અવની - નીલ . હવે હું ક્યારેય તારી સાથે બહાર નહીં આવું , હું તને ટાઈમ નહીં આપી શકું , હું વાત પણ નહીં કરી શકું સોરી..
તું મને છોડી દે.
નીલ - અવની શુ થયું , શા માટે તું આમ બોલે છે , કઈ પ્રોબ્લેમ હોય તો મને કહે હું તને હેલ્પ કરું.
પ્લીઝ તું જે હોય એ મને કહે પણ છોડવાની વાત ના કર.
અવની - ( ગુસ્સા માં ) નીલ પ્લીઝ . મારે તારા જોડે કોઈપણ પ્રકાર ની વાત નથી કરવી. તારા જેવા છોકરા જોડે વાત તો &
શુ , સામુ પણ હું ના જોવ. મને અત્યારે ખૂબ ખરાબ ફિલ થઈ રહ્યું છે કે મેં તારા જોડે પ્રેમ કર્યો અને તારી સાથે રહી . તારી તો ઘણી બધી ફ્રેન્ડ તો છે જ ને એની પાસે જા. તારે ક્યાં કાંઈ કમી છે ગર્લ ની , તું તો છોજ હેન્ડસમ તને તો મળી જ રહેશે ને..
નીલ - તું મને કહીશ કે શું થયું છે, શા માટે આ બધું બોલી રહી છે , અને શા માટે ગુસ્સે છો.
અવની - હા તને તો કેમ કાંઈ ખબર જ ના હોય એમ તુ વાત કરે છે. મને ખબર પડી કે તારા ઘરે પૂજા આવી હતી અને તે મને કીધું પણ નહી. તું તો રહ્યો હશો ને પૂજા સાથે આખો દિવસ.
નીલ - what do you mean . તું શું બોલે છે..પાગલ છે..
પેલો વાત તો એ કે પૂજા મારી બેન સમાન છે અને હા એ આવી હતી પણ તને કહેવાનું ભુલાઈ ગયું.
અવની - વાહ. બીજું કશું નથી ભુલાતું બસ આવું જ ભુલાઈ જાય છે. એ મને કેમ ખબર કે તારી બેન છે. તમે બધા બોયસ યાર એક જેવા જ હોવ છો. બસ એક ને જોવે એટલે એ ગમે , પછી બીજી જોવે એટલે એ ગમે. એક થી તો તમને શાંતિ જ ના થાય ને ?
નીલ - અરે Cooldown.. તને શું થયું છે ? કેમ એટલો બધો ગુસ્સો કરે છે. યાર પૂજા મારી બેન સમાન જ છે અને બીજું એ કે એ જ્યારે આવી હતી ત્યારે મારા મોમ અને મારી સિસ્ટર બંને હતા.
હું એકલો એની સાથે ના હતો.
તને શું મારા પર એટલો પણ વિશ્વાસ નથી ?
અવની - ના નથી વિશ્વાસ મને તારા પર.. મારે બસ તારા જોડે નથી રેવું .મને મેસેજ ને એવું કંઈ ના કરતો પ્લીઝ. તારા જેવા છોકરા જોડે રહીને મેં ભૂલ કરી.
નીલ - અરે પણ મારા થી just એટલું ના કહેવાનું કે પૂજા આવી છે એમા વાત ને શા માટે આગલ વધારે છે. અને યાર મારા પર એટલો તો વિશ્વાસ કર. તું એટલા બોયઝ જોડે બોલે છે , વાત કરે છે , મેસેજ કરે છે , મેં ક્યારેય તને કાઈ કીધું છે.
તને નથી ગમતું એટલે હું કોઈ છોકરી જોડે વાત પણ નથી કરતો.
મારી પેલા જે ફ્રેન્ડ હતી એમને પણ હું નથી બોલાવતો કારણ કે તને નથી ગમતું. હું તારા માટે કેટલું કરું છું એ મારે તને કહેવાની કાંઈ જરૂર નથી ( નીલ એ પણ ગુસ્સા માં કહ્યું ) .
અવની - હા Good.. તું તો છો જ ને. બસ મારે તારા જોડે નથી રેવું. અને હા મને ખબર છે કે આપણા અને મારા ફોટોઝ નો તું મિસ્યુજ કરીશ અને મને બ્લેકમેલ કરીશ.
નીલ - oye..તું શું બોલે છે તને કાઈ ભાન છે. તને શું થયું છે આજે..હું કોઈ તારા ફોટો નો મિસ્યુજ નહીં કરું.
Wait.. હું આપણા બધા જ ફોટોને ડીલીટ કરું છુ.
( નીલ મોબાઇલ અને લેપટોપ માંથી બધા ફોટોસ ડીલીટ કરે છે અને સ્ક્રીન શોર્ટ લહીને અવની ને સેન્ડ કરે છે.)
( નીલ ગુસ્સા માં ) સાંભળ. સ્ક્રીન શોર્ટ સેન્ડ કરી દીધા છે જોઈ લેજે..ઓકે..
અવની - આભાર તારો.. તને તો હમણાં નવી મળી જશે અને એના જોડે પાછો સ્ટાર્ટ થઈ જશે..
( આવી ઘણી વાતો નીલ અને અવની વચ્ચે થાય છે. અવની નીલ ને બોવ જ ખરાબ સંભળાવે છે. નીલ ઘણી કોશિશ કરે છે કે અવની વાત સમજવાની કોશિશ કરે પણ અવની સમજતી જ નથી. આખરે વાત બ્રેકઅપ સુધી પહોંચી જાય છે )
અવની - નીલ આજ થી આપણું બ્રેકઅપ. હવે થી તું મને ના બોલવાતો .આપણી વચ્ચે બધું over..
નીલ - એક વાર તું ફરી વિચારી લે અને મને સમજ
મારી ભૂલ શુ છે એ કહે અને પછી તું મને છોડીને જઇ શકે છે.. હું તને નહીં રોકી શકું ( નીલે ઘણું સમજાવ્યા હોવા છતાં અવની નથી માનતી એટલે આવું બોલે છે)
અવની - મારે બસ નથી રેહવું તારા સાથે . તારે શુ એક નહી તો બીજી.
નીલ - ( ગુસ્સા માં ) હવે બસ યાર તારે જવું હોય તો જા પણ મારા વિશે આમ તું ખોટું ના બોલ.
( બનેં ઝઘડો કરે છે અને આખરે બંને એક બીજા સાથે બ્રેકઅપ કરી લે છે. નીલ અવની ને પોતાના સારા કરિયર માટે શુભકામના આપે છે અને good night કહે છે.)
સવાર માં નીલ મોડો ઉઠે છે. આજે એવો પ્રથમ દિવસ છે જ્યારે નીલ પોતાનો ફોન હાથ માં લેતો નથી અને પોતાના કામ માટે નીકળી જાય છે. નીલ ની અંદર ઘણા પ્રકારના પ્રશ્નો છે , અંદર થી ઘણો દુઃખી છે ,પણ એ પોતાના ફેસ પર સ્માઈલ રાખે છે.
બપોરે નીલ પોતાના કામ માટે ફોન હાથ માં લે છે અને નેટ ને ચાલુ કરે છે. ત્યાં જ ઘણા બધા મેસેજ ની નોટિફિકેશન આવે છે
નીલ એ મેસેજ ને ઓપન કરે છે અને એ જોતાં જ નીલ પોતાનો ફોન ટેબલ પર મૂકી દે છે અને ઉભો થઇ ને રડવા લાગે છે.
કારણ કે એ મેસેજ અવની ના હોય છે .
અવની - યાર નીલ મને માફ કરી દે.
મારી જ ભૂલ છે , મેં તારા પર વિશ્વાસ ન કર્યો.
તું ખૂબ જ સારો છે અને મારા માટે કેટલું બધું કરે છે.
હું મારી લાઈફ માં બધી રીતે આગળ વધીશ પણ તારા વિના તો હું કશું જ નહી હોય.
નીલ તું મારા માટે બહુ જ અમૂલ્ય છે અને મારા માટે બધું તું જ છે.
તારા વિના હું કંઈજ નથી .
પ્લીઝ મને માફ કરી દે..
મને એકવાર ચાન્સ આપ.
હું ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું અને always તને સપોર્ટ કરીશ .
નીલ પ્લીઝ મને એક ચાન્સ આપ પ્લીઝ..
હું તારા માટે બધુ મૂકી દઈશ but પ્લીઝ તું મારી સાથે રે.
મારા થી દુર ના જા પ્લીઝ…
I Love You So Much .
I love U very Very Much..
I m Nothing Live Without you..
મિત્રો...આપણ ને દરેક વખતે એવું લાગે છે કે વાત હંમેશા છોકરાઓનો હોય છે. કોઈ પણ સંબંધ તિરાડ આવે એટલે વાંક હંમેશા છોકરાઓ નો નીકળે છે.
અવની એ નીલ ને ઘણું ખરાબ સંભળાવ્યું , સૌથી ખરાબ માણસ કીધું, ના બોલવાનું બોલી ગયેલી. નીલ પર જરાય વિશ્વાસ પણ નથી રહ્યો. અને આવું તો એ કેટલું બધું બોલી ગયેલી..
હવે સામેથી અવની એ મેસેજ કર્યો છે નીલ ને.
એટલુ બધુ સાંભળ્યુ ,
ગુસ્સો સહન કાર્યો,
વાંક વગર ખોટા આક્ષેપો સહન કર્યા
હવે શુ લાગે છે ?
નીલ અવની ને પોતાની લાઈફ માં પાછી જગ્યા આપશે ?
અવની ને અપનાવશે ?
અવની ને બધુ જ માનનારો નીલ હવે અવની ને પોતાની માનશે ?
એ જોઈશુ આગળ ના ભાગ માં….
લવ ની ભવાઈ - 7 માં.
મિત્રો આ નવલકથા છોકરી અને છોકરા એમ બંને ના તરફ થી લખાઈ રહી છે. વાંક હંમેશા છોકરીનો નથી હોતો એમ જ દરેક વખતે વાંક છોકરાઓનો પણ નથી જ હોતો. બસ વાંક હોય છે સમય નો , સમજ નો અને પરિસ્થિતિ નો.
પ્રેમ કરવો સહેલો છે પણ એને સમજવો , માનવો, અને નિભાવવો ખૂબ જ અઘરો છે.
આપના પ્રેમ અને લાગણી નો ખૂબ ખૂબ ધન્યવાદ.
આભાર..