Love ni Bhavai - 26 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 26



😊 લવની ભવાઈ - 26 😊


સિયા - બસ હો... દિવ્ય.. હવે તું તારી લિમિટ ક્રોસ કરે છે. મારા ભાઈને તારું કશું કહેવાની જરૂર નથી...


અવની - ઓ.... તો હું પણ તને એ જ કહેવાની હતી કે તું તારી લિમિટ ક્રોસ કરે છે.... તારે પણ મારા ભાઈને કાઈ કહેવાની જરૂર નથી... ચાલ ભાઈ... અહીં રહીને ખોટો મગજને નહીં તપાવવું..


સિયા - હા તો અમને પણ શોખ નથી અમારા મગજનુ દહીં કરવાનો....ચાલ ભાઈ..... આતો મારા ભાઈએ મને સરપ્રાઈઝ આપ્યું બાકી તારી સાથે આવે કોણ અવની.....આમ પણ તને ઝઘડો કરવાની આદત તો છે જ...


આમ ચારેય જણા ઝઘડો કરતા કરતા નીકળે છે અને એક બીજા ના ઘરે પહોંચે છે. ઘરે આવીને સિયા નીલ પાસે ખૂબ રડે છે.. આ બાજુ દિવ્યના મનમાં કેટકેટલાય વિચારો મગજમાં ફરતા હોય છે.


દિવ્ય વિચારતો હોઇ છે કે જ્યાં સુધી હું નીલ અને સિયા બેઠા હતા ત્યાં સુધી બધું જ ઓકે હતુ અને પછી જ્યારે અવની આવી ત્યારે બધુ જ બગડવા લાગ્યુ. અવની અને નીલ એક બીજાને ટોન્ટ મારવા લાગ્યા. ધીરે ધીરે ઝઘડો અને ટોન્ટ વધતા ગયા. છેલ્લે સિયા એ પણ અવનીને ઘણું બધુ કીધું....આ ચક્કર શુ છે ?? કઈ સમજવા નથી આવતો. મારે કાલે અવનીને પૂછવું જોઈશે કે નીલ ને તું ઓળખે છે ? તું નીલ ને એટલા બધા ટોન્ટ શા માટે મારતી હતી ? કાલે આ બધુ મારે અવનીને પૂછવું છે.


હજી આ બધો વિચાર કરતો જ હોય છે ત્યાં જ નીલ નો કોલ દિવ્ય પર આવે છે. દિવ્ય ફોન રિસીવ કરે છે.


નીલ - દિવ્ય ...... ભાઈ ........ સોરી... મારા કારણે તારો અને સિયાનો ઝઘડો થયો. મને એવું લાગે છે કે મેં ભૂલ કરી કે સિયા ને મેં સરપ્રાઈઝ આપી અને તારી સાથે મળવાનું નક્કી કર્યું. કદાચ તો ભૂલ મારી હશે જે બધુ થયું એમા..


દિવ્ય - ના ભાઈ તમારો કોઈ વાંક નથી. બસ મારી બહેન થોડું વધુ બોલી ગઈ હોય એવું મને લાગેલું..


નીલ - હા એ પણ કદાચ હોઈ શકે..


દિવ્ય - પણ ભાઈ ... મને એક વાત સમજમાં નથી આવતી કે..તમે બનેં એકબીજાને ટોન્ટ શા માટે મારી રહ્યા હતા...??


નીલ - જો દિવ્ય.... આપણે બંને કાલે એકલા ક્યાંક ભેગા થઈએ અને મળીએ.. હું તને બધી વાત જણાવીશ..


દિવ્ય - હા ભાઈ ...... પણ વાત શુ છે ???


શુ વાત કરવા માંગો છો મારા જોડે...??


નીલ - કઈ નહીં બસ... તું કાલે આવને આપણે બધી વાત કરીએ...


દિવ્ય - હા ભાઈ ઓકે... તમે મને કાલે સવારે મેસેજ કરી દેજો કે કયા ભેગા થવાનું છે અને ટાઈમ પણ કહી દેજો...


નીલ - હા .. મેસેજ કરી દઈશ... પણ એક વાત કે આપણે બંને ભેગા થવાના છીએ એ સિયા કે તારી બહેન ને ખબર ન પડે...


દિવ્ય - કેમ ભાઈ એવું.....?


નીલ - ભાઈ દિવ્ય યાર.... તું બોવ પ્રશ્ન કરે છે. જેટલું કીધું એટલું કર ને ભાઈ.....


દિવ્ય - હા ભાઈ ઓકે....


બંને જણા એક બીજા સાથે વાતો કરીને સુવા માટે જાય છે. આ તરફ નીલ વિચારે છે કે હું દિવ્ય ને મારા અને અવની ના રિલેશન વિશે બધુ જ કહી દઈશ જેથી દિવ્ય અને સિયાના રિલેશન ખરાબ ન થાય.



બીજી તરફ દિવ્ય એવું વિચારે છે કે નીલ ભાઈને મારા સાથે શુ વાત કરવી હશે ? કેમ મને એકલો બોલાવે છે ? અને હા સિયા અને અવનીને કહેવાની કેમ ના પાડે છે ?? કઈક તો વાત હશે જ...


આમ નીલ અને દિવ્ય બનેં મોડે સુધી જાગતા રહે છે અને છેલ્લે જાગતા જાગતા સુઈ જાય છે..


સવારમાં આલાર્મ વાગે છે. દિવ્ય ની નિંદર ઉડી જાય છે. ઉઠતા વેંત ફોન હાથમાં લે છે અને જુએ છે કે નીલ ભાઈનો મેસેજ આવ્યો કે નહીં. મેસેજ ના આવતા આખરે દિવ્ય ફ્રેશ થવા માટે જાય છે અને ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસે છે. હજી નાસ્તો પૂરો કરે છે ત્યાંજ દિવ્યના ફોન પર એક નોટિફિકેશન આવે છે. દિવ્ય ફોન ચેક કરે છે તો એ મેસેજ નીલનો હોય છે.


દિવ્ય ફટાફટ નાસ્તો કરીને ઉભો થાય છે ને જે પ્લેસનો મેસેજ આવ્યો હતો ત્યાં પહોંચી જાય છે. થોડીવાર પછી નીલ પણ ત્યાં પહોંચે છે અને બંને જણા એક ટેબલ પર બેસે છે..


નીલ - શુ વાત છે ભાઈ ?? બોવ જલ્દી આવી ગયો....


દિવ્ય - તો શુ ભાઇ... તમે કાલે કીધું ને કે બધી વાત કરવાની છે તો એ ઊંઘ જ ન આવી. આખી રાત એ વિચાર કર્યો કે તમે શુ કહેવાના હશો.....


નીલ - ઓહ હો બોવ કરી.... સોરી ભાઈ તને આખી રાત જગાડ્યો અને નીંદર ખરાબ કરી....


દિવ્ય - અરે ના ભાઈ ના...એમાં શુ હવે... ચાલે....પણ.


હવે તો કહો તમારે શુ વાત કરવાની છે એ...


નીલ - જો દિવ્ય ..... તું ખરેખર એક સારો છોકરો છે , સિયા એ તને સિલેક્ટ કર્યો છે એટલે એમાં કઈ ઘટે એમ નથી. મને સિયા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને થોડા ઘણા અંશે તારા પર પણ. જો દિવ્ય હું સિયાનો સગો ભાઈ તો નથી પણ સગા ભાઈથી પણ વિશેષ છુ. એટલે તારે કઈ પણ કહેવું હોય એ તું મને કહી શકે છે.


દિવ્ય - હા ભાઈ કેમ નહીં...


નીલ - ઠીક છે તો.... હવે એક કામ કરજે. ઘરે પર પહોંચીને પેલા સિયાને કોલ કરજે. તારા થી એ રિસાઈ ગઈ છે અને ગુસ્સે પણ છે તો શાંતિ થી મનાવી લે જે...


દિવ્ય - હા ભાઈ... આમ પણ ક્યારેક ક્યારેક એ બોવ ગુસ્સો કરે છે. દર વખતે તો માનવી જ લવ છુ. આ વખતે પણ મનાવી લઈશ..


નીલ - Thats Good.... આમ પણ છોકરીઓ નારાજ થાય એટલે આપણે જ હંમેશા માનવવાનું હોય છે. હા છોકરીઓ થોડી જિદ્દી હોય છે પણ ચાલે... એ જીદ નહીં કરે તો કોણ કરશે. બસ એમને ખુશ રાખવાનો , સંભાળ લેવાનો , સપોર્ટ કરવાનો પ્રયત્ન કરવો એટલે એમને વધુ ગમશે..ખરા સમયે એને સમજવાનો , ખરા સમયે પ્રેમ આપવાનો , સાથ આપવો , ટાઈમ આપવો એ ખૂબ જરૂરી હોય છે. સાચું કહું ને દિવ્ય તો બધા કહે છોકરીઓને ચોકલેટ , ગિફ્ટ આપો તો વધુ ખુશ થાય છે. એકાદ અંશે આ વાત સાચી છે પણ ખરેખર જો તમારો સાથ સાચો હોય , તમેં એમને સાચી ખુશી આપતા હોય તો એને કોઈ પણ ગિફ્ટની જરૂર નથી હોતી..


દિવ્ય - હા ભાઈ સાચું કહ્યું તમેં..... ધ્યાન રાખીશ...ભાઈ.. તમે ખરેખર સારું સમજો છો ગર્લ ને.... પણ મને એક વાત સમજમાં ન આવી ..


નીલ - શુ વાત દિવ્ય ??


દિવ્ય - એજ કે કાલે તમે એમ કીધું હતું કે હું દિવ્ય કાલે તને બધી વાત કરીશ તો તમે કઇ વાત કરવા માંગતા હતા.. એ વાત તો તમે હજી કીધી જ નહીં.....


નીલ - હા એ વાત કહેવાનો જ હતો પણ વિચાર કરતો હતો કે કઈ રીતે કહું....


દિવ્ય - અરે ભાઈ એમાં શુ ?? બિન્દાસ વાત કહો...


નીલ - જો દિવ્ય વાત એવી છે કે...... હું અને અવની રિલેશનશિપમાં હતા અને અમારું બ્રેકઅપ થઈ ગયું છે .

ક્રમશઃ

મારા વહાલા વાંચકમિત્રો.. હું જાણું છું કે આગળ નો ભાગ પબ્લિશ કરવામાં થોડો સમય લાગે છે પણ માફ કરશો...
તમે જે સપોર્ટ કરો છો એ કરતા રહેજો...

આગળ જોઈએ હવે દિવ્ય અને નીલ વચ્ચે શુ શુ વાત થાય છે..

અને હા ઈંસ્ટાગ્રામ પર મને ફોલો કરવાનું ના ભૂલતા...
ઈંસ્ટાગ્રામ Id - dhaval_limbani_official




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED