સ્કાય હેઝ નો લીમીટ - 20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - 20

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-20
મલ્લિકાની મોમ કાલીન્દીબહેને મોહિતની મંમી મોનીકાબેન સાથે પાછી ચાલ ચાલી અને પોતે છોકરીવાળા છે એવાં બધાં ડાયલોગ મારીને એવું ચિત્ર ઉભું કહી દીધું કે હાલ મોહીત અને મલ્લિકા વચ્ચે જે કંઇ ખટરાગ ઝગડો થયો છે એનાં જવાબદાર મોનીકાબેન પોતેજ છે. અને મોનીકાબેન કંઇ સમજે પહેલાં ફોન મૂકી દીધો.
મોનીકાબેન ચિંતામાં પડી ગયાં મારાં ફોન જવાથી એ લોકો વચ્ચે શું થયું હશે ? મોહીતે કંઇક વધારે કહી દીધું હશે ? એ ખૂબ લાગણીવાળો છે એવો શોર્ટ ટેમ્પર પણ છે એણે જરૂર મલ્લિકાને કંઇ કીધુ જ હશે... કંઇ નહીં એ લોકોને થોડો સમય આપું. એકબીજાને સમજવા હું પછીજ ફોન કરું.
*****************
મોહીત ન્યૂયોર્કની એની ઓફીસમાં એની ચેમ્બરમાં બેઠો છે અને એની પર સ્ક્રીન પર મેસેજ આવે છે કે "રીચર્ડસ અહીની ઓફીસમાં આવી ગયાં છે તારી ચેમ્બરમાંજ આવે છે. મોહીત એમની રાહ જોઇ રહ્યો.
થોડીવારમાંજ રીચડ્ર્સ મોહીતની ચેમ્બરમાં આવ્યો મોહીત ઉભો થઇને રીચડ્સને હગ કરી હાથ મિલાવીને બોલ્યો "વોટ એ સરપ્રાઇઝ સર... તમે ક્યારે આવ્યા ? આઇ જસ્ટ રીડ યોર મેસેજ....
રીચડ્સે કહ્યું "પ્લીસ સીટ માય બોય... અરે તારી સાથે વાત કરવાનું મન હતું તેથી ન્યુજર્સીથી ન્યૂયોર્કની ફલાઇટ પકડી કેટલી વાર ? બાય ધ વે મારે મેઈલ કે ફોનમાં વાત નહોતી કરવી એટલે જ રૂબરૂ આવી ગયો. તું જસ્ટ શીફ્ટ થયો છે એટલે હું જ આવી ગયો મારે આમ પણ અહીં ગર્વમેન્ટ ઓફીસમાં ઘણાં કામ નીપટાવવાનાં છે જે અધૂરાં રહેશે તને ફોલોઅપ માટે આપીને જઇશ.
મોહીતે કહ્યું "ઇટ્સ માય પ્લેઝર એન્ડ ડ્યુટી સર. પણ સર અગત્યની શું વાત છે ?
રીચડ્સે કહ્યું "મોહીત ચાઇનાવાળાએ પણ પોતાની માર્કેટીંગ સ્ટેટજી બદલી છે. મને લાગે છે આપણી પોલીસી બદલ્યા પછી એટલોકોએ પણ ચાલ બદલી છે તું એની સ્ટડી કરી લેજે પણ મને લાગે છે કે એ લોકો એવું વિચારી પણ નહીં શકે. એનીવે બપોરે સુધી તારાં કોઇ બીજા કામ હોય તો બપોર પછી પ્લાન કરી દે આપણે બપોર સુધી આ અંગે જ કામ કરીશું આપણને કોઇ ડીસ્ટર્બ ના કરે એ રીતે જોઇ લેજે. હું જસ્ટ જ્હોન સામે વધી વાત શેર કરી લઊં ત્યાં સુધી તું આ બધું મેનેજ કરી લે અને આપણે કામ કરીએ ત્યાં સુધી યોર ફોન શુડ બી સ્વીચ ઓફ ઓર સાઇલન્ટ પ્લીઝ.
મોહીતે કહ્યું "શ્યોર સર..મોહિતે વિચાર્યું . આમ પણ ગઇકાલે મલ્લિકા સાથે ખૂબ ચાલેલું કંઇ મૂડ નહોતો એ સવારે ભારે હેંગ ઓવર સાથે માંડ તૈયાર થઇને ઓફીસ આવેલો..... નથી એણે કોફી પીધી નાં બ્રેકફાસ્ટ કર્યો એને ઓફીસ આવીનેજ કોફી અને બ્રેકફાસ્ટ કર્યો એણે પણ જોયું કે મલ્લિકા પણ મૂડમાં નહોતી એણે સામેથી બોલાવાનો ના પ્રયત્ન કર્યો. મોહીત પોતાના રીતે તૈયાર થઇને ઓફીસ આવી ગયેલો. આજથી એનો ડ્રાઇવર પણ ડ્યુટી પર આવી ગયેલો એટલે ડ્રાઇવ કરવાનું નહોતું એટલે રેસ્ટ કરતોજ આવ્યો. ઘરે પણ બધીજ ફેકલ્ટી આજથી ડ્યુટી પર આવી ગઇ હશે એટલે મલ્લિકાને પણ કંઇ કરવાનું નહીં હોય.
મોહીત ઘરનાં વિચારોમાં ડૂબેલો પાછો બહાર આવી ગયો એણે રીચડ્સની સૂચના પ્રમાણે બધુ મેનેજ કરવા માંડ્યું અને ત્યાં રીચડ્સ પણ આવી ગયો બંન્ને જણાં કંપનીનાં અગત્યનાં કામમાં ડૂબી ગયાં.
**************
મલ્લિકા સવારે ખૂબ લેટ ઉઠી એને પણ હેંગઓવર જેવું લાગી રહેલું. એણે જોયું કે મોહીતતો ક્યારનો ઉઠીને તૈયાર થઇ ગયો છે એને થયું હું ઉઠું એને કોફી બ્રેકફાસ્ટ આપી દઊં ? પણ ગઇકાલનાં ઝગડાની કડવાશ એટલી હતી કે મોહીત ઘરેથી નીકળી ગયો ત્યાં સુધી એ બેડ પરજ પડી રહી.. પછી ઘરનો બેલ વાગ્યો સીક્યુરીટી એ કહ્યું મેમ બધી ફેકલ્ટી આવી છે આપની કૂક અને હાઉસકીંપીગ ગાર્ડનર બધાં આવી ગયાં છે. મલ્લિકાને માંડ માંડ પરાણે ઉઠવું પડ્યુ હાઉસકીપીંગ વાળી અમેરીકન હતી તે બહુ સ્માર્ટ હતી એણે ઘરનો સર્વે કરીને એનું કામ ચાલુ કરી દીધુ અને મલ્લિકા બહાર આવી એટલે ગુડમોર્નીંગ મેમ એમ કહીને કામ કરવા લાગી, મલ્લિકાને પણ નવાઇ લાગી એને પૂછવાની જરૂર જ ના લાગી ? એની મેતે કામ કરવા લાગી.
મલ્લિકાને ગુજરાતી કૂક મીનાબહેન આવી ગયેલાં મલ્લિકાએ કહ્યું "હેલ્લો મીતાબેન. મીતાબહેન કહ્યું જયશ્રી કૃષ્ણ મેમ. તમારું કીચનતો જોઇ લીધું છે ખૂબ સરસ દરેક રીતે મસ્ત બંગલો છે.. બે વ્યક્તિ માટે તો જાણે મહેલ છે. એમણે ગુજરાતી સ્ટાઇલમાં પંચાત ચાલુ કરી.
મલ્લિકાએ કહ્યું "મીતા બેન તમે ગુજરાતી છો અને મારાં હસબંડને ગુજરાતી ખાવાનું પસંદ છે એટલે તમારી જ પસંદગી કરી છે પણ ખાસ વાત તમે તમારાં કામથી જ કામ રાખજો મને વધારાની વાતો કે પંચાત બીલકુલ પસંદ નથી એટલે ધ્યાન રાખજો મારે ફરીથી ટોકવા ના પડે. અત્યારે ભાખરી શાક બનાવો બેજ વ્યક્તિનું તમારું અને મારું મારાં મીસ્ટર તો ઓફીસે છે. અને સાંજે પણ ભાખરી -શાક અને પુલાવ બનાવજો. સાંજે તમારો સમય થાય જતા રહેજો.
મીતાબહેન પ્હેલીવારમાં જ સમજી ગયાં કે અહીં વધારાની વાત કે પંચાત નહીં ચાલે એમણે કહ્યું "મેડમ હું સમજી ગઇ.. આતો ગુજરાતીને મળીએ એટલે આપણાં માણસો મળ્યાં એવું, લાગે એટલે જરા...
મલ્લિકાએ એમને અટકાવતાં કહ્યું "હું સમજી ગઇ પણ તમે સમજી જજો અમે ગુજરાતી છીએ પણ અમેરીકામાં છીએ અમેરીકન લાઇફસ્ટાઇલ જ ફાવે છે એ ફાલતું વાતો અને પંચાત ખાસ કરીને કોઇની જીંદગીમાં કે વાતમાં ડોકીયું કરવાની અને વચ્ચે બોલવાની વાતમાં મને ખૂબજ નફરત છે ખૂબજ એટલે ધ્યાન રાખજો ખાસ તમને બીજી રીતે કંઈ કામ હોયતો જણાવી શકો પણ અહી અમારી વાત કે જીંદગીમાં કોઇજ ડખલ પસંદ નહીં કરીએ એ વખતે તમને ના થવું જોઇએ કે તમારું ઇનસલ્ટ થયું ગુજરાતી છો અને એવી બધી ટેવ હોય તો અહીં ના દાખવતા અહીં એ સ્પષ્ટ કરી દઊં છું.
મીતાબહેન ઓકે મેમ બોલીને સીધાં કીચનમાં જ જતાં રહ્યાં એ સમજી ગયાં કે આ વાઘણ જેવી છે એને છંછેડવામાં મજા નથી.
પછી મલ્લિકા પોતાનાં ગાર્ડનમાં ઝૂલા પર આવીને બેઠી અને બૂમ પાડી કહ્યું મીનાબેન જોસેફ જોડે કોફી મોકલજો અને કહ્યું તમે કંઇ ગરમ નાસ્તો પણ બનાવો મારાં માટે... જોસેફ ઘરનો સર્વન્ટ હતો જેણે બાકીનો બધાં કામ કરવાનાં હતાં.
મલ્લિકાએ જોયું ગાર્ડનમાં કામ કરનાર ઇન્ડીયન જ હતો એને જોયો પણ કંઇ બોલી નહીં પછી એને લાગ્યું કે પેલો કામ કરતાં કરતાં ક્યારેક એને તાકી રહ્યો છે એટલે ચિડાઇને બોલી "હેય.. ગાર્ડનર યુ ગો બેકસાઇડ એન્ડ વર્ક ઘેર.. પ્લીઝ ગો આઉટ અને પેલો સમજી ગયો અને ત્યાંથી જતો રહ્યો.
મલ્લિકા બબડી... સાલાં સ્ટુપીડ ઇન્ડીયન્સ એ લોકોને કામ કરતાં બીજી, વાતોમાંજ પંચાતી હોય છે અને ત્યાં જોસેફ કોફી અને ગરમાં ગરમ એણે ત્યાં ટીપોય પર મૂકવાનું કહીને વિદાય કર્યો પછી બૂમ પાડીને કહ્યું મીતાબેનને મોકલ.
મીતાબેન આવ્યા મલ્લિકાએ કહ્યું તમને પોંઆને બધુ મળી ગયું ? પછી બટાકા પૌઆ ખાતા બોલી "વાહ તમે ખૂબ ટેસ્ટી બનાવ્યા છે થેંક્સ.
મીનાબેન કહે "હું આજ કરવા ટેવાયેલી છું એટલે આવી બધું જોઇ જ લીધું છે જે જરૂરી હશે એવુ લીસ્ટ આપને આપી દઇશ. મંગાવી આપજો તો તમને જે ખાવું હશે એ બનાવી આપીશ ગરમા ગરમ.
મલ્લિકાએ ખુશ થતાં કહ્યું "વેરીગુડ થેંક્સ અને પછી જવા ઇશારો કરે પ્હેલાં મીનાબેન ત્યાંથી જતાં રહ્યાં.
મલ્લિકાએ કોફીનો ઘૂંટ લીધો અને ખુશ થઇ ગઇ વાહ ખુબ સરસ છે અને ત્યાં રીંગ આવી ફોન ઉચક્યો...
વધુ આવતાં અંકે -- પ્રકરણ-21