love ni bhavai - 5 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - ૫

                          લવ ની ભવાઈ - 5

( આગળ ના ભાગ મા નીલ અવની ના રીપ્લાય ની રાહ જોતો હતો કે અવની તેને અપનાવશે કે નહીં..)

               આખરે ઘણું બધું વિચારી અવની નીલ ને હા પાડી દે છે અને ફરી એક વાર નવા સંબંધ ની શરૂઆત થાય છે. નીલ અને અવની ના સંબંધ માં નવા વિચારો નું આગમન થાય છે , નવા સપના ઓની શરૂઆત થાય છે. બંને એક બીજા ના પ્રેમ ની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે…

                   બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા ની મદદ કરે છે અને સાથે જ કામ કરી એક બીજા નુ ધ્યાન રાખે છે.અવની નુ ઘર તેની ઓફિસ થી 20 કીમી દૂર છે તો અવની દરરોજ અપ ડાઉન કરે છે. આજે નીલ અવની ને કહે છે કે હું તને આજે મુકવા આવીશ અને અવની હા પાડે છે.

             આજે બંને જણા પહેલી વાર એક સાથે બાઈક પર નીકળે છે. બંને ને અલગ પ્રકારની ખુશી છે , મન માં અનેરી વાતો છે અને સાથે જ ધીમે ધીમે લહેરાતો પવન અને પક્ષીઓનો કલરવ છે નીલ અને અવની પોતાની પેહલી લોન્ગ ડ્રાઈવ ની શરૂઆત કરે છે. ધીરે ધીરે વાતો ચાલે છે. એક બીજા નો દિવસ કેવો ગયો એ પૂછે છે અને આમ વાતો ની શરૂઆત થાય છે એવામાં જ અવની નીલ ના ખંભા પર બને હાથ મૂકે છે. અને અચાનક નીલ ના બાઈક ની સ્પીડ ઘટી જાય છે, નીલ ને એક નવા જ પ્રકાર ના સ્પર્શ ની અનુભૂતી થાય છે સાથે અવની ને પણ એક નવા પ્રકારની ભાવના એના મન માં ઉદ્દભવે છે અને સાથે જ અવની નુ ઘર આવી જાય છે.નીલ અવની ને ઘર ની અંદર નથી જવા દેવા માંગતો.

અવની - બાય નીલ ..તારું ધ્યાન રાખજે અને બાઈક સ્લો ચલાવજે અને પહોંચીને મેસેજ કરી દે જે..ઓકે નીલ..

નીલ - ( કશું બોલ્યા વિના બસ ચૂપચાપ ઉભો છે અને અવની જે કહી રહી છે એને સાંભળી રહ્યો છે..

અવની - oye નીલ. ક્યાં ખોવાઈ ગયો. મેં કીધું એ સાંભળ્યું ?

નીલ - હા બાબા મેં સાંભળ્યું ( નીલ પોતાના મન ને મનાવી લે છે અને નિરાશ ચેહરા થી અવની ને કહે છે ) bye અવની . તારું ધ્યાન રાખજે…

                બસ હવે આમ જ ડેઇલી નીલ અવની ને મુકવા જાય છે અને અલગ અલગ વાતો થાય છે અને પ્રેમ માં વધારો થાય છે.
એક દિવસ જ્યારે નીલ અને અવની બાઈક પર જતાં હોય છે ત્યારે અચાનક અવની નીલ ને પાછળ થી hug કરી લે છે અને નીલ ની બાઈક બસ એજ જગ્યા એ જ stop થઈ જાય છે અને નીલ અવની ને પાછળ ફરી ને જુએ છે. અવની શરમાઈ છે અને કહે છે કે હવે તું મારો છે ઓકે તો હું જે કરું એ….ચાલ ચૂપચાપ બાઈક ચલાવ...આ સાંભળી નીલ અંદર ને અંદર મલકાઈ છે અને અવની ને ઘર સુધી પહોંચાડી દે છે. બસ આવું ચાલ્યા જ કરે છે.
 
               એક દિવસ અવની ને Exam આવે છે અને એ દેવા માટે અને દૂર જવું પડે તેમ છે. આ બધી વાત એ નીલ ને કરે છે અને નીલ કહે છે કે "dont worry Dikaaa " હું છુ ને. હું તારી સાથે આવીશ. આમ જરાય સ્વાર્થ વિના નીલ અવની ની સાથે જાય છે અવની ની help કરવા.

               નીલ અને અવની એ જગ્યા એ પહોંચી જાય છે અને નીલ અવની ને તેની બહેન ની ત્યાં લઈ જાય છે . બધા બેસી ને હસી મજાક કરે છે , વાતો કરે છે . એવા માં જ નીલ ના માઈન્ડ માં એક વિચાર આવે છે અવની ને પ્રપોઝ કરવાનો. આ બધી વાત નીલ એમની બહેન ને કરે છે અને નીલ ની બહેન પુરી રીત નીલ નો સાથ આપે છે.

                સાંજ નો સમય છે નીલ અને એની બહેન બહાનું કરી અવની માટે રિંગ લેવા જાય છે. અવની ઘરે નીલ નો wait કરે છે અને થોડી વાર પછી નીલ આવી જાય છે. હવે ત્રણેય જણા હોટેલ માં બહાર જમવા માટે જાય છે અને નીલ ત્યાં જ પ્લાન કરે છે જ્યાં એને અવની ને પ્રપોઝ કરે છે..ત્રણેય ટેબલ પર બેસી જાય છે.

          નીલ એ બધું સેટ કરી રાખ્યું છે. એવા માં જ song ના શબ્દો સંભળાય છે " હમ તેરે બિન અબ રહ નહીં સકતે , તેરે બીના ક્યાં વજૂદ મેરા " નીલ ધીરે થી ઉભો થાય છે અને અવની નો હાથ પકડીને એને હોટલ ની વચ્ચે લાવે છે અને આંખો બંધ કરવાનું કહે છે. અવની ના મન માં થોડુંક તો કંઈક હતું જ પણ નીલ આવું બધું કરશે એ એના મન માં પણ ના હતું. નીલ ગોઠણ ભર બેસી જાય છે ,જમણા હાથ ના અંગુઠા માં રિંગ લઇ અવની ની સામે કરે છે અને અવની ને આંખો ખોલવાનું કહે છે. અવની ની આંખો જ્યારે ખુલે છે ત્યારે અચાનક જ એની આંખ માંથી આંસુ ઓ નીકળવા લાગે છે એને પોતે જ નીચે બેસી ને નીલ ને ભેટી પડે છે અને રડે છે કારણકે અવની માટે આ એવો પલ છે જે એને સપના માં પણ નથી વિચાર્યો.નીલ અવની ને ઉભી થવાનું કહે છે એને અવની નો ડાબો હાથ પકડી એને રિંગ પહેરાવે છે..

નીલ -  અવની હું તને અત્યારે શુ કહું એ મને કશુંજ ખબર નથી. મારી પાસે શબ્દો નથી કે હું તને શું કહું પણ હા અવની…
મારા માટે જે છે એ હવે તુ જ છે. તારા વિના હું કશુંજ નથી.
તું મારી પ્રેરણા છે ,
રાતે આવતા સપના ની રાણી છે તું,
સવારે ઉગતા સૂર્યની કિરણ છે તું,
મારી આંખો માં રહેલા સપના છે તું ,
મારા મલકાતાં ચહેરા ની મુસ્કાન છે તું,
મારા ધડકતા હૃદય ની ધડકન છે તું,
અને લાસ્ટ માં બસ એટલું જ કે
મારા લાઈફ ની most important વ્યક્તિ છે તું.

બસ આનાથી વધુ હું નહિ કહી શકું..

So..Will U Marry This Mad Guy..શુ તું ready છે મને સહન કરવા માટે…..

( બને જણા હસી પડે છે )

અવની - રડતા રડતા….હા પાગલ હું તને સહન કરવા રેડી છું..
આ જન્મ નહીં આવતા સાતે સાત જન્મ…..

આ સાંભળી જ નીલ અવની ને ભેટી પડે છે અને આસપાસ ના બધા લોકો તાળીઓથી બંને ને વધાવી લે છે….

         oye રોમાન્સ ની રાણી અને રોમાન્સ કિંગ. તમારું હવે પતી ગયું હોય તો જમવા બેસીએ મને બોવ જ ભૂખ લાગી છે . નીલ ની બહેન એ હસતા હસતા કહ્યું …

(  બધા મોજ અને આનંદ થી જમી લે છે અને ઘરે પરત ફરે છે.)

               રાત્રે નીલ અને અવની ઘર ના garden એરિયા માં આવેલા ઝુલા પર બેઠા છે.. અવની નીલ ના ખંભા પર માથું રાખી દે છે અને નીલ નો હાથ પકડી લે છે અને નીલ પણ અવની ના માથા પર હાથ ફેરવે છે અને વાતો કરે છે બસ આમ આખી રાત બંને બેઠા રહે છે અને વાતો કરતા રહે છે…

            સવાર પડી જાય છે નીલ અવની exam hall સુધી મુકવા માટે જાય છે અને પાછો લેવા પણ જાય છે..

( નીલ અને અવની exam આપી ને પાછા આવી જાય છે )

**********************************************   

                એક સાથે આવા ખુબસુરત પળ વિતાવ્યા પછી નીલ અને અવની ના મન માં એક બીજા ના પ્રત્યે માન, સન્માન માં વધારો થાય છે , એક બીજા ના વિશ્વાસ માં વધારો થાય છે..બસ આમ જ દિવસો વિત્યા કરે છે અને બંને પોતાની લાઈફ માં આગળ વધે છે.

થોડા દિવસો પછી ની વાત છે..

નીલ પોતાનું કામ કરી રહ્યો છે અને અચાનક જ અવની નો મેસેજ આવે છે

અવની - નીલ . હવે હું ક્યારેય તારી સાથે બહાર નહીં આવું , હું તને ટાઈમ નહીં આપી શકું , હું વાત પણ નહીં કરી શકું સોરી..
તું મને છોડી દે…..
બસ ……..

એવું તો શું થયું કે જે વ્યક્તિ એ સાત જન્મ સાથ રેવાની વાત કરી હતી એને આવા મેસેજ કર્યા...

એ જોઈશું..આગળ ની આ complicated story ભાગ " લવ ની ભવાઈ- ૬ " માં…

માફી ચાહું છું કે ઘણા મિત્રો ને રાહ જોવી પડે આ સ્ટોરી વાંચવા છે એ બદલ ...

મારી બહેનો , માતાઓ અને ભાઈ ઓ મારી કાઈ ભૂલ થતી હોય તો માફ કરજો અને તમારો અભિપ્રાય આ સ્ટોરી માટે જરૂર થી આપશો…..
ધન્યવાદ………
ધવલ લીંબાણી…..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED