Love Ni Bhavai-3 books and stories free download online pdf in Gujarati

લવની ભવાઈ -3

                                   ભાગ -3 

        રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે...અને આપડા બને કેરેક્ટર..... રોમેન્ટિક , હેન્ડસમ, ચાર્મિંગ નીલ અને ક્યૂટ , બ્યુટીફૂલ, હોંશિયાર અવની....એક બીજા ની પાસે બેઠા છે...બંને જમવાનું ઓર્ડર કરે છે....પ્લેટ આવે છે ...ધીરે ધીરે જમવાનું શરૂ કરે છે...એક બીજા માં ખોવાયેલા છે..એક બીજા ના ચેહરા ને જુએ છે , એક બીજા ની આંખો કાઈ ક વાત કરતી હોય એવું લાગે છે ..બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે ...અને આમ જ સમય છે એ વીતતો રહે છે....
         ઓયે પ્રેમી પંખીડા ઓ....અહીં અમે પણ બેઠા છીએ હો...નીલ ની બેન બોલી...
         અરે હા હા સોરી સોરી ...નીલ એ કહ્યું...
          નીલ મારે પણ હવે મોડું થાય છે મારે ઘરે જલ્દી પહોંચવું પડશે તો ચાલો હવે નીકળીએ....
          અરે અવની પ્લીઝ થોડી વાર બેસ ને આપડે હજુ હમણાં જ આવ્યા છીએ...નીલ એ કહ્યું...
          અરે એ માણસ હમણાં આવવા વાળી ..બે કલાક થી બેઠા છીએ....ત્યારું ધ્યાન બીજે છે....છાનો માનો ઉભો થા ચલ.....નીલ ની બહેન એ કહ્યું...
         પણ કેમ જાણે નીલ અને અવની ને એક બીજા થી છુટા ના પડવું હોય ...નીલ અવની નો ફેસ જોવે છે અને જવા માટે ની ના પાડે છે....પણ અવની ને જવું છે એટલે પછી નીલ પોતાનું મન મનાવી લે છે...
             ઓકે ચાલો.....પેલા હું અવની ને ડ્રોપ કરી આવું છું પછી હું તને લઇ જઈશ...(નીલ ની બહેન ને) 
            નીલ ની બહેન ..હા હા ...કેમ નહિ...તું પેલા અવની ને મૂકી આવ ....
           નીલ અને અવની બંને જણા બાઇક પર જાય છે ..નીલ ના મન માં ઘણા બધા પ્રશ્નો છે...અને અવની ને પણ છે....
           અવની યાર ...આપડે એટલા દિવસ થી સારા મિત્રો છીએ...એક બીજા થી એટલા ક્લોઝ છીએ તો હવે તને એક વાત પુછવી છે ...પૂછું.   
           અવની ....હા...નીલ....પુછ....
           નીલ - જો અવની તું મને ખુબ જ ગમે છે...તારી દરેક વાત મને ગમે છે...હું તને ખૂબ જ પસંદ કરું છું...અને સાથે લવ પણ.....સો અવની I love u So much....,પ્લીઝ મને તારો રીપ્લાય જોઈએ છે....
              અવની થોડી વાર સાવ ચૂપ રહે છે અને વિચારે છે. .અને નીલ ને કહે છે ..કે નીલ તું ખૂબ જ સારો છોકરો છે..મને પણ તું ગમે છે પણ .......

           પણ શું..?????  
           અવની ,.તું મને કાઈ પણ કહી શકે છે...તારા મન માં જે હોય એ કહી શકે છે...નીલ એ કહ્યું...
           જો નીલ મારા પાસે ઘણા બધા સવાલ છે..મારે એ બધા ના જવાબ જોઈએ છે...અને એ પણ સાચા. અવની એ કહ્યું ..
           અરે હા હા કેમ નહી અવની...તારે જે પૂછવું હોય એ તું પૂછી શકે...અને હું બધું સાચું જ કહીશ...
            જો નીલ પેલી વસ્તુ એ કે મારી સિવાય તારી લાઇફ માં બીજી કોઈ ગર્લ ના આવવી જોઈએ...મને તારા પર ટ્રસ્ટ છે પણ નીલ આ વસ્તુ મને નહીં ગમે કે  તારી લાઈફ માં મારા સિવાય કોઈ  બીજી એકપણ ગર્લ ના હોવી જોઈએ...બીજું નીલ કે મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું મને ક્યારેય દુઃખી નહીં કરે પણ તારે મને પુરી રીતે સમજવી પડશે...મને સમજાવું પડશે...
હું પણ તને લવ કરું છું નીલ.....પણ મને ડર લાગે છે...
              
                 અરે અવની ડર શા માટે.....???? હું છું ને તારી સાથે ...બસ તું હા પાડી દે... આપડે બંને થઈ ને બધું જ સારૂ કરી દઈશું....આપડે બંને સાથે હશું તો બધું જ સારું થઈ જશે...
            આવી રીતે બંને ની ઘણી બધી વાતો ચાલે છે...
અને આખિર માં....
           ઓક નીલ I Love U Too.... અવની એ કહ્યું ...
          નીલ પુરા જોશ માં આવી જાય છે...એક જબરજસ્ત ફીલિંગ એના મન ની અંદર આવી જાય છે...નીલ ને બસ એટલું જ છે કે એ અવની માટે બધું જ કરે....એના બધા સપના ઓ પુરા કરે.....એનો સાથ આપે....એની સાથે રે....બધું જ...
           આમ નીલ અવની ને કહે છે...thank you અવની મારી લાઈફ માં આવવા માટે...હું તને આ દુનિયા ની બધી જ ખુશી આપીશ...તારા બધા સપનાઓ હું તારી સાથે રહી ને  એ સપનાઓ હું પુરા કરીશ....દરેક વાત માં તારો સાથ આપીશ...
( આમ બધી વાત ચીત કરતા કરતા નીલ અવની ના ઘર સુધી પહોંચી જાય છે..)

        ચાલ નીલ ....બાય....તારું ધ્યાન રાખજે...અને સંભાળીને જાજે....
            હા એવની....dont worry..... Tention ના લે...
આમ બોલતા બોલતા નીલ અવની drop કરી દે છે...અને એની બહેન ને મુકવા માટે જાય છે...
                સાંજ નો સમય છે....નીલ પોતાના ઘર ના terrace પર બેઠો છે અને અવની ને મેસેજ કરે છે અને સાથે જ અવની ના મેસેજ ની રાહ જોવે છે....નીલ ને જ્યારે અવની વિના કાઈ ગમતું જ ના હોય એમ બેઠો છે....સાવ ગુમસુમ 
ત્યાંજ એક મેસેજ આવે છે....
        Hi ....Nil.....
        આ મેસેજ જોઈને નીલ ના મોઢા પર એક જોરદાર હાસ્ય અને ચમક આવી જાય છે....અને વાતો ની સિલસલો ચાલુ થાય છે...
              Hi Avni Kem Che.....
             I m Fine Nil....Tu kem Che...
             Are Avni Aaje To bov J Khush Chu...Aaje mari Life No Best nd Memorial Day che...To bov j kHush chu .....
અને સાથે જ નીલ એને એક મેસેજ મોકલે છે.જેમાં લખ્યું હોય છે...
"શુ કહું એ વાદળ ને 
         જે વરસે છે મન ભરી ને...
શુ કહું એ વીજળી ને.
          જે ચમકે છે મન ભરી ને..
શુ કહું મારી એ દિકુ ને..
           જે પ્રેમ કરે છે મને મન ભરીને...
શુ કહું તારા એ પ્રેમ ને...
           જે મન ભરી ને મારા પર વરસે છે...
શુ કહું તારા એ હાસ્ય ને... 
            જે મારા હૈયા માં વસે છે...
શુ કહું એ તારા મન ને...
             જે મારા શરીર માં ધબકે છે..."
          આ સાંભળીને જ અવની ખૂબ જ ખુશ થઈ જાય છે...
          બસ આમ જ વાતો તો દોર ચાલુ રહે છે...દરરોજ સવારે ઉઠતા ની સાથે એક બીજા ને Good Morning ની સાથે વાતો ના મેસેજ થાય છે...બે હંસો ના જોડા ની જેમ બને એક બીજા ના પ્રેમ માં તરબોળ છે...દુનિયા ની બધી જ ખુશી ઓ એને મળી ગઈ હોય એમ એક બીજા ના પ્રેમ માં ખોવાયેલા છે....અને આમ જ એક બીજા ને ટાઈમ આપે છે અને વાતો કરે છે અને આમ જ બંને નો પ્રેમ વધુ ગાઢ થઈ જાય છે...
            ( થોડા દિવસો પછી )....
            નીલ ને એના કામ માટે બાર જવાનું થાય છે અને એ પોતાના કામ માં વ્યસ્ત છે ત્યારે અવની સાથે વાત થાય છે અને બપોરે ની વાત છે....
             નીલ ને અવની નો ફોન આવ છે અને નીલ એ ફોન રિસીવ કરે છે...અને એ ફોન ઉપાડ ની સાથે જ નીલ નો ચેહરો અને ચમક બંને ઉડી જાય છે...
          હેલો નીલ તું ક્યાં છે....તે કેમ મારી સાથે આવું કર્યું ...તે મારો વિશ્વાસ તોડ્યો છે...તારે મારી સાથે આવુ નોતું કરવું જોઈતું...હવે તું મને ક્યારેય ફોન કે મેસજ નહી કરે અને મારો નંબર પણ ડીલીટ કરી નાખજો બાય.....અવની એ કહ્યું.   
         
આગળ.....
....................................ક્રમશઃ........................
એક બીજા ના પ્રેમ માં તરબોળ બની ગયેલા..
બંને ને એક બીજા પર વધુ વિશ્વાસની  નાવ આખરે કેમ ડૂબી ગઈ...
એવું શું થયું આ બંને વચ્ચે કે એમના પ્રેમ દોર તૂટી ગઈ...
આ જોઈશુ આપડે આગળ ના ભાગમાં....
આભાર વાંચક મિત્રો....
...............................સાવલ...................

બીજા રસપ્રદ વિકલ્પો