પાછળ પણ લાખો યુવકો ફિદા છે."

મેહા:- "ઑ પ્લીઝ Guys મારે આ ઘમંડી RR ની વાત બિલકુલ નથી સાંભળવી. ટૉપિક ચેન્જ..."

મેહા બીજા માળે પહોંચી. RR પણ પોતાના ફ્રેન્ડસ સાથે આવતો હતો અને મેહા પણ સામેથી પોતાના ફ્રેન્ડસ સાથે આવતી હતી.

સામસામેથી પસાર થતા હતા ત્યારે ન તો મેહાએ નજર કરી કે ન તો RR એ નજર કરી. મેહા અને RR બંન્નેને ઘમંડ હતો.

કૉલેજના સીનીયર સ્ટુન્ડન્ટ હતા. તેમણે નવા આવેલાં સ્ટુન્ડન્ટસને બોલાવ્યા.

રાહુલ:- "ચાલો આ નવા સ્ટુન્ડન્ટની રેગિંગ કરવા માટે તૈયાર થઈ જાઓ."

જય:- "પણ રાહુલ પ્રિન્સિપલે અને પ્રોફેસરોએ રેગિંગ માટે સ્પષ્ટ ના પાડી છે."

રાહુલ:- "ભલે ને ના પાડી હોય. પણ આપણે કોઈનું અપમાન થાય એવું તો કંઈ કરવાના નથી. થોડી હલ્કી ફૂલ્કી રેગિંગ તો કરી જ શકીએ ને?"

જય:- "ઑકે..."

રાહુલે બધાને ઉદ્દેશીને કહ્યું "તમને એક એક ટાસ્ક આપવામાં આવશે. તે તમારે કરવું જ પડશે."

રાહુલ મેહા તરફ જોઈ વિચારે છે "લાગે છે કે બહું સંસ્કારી ઘરની છે. આ યૂવતીને ટૂંકા કપડાં પહેરાવીને રેગિંગ કરાવવી જોઈએ."

રાહુલ મેહાને જોઈ કહે છે "hey you... તું અહીં આવ..."

મેહા:- "How dare you? તારી હિંમત જ કેમ થઈ મને ઓર્ડર આપવાની."

રાહુલ:- "કેમ તું કોઈ રાજકુમારી છે. હવે તારે શોર્ટ કપડાં પહેરવાના અને ડાન્સ પણ કરવાનો સમજી?"

નેહાએ ધીમેથી કહ્યું "આ બેવકૂફ લોકોને ખબર જ નથી. મેહા તો પહેલેથી જ શોર્ટસ પહેરે છે. અને ડાન્સમાં તો મેહાનો પહેલો નંબર છે."

મેહા:- "આ લોકો સાથે એવું જ થવું જોઈએ. એ લોકોને એમ કે અમે રેગિંગ કરીએ છીએ પણ એ લોકોને ખબર નથી આપણે જ એ લોકોને બેવકૂફ બનાવીએ છીએ."

મેહા ચહેરા પર જાણી જોઈને બિચારીના ભાવ લાવે છે.

મેહા:- "સર પ્લીઝ મેં કોઈ દિવસ શોર્ટસ પહેર્યાં નથી."

રાહુલ:- "કોઈ ને કોઈ કામ જીંદગી માં પહેલી વખત તો કરવું જ પડે છે. તો આજે કરી લઈએ."

રાહુલ પોતાના સીનીયર મિત્રોને કહે છે "મેડમ માટે શોર્ટસ ડ્રેસ અને ડીજે તૈયાર છે ને?"

મેહાને કપડાં આપવામાં આવે છે. મેહા ચેન્જીંગ રૂમમાં જઈ કપડાં ચેન્જ કરીને નીચે આવે છે.

ડીજે માંથી એક Song વગાડવામાં આવે છે.

i wish u could see yourself the way i see ya
u shine just like a star mahia
cuz ur my only pyar mahia

मैने तुझ को ही दिल में बसाया
तू ही है मेरा प्यार माहिया

तूने ऐसी अदा से मुझे देखा
दिल हो गया निसार माहिया
तू ही है मेरा प्यार माहिया

तूने ऐसी अदा से मुझे देखा
दिल हो गया निसार माहिया
तू ही है मेरा प्यार माहिया

why dont u tell me mahi
ma mind at ease
how do u wish to see the loyalty in me

अपनी वफ़ा का इकरार क्या करूं
मर जाऊँ तुझ को जो दिल से जुदा करूँ

तूने ऐसी अदा से मुझे देखा
दिल हो गया निसार माहिया
तू ही है मेरा प्यार माहिया

mahia u r i set ma soul on fire
i felt just like a rose mahia
when i was in ur arms mahia

i cant imagine like without u where i'd be
i'm ur lady i'll go wherever u take me

तेरे बग़ैर जीने कि ख्वाहिश नहीं
मैं तेरे साथ हूँ ले चल मुझ को कहीं

तूने ऐसी अदा से मुझे देखा
दिल हो गया निसार माहिया
तू ही है मेरा प्यार माहिया

મેહાનો ડાન્સ જોઈ બધા દંગ જ રહી ગયા.

ડાન્સ કરી મેહા સીધી જ રાહુલ પાસે આવે છે અને રાહુલને કહે છે "Thank you...મને આમ પણ ચૂડીદાર,સારીસ, લહેંગા ચોલી વગેરે વગેરે પસંદ નથી. અને આ શોર્ટસ મારા માટે બિલકુલ પરફેક્ટ છે. Hi i am Meha and you?"

મેહાને ડાન્સ કરતા જોઈ રાહુલને ખ્યાલ આવી ગયો હતો કે પોતાને મેહા ઉલ્લું બનાવી ગઈ છે. પણ જે રીતે મેહાએ પોતાની પાસે આવી હાથ મિલાવી વાત કરી તે રાહુલને ગમ્યું. રાહુલને તો એની સુંદરતા અને ડાન્સ કરવાની અદા પસંદ પડી ગઈ. એટલે એણે પણ મેહા સાથે હાથ મિલાવતા કહ્યું "I am Rahul."

હવે રાહુલની નજર RR પર જાય છે.

રાહુલ:- "તારે કૉલેજના ગેટની અંદર અત્યારે જે પણ કોઈ આવે તેના માટે તારે Song ગાવાનું."

મ્યુઝિકની વ્યવસ્થા હોય જ છે.

એક વ્હાઈટ ટોપ,મરૂન રંગનો ચૂડીદાર અને મરૂન રંગની બાંધણી વાળો દપટ્ટા વાળી સુંદર યુવતી પ્રવેશે છે.

RR તો એ યુવતીના સાદગી ભર્યાં રૂપને નિહાળતો રહ્યો. મેહા RR ના ચહેરા પરના ભાવને જોઈ રહી.
મેહા સમજી ગઈ કે RR ના મનમાં શું છે તે. કંઈક ન સમજાય તેવી વેદના મેહાને થઈ.

RR તો ગાવાનું શરૂ કરી દે છે. જેવું Song ગાવાનું શરૂ કરે છે તેવી જ એ યુવતી શરમ અને સંકોચને લીધે ત્યાં જ ઉભી રહે છે.

इश्क जैसे है एक आंधी, इश्क़ है एक तूफाँ
इश्क़ के आगे बेबस है, दुनिया में हर इन्साँ
इश्क़ में सब दीवाने हैं, इश्क़ में सब हैराँ
इश्क़ में सब कुछ मुश्किल है, इश्क़ में सब आसाँ
देखो प्यारे ये नज़ारे, ये दीवाने ये परवाने
हैं इश्क़ में कैसे गुम

हाय तुमसे मिलके दिल का है जो हाल क्या कहें
हो गया है कैसा ये कमाल क्या कहें
तुमसे मिलके दिल का है जो हाल क्या कहें
हो गया है कैसा ये कमाल क्या कहें

RRએ એ યુવતીની આસપાસ ફરતાં ફરતાં Song ગાયું.

બધાને RR નું ગાવાનું ખૂબ ગમ્યું.

રાહુલ પેલી યુવતીને બોલાવે છે અને કહે છે "શું નામ છે તારું?"

પેલી યુવતીએ ગભરાતા ગભરાતા કહ્યું "પ્રાચી..."

રાહુલ:- "હવે હું તને એક ટાસ્ક આપીશ. તે તારે પૂરો કરવાનો છે. પણ ખરેખર તો તારે કંઈ જ કરવાનું નથી."

રાહુલે RR તરફ જોઈને કહ્યું "તારે પ્રાચીને કિસ કરવાની છે."

પ્રાચી તો આ સાંભળીને ગભરાઈને સંકોચાઈ ગઈ.

RR:- "પણ સર એ થોડી શર્મિલી ટાઈપ છે."

રાહુલ:- "તને શું વાંધો છે? તું મજા કરને. કિસ કરવાનો આટલો સરસ અવસર તને કોઈ નહીં આપે."

RR વિચાર કરતો થઈ ગયો.

રાહુલ:- "ઉભો ઉભો શું વિચારે છે? જલ્દી કર."

નેહા:- "કાશ પ્રાચીની જગ્યાએ હું ત્યાં ઉભી હોત અને RR મને કિસ કરવા આવે."

મિષા:- "પ્રાચી લકી ગર્લ છે."

મેહા:- "તમે બંન્ને મારા ફ્રેન્ડસ છો કે RR ના."

RR પ્રાચીને કિસ કરશે એટલે બધા તો મોબાઈલ કાઢીને વીડીયો બનાવવા માટે પણ તૈયાર થઈ ગયા.

RR પ્રાચી તરફ આગળ વધ્યો. પ્રાચી તો શરમને લીધે પાણી પાણી થઈ ગઈ અને લજામણીના છોડની જેમ સંકોચાઈ ગઈ હતી.

મેહાનું દિલ પણ બેચેન થઈ ગયું. મેહાને ખુદને પણ સમજ ન પડી કે પોતાનું દિલ કેમ બેચેન થઈ રહ્યું છે.

કૉલેજમાં ટાંકણી પડે તોયે અવાજ આવે એવો સોંપો પડી ગયો હતો. બધાની નજર RR અને પ્રાચી પર હતી.

RR આગળ વધ્યો. પ્રાચીના દિલની ધડકન વધી ગઈ.
RR એ પ્રાચીના ચહેરાને બંન્ને હાથથી પકડ્યો અને કપાળ પર કિસ કરી.

પ્રાચી પણ RR ને આશ્ચર્યથી જોઈ રહી.

બધાને RR પર માન થયું.

રાહુલે પણ મનોમન RR ના વખાણ કર્યા.

બધા પોતપોતાના ક્લાસમાં બેઠા.

મેહા એના મિત્રો જોડે ક્લાસમાં દાખલ થાય છે.

મેહા:- "RR પણ આ જ ક્લાસમાં...Thank God કે RR ની પેલી ચિપકુ ફ્રેન્ડ તનીષા અને તન્વી આ કૉલેજમાં નથી."

મેહા આવું કહે છે એટલામાં જ તનીષા અને તન્વીની એન્ટ્રી થાય છે.

મેહા:- "શૈતાન કા નામ લિયા ઔર શેતાન હાજીર..."

Hi handsome એમ કહેતી તનીષા RR ની પાસે જઈને બેસી ગઈ.

પ્રાચી પણ ક્લાસમાં આવી. પ્રાચીએ RR તરફ જોયું. RR એ સ્માઈલ આપી. પ્રાચીએ પણ સ્માઈલ આપી.

મેહા અને તનીષા બંન્નેએ આ વાતની નોંધ લીધી.

પ્રાચી દરેક છોકરીને ફ્રેન્ડ બનાવવાની કોશિશ કરતી હતી પણ બધા જ એવું વિચારતા કે આ બહેનજી સાથે કોણ દોસ્તી કરે. છેલ્લે પ્રાચી મેહા પાસે ગઈ.

પ્રાચી:- "Hi મારું નામ પ્રાચી છે."

મેહા:- "મારું નામ મેહા. કોઈ તારી સાથે દોસ્તી ન કરે તો કંઈ નહીં. અમે છીએ તારી સાથે.તું અમારી સાથે રહી શકે છે."

બપોરે બધા કેન્ટીનમા નાસ્તો કરી રહ્યા હતા.

નેહા:- "અરે આ તો પેલા કપલ છે ને...કેતકી અને તરુણ...આપણી જ સ્કૂલમાં હતા."

પ્રિયંકા:- "હા કેટલી સરસ જોડી છે. કેતકીને તો એનો ડ્રીમબોય મળી ગયો. મિષા તને કોઈ મળ્યું કે નહીં."

"મળ્યું નથી પણ મળી જશે. અને એ કેવો હશે ખબર છે? Loving and caring..." મિષાએ રૉકી તરફ નજર કરતા કહ્યું.

નેહા:- "તને કેવો જોઈએ છે મેહા..."

મેહા:- "મારો dream boy પ્રભાસ અને શાહિદ કપૂર જેવો હેન્ડસમ...સિધ્ધાર્થ મલ્હોત્રા અને મહેશબાબુ જેવો મેચ્યોર એટલે કે સમજદાર...અલ્લુ અર્જુન અને રણબીર સિંહ જેવો સ્ટાઈલિશ..."

RR:- "આવો dream boy ત્યારે જ મળે જ્યારે માધુરી દિક્ષિત અને અનુષ્કા શેટ્ટી જેવી સુંદરતા...
આલિયા ભટ્ટ અને સમંથા જેવી ક્યૂટનેસ અને દિપીકા અને અનુષ્કા શર્મા જેવી સ્માર્ટનેસ હોય...અને તારામાં તો એવા એકેય ગુણ નથી."

મેહા:- "ઑ હેલો તારે વચ્ચે બોલવાની જરૂર નથી.અમે અમારી રીતે વાત કરીએ છીએ સમજ્યો?"

RR:- "તો વાતો કરો ને કોણ ના પાડે છે. પણ તમે વાતો નથી કરી રહ્યા...ઢંઢેરો પીટી રહ્યા છો."

મેહા:- "Just shut up..."

RR:- "કેન્ટીનમા બધાની વચ્ચે બોલીને શું સાબિત કરવા માંગે છે કે તું આ કૉલેજની હિરોઈન છે.
તું ચૂપ રહે સમજી...?"

મેહા:- "મારે તારી સાથે ઝઘડો કરીને મારું મૂડ નથી બગાડવું સમજ્યો? Let's go guys..."

દરરોજ દરરોજના મમ્મી પપ્પાના ઝઘડાં તથા શ્રેયસ અને રજતના વિશ્વાસઘાતના લીધે મેહા મેન્ટલી ડીસ્ટર્બ રહેવા લાગી હતી. મેહા ઘરે ઓછું અને બહાર વધારે રહેતી. મેન્ટલી ડીસ્ટર્બમાથી બહાર નીકળવા માટે મેહા ધીરે ધીરે નવા યુવકો સાથે ફ્રેન્ડશીપ કરવા લાગી. મેહાએ વિચાર્યું કે પોતે યુવકો સાથે હળશે મળશે તો કદાચ બધુ ભૂલી શકે.
મેહાએ વિચાર્યું કે શું ખબર કે નવા નવા યુવકો સાથે ફ્રેન્ડશીપ કરતા કરતા પોતાના સપનાનો રાજકુમાર મળી જાય. એક યુવક મેહાને કેટલાંય દિવસથી ડીનર માટે પૂછી રહ્યો હતો. મેહાએ તે યુવક સાથે ડીનર પર જવાનું નક્કી કર્યું.

કૉલેજ છૂટ્યા પછી મેહા એક યુવક સાથે વાત કરી રહી હતી. મેહા એ યુવક સાથે વાત કરતા કરતા બાઈક પર બેસી ગઈ. RR પણ પોતાની બાઈક પર બેઠા બેઠા એના મિત્રો જોડે ગપ્પા મારી રહ્યો હતો.
RRની નજર મેહા અને પેલા યુવક પર જાય છે.

RR:- "મેહા ક્યાં જાય છે?"

મેહા:- "હું જ્યાં જાઉં ત્યાં તારે શું મતલબ છે?"

RR:- "મેહા મતલબ તો છે."

"Listen RR તું છે ને તારા કામથી કામ રાખ Ok? મારી લાઈફમાં દખલગીરી કરવાની જરૂર નથી." આટલું કહી મેહા પેલાં યુવક સાથે બાઈક પર બેસી નીકળી જાય છે. મેહા એ યુવક સાથે ડીનર પર ગઈ. એ યુવકના વર્તન પરથી મેહાને ખ્યાલ આવી ગયો હતો કે આના ઈરાદા સારા નથી. મને કેવી ગંદી નજરે જોઈ રહ્યો હતો. મેહાને RR યાદ આવી ગયો. તે દિવસે મારા ઘરે આવ્યો હતો તો એણે કેવી નજર ઝૂકાવી લીધી હતી. મેં શોર્ટ કપડાં પહેર્યાં હતા તો એને બિલકુલ નહોતું ગમ્યું. પરંતુ RR ની બેગમાંથી બોટલ પડી હતી તેનું શું? નહીં નહીં RR પર વિશ્વાસ કરવા જેવો નથી. RRએ મારી સાથે જે કર્યું છે તેનો બદલો તો હું લઈને જ રહીશ. એ યુવક મેહાને પોતાના ઘરે બોલાવી રહ્યો હતો. મેહાને તેના ઈરાદાનો ખ્યાલ આવી ગયો હતો. મેહા ડીનર કરી કોઈને કોઈ બહાનું બનાવી તે યુવકને Bye કહી નીકળી આવી.

બીજા દિવસે કૉલેજમાં મેહા ક્લાસમાં એના ફ્રેન્ડ સાથે મજાક મસ્તી કરી રહી હતી. RR પણ એના ફ્રેન્ડ સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. પ્રાચી ક્લાસમાં આવે છે. RR અને પ્રાચીની નજર મળે છે. RR સ્માઈલ આપે છે પ્રાચી પણ હળવું સ્મિત આપે છે.

પ્રાચી RR પાસે જાય છે અને કહે છે "કાલ માટે Thank you."

RR:- "It's ok Thank you કહેવાની જરૂર નથી.
Hi મારું નામ રજત રઘુવંશી."

પ્રાચી:- "મારું નામ પ્રાચી."

પ્રાચી પોતાની જગ્યા પર બેસી જાય છે.

મેહા RR અને પ્રાચીને નોટીસ કરે છે.

કેન્ટીનમા પણ પ્રાચી અને રજત એકબીજાને સ્માઈલ આપે છે. મેહાએ આ વાતની પણ નોંધ લીધી.
મેહા ઘરે જઈને પણ રજત અને પ્રાચી વિશે વિચારે છે. મેહા મનોમન જ કહે છે "પ્રાચી અને રજત બંન્ને વચ્ચે કંઈક તો છે. પણ મારે શું કરવા વચ્ચે પડવું? એ બે વચ્ચે જે હોય તે મારે શું લેવા દેવા? રજતને લીધે મારું સ્વમાન ઘવાયું છે. રજત સાથે તો હું બદલો લઈને જ રહીશ. RR ને પોતે પરફેક્ટ યુવક સમજતી હતી. પણ મિસ્ટર પરફેક્ટ તો દગાબાજ નીકળ્યો. મેહાને હવે ખ્યાલ આવ્યો કે કોઈપણ છોકરીને પરફેક્ટ છોકરો નથી જોઈતો. છોકરીઓને તો એવો છોકરો જોઈએ છે જે એને પ્રેમ કરે,એની કાળજી રાખે અને રીસપેક્ટ કરે પણ રજતે તો મારા માનસન્માને ચૂર ચૂર કરી નાંખ્યો.

રજત ઘરે જઈ મેહા વિશે વિચારી રહ્યો હતો. ખબર નહીં મેહાને શું થઈ ગયું છે? મેહા તો મારી સાથે એવી રીતના વર્તે છે કે જાણે એની લાઈફ મારે લીધે બરબાદ થઈ. મેહાને કેવી રીતના સમજાઉ કે હું એને હંમેશાં ખુશ જોવા માગું છું. એના જીવનમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો મારો વાંક કાઢે છે. એના શબ્દો મને કેટલાં ખૂંચે છે.

ઘણી તકલીફ આપે છે એ ઘાવ
જે લોકો આપણને વગર વાંકે આપી જાય છે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED