Love ni Bhavai - 24 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 24

😊 લવની ભવાઈ - ૨૪ 😊

નીલ - અરે યાર... કઈ નહીં ચાલ.. જે થયું હોય તે પણ તું ખોટું ટેંશન ન લેતી જે પણ કઈ અવની બોલી હોય એનું.. હું તારી અને દિવ્ય ની સાથે છું.. સો ડોન્ટ વરી માય ડિયર બહેના....

સિયા - થેંક્યું ભાઇ....

બંને જણા ઘરે પહોંચી જાય છે નીલ સિયા પાસે થી દિવ્ય નો નંબર લે છે અને થોડા દિવસ પછી સિયા ને કીધા વગર દિવ્ય ને ફોન કરે છે કે " હું સિયા નો ભાઈ વાત કરું છું . મને તમારા વિશે જાણ થઈ એટલે તને મળવાનું મન થયું તો શુ આપણે મળી શકીએ...?

દિવ્ય હા પાડે છે અને મળવાના પ્લેસ અને ટાઈમ નક્કી થાય છે. નીલ સિયા ને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે એ કીધા વગર સિયા ને એ પ્લેસ પર લઈ જાય છે પણ થાય છે એવુ કે દિવ્ય સાથે અવની પણ આવી હોય છે તો હવે
નીલ - અરે યાર... કઈ નહીં ચાલ.. જે થયું હોય તે પણ તું ખોટું ટેંશન ન લેતી જે પણ કઈ અવની બોલી હોય એનું.. હું તારી અને દિવ્ય ની સાથે છું.. સો ડોન્ટ વરી માય ડિયર બહેના....

સિયા - થેંક્યું ભાઇ....

બંને જણા ઘરે પહોંચી જાય છે નીલ સિયા પાસે થી દિવ્ય નો નંબર લે છે અને થોડા દિવસ પછી સિયા ને કીધા વગર દિવ્ય ને ફોન કરે છે કે " હું સિયા નો ભાઈ વાત કરું છું . મને તમારા વિશે જાણ થઈ એટલે તને મળવાનું મન થયું તો શુ આપણે મળી શકીએ...?

દિવ્ય હા પાડે છે અને મળવાના પ્લેસ અને ટાઈમ નક્કી થાય છે. નીલ સિયા ને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે એ કીધા વગર સિયા ને એ પ્લેસ પર લઈ જાય છે.

નીલ અને દિવ્ય એક બીજા ને કોન્ટેકટ કરી કનફોર્મ કરી લે છે. દિવ્ય , નીલ ને સિયા બધા ટાઈમ મુજબ જે પ્લેસ પર મળવા જવાનુ હતું ત્યાં જવા માટે નીકળી પડે છે. દિવ્ય પોતાની રીતે આવતો હોય છે અને સિયા ને નીલ બંને કાર લઈને આવતા હોય છે. રસ્તા સિયા નીલ ને કેટલાય પ્રશ્નો પૂછતી હોય છે..

સિયા - ભાઈ શુ થયુ તને ???

નીલ - કેમ એવુ પૂછે છે ???

સિયા - બસ એમ જ કે... આજે સૂર્ય કઈક બીજી દિશા માંથી ઉગ્યો છે કે પછી ....

નીલ - બસ બસ લે .....

સિયા - કેમ ..... કેમ....... હે....
કહે તો ખરા ભાઈ !!! અચાનક આજે કેમ પ્રેમ ઉભરાઈ ગયો મારા પર કે તું મને સરપ્રાઈઝ આપે છે હે......

નીલ - અરે એમ જ યાર હવે.... તું બોવ સવાલ ન કર....

સિયા - લે કેમ... સવાલ તો થાય ને કે અત્યાર સુધી સરપ્રાઇઝ ન આપ્યું ને હવે કેમ...???

નીલ - બસ બસ હો.. તું તો જાણે એમ જ વાત કરે છે કે મેં તને ક્યારેય ગિફ્ટ કે સરપ્રાઈઝ જ ન આપ્યું હોય.

સિયા - હા હા.....

નીલ - હા તો બસ ... હવે બોવ પ્રશ્નો ના પૂછ.
એક કામ કર તું મ્યુઝીક સ્ટાર્ટ કરી આપતો બાકી તું આમ જ મારું માથુ ખાતી રહીશ. હા હા હા...

સિયા - હું તારું માથું ખાવ છું હે... ( એમ કરી ને નીલ ને મારે છે )

નીલ - Oyeeeee.... પાગલ થઈ ગઈ છે તું હે....ખબર નહીં પડતી કાર ચાલવું છુ એ...!!

રેવા દે યાર તું ........
તારું સરપ્રાઈઝ સાઈડમાં પડ્યું રહેશે ને આપણે બંને iCU માં....

સિયા - ઓકે ઓકે સોરી.......

બસ આમ મસ્તી કરતા કરતા નીલ ને સિયા રેસ્ટોરન્ટ પર પહોંચે છે. બંને લોકો અંદર જાય છે. નીલ અને સિયા એક બીજાની સામે સામે બેસે છે..

સિયા - ઓહ વાહ ભાઈ... કહેવાય ને કે તું મને લંચ કરવા માટે બહાર લઈ જાય છે એમ.. શુ તું પણ....

નીલ - હા પણ સાથે હજી એક સરપ્રાઈઝ છે.

સિયા - ઓહ હો.. હજી એક....!!!.

નીલ - હા!

સિયા - ભાઈ કહે ને શુ સરપ્રાઇઝ છે ?? કહે ને પ્લીઝ.....

નીલ - અરે શાંતિ રાખ ..... શાંતિ રાખ .....

સિયા - યાર....

હજી વાતો કરતા જ હોય છે ત્યાં જ નીલ ને દિવ્ય આવતો દેખાય છે. દિવ્ય આમ તેમ જુએ છે ને નીલ ને શોધે છે. નીલ હાથ ઊંચો કરીને દિવ્ય ને ઈશારો કરે છે..

સિયા - કેમ ભાઈ હાથ ઉંચો કરે છે ??

નીલ - અરે વેઈટર ને બોલવું છું...

સિયા - ઠીક....

દિવ્ય સિયા ની પાછળ આવી ને ઉભો રહી જાય છે ને ચુપચાપ રહે છે...

નીલ - સિયા સંભાળ ને ??? શુ કરે છે દિવ્ય..

સિયા - એ નમૂનો સૂતો હશે. મને હજી એનો રીપ્લાય નથી આવ્યો... Good Morning કીધું મેં એનો પણ રીપ્લાય નથી આવ્યો...

નીલ - અરે આવી જશે... એમા શુ ???

સિયા - હા ... રીપ્લાય આવે એટલી વાર છૅ.

નીલ - હે સિયા તમે બને ક્યારેય લંચ કે ડિનર પર ગયા છો કે નહીં...

સિયા - ના ભાઈ.. પણ હું દિવ્ય ને કહેતી જ હતી કે આપણે કઈક બહાર જઈએ અને લંચ કરીયે...પણ એ નમૂના ને ટાઈમ જ નહીં મારા માટે....

નીલ - અરે એવું ન હોય...
સારું ચલ હવે તું આંખો બંધ કર... મારુ સરપ્રાઈઝ તને આપું ..

સિયા - પણ આંખો બંધ કરીશ તો દેખાશે કેમ...

નીલ - ઓ બસ કર નોટંકી... ચાલ ચૂપચાપ આંખો બંધ કર..

સિયા - હા

સિયા આંખો બંધ કરે છે. નીલ સિયા ની સામેથી ઉભો થઇ જાય છે અને દિવ્ય ને એની સામે બેસાડી દે છે. નીલ સિયા ની પાછળ જઇ ને પોતાનો હાથ સિયા ના ચહેરા પાસે લાવીને ચપટી વગાડે છે ને કહે છે કે હવે આંખો ખોલ...

સિયા પોતાની આંખ ધીરે થી ખોલે છે તો એની સામે દિવ્ય બેઠેલો દેખાય છે..

સિયા - થોડી વાર તો આંખો ફાટી રહે છે.
અરે......... યાર.....
તું........ દિવ્ય ......તું.....અહીં....
કઇ રીતે........ક્યારે આવ્યો...........
ભાઈ ક્યાં........

નીલ - તારો ભાઈ અહીં પાછળ..

સિયા - ભાઈ આ શું છે બધુ.. દિવ્ય ક્યાંથી આવ્યો....

નીલ - અરે ડિયર.. આજ તો તારું સરપ્રાઈઝ હતું..
કેમ રહ્યું મારુ સરપ્રાઈઝ...?
ગમ્યું કે નહીં ???

સિયા - અરે ભાઈ ..... શુ કહું.....!!! બોવ જ ગમ્યું !!!!

નીલ માથા પર હાથ ફેરવીને કહે છે કે મારી બહેન માટે કઈ પણ.. એટલું કહી સિયા ની બાજુમાં બેસે છે. સિયા તો દિવ્ય ને પહેલા તો ઉપાડી લે છે. ક્યાં હતો., તે મને પણ ન કીધું , વગેરે..

દિવ્ય - અરે સાંભળ સંભાળ...... આ પ્લાન છે ને નીલ બ્રો નો હતો.. એમને જ મને તને ના કહેવાનુ કહ્યું હતું એટલે ન કીધું..

સિયા - બસ ને ભાઈ...

નીલ - અરે સિયા તને કહી દીધું હોત તો મજા કેમ આવત તને ?
અત્યારે જેટલી ખુશી છે એટલી તો ના જ મળત ને !!!

સિયા - હા એ સાચું હો..... પણ વાતો પછી... પહેલા મને ભૂખ લાગી છે કઈક ખાઈએ ચાલો...

દિવ્ય - હા ખાઈએ... એક મિનિટ.. હા જો આવી ગઈ...

સિયા અને નીલ પાછળ જુએ છે તો અવની સામેથી આવતી હોય છે એ જોતાં જ નીલ અને સિયા એક બીજા ની સામે જુએ છે. થોડા પાસે આવતા અવની પણ નીલ અને સિયા ને જુએ છે. એ પણ જોઈને દંગ રહી જાય છે કેમ કે દિવ્ય એ પણ કીધું ન હતું કે હું સિયા અને નીલ ને મળવા જાવ છું એમ....

સિયા ટેબલ પાસે આવીને થોડી વાર તો કઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી જાય છે. દિવ્ય અવની ને સિયા અને નીલનો ઇન્ટ્રો કરાવે છે.. ત્યાં જ અવની કહે છે

અવની - ભાઈ તારે ઇન્ટ્રો આપવાની જરૂર નથી. માણસ ને જોઈએ ત્યાં ઓળખી જ જઈએ..

નીલ - હા સાચું કહ્યું . માણસ ને જોતા જ ખબર પડી જાય કે માણસ કેવું હશે. સારું કે ખરાબ , કે પછી વિશ્વાસુ કે દગાબાજ.

અવની - હા એક દમ સાચી વાત. આજ કાલ દગો દેવા વાળા વધી ગયા છે..

નીલ - હા સાચું કહ્યું બોવ જ દગાબાજ થઈ ગયા છે લોકો..

સિયા ને તો ખબર જ હોય છે કે બનેં એક બીજા ને ટોન્ટ મારી રહ્યા છે પણ દિવ્ય ને થોડુંક અલગ લાગે છે તો એ નીલ અને અવની ની સામે જ જોતી રહી જાય છે....

સિયા - બસ કરો.... તમારે બંને એ વાતોથી જ પેટ ભરવું છે કે પછી કઈક ખાઈને ?? ( એમ કરી આખી વાત ફેરવી નાખે છે )

હવે આગળ શું થાય છે એ જઈશું લવની ભવાઈ - 25 માં...

ક્રમશઃ

આમ તો આજ સુધી કશુ માગ્યું નથી તમારી પાસે છતાં પણ તમે ઘણો બધો સહકાર આપ્યો છે અને મારી રચનાઓને પસંદ કરી છે. આપ સૌ માટે સારી સારી વસ્તુઓ લખવાનો પ્રયત્ન કરું છુ જેથી આપ સારું વાંચી શકો અને આનંદ માણી શકો..
આપ સૌ માટે ઘણી મહેનત કરું છું કે આપ સૌ સુધી સારી સારી વસ્તુઓ પહોંચાડી શકુ. તો બસ આ જ મહેનતની એક વસ્તુ માંગુ છુ કે આપ સૌ મારા નવા ઈંસ્ટાગ્રામ આઈ- ડી ને ફોલો કરો અને નવા અપડેટ્સ , અને નવા નવા વિચારો , કવોટ્સ જાણી શકો...

ઈંસ્ટાગ્રામ પર સર્ચ માં જઇ ટાઈપ કરો. dhaval_limbani_official અને મને ફોલો કરો.
સાથે ટિકટોક પર મારા વીડિયો જ પણ આપ જોઈ શકો છો જ્યાં જીવનની હકીકત , પ્રેમ , અનુભવો , અને વિચારો તમને મળી જશે તો ટિકટોકમાં પણ ફોલો કરી આપજો.
TikTik Id - dhaval_limbani_official

મને આશા છે કે આપ સૌ મને ફોલો કરશો. આ વસ્તુ પાછળ નો મૂળ હેતુ એ છે કે તમારી જેમ બીજા પણ સારું વાંચી શકે અને અપડેટ્સ મેળવી શકે. તો એવી આશા આપ સૌ પાસે છે કે મને ઈંસ્ટાગ્રામ પર પ્લીઝ ફોલો કરજો. બસ મારા મહેનતની એક વસ્તુ માંગી છે અને આપ સૌ મને એ આપો એવી નમ્ર વિનંતી સહ......

ધવલ લીંબણી

instagram ID - dhaval_limbani_official
TikTik Id - dhaval_limbani_official
please Follow Me.

અને હા જેટલી પણ નવલકથાના આગળ ના ભાગ ની રાહ જોઈ રહ્યા છો એ ટૂંક સમયમાં જ આવશે... હું જાણું છું કે આપ સૌને ઘણી રાહ જોવડાવુ છું પણ માફ કરશો..હું પ્રયત્ન કરીશ કે આપ સૌ સમક્ષ ખૂબ ઝડપ થી આગળ ના ભાગ લાવી શકુ...

અને હા પ્લીઝ.. ઈંસ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા..
Id - dhaval_limbani_official...

કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો એ કમેન્ટ માં પૂછી શકે છે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED