love ni bhavai 10 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - ૧૦

                           ? લવ ની ભવાઈ - 10 ?

                       નીલ અવની ને ઉભી કરે છે. બાજુમાં ઉભેલી બેબી ગર્લ ને નીલ બોલાવે છે અને એ બેબી ગર્લ એક બોક્સ નીલ ને આપી જાય છે. નીલ એ બોક્સ ખોલી ને એક રિંગ બહાર કાઢે છે અને અવની સામે ફરી એક વાર ઘૂંટણ પર બેસી અવની ની સામે એ રિંગ લાવે છે અને બોલે છે

                        આમ તો હું પાગલ છું ,
                          અને આમ હું ડાહ્યો.
               પણ જે છું એ તારા પ્રેમના થકી છુ.
         ભગવાને કદાચ તને મારા માટે જ મોકલી હશે.
               કેમ કે મારા જેવું આ ડિફોલ્ટ એન્ડ
       યુનિક પીસ કોઈ ના થી સંભાળી શકાય તેમ નથી.
   
             આ તારૂ પીસ કોઈ ના પલ્લે પડે તેમ નથી.
               હા મેં માન્યું કે હું થોડો ઘણો પાગલ છુ.
               પણ જેવો છું એવો બસ તારો જ છુ.

                      તું મારા લાઈફ મા આવી એ
                 મારા માટે સૌથી મોટું એક્સિડન્ટ છે.
                  ખબર નહિ કે આપણા બંને ના
                        દિલ કેમ અથડાઈ ગયા.

               તને વાગ્યું કે નહીં એ ખબર નહી પણ
                   હું હંમેશ ને માટે તારા પ્રેમ નો
                            દર્દી બની ગયો.

           સાચું કહું (હસતા હસતા ) ઓક્સીજન નહીં
                          હોય તો પણ ચાલશે ,
                 જમવાનું નહીં હોય તો પણ ચાલશે ,
                    પાણી નહીં હોય તો પણ ચાલશે
                       પણ પણ પણ મારા દિકા
                         તારા વગર નહીં ચાલે.

                     દિકા તારા સાથે મેં ઘણા બધા
                   સપના જોયા છે અને તારી સાથે
                 જ મારે એ બધા સપના પુરા કરવા છે.
                       મારા માટે તો બધું તું જ છે.

                   મારા માટે સૌથી વધુ important
                                  મારી મમ્મી ,
                                  મારી બહેન
                                અને હવે તું છે.

     મને નહી ખબર કે હું મારા મમ્મી માટે કેવો છોકરો છુ ?
                    મારી બહેન માટે કેવો ભાઈ છુ ?
              પણ એક વસ્તુ હું કહીશ કે તારા માટે હું
                બેસ્ટ husband બનીશ અને રહીશ..

             સારું હવે મારે વધારે નથી બોલવું પાછુ કહીશ કે lecture આપવાનું સ્ટાર્ટ કર્યું (હસતા હસતા )

            તો શુ આ તારા ગાંડા નીલ ને તારી લાઈફ માં થોડીક જગ્યા મળશે?

         તારા ધડકતા હાર્ટ માં મને થોડીક જગ્યા મળશે?

           જો આ નીલ છે ને સાવ ગાંડો છે તો શું તું આ ગાંડા નીલ ની સાથે ગાંડી થવા માંગીશ ?

અવની કશું કાઈ બોલતી નથી.બસ આંખ માંથી ધીરે ધીરે આંસુ સરકી રહ્યા છે.

નીલ - oye Hello. મને હવે પગ દુખવા લાગ્યો હો..પોતે તો ઉભી ઉભી જોવે છે.

               અવની પોતાની જમણો હાથ લઈને નીલ ના હોઠ પર મૂકે છે અને બોલે છે બસ નીલ હવે કશું નહીં બોલ..તું ઉભો થા પહેલા.

નીલ - અરે પણ એકતો હું કેટલી લાંબી સ્પીચ બોલ્યો. આ રિંગ તો પહેરી લે !

અવની - ના નીલ. પ્લીઝ મારે નહીં પહેરવી.
હું તને accept નહી કરું I M Sorry. મને યાર તું બોવ જ હેરાન કરે છે.

નીલ એટલું સાંભળતા જ અવની ને બસ કહી પાછળ ફરી જાય છે.અવની પાછળ થી ધીરે ધીરે હસે છે અને નીલ નો હાથ પકડીને નીલ ને પાછળ ફરવાનું કહે છે.

                 નીલ ફરી ને જુએ છે ત્યાં જ અવની ઘૂંટણ પર બેઠેલી હોય છે. એક હાથ માં બોય રિંગ હોય છે અને એક હાથ કાન પર રાખેલો હોય છે..નીલ આ જોતા જ ખુશ થઈ જાય છે અને આંખ ભીની થઈ જાય છે.

અવની - અરે મારા નીલ. sorry હું મઝાક કરતી હતી..યાર તું પણ મારા લાઈફનો બેસ્ટ પાર્ટ છે. તને છોડવાનો તો વિચાર જ ના કરી શકુ.જો હું તારા જેટલુ તો હું લાંબુ નહીં બોલી શકુ.

So Mr Neel..Will You Marry Me.

              નીલ જસ્ટ પોતાના આંખ ના ઈશારે થી હા પાડે છે અને અવની ને ઉભી કરી એને Hug કરી લે છે. બસ આમ જ બનેં એકબીજા માં ખોવાઈ જાય છે. થોડી વાર પછી આજુબાજુ માં ઉભેલી બેબી ગર્લ આવે છે , નીલ અને અવની નો હાથ પકડે છે. એ બેબી ગર્લ અવની અને નીલ ને ગાર્ડન ના સેન્ટર માં લઇ જાય છે જ્યાં એક ટેબલ હોય છે. આજુબાજુ માં ઘણા કપલ ઉભા હોય છે (અવની અને નીલ ના ફ્રેન્ડસ ) જમીન ઉપર લાલ અને સફેદ કલર ના બલૂન હોય છે, પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે. (અવની આજુબાજુ માં જોતી જ રહે છે)

              નીલ- ઓહ મેડમ ક્યાં ખોવાઈ ગયા.આ બધું તમારા માટે જ છે.આ બધા તમારો જ wait કરે છે. ચાલો હવે cake cutting કરો , બધા ને બોવ જ ભૂખ લાગી છે અને મને પણ.

             બધા લોકો ટેબલ પાસે જાય છે. નીલ અને અવની બાજુ બાજુ માં ઉભા છે. અવની cake નું cutting કરે છે. બધા લોકો Happy birthday સોન્ગ ગાઈ છે અને wish કરે છે..અવની સૌથી પેહલા cake pice નીલ ને ખવડાવે છે. આમ અવની બધા ની સાથે cake શેર કરે છે અને ખવડાવે છે. અવની ટેબલ પાસે આવી જાય છે ત્યાંજ નીલ અવની નું માથું પકડીને Cake માં લગાવી દે છે.બધા લોકો ખડખડાટ હસે છે અને અવની નીલ ની સામે ગુસ્સાથી જુએ છે. ત્યા જ પાછળ થી નીલ નો એક ફ્રેન્ડ આવે છે અને નીલ નું માથું પકડી એને પણ Cake પર લગાવી આપે છે.

          બધા લોકો હસવા લાગે છે અને સાથે અવની પણ. આમ બધા લોકો એક બીજા ના ચેહરા પર cake લગાવે છે અને મસ્તી કરે છે.

            બધા કપલ ડાન્સ કરે છે, અવની અને નીલ નો એક પર્સનલ ડાન્સ થાય છે. એકબીજાઓ માં ખોવાયેલા બંને પ્રેમીઓ એટલો જબરજસ્ત ડાન્સ કરે છે કે બધા લોકો એને તાળીઓથી વધાવી લે છે. થોડી વાર પછી મેનેજર આવે છે અને નીલ ને કહે છે.સર ડિનર ઇસ કમ્પ્લીટ.વેન વિલ યુ કમ ?
નીલ - અમે આવીએ જ છીએ તમે preparation કરાવો.
Oh Hello Attention Plz..ભાઈઓ અને મારી ભાભીઓ જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો બધા જઇએ..

              બધા લોકો પોતાના ચેહરા સાફ કરી જમવા માટે જાય છે.બધા કપલ ને એક એક ટેબલ આપ્યું છે , સાથે જ કેન્ડલ લાઈટ ડિનર પણ રાખેલું છે.ધીરે ધીરે સોન્ગ વાગી રહ્યા છે અને આ બધુ નીલ એ પ્લાન કર્યો હતો બિકોઝ અવની નો birthday હતો So નીલ એ બધા ને પાર્ટી આપી હતી.

             અવની અને નીલ માટે એક ખાસ ટેબલ બુક હતું જેમાં ટેબલ ની વચ્ચે સુગંધીદાર ગુલાબો હતા, ટેબલ ની બાજુ માં જ એક મોટો કાચ હતો અને કાચ ની પહેલી સાઈટ સ્વિમિંગ પુલ અને ઘાસ હતુ.

            ચાંદામામા નું પ્રતિબિંબ ટેબલ ની બાજુ માં રહેલ સ્વિમિંગ પુલ માં પડી રહ્યું હતું.અવની આ બધું જોઈને ખૂબ ખુશ થઈ.

         નીલ અને અવની એક બીજા ની આંખોમાં આંખો નાખી ને જમતા હતા અને કશું પણ બોલ્યા વગર બસ આંખોથી વાત કરી રહ્યા હતા. આમ ઘણો સમય જતો રહ્યો.બધા એક બીજા ને ગળે મળી છુટા પડી રહ્યા હતા.
બસ છેલ્લે હવે નીલ અને અવની બાકી રહ્યા હતા. હવે અવની પણ આંખો ના ઈશારે થી નીલ ને ઘરે જવાનું કહી રહી હતી અને સાથે જ નીલ પણ આંખ ના ઈશારે થી થોડી વાર રોકાઈ જવાનું કહી રહ્યો હતો. અવની ને ઘરે જવા માટે મોડું થઈ રહ્યું હતું એટલે એ વારંવાર જવાનું કહી રહી હતી અને નીલ અવની ને વારંવાર રોકી રહ્યો હતો.

અવની- નીલ સોરી પણ હવે મારે ઘરે જવું પડશે.સાથે તારે પણ હજુ હોટેલ માં રોકાવવાનું છે તો તું એ Find કર.આજે તે મારા માટે ઘણું બધું કર્યું છે , I Know તું થાકી ગયો હશે તો હવે તું જલ્દી થી હોટેલ Find કર અને આરામ કર પ્લીઝ.

           આજે તે મારી લાઈફ નો સૌથી યાદગાર દિવસ બનાવ્યો છે.આ દિવસ હું ક્યારેય નહિ ભૂલુ. ThanknU So Much Neel , Thank U So Much For Everything.
U Made My Day. I Love U So Much.
bt Neel Plz...I Want To Go Right Now..

નીલ - I Love You To My Jaan...
યાર.. દિકા થોડી વાર રોકાઈ જા..
હું નથી થાક્યો..
મારે મોડું નહીં થતું. હું આરામ થી હોટેલ Find કરી લઈશ Dont Worry. તારા વિના મને મન નહી લાગે યાર.
હું શું કરીશ અહીં એકલો એકલો આ Town માં?
તું પ્લીઝ આજે મારા સાથે રહે ને..

( આમ નીલ જીદ કરવા લાગે છે ) ત્યાં જ અવની નીલ ને પોતાની તરફ ખેંચે છે અને હોઠ ઉપર એક તસતસતું ચુંબન કરે છે અને નીલ ને શાંત થઈ જા અમે કહી ને એ નીકળી જાય છે..

નીલ ને થોડી વાર તો કશી પણ ખબર ન પડી...
બસ અવની ના એ તસતસતા ચુંબન વિશે વિચારે છે.

હવે આગળ શુ નવું થાય છે
શુ નવા ટ્વિસ્ટ આવે છે એ જોઈશુ.

? લવ ની ભવાઈ -11 ? માં..

તમે મને એટલો બધો પ્રતિસાધ આપ્યો છે એ બદલ તમારા બધા નો ખુબ ખુબ ધન્યવાદ..
તમારો સપોર્ટ ખૂબ જ રહ્યો છે. બસ આમ જ સપોર્ટ કરતા રહેજો..

Thank U So Much All...
Thank You Very Much....

?? Mr.NoBody...?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED