Sky Has No Limit - 21 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 21

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-21
મલ્લિકા આજે મોડી ઉઠી. મોહીતતો માંડ ઉઠીને.. હેંગઓવર હતો છતાં તૈયાર થઇને ઓફીસ જતો રહ્યો. આજથી ઘરમાં બધીજ ફેકલ્ટી કામ પર આવી ગઇ હતી. ઘરમાં સરવન્ટ, કૂક, હાઉસકીપીંગ, ગાર્ડનર, ડ્રાઇવર બધાએ આજથી ડ્યુટી ચાલુ કરી દીધી હતી. મોહીત ડ્રાઇવરને લઇને જ આજે ઓફીસ જવા નીકળી ગયો હતો એને રીલેક્ષ ફીલ થઇ રહ્યું હતું... થોડો મૂડ વિનાનો જ ઓફીસ પહોંચી ગયો હતો.
મલ્લિકાને ગુજરાતી કુક મીતાબહેન સાથે બધી વાત થઇ હતી મીતાબહેન આવીને કીચન-સ્ટોર બધું જોઇ લીધેલું ગુજરાતી હતાં એટલે એ પ્રમાણે ખાવાપીવાની વસ્તુઓ-કરીયાણુ-તેલ બધુ ચેક થઇ ગયું હતું. મલ્લિકાને ગરમા ગરમ પૌઆ બનાવી આપેલા ખૂબ જ સ્વાદીષ્ટ થયાં હતાં એટલે મલ્લિકા ખુશ થઇ ગઇ હતી પણ એણે ઘરની બાબતમાં કે કોઇ વાતે વચ્ચે બોલવા અને ઇન્ટરફીયર થવા માટે ચેતવણી આપી હતી કે તમારી ક્યાંય પંચાત ના જોઇએ.. મીતાબહેન એકજ ચેતવણીમાં સમજી ગયેલાં કે આમાં પડવા જેવું નથી આ વાઘણ જેવી છે.
મલ્લિકાને જોસેફ, હાઉસકીપીંગ વાળી મેરી ગમેલાં કે આ અસલ અમેરીકન સારાં છે કામથી કામ -સીક્યુરીટી વાળો માર્ટીન સોલ્જર જેવો છે કામ સિવાય વાત નહીં.. આ ગાર્ડનર કોલ્સ-દેશીકલલુ એની નજર સારી નથી... ડ્રાઇવર બોબ ખબર નથી એ મોહીત કહેશે કેવો છે ?
એણે ગાર્ડનમાં હીંચકા પર બેસે પૌઆંનો નાસ્તો કર્યો અને કોફીનો ઘૂંટ લીધો અને એનો મોબાઇલ રણક્યો એને અત્યારે મોબાઇલ ઉઠાવવાનો પણ કંટાળો આવી રહેલો એણે મોબાઇલ તરફ જોયાં કર્યું મોહીત અત્યારે કરે નહીં ઇન્ડીયાથી ફોન અત્યારે આવે નહીં કોણ હશે ?
મલ્લિકાએ કંટાળા સાથે ફોન ઉઠાવ્યો એણે જોયું તો સોનીયાનો ફોન હતો ન્યુજર્સીથી.. એણે કીધું હાય સોનીયા,, સોનીયાએ કહ્યું "એય મલ્લિકા શું વાત છે તું તો ન્યુયોર્ક જઇને ભૂલી જ ગઇ.. પણ મને તો તારી પાર્ટી જ હજી યાદ છે એટલી તાજી યાદો છે કે જાણે હમણાં જ તારી પાર્ટીમાંથી ઘરે પાછી આવી એવું જ લાગે છે શું ગ્રાંડ પાર્ટી હતી. મલ્લિકા સાચે જ ખૂબ મીઠી મેમરી છે.. એમાંય તારો ડ્રેસ વાહ... વાહ... મલ્લિકા સાચેજ “મલ્લિકા એ હીંદ” લાગતી હતી યુ આર સો બ્યુટીફુલ ડાર્લીંગ કેમ છે ? શીફ્ટ થયાં પછી સેટ થઇ ગઇ ?
સોનીયાએ ફોન લગાવી પહેલેથી જ જાણે મલ્લિકાની ચાંપલૂસી ચાલુ કરી હતી અને મલ્લિકા ફુલી સમાતી નહોતી એની સુંદરતા અને ડ્રેસનાં વખાણ કર્યા એતો બે વેંત અધ્ધર જ થઇ ગઇ... એને ચાપલૂસી ખૂબ ગમતી હતી.
મલ્લિકાએ કહ્યું "એય સોનીયા થેંક્સ ડાર્લીંગ ખરેખર પાર્ટીની મજા જ કંઇક ઓર હતી તેં ખૂબ સારી કંપની આપી હતી. બસ જો શીફ્ટ થયાં પછી બધું સેટ થઇ ગયું છે. આજથી બધી ફેકલ્ટી પણ આવી ગઇ છે બે દિવસ પછી થર્સડે થી ઓફીસ જોઇન કરીશ ત્યાં સુધી ઘરમાં બધું રેગ્યુલર થઇ જાય..મોહીત તો આજે ઓફીસ પણ ગયો. બોલ બીજાં શું ખબર છે ? શું કરે છે ફાલ્ગુનભાઇ ?
સોનીયાએ કહ્યું "ઓહ ગુડ ચલ બધું સેટ થઇ જાય ફાલ્ગુન એજ યુઝવલ મજામાં જ.. અને હું ઘરે બોર થઊં છું... મારી જોબ છૂટી ગઇ છે જો કે એ પણ ટેમ્પરી જ મળી હતી એટલે હવે તું શિલ્પા બન્ને ઘરે જ છીએ..
મલ્લિકાએ કહ્યું "ઓકે મારે શિલ્પા સાથે વાત નથી થઇ હમણાં પછી મોડાં કરીશ. પણ સોનીયા તું પણ આવીજા ને અહીંયા હમણાં ઘરે છું તો મજા આવશે.
સોનીયાએ કહ્યું "યા.. પ્લાન બનાવીને કહીશ તને મારે આવવું તો છે જ તારું મસ્ત કોટેજ જોવાં.. ઓકે ટેઇક કેર મલ્લિકા... તુ તો પ્રેગનન્ટ છે એટલે તારે સાચવવું પડવાનું છે બધુ.. ચલ ફાલ્ગુનનો ફોન આવી રહ્યો છે આપણે શાંતિથી વાત કરીએ...
મલ્લિકાએ ફોન મૂક્યો.. અને હીંચકા ખાતાં પાછી વિચારમાં પડી ગઇ.. પાર્ટીમાં શું મજા હતી...વાઉ... મારો વટ પડી ગયેલો.. મારો ડ્રેસ કેટલો મોંઘો કરાવેલો મોહીત વધુ પૈસા બચાવે પણ હું તો વાપરવાની અને એશ કરવાની.. પછી એ એની મોમ સાથે થયેલી વાતોનાં વિચારમાં પડી ગઇ. પાપાની સફળતા એ મોમને આભારી છે ? મોમ બધું શું બોલી ગયેલ ? મોમ મને શું સમજાવવા માંગતી હતી ? મોમને ક્યાં ખબર છે કે હુ એનીજ દિકરી છું.. અને એનાં વિચારને ખલેલ પહોંચાડતી પાછી રીંગ આવી એણે જોયું.. મીસીસ એક્ષનો ફોન છે.
મલ્લિકાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ એણે તરતજ ફોન ઊંચક્યો અને બોલી "હું તારાં જ વિચારોમાં હતી અને તારો ફોન આવ્યો.. પણ અત્યારે કેવી રીતે ફોન કર્યો ? કામમાં બીઝી નથી ? એની વે મને ખૂબ ગમ્યું.. યસ..આઇ.. યપ.. આઇ... એય... અને એ સાંભળી રહી અને આનંદથી એનો ચહેરો ખુશખુશાલ થઇ ગયો.. એણે કહ્યું "ઓકે ડન.. બાય યુ હેવ ટુ મેનેજ એવીરીથીંગ -આઇ કાન્ટ અને હસ્તાં હસ્તાં ફોન મૂક્યો.
મલ્લિકા પછી ઘરની અંદર ગઇ અને એણે કીચનમાં નજર કરી તો મીતાબહેન રસોઇ સાંજની કરી રહેલાં.. એ આજે કંઇક વધુ જ ખુશ હતી હેંગ ઓવર ઉતરી ગયું હતું મનમાં પ્લાનીંગ ચાલુ થઇ ગયેલાં અને એનો ફોન રણક્યો એણે ફોન ઊંચક્યો.. મોહીત હતો. મોહીતે કહ્યું "બધી ફેકલ્ટી આવી ગઇ છે ? અને ખાસ તો પેલા મીતાબેહન ?
મલ્લિકાએ સડક અવાજે કહ્યું "આવી ગયાં છે. મોહીતે પૂછ્યું " રસોઇ કેવી બનાવે છે ? તેં ટેસ્ટ કર્યો ? મલ્લિકાએ હાં સરસ ટેસ્ટી બનાવે છે.
મોહીતે કહ્યું "હું ઘરે આવવા નીકળું છું તું એમને જતાં પ્હેલાં કહી દે મારાં માટે ગરમા ગરમ ગોટાં ભજીયા જે બની શકે એ બનાવે છ-હું અડધો કલાકમાં ઘરે પહોચુ છું હું જસ્ટ લીફટમાં નીચે ઉતરી રહ્યો છું.
મલ્લિકાએ કહ્યું "ઓકે.. મોહુ લવ યુ હું બનાવરાવુ છું તું આવ. તું આવીશ ત્યારે તૈયાર હશે.
મોહીત બધુ ભૂલી કહ્યું "ગાર્ડનમાં એરેન્જ કરાવજે આપણે ત્યાં બેસીશું.. અને ફોન મૂક્યો..
મોહીત ઘરે આવી ગયો. બોબે એને ડ્રોપ કરી કાર પાર્કીગમાં મૂકીને નીકળી ગયો. જોસેફ અને મેરી હજી હતાં. બંન્ને મોહીતની રાહ જોઇ રહેલાં.. મોહીતે આવીને જોસેફને કહ્યું તારી રહેવાની વ્યવસ્થા નીચે અન્ડગ્રાઉન્ડ ફલોરમાં છે અને મેરીને પૂછ્યું "તું અહીં રહેવાની કે ઘરે જવાની ? મેરીએ કહ્યું " સર હું ઘરે જવાની થોડો સમય પછી અહીં રહીશ અને બધું સંભાળી લઇશ.
મોહીતે કહ્યું "ઓકે પછી મલ્લિકાને કહ્યું એને પાછળ બેકયાર્ડમાં રૂમ છે એટેચ્ડ બાથ ઇટીસી. વતાવી દેજે જ્યારે આવે ત્યાંજ રહી શકે.. પછી એ ફ્રેશ થવાં માટે એનાં બેડરૂમમાં જતો રહ્યો.
મોહીત ફ્રેશ થઇને સીધો ગાર્ડનમાં જઇને બેઠો અને જોસેફને કહ્યું "જોસેફ-સક્રીન ગાર્ડનમાં રાખી દે હું ત્યાંથી જ બધુ જોઇશ.. એરેન્જ ઇટ ઇમીજીએટ. અને એણે મેરીને કહ્યું "મીસ મારાં માટે બીયર લાવો અને પછી એણે મલ્લિકાની સામે જોયું.
મલ્લિકાએ કહ્યું "મોહું તું તો એક જ દિવસમાં સેટ થયો લાગે...વાહ હવે સાચો મીલીયોનર લાગે છે અને આવી ફેસીલીટી અને બાદશાહી ગમે છે જે મને હવે મળી ગઇ તું પણ આવી રીતે ભોગવે મને ખૂબ ગમે.. આઇ લવ યુ મોહું.
"મોહુ બીજી વાત કે મારાંથી કાલે ખૂબ ખરાબ રીતે રીએક્ટ થયું તારી સાથે આઇ એમ સોરી જાન. માફ કર હું કંઇક બધુ જ... આઇ એમ સોરી..
મોહીત થોડીવાર એની સામે જોઇ રહ્યો પછી એણે સ્મીત આપીને કહ્યું "ઇટસ ઓકે.. જાન.
મેરી ઠંડી બીયર લાવીને મોહીતનાં ગ્લાસમાં કાઢીને આપી અને હસતી હસતી બોલી "એનીથીંગ એલ્સ સર."
મોહીતે કહ્યું " કોલ મીતાબહેન પ્લીઝ અને મેરી બોલાવવા ગઇ.. મીતાબહેનને મોહીતે કહ્યું " હેલ્લો કેમ છો મીતાબહેન ? ગરમા ગરમ ભજીયા ખવરાવો મીતાબહેને કહ્યું હમણાં જ લાવી.. મોહીતનો ફોન રણક્યો..
વધુ આવતા અંકે ---પ્રકરણ-22

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED