taras premni - 19 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૧૯સ્કૂલમાં મેહા RR સાથે વાત કરી રહી હતી. ધીમે ધીમે મેહા RR ને ચાહવા લાગી હતી.

એક દિવસે નેહા ના ઘરે પાર્ટી હતી.

રજત મેહાને ઘરે લેવા ગયો હતો. મેહા શોર્ટ સ્કર્ટ અને ટોપ પહેરીને આવી હતી.

RRએ મેહા પર એક નજર કરી પછી તરત જ આંખો ઝૂકાવી દીધી.

મેહા:- "ચાલ જઈએ."

RR:- "ઘરે કોઈ નથી."

મેહા:- "ના કોઈ નથી."

RR:- "તારું ટોપ આજે કંઈક વધારે જ શોર્ટ છે."

મેહા વિચારી રહી હતી કે રજતે જાણી લીધું કે ઘરે કોઈ નથી અને ઉપરથી પાછું કહ્યું કે ટોપ કંઈક વધારે જ શોર્ટ છે. અને રજતને છોકરીઓને મીઠી મીઠી વાતોમાં ફસાવતા વાર નથી લાગતી. એવી જ મીઠી વાતો કરીને છોકરીઓને ઈમ્પ્રેસ કરે છે અને એ બહાને છોકરીઓને કિસ કરે છે.

મેહા:- "મને ખબર છે કે બીજા બધા ટોપ કરતા આ ટોપ વધારે જ શોર્ટ છે. આ ટોપ મેં પહેલી વાર પહેર્યું છે."

RR:- "હું અહીં Wait કરું છું. જા ચેન્જ કરી આવ."

રજતની આ વાત સાંભળી મેહાને આશ્ચર્ય થયું.

મેહા:- "ના મને આ ટોપ બહું ગમે છે. મારે ચેન્જ નથી કરવું."

RR:- "મેહા સમજવાની કોશિશ કર. આ ટોપ એકદમ જ શોર્ટ છે અને હું નથી ઈચ્છતો કે કોઈ તને આવી રીતના જોય."

મેહા:- "તું સમજે છે એટલું શોર્ટ નથી. ચાલ હવે જઈએ."

RR:- "મેં એકવાર કહ્યું ને કે ચેન્જ કરી આવ."

મેહા:- "ના હું નહીં જાઉં."

RR:- "તું એમ નહીં માને. હું તને ચેન્જ કરાવીશ."

RR મેહાને ઊંચકી લે છે.

મેહા મનમાં વિચારી રહી કે "RR સાચ્ચે જ મને ચેન્જ કરાવશે. મેહાને એક ક્ષણ માટે ડર લાગ્યો. RR તો છોકરીઓ સાથે....Oh God... હું તો વિચારી પણ નથી શકતી. ખબર નહીં RR મારી સાથે શું કરશે."

મેહાને રૂમમાં લાવી દરવાજો બંધ કરી દીધો.

RRએ મેહા તરફ જોયું અને આગળ વધવા લાગ્યો.
મેહા તો દિવાલ પાસે ઉભી રહી ગઈ.

RR:- "Relax મેહા. મારાથી ડરવાની જરૂર નથી. હું તને કંઈ નહીં કરું."

મેહાને ત્યારે હાશકારો થયો.

RRએ મેહાનો હાથ પકડી અરીસા પાસે ઉભી રખાડી.

RR:- "અરીસામાં પોતાની જાતને ધ્યાનથી જો."

મેહા પોતાની જાતને ધ્યાનથી જોઈ રહી.

મેહાને પોતાની જાતને જોતાં જ શરમ આવી. મેહા વિચારવા લાગી કે ખબર નહીં કેમ મેં આટલા શોર્ટ કપડાં પહેરી લીધા. RRએ બેડ પરથી એક શૉલ લીધી. મેહાએ બંને હાથોથી પોતાની જાતને છૂપાવી લીધી. RRએ મેહાની ફરતે શૉલ વિંટાળી ઓઢાડી દીધી. મેહાને કમ્ફરટેબલ ફીલ થયું.

RRએ મેહાના કપડાં જોયા. એક ડ્રેસ સિલેક્ટ કરી.

મેહા RRને જોઈ રહી. "RRએ મને ઓઢાડ્યુ. પણ RR તો બીજી છોકરીઓના શરીરને સ્પર્શ કરે છે અને મને સ્પર્શ સુદ્ધાં તો શું એ નજરથી મને જોયું પણ નથી. મને આ ટોપમાં જોતાં જ RRએ નજર ઝૂકાવી દીધી હતી. પણ કેમ? કેમકે હું અન્કમ્ફર્ટેબલ ફીલ ન કરું એટલે. અને રૂમમાં આવીને મને શૉલ ઓઢાવી દીધી. RR ઈચ્છતે તો મને સ્પર્શ પણ કરી શકતે અને હું RRને સ્પર્શ કરવા દેત. આ મને શું થઈ રહ્યું છે. RR મને ટચ કરતે તો હું RRને કદાચ રોકતે પણ નહીં. ક્યાંક RRને હું પ્રેમ તો નથી કરવા લાગી ને?
મેં RRને કેટલો જજ કર્યો. હું તો RRને bad boy માનતી હતી પણ RR તો Good boy નીકળ્યો."

RR:- "ઑ હૅલો ક્યાં ખોવાઈ ગઈ? જા ચેન્જ કરી આવ. હું નીચે ઉભો છું."

મેહા RRએ સિલેક્ટ કરેલી ડ્રેસ પહેરીને આવે છે.

બંન્ને બાઈક પર બેસે છે. રજત બાઈક હંકારી મૂકે છે.

મેહા:- "RR તું પહેલેથી જ આવો છે કે અત્યારે અત્યારે બદલાયો."

RR:- "હું તો પહેલેથી જ આવો છું."

RRએ અરીસામાંથી જોયું. મેહાનો કન્ફ્યુઝ ચહેરો દેખાયો.

RR:- "એમ પણ તારી પાસે દિમાગ નથી તો એનો વધારે use ન કર."

મેહા:- "તે વર્તન જ એવું કર્યું છે કે હું વિચારવા પર મજબૂર થઈ ગઈ."

RR:- "વધારે ન વિચાર. તને સારી રીતના જાણું છું. તારો બોયફ્રેન્ડ છું તો તને આ કપડાં માં કેવી રીતના જોઈ શકું? એટલે શૉલ ઓઢાવી દીધી."

મેહા:- "રિયલી? મને તો યાદ નથી કે તે મને ક્યારે પ્રપોઝ કર્યું અને ક્યારે તું મારો બોયફ્રેન્ડ બની ગયો."

RR:- "બોયફ્રેન્ડ બન્યો નથી તો મને બનાવી લે."

મેહા:- "હું શું કામ તને બોયફ્રેન્ડ બનાવું? તારે મને ગર્લફ્રેન્ડ બનાવવી હોય તો બનાવી શકે છે."

RR:- "આમ ગોળ ગોળ શું કામ વાત કરે છે? સીધેસીધું બોલ ને કે તું ઈચ્છે છે કે હું તને પ્રપોઝ કરું?"

મેહા:- "RR બસ હો હવે આ કંઈક વધારે થાય છે. તું છે ને મારી સાથે Openly ફ્લર્ટ કરે છે."

RR:- "તું નથી કરતી ફ્લર્ટ મારી સાથે? મેહા તને નથી લાગતું કે તું કંઈક વધારે Open mind થતી જાય છે."

મેહા:- "સારું છે ને તો. એમ પણ સંકુચિત માનસ વાળા લોકો મને બિલકુલ પસંદ નથી. અને તું પણ કંઈક બદલાય ગયો છે. તને ખબર છે હવે હું તને પસંદ કરવા લાગી છું નહીં તો પહેલાં તું મને બિલકુલ...."

RR:- "કેમ અટકી ગઈ. હું સમજી ગયો પહેલાં તું મને બિલકુલ પસંદ નહોતી કરતી અને હવે પસંદ કરે છે."

મેહા:- "હા કદાચ હું તને જજ કરી રહી હતી. પણ હવે મારો તારા પ્રત્યેનો નજરિયો બદલાય ગયો છે."

મેહાને બસ હવે એક જ વિચાર આવતો કે એકવાર RR મારો થઈ જાય પછી દિલમાં બીજી કોઈ ચાહત નથી.

ક્રીના અને Nik ની દોસ્તી પણ ધીમે ધીમે વધી રહી હતી. ક્રીના અને Nik કોલેજમાં સાથે જ નાસ્તો કરતા.

સ્કૂલમાં RR અને મેહાની દોસ્તી વધતી જોઈ તનિષા મનોમન ઈર્ષા કરવા લાગી.મેહાએ તનિષાને થપ્પડ માર્યું હતું તે તનિષાને યાદ હતું.

તનિષા મનોમન કહેતી "તે થપ્પડ માર્યું છે તેનો બદલો તો હું લઈને જ રહીશ મેહા."

તનિષાએ બહું વિચાર્યું કે મેહા સાથે કેવી રીતના બદલો લેવો. થોડા દિવસ વિચારતા વિચારતા તનિષાને એક આઈડિયા આવ્યો.

એક દિવસ તનિષા અને તન્વીએ મેહા પર નજર રાખી. મેહા ચેન્જ કરી ડાન્સ કરી રહી હતી. તનિષા અને તન્વીએ બધાની નજર ચૂકવી મેહાના યુનિફોર્મ પર એક પાઉડર છાંટી દીધો.

મેહા યુનિફોર્મ પહેરી ક્લાસમાં ગઈ. ક્લાસમાં મેહા રજત સાથે વાત કરી રહી હતી. તનિષા અને તન્વી પણ મેહાની પાછળ પાછળ આવ્યાં. RR સાથે મેહાને જોતાં તનિષાને ગુસ્સો આવ્યો.
તનિષા વિચારવા લાગી આ મેહા અને RRને પણ દૂર કરવું પડશે. તનિષાને મગજમાં એકાએક ઝબકારો થયો. તનિષાએ પાઉડરનું બોટલ રજતના બેગમાં મૂકી દીધી. બેગની ચેન જાણી જોઈને તનિષાએ ખુલ્લી રાખી.

મેહાને થોડી મિનીટો પછી શરીરમાં ખંજવાળ આવવા લાગી.

RR:- "શું થયું મેહા?"

મેહા:- "કંઈ નહીં બસ થોડી ખંજવાળ આવે છે."

ધીમે ધીમે મેહા વધારે ખંજવાળવા લાગી.

RR:- "મેહા Are you ok?"

મેહાને એટલી ખંજવાળ આવતી હતી કે મેહા અકળાઈને પોતાની ટાઈ અને શર્ટ ઉતારવા લાગી. મેહાની હાલત જોઈ RR અને એના ફ્રેન્ડે બધાને ક્લાસની બહાર મોકલી દીધા. રજતે ક્લાસરૂમનો દરવાજો બંધ કરી દીધો. ક્લાસમાં રજત અને મેહા જ હતા. ક્લાસ રુમમાં જેટલી પાણીની બોટલ હતી તેટલી બધી બોટલ નું પાણી મેહા પર રેડ્યું. મેહાને શરીરમાં થોડી ખંજવાળ ઓછી થઈ. રજતે પોતાનું શર્ટ ઉતારી મેહાને આપ્યું. મેહાએ શર્ટ લીધું.

RR:- "તું ચેન્જ કર. હું બહાર જ ઉભો છું. કોઈ અંદર નહીં આવે."

RR ક્લાસની બહાર ગયો. ક્લાસનો દરવાજો બંધ કરી ત્યાં જ ઉભો રહ્યો.

મેહાએ ચેન્જ કરી લીધું. મેહા રજત વિશે વિચારી રહી હતી. હા આ જ તો છે મારો Dream boy. કેટલો પરફેક્ટ છે. આજે જે રીતે મારું ધ્યાન રાખ્યું એવું તો આજ સુધી કોઈ છોકરાએ મારું ધ્યાન નથી રાખ્યું. શ્રેયસે તો માત્ર કહેવા ખાતર પ્રેમ કર્યો.

જેમ નદી સાગરને મળવાની તાલાવેલી માં વેગીલી બની દોડે છે તેવી જ મળવાની ઘેલછા મને રજત પ્રત્યે થાય છે. RRમા કંઈક તો એવું છે જે મને એના તરફ ખેંચે છે.

મેહા:- "RR દરવાજો ખોલ."

RRએ દરવાજો ખોલ્યો.

RR:- "તું ઠીક છે ને?"

મેહા:- "હા હું ઠીક છું."

મિષા:- "મેહા પણ તને અચાનક કેમ ખંજવાળ આવવા લાગી?"

મેહા:- "ખબર નહીં."

મિષાએ ક્લાસમાં જઈને મેહાની વસ્તુઓને જોઈ. મેહાના યુનિફોર્મને ધ્યાનથી જોયું. મિષાએ મેહાનો યુનિફોર્મ પકડ્યો ત્યારે મિષાને હાથમાં ખંજવાળ આવી.

મિષા:- "મેહા તારા યુનિફોર્મમા જ કંઈ પ્રોબ્લેમ છે."

નેહાએ પણ પકડી જોયું. તો એને ખંજવાળ આવવા લાગી.

રૉકી:- "મને લાગે છે કે મેહાના યુનિફોર્મ સાથે કોઈએ છેડછાડ કરી છે."

મિષા:- "I think રૉકી સાચું કહી રહ્યો છે."

બપોરે બધા કેન્ટીનમા જતા હતા. રજત પોતાની બેગમાંથી કંઈ કાઢવા ગયો તો પાઉડરની બોટલ નીચે પડતા પડતા મેહાના પગ પાસે આવી.
મેહાએ બોટલ લઈ લીધી. આ બોટલમાં શું છે તે મેહાએ જોયું. મેહાએ હાથમાં પાઉડર નાંખીને જોયું તો એને હાથમાં ખંજવાળ આવવા લાગી.

મેહા:- "રજત આ શું છે?"

રજત:- "બોટલ છે."

મેહા:- "આ બોટલ તારી બેગમાં શું કરે છે?"

રજત:- "ખબર નહીં પણ આ બોટલ મારી નથી."

મેહા:- "રિયલી? તારા બેગમાંથી બોટલ પડી અને કહે છે કે મારી બોટલ નથી."

રજત:- "મેહા મારો વિશ્વાસ કર. આ મારી બોટલ નથી."

મેહા:- "વિશ્વાસ અને તારા પર..! આજ સુધી તું છોકરીઓના વિશ્વાસ સાથે રમતો આવ્યો છે. તો તારા પર કેવી રીતના વિશ્વાસ કરું?"

મેહા ફટાફટ ક્લાસમાંથી નીકળી જાય છે.

મેહા એક એકાંત વાળી જગ્યાએ એક વૃક્ષ નીચે રહેલાં બાંકડા પર બેસે છે. મેહાની આંખમાંથી આંસુ સરી પડે છે. કેટલો વિશ્વાસ કર્યો હતો તારા પર. અને તે શું કર્યું RR? મારો વિશ્વાસ તોડી નાંખ્યો. I hate you RR... હું હવે ક્યારેય તારા પર વિશ્વાસ નહીં કરું."

મેહા અને RR વચ્ચે ફરી બોલવાનું બંધ થઈ ગયું.
મેહા ઘરે જઈને ખૂબ રડી. મેહાને લાગ્યું કે રજત જ એના માટે પરફેક્ટ છોકરો છે. મેહાને એમ હતું કે રજત જ એનો ડ્રીમબોય છે. રજત જેવી રીતના એનો ખ્યાલ રાખતો હતો તે પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે રજત મેહાને પ્રેમ કરે છે. મેહા જ્યારથી રજતને સમજતી થઈ ત્યારથી મેહાને મનમાં લાગતું કે પોતાને હવે પ્રેમ માટે નહીં તડપવુ પડે. પણ રજતને લીધે ફરી એનું સપનું તૂટી ગયું. મેહા નું દિલ બે વાર તૂટી ગયું. પહેલાં શ્રેયસે અને પછી રજતે મેહાનો વિશ્વાસ તોડ્યો.

RR ના આવતા જ મેહા ફરી જીવવા લાગી હતી, ખુશ રહેવા લાગી હતી. RRએ વિશ્વાસ તોડ્યો ત્યારે ફરી મેહાની જીંદગી બદલાઈ ગઈ.

એક દિવસ RRએ મેહાનો હાથ પકડી એક ક્લાસરૂમમાં લઈ ગયો.

મેહા:- "RR છોડ મને. ક્યાં લઈ જાય છે?"

RRએ દરવાજાની સ્ટોપર મારી દીધી.

મેહા:- "RR શું કરે છે? દરવાજો ખોલ. મારે જવું છે."

RRએ મેહાનો હાથ પકડી દિવાલ પાસે ઉભી રખાડી દીધી. RRએ પોતાના બંન્ને હાથોથી મેહાના હાથ પકડ્યા.

RR:- "Listen to me meha. મારી આંખોમાં જો. તને એવું લાગે છે કે તારી સાથે આવી ચીપ હરકત હું કરી શકું?"

મેહા:- "પણ બોટલ તો તારી બેગમાંથી જ નીકળી ને?"

RR:- "મતલબ મારા બેગમાંથી બોટલ મળી એટલે હું જ ગુનેગાર એમ?"

મેહા:- "મેં મારી આંખોથી જોયું છે."

RR:- "મેહા આંખે જોયેલું પણ ક્યારેક ખોટું હોય છે. તને મારા પર જરાય વિશ્વાસ નથી?"

મેહા:- "શ્વાસ વિના કોઈપણ જીવી શકે? નહીં ને? તો વિશ્વાસ વગર પ્રેમ કેવી રીતના જીવે શકે RR."

RR:- "મેહા પ્લીઝ યાર મારો વિશ્વાસ કર. એક ચાન્સ તો આપ."

મેહા:- "હું તારા પર વિશ્વાસ કરું? RR પહેલાં શ્રેયસે મારું દિલ તોડ્યું. શ્રેયસે મારું દિલ તોડ્યું તે પણ મારા લીધે અને મારો વિશ્વાસ તૂટ્યો તે પણ તારા લીધે તો તારા પર કેવી રીતના વિશ્વાસ કરી લઉં રજત રઘુવંશી?"

RR:- "તો મારા પર એક ટકાનો પણ વિશ્વાસ નથી?"

મેહા:- "ના મને તારા પર જરા પણ વિશ્વાસ નથી. સાંભળી લીધું. હવે મને જવા દે. આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે."

આ સાંભળતા જ RRની હાથની પકડ ઢીલી થઈ જાય છે. મેહા ત્યાંથી નીકળી જાય છે. RR મેહાને જતા જોઈ રહ્યો.

એના પછી RRએ મેહાને સમજાવવાની કેટલીય વાર કોશિશ કરી પણ મેહાને કંઈ ફરક ન પડ્યો.

મેહા અને RR વચ્ચે તે દિવસથી તિરાડ પડી ગઈ.
મેહા ઘણીવાર રજત વિશે વિચારતી. કેટલાંય વિચારો કરતા કરતા મેહાની આંખોમાંથી આંસુ આવી જતા.

ટપકી પડે છે આંખમાંથી આંસુ કોઈની યાદમાં
આ એવો વરસાદ છે જેની કોઈ મોસમ નથી હોતી.

ધીરે ધીરે સમય જતાં મેહાને લાગી ગયું હતું કે એનું સપનું હવે ક્યારેય પૂરું નહીં થાય.સપનું આવ્યું અને તૂટી પણ ગયું. હજી હતી શરૂઆત ને કોઈ લૂંટી પણ ગયું. માસૂમ દિલને કોણ સમજાવે સપના આખરે સપના જ હોય છે. એ હકીકત ક્યારેય નહીં બની શકે. શ્રેયસ અને રજતે જે દર્દ આપ્યું છે તેના લીધે મેહા હવે ક્યારેય કોઈ પર વિશ્વાસ અને પ્રેમ નહીં કરી શકે. મેહા નાં પ્રેમના સપના,પ્રેમની તરસ અધૂરી રહી ગઈ હતી. અધૂરા પ્રેમની બસ યાદો રહી ગઈ હતી.

મેહા ભણવામાં અને ડાન્સમાં ધ્યાન આપવા લાગી.મેહાએ હવે વિચારવાનું બંધ કરી દીધું હતું. મેહાના મનમાં ઠસી ગયું હતું કે રજતે મારી ભાવનાઓની જ સાથે નહીં પણ મારી ઈજ્જત,આત્મસન્માનને પણ ઠેસ પહોંચાડી છે. જો તે દિવસે બધાંની વચ્ચે હું કપડા ઉતારી દેતે તો? આ વિચાર આવતા જ મેહા આંખોમાંથી દડદડ કરતા આંસુ વહી પડે છે. મેહા ભીતરથી ઘાયલ થઈ ગઈ હતી. મેહા પ્રેમમાં ઘવાઈ ગઈ હતી.

મેહા હવે રડીને પણ થાકી ગઈ હતી.

एक दिन मेरी आंखो ने भी
थक कर मुझसे कह दिया
ख्वाब वो देखा करो जो पूरे हो
रोज़ रोज़ हमसे भी रोया नहीं जाता

એક ગેરસમજણને લીધે મેહા અને RR વચ્ચે તિરાડ પડી ગઈ હતી. અને સમય જતા એ તિરાડ મોટી ખાઈ બની ગઈ હતી.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED