love ni bhavai-2 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ-૨

         સાંજ નો સમય છે ..મંદ મંદ પવન લહેરાય છે..પંખી ઓ એમના માળા માં પાછા ફરી રહયા છે અને નીલ પોતાની રૂમ માં બેઠો છે....પોતાનું કામ કરી રહ્યો છે...
          નીલ જમવા ચાલ ...નીલ ના મમ્મી એ કહ્યું...
          હા મમ્મી ...આવું છું....
   નીલ જમી ને એમના રૂમ માં જાય છે..એને એનું કામ કરવા લાગે છે...
થોડી વાર માં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે..ખૂબ વેગ થી પવન ફેંકવા લાગે છે..ત્યારે એ જ ક્ષણ માં એને અવની ની યાદ આવે છે...એ પોતાનો મોબાઈલ લઇ ડાયરેક્ટ અવની ને  મેસેજ કરે છે..પણ અવની નો કાઈ રીપ્લાય આવતો નથી..
નીલ રાહ જોવે છે અવની ના રીપ્લાય ની પણ રીપ્લાય આવતો નથી....
       નીલ મેસેજ લખે છે....
Hi.... Avni....Tu Thik Che Ne....??
Kai Problem To Nathi Nee....???
Take Care ...Taru Dhyan Rakhje Ho Avni......
Nd Msg Seen Kar Etle Direct Mane Reply Karje 
        નીલ મેસેજ તો લખી દે છે...પણ એના મન ને જરાય શાંતિ થતી નથી....મેસેજ ની રાહ જોવે છે....
રૂમ ની બારી પાસે જઈ અવની વિશે વિચારે છે....અવની નું હાસ્ય...એની રમતો....એનો ગુસ્સો....
              ત્યારે જ મોબાઈલ માં એક ટોન વાગે છે..નીલ તરત જ મોબાઈલ લઇ ને જોવે છે....
          અવની નો મેસેજ હોય છે....
Are Nil...I m alright ...Bs Hu baar Hati nd Varsad nd Traffic ma fasani Hati....Nd Maro phone Slight hato....
      નીલ : અરે એમ કેમ સાઇલેન્ટ ફોન પાસે રખાય ને ..ખબર છે તને ક્યાર ની અહીંયા હું રાહ જોવ છું તારા મેસેજ ની...
ખબર નઇ પડતી કાઈ ...
      અવની: અરે નીલ ગુસ્સો ના કર...અને કેમ રાહ જોવે છે મારા મેસેજ ની....
      નીલ : બસ એમ જ...
      અવની ઓકે...
      નીલ : તે આવીને જામ્યું.....તને કાઈ થયું તો નથી ને....બધું ઠીક છે ને....
      અવની : અરે નીલ બધું ઠીક છે....
      નીલ : ઓકે..
      અવની ...ઓકે નીલ બાય...હું સુઈ જાવ છું... કાલે વાત કરું...હો....ગુડ નાઈટ....
        નીલ : ગુડ નાઈટ....ટેક કેર....
   બસ આમ આ નવા સંબંધ ની શરૂઆત થાય છે...આમ જ ધીરે ધીરે બંને ની વાતો થવા લાગે છે....એક બીજા બધી જ વાતો શેર કરે છે....બને એક બીજા ના પ્રોબ્લેમ શેર કરે છે...
         એક દિવસ સવારે બને ઑફિસ માં કામ કરતા હોય છે અને એમાં થાય છે એવું કે એ બને હિસાબ કરતા હોય હોય છે અને એ હિસાબ ની અંદર વારંવાર 143 , 143 આવતું હશે...અને નીલ વારંવાર અવની ને 143 143 કહે છે...પણ અવની એ વાત પર ધ્યાન આપતી નથી અને પોતાનું કામ પૂરું કરી નીલ નું કામ પૂરું કરવામાં મદદ કરે છે...બને જણા પોતાનું કામ પતાવી ઘરે પાછા ફરે છે....
                  સાંજે નીલ અવની ને મેસેજ કરે છે....
હાઈ અવની....તે જમી લીધું....ક્યાં છે...
           થોડી વાર પછી અવની નો રીપ્લાય આવે છે...
હા નીલ મેં મસ્ત જમી લીધું ...તે જમ્યુ કે નહી....??
         હા હો...મેં પણ જમી લીધું...શુ કરે છે તું....
       અવની : બસ જો કાઈ નહીં..
       નીલ : એક વાત પુછું...?
        અવની : હા હા...પુછ ને નીલ..
       નીલ : શુ થયું પેલા મારા સવાલ નું...??
       અવની : કયો સવાલ...??
       નીલ..અરે પેલો.. 143...
      અવની : હા તો શું પણ એમાં....
       નીલ : યાર.....
      અવની...શુ યાર ....સાફ સાફ કહે...
      નીલ : અવની જો એક વાત કહું છું...એક દમ સાચી છે..અને દિલ થી કહું છું....I LOVE U.....
તું મને બોવ જ ગમે છે...તું જ્યારે મારી પાસે હોય ત્યારે મને બધું જ સારું લાગે છે...તું હોય ત્યારે હું બોવ જ ખુશ હોવ છું...તું મારા માટે એક દમ પરફેક્ટ છે...
તો તારો જવાબ શુ છે....
( થોડી વાર અવની નો રીપ્લાય આવતો નથી...અવની વિચારે છે..મારે શું કરવું...અંતે એ રીપ્લાય આપે છે....)
      અવની: નીલ તું ખૂબ જ સારો છોકરો છે...મને પણ તું બોવ જ ગમે છે...પણ મારે થોડો ટાઈમ જોઈએ છે...પ્લીઝ..મને થોડો ટાઈમ આપ...
      નીલ...અરે અવની ...હા હા કેમ નહિ...તારે જેટલો ટાઈમ જોઈતો હોય એટલો લે...હું તારા જવાબ નો વેઈટ કરીશ...
      અવની:  થેંક્યું...નીલ...
      નીલ...ચલ ગૂડ નાઇટ.... હવે સુઈ જા....
      અવની : હા નીલ બાય....તું પણ સુઈ જાજે વહેલા...
      નીલ: હા....અવની ...બાય...

          આમ એક અઠવાડિયા નો સમય જતો રહે છે અને નીલ અવની ના રીપ્લાય ની રાહ જોવે છે....જોત જોતામાં નીલ ની exam આવે છે...અને નીલ એમા લાગી જાય છે...અને રોજ બરોજ ની જેમ બંને વાતો કરતા હોય છે....
           એક દિવસ નીલ અવની ને કહે છે કે મારી બેન આવેલી છે તો અમે બાર લંચ કરવા જવાના છીએ જો તું ફ્રી હોય તો અમારી સાથે આવ...હું , મારી બહેન , અને તું...આપડે ત્રણેય જઈએ બહાર....
      (  અવની તો પેલા ના પાડે છે...પછી એ હા પાડે છે...)
         કાલે નીલ નું છેલ્લું પેપર છે...એને આખી રાત નીંદર નથી આવતી...અને બસ કાલે એ પેપર પૂરું કરી ક્યારે અવની ને મળવા જાય એ વિચારે છે...જોત જોતામાં સવાર પડી જાય છે...બહાર પક્ષીઓનો કલરવ છે...ધીરે ધીરે ફુકાંતો પવન છે..
સુરજ દાદા ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે..અને નીલ જોશ માં અને ખૂબ જ હર્ષો ઉલ્લાસ થી તૈયાર થાય છે..અને એ exam આપવા માટે નીકળે છે...મન માં આજે અવની ને શુ કેવું...કેમ કેવું ...કઇ રીતે કેહવું બસ એજ વિચારો ચાલ્યા કરે છે...
આમ વિચારતા વિચારતા એ exam હોલ સુધી પહોંચી જાય છે...એ પોતાનું પેપર મસ્ત રીતે લખી...ફટાફટ બહાર નીકળે છે...ત્યાં એની બહેન હોય છે..
             ભાઈ....અવની આવવાની છે...આજે , અત્યારે...
            નીલ...હા વેઈટ એને કૉલ કરી ને કનફોર્મ કરી લવ...
         નીલ: હાઈ અવની....ક્યાં છે તું....આજે આવે છે..ને....હું ને મારી બહેન તારી રાહ જોઈએ છીએ ...
       અવની:  હા નીલ હું આવું છું....પણ તારે મને લેવા આવવી પડશે...
      નીલ...અરે તું કે ત્યાં લેવા આવીશ...મને કોલ કરજે...
      ( ફોન મૂકે છે...)..
     નીલ...: હા બેન એ આવે છે...એને મારે પિક અપ કરવા જવાની છે...તો પેલા આપડે એને પીક અપ કરી આવીએ અને પછી આપડે જઈએ ..
         હા...ભાઈ ...કાઈ વાંધો નહીં...ચાલ...
         નીલ અને એની બહેન અવની ને લેવા જાય છે...
થોડી વાર પછી એ અવની ને જ્યાંથી લેવા ની હતી ત્યાં સ્થળ પર પહોંચે છે...
        નીલ ની નજર તરત જ અવની પર પડે છે...અને એક નવી જ પ્રકારની ફીલિંગ ,એક નવું હાસ્ય એના ચહેરા પર આવે છે ..ઉત્સાહ વધે છે...
         અવની : યાર એટલું લેટ કોણ આવે....સાવ...હું ક્યાર ની ઉભી છું અહીં....
       અરે સોરી....ચલ હવે બેસ....જમવામાં  મોડું થાય છે...
ત્રણેય  હવે રેસ્ટોરન્ટ માં જાય છે....રેસ્ટોરન્ટમાં પહોંચી નીલ અને અવની એક બીજા ની પાસે બેસે છે..અને બને જણા સાવ ચૂપ બેસી રહે છે...એક બીજા ની સામું જોવે છે...
નીલ થોડો ગભરાય છે બોલવામાં...એને અવની બધું જાણવા માટે ઉત્સુક છે...
આગળ .........
              .................ક્રમશઃ..........
વિનંતી....મારા ફોલોઅર્સ અને વાચક મિત્રો...પેલા તો સોરી કે ઘણા લોકો ના રીપ્લાય આવે છે કે ઝડપ થી તમે લખી ને સ્ટોરી અપલોડ કરો..પણ સમય ના અભાવ ના કારણે વાર લાગે છે...તો મારા વતી દિલ થી સોરી ....
અને બીજું કે ...તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારી સ્ટોરી ને પસંદ કરો છો....બસ તમારો સાથ આવીજ રીતે આપતા રહેજો...ભગવાન તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને તમારા બધા સપના પુરા કરે એવી ભગવાન ને મારા વતી પ્રાર્થના...
( અને હા...ત્રિજો ભાગ જલ્દી થી આવશે...)...
ધવલ લીંબાણી......( ??  સાવલ....??)..
         
      

બીજા રસપ્રદ વિકલ્પો