Fixings.
🔥આ ફિક્સિંગ એટલે શું? આનો બહુ સીધો મતલબ છે કે, ફિક્સિંગ એટલે આપણી સિધી ભાષા માં થીગડા મારવા.!
🔥આપણે પણ જોયું હશે કે, અમુક સબંધો થીગડાં માર્યા હોય છે. એટલે આવા સબંધો દુનિયાની સામે હકિકત કઈક બીજી અને એમનાં વાસ્તવીકતા નાં જીવન ની હકિકત કંઇક બીજી જોવા મળે છે. એમાં સત્ય ની તો બધાને ખબર જ હોય છે. પણ આ લોકો એ સત્ય નો સ્વિકાર નથી કરી શકતાં કે બધાં જાણે છે, એમનાં વાસ્તવિકતા ની જીંદગી ની હકિકત વિશે. અને માટે એ લોકો ખોટો દેખાડો કરે છે, પોતાનાં જીવન નો કે બધું જીવન માં, ખૂબજ સુંદર અને સારું છે.
🔥તમે શું માનો છો, કોઈપણ સબંધ બાંધી રાખવાથી, ટકવાનો છે ખરો. વાસ્તવીકતા એ છે કે, કોઈપણ સબંધ હોય, જ્યારે બોજરૂપ લાગવા માંડે, જ્યારે બે માણસ નું સાથે રહેવું ત્રાસ બની જાય ! ત્યારે આવા સબંધો માં ક્યાં સુધી કેટલાં લોકો નાં નામે તમે થીગડું મારીને ચલાવી શકશો. નાં એવું થઈ જ નાં શકે ને ! જ્યારે બે માણસ એક બીજા પ્રત્યે માણસાઈ ની ભાવના પણ મરી ગઈ છે, જ્યારે બે માણસ નાં જીવન માં એક બીજાનું અસ્તિત્ત્વ ઝીરો બરાબર થઈ ગયું છે. તો આવા સબંધો ક્યાં સુધી સાથે રહી શકે. એક નાં એક દિવસ આવા સબંધો ખતમ થઈ જાય છે. ઘણીવાર બેમાંથી એક આત્મહત્યા કરે તો ઘણીવાર કોઈ કોઈનું ખૂન કરી નાખે છે. એવા ઘણાં કિસ્સા આપણે જોયા છે, ક્રાઈમ પ્રેટ્રોલ માં, સાવધાન ઈન્ડિયા માં! પણ વાત અહિયાં માત્ર સમજવાની છે કે "Fixings" પરંતુ ક્યાં સુધી.
🔥કોઈ પણ સબંધ હોય શરૂવાત માં તો એકબીજાનાં અહંકાર અથડાવાના હોય છે. ત્યારે બંને એ એક બીજાને સમજવાની જરૂર હોય છે. કયો એવો સબંધ તમે જોયો કે જ્યાં કોઈને કોઈ વાતે વાંધો નથી પડતો, પરંતુ એકબીજાને સમજી લીધા પછી આવા ટકરાવ નથી આવતાં. અમુક સબંધો એટલાં માટે ટક્યા હોય છે કે ત્યાં ફિક્સિંગ માટે ત્રીજું વચ્ચે હોય છે. કઈ નાની વાત બની, એટલો ત્રીજો આવે અને બધું ફિક્સિંગ કરી આપે. થોડાં દિવસ બધું સારું ચાલે અને પછી વળી પાછું એ નું એ વાર્તા ની શરૂવાત થઈ જાય.એટલે આવા સબંધો ની અવધી બહુજ ટુંકી હોય છે. સમય રહેતાં તમારે સમજી જવુ જોઈએ કે, ગોર મહારાજ લગ્ન કરાવી આપે, લગ્ન જીવન કેવી રીતે ચલવવું એ તમારા હાથમાં છે.
🔥તમે વિચારો કે કોનાં જીવનમાં પ્રૉબ્લેમ નથી રહેતી. બધા નાં જીવનમાં કઈક ને કંઇક નાના મોટાં પ્રૉબ્લેમ ચાલતાં હોય છે. અમુક લોકો સબંધો માં એવું કહેતાં હોય છે, કે જો હમણાં તો મારે ઘરે ફલાણું ચાલે છે, તો લગ્ન ની વાત હમણાં નહીં કરી શકું. એક થી બે વાર બહુ માં બહુ ત્રણ વાર માણસ આવું કરે તો સમજમાં આવે કે કદાચ ખરેખર કોઈ કારણ હોઈ શકે.પણ જ્યારે માણસ હંમેશાં આવા બહાનાં બતાવે તો સમજી લો કે, સામેવાળા ને તમારે સાથે રહેવમાં કોઈ રસ નથી.એટલે સામેવાળો કહે કે હું બધું ઠીક કરી દઈશ. પણ જીવન ની સચ્ચાઈ એ છે કે તમે ક્યારે કોઈના જીવન માં બધું ફિક્સિંગ નથી કરી શકતાં. સત્ય શું છે, એ તો સામેવાળો જાણતો હોય છે. પણ તમને કહેવું નથી હોતું.
🔥જ્યારે તમે એ વ્યકિત ને થોડું પ્રેશર આપશો કે, કેમ શું કામ સવાલ કરશો, એટલે એ વ્યકિત તમને ઇગનોર કરશે. અને જ્યારે તમે તમારાં તમામ સવાલ લઈને એની પાસે જવાબ માગશો ત્યારે એ વ્યકિત તમને કઈક એવા જવાબ આપશે કે તમારું હૃદય હણાઈ જાય. એટલે સમય તેરા તમે જાતે સમજી જાઓ સબંધો ની કડવી હકીકત તો તમે થોડાં ઓછાં દુઃખી થશો.
🔥અને હા એવા વ્યક્તિ જે તમને વચન આપતાં હતાં કે તારા જોડે પરણીશ અને સમય ની સાથે બદલાઈ જાય છે, અને તમને છોડે છે, અને જીવન માં આગળ વધી જાય છે. તો ત્યારે તમે આરામ થી ઠંડા મગજ થી બેસીને વિચાર કરજો કે જે સબંધ તૂટી ગયો એણે મને શું આપ્યું, કે પછી એ સબંધ માં તમે કેટલું ગુમાવ્યું, પોતાનાં આત્મસન્માન ની સાથે કેટલાં લોકો ને દુઃખી કર્યા, અને છેવટે એ સબધે તમને શું આપ્યું.
🔥અને જો તમે એ સબંધ પાસેથી કઈક જ નથી મળ્યું ફિક્સિંગ કરવાં શિવાય. તો સમજી લેજો કે એ વ્યક્તિ ખોટી હતી, તમારાં માટે યોગ્ય નતી એટલે ભગવાને એણે તમારાથી દૂર કરી છે.
♥️
અમુક લોકો તમને જીવતાં મારી નાખે છે, એમનાં શબ્દો થી, અને માણસ ક્યારે શ્રમ થી નથી થાકતો. પરંતુ માનસિક ત્રાસ ને કારણે માણસ અંદર થી પહેલાં મરી જતા હોય છે. અને જીવતી લાશ બચી જાય છે. માટે ક્યારે પણ કોઈને પોતાનાં કડવા શબ્દો થી મારી નહિ નાખતાં. અને માણસ જ્યારે અંદર થી તૂટી જાય ત્યારે એના માં કંઈ નથી બચતું. એ બસ એક જીવતી લાશ હોય છે.
♥️સાચા સમયે સાચો રસ્તો પકડી લેવો અનિવાર્ય હોય છે.અને જીવન માં પાછા વળીને ફરવાથી કઈ નથી મળતું. અને સમજી ને આગળ વધો. અને ક્યારે પોતાની જાત ને કોઈપણ એવા સબંધ માં નહિ બાંધો કે જ્યાં તમારે એ સબંધ ને સાચવવા માટે અનેક થિગડાં મારવા પાડે. અને છેવટે તમને પોતાનાં આત્મસન્માન ખોઈ નાખવાં સિવાય કંઈ નાં મળે.