લવ રિવેન્જ - 11 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 11

લવ રિવેન્જ
પ્રકરણ-11

લગભગ પંદરેક દિવસ પછી.......

નેહાએ મેરેજની ના પડતાં સિદ્ધાર્થે છેવટે તેને માનવવાનાં પ્રયત્નો પડતાં મૂક્યાં હતાં. તેમજ નેહા બાજુથી પોતાનું ધ્યાન હટાવી અન્યત્ર લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એમ કરવામાં એને ખાસ મુશ્કેલી નહોતી પડી. કેમકે લાવણ્યાએ ખૂબ ઝડપથી સિદ્ધાર્થનું મન પોતાનાં તરફ ડાયવર્ટ કરી દીધું હતું. બંને એકબીજાની ઘણા નજીક આવી ગયાં હતાં. સિદ્ધાર્થે નેહા સાથે પોતાનાં પાસ્ટ વિષે બધુંજ કહી દીધું હતું. લાવણ્યાએ પણ પોતાનાં ભૂતકાળ વિષે સિદ્ધાર્થને બધુજ સાચું કહી દીધું હતું. લાવણ્યાએ ઈમાનદારીથી પોતાનાં અન્ય છોકરાઓ સાથેનાં લફરાં, sexual રિલેશન વગેરે વિષે બધુજ કોઈપણ જાતનાં સંકોચવિના સાચેસાચું કહી દીધું હતું.

બંને કોલેજ સિવાય ઘણોબધો સમય જોડે પસાર કરતાં. રિવરફ્રંટ, શોપિંગ, કોફીશોપ, મૂવી, હરવા-ફરવાનું વગેરે તેમનો બંનેનો રોજનો લગભગ નિત્યક્રમ થઈ ગયો હતો. કોલેજ સિવાય પણ બંને લગભગ ચાર-પાંચ કલ્લાક જેટલો સમય સાથે ગાળતા.

લાવણ્યાનાં જીવનમાં સિદ્ધાર્થનાં આવ્યાં પછી તે સમૂળગી બદલાઈ ગઈ હતી. પોતાનાં ઉપર તેમજ પોતાની સુંદરતા ઉપર તેનો ઘમંડ સંપૂર્ણપણે ચકણચૂર થઈ ગયો હતો. અન્ય મિત્રો જેમની જોડે તે કાયમ ઉદ્ધત વર્તન કરતી તેમની જોડેપણ તે હવે એકદમ સારું કહેવાય તેવું વર્તન કરતી. તેણે પોતાનો સ્વાર્થી સ્વભાવ ત્યજી દીધો હતો. હવે તે પોતાનાં મિત્રોની મદદ પણ કરતી. ગ્રૂપનાં તેમજ કોલેજનાં અન્ય લોકોએ તેનાં બિહેવિયરમાં આવેલાં પરિવર્તનને નોટિસ કર્યું હતું.

"આજે ચ્હામાં દમ નથી યાર....!" કેન્ટીનમાં ટેબલની ફરતે બેઠેલાં પ્રેમે કહ્યું. નેહા, તેની એક બાજુ પ્રેમ, બીજી બાજુ લાવણ્યા, પછી સિદ્ધાર્થ, ત્રિશા, રોનક, કામ્યા વગેરે પણ બેઠાં હતાં. ગ્રૂપમાં લગભગ સાતેક છોકરીઓ અને ચારેક છોકરાંઓ હતાં.

પ્રેમ સિવાય લગભગ બધાજ પોત-પોતાનાં ફોન મંતરી રહ્યાં હતાં. સિદ્ધાર્થ અને લાવણ્યા હજી "just" આવ્યાં હતાં.

"સિદ્ધાર્થ તારે બોર્નવિટાવાળું દૂધ નથી પીવું...!?" લાવણ્યાએ પ્રેમથી પૂછ્યું. બધાને હવે નવાઈ લાગતી હતી કે નેહાએ લગ્નની ના પડતાંજ લાવણ્યાએ ખૂબ ઝડપથી સિદ્ધાર્થને પોતાની બાજુ ખેંચી લીધો હતો.

જોકે નેહાને આ વાતથી કોઈ પ્રોબ્લેમ નહોતી. એનેતો ઊલટાનું શાંતિ થઈ હતી કે છેવટે સિદ્ધાર્થે મેરેજ માટે તેને માનવવાના પ્રયત્નો પડતાં મૂક્યાં હતાં. સિદ્ધાર્થ આવતાંની સાથેજ તેનાં ફોનમાં "ઘૂસી" ગયો હતો.

"હાં.....! મંગાવી લે....!" સિદ્ધાર્થે ફોનમાંથી નજર હટાવ્યાં વિના કહ્યું.

"એ બચ્ચન....!" લાવણ્યા કેન્ટીનમાં કામ કરનાર એ ફેમસ છોકરાંને બૂમ પાડી.

"હાં...! બોલો મેડમ....!" બચ્ચને લાવણ્યાની જોડે ઊભા રહીને પૂછ્યું.

"એક બોર્નવિટાવાળું દૂધ અને બીજા બધાંને જે ખાવું હોય તે....!" લાવણ્યા બધાં તરફ જોયું.

"લાવણ્યા...! શું વાત છે...!?" નેહા તેની સામે જોઈને બોલી "તું પાર્ટી આપે છે...!? સિદ્ધાર્થને પટાવ્યાની...!?"

"ના.....! પૈસાંતો હુંજ આપીશ....!" લાવણ્યા કઈ બોલે એ પહેલા સિદ્ધાર્થ તેનાં ફોનમાંથી નજર હટાવ્યાં વિના બોલ્યો "તારે પૈસાં ખરચવાની કોઈ જરૂર નથી માય 'લવ'....!" સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં પેટ નેમ "લવ" કહીને બોલાવી.

નેહા સહિત હવે બધાંને નવાઈ લાગી.

"બહુ જલ્દી મુવ ઓન થઈ ગયો તું તો..!" નેહાએ સિદ્ધાર્થ સામે જોઈને કટાક્ષ કર્યો.

"તો તું શું ઈચ્છે છે....!?" સિદ્ધાર્થે હવે તેની સામે જોયું અને રુક્ષ સ્વરમાં બોલ્યો "હું તારી પાછળ-પાછળ તારો દુપટ્ટો પકડીને ફર્યા કરું....!?"

"મે ક્યાં એવું કીધું...!?" નેહાએ હાથ ઊંચાં કર્યા.

"અરે બસ કરો...!" લાવણ્યા વચ્ચે બોલી "પતી ગયુને હવે....!?"

સિદ્ધાર્થ પાછો ફોનમાં જોવા લાગ્યો.

"મારે માટે ચ્હા-મસ્કાબન....! રોનક તું....!?" ત્રિશાએ કહ્યું અને રોનક સામે જોયું. તેણે હકારમાં માથું ધૂણાવ્યું.

"ભાઈ બચ્ચન....! ચ્હા થોડી સારી લાવજે યાર...!" પ્રેમ બોલ્યો. બીજા બધાંએ પણ પોતાનું ગમતી વસ્તુ ઓર્ડર કર્યા પછી બચ્ચન જતો રહ્યો.

"અરે પાર્ટીથી યાદ આવ્યું...!" રોનક તેનાં ફોનમાંથી નજર ઉઠાવીને બોલ્યો. બધાએ તેની સામે જોયું "થોડાં દિવસ પછી કોલેજનો સ્થાપના દિવસ છે....! શું કે'વું છે...!? ગઈ વખતની જેમ આ વખતેપણ ધમાલ પાર્ટી કરવી છે..!?"

"ના યાર....!" ત્રિશા નિરાશ સ્વરમાં બોલી "પાર્ટી બહુ લેટ નાઈટ ચાલતી હોવાથી ઘરેથી ના પાડે છે...!"

"હમ્મ....! સાચી વાત" કામ્યા બોલી "મને પણ ઘરેથી નઇ નીકળવા દે...!"

"મારે પણ એજ સમસ્યા છે..! મારાં બાપા નઇ માને..!" ત્રિશાની જોડે બેઠેલી અંકિતા બોલી.

"અરે યાર છોકરીઓને કાયમ આજ માથાકૂટ....!" રોનક બોલ્યો.

"જો હું મનાવું તો....!" સિદ્ધાર્થ ચેયરમાં રિલેક્સ થતાં બોલ્યો "તમારાં બધાયના મમ્મી-પપ્પાને...!?"

ત્રિશા અને અંકિતાના ચેહરા ઉપર સ્મિત આવી ગયું અને બંને એકબીજા સામે જોઈ રહી.

"હું એમને કહીશ કે હું ટ્રસ્ટી સાહેબનો ભાણિયો છું....!" સિદ્ધાર્થ બોલ્યો "અને કોલેજમાં મારી કારમાં છોકરીઓને સલામત લઈ જવાની અને ઘરે પાછાં ડ્રોપ કરી જવાની જવાબદારી મારી....! તો...!?"

"તું શ્યોર આવીશ મારાં ઘરે...!?" અંકિતા બોલી.

"હાં...! જો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો...!" સિદ્ધાર્થ બોલ્યો.

"એમાં શું પ્રોબ્લેમ...!?" નેહા બોલી "ત્રિશા, કામ્યા....!?"

"ના કોઈ પ્રોબ્લેમ નથી....!" બંને લગભગ સાથેજ બોલ્યાં.

"જો તું મારાં મોમ-ડેડને મનાવી લઉં....!" અંકિતા બોલી "તો હું તને તેનાં બદલે એક કિસ આપીશ...!" અકીતાએ તેની આંખ મિચકારી.

"ઓયે...!" લાવણ્યાએ ઘુરકીને તેની સામે જોયું.

"તો તારું કામ થઈ ગયું સમજ...!" સિદ્ધાર્થે લાવણ્યાને ચીડવવા ટીખળ કરી.

"ઓયે...!?" લાવણ્યાએ હવે ચિડાઈને તેની સામે જોયું.

"તું તો જબરો ફાસ્ટ છે...!" નેહાએ ફરી કટાક્ષ કર્યો.

"નેહા...! તું કે'વા શું માંગે છે...!?" લાવણ્યાએ ચિડાઈને હવે નેહાની સામે જોયું.

"એ એમ કે'વા માંગે છે...!" સિદ્ધાર્થ બોલ્યો "કે મારે હજી બીજા દસ મહિના એની પાછળ-પાછળ એને મનાવવા ફરવાનું હતું....! પછી કોઈ બીજી છોકરી જોડે જવાનું હતું...!"

સિદ્ધાર્થ એટલું રુક્ષ અને તીખાં સ્વરમાં બોલ્યો કે નેહા સમસમી ગઈ અને તેની સામે જોઈ રહી.

લાવણ્યા હવે ડરી ગઈ. નેહા અને સિદ્ધાર્થ વચ્ચેની ચકમકને લીધે તે એટલુંતો સમજી ગઈ કે સિદ્ધાર્થ હજીપણ નેહા તરફ ઢળેલો છે. લાવણ્યાને નવાઈ એ વાતની લાગી કોઈ બીજાનાં પ્રેમમાં હોવાનો દાવો કરતી હોવાં છતાંપણ નેહા શા માટે એવું ઈચ્છે છે કે સિદ્ધાર્થ તેની પાછળ લાગેલો રહે?

"તું શા માટે એને આ રીતે ટોર્ચર કરે છે....!?" લાવણ્યાએ નેહાને રડમસ સ્વરમાં પૂછ્યું "તું એની જોડે મેરેજ કરવાં નહોતી ઇચ્છતી....! તે ના પણ પાડી દીધી....! તો પછી હવે એને હેરાન શું કામ કરે છે...!?"

નેહા થોડીવાર સિદ્ધાર્થની સામે એજરીતે જોઈ રહી. બધાં નેહાની સામે જોઈ રહ્યાં.

"ક્યાંક નેહા પણ સિદ્ધાર્થને પ્રેમ તો નઇ કરતી હોયને...!?" લાવણ્યાનાં મનમાં હવે એક આશંકાએ જન્મ લીધો.

"મને એવી કોઈ પરવા નથી....!" થોડીવાર પછી નેહા બોલી અને ફરી તેનાં ફોનમાં જોવાં લાગી.

"તો પછી ડન...!" થોડીવારે વાતાવરણ નોર્મલ થયાં પછી રોનક બોલ્યો "પાર્ટીનું નક્કી....!"

"શું ડન...!? તું આપવાનો છે....!?" લાવણ્યા બોલી "ટ્રસ્ટી સાહેબને કોણ મનાવશે...!?"

બધાંએ સૂચક નજરે સિદ્ધાર્થ સામે જોયું. લાવણ્યાએ પણ તેની સામે જોયું.

"કેમ...!? એમાં શું મનાવવાનું...!?" સિદ્ધાર્થે પૂછ્યું "તમે કો'છોને દર વખતે પાર્ટી થાયજ છે...!"

"ના...! એ તો સિમ્પલ પાર્ટી જેવી પાર્ટી હોય છે....! ગેસ્ટ આવે, મેળાવળો થાય...! બધાં જમે અને ઘરે જાય....!" લાવણ્યા બોલી "કોઈ ધમાલ પાર્ટી નહીં..! એના માટેતો અમે ટ્રસ્ટી સાહેબને ગઈ

વખતે બહુ કગર્યા'તા....!"

"ઓહ....! તો કઈં વાંધો નઈ..!" સિદ્ધાર્થ બોલ્યો "હું જોઈ લઇશ...! તમે લોકો કોલેજમાં ખબર ફેલાવી દો....!"

"ટ્રસ્ટીની મંજૂરી વગર...!?" અંકિતાએ થોડાં ભયથી પૂછ્યું.

"કહ્યુંતો ખરા....! હું જોઈ લઇશ....!" સિદ્ધાર્થ બોલ્યો "તમે લોકો બસ ગ્રુપ બનાવી પાર્ટીની તૈયારી કરો...! બાકી મારે જોવાનું...!"

સિદ્ધાર્થ તેની ચેયર ખસેડતાં ઊભો થયો.

"તું ક્યાં જાય છે....!?" લાવણ્યા પણ ઊભી થતાં બોલી.

"ટ્રસ્ટી સાહેબને મળવા....!" સિદ્ધાર્થ બોલ્યો "પાર્ટીની વાત કરી લઉંને....!"

"હું પણ આવું ચાલ....!" લાવણ્યા તેની બેગ લેતાં બોલી.

"નાં લવ....! હું જઈ આવું પછી આપણે ક્યાંક જઈએ....!" સિદ્ધાર્થ ક્યૂટ સ્માઇલ આપીને બોલ્યો અને પાછો ફરીને કેન્ટીનની બહાર ચાલવા લાગ્યો. સામેથી તેને બચ્ચનને તેમનાં ગ્રૂપનો ઓર્ડર લઈને આવતો જોયો. તેણે રસ્તામાંજ ઊભાં રહીને બોર્નવિટાવાળા દૂધનો ગ્લાસ ટ્રેમાંથી લઈને ગટાગટ પી લીધો.

"પૈસાં મારાં ખાતાંમાં...!" સિદ્ધાર્થે ગ્લાસ પાછો ટ્રેમાં મૂક્યો અને ચાલવાં લાગ્યો.

નેહા સિદ્ધાર્થને જતો જોઈ રહી હતી અને લાવણ્યા ભયથી નેહાની તરફ. જે ડરી રહી હતી કે ક્યાંક જે આશંકાએ તેનાં મનમાં જન્મ લીધો છે એ સાચી નાં પડે. કેમકે હજીપણ સિદ્ધાર્થ જોઈએ તેટલો તેની સાથે નહોતો ખૂલ્યો. એકવાર સિદ્ધાર્થ તેની બાજુ પૂરેપૂરો સમર્પિત થઈ જાય એટ્લે પછી નેહા તરફ પાછાં ફરવાનો કોઈ જોખમ નહોતું.

પોતાનો મોબાઇલ કાઢીને લાવણ્યાએ વિશાલને watsappમાં મેસેજ કરવાં માંડ્યો.

"સાંજે ખેતલાપા મલ...!" લાવણ્યાએ મેસેજ સેન્ડ કર્યો "અર્જન્ટ છે...!"

કેન્ટીનમાંજ બેઠો-બેઠો વિશાલ તેનો મોબાઈલ મંતરી રહ્યો હતો.

"તારે સિદ્ધાર્થ જોડે નથી જવાનું?" તેણે લાવણ્યાનો મેસેજ રીડ કરીને રિપ્લાઇ કર્યો.

"તને કેમની ખબર..!?" લાવણ્યાને નવાઈ લાગતાં તેણે ફટાફટ ટાઈપ કરીને પૂછ્યું.

"એમાં ખબર શું...!? છેલ્લાં પંદર દિવસમાં તે આજે મને મળવા માટે યાદ કર્યો...!" વિશાલે રિપ્લાઇ આપ્યો.

"એવું કઈં નથી...! તું મળને....! મારે કામ છે...!" લાવણ્યાએ જવાબ આપવાનો ટાળી મેસેજ કર્યો.

"કેટલાં વાગ્યે...!?" વિશાલનો મેસેજ આવ્યો.

"પાંચ....!" લાવણ્યાએ ટાઈમનો મેસેજ સેન્ડ કર્યો અને તરતજ બીજો મેસેજ સેન્ડ કર્યો "ok bye....!"

વિશાલે જવાબમાં thumbs upનું સ્ટિકર મોકલી હા પાડી.

********

"તને...અ...હજીપણ નેહા માટે કોઈ ફીલિંગ છે....!?" કચવાતાં મને અને અદ્ધર જીવે લાવણ્યાએ તેની સામે બેસીને પાંવભાજી ખાઈ રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું. બંને ઓનેસ્ટમાં લંચ કરવાં માટે આવ્યાં હતાં.

"હું ખોટું નહીં બોલું લવ...!" સિદ્ધાર્થ બોલ્યો "હજીપણ છે ...! થોડી થોડી..!"

લાવણ્યાનું મન ઢીલું થઈ ગયું. તે સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી. તે જે વાતથી ડરી રહી હતી તે આખરે સાચી પડી હતી.

"ત..... તને ... તને લાગે છે કે નેહા તને લવ કરે છે...!?" લાવણ્યાએ કચવાતા-કચવાતા પૂછ્યું.

"શું ખબર....!" સિદ્ધાર્થે ખાતાં-ખાતાં ખભાં ઉલાળ્યા.

લાવણ્યા થથરી ગઈ.

"એ તને મારાથી છીનવી લેશે...!" નેહાથી ડરી રહેલી લાવણ્યા મનમાં બબડી "એ તને મારાંથી છીનવી લેશે....!"

"અરે...! તું અટકી કેમ ગઈ...!? ખાને..!" ખાવાનું બંધ કરીને શૂન્યમનસ્ક જોઈ રહેલી લાવણ્યાને સિદ્ધાર્થે કહ્યું.

"મ....મન નથી....!" લાવણ્યા માંડ બોલી.

જમ્યા પછી બંને સાથે એક મોલમાં ફરવા ગયાં. લાવણ્યાનો મૂડ નહોતો છતાંપણ સિદ્ધાર્થે લાવણ્યાને ત્રણ-ચાર લૉ-વેસ્ટ જીન્સ લઈ આપ્યાં. મોલથી નીકળીને તેઓ ઘર તરફ જઈ રહ્યાં હતાંને અચાનક વરસાદ તૂટી પડ્યો. બંને લગભગ પલળી ગયાં. લાવણ્યાએ પહેરેલો સફેદ ડ્રેસ ફરીવાર આજે વિલન બન્યો. વરસાદમાં પલળી જવાથી તેનો ડ્રેસ પારદર્શક થઈ ગયો અને તેનાં આંતરવસ્ત્રો સુદ્ધાં દેખાવાં લાગ્યાં.

"હવેથી વ્હાઇટ ડ્રેસનાં પહેરતી...!" ચિડાયેલાં સિદ્ધાર્થે રસ્તાની એક બાજુએ બાઇક ઊભી રાખી અને પોતાનો શર્ટ કાઢીને લાવણ્યાને આપ્યો. તેણે અંદર ગ્રે ટી-શર્ટ પહેરી હોવાથી શર્ટ વિના ચાલી જાય એવું હતું. વરસાદ ચાલુ હોવાથી જોકે સિદ્ધાર્થની ટી-શર્ટ પણ પલળી ગઈ હતી.

લાવણ્યાએ શર્ટ પહેરી લીધો. સિદ્ધાર્થે પાછી બાઇક લાવણ્યાનાં ઘર તરફ ચલાવી લીધી.

"મને સોસાયટીના નાકે ઉતારી દેજે..!" સિદ્ધાર્થના બાઇકની પાછળ તેની પીઠ ઉપર માથું ઢાળીને બેઠેલી લાવણ્યાએ ધીમા નિરાશ સ્વરમાં કહ્યું.

"કેમ આજે ચ્હા નહીં પીવડાવે..!?" સિદ્ધાર્થ લાવણ્યાના સ્વરમાં રહેલી નિરાશા પામી ગયો હતો.

લાવણ્યાએ તેની પકડ સિદ્ધાર્થની કમર ફરતે થોડી વધુ કસી. તેની આંખો ભીની થઈ ગઈ. એક ડર જે તેનાં મનનો ભરડો લઈ રહ્યો હતો તે હવે વધુ વધુને ઘેરો થઈ રહ્યો હતો. લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થની પીઠ ઉપર માથું ઢાળીને બેસી રહી.

"શું થયું લવ...!?" સિદ્ધાર્થે ફરી તેનું માથું સહેજ ફેરવીને પૂછ્યું અને આગળ જોઈને બાઇક ચલાવવા લાગ્યો. તેઓ લગભગ લાવણ્યાની સોસાયટીના નાકે પહોંચવા આવ્યાં હતાં.

"બસ મૂડ ઠીક નથી....! જાન...!" લાવણ્યા શક્ય એટલું પ્રેમથી બોલી.

લાવણ્યાની સોસાયટીના નાકે પહોંચ્યા ત્યાંસુધી બંને કઈં ના બોલ્યાં. નાકે બાઇક ઊભી રાખી સિદ્ધાર્થ લાવણ્યાનાં ઉતારવાની રાહ જોઈ રહ્યો.

લાવણ્યા ઉતરી અને ઢીલા મોઢે સિદ્ધાર્થની જોડે બાઇકનાં મોઢા પાસે ચૂપચાપ ઊભી રહી.

"I am sorry લવ....!" સિદ્ધાર્થ તેની સામે જોઈને પ્રેમથી બોલ્યો "મારે હજી થોડોવધુ સમય જોઈશે...!"

"Its ok જાન....!" લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકતાં બોલી "તારો પ્રથમ પ્રેમ છે એ....! અને પ્રથમ પ્રેમનું મહત્વ હું સમજી શકું છું....! હું તારી રાહ જોઈશ...!"

લાવણ્યા પરાણે હળવું હસી અને સિદ્ધાર્થને બાય કરીને પાછી ફરીને સોસાયટીની ગલીમાં ચાલવા લાગી. લાવણ્યાએ સિદ્ધાર્થનો શર્ટ પહેરી રાખ્યો હતો. સિદ્ધાર્થે કઈં કહ્યું નહીં અને થોડીવાર લાવણ્યાને જતી જોઈ રહ્યાં બાદ ત્યાંથી નીકળી ગયો.

સાંજના લગભગ ચાર વાગ્યા હતાં. ઘરે આવીને લાવણ્યાએ કપડાં ચેન્જ કર્યા. સિદ્ધાર્થનો શર્ટ તેણે બાલ્કનીમાં સૂકવી દીધો. બેડરૂમમાં આવીને તેણે સીધું બેડ ઉપર લંબાવ્યું. સિદ્ધાર્થ અને નેહા વિષેનાં વિચારો ફરી તેનાં મનને ઘેરી વળ્યાં. સિદ્ધાર્થને ખોઈ બેસવાનાં વિચારોથી તેનું મન ભાંગી પડ્યું હતું.

થોડો આરામ કરી પાંચ વાગ્યે વિશાલને મળવા તે ખેતલાપા જવા તૈયાર થઈ ગઈ.

******

"તારું શું માનવું છે....!?" લાવણ્યા તેની ડબલ સ્ટેન્ડ કરેલી એક્ટિવા ઉપર બેઠી-બેઠી તેની સામે ડબલ સ્ટેન્ડ કરેલાં બાઇક ઉપર બેઠેલાં વિશાલને પૂછી રહી હતી. બંને સાંજે ખેતલપા મળ્યાં હતાં.

"નેહા સિદ્ધાર્થને લવ કરતી હશે...!?" લાવણ્યાએ ઢીલાં મોઢે પૂછ્યું.

"તો પછી એણે મેરેજ માટે ના શું કામ પાડી...!?" વિશાલે ચ્હાની ચૂસકી ભરતા પૂછ્યું.

"એ તો હુંય નથી સમજી શકતી....! આખરે એ શું કરવાં માંગે છે...!" લાવણ્યા બોલી "એકબાજુ એણે મેરેજની ના પાડી અને બીજી બાજુ એ સતત સિદ્ધાર્થને ટોર્ચર કરે છે કે તે બહુ ઝડપથી મારી તરફ ઝૂકી ગયો....! વગેરે વગેરે....!"

વિશાલ ચૂપ રહ્યો અને હાઇવે બાજુ જોઈને વિચારવાં લાગ્યો.

"આવું કોઈ છોકરી ક્યારે કરતી હોય...!?" લાવણ્યાએ પૂછ્યું અને પછી પોતેજ જવાબ આપ્યો "જ્યારે એ પોતે જેલસ સિદ્ધાર્થના મારી તરફ ઝૂકવાથી જેલસ થતી હોય....!"

"અને એ જેલસ ત્યારેજ થાય જ્યારે એ સિદ્ધાર્થને લવ કરતી હોય....! રાઇટ...!?" વિશાલ બોલ્યો.

"હાં....! હુંપણ એજ કહું છું....!" લાવણ્યાએ હામી ભરી. બંને થોડીવાર ચૂપ રહ્યાં.

"મારે એ જોઈએજ ....!" લાવણ્યા રૂંધાયેલા પણ કઠોર સ્વરમાં બોલી "મારે સિદ્ધાર્થ જોઈએજ...! હું એનાં વિના નહીં જીવી શકું....!"

વિશાલ નવાઈ પામીને તેની સામે જોઈ રહ્યો.

"તે જ્યારે અગાઉ મને કહ્યું હતું કે તું સિદ્ધાર્થને લવ કરે છે ....! ત્યારે મને લાગ્યું હતું કે કદાચ એનાં કામદેવ જેવાં દેખાવને લીધે તું એની પાછળ ઘેલી થઈ છે...! થોડો વખતમાં તને વળગેલું એનું ભૂત ઉતરી જશે....!" વિશાલ બોલ્યો "પણ જે રીતે તું અત્યારે બોલી રહી છે...! મને નહોતી ખબર કે તું આટલો બધો ક્રેઝી લવ એને કરતી હોઈશ...!"

લાવણ્યાની આંખોમાંથી આંસુની ધાર વહીને તેનાં ગાલ ઉપર આવી ગઈ.

"હું એને બહુ લવ કરું છું .....!" લાવણ્યા આખરે ભાંગી પડી અને રડવા લાગી "હું... હું...એનાં વિના નહીં જીવી શકું...."

"અરે બાપરે...! તું તો રડવા લાગી...!" વિશાલને નવાઈ લાગી "પ્લીઝ યાર બંધથા....! આજુબાજુ કોઈક જોશે તો કેવું લાગશે....!?

લાવણ્યા માંડ બંધ થઈ અને તેનાં આંસુ લૂંછવા લાગી.

"કોલેજમાં બધાંજ કહેછે કે તું બદલાઈ ગઈ છું...!" થોડીવાર પછી વિશાલ બોલ્યો "પણ મને નહોતી ખબર કે તું કોઈ છોકરાને આટલો ક્રેઝી લવ કરી શકે એટલી બદલાઈ ગઈ હોઈશ....!"

"સિદ્ધાર્થ અલગ છે....!" લાવણ્યા બોલી "મને ફક્ત એનાં શરીરનું કે દેખાવનું આકર્ષણ નથી....! મને પોતાને નથી ખબર કે કેમ....! પણ મને બસ એ જોઈએ છે....!"

"તો તારે બહુ તગડું કોમ્પિટિશન કરવું પડશે...!" વિશાલ બોલ્યો "કેમકે સિદ્ધાર્થે જો નેહા અને તારી વચ્ચે પસંદગી કરવાણી નોબત આવીતો....!"

"ના.....!" લાવણ્યા રડમસ સ્વરમાં તાડૂકી અને વચ્ચે બોલી "હું એને એટલો બધો પ્રેમ કરીશ ....કે ...કે એ નેહા વિષે વિચારશે પણ નહીં....! એ મને છોડીને ક્યાંય નહીં જાય...ક્યાંય નહીં જાય...!"

વિશાલ લાવણ્યા સામે દયામણી નજરે જોઈ રહ્યો.

"તું આરીતે મારી સામે જોઈ ના રહીશ...!" લાવણ્યા ફરી રડવા લાગી "મને કે'.....! હું શું કરું...!? હું એવું શું કરું જેથી એ બસ મારોજ થઈ જાય...! નેહાથી કાયમ માટે દૂર...! પ્લીઝ....! મને કે' હું શું કરું....!?".

થોડીવાર સુધી વિશાલ કઈંપણ બોલ્યાં વગર વિચારી રહ્યો.

"સેક્સ....!" વિશાલે ચ્હાની પ્યાલી ખાલી કરી ટાંકી ઉપર મૂકતાં ઠંડા સ્વરમાં કહ્યું.

"હેં ...! સેક્સ...!?" લાવણ્યા રડતાં-રડતાં અચરજથી બોલી.

"હાં....!"

"પણ સિદ્ધાર્થ એવો છોકરો નથી કે કોઈપણ છોકરી જોડે સૂઈ જાય....!"

"કોઈપણ જોડે નહીં....! પણ ફક્ત તારી જોડેતો ખરોજને....!?" વિશાલે પૂછ્યું.

"તું સમજતો કેમ નથી...! એ છોકરો અલગ છે....!" લાવણ્યા ભારપૂર્વક બોલી.

"હાં...! હું પણ માનું છું....!" વિશાલે કહ્યું "એટ્લેજ સિદ્ધાર્થને તારે ડાઇરેક્ટ અપ્રોચ નથી કરવાનો સેક્સ માટે....!"

"તો....!?" લાવણ્યા મૂંઝાઇ.

"સિદ્ધાર્થ જેવાં છોકરાઓને થોડાં સેટ કરવાં પડે....!"

"તું ચોખ્ખું કહીશ ....! મને કઈં નથી સમજાતું....!" લાવણ્યા થોડી આકળાઈ.

"સિદ્ધાર્થ જેવાં છોકરાંઓ કોઈક છોકરીના પ્રેમમાં પડે છે...! પછીજ આગળ વધે છે....!" વિશાલ બોલ્યો અને લાવણ્યા સામે થોડીવાર જોઈ રહ્યો.

...જે ઉન્માદ અને ઉત્તેજના તું સિદ્ધાર્થને જોઈને ફીલ કરે છે એ બધુજ એને પણ ફીલ કરાવ....! એને તારાં પ્રેમની ઉત્કટતા મેહસૂસ કરાવ....! જેમ એ તારાં શરીરના રોમેરોમમાં વસી ગયો છે એમ તું પણ એનાં રોમેરોમમાં વસીજા...!"

.....જ્યારે એ તારી સાથે હોયછે ત્યારે તને બીજું કોઈ નથી દેખાતું....! એમ જ્યારે તું એની જોડે હોઉ ત્યારે એને પણ તારાં સિવાય બીજું કોઈના દેખાવું જોઈએ....!" વિશાલે લાવણ્યાની નજીક એનો ચેહરો લઈ જઈ તેની આંખોમાં આંખો મેળવતાં કહ્યું "ધોધમાર વરસાદની જેમ તું પણ એની ઉપર વરસી પડ...! તારો પ્રેમથી એને ભીંજવી દે....!એ એક પળ સુધી...! જ્યારે તમારાં બંનેનું શરીર આગ બની ગયું હોય...! અને તમારાં બેમાંથી એકપણ વ્યક્તિ એ ક્ષણથી પાછાં ફરીજ ના શકો....! પોતાની ઉપર કંટ્રોલ રાખીજ ના શકો અને છેવટે બંને એકમેકમાં સમાઈને ઓગળી જાઓ...!"

વિશાલ બોલી રહ્યો હતો અને લાવણ્યા એ ક્ષણને સિદ્ધાર્થ સાથે ઈમેજીન કરી રહી હતી. સિદ્ધાર્થ સાથે એ પળોની કપલ્પનાએ તેનાં શરીરમાં ગરમી ભરી દીધી અને તેનાં રૂંવાડા ઊભા થઈ ગયાં. તેનાં ધબકારાં ધીરે-ધીરે વધવાં લાગ્યાં.

"લાવણ્યા...!" વિશાલ આગળ બોલ્યો "સિદ્ધાર્થ અલગ ભલે હોય...! પણ આખરેતો એ છોકરોજ છે....! ભલભલાં ઋષિમુનિઓના તપ સ્ત્રીની સુંદરતા અને શરીર સામે ભંગ થયાં છે...! સિદ્ધાર્થનું પણ થશેજ...! એમાંય એ ક્ષણ જેની હું વાત કરી રહ્યો છું...! એ ક્ષણેથી તારાં જેવી હોટ છોકરીથી દૂર જવું....! એ સિદ્ધાર્થ તો શું દુનિયાના લગભગ કોઈપણ પુરુષની ક્ષમતા બહારની વાત છે....!"
લાવણ્યા વિચારી રહી. વિશાલની વાતમાં સો ટકા દમ હતો.

"You are godess of sex લાવણ્યા...!" વિશાલે સ્મિત કરતાં કહ્યું "જો એવી ક્ષણોમાં એ તને ખાળી ગયો તો કાં'તો એ ભગવાન શિવ હશે..! કાં'તો નામર્દ..!"

લાવણ્યા હળવું હસી ગઈ.

"એ ભગવાન તો હોઈના શકે....! અને નામર્દ તો છે નઈ...!રાઇટ...!?"

"હમ્મ....!" લાવણ્યાએ હુંકારો ભર્યો.

"નવરાત્રિ આવી રહી છે....!" વિશાલ બોલ્યો "એ પહેલાંના દિવસોમાં તું એની જોડે શક્ય હોય એટલો સમય સાથે વિતાવ...! એની સાથે વાતો કર્યા કર..! એને તારાંમાંથી ફુરસદજ નાં મળે એવું કર...! એની જોડે ઓપન ફ્લર્ટ કર્યા કર..! એક પઝેસિવ પ્રેમિકાની જેમ એની ઉપર હક જતાવ....! જીદ કર...! એને સ્પર્શ કર...! એનાં શરીર ઉપર...! જ્યાં તને ગમે ત્યાં...! બાઇક ઉપર જ્યારે તું એની પાછળ બેઠી હોઉ...! એની સાથે ક્યાંય જમવા ગઈ હોઉ, મૂવી જોતાં હોવ....! દરેક જગ્યાએ....! એની છેડતી કર....! એવીરીતે જેથી એને તારાં પ્રેમનો અને તારાં મનની ફીલિંગ્સનો અહેસાસ થાય....!

....મને ખબર છે...! અમાનુ ઘણું તું કદાચ અત્યારે કરતીજ હોઈશ..! છતાંપણ તારાં એ પ્રયત્નોને વધારી દે....! એ ગુસ્સે થાય તો તું પણ નારાજ થા એનાંથી...! થોડો ભાવ ખાઈ માની જવાનું...! તારી ફીલિંગ્સને છુપાવ્યા વિના એની જોડે આ બધુ વર્તન કર...! એ તને બોલે તો નિખાલસપણે એને કેહ કે તું કેમ તારી જાતને રોકી નથી શકતી...! તું એને ગાંડાની જેમ લવ કરે છે...! તો હવે એ પાગલ પ્રેમનો અહેસાસ એને પણ કરાવ...!

...એની ઉપર હળવી જબરદસ્તી કર...! એ થોડો વિરોધ કરે ત્યાંસુધી....! લિમિટ ક્રોસનાં કર્યા વગર...! તું જાણે છે એ બધુ....!તને આવડે છે એ બધુ કરતાં....! એ પ્રતીભાવ ભલે નાં આપે ...! છતાંપણ તું તારો ટ્રાય ચાલુજ રાખ...!"

લાવણ્યાનાં મનમાં સિદ્ધાર્થની સાથેની એ બધીજ સુખદ ક્ષણો જીવંત થઈ ગઈ જે તેણે અત્યારસુધી વિતાવી હતી.

"તારાં ભૂતકાળની સ્ટોરીઝ...! શક્ય હોયતો એને ઈમોશનલ કરવાં માટે એને તારી ઉપર દયા આવે એવી વાતો કર....! જેમકે તારી ઉપર કોઈએ જબરદસ્તી કરી હોય વગેરે વગેરે....! એવી સ્ટોરી ના હોય તો પણ બનાવ...!" વિશાલ બોલ્યો.

"નાં....!" લાવણ્યા વચ્ચે બોલી "સિદ્ધાર્થ મારો પ્રથમ પ્રેમ છે....! અને હું મારાં પ્રેમને જીતવામાં જૂઠનો સહારો નઈ લઉં..!"

"Everything is fair in love and war...!" વિશાલ બોલ્યો.

"નાં....! મે કિધુને...!" લાવણ્યા થોડું કઠોર સ્વરમાં બોલી "જૂઠ નહીં એટ્લે નહીં...! મારો પ્રેમ સાચો છે..! અને હું સાચી રીતેજ એને મેળવીશ...!"

"અને જો નેહા તારી પહેલાં એને લઈ ગઈ તો...!?" વિશાલે આંખ ઝીણી કરીને બોલ્યો.

"હું એને સાચો લવ કરું છું....!" લાવણ્યાની આંખો ફરી ભીંજાઇ "જો એ નેહા જોડે ખુશ હોય તો હું ખુશી-ખુશી એનાં રસ્તેથી હટી જઈશ...!"

"તો પછી તું અત્યારે એ બંનેને મળાવવાનાં પ્રયત્નો કેમ નથી કરતી..!?" વિશાલને લાવણ્યાની વાતની નવાઈ લાગી.

"કેમકે નેહા સિદ્ધાર્થ હર્ટ કરી રહી છે.....! જાણી જોઈને...!" લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી "હું એ નથી જોઈ શકતી...! એ એની જોડે મેરેજ નથી કરવાં માંગતી....! પણ એ ઈચ્છે છે કે સિદ્ધાર્થ એને માનવવા એની પાછળ પાછળ ઘેલો થઈને ફર્યા કરે....! અને એ સિદ્ધાર્થને મેણાં-ટોણાં મારતી રહે....! હું સિદ્ધાર્થને પીડામાં નથી જોઈ શકતી...! એટ્લે હું ઈચ્છું છું કે એ નેહાથી દૂર થઈ જાય....! નેહામાંથી એનું મન ડાયવર્ટ થાય....! બસ..!

....હું સિદ્ધાર્થને ખુશ જોવા માંગુ છું...! અને એની ખુશીનું કારણ હું બનવા માંગુ છું...! એની ખુશી માટે હું મારું આખું અસ્તિત્વ પણ ઓગાળી નાખવાં માંગુ છું...! હું એ બધુ એનાં માટે કરવાં માંગુ છું જે ...! જે એક પ્રેમિકા એનાં પ્રેમી માટે અને એક પત્ની પોતાનાં પતિ માટે કરતી હોય....! હું બસ બધુ ભૂલાવીને એને પ્રેમ કરવાં માંગુ છું...!" લાવણ્યાની આંખોમાંથી ફરી આંસુ આવી ગયાં.
ક્યાંય સુધી તે રડી રહી. વિશાલ તેની સામે જોઈ રહ્યો.

"લાવણ્યા...! તારે નવરાત્રિ પહેલાં આ બધુ કરવાનું છે....!" વિશાલ લાવણ્યાનાં ખભે હાથ મૂકતાં બોલ્યો "તું હવે નેહાની પરવા કરવાની છોડ...! બસ તારેજે કરવું છે એનું ધ્યાન આપ...!"

"તું શ્યોર છેને કે સેક્સવાળો આઇડિયા કામ કરશે..!?" લાવણ્યાએ પૂછ્યું.

"હાં....! એકવાર સિદ્ધાર્થ તારામાં સમાઈ ગયો...! તો એ કોઈનો નહીં થાય...!" વિશાલ બોલ્યો "તારે જબરદસ્તી એની જોડે કઈં નથી કરવાનું...! બસ એ ક્ષણ આવવા દેવાની છે...! પછી બધુ આપમેળે થશે....! તું ફક્ત વાસનાં પૂરતી એની જોડે સેક્સ નથી કરવાં જઈ રહી...! તારાં સેક્સમાં પ્રેમ પણ છે..! અને જ્યારે શારીરિક સંબંધમાં પ્રેમ ભળી જાય છે...! ત્યારે તે બંને વ્યક્તિઓના રગેરગમાં ઉતરી જાય છે.....! તારો પ્રેમ....! સેક્સ વાટે તારાં શરીરમાંથી સિદ્ધાર્થનાં શરીરમાં ઉતરી જશે...! એ પછી એનાં શરીરમાં લોહીની જોડે તારો પ્રેમ અને તારાં શરીરમાં એની સુગંધ ભળી જશે....!"

ભીની આંખે વિશાલની વાતો સાંભળી રહેલી લાવણ્યા હળવું હસી અને વિશાલને વળગી પડી.

"થેન્ક યૂ વિશાલ...! થેન્ક યૂ...!"

વિશાલ સાથે ક્યાંય સુધી વાતો કર્યાબાદ લાવણ્યા છેવટે ઘરે પરત જવા નીકળી.

"લાવણ્યા....!" એક્ટિવાને સ્ટેન્ડ ઉપરથી ઉતારી રહેલી લાવણ્યાને જોઈને વિશાલ બોલ્યો "હું તને મારાં જેવી રખડેલ છોકરી સમજતો હતો...! હું હમેશાં માનતો હતો કે તું ક્યારેય કોઈ છોકરાંની નઈ થાય....! કોઈને પ્રેમ કરી શકવાની તારાંમાં કોઈ ધીરજ જ નથી....!

....મને નહોતી ખબર કે તારાં જેવી અતિશય મોડર્ન છોકરી જે એક સમયે સહેજ પણ બાંધછોડ નહોતી કરતી....! જે એક મોડેલ કે એક એક્ટ્રેસ બનવા માટે....! પોતાનાં સપનાં પૂરાં કરવાં માટે ગમેતે હદ સુધી જવા તૈયાર હતી.....! એ પોતાનું સઘળું છોડી દઈ એક ટીપીકલ ભારતીય નારીની જેમ પોતાનું અસ્તિત્વ એક છોકરાંની પાછળ ખર્ચી નાખવાં જેટલી બદલાઈ ગઈ...! અને પોતાનું બધુજ માત્ર એક છોકરાં માટે લૂંટાવી દેવાં માંગે છે..!"

"અને મને નહોતી ખબર...! કે મારાં જેવો રખડું એક છોકરો વિશાલ પ્રેમ વિષે, સેક્સ વિષે કે માનવીય સંવેદનાઓ વિષે આટલી અદભૂત વિચારધારા ધારવતો એક ઇન્ટેલીજન્ટ છોકરો છે...!" લાવણ્યાએ હસીને કટાક્ષ કર્યો. વિશાલ હળવું હસ્યો.

"હું તો એજ ઇચ્છીશ કે તારો પ્રેમ તને મળી જાય...! તું એને સાચો પ્રેમ કરે છે...! એટ્લે કહું છું...!" વિશાલે હવે એક્ટિવાની સ્ટિયરિંગ ઉપર રહેલાં લાવણ્યાનાં હાથ ઉપર તેનો હાથ મૂક્યો અને કહ્યું "લોકો જેવાં દેખાય છે એવાં નથી હોતાં...! તું સાવધ રે'જે...!"

"હાં....!" લાવણ્યા વિશાલની વાત મનમાં વિચારી રહી "લોકો જેવાં દેખાય છે એવાં નથી હોતાં...! નેહા જેવી દેખાય છે એવી નથી....! સારી હોવાનું એ ફક્ત નાટક કરે છે...! સિદ્ધાર્થને પીડા આપવા...!"

"bye.....!" વિશાલે બાઇકને રેસ આપતાં કહ્યું.

લાવણ્યાએ સ્માઇલ આપી. વિશાલે લાવણ્યાનાં ઘરની વિરુદ્ધ દિશામાં બાઇક મારી મૂકી. લાવણ્યાએ પણ પોતાનાં ઘર તરફ એક્ટિવા ચલાવવા માંડી.

વિશાલે કહેલી વાતો તેનાં મનમાં વિચારો રૂપે ઘૂમરાવવા માંડી.

".....એક પઝેસિવ પ્રેમિકાની જેમ એની ઉપર હક જતાવ....!"

"... જીદ કર...! એને સ્પર્શ કર...! એનાં શરીર ઉપર...! જ્યાં તને ગમે ત્યાં...!"લાવણ્યા એક્ટિવા ચલાવતી-ચલાવતી વિચારી રહી.

"....બાઇક ઉપર જ્યારે તું એની પાછળ બેઠી હોઉ...! એની સાથે ક્યાંય જમવા ગઈ હોઉ, મૂવી જોતાં હોવ....! દરેક જગ્યાએ....! એની છેડતી કર....! એવીરીતે જેથી એને તારાં પ્રેમનો અને તારાં મનની ફીલિંગ્સનો અહેસાસ થાય....!" વિશાલે કહેલી એ વાત યાદ આવતાં લાવણ્યાનાં હોંઠ ઉપર સ્માઇલ આવી ગઈ.

"....જ્યારે શારીરિક સંબંધમાં પ્રેમ ભળી જાય છે...! ત્યારે તે બંને વ્યક્તિઓના રગેરગમાં ઉતરી જાય છે.....!" લાવણ્યાનાં મનમાં હવે વિશાલની એ વાત ઘૂમરાવવા લાગી.

"તારો પ્રેમ....! સેક્સ વાટે તારાં શરીરમાંથી સિદ્ધાર્થનાં શરીરમાં ઉતરી જશે...!"

"....એનાં શરીરમાં લોહીની જોડે તારો પ્રેમ અને તારાં શરીરમાં એની સુગંધ ભળી જશે....!" લાવણ્યા ગાલ હવે લાલ થઈ ગયાં

" ...તારી એ સુગંધ તો મારાં શરીરનાં રગેરગમાં ક્યારની સમાઈ ગઈ છે સિદ્ધાર્થ....! બસ હવે મારે ઝડપથી તારામાં ઓગળી જવું છે સિદ્ધાર્થ....! ઓગળી જવું છે...!" સિદ્ધાર્થ વિષે વિચારતાં-વિચારતાં લાવણ્યાએ છેવટે એક્ટિવાની રેસ વધારી દીધી.

******