?લવ ની ભવાઈ - ૪?
નીલ તું મને ક્યારેય ફોન ના કરતો અને ક્યારેય મેસેજ પણ ના કરતો , અને ખાસ તો તારા સેલ માંથી મારો નંબર ડીલીટ કરી નાખજે અને તારા હૃદય માંથી પણ...
બાય............
નીલ - ઓકે અવની બાય....
અવની નીલ વિશે વિચારતી વિચારતી ખૂબ જ રડે છે અને એ જ વિચારે છે કે નીલ એ મારી સાથે આવુ શા માટે કર્યું , મારુ દિલ શા માટે તોડ્યું , મને શા માટે અંધારામાં રાખી , શા માટે મારા થી બધુ છુપાવ્યું , શા માટે મારા સાચા પ્રેમ ને એ ના ઓળખી શક્યો.
અને ખાસ તો અવની એ માટે રડતી રહી કે જ્યારે અવની એ નીલ ને છેલ્લી વાર કોલ કર્યો ત્યારે નીલ એ શા માટે કઇ ના બોલ્યો , નીલ એ કેમ કઇ પણ એક્સ્પ્લેન ના કર્યું , શા માટે મને ના મનાવી, કેમ એને ડાયરેક્ટ મને બાય કીધું બસ આજ કારણ થી એ વધુ રડતી હતી...
અવની એ જ વિચારતી હતી કે શું નીલ ને મારા પ્રેમ ની જરાય કદર ના થઇ , શુ એ મને ઓળખી ના શક્યો , કેમ નીલ એ મને દગો આપ્યો , શા માટે એને મારી સાથે જુઠા પ્રેમ નુ નાટક કર્યું , શા માટે મારી ફિલિંગ સાથે રમ્યો . બસ આજ વાત ના કારણે અવની સવાર થી સાંજ સુધી રડતી જ રહી....
ચૂપચાપ બેસેલી અને અંદરથી તુટી ગયેલી અવની બસ બેઠી બેઠી રડતી હતી એવા માજ એક પ્રાઈવેટ નંબર પર થી કૉલ આવે છે અને અવની એ કોલ રિસીવ કરે છે અને અવાજ સાંભળીને જ અવની રડવાનું સ્ટાર્ટ કરી દે છે કારણે કે એ કૉલ નીલનો હોય છે.
નીલ - હાઈ અવની , તારો ગુસ્સો શાંત થઈ ગયો ? તું શા માટે રડે છે? તું ઠીક છે?
અવની - નીલ મારે કાંઈ પણ વાત નથી કરવી પ્લીઝ તું હવે મને કૉલ ના કરતો , મને ભૂલી જા...
નીલ - અરે અવની એક વાર તો તું મારી વાત તો સંભાળ , તને શું થયું , તને કોઈએ કાંઈ કીધું , શા માટે આવું કરે છે , મને થોડું સમજાવ તો ખરા અવની..
અવની - નીલ મારે કશું જ નથી સમજવું કે સમજાવવું . પ્લીઝ તું મને કોલ ના કર...
નીલ - અરે યાર અવની તું સમજવાની ટ્રાય તો કર, એક વાર તો મને કહે કે શું થયું , શા માટે આવું કરે છે.
અવની - નીલ પ્લીઝ. હોંશિયાર ના બનીશ . તને બધી જ ખબર છે , તે મારી સાથે શા માટે આવું કર્યું ? તે મને શા માટે દગો આપ્યો ? તારે આવું નહોતું કરવું જોતું મારા જોડે , મેં તને દિલ થી પ્રેમ કર્યો હતો અને તારા પર કેટલો બધો વિશ્વાસ કર્યો હતો , તે મારી સાથે સારું નથી કર્યું નીલ...( જોર જોર થી રડે છે )
નીલ - અરે અવની . તું મને કંઈક કહેતો મને ખબર પડે ને. તું મને કહેતો ખરા શુ થયું ?
અવની - હા તો નીલ સંભાળ .. તે મને શા માટે ના કીધું કે તારે એક ગર્લફ્રેન્ડ છે..અને પેલા પણ ઘણી બધી હતી . તે શા માટે આ બધુ છુપાવ્યું મારાથી.. મેં તને ખૂબ જ લવ કર્યો તો નીલ યાર...
નીલ - ઓહ ગોડ....અવની તું શુ વાત કરે છે આ બધી ? આવું તને કોને કીધું ? તને મારા પર વિશ્વાસ નથી ???
અવની - મારા થી પણ વધુ મને તારા પર વિશ્વાસ છે નીલ . પણ હું કેમ વિશ્વાસ કરું આ બધું સાંભળીને તુજ કહે.
નીલ - અરે અવની. મારે એવુ કશું જ નથી..હા મારે તને અમુક વાતો કેવી હતી જે મેં તને નહી કીધી.કેમ કે એના માટે સારા સમયનો રાહ જોતો હતો..મને એ કહે કે આવું બધું તને કોણે કિધેલું..??
અવની - નીલ સાંભળ..
આજે હું ઓફીસ માં બેઠી હતી ત્યારે આપણા સર ત્યાં આવ્યા અને એ મારી સાથે વાત કરતા હતા અને મસ્તી કરતા હતા તો વાત વાત માં એ મને પૂછતાં હતા કે કોણ છે તારો બોયફ્રેન્ડ. અમને તો કહે ! એને એમ થયું કે મારો ફોન ટેબલ પર પડેલો તો એને ડાયરેક્ટ મારો ફોન ટેબલ પર થી લઇ લીધો અને ફોન ચેક કરવા માંડ્યા. નીલ પછી આપણા બન્ને ની એમને chat જોઈ અને એ બધું કેવા લાગ્યા કે..
અવની આ શું છે ..તને ખબર છે કે નીલ કેવો ખરાબ છોકરો છે. નીલ ને કેટલી છોકરીઓ ના કૉલ આવે છે , એ નીલ સાવ કરેક્ટરલેસ છોકરો છે, એ ગર્લ નો use એન્ડ throw કરે છે ,
આવું બધું મને એ કહેતા હતા...તો નીલ હું શું કરું તું જ કહે..
નીલ - અરે અવની એ સાવ ખોટું બોલે છે ..મેં કશું જ એવુ નહીં કર્યું , અને ના મને કોઈ ગર્લ ના કોલ આવે છે.અને અવની તું જ કહે કે મેં ક્યારેય તારી જોડે ખરાબ વર્તન કર્યું છે?? તારી જોડે ખરાબ રીતે કશું બોલ્યો છું ? તો શા માટે તું એ લોકો નો વિશ્વાસ કરે છે અને વાત માં આવી જાય છે...
અવની મેં તારી સાથે સાચો લવ કર્યો છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારા જોડે રહેવા માંગુ છું , મેં આપણા બંને ના સાથે કેટલા બધા સપના જોયા છે. મારા પર વિશ્વાસ કર અવની..
અવની - યાર નીલ હું તારા પર કઈ રીતે વિશ્વાસ કરૂ તું જ કહે..
તે આ બધું શા માટે ના કિધુ મને . તારે મને આ બધું પહેલા કેહવું જોઈતું હતું..
નીલ - મેં તારા થી કશું જ નહી છુપાવ્યું.
સંભાળ આજે હું તને મારી બધી જ વાત કરું...અને હા હું તને આ બધી જ વાત કરવાનો જ હતો પણ આપડે પછી મળ્યા પણ નહી અને એવો સમય ભી ના આવ્યો તો કેમ કહું....
અવની હું તને ખૂબ જ પ્રેમ કરું છું ખૂબ જ..
અવની મારે પેલા એક ગર્લ ફ્રેન્ડ હતી .મારે તને આ વાત કેવી જ હતી પણ એવો ટાઈમ ના મળ્યો..
મારે એની સાથે બ્રેક અપ થઈ ગયું છે...
હું એની માટે બધું જ કરતો..મારી ખુશીનું વિચારતા પેલા હું એની ખુશીનું વિચારતો પણ એને મારી કદર ના હતી....
( આવી ઘણી બધી વાતો ચાલે છે , નીલ બધું જ સાચું કહી આપે છે )
અવની - ઓકે નીલ...થેન્કયું.... મને બધું કહેવા માટે...
નીલ - અવની યાર હવે તો મેં તને બધું જ કહી દીધું છે જે સાચું છે એ બધુ જ...હવે તો તું મારી સાથે છે ને...??
અવની - કશું પણ જવાબ આપ્યા વિના વિચારતી રહે છે અને રીપ્લાય આપતી નથી...
નીલ - અવની જવાબ તો આપ ...તું મારી સાથે છે ને...???
( શુ હશે અવની નો રીપ્લાય.....એક તરફ નીલ નો બેશુમાર પ્રેમ છે અને એક તરફ અવની નું તૂટી ગયેલું દિલ ...
આગળ ના ભાગ માં જોઈશું કે આ પ્રેમ કથા માં શુ થાય છે..)
( મારા વાંચક મિત્રો ભાઈઓ અને બહેનો..
ઘણી વાર પ્રેમ ની વચ્ચે કોઈ ત્રીજાના આવવાના કારણે અમુક સંબંધ નો અંત થાય છે . મહિનો ના , વર્ષો ના સંબંધો ચૂટકી માં પુરા થઈ જાય છે ..આમા આપડે કોને દોષી કહી શકીએ . જે બે વ્યક્તિ પ્રેમ કરે છે એ કે પછી જે વ્યક્તિ વચ્ચે આવે છે તે.
મિત્રો આપણો સંબંધ શુ સાવ એવો છે કે કોઈ ત્રીજી વ્યક્તિ ના આવવાથી કે કેવાથી એ સમાપ્ત થઈ જાય , એના કશું ક કહેવાથી બધી જ લાગણી ઓ મન માંથી નીકળી જાય.)
મિત્રો સંબંધ બહુ જ અમૂલ્ય હોય છે એને સાચવતા શીખવું જોઈએ...પ્રેમ માં બે વ્યક્તિ સરખા ના હોય પણ એ બનેં ને સાથે રહી , એક બીજા ને સમજી આગળ વધવું જોઈ એ...
એક બીજા ને માન , સન્માન , સપોર્ટ આપી આગળ વધવું જોઇએ.....
બસ એટલું જ કેહવા માંગીશ કે મિત્રો પ્રેમ એક નાના છોડ જેવો છે...જો પાણી નહીં આપીએ તો મુરજાઈ જશે
વધારે પાણી આપીશું તો એ છોડ બળી જશે અથવા તો કરમાઈ જશે માટે એ છોડ ની સંભાળ દરરોજ રાખતા રહો , થોડું થોડું પાણી દરરોજ આપતા રહો , અને સામે એજ છોડ તમને સુંદર ફૂલ , સુગંધ , અને ફળીયા માં એક સુંદર દ્રશ્ય પૂરું પાડશે ...
લવ ની ભવાઈ - 5 જલ્દી થી આવશે ...
મારી બધી જ વાર્તાઓ અને કવિતાઓને વાંચવા બદલ ખુબ ખુબ ધન્યવાદ....
? ધવલ લીંબાણી