આજના યુગમાં ઘણા એવા યુવાનો – યુવતીઓ હશે જેને કઈ કરવું હશે પરંતુ કોઈ દિશા મળતી નહીં હોય. શું કરવું ? કેવી રીતે કરવું ? ક્યાં જવું ? આ બધા પ્રશ્નો સામાન્ય રીતે આવા યુવક-યુવતી માં જોવા મળે છે. તેઓમાં આંતરિક શક્તિ ખૂબ જ હોય છે પરંતુ તેને બહાર કઈ રીતે લાવવી તેની કોઈ સ્પષ્ટ દિશા તેઓને મળતી નથી. આથી તેઓ નિરાશા, ડિપ્રેશન, અજ્ઞાત ભય, ઘૃણા ,અકારણ ક્રોધ , બદલાની ભાવના જેવા દૂષણોથી ઘેરાઈ જતાં હોય છે.
આજ વસ્તુ આપણે બહોળા પરિપ્રેક્ષમાં જોઈએ તો કુટુંબ, સમાજ ,જ્ઞાતી,દેશ દુનિયા માં વ્યાપક રૂપે જોવા મળે છે અને આ વસ્તુ નું પ્રમાણ ધીરે ધીરે દરેક જગ્યાએ વધતું જાય છે અને આમાથી એક અસમતોલપણું કુટુંબ થી માંડી ને દુનિયા માં ખુબજ બહોળા પ્રમાણમા પ્રવર્તતુ જતુ હોય એવું લાગે છે અને આ રીતે વ્યક્તિથી માંડી ને સમાજ દુનિયામાં અસલામતીની લાગણી વધતાં માણસ શસ્ત્રોમાં, ભૌતિક વસ્તુઓમાં , નાટક , સિનેમા , ટીવી સિરિયલ વગેરેમાં તેમજ વાહનો , ફ્રીજ , એસી ,ટીવી ,કોમ્પ્યુટર, ઇન્ટરનેટ , મોબાઇલ , ફેસબુક , વ્હોટ્સએપ વગેરે માં પોતાની સલામતી શોધે છે .પરંતુ માણસ જેમ જેમ આ વસ્તુ ની પાછળ દોડે છે તેમ તેમ આ વસ્તુ નું પ્રમાણ ઘટવાને બદલે વધતું જાય છે ! શસ્ત્રો માં જેમની પાસે અણુંબોમ્બ છે અથવા જેની પાસે નથી તેવા દેશો તેને મેળવવા માટે મથે છે પરંતુ અણુબોમ્બ મેળવ્યા પછી પણ પોતે સલામત છે તેવુ તેને લાગતું નથી!
તો હવે આપણને પ્રશ્ન થાય કે સાચું સુખ ક્યાં છે ? સાચી સલામતી ક્યાં છે? સાચો પ્રેમ ક્યાં છે ? સાચો આનંદ ક્યાં છે ? આ બધુ આપણે શોધવું ક્યાં ? તો આ બધા પ્રશ્નનો સીધો સાદો ઉત્તર એ છે આ બધુ તમારી પાસે જ છે. તમારી અંદર જ છે એને ફક્ત આપણે બહાર લાવવાનું છે.
પરંતુ આપણને એ વિચાર આવે કે આના માટે શું કરવું ? ક્યાં જવું ? કે જ્યાથી આપણી આંતરિક શક્તિ સોળેકળાએ ખીલી ઊઠે. તો તેનો જવાબ હું મારા અનુભવ થી કહું તો તમે ફક્ત એક વખત પ.પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજ ની આર્ટ ઓફ લિવિંગ માં જોડાઈ જાઓ. ત્યાનો ખાસ તો હેપ્પીનેસ કોર્ષ કરો અને પછી જુઓ તમારા માં શું પરિવર્તન થાય છે . તમારી દુનિયા બદલાય જાય છે કે નહિ !
આવુ હું મારા સ્વઅનુભવ થી કહું છું. તમારા રોમ રોમ માં પ્રેમ નો અહેસાસ થાય છે કે નહીં તે જુઓ. આ જે શુદ્ધપ્રેમ ની શક્તિ છે તેજ સનાતન સુખ ની ચાવી છે અને આ શુદ્ધપ્રેમ દ્વારા જ જગત જીતી શકાય છે, અણુંબોમ્બ કે વિનાશક શસ્ત્રો દ્વારા નહીં અને સનાતનપણે આનંદ પણ આપણે શુદ્ધ પ્રેમ દ્વારા જ પ્રાપ્ત કરી શકીએ છીએ અન્ય કોઈ રીતે નહી. આવો અનુભવ મારા જેવા લાખો-કરોડો લોકો ને પહેલી વખતે હેપ્પીનેસ કોર્ષ કરેલ ત્યારબાદ થયેલ છે.
આવો જ એક અદ્દભુત અનુભવ થયેલ યુવાન ના શબ્દો સાથે આપણે આ અનુભવ યુક્ત લેખ પુર્ણ કરીએ.
“મને લાગે છે કે હેપ્પીનેસ કોર્ષ કર્યા બાદ મારા માં એક અજીબ પ્રકાર ના પ્રેમ નું પ્રાગટ્ય થતું હોય તેવું લાગે છે. આવો જ અનુભવ મારા જેવા લાખો-કરોડો લોકો ને થતો જ હશે તેની મને પૂરી ખાતરી છે અને આથી આવનારા દિવસો માં દુનિયા માં એક જબરદસ્ત શુદ્ધપ્રેમ નું સામ્રાજ્ય ઉત્પન્ન થશે જે અણુંબોમ્બ જેવી મહાશક્તિ ને પરાસ્ત કરશે ! અને છતાં પણ કોઈ દેશ આ શક્તિ નો પ્રયોગ કરશે તો પણ જબરદસ્ત શુદ્ધપ્રેમની શક્તિ પાસે તે નિરર્થક પુરવાર થશે ! ઊલટું, આ અણુંબોમ્બ થી દુનિયા માં તારાજી ની બદલે ફૂલોની ચાદર બિછાય જશે અને તે ફૂલોની ચાદર માં ગુરુભક્તો હેપ્પીનેસ કોર્ષ કરશે !!! ”
પ.પૂ. મહાનતમ “વર્લ્ડ ગુરુ ” શ્રી શ્રી રવિશંકર મહારાજના ચરણો માં કોટી કોટી પ્રણામ.
લિ. બિપિન આઇ ભોજાણી ( “ચમકાવો 32 સ્ટાર્સ પુસ્તક” ના લેખક)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)