લવ રિવેન્જ - 12 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 12

લવ રિવેન્જ
પ્રકરણ-12


બે અઠવાડિયાં પછી.......

વિશાલ સાથે વાત થયાબાદ લાવણ્યાએ સિદ્ધાર્થને પોતાની તરફ ખેંચવાં માટે પોતાનાં પ્રયત્નો વધુ "સઘન" કર્યા હતા. લાવણ્યા હવે છૂટથી સિદ્ધાર્થ જોડે ફ્લર્ટ કરતી તેમજ સિદ્ધાર્થ જોડે શારીરિક છૂટછાટ પણ લેતી. તે સિદ્ધાર્થને ગમે ત્યારે છેડતી. અડપલાં કરતી. શરૂઆતમાં સિદ્ધાર્થ ઘણીવાર તેનાથી ચીડાતો. છતાંપણ એ વાતની પરવા કર્યાવિના લાવણ્યા હકથી તેને છેડતી, ફ્લર્ટ કરતી, અડપલાં કરતી. ધીરે-ધીરે સિદ્ધાર્થને લાવણ્યાનાં એવાં વર્તનની આદત પડી ગઈ. લાવણ્યાનાં વર્તનને તે હવે હળવાશથી લેતો.

લાવણ્યા પોતે જેવુ વર્તન તેની જોડે કરતી તેવોજ પ્રતીભાવ તે સિદ્ધાર્થ તરફથી પણ ઝંખતી. જોકે સિદ્ધાર્થ તરફથી મોટેભાગે પ્રતીભાવ "સ્માઇલ" પૂરતોજ રહેતો. ફ્લર્ટ હોય કે બીજા કોઈપણ શારીરિક અડપલાં કે મસ્તી, સિદ્ધાર્થ કાયમ લાવણ્યાને પ્રતીભાવમાં માત્ર એક ક્યૂટ સ્માઇલજ આપતો. તેનું વર્તન હમેશાં લાવણ્યા જોડે શાલીન અને મર્યાદાથી ભરેલું રહેતું. જોકે ક્યારેક ક્યારેક સિદ્ધાર્થ અજાણતાંજ તેને છેડી દેતો કે ફ્લર્ટ કરતો. જોકે તે પાછો તરતજ અટકી પણ જતો. લાવણ્યા જાણતી હતી કે નેહાને લીધેજ સિદ્ધાર્થ પોતાને રોકી લેતો હતો.

લાવણ્યા ડરતી હતી કે સિદ્ધાર્થ ભલે મોઢે નહોતો કહેતો, પણ હજીપણ તેનાં મનમાં નેહા માટે ક્યાંકતો લાગણી હતીજ. લાવણ્યા છતાંપણ ધીરજપૂર્વક સિદ્ધાર્થનું મન અને હ્રદય જીતવાનો પ્રયત્ન કરેજ જતી હતી.

"હાય સિદ્ધાર્થ....!" કોલેજના પાર્કિંગમાં રાહ જોઈ રહેલી લાવણ્યાએ સિદ્ધાર્થ આવતાંજ કહ્યું. તે પોતાનું બાઇક પાર્ક કરી રહ્યો હતો.

"હાય...!" સિદ્ધાર્થ બાઇકને ડબલ સ્ટેન્ડ કરતાં બોલ્યો "તું કેન્ટીનમાં કેમ નથી..!?"

"બસ....! તારી રાહ જોતી'તી....!" લાવણ્યા તેનાં ખભાં નચાવતાં બોલી.

બ્લેક શર્ટમાં સિદ્ધાર્થ એકદમ ગોરોચિટ્ટો લાગી રહ્યો હતો. એમાંય એણે શર્ટની બાંયો તેનાં કોણી સુધી વાળેલી હતી. જેથી તેનાં કસાયેલાં હાથની ફાટફાટ થતી નસો દેખાઈ રહી હતી. શર્ટનું ઉપરનું એક બટન તેણે ખુલ્લું રાખેલું હોવાથી તેનાં ચેસ્ટની લાઇન પણ દેખાઈ રહી હતી. વધુમાં તેણે નાનાં રુદ્રાક્ષની માળાં પહેરેલી હતી જે તેનાં લૂકને એકદમ રફ એન્ડ ટફ બનાવતી હતી.

લાવણ્યા પણ લાંબા વ્હાઇટ ચાઇનીઝ ગળાવાળાં ડ્રેસમાં એકદમ હોટ લાગી રહી હતી. તેનો ડ્રેસ તેનાં ઘાટીલા ફિગરને ચોંટી જાય તેવો એકદમ ટાઈટ હતો. જેમાં તેનાં શરીરના દરેક વળાંક અને ઊભારો સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં.

સિદ્ધાર્થે પોતાનાં ગોગલ્સ કાઢીને શર્ટના ઉપરના ખીસ્સાંમાં મૂક્યાં. લાવણ્યા મુગ્ધપણે સિદ્ધાર્થના કસાયેલાં હાથ જોઈ રહી.

"તું વરસાદની સિઝનમાં સફેદ ડ્રેસ શું કામ પહેરે છે...!?" સિદ્ધાર્થે લાવણ્યાને ઉપરથી નીચે સુધી જોતાં પૂછ્યું.

"હાયે....! તને મારી બહુ ચિંતા થાય છે...!?" લાવણ્યા રોમેન્ટીક સ્વરમાં તેની નજીક જતાં બોલી. લાવણ્યા કોઈને કોઈવાતે સિદ્ધાર્થ જોડે આજરીતે ફ્લર્ટ કર્યા કરતી.

"જો હાં કહું તો...!?" સિદ્ધાર્થે લાવણ્યાને તેની નાજુક કમરમાંથી પકડીને તેની નજીક એક ઝટકાથી તેની તરફ ખેંચી. લાવણ્યા માટે તો આ એક "Happy Unexpected Surprise" હતું. કેમકે સિદ્ધાર્થ તરફથી જે પ્રતીભાવની તે અત્યારસુધી ઝંખના કરી રહી હતી તેવું વર્તન આજે પ્રથમવાર તેણે તેની જોડે કર્યું હતું. લાવણ્યાનું મોઢું સિદ્ધાર્થની એકદમ નજીક આવી ગયું. તેનાં ધબકારા પણ વધી ગયા. તે થોડીવાર સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહી.

"તો તો હું રોજે આવાજ કપડાં પહેરીને આવીશ...!" લાવણ્યા ધીમા માદક સ્વરમાં બોલી "જેથી તું રોજે મારી આવીજ રીતે ચિંતા કર્યા કરે....! અને મને આજરીતે પોતાની તરફ ખેંચ્યાં કરે....!"

"ચાલ હવે...! જઈએ...!" સિદ્ધાર્થે હળવેથી લાવણ્યાને મુક્ત કરતાં કહ્યું.

"ના...ના....!" લાવણ્યાએ સિદ્ધાર્થના હાથ પકડીને તેની કમર ફરતે ફરી મૂકતાં કહ્યું "સારી એવી રોમેન્ટીક મોમેન્ટને ના બગાડ....!"

"અરે યાર હજી આપણી જોડે ઘણો સમય છે રોમેન્ટીક થવા માટે...!" સિદ્ધાર્થ પોતાનાં હાથ છોડાવતાં બોલ્યો.

"Sid....! Sid...! પ્લીઝ......પ્લીઝ...!એક કિસી....! બસ એક કિસી...!" લાવણ્યાએ તેનાં બંને હાથવડે સિદ્ધાર્થનું મોઢું પકડી તેને જબરજસ્તી કિસ કરવાંનો પ્રયત્ન કરવાં માંડ્યો.

"લાવણ્યા....! શું કરે છે હવે તું પણ...!" સિદ્ધાર્થ હસી પડ્યો અને પોતાનું મોઢું ફેરવતો રહ્યો.

"તાલાં હોંઠ એકદમ મસ્ત છે....! રતુમડાં....!" લાવણ્યા સાવ નાનાં બાળકની માફક કાલી ભાષાંમાં બોલી "પ્લીઝ......! પ્લીઝ.....! એક કિસ...! પ્લીઝ...પ્લીઝ જાનું...પ્લીઝ એક...!"

"ચાલ હવે...! ડોબી....!" સિદ્ધાર્થે આખરે તેનું મોઢું ફેરવી લીધું અને ચાલવા લાગ્યો.

"Sid...!આવું ના કરને યાર...! હું કેટલાં દિવસથી મથું છું....!" લાવણ્યા ફરી એજરીતે બોલી "એક કિસ તો કરવાં દે....!"

"અરે પાગલ....!" સિદ્ધાર્થે ફરીવાર હસીને તેની વાત ટાળી "ચલ હવે....!કેટલીવાર કીધું અંહિયા બધે CCTV લાગેલાં છે...!"

સિદ્ધાર્થ આગળ ચાલવા લાગ્યો. લાવણ્યા થોડી નાસીપાસ થઈને ત્યાંજ ઊભી રહી ગઈ. લાવણ્યા છેલ્લાં ઘણાં દિવસોથી સિદ્ધાર્થને કિસ કરવાની જિદ્દ કરી રહી હતી. સિદ્ધાર્થ દર વખતે તેની જિદ્દને હસીને ટાળી દેતો. ઢીલી થઈ ગયેલી લાવણ્યા હજીપણ ત્યાંજ ઊભી હતી.

"ચલ હવે....!" સિદ્ધાર્થે પાછાં ફરીને તેને બોલાવી.

"તું મને ઊંચકીને લઈજા....!" લાવણ્યા કૂદીને સિદ્ધાર્થની પાછળ વાંદરાની જેમ લટકી ગઈ.

"તને શું થઈ ગયું છે....!? " સિદ્ધાર્થ તેની પીઠે લટકેલી લાવણ્યાને લઈને ચાલવા લાગ્યો "આપણે કોલેજમાં છે.....! ઉતર....!"

"ના...ના...! નઇ ઊતરું જા...!" લાવણ્યા ફરી બાળકની જેમ જિદ્દ કરવાં લાગી.

"અરે અહીંયા બધે CCTV લાગેલાં છે....!" સિદ્ધાર્થ આજુબાજુ માથું ફેરવતાં બોલ્યો "ટ્રસ્ટી સાહેબ મારાં ઓળખીતા છે...! જોઈ જશે તો મારી આવી બનશે યાર...!"

"ok...! બાબા...!" લાવણ્યા આખરે નીચે ઉતરી અને તેની જોડે-જોડે ચાલવા લાગી "હાથતો પકડી શકુંને ....!?"

લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડી લીધો અને તેનાં કાંધે તેનું માથું અડાડી ચાલવા લાગી.

*******

"Sid...! પાર્ટી માટે ટ્રસ્ટી સાહેબની મંજૂરી મળી ગઈ...!?" સિદ્ધાર્થની સામે બેઠેલાં પ્રેમે પૂછ્યું.

ગ્રૂપનાં બધાં મિત્રો રોજની જેમ કેન્ટીનમાં ટેબલની ફરતે બેઠાં હતાં.

"હાં....! મળી ગઈ...!" સિદ્ધાર્થે ફોનમાંથી નજર હટાવીને કહ્યું.

"તો મારાં મમ્મી-પપ્પાને મળવા ક્યારે આવીશ...!?" ત્રિશાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.

સિદ્ધાર્થે પ્રોમિસ કર્યું હતું કે લેટ નાઈટ પાર્ટીમાટે ગ્રૂપની બધી છોકરીઓના પેરેન્ટ્સને તે પોતે મનાવશે.

"બસ તમે લોકો નક્કી કરો....! હું એક સાથે બધાંનાં ઘેર એકજ રાઉન્ડમાં કામ પૂરું કરી લઇશ...!" સિદ્ધાર્થ બોલ્યો.

"મારાં પેરેન્ટ્સને તો તું બહુ ગમે છે...!" સિદ્ધાર્થને અડીને બેઠેલી લાવણ્યા બોલી "એટ્લે તારે એમને મનાવવાની કોઈ જરૂર નથી...!"

નેહા લાવણ્યાની વાત સાંભળી તેની સામે જોઈ રહી. લાવણ્યાની નજર પણ નેહા ઉપર પડી. લાવણ્યાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેણે નેહાને અવગણીને ગ્રૂપની વાતોમાં પોતાનું ધ્યાન પરોવ્યું.

"સિદ્ધાર્થ....! તું આજેજ આવજે..!" અંકિતા બોલી "તું મારાં મોમ-ડેડને તારી ટ્રસ્ટીના ખાસ માણસ તરીકેની ઓળખાણ આપી મનાવી લેજે...!"

"અને બદલામાં મારી કિસ યાદ છેને...!?" સિદ્ધાર્થે ટીખળ કરતાં થોડાં દિવસ પહેલાં અંકિતાએ કહેલી વાત યાદ દેવડાવી અને લાવણ્યા સામે જોયું.

"હાં....! બિલકુલ...!" અંકિતા પણ ખુશ થઈને આંખો નચાવતી લાવણ્યા સામે જોઈને તેને ચીડવવા લાગી.

"હું કેટલાં દિવસથી કિસ માંગુ છું તો મને નથી કરવાં દેતો...!"લાવણ્યાને લાગી આવતાં રડું-રડું થઈ ગઈ "અને અંહિયાં બધાંને યાદ કરી કરીને આપતાં ફરવું છે....!"

"કિસ....!?" નેહા લાવણ્યાની વાત સાંભળી વચ્ચે બોલી "તો વાત કિસ સુધી પહોંચી ગઈ છે એમ....!?મને નહોતી ખબર કે તું આટલું જલ્દી કોઈ બીજી સાથે કિસ સુધી પહોંચી જઈશ...!?"

" કોઈ બીજી જોડે એટ્લે...!?" નેહાએ વેધક સ્વરમાં કટાક્ષ કરતાં લાવણ્યાની પાંપણો ભીની થઈ ગઈ "તું કે'વા શું માંગે છે...!?"

"તું છોડને લવ...!" સિદ્ધાર્થ કતરાઇને નેહાની સામે જોઈ રહેતાં બોલ્યો "એને આદત પડી ગઈ છે...!"

"પણ નેહા...!" હવે અંકિતા બોલી "તું શા માટે લાવણ્યાને આ રીતે બોલે છે...!?અને Sidને પણ ટોર્ચર કર્યા કરે છે....!"

"તું જેને લવ કરે છે એની પાછળ ટાઈમ વેસ્ટ કરને...!" લાવણ્યા રડમસ સ્વરમાં બોલી "sidને શું કામ હેરાન કરે છે...! તે ના પાડી દીધીને હવે....!"

"અરે તમે લોકો ફરી શરૂ થઈ ગયાં....!" મામલો ઠંડો પાડવા રોનક વચ્ચે બોલ્યો "યાર sid...! જબરું તારું નસીબ તો...! છોકરીઓ તારાં માટે ઝઘડે છે...!"

સિદ્ધાર્થે કોઈ પ્રતીભાવ ના આપ્યો. બાકીનાએ પણ રોનકની મજાકનો કોઈ પ્રતીભાવ ના આપ્યો.

"તું આ રીતે સિદ્ધાર્થને હેરાન ના કર...!" રોનકને અવગણીને લાવણ્યા બોલી. તેને હવે શ્વાસ ચડતો હોય એમ તેનાં ધબકારા વધી ગયાં.

આજુબાજુના ટેબલ ઉપર બેઠેલાં લોકોનું ધ્યાનપણ હવે તેમનાં ગ્રૂપ તરફ ગયું.

"સિદ્ધાર્થ....! તું પાર્ટીનું કેન્સલ કર યાર..!"રોનક હજીપણ મામલો ઠંડો કરવાં મથી રહ્યો હતો "જ્યારે જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ છે....! ત્યારે ત્યારે આ લોકો ઝઘડો શરૂ કરીદે છે...!"

"યાં તો તું અંહિયાંથી જતી રેહ....!" સિદ્ધાર્થ નેહાને સપાટ સ્વરમાં કહેવા લાગ્યો "યા તો અમે જતાં રહીએ...!"

નેહા સમસમી ગઈ. સિદ્ધાર્થ સામે જોઈ રહી. અંકિતા, ત્રિશા, રોનક, લાવણ્યા બધા નેહા સામે જોઈ રહ્યાં.

"ફાઇન...!" નેહા ગરમ થઈને ઊભી થઈ અને પોતાની બેગ વગેરે ઉતાવળે લઈને ત્યાંથી બહાર સડસડાટ નીકળી ગઈ. બધાં તેને જતાં જોઈ રહ્યાં. તેનાં ગયાં પછીપણ ક્યાંય સુધી બધાં ચૂપ બેસી રહ્યાં.

કેન્ટીનવાળો બચ્ચન બધાં માટે ચ્હા-મસકબન લઈ આવ્યો. બધાંએ વારાફરતી ચ્હા-નાસ્તો કરવાં માંડ્યો.

"પાર્ટી કેન્સલ...!?" અંકિતાએ ચ્હા પીતાં-પીતાં વીલાં મોઢે રોનક સામે જોયું.

"હમ્મ...!" રોનકે પણ બોલ્યાં વગર હામી ભરી.

"મારી કિસ ગઈ...!" અંકિતાએ કાલાં સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને બોલી પછી તરતજ તેણે લાવણ્યા સામે જોયું.

"કિસ વાળી...!" લાવણ્યા ચિડાઈ ગઈ. બધાં હસી પડ્યાં.

"its ok લવ....!" સિદ્ધર્થે હસતાં-હસતાં તેનાં ખભે હાથ મૂક્યો "એ મસ્તી કરે છે...!"

લાવણ્યા છતાંપણ ચિડાયેલાં ચેહરે તેની સામે જોઈ રહી.

******

"ચાલ હવે ઘરે જવું છે....!"સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું.

સાંજના પાંચ વાગ્યા હતાં. લંચ પછી બંને જણાં રિવરફ્રંટ આવ્યાં હતાં. સવારે નેહાએ કરેલી માથાકૂટને લીધે લાવણ્યાનું મૂડ ઓફ થઈ ગયું હતું. રિવરફ્રંટ આવ્યાં પછી પણ તે ઢીલી થઈને સિદ્ધાર્થના ખભે માથું ઢાળીને બેસી રહી હતી.

"હમ્મ...!" લાવણ્યાએ ફક્ત હુંકારો ભર્યો. બંને ઊભાં થયાં અને સિદ્ધાર્થની બાઇક તરફ ચાલવા લાગ્યાં.

"બહુ જલ્દી માની ગઈ તું ઘરે જવા....!?" સિદ્ધાર્થે ચાલતાં-ચાલતાં ટીખળ કરી "મને તો એમ કે મારે બહુ ટ્રાય કરવો પડશે ત્યારે તું ઘરે જવાં માનીશ...!"

લાવણ્યાએ જવાબ આપ્યાં વિના તેની સામે પ્રેમથી જોયું.

"તારી સાથે સમય ક્યાં પૂરો થઈ જાય છે ખબરજ નથી પડતી....!" લાવણ્યા ભીનાં મૃદુ સ્વરમાં બોલી "એમ થાય છે બસ તારી જોડે આજરીતે માથું ઢાળીને બેસીજ રહું....!"

"તો પછી કેમ ઊભી થઈ ગઈ...!?" સિદ્ધાર્થે હવે લાવણ્યાને કમરમાંથી બંનેબાજુ પકડી અને પ્રેમથી પૂછ્યું. લાવણ્યાએ કઈંપણ બોલ્યાં વગર ઢીલી થઈને સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર માથું ઢાળી દીધું.

"લવ.....!" સિદ્ધાર્થે લાવણ્યાને પ્રેમથી તેનાં પેટ નેમથી બોલાવી.

લાવણ્યાએ હસીને સિદ્ધાર્થ સામે જોયું.

"તું જ્યારે મને 'લવ' કહીને બોલાવે છેને ત્યારે મને બહુજ ગમે છે...!" લાવણ્યાએ સિદ્ધાર્થના બંને ગાલ ખેંચ્યાં "નાનાં બાબુ જેવો ક્યૂટ છે તું....!"

લાવણ્યા મુગ્ધતાપૂર્વક સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહી અને તેનાં ગાલ ઉપર હાથ ફેરવ્યો. થોડીવાર સુધી લાવણ્યા સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ ફેરવી રહી. તેણે હવે સિદ્ધાર્થના રતુમડાં હોંઠ ઉપર હાથ ફેરવ્યો.

"એક કિસ...!" લાવણ્યા તરતજ તેનાં હોંઠ તરફ તેને કિસ કરવાં ગઈ.

"ના...!" સિદ્ધાર્થ હસીને ખસી ગયો અને બાઇક તરફ દોડવાં લાગ્યો.

"સિદ્ધાર્થ....!" લાવણ્યા અધિરી તેની પાછળ દોડી "આવું ના કર યાર....! પ્લીઝ ....!"

"ચાલ હવે ડોબી...!" સિદ્ધાર્થ બાઇક ઉપર બેસીને બોલ્યો.

લાવણ્યા હવે તેનાં સ્ટિયરિંગ પાસે ઊભી આવીને ઊભી રહી અને તેનાં ચેહરાંને પકડીને ફરીવાર જબરદસ્તી કિસ કરવનો પ્રયત્ન કરવાં લાગી.

"તું દર વખતે આવું કેમ કરે છે....!" લાવણ્યા અધિર્યા સ્વરમાં બોલી.

"લાવણ્યા....!" સિદ્ધાથે તેની સામે જોયું.

"ok બાબા....!" લાવણ્યા આખરે થાકીને તેની બાઇક પાછળ બેસી ગઈ. સિદ્ધાર્થે બાઇક રિવરફ્રંટથી આશ્રમ રોડનાં રસ્તે થઈને લાવણ્યાનાં ઘર તરફ લઈ લીધી.

******

"હું શું કરું યાર....!" લાવણ્યા વિશાલ જોડે વાત કરી રહી હતી.

બંને મોડી સાંજે ખેતલાપા મળ્યાં હતાં. લાવણ્યા તેનાં બાઇક ઉપર બેઠી હતી.

"એ તો એક કિસ પણ નથી કરવાં દેતો....!" લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.

"તું આમ ઢીલી નાં થઈ જાઈશ યાર...!" વિશાલને પણ હવે લાવણ્યા જોડે સહાનુભૂતિ થઈ ગઈ હતી "મેં તને કીધું'તુંને...! you are godess of sex....! તું બસ ટ્રાય ચાલુ રાખ....!"
બંને થોડીવાર ચૂપ રહ્યાં.

"એનો ફેવરિટ કલર કયો છે....!?" થોડીવાર પછી વિશાલે પૂછ્યું.

"બ્લેક ....! કદાચ...! એ મોટેભાગે બ્લેક શર્ટ, બ્લેક ટીશર્ટજ પહેરતો હોય છે....!" લાવણ્યા બોલી "કેમ...!?"

"તું એનો ગમતો કલરનો ડ્રેસ પહેરને....!" વિશાલે સજેશન કર્યું "એકદમ હોટ તૈયાર થા...! વરસાદની સિઝન છે....! ડ્રેસનું ફીટીંગ એકદમ ટાઈટ રાખજે...! તું પલળે એટ્લે તારાં હોટ ફિગરને ચોંટી જાય એવું...!"

"એવો તો હું પેહેરુંજ છું...! વ્હાઇટ ડ્રેસ...! એને ગમે છે છતાંપણ એ seduce નથી થતો...!" લાવણ્યા બોલ્યો.

"અરે તું સમજાતી નથી....! છોકરાંઓને એમનાં ફેવરિટ કલરનાં કપડાંમાં છોકરી વધુ હોટ લાગે ....!" વિશાલ સ્મિત સાથે બોલ્યો.

લાવણ્યાએ એક ઊંડો શ્વાસ લીધો. સતત પ્રયત્નો કરીને થાકેલી લાવણ્યા હવે થોડી નાસીપાસ થઈ હતી. ડૂબતો માણસ જેમ તણખલો પકડે એમ તેને વિશાલની વાતમાં તણખલાં જેવો સહારો દેખાયો.

"સારું....!" લાવણ્યા શૂન્યમનસ્ક જોઈ રહેતાં બોલી "કાલે એપણ કરી જોઈશ...!"

"એ ખરેખર તારા માટે એટલો જરૂરી છે...!?" વિશાલે નાં સમજાય તેવાં ખિન્ન સ્વરમાં પૂછ્યું.

"જાન છે એ મારી....!" લાવણ્યા રડમસ સ્વરમાં બોલી "હું નહીં જીવી શકું એનાં વગર...!"

વિશાલ તેની સામે જોઈ રહ્યો. એક વર્ષ પહેલાં જે રખડેલ લાવણ્યાને તે ઓળખતો હતો તેનાથી તદ્દન જુદીજ લાવણ્યાને તે જોઈ રહ્યો હતો. એક એ લાવણ્યા હતી જે કોઈ કપડાંની જેમ છોકરાં બદલતી હતી, જેને પ્રેમ શું એ ખબર પણ નહોતી અને એક આ લાવણ્યા આજે તેની સામે બેઠી હતી જે કોઈ પતિવ્રતાં પત્નીની જેમ સિદ્ધાર્થ પામવાંનું વ્રત કરી રહી હતી.

"લાવણ્યા....!" વિશાલે તેનાં ખભાં ઉપર સહાનુભૂતિથી હાથ મૂક્યો "એ તારોજ થશે....! નેહા ભલે ગમે તે કરે....! તું જોજે....! એ છેવટેતો તારોજ થવાનો...!"

ઢીલી થઈ ગયેલી લાવણ્યાના ચેહરાં ઉપર હળવું સ્મિત આવી ગયું. જોકે તે સ્મિત ઉદાસીભર્યુંજ હતું. કેમકે કોણ જાણે કેમ લાવણ્યાને હવે એવું લાગી રહ્યું હતું કે પોતે સિદ્ધાર્થ માટે ગમેતે કરશે, નેહા અચાનક મેરેજ માટે હા પાડી દેશે અને સિદ્ધાર્થને તેનાથી છીનવી લેશે.

વિશાલની વાત સાંભળીને જોકે તેનામાં આશાનો નવો સંચાર થયો અને આવતી કાલે શું કરવું એ વિચારી રહી.

*****

"લાવણ્યા.....!" લાવણ્યાના મમ્મી સુભદ્રાબહેને બીજેમાળ તેનાં બેડરૂમમાં રહેલી લાવણ્યાને બૂમ મારી "તારે કોલેજ નથી જવાનું...!?"

"હાં....! મમ્મી...!બસ તૈયારજ થાઉં છું" બેડરૂમમાં તૈયાર થઈ રહેલી લાવણ્યાએ બૂમ મારીને કહ્યું.

વિશાલે કહ્યું હતું એ પ્રમાણે આજે લાવણ્યાએ સિદ્ધાર્થના ફેવરિટ બ્લેક કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. વિશાલને મળીને પાછાં આવ્યાં બાદ નાકે બેસતાં દરજી પાસે તેણે સાંજેજ પોતાનાં બ્લેક ડ્રેસને વધુ ટાઈટ ફીટીંગવાળો કરાવ્યો હતો અને ડ્રેસનું ગળું પણ કપાવીને થોડું વધુ નીચું કરાવ્યુ હતું.

વધુ નીચા ગળાને લીધે લાવણ્યાના હિમાલયના શિખરો જેવાં ઉત્તુંગ ઉરજોનો ઊભાર વધુ દેખાઈ રહ્યો હતો. લાવણ્યાએ જાણીજોઇને પોતાની પુશઅપ બ્રાને થોડી વધુ એડજસ્ટ કરી જેથી તેની બ્રેસ્ટલાઇન થોડીવધુ વિઝિબલ થાય. આમ કરવાનું ખાસ કારણ એ હતું કે લાવણ્યાએ આગલી સાંજે એક ટેટૂ આર્ટિસ્ટ પાસે જઈને તેનાં ડાબી બાજુનાં (હ્રદયના ભાગનાં) ઉરજોના ઊભાર ઉપરજ રેડ કલરનું નાનાં હાર્ટશેપનું ટેટૂ બનાવડાવ્યું હતું. હાર્ટશેપની અંદર તેણે સિદ્ધાર્થનાં સ્પેલિંગનો કેપિટલ "S" ટ્રોફાવ્યો હતો. આ ટેટૂ દેખાય એટલેજ લાવણ્યાએ દરજી પાસેથી તેનાં બ્લેક ડ્રેસનું ગળું વધુ નીચું કરાવ્યું હતું.

ડ્રેસ પહેર્યા બાદ લાવણ્યાએ ટેટૂ દેખાય એ રીતે પોતાનાં બ્રેસ્ટ બરાબર એડજસ્ટ કર્યા. ડ્રેસનાં પર્ફેક્ટ ફીટીંગથી સંતોષ પામી લાવણ્યાએ ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી બિંદીની એક સ્ટ્રીપમાંથી બ્લેક કલરની નાની બિંદી તેનાં કપાળે વ્યવસ્થિત લગાવી. લાવણ્યા સિદ્ધાર્થ કરતાં થોડી ઓછી ગોરી હતી, પણ ગ્રૂપની સૌથી વધુ દેખાવડી અને ગોરી છોકરી હતી. તેનો ગોરો વાન બ્લેક ડ્રેસમાં વધુ ખીલી રહ્યો હતો. વધુમાં તેણે પિન્ક કલરની લિપસ્ટિક લગાવતાં તેનું રૂપ હવે સ્વર્ગમાંથી ઉતરેલી કોઈ અપ્સરા જેવુ દીપી ઉઠ્યું. હાથમાં તેણે સિલ્વર કોટેલ બેંગલ્સ પહેરી લીધાં.

"એકદમ પર્ફેક્ટ..!" કાંચમાં પોતાને જોઈને લાવણ્યા બોલી. થોડીવાર સુધી જોઈ રહ્યાં બાદ લાવણ્યા છેવટે પોતાની બેગ લઈને બેડરૂમમાંથી બહાર નીકળી નીચે ઉતરી.

"મમ્મી પપ્પા જતાં રહ્યાં...!?" લાવણ્યાએ ડ્રૉઇંગરૂમમાં કચરો વાળી રહેલી તેની મમ્મીને પૂછ્યું.

"હાં....! સવારે વહેલાં...!" સુભદ્રાબેન બોલ્યાં "કેમ...!?"

"એક્ટિવા જોઈતું'તું ...!" લાવણ્યા હવે છેક નીચે આવી ગઈ "કઈં વાંધો નઈ...! હું બસમાં જતી રહીશ..!" લાવણ્યા ઘરની બહાર જવા લાગી.

"અરે પણ નાસ્તો...!?" સુભદ્રાબેને પૂછ્યું.

"હું કોલેજમાં કરી લઇશ....!" લાવણ્યાએ બહાર જતાં-જતાં કહી દીધું અને કમ્પાઉન્ડમાંથી નીકળીને સોસાયટીની બહાર નીકળી ગઈ.

*****

આજ સવારથીજ આકાશમાં ઘનઘોર કાળાં વાદળો છવાઈ ગયાં હતાં. સતત વરસી રહેલાં વરસાદને લીધે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. એમાંય ઓકોટોબર મહિનો શરૂ થઈ ગયો હતો. નવરાત્રિને હવે થોડાં દિવસોજ બાકી હતાં. આથી વરસાદની સાથે સાથે શિયાળાની ઠંડી હવાએ પણ જોર પકડ્યું હતું. ઠંડી વધવાની સાથે-સાથે હવામાન ખાતાંએ આગાહી કરી હતી કે નવરાત્રિમાં પણ વરસાદ પડવાની વકી હતી. શિયાળો અને ચોમાસાંનું મિક્સ વાતાવરણ હોવાથી યુવાનો માટે સ્વેટર/જેકેટ પહેરવું કે રેઇનકોટ પહેરવો એ મૂંઝવણનો વિષય બની ગયો હતો.

મસ્ત બ્લેક ડ્રેસમાં તૈયાર થઈને નીકળેલી લાવણ્યા મનમાં વરસાદ નાં પડે એની પ્રાર્થના કરી રહી હતી.

"એકવાર સિદ્ધાર્થ મને તૈયાર થયેલી જોઈલે...! પછી ભલેને પલળી જવાતું....!" કોલેજનાં ગેટ સુધી "હેમખેમ" આવી ગયેલી લાવણ્યા મનમાં બબડી રહી હતી.

"હાશ....!" છેવટે લાવણ્યા કોલેજનાં પાર્કિંગ શેડમાં પહોંચી ગઈ "થેન્ક યૂ ભગવાન...!"

પાર્કિંગમાં સ્ટેન્ડ કરેલી એક બાઇક ઉપર પોતાની બેગ મૂકતાં લાવણ્યા બબડી. બેગમાંથી તેણે પોતાનો મોબાઈલ કાઢીને સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

"બોલને લવ....!" થોડીવાર રિંગ વાગ્યાં પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો.

"ઓયે હોયે....!" સિદ્ધાર્થે જેરીતે 'લવ' કહ્યું લાવણ્યા ખુશ થઈ ગઈ "ક્યાં છે જાન....!?"

"બસજો....! આવી ગયો....!" સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યાએ કોલેજનાં ગેટ તરફ જોયું.

એટલાંમાંજ સિદ્ધાર્થ તેનાં બાઇક ઉપર અંદર પ્રવેશ્યો. લાવણ્યા સ્માઇલ કરતીકરતી તેની તરફ બાઇક લઈને આવી રહેલાં સિદ્ધાર્થને જોઈ રહી. સિદ્ધાર્થે રેટ્રો સ્ટાઈલનું બ્લેક લેધર જેકેટ પહેર્યું હતું. તેનાં લાંબા બ્રાઉન વાળ હવામાં લહેરાઈ રહ્યાં હતાં. ગોરો ચિટ્ટો તેનો ચેહરો બ્લેક જેકેટમાં વધુ બ્રાઇટ દેખાઈ રહ્યો હતો.

સિદ્ધાર્થે બાઇક પાર્કિંગ શેડમાં લાવણ્યાથી થોડે દૂર લાવીને ઊભી રાખી.

છ ફૂટ ઊંચો સિદ્ધાર્થ બ્લેક જેકેટમાં સાક્ષાત કામદેવ લાગી રહ્યો હતો. લાવણ્યા સિદ્ધાર્થને જોઈને તેની પલક સુદ્ધાં ઝપકાવાની ભૂલી ગઈ.

"આ તો મારાં કરતાં પણ કાતિલ દેખાય છે...!"સ્માઇલ કરતાં પોતાની તરફ આવી રહેલાં સિદ્ધાર્થને જોઈને લાવણ્યા મનમાં બબડી.

"તું તો જો...! આવું કોઈ તૈયાર થાય...!?" સિદ્ધાર્થને જોઈને લાવણ્યાનાં હ્રદયની ગતિ વધી ગઈ "આજે તો અડધી છોકરીઓ પાગલ થઈ જવાની....!"

"તૈયાર...!?" સિદ્ધાર્થને નવાઈ લાગી "ઠંડીને લીધે મેંતો ખાલી જેકેટજ પહેર્યું છે....!"

સિદ્ધાર્થની વાત સાચી હતી. તેણે ફક્ત વ્હાઇટ ટીશર્ટની ઉપર જેમ-તેમ જેકેટ ચડાવી દીધું હતું. છતાંપણ લાવણ્યાની નજર તેનાં ઉપરથી હટતી નહોતી.

"પણ તું વરસાદમાં આવાં ડ્રેસ કેમ પહેરેછે...!?" સિદ્ધાર્થે લાવણ્યાને ઉપરથી નીચે સુધી જોઈ. તેણે પહેરેલાં ટાઈટ ડ્રેસમાં તે માદક લાગી રહી હતી.

લાવણ્યા ખુશ થઈ ગઈ કે સિદ્ધાર્થ એક પઝેસિવ પ્રેમીની જેમ તેની ચિંતા કરી રહ્યો હોતો.

"મે કીધું'તુંને....! કે તું મારી ચિંતા કરે એટ્લે હું આવાંજ ડ્રેસ પહેરીશ....!" લાવણ્યા તેની ભ્રમરો નચાવતાં બોલી. લાવણ્યા સિદ્ધાર્થની વધુ નજીક સરકી. તે હમેંશની સિદ્ધાર્થનાં રતુમડાં હોંઠને મુગ્ધાતાંપૂર્વક જોઈ રહી.

"જોકે તું જબરી હોટ લાગી રહી છું....!" સિદ્ધાર્થે કહ્યું. લાવણ્યા શરમાઈ ગઈ.

"તું શરમાય પણ છે એમ...!?" સિદ્ધાર્થે ટીખળ કરી.

"તને હું ગમી ...!? આ કપડાંમાં...!?" લાવણ્યાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.

સિદ્ધાર્થે લાવણ્યાની કમરમાં હાથ ભરાવીને તેને પોતાની વધુ નજીક ખેંચી "સાચું કહું....! આજે તું સાક્ષાત કામની દેવી લાગી રહી છે....!" સિદ્ધાર્થની હરકતથી લાવણ્યાનાં ઉરજોની ગતિ વધી ગઈ.

"તો પછી તારી આ કામની દેવીની આટલાં દિવસોની પ્યાસ બુઝાવી દે...!" લાવણ્યા માદક સ્વરમાં બોલી અને તેનો ચેહરો સિદ્ધાર્થની એકદમ નજીક લઈ ગઈ "એક કિસ....!"

સિદ્ધાર્થ તેની સામે થોડીવાર જોઈ રહ્યો. લાવણ્યાએ સિદ્ધાર્થની ખામોશીને તેની 'હાં' સમજી લીધી. સિદ્ધાર્થ ઊંચો હતો આથી લાવણ્યા તેને કિસ કરવા પોતાનાં પંજા ઉપર ઊંચી થઈ. તેનાં હોંઠ લગભગ સિદ્ધાર્થનાં હોંઠની નજીક આવી ગયાં હતાં. લાવણ્યાનાં ધબકારાં વધી ગયાં.

"ટ્રિંગ ટ્રિંગ...ટ્રિંગ ટ્રિંગ.....!" સિદ્ધાર્થનાં ફોનની રિંગ વાગી.

"ફોન આવ્યો....!" સિદ્ધાર્થ હળવેથી બોલ્યો અને લાવણ્યાથી સહેજ દૂર હટયો.

"દર વખતે....!?" લાવણ્યા રડમસ થઈ ગઈ.

"એક સેકંડ હો...!" સિદ્ધાર્થ વાત કરવાં માટે થોડો અઘો જતો રહ્યો.

રડું-રડું થઈ રહેલી લાવણ્યા સિદ્ધાર્થને જોઈ રહી. થોડીવાર સુધી લાવણ્યા તેને જોઈ રહી. પછી પોતાની ભીની થયેલી આંખને લૂંછી અને સ્વસ્થ થઈ. સિદ્ધાર્થ ફોન કટ કરીને લાવણ્યા તરફ ફર્યો.

"ક્યાંક ફરવા જઈએ....!" લાવણ્યા બોલી.

"સવાર-સવારમાં ?" સિદ્ધાર્થ બોલ્યો.

"હાં ...! ચાલને...!" લાવણ્યા ભારપૂર્વક બોલી "એમપણ લેકચરમાં શું કરશું...!?"

"પણ....!"

"પ્લીઝ....!" સિદ્ધાર્થ બોલવા જતાં હતો ત્યાં લાવણ્યા તેનો હાથ પકડીને વચ્ચે બોલી "ચાલને....!"

"ok બાબા ચાલ....!"

બંને ત્યારબાદ કોલેજથી નીકળીને અડાલજ ફરવા ગ્યાં. અડાલજની વાવ થોડું રોકાઈ બપોરે તેઓ પાછાં કોલેજ આવવાં નીકળ્યાં. રસ્તામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. લાવણ્યાને તો જાણે મજા પડી ગઈ. એકતો ઠંડી અને ઉપરથી ધોધમાર વરસાદ. લાવણ્યા ઠંડીને લીધે ધ્રુજી ઉઠી. તે સિદ્ધાર્થને મજબૂતીથી પકડીને ચીપકી ગઈ. તેણે સિદ્ધાર્થના ખભાં ઉપર તેની દાઢી મૂકી અને તેનાં કાન ઉપર પોતાનાં ગાલ હળવેથી સ્પર્શ કરવા લાગી.

તેણે સિદ્ધાર્થના કાન ઉપર હળવું બચકું ભર્યું.

"અરે .....!" સિદ્ધાર્થ લાવણ્યએ અચાનક કરેલી હરકતથી હતપ્રભ થઈ ગયો "આ શું કરે છે...!? હમણાં મારુ બેલેન્સ જતું રહ્યું હોત...!"

"અમ્મ....! તારી સ્કીનનો ટેસ્ટ કેટલો મસ્ત છે....!" લાવણ્યાએ ટીખળ કરી.

સિદ્ધાર્થ હળવું હસ્યો "તું ગાંડી થઈ ગઈ છે....!"

"હાં....!તારી પાછળ....!" લાવણ્યા બોલી અને ફરીવાર તેણે સિદ્ધાર્થના કાન ઉપર બાઇટ કરી.

આખા રસ્તે લાવણ્યા સિદ્ધાર્થને કોઈવાર કાનઉપર તો કોઈવાર તેની ગરદન ઉપર બચકાં ભરતી રહી. સિદ્ધાર્થ દર વખતે હસીને તેની હરકતો ટાળતો.

બંને કોલેજ પહોંચતાં-પહોંચતાં આખાં પલળી ગયાં. લંચ બ્રેક હોવાથી બંને સીધાં કેન્ટીન તરફ ચાલ્યાં. હોટ બ્લેક ડ્રેસમાં પલળી ગયેલી લાવણ્યાના શરીરના દરેક ઘાટ અને વળાંકો એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. આવતાં-જતાં બધાંજ છોકરાંઓ લાવણ્યાને વળી-વળીને જોઈ રહ્યાં હતાં. લાવણ્યા અને સિદ્ધાર્થ બંનેએ એ વાત નોટિસ કરી.

"મેં તને કેટલીવાર કીધું કે વરસાદમાં આવાં હોટ કપડાં ના પહેરીશ....!" સિદ્ધાર્થ અકળાઈને બોલ્યો.

"ઓયે હોયે....!" લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેણે સિદ્ધાર્થનો હાથ પકડી લીધો અને તેનાં કાંધે માથું ઢાળી દીધું "મારાં જાનુડાં....!"

"તું નહીં સુધરે.....! નઈ...!?" સિદ્ધાર્થે ફરીવાર હસીને તેનું વર્તન ટાળ્યો.

તેઓ કેન્ટીનમાં પ્રવેશ્યા અને તેમના ગ્રૂપના ટેબલ તરફ ચાલવા લાગ્યાં. કેન્ટીનમાં બેઠેલાં અન્ય છોકરાં-છોકરીઓ ભીનાં કપડે કેન્ટીનમાં આવેલાં બંનેને જોઈ રહ્યાં.

છોકરાંઓ જેરીતે લાવણ્યાને ઘૂરી રહ્યાં હતાં તે જોઈને સિદ્ધાર્થ વધુ અકળાયો અને લાવણ્યા તરફ જોઈ રહ્યો.

લાવણ્યા ટીખળ ભર્યું હસી અને ખુશ થઈ. પછી ધીમેથી પોતાનાં કાન પકડી અવાજ કર્યા વગર સોરી બોલી. બંને ટેબલ ઉપર પહોંચીને ચેયરમાં બેઠાં. રોનક, પ્રેમ, ત્રિશા, અંકિતા સહિત બધાં નવાઈપૂર્વક પલળી ગયેલાં બંનેને જોઈ રહ્યાં. નેહા પણ પ્રશ્નાસૂચક નજરે તેમની સામે જોઈ રહી. સિદ્ધાર્થ અને લાવણ્યાએ તેની તરફ નજર નાંખી ફેરવી લીધી.

"ચ્હા-નાસ્તો મંગાવી લીધો છે....!" પ્રેમ બોલ્યો.

"ક્યાં તમે બેય...!?" નેહાએ બંનેની સામે જોઈને વેધક સ્વરમાં પૂછ્યું.

નેહાએ જેરીતે પૂછ્યું એનાથી લાવણ્યા ધ્રુજી ગઈ. સિદ્ધાર્થે કઈ કિધાં વિના તેનાં ફોનમાં જોઈએ રાખ્યું.

"લાવણ્યા....!" અંકિતા હસતાં ચેહરે બોલી "આજે તમે બેય જણાં જબરાં હોટ લાગો છો....!"

લાવણ્યા ખુશ થઈ ગઈ. નેહાનું મોઢું બગડી ગયું.

લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું. તેણે અંકિતા સામે હસીને જોયું અને પાછો મોબાઇલમાં જોવા લાગ્યો. વરસાદમાં પલળીને વધુ હોટ દેખાઈ રહેલાં સિદ્ધાર્થના લાંબા ભીનાં વાળને અને ગોરાં ચેહરાને લાવણ્યા ભાન ભૂલીને મુગ્ધતાપૂર્વક જોઈ રહી. નેહા ગુસ્સાંથી લાવણ્યાને જોઈ રહી હતી.

લાવણ્યાને અચાનક કઈંક સૂઝતાં તેણે સહેજ નમીને ટેબલ નીચે સિદ્ધાર્થના પગ જોયાં. વરસાદને લીધે તેણે પેહરેલી ચપ્પલ કાઢી નાંખી હતી. લાવણ્યાએ પોતાની સેન્ડલ ઉતારી અને તેનાં પગ સિદ્ધાર્થના પગ સુધી લઈ ગઈ. તેણે હળવેથી સિદ્ધાર્થની જીન્સની મ્હોરીમાંથી તેનાં પગનો અંગુઠો અંદર નાંખ્યો અને સિદ્ધાર્થના પગને સ્પર્શ કરી ઘસવાં લાગી.

"ઓહ તારી....!" સિદ્ધાર્થે તેનાં પગમાં થતો સળવળાટ અનુભવ્યો અને ચોંકીને નીચે જોયું. સિદ્ધાર્થે નીચે જોયું. લાવણ્યાનો પગ જોઈને તેણે પ્રશ્નસૂચક નજરે હસીને તેની સામે જોયું. લાવણ્યાએ ટીખળ ભર્યું સ્મિત તેની સામે કર્યું.

લાવણ્યાની સ્માઇલ જોઈને નેહાએ પણ સહેજ ઝૂકીને ટેબલ નીચે જોયું. લાવણ્યા હજીપણ તેનો પગ સિદ્ધાર્થના પગને ઘસી રહી હતી અને તેની સામે શરારત ભર્યું સ્મિત કરી રહી હતી.

"શું કરે છે તું....!?" લાવણ્યાની હરકતથી અકળાયેલી નેહા ઊંચાં સ્વરમાં ક્રોધે ભરાઈને કહ્યું.

નેહા એટલૂ જોરથી બોલી કે બધાં લાવણ્યા સામે જોઈ રહ્યાં. લાવણ્યા ગભરાઈ ગઈ અને હેબતાઈને તેનો પગ પાછો ખેંચી લીધો. તેનાં ધબકારાં વધી ગયાં.

"ક....ક..કઈં નહીં ...!" નેહાના તમતમી ગયેલાં ચેહરાને જોઈને લાવણ્યા વધુ ડરી ગઈ.

"કઈં નહીં વાળી....!" નેહા હવે વધુ જોરથી બોલી અને પોતાની જગ્યાએ ઊભી થઈ ગઈ "વલ્ગર સાલી....! શરમ નથી આવતી તને....!?"

"વ..વલ્ગર....!" લાવણ્યા હવે વધુ ડરી. ડરના માર્યા તેણે બાજુમાં બેઠેલાં સિદ્ધાર્થના પગ ઉપર હાથ મૂકી દીધો.

"નેહા....!" સિદ્ધાર્થ ઠંડા સ્વરમાં બોલ્યો "ઇનફ....!"

"તું વચમાં ના બોલ...!" નેહાએ તેની સામે આંગળી કરીને કીધું "અને તું....!" નેહાએ હવે લાવણ્યા સામે હાથ કર્યો. લાવણ્યા હવે ઊભી થઈ ગઈ અને ધ્રુજી રહી હતી "તું ક્યાં બેઠી છે એતો જો....! આ કોલેજ છે....!"

"સ્ટોપ ધીસ નોનસેન્સ નેહા....!" સિદ્ધાર્થ ઊભો થયો "તારી પ્રોબ્લેમ શું છે...!?"

"તું...તું....ઓવર રીએક્ટ કેમ કરે છે....!?" લાવણ્યા હવે ડૂસકાં લેતી-લેતી રડી રહી હતી. તેને શ્વાસ ચઢવાં લાગ્યો. બધાને નવાઈ લાગી કે કોઈનો પણ સામનો કરી શકવા સક્ષમ એવી લાવણ્યાને નેહાનો આટલો બધો ડર કેમ લાગી રહ્યો હતો.

ગ્રૂપના અન્ય મિત્રો પણ તેમની જગ્યાએ ઊભાં થઈ ગયાં. કેન્ટીનમાં આસપાસના ટેબલ ઉપર બેઠેલાં છોકરાં-છોકરીઓ પણ હવે તમાશો જોઈ રહ્યાં.

"નેહા...! હવે શું થયું યાર....!?" નેહાની રોજરોજની આવી કચકચથી હવે કંટાળેલી અંકિતા બોલી.

"અરે ક....કઈં નથી થયું....!" વાત ટાળવા લાવણ્યા ડૂસકાં લેતી-લેતી બોલી.

"કેમ કઈં નથી થયું....!?" નેહા હજીપણ ઉગ્ર સ્વરમાં બોલી રહી હતી.

"નેહા....!" સિદ્ધાર્થ હવે અકળાયો "તું બંધથા હવે....!"

"નહીં થાઉં....!તું આને કે'.....!" નેહાએ લાવણ્યા તરફ આંગળી કરી "આવી વલ્ગર હરકતો કરતાં એને શરમ નથી આવતી....!"

"પણ...પણ... તને શું પ્રોબ્લેમ છે...!" લાવણ્યા હવે રડવા લાગી અને તેની આંખોમાંથી વહી રહેલાં આંસુઓ લૂંછી રહી "તારે ....! તારે શું લેવાંદેવાં....! તને તો એ નથી ગ....ગમતોને...!?"

"એટ્લે તું જાહેરમાં એની જોડે આવી વલ્ગર હરકતો કરીશ....! એમ...!?" નેહા આંખો મોટી કરીને બોલી.

"તું.....!"

"લવ....!" લાવણ્યા બોલવા જતી હતી ત્યાં વચ્ચે સિદ્ધાર્થ બોલ્યો "તું ચાલ....! આપણે અહીંથી જઈએ....!" સિદ્ધાર્થે હવે નેહા સામે જોઈને વેધક સ્વરમાં કહ્યું "એની જોડે લમણા લેવાનો કોઈ અર્થ નથી....!"

સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડીને ચાલવા માંડ્યુ. લાવણ્યા તેની પાછળ દોરવાઈ. નેહા સમસમીને બંનેને જઈ રહેલાં જોઈ રહી.

******

"I am sorry જાન....!" લાવણ્યાએ સિદ્ધાર્થને કહ્યું "મારાં લીધે દરવખતે નેહા તને ટોર્ચર કરે છે...!"

બંને રિવરફ્રંટ ઉપર બેઠાં હતાં. ઢીલી થઈ ગયેલી લાવણ્યા સિદ્ધાર્થના ખભા ઉપર માથું ઢાળીને નીચે દેખાઈ રહેલાં સાબરમતી નદીનાં પાણી સામે તાકી રહી હતી.

"તારો કોઈ વાંક નથી...!" સિદ્ધાર્થ તેને સાંત્વના આપતાં બોલ્યો "એ છેજ એવી....!"

સિદ્ધાર્થ ક્યાંય સુધી લાવણ્યાને સમજાવતો રહ્યો. તેણે લાવણ્યા જોડે ફ્લર્ટ પણ કર્યું.

"આજે આટલું હોટ તૈયાર થવાનું કોઈ ખાસ કારણ...!?" સિદ્ધાર્થે લાવણ્યાની કમર ફરતે હાથ વીંટાળીને કહ્યું.

"તારાં માટે જાન....!" લાવણ્યા મૃદુ સ્વરમાં તેની સામે જોઈને બોલી. તેનું મૂડ હવે ઠીક થયું હતું. એમાંય સિદ્ધાર્થ તેની જોડે ફ્લર્ટ કરી રહ્યો હતો એટ્લે તે બધુ ભૂલીને ઉત્સાહમાં આવી ગઈ.

"આ જો....!" લાવણ્યાએ દુપટ્ટો હટાવીને તેનાં ડાબાં બ્રેસ્ટ ઉપર ત્રોફવેલું ટેટૂ બતાવ્યું.

"ઓહ ગોડ....!" સિદ્ધાર્થ નવાઈ પામીને તેનાં ટેટૂ સામે જોઈ રહ્યો "આ શું કર્યું તે...!?"

"ટ....ટેટૂ બનાવ્યું....!" સિદ્ધાર્થનાં એક્સપ્રેશન જોઈ લાવણ્યા ફરી ઢીલી થઈ ગઈ "ક...કેમ...! તને નાં ગમ્યું....!?"

"અરે....! એવું નથી....!" સિદ્ધાર્થ તેને મનાવતાં બોલ્યો "તું ઓલરેડી એટલી હોટ છેને...! તારે આવું બધુ કરવાની કોઈ જરૂર નહોતી....!"

"તો પણ ....! કે'ને...! તને ના ગમ્યું...!?"

નાનાં બાળક જેવો દયામણો ચેહરો કરીને તેની સામે જોઈ રહેલી લાવણ્યા ઉપર સિદ્ધાર્થને દયા આવી ગઈ "લવ....! એકતો તું આટલી હોટ....! અને એમાય તે એવી જગ્યાએ આ ટેટૂ બનાવ્યું છે કે ભલભલાં લોકો ઘાયલ પણ થશે અને બળી પણ મરશે....!"

"ભલે....!" લાવણ્યા તેને ચોંટી પડી "બસ મારેતો તારી ખુશી જોઈએ ...!તું ખુશ તો હું ખુશ...!"

લાવણ્યા ક્યાંય સુધી એમજ એને વળગી રહી. કાળાં ડિબાંગ વાદળોને લીધે અંધારું ઘેરાઈ રહ્યું હતું. વરસાદને લીધે વાતાવરણ વધુ ઠંડુ થઈ ગયું હતું. આખો દિવસ ભીનાં કપડે બંને ફર્યા હતાં. સિદ્ધાર્થ જોકે શરીરે મજબૂત હોવાને લીધે અને તેણે જેકેટ પહેર્યું હોવાને લીધે તેને ઠંડી નહોતી વર્તાતી. જોકે ખાલી ડ્રેસ પહેર્યો હોવાને લીધે સિદ્ધાર્થને વળગી રહેલી લાવણ્યા હવે ધ્રૂજવા લાગી.

"અરે તું કેમ કાંપી રહી છે...!?" સિદ્ધાર્થે લાવણ્યાનાં ચેહરાને પકડીને ઊંચો કર્યો.

લાવણ્યાએ તરતજ તેનાં પંજા ઉપર ઊંચાં થઈને સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવા પ્રયત્ન કર્યો. સિદ્ધાર્થે તેનું મોઢું ખસેડી લીધું.

"પ્લીઝ...! sid...! એકવાર...!" લાવણ્યા સાવ દયામણા સ્વરમાં બોલી "એક વખત તો કરવાં દે...!"

સિદ્ધાર્થ તેને ટાળવાં મથી રહ્યો.

"લાવણ્યા....! લાવણ્યા...!" સિદ્ધાર્થ થોડું ચીડાયો. જોકે તેનો સ્વર મૃદુ હતો "લાવણ્યા સ્ટોપ....!"

લાવણ્યા સિદ્ધાર્થના ચેહરા ઉપર એક ક્ષણ માટે આવી ગયેલાં અણગમાંને જોઈને અટકી અને ઢીલી થઈ ગઈ. લાવણ્યા સમજી ગઈ સિદ્ધાર્થ હજીપણ નેહાને લીધે પોતાની જાતને રોકી રહ્યો હતો. તે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

"કદાચ...!તું હજીપણ એની રાહ જોવે છે....!" લાવણ્યા તેની સામે જોઈને મનમાં બબડી. જોકે સિદ્ધાર્થને એ પૂછવાની તેની હિમ્મત ના થઈ.

સિદ્ધાર્થે તેનું જેકેટ કાઢીને લાવણ્યાને ઓઢાળ્યું.

"ચાલ....! તને ઘરે મૂકી આવું....!" સિદ્ધાર્થે લાવણ્યાથી નજર ચૂરાંવતાં કહ્યું અને બાઇક તરફ ચાલવા લાગ્યો. લાવણ્યા તેનાં વર્તનનું કારણ જાણતી હતી. જોકે કઈં પૂછ્યા બોલ્યાં વગર તે બાઇક પાછળ સિદ્ધાર્થને ચીપકીને બેસી ગઈ અને તેની મજબૂત પીઠ ઉપર પોતાનું માથું ઢાળી દીધું.

સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર લાવણ્યાનાં ઘર તરફ બાઇક હંકારી દીધી.

સિદ્ધાર્થને પોતાની તરફ ખેંચવાંનાં બધાંજ પ્રયત્નો કરીને નાસીપાસ થયેલી લાવણ્યાની આંખો ભીંજાયેલી હતી.

"હું જાણું છું sid....!" સિદ્ધાર્થની પીઠ ઉપર માથું ઢાળીને લાવણ્યા મનમાં વિચારી રહી હતી "તને હજીપણ એની 'હાં' નો ઇંતેજાર છે....! એટલેજ તું મારાંથી હજીપણ દૂર રે' છે...!"

"હું બસ તને ઈચ્છું છું....! બસ તને ઝંખું છું...! પણ ખબર નહીં કેમ.....! તારાં મળવાની આશાઓ ધૂંધળી થતી જાય છે...!"

વિચારી રહેલી લાવણ્યાએ તેનું માથું બીજી સાઈડ ફેરવ્યું.

"હવે બસ નવરાત્રિજ મારી છેલ્લી ઉમ્મીદ છે....!" લાવણ્યા હજીપણ મનમાં વિચારી રહી હતી "નવરાત્રિજ છેલ્લી આશા છે...!"

વિશાલે કહ્યાં મુજબ લાવણ્યા સિદ્ધાર્થને પામવાં તેની જોડે શારીરક સંબંધ બાંધવાનું નક્કી કરી ચૂકી હતી. જેના માટે વિશાલે કહ્યાં પ્રમાણે નવરાત્રિ સૌથી શ્રેષ્ઠ સમય હતો. નવરાત્રિ પહેલાં લાવણ્યાએ સિદ્ધાર્થની એટલાં નજીક તો જવાનુંજ હતું કે જેથી સિદ્ધાર્થ "એ ક્ષણે" પોતાને રોકીનાં શકે. જોકે નવરાત્રિને હવે માત્ર દસ દીવસજ બાકી રહ્યાં હતાં અને સિદ્ધાર્થ હજીપણ લાવણ્યા તફર જોઈએ તેટલો ઝૂકયો નહોતો. તે લાવણ્યાને એક કિસ સુદ્ધાં આપવાં માટે તરસાવી રહ્યો હતો. એવામાં એને "એ ક્ષણ" માટે કેવીરીતે તૈયાર કરવો...!? એ પણ માત્ર દસ દિવસમાં.

"જે હોય તે...!" હતાશ લાવણ્યા મનમાં વિચારી રહી "હું એ છેલ્લી ક્ષણ સુધી હાર નહીં માનું...! નહીં માનું...!"

બાઇકની ગતિ વધતી ગઈ તેમ લાવણ્યાના મનમાં વિચારોની ગતિ પણ વધતી ગઈ. આંખોમાં છેલ્લી બચેલી એ આશા સાથે લાવણ્યા હવે આતુર મને અને ઉચાટભર્યા હ્રદયે નવરાત્રિની રાહ જોઈ રહી.

******