સ્કાય હેઝ નો લીમીટ - 22 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - 22

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-22
મોહીત ઓફીસથી આવીને સીધો ફ્રેશ થવા ગયો. બધાં સ્ટાફ ફેકલ્ટીને મળ્યો એમની સાથે વાત કરી એમની રહેવાની એરેન્જમેન્ટ બધી વ્યવસ્થા જોઇ. એ બાથ લઇને સીધો ગાર્ડનમાં ગયો અને મલ્લિકા તરફ એક નજર કરીને એણે મેરીને બહાર બીયર આપી જવા કીધું. જોસેફને ટીવી સ્ક્રીન બહાર લાવીને એરેન્જ કરવાં કીધું એણે એક મીલીયોનરની જેમ ઓર્ડર ફાડ્યા અને મલ્લિકા આ બધું જોઇને પોરસાઇ રહી હતી.
એણે મોહીતની ગઇકાલનાં વર્તન માટે માફી માંગી લીધી. મોહીતે કહ્યું "ઇટ્સ ઓકે "એમ કહી મીતાબહેનને મેરી સાથે બોલવા કીધેલું એ આવ્યા એમને કેમ છો કહીને કહ્યું મીતાબેન ગરમા ગરમ ભજીયા ખવરાવો બહુ સમય થઇ ગયો છે ભજીયા ખાધે. મીતાબહેન ખુશ થતાં કહ્યું "સર હમણાં જ લાવી અને એ કીચન તરફ ગયાં.
ત્યાંજ મોહીતનો ફોન રણક્યો એણે સ્ક્રીનમાં જોયુ તો એનો જીગરી હિમાંશુ હતો. હાય મોહીતે કેમ છે ? યાર તું તો ન્યુજર્સીથી શીફ્ટ શું થયો છે કે બધુ અહીં સૂનૂ સૂનૂ લાગે છે. મોહીત પણ એનો ફોન જોઇને ખુશ ધઇ ગયો એણે કહ્યું "અરે યાર જસ્ટ હમણાં ઓફીસથી પાછો આવ્યો છું જસ્ટ રીલેક્ષ થયો છું. આવીજાને અહીં ચાલ સાથે બીયર પીએ. એ સાથે ગરમા ગરમ ભજીયાની લહેજત છે. એક કામ કર બડી... આ આ સેટરડે સન્ડે આવી જાવ તું અને ફાલ્ગુન બંન્ને ફેમીલી આઇ મીન તમારી સ્વીટહાર્ટ સાથે અહીં સાથે રહીશું મજા કરશું એ બહાને તારાં ફેન્ડનું રોયલ કોટેજ જોવાઇ જશે. મિત્રો વિના ઐયાંશી પણ ફીકી લાગે છે... હા...હા... હા... એમ કહી હસી પડ્યો.
વાતો કરતાં કરતાં મોહીત જોઇ રહેલો કે જોસેફ સ્ક્રીન બહાર ગાર્ડનમાં ફીશ કરી રહેલો કેબલ પાછળ લઇને ઘસડતો લાવી રહેલો.. એણે હિમાંશુ ને કહ્યું એક મીનીટ ચાલુ રાખ.. પછી જોસેફને કહ્યું "એય જોસેફ.. ટેક કેર.. ફર્સ્ટ યુ હેવ ટુ શીફટ સ્ક્રીન ધેન કેબલ્સ. એરેન્જ ઇટ કેર ફુલી.. અને પછી મેરીને બૂમ પાડીને કહ્યું "મેરી હેલ્પ જોસેફ.. પછી શુધ્ધ ગુજરાતીમાં ભાંડી.. સાલો ગમાર.. સ્ક્રીન અને બધું બગાડશે...
પછી ફોનમાં હિમાંશુ કહ્યું "શું વિચારે છે ? આવે છે ? યાર નવું નવું છે સ્ટાફને સમજાવવુ પડે છે. હિમાંશુ કહે "ભાઇ તારાં હુકમ અને ડાંટ કહેવું પડે.. તારી સાહેબી જોવા તો આવવુ જ પડશે ને.. ચલ પ્લાન કરુ છું પણ તું પેલાં ફાલ્ગુનને પાસે કહી દે જે છેલ્લી ઘડીએ ફસકી જાય એવો છે. એની વે એન્જોય યોર બીયર બાય.
મેરી આવીને ચીલ્ડ બીયર ગ્લાસ ટોય પર મૂકી ગઇ અને પૂછ્યું એની થીંગ એલ્સ સર.. મોહીતે એની સામે જ જોયાં વિના કહ્યુ નો થેંક્સ. અને ત્યાં જોસેફ બહુ એરેન્જ કરી દીધુ એણે એ તરફ જોયું અને કહ્યું જોસેફ ગીવ મી ઓલ રીમોટ્સ એન્ડ સ્ટાર્ટ મેઇન સ્વીચ એન્ડ પાવર. અને પછી એટલી વારમાં મલ્લિકા પણ એનાં માટે ફ્રેશ જ્યુસ લઇને આવી..
મોહીતે જોયું એણે પૂછ્યું "ક્યો જ્યુસ છે કે કોઇ ડ્રીંક ? મલ્લિકાએ કહ્યું " ડ્રીંક ? અરે મોહું જોતો ખરો ફ્રેશ જ્યુસ છે.
મોહીતે કહ્યું "કલર રેડવાઇન જેવો છે એટલે પૂછ્યું. એની વે પોમોગ્રેનેટ છે ?
મલ્લિકાએ કહ્યુ "હાં પોમોગગ્રેનેટ છે શરીરમાંથી બધા જ ટોક્ષીક બહાર કાઢીને લોહી શુદ્ધ કરે છે.
મોહીત હસવા લાગ્યો...વાહ વાહ અંતે...પછી ચૂપ થઇ ગયો અને આગળ મલ્લિકા કંઇ જવાબ આપવા જાય ત્યાંજ મીતાબેન કાચની ડીશમાં પેપર નેપકીન્સમાં મૂકીને ગરમાં ગરમ ભજીયા, બટાકા, ડુંગળી, મરચાં, કેપચીકમને અને થોડાં લીલા મસાલાનાં બટાકાવડા લઇને આવ્યાં.
મોહીતતો જોઇને જ ખુશ થઇ ગયો. એણે કહ્યું "વાહ મીતાબેન ભજીયા સાથે બટાકા વડા ? મારાં તો ફેવરેટ છે અમારે ત્યાં સુરતમાં તો ખૂબ ખવાય.. અને એણે તરતજ એક ગરમાગરમ બટાકાવડુ હાથમાં લઇને તોડ્યુ અંદરથી વરાળ નીકળી.. એણે હાં હા કરતાં મોઢામાં મૂકી દીધુ. અને આંખો બંધ કરીને ખાવાની મજા લઇ રહ્યો.
મોહીતે કહ્યું "વાહ વાહ મીતાબેન શું મસ્ત બટાકાવડા બનાવ્યાં છે મજા આવી ગઇ... અસલ સુરતી લીલો મસાલો અને અંદર પાછાં દાડમનાં ઘણાં વાહ ઘણાં સમય પછી આવાં બટાકાવડા ખાધાં - સુરત-નવસારીની યાદ તાજી થઇ ગઇ. માંનો હાથનાં આવાંજ બને છે. થેંક્યુ મીતાબેન.. પછી એણે બીયરનાં મોટો ઘૂંટ માર્યો અને બોલ્યો.. વાહ મજા.. આવી ગઇ..
મીતાબહેન કહ્યું "થેંક્યુ સર. તમે ગરમા ગરમ ખાવ હું બીજા ગરમ ઉતારીને લાવું છું. મેડમ તમે પણ ખાવ હું તમારાં બંન્ને માટે ગરમ ઉતારી લાવુ અને સાથે આ લીલી મચ્ચા કોથમી ફુદીના -આદુની ચટણી ખાજો. મારાં હાથની એ પણ ખૂબ વખણાય છે થોડાં લીલાં મરચાં પણ તળ્યાં છે તમે ખુશ થઇને ખાવ મને ખૂબ આનંદ આવે છે. એમ કહીને બીજો ગરમ ઉતારવાં કીચનમાં ગયાં.
જોસેફ મોહીતને બધાં રીમોટ આપી ગયો અને એ પાછો અંદર ગયો. મેરી અને જોસેફ અંદરની બહાર જોઇ રહેલાં.
મલ્લિકાએ પણ બટાકાવડું ખાધું અને બોલી ઉઠી "મોહું સાચે જ ખૂબ જ ટેસ્ટી છે.. સારું કર્યુ તેં આ મીતાબેનને રાખ્યાં ખાવા પીવાની મજા આવી જશે. બાય ધ વે શું ફોન હતો હિમાંશુનો ? આવે છે એ લોકો વીક એન્ડમાં ?
મોહીત રીમોર્ટથી સ્ક્રીન ચાલુ કરી રહેલો મોઢામાં બટાકાવડુ હતું એણે ઇશારાથી હા પાડી અને પછી એણે ઇન્ડીયન ચેનલ ચાલુ કરી અને જગજીતની ગઝલ લાઇવ શોની ચાલુ કરી અને એને મજા પડી ગઇ.
એણે બીયર પુરો કર્યો અને અંદરથી જોઇ રહેલી મેરીને બીજો બીયર લાવવા ઇશારો કર્યો.
મલ્લિકાએ કહ્યું "એકલો બીયર ના પીધાં કર તારું પેટ ભારે થઇ જશે પછી ખવાશે નહીં એનાં કરતાં તારી ફેવરેટ બ્રાંડ મંગાવી લેને...
મોહીતે થોડી મસ્તીમાં મેરીને બીયર લાવવા ના પાડી અને મલ્લિકાને કહ્યું તું જ એને સમજાવી દે એ લઇ આવે... મલ્લિકાએ મેરીને બોલાવીને સમજાવી દીધુ મેરીએ કહ્યું "ઓકે મેમ.. કહીને અંદર ગઇ.
મલ્લિકાએ જોયું કે મોહીત મસ્તીમાં આવી ગયો છે.
મલ્લિકાએ કહ્યું "મોહું હું સોનીયાને ફોન કરી દઊં છું એ લોકો પણ વીક એન્ડમાં આવવા પ્લાન કરે.. શું કહે છે ?
મોહીતે કહ્યું "ઓકે ડન.. કરી દે અને એણે જોયું મેરી ડ્રીંક બનાવીને જ લઇને આવી છે સાથે બાઉલમાં આઇસ ક્યુબ છે બીજી ટ્રેમાં બાઉલમાં ફરસાણ છે ત્યાં પાછળને પાછળ મીતાબેન બીજા ગરમાં ગરમ બટાકાવડા લઇ આવ્યાં.
મોહીતે પોતાનો ગ્લાસ ઉઠાવ્યો એણે અંદર જોયું આઇસ ક્યુબ હતાં જ .. મોહીતને જોતો જોઇ મેરીએ પૂછ્યું. એની મોર ક્યુબ સર ? મોહીતે એવાં વિનાં જ નો કહી દીધુ અને ગઝલ માણવામાં મગ્ન થઇ ગયો. એણે જોયુ કે મલ્લિકાએ સોનીયાને ફોન લગાવી દીધો છે.
મોહીત હાથમાં ગ્લાસ લઇને ઉભો થઇ ગયો અને ગાર્ડનમાં ટહેલતાં ટહેલતાં ડ્રીંક પી રહેલો વારે વારે સ્ક્રીન તરફ જોઇને આલાપ લેતો સાથે પુરાવી રહેલો.
ત્યાં મોહીતની નજર પડી કે ગાર્ડનર દૂરથી બધું જોઇ રહેલો છે એણે એને ઇશારાથી બોલાવ્યો "પેલો ગભરાતો આવ્યો. મોહીતે એને પાસે આવ્યો એટલે બોલ્યો તુમ હીંદી તો યુ.પી.કે કયા ? ખાના ખાયા ?
પેલાં એ કહ્યું "હાં સર મેં યુપી સે હું ખાના ખાયા. મોહીતે ક્યું "તો ઘર ચલે જાઓ કલ આના. પીછે મૂડકર મત દેખના સીધે ઘર ચલે જાઓ.
પેલાને કંઇ સમજ જ ના પડી એણે કહ્યું "ઓકે સર".. પછી મોહીત પાછો પીવામાં ને ગાવામાં પડી ગયો.
સોનીયાએ કહ્યું "મલ્લિકા અને લોકો ચોક્કસ આવીશું સારુ થયું હીંમાશુંભાઇ લોકો આવશે. પાછાં ભેગાં થઇશું મજા કરીશું ઓકે.. બાય. મલ્લિકાએ ફોન મૂક્યો.
મોહીતે ડ્રીંક લેતાં બધે જ નજર કરી રહેલો પછી એણે ડ્રીંક પુરું કરીને કહ્યું મલ્લિકા જમવાનું તૈયાર કરવાનું કહે મારે જમીને સૂઇ જવું છે પ્લીઝ.
મલ્લિકા થોડી આશ્ચર્ય પામી એણે વિચાર્યુ ડ્રીંક લીધુ મસ્તીમાં હતો પણ પ્રેમનાં કોઇ બોલ નહીં કોઇ હગ નહીં કોઇ કીસ્સી નહીં ? મોહું કેમ આમ કરે છે ? એણે મેરીને ડીનર તૈયાર કરવા કહ્યું અને મોહીતને જોઇ રહી...
વધુ આવતા અંકે - પ્રકરણ-22