Love Ni Bhavai - 9 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 9

? લવ ની ભવાઈ - 9 ?


અવની - અરે યાર તું પણ શું સાવ. તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી. એક તો કેટલા કોલ કર્યા , મેસેજ કર્યા તારો રીપ્લાય જ ના આવ્યો એટલે મારી હાલત કેવી થઈ ગઈ ચિંતા માં ને ચિંતા માં. ( અવની નીલ ને સરપ્રાઇઝ આપવા માંગતી હતી એટલે નીલ ને કીધું નહીં કે હું ક્યાં છું એટલે એ ખોટું બોલી ) હું તો બસ ઘરે જ છું. કાંઈ નહીં છોડ.

મને એ કહે કે તું ક્યાં છે..?

નીલ - ( નીલ ને પણ અવની ના ઘરે જઈને સરપ્રાઈઝ આપવી હતી એટલે એ પણ ખોટું બોલ્યો ) હું ઘરે છું અવની.

અવની - okey નીલ..

             આ બંને જણા એક બીજા ને સરપ્રાઈઝ આપવા માટે એક બીજા ના ઘર ની તરફ વધી રહ્યા છે . અવની નીલ ના ઘરે જાય છે અને નીલ અવની ના ઘરે.બને એક બીજા ના ઘર ની સામે ઊભા છે, બને એક બીજા ને ફોન કરે છે પણ બંને માંથી એક પણ ફોન લાગતો નથી કેમ કે બંને એક જ સમયે ફોન કરે છે. આવું તો ત્રીસ મિનિટ સુધી ચાલ્યું. બનેં ને એક  બીજા ને મળવાની ચાહત વધી રહી હતી. ત્યાં જ અવની નો કોલ નીલ ને લાગી જાય છે

અવની-  ( ગુસ્સામાં )પાગલ, તને કેટલી વાર થી કોલ કરું છું , તારો કોલ કેમ નથી લાગતો. એક તો હું ક્યાર ની અહીં તારા ઘર ની બહાર તડકા માં ઉભી છું અને પોતાનો ફોન નથી લાગતો .

નીલ-  ( Shoked થતા )
   એક મિનિટ ,

   એક મિનિટ .

           તું શું બોલી જરા મને ફરી વાર કહે ? તું ક્યાં છે ?

અવની - એ બેહેરા..  ( મઝાક માં )હું છે ને મારા Future  પતિ ના મમ્મી ના ઘરે એટલે કે મારા સાસુ એન્ડ  મારા Future  પતિ ના પાપા એટલે મારા સસરા ના ઘરે  મારા સાસરિયામાં
ઉભી છું .

નીલ - અરે કાંઈક સમજાય એમ બોલ ને.

અવની- એ ભૂત હું તારા ઘરે
             તારા ઘર ની બાર
             તારા ઘર ની સામે ઉભી છું..

નીલ- ( આશ્ચર્ય થતા થતા ) એટલે તું એમ કેહવા માંગે છે કે તું મારા ઘરે છો means મારા ઘરની બહાર ઉભી છો ?

અવની - હા બાબા હા... હવે કેટલી વાર કહું . એક કામ કર તું મને વીડિયો કોલ કર.

નીલ ને ખોટું લાગી રહ્યું હતું કે અવની જૂઠું બોલે છે તો એ તરત અવની ને વીડિયો કોલ કરે છે અને એ જુએ છે કે અવની એના જ ઘર ની બહાર ઉભી છે ત્યાં જ અવની બુમ પાડે છે.
એ ભૂત..........
તું ક્યાં છે ??????  પાછળ પેલું વૃક્ષ છે એ મારા ઘરે છે સેમ એવું જ છે અને પાછળ જે ઘર દેખાય છે એ પણ મારા પાડોશ માં છે એવા જ છે.
નીલ સાચું કહે તું ક્યાં છે ?

નીલ - અરે અવની .  ( અવની ની જેમ મઝાક કરતા ) હું પણ  મારી future પત્ની ના મમ્મી ના ઘરે એટલે મારા સાસુ ના અને મારી પત્ની ના પાપા ના ઘરે છું મીન્સ કે હું મારા સાસરિયામાં છું..

અવની - એ પાગલ. I Can't Believe This. What Are U doing There ..તું ત્યાં શુ કરે છે ?

નીલ - મને પણ તું એ જ કહે કે તું મારા ઘરે શુ કરે છે ?

અવની - યાર નીલ. મેં તને ખૂબ જ હર્ટ કર્યો હતો અને ઘણું બધું સંભળાવ્યું હતુ એટલા માટે મેં એમ વિચાર્યું કે તને રૂબરૂ માં જઇ surprize આપું અને તારી માફી માંગુ અને પછી તારા માટે મેં એક મસ્ત surprize પ્લાન કર્યું હતું તો આપણે ત્યાં જઈએ અને સાથે ટાઈમ વિતાવીએ.

નીલ - ઓહ God.. યાર અવની . Same Here.. મેં પણ તને ગુસ્સામાં ઘણું બધું કિધેલું અને તને રડાવી પણ હતી એટલે તને ખુશ કરવા અને તને માનવવા મેં પણ તારા માટે એક surprize પ્લાન કર્યું હતું તો હું ડાયરેક્ટ તારા ઘરે આવી ગયો..

બનેં જણા ફોન પર હસે છે અને એક બીજાને ચીડાવે છે.

નીલ - અવની હવે શું કરીશું એ કહે ? એક કામ કર તું પાછી આવી જા. આપણે તારા જ town મા મળીયે.

              અવની ફટાફટ બસ પકડીને પાછી એના Town માં આવી જાય છે અને જ્યાં નીલ એ પહોંચવાનું કીધું હતું ત્યાં જવા માટે એ નીકળી જાય છે. રસ્તા માં આવતા આવતા એ વિચારે છે કે મારે નીલ માટે શું કરવું ? હું એને શુ કહું ? આ બધુ વિચાર અવની કરે છે ત્યા જ એનું ટાઉન આવી જાય છે.
જ્યાં નીલ એ કીધું હતું ત્યાં અવની પહોંચી જાય છે.અવની ને આવતા આવતા સાંજ થઈ જાય છે.

              અને જ્યા અવની પહોંચે છે ત્યાં એની આંખો ચાર થઇ જાય છે.એ થોડી વાર તો સ્તબ્ધ થઈ જાય છે.અવની ને પોતાની આંખો ઉપર ભરોસો નથી થતો કે એ શું જોઈ રહી છે.

             એક મસ્ત મજાનો ગાર્ડન રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ ના ગેટ ની દીવાલ પર જ લખ્યું છે
" Today 's Day Is Specialy For Someone"
નીચે એક ભૂત નો સિમ્બોલ દોરેલો છે. અવની રેસ્ટોરન્ટ ની અંદર પગ મૂકે છે ત્યાં જ એનો પગ એક નીચે રહેલી દોરી પર આવે છે અને અચાનક ગુલાબની પાંદડીઓનો વરસાદ શરૂ થાય છે.અવની ઉપર થી પડી રહેલા ગુલાબો ની પાંદડીઓને જુએ છે અને આંખમાંથી ખુશીના આંસુ શરૂ થાય છે.ધીરે ધીરે અવની આગળ વધે છે ત્યાં જ એક નાનો એવો છોકરો એને એક કાર્ડ આપવા આવે છે. એ કાર્ડ અવની લઈ લે છે અને એના પર જે લખેલું છે એ વાંચે છે.
" My Dear Beautiful Princess Welcome To My Heart "

             અવની ધીરે ધીરે આગળ વધે છે ત્યાં જ ધીરે ધીરે એને મ્યુઝિક સંભળાય છે જે અવની નું ફેવરિટ મ્યુઝિક છે.
પાછળ થી આવતો અવાઝ એને સંભળાય છે એને એ પાછળ જુએ છે ત્યાં જ , નાની નાની બેબી ગર્લ હાથ માં ગુલાબ પકડીને અવની ની તરફ આવતી હોય છે. બધી બેબી ગર્લ માં હાથ માં એક એક ગુલાબ છે.એ બધી અવની પાસે આવી જાય છે, અવની નીચે બેસે છે અને પેલી ગર્લ જે ગુલાબ આપે છે એ એક પછી એક લે છે અને સાથે જ પેલી બધી જ ગર્લ અવની ના ગાલ પર એક એક કિસ અપાતી જાય છે.

              બધી ગર્લ અવની નો હાથ પકડીને એને આગળ ની તરફ લઈ જાય છે. ત્યાં એક રસ્તો દોરેલો છે જે ગુલાબ નો હોય છે. રસ્તા ની બાજુમાં નાના નાના ટેડી બીઅર રાખેલા છે અને એક એક સળગાવેલી મીણબત્તી રાખેલી હોય છે
આગળ જતાં એક મોટું બધું heart ❤️ દોરેલું હોય છે ત્યાં લખેલું હોય છે stop.બધી બેબી ગર્લ ત્યાંથી ચાલી જાય છે
અવની આમ તેમ જુએ છે પણ કોઈ પણ એની આજુ બાજુ માં દેખાતું નથી..

             ત્યાં જ એક અવાઝ આવે છે " Hey Beautiful મને મિસ કરે છે " આ અવાઝ નીલ નો હોય છે .

અવની - યાર નીલ હવે સામે આવન ને પ્લીઝ. I m Still Waiting For You.. હવે તારા આ બધા surprize બંધ કર અને સામે આવ.

            બધી લાઈટ સ્ટાર્ટ થાય છે અને જ્યાં અવની ઉભી છે ત્યાંથી નીલ સુધી એક લાઇટિંગ રસ્તો બની જાય છે. લાલ કલર ના ફુગ્ગાઓ અવની ની આસપાસ ઉડવા લાગે છે. જેમ દિવાળી માં  ઝાડ ( એક ફટાકડો જેને સળગવાથી એક મોટો પ્રકાશ ફેલાય છે )  ને સળગવાથી નાના બાળકો ખુશ થઈ જાય છે તેમ અવની ની આગળ એ બધા ઝાડ નો પ્રકાશ ફેલાય છે.

                અવની જુએ છે કે જે બેબી ગર્લ લેવા આવી હતી એ જ ગર્લ એની સામે ફરીવાર આવી રહી છે અને પાછળ કોઈ red Shirt & Black Trouser માં કોઈ આવી રહ્યું છે.
ધીરે ધીરે અવની ને clear થઈ જાય છે કે એ નીલ છે. નીલ ઈશારો કરી ને એક વ્યક્તિને કહે છે સ્ટાર્ટ. ત્યાં જ Happy Birthday નું મ્યુઝિક સ્ટાર્ટ થાય છે ( આજે અવની નો birth day હોય છે ) નીલ અને પોતાના ઝગડા ને કારણે અવની એ પણ ભૂલી જાય છે.

         ધીરે ધીરે નીલ અવની ની બાજુ માં આવે છે અને ગોઠણ ભર બેસી જાય છે અને અવની ની સામે એક ગુલાબ આપતા કહે છે  "Wish You A Very Very Happy Birthday My Dear Princess
અવની ના મોઢા માંથી એક પણ પ્રકારનો શબ્દ કે અવાઝ નથી નીકળતો બિકોઝ એને હજી પણ એક સપના જેવુ જ લાગે છે.નીલ અવની નો હાથ પકડે છે એને કહે છે " oye પાગલ મને ભૂલી ગઈ કે શું ? હું તારો ભૂત!!
એટલા માં જ અવની નીચે બેસી નીલ ને ભેટી પડે છે. અને આંખમાંથી ધીરે ધીરે આંસુ સરકવા લાગે છે.

નીલ - oye Pagal મને ખ્યાલ છે કે તારા કપાળ માં પાણી નો કૂવો છે , એનો મિનિંગ એવો નથી કે તું રડતી રહે. થોડું પાણી બચાવ બીજા લોકો ને કામ આવશે ( હસતા હસતા કહે છે) 

આ સાંભળી અવની ધીરે થી નીલ ની છાતી પર મારે છે અને કહે છે.. Nil Thank U So Much. Thank You Very Very Much.. Really You MaDe My Day. I M so Happy Because You are In My Life.I Love U So Much My Nil.You are The Best Boyfriend In This Universe. Really Im So Lucky.. Thank U Very Very Much...

નીલ - ઓહ બાપ રે આજે મારા વખાણ શુ વાત છે મેડમ..
હવે મને બોવ રાઇ ના પહાડ પર ના ચડાવ હો..

( નીલ અવની ને ઉભી કરે છે. બાજુમાં ઉભેલી બેબી ગર્લ ને નીલ બોલાવે છે અને એ બેબી ગર્લ  એક બોક્સ નીલ ને આપી જાય છે. નીલ એ બોક્સ ખોલી ને એક રિંગ બહાર કાઢે છે અને અવની સામે ફરી એક વાર ઘૂંટણ પર બેસી અવની ની સામે એ રિંગ લાવે છે અને બોલે છે.

"                આમ તો હું પાગલ છું ,
                  અને આમ હું ડાહ્યો.
          પણ જે છું એ તારા પ્રેમના થકી છુ.
     ભગવાને કદાચ તને મારા માટે જ મોકલી હશે
       કેમ કે મારા જેવું આ ડિફોલ્ટ એન્ડ યુનિક પીસ
          કોઈ ના થી સંભાળી શકાય તેમ નથી.
                       ...........................

શુ બોલશે નીલ ?
કઇ રીતે નીલ  ફરી એકવાર અવની ને પ્રપોઝ કરશે?
અને શું રીએક્ટ કરશે અવની ?

આ બધું જોઈશું " લવ ની ભવાઈ -૧૦ માં
અને હા એક મોટો ટ્વિસ્ટ હજી બાકી છે તો અચૂક થી વાંચતા રહો લવ ની ભવાઈ.

ઘણી વાર આપણ ને એવી ખુશી ઓ મલતી હોય છે જે આપણી કલ્પનાની બહાર હોય છે . અને જે વ્યક્તિ આપડા માટે કશું કરે છે એને સાથ આપો. હંમેશા સપોર્ટ કરો . એમની સાથે રહો. પ્રેમ ફકત બોલવાથી ના થાય, ક્યારેક પ્રેમ ને સાબિત પણ કરવો પડે.

                          ? Sorry ?
ઘણા વાચક મિત્રો ના કોલ આવે છે અને મેસેજ આવે છે કે સર તમે જલ્દી થી આગળ ના પાર્ટ upload કરો.
હું તમારી લાગણી સમજુ છું પણ અમુક અંગત કારણોસર અને કામ ના લીધે બોવ જ ઓછો ટાઈમ મળે છે એટલે તમારે લોકો એ wait કરવો પડે છે . એ માટે Heartly Sorry.

આપ મારી સ્ટોરી ને પસંદ કરો છો એ માટે આપનો ખુબ ખુબ ધન્યવાદ...બસ આમ જ આપનો પ્રેમ આપતા રહો અને સપોર્ટ કરતા રહો..

Thank you.

? Mr.NoBody ?

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - DannyLimbani


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED