લવ ની ભવાઈ - 25 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 25



😊 લવની ભવાઈ - ૨૫ 😊


સિયા અને નીલ પાછળ જુએ છે તો અવની સામેથી આવતી હોય છે એ જોતાં જ નીલ અને સિયા એક બીજા ની સામે જુએ છે. થોડા પાસે આવતા અવની પણ નીલ અને સિયા ને જુએ છે. એ પણ જોઈને દંગ રહી જાય છે કેમ કે દિવ્ય એ પણ કીધું ન હતું કે હું સિયા અને નીલ ને મળવા જાવ છું એમ....


સિયા ટેબલ પાસે આવીને થોડી વાર તો કઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી જાય છે. દિવ્ય અવની ને સિયા અને નીલનો ઇન્ટ્રો કરાવે છે.. ત્યાં જ અવની કહે છે


અવની - ભાઈ તારે ઇન્ટ્રો આપવાની જરૂર નથી. માણસ ને જોઈએ ત્યાં ઓળખી જ જઈએ..


નીલ - હા સાચું કહ્યું . માણસ ને જોતા જ ખબર પડી જાય કે માણસ કેવું હશે. સારું કે ખરાબ , કે પછી વિશ્વાસુ કે દગાબાજ.


અવની - હા એક દમ સાચી વાત. આજ કાલ દગો દેવા વાળા વધી ગયા છે..


નીલ - હા સાચું કહ્યું બોવ જ દગાબાજ થઈ ગયા છે લોકો..


સિયા ને તો ખબર જ હોય છે કે બનેં એક બીજા ને ટોન્ટ મારી રહ્યા છે પણ દિવ્ય ને થોડુંક અલગ લાગે છે તો એ નીલ અને અવની ની સામે જ જોતી રહી જાય છે....


સિયા - બસ કરો.... તમારે બંને એ વાતોથી જ પેટ ભરવું છે કે પછી કઈક ખાઈને ?? (એમ કરી ને વાત ને બદલી નાખે છે )


નીલ - હા ચાલો કઈક તો સારું ખાઈએ.. આમ પણ દુનિયામાં સારી વસ્તુ બોવ ઓછી છે.


અવની - હા સાચું કહ્યું નીલ.. સારી વસ્તુ બધાને નથી દેખાતી.


સિયા - હા અવની હું પણ એ જ કહું છુ સારી વસ્તુની કદર હોતી પણ નથી અને દેખાતી પણ નથી તો હવે કઈક જમવાનું ઓર્ડર આપીએ. ?


અવની - મોઢું બગાડતા... હા કેમ નહીં...!!!


થોડી વાર પછી બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરે છે અને આમ તેમ વાતો ચાલ્યા કરે છે. નીલ અને અવની એક બીજાને ટોન્ટ મારતા હોય છે.


દિવ્ય - યાર તમે શું એક બીજાને ઓળખો છો ???


હું ક્યારનો જોઈ રહ્યો છુ કે તમે બંને એક બીજાને કઈક ને કઈક સંભળાવો છો...


અવની - ના ભાઈ... હું નથી ઓળખતી.. મને આજ ના છોકરાઓ પર ભરોસો જ નથી. કોણ જાણે કોણ કેવું હોય એ....


નીલ - હા સાચું કહ્યું... દિવ્ય પણ છોકરો જ છે નહીં ....સિયા.....


સિયા - હા હો... સારું ચાલો ચાલો.. જમવાનું આવી ગયુ છે તો હવે પહેલા જમી લઈએ ?


દિવ્ય - હા ચાલો ચાલો..ખરેખર ભુખ લાગી છે હો..


બધા પાસે પોતાની ભાવતી વસ્તુઓ આવી જાય છે અને જમવા લાગે છે પણ જમતા જમતા પણ અવની અને નીલ એકબીજાને ટોન્ટ મારવાનું ચાલુ જ કરે છે. થોડીવાર પછી બધા જમી લે છે અને બિલને એ બધુ આપીને પાસે આવેલા ગાર્ડનમાં બેસવા જાય છે.


નીલ - સારું દિવ્ય... હવે આપણે જે વાત કરવા માટે આવ્યા છીએ એ વાત કરીએ...


દિવ્ય - હા ભાઈ... કેમ નહીં...


નીલ - હા તો બોલ...


દિવ્ય - હા નીલ... જો હું સિયા ને ખૂબ જ લવ કરું છું અને એની સાથે રહેવા માંગુ છુ. મારે સિયાનો સાથ જોઈએ છે. હું સિયા સાથે કોઈપણ જાતનો ટાઈમપાસ કરતો નથી અને કરવા માંગતો પણ નથી. મને રિયલી સિયા બોવ જ ગમે છે.સિયાને હું સાચા દિલ થી ચાહું છું. હું સિયા ને બધી રીતે ખુશ રાખીશ. એક પણ વસ્તુની કમી નહીં રહેવા દવ. હું એને લાઈફ ટાઈમ સપોર્ટ કરીશ અને બધા સપના પુરા કરવા માટે સિયા ની સાથે રહીશ અને સપોર્ટ કરીશ. બસ હું એટલું જ કહીશ કે હું સિયાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ અને બધી જ જગ્યા એ સાથે રાખીશ. માન , સન્માન , પ્રતિષ્ઠા બધુ જ આપીશ...


નીલ - વાહ સરસ.. સારું લાગ્યું તે સિયા માટે એટલું બધુ વિચાર્યું પણ માન કે સિયાને તારી પાસે ટાઈમ જોઈતો હોય તો તું શું કરીશ. કેમ કે (અવની ની સામે જોઇને ) આજ કાલ લોકો કામ માં વધુ હોય છે અને પોતાના સાથી સાથે ટાઈમ વિતાવવા સમય નથી હોતો..કેમ કે કોઈ પણ સંબંધમાં વિશ્વાસની સાથે સાથે ટાઈમ આપવો એ ખૂબ જરૂરી છે.


દિવ્ય - હા ભાઈ હું સિયા ને ચોક્કસ ટાઈમ આપીશ. કામ સમયે કામ કરીશ અને બાકી ટાઈમમાં સિયા ને સાથે રાખીશ અને એની પાસે રહીશ..


નીલ - વાહ સરસ.. મને ગમ્યું તારું નેચર.. તારો સ્વભાવ ખરેખર સારો છે. મને તારા અને સિયાના સંબંધ થી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી પણ જો ખોટો ટાઈમપાસ કર્યો તો .......


દિવ્ય - ના ભાઈ.. ટાઈમ પાસ નથી. હું ખરેખર સિયા સાથે મેરેજ કરવા માગું છુ. સિયા ની સાથે રહેવા માગું છું..


અવની - ( વચ્ચે બોલતા ) ભાઈ તું એક વાર વિચારી લે જે હો.. તું સ્યોર છે ને...? કેમ કે આજે માણસ જેવું સામે હોય એવું દેખાતું નથી કોણ જાણે અંદર થી કેવું હોય..


નીલ - હા અવની સાચી વાત છે. એટલે જ તારા ભાઈ પર ભરોસો કરું છું ને કેમ કે અત્યારે તો એ સારું સારું બોલે છે પણ અંદર થી........


અવની - હું મારા ભાઈની વાત નથી કરતી...


સિયા - ( ગુસ્સામાં) જો અવની તને મારા અને દિવ્યના રિલેશન થી પ્રોબેલ્મ હોય તો તું અહીં થી જઇ શકે છે. અમે ઘણા સમયથી એક બીજાને ઓળખીએ છીએ. અને એક બીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તો તારે વચ્ચે બોલવાની જરૂર નથી..


દિવ્ય - સિયા ..... યાર આમ ન બોલ... અવની સાથે...


સિયા - તો કેમ બોલું હું .....!!! અવની ક્યારની મારા ભાઈને ટોન્ટ મારે છે , આપણી વચ્ચે પણ ક્યારની બોલે છે. તું એને સમજાવને....


દિવ્ય - એમ તો સિયા ...


નીલ પણ ક્યારનો અવની ને ટોન્ટ મારે છે.


નીલ - દિવ્ય ભાઈ સાંભળ... ટોન્ટ મારવાની શરૂઆત નહોતી કરી.. તારી બહેન એ શરૂઆત કરી હતી.. તારી બહેન આવી એટલે વાતાવરણ ગરમ થયુ. બાકી આપણે ત્રણેય શાંતિથી તો બેઠા જ હતા ને...


દિવ્ય - હા તો ભાઈ. આજે તમે આવ્યા એટલે બાકી હું ને સિયા પણ શાંતિ થી જ વાત કરતા હોઈએ છીએ... "ઉલટા ચોર કૌતવાલ કો ડાટે"


સિયા - બસ હો... દિવ્ય.. હવે તું તારી લિમિટ ક્રોસ કરે છે. મારા ભાઈને તારું કશું કહેવાની જરૂર નથી...


અવની - ઓ.... તો હું પણ તને એ જ કહેવાની હતી કે તું તારી લિમિટ ક્રોસ કરે છે.... તારે પણ મારા ભાઈને કાઈ કહેવાની જરૂર નથી... ચાલ ભાઈ... અહીં રહીને ખોટો મગજને નહીં તપાવવું..


સિયા - હા તો અમને પણ શોખ નથી અમારા મગજનુ દહીં કરવાનો....ચાલ ભાઈ..... આતો મારા ભાઈએ મને સરપ્રાઈઝ આપ્યું બાકી તારી સાથે આવે કોણ અવની.....આમ પણ તને ઝઘડો કરવાની આદત તો છે જ...


આમ ચારેય જણા ઝઘડો કરતા કરતા નીકળે છે અને એક બીજા ના ઘરે પહોંચે છે. ઘરે આવીને સિયા નીલ પાસે ખૂબ રડે છે.. આ બાજુ નીલ.................


ક્રમશઃ


More Updates-
Instagram - dhaval_limbani_official

plzzz Drop Ur Comment , Review and suggestions..

Thank You.....