" માયા સાગર " " જો રોકી, હું મમ્મી ની રોજેરોજ ની ટક ટક થી કંટાળી ગઈ છું. મમ્મી બહુ આકરી છે. લગ્ન કર્યા ને એક વર્ષ થયું.. શાંતિ થી જીવવા મલ્યું નથી." રોકી એની પત્ની ની છેલ્લા એક મહિના ના કકળાટ થી કંટાળી ગયો... એ પણ જાણતો હતો કે એની મમ્મી માયા એ એને બહુ કષ્ટ ઉઠાવીને એકલા હાથે ઉછેર્યો હતો. પણ પત્ની આગળ વિવશ થયેલો રોકી આખરે શહેર નજીક ના ઘરડા ઘર માં મુકી આવ્યો. ઉંમર ના છેલ્લા પડાવ પર આવેલી માયા ને વૃદ્ધાશ્રમ માં જોત જોતા માં છ મહિના થયા.માયા ઘરડાઘર ના સંચાલક ના કામ માં અને અન્ય વૃદ્ધો ને મદદરૂપ થતી. આજે પણ રોજ ની જેમ વહેલી ઉઠી ને રોજિંદી કામગીરી કરતી હતી. આજે ઓફિસ માં બેસી ને સંચાલક ની રાહ જોતી એ એના ભૂતકાળ માં ખોવાઈ ગઈ. ત્યારે એ એક નાનકડા નગર મા રહેતી હતી અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી.એ વખતે એના ફળિયામાં એક સાગર નામનો છોકરો એના પપ્પા મમ્મી સાથે રહેવા આવ્યો હતો. સાગર એના થી એક વર્ષ આગળ ભણતો.એકજ સ્કુલ માં અભ્યાસ કરતા હતા એટલે ધીરે ધીરે મિત્રતા થઈ.. ફળિયામાં તેઓ અન્ય મિત્રો સાથે હસતા રમતા મોટા થયા..માયા અને સાગર મિત્રતા ની લાગણી માં બંધાયેલા હતા..... જોત જોતામાં માયા અને સાગર કોલેજ માં આવ્યા..આ બંને ની મિત્રતા જોઈ ને માયા ની સખીઓ કહે કોલેજ નો અભ્યાસ થયા પછી તું સાગર સાથે લગ્ન કરી લેજે..... માયા જવાબ આપતી કે ના..ના..સાગર તો મારો ખાસ મિત્ર છે.અમારા વચ્ચે મિત્રતા થી વિશેષ નથી..સાગર કોલેજ ના બીજા વર્ષ માં ફસ્ટ ક્લાસ પાસ થયો.. અને એ વખતે જ સાગર ના પપ્પા કુટુંબ સાથે પુના શિફ્ટ થયા.....માયા અને સાગર ની મુલાકાત ધીરે ધીરે બંધ થઈ.... પછી સાગર ના સમાચાર આવતા બંધ થયા... માયા ને કોલેજ ના બીજા વર્ષે એક યુવાન પ્રિતમ સાથે મુલાકાત થઈ..માયા એની વાક્ચાતુર્ય અને હોશિયારી થી પ્રભાવિત થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ..અને આ મિત્રતા પ્રેમ માં પરિણમી.... માયા એ ઘર માં પપ્પા મમ્મી ને એના એ મિત્ર પ્રિતમ સાથે લગ્ન કરવા માંગે છે એ વાત કરી .પણ અન્ય જ્ઞાતિ નો હોવાથી માયા ના મા-બાપ માન્યા નહીં.. આખરે એક દિવસ માયા એ પ્રિતમ સાથે ભાગી ગઈ ને લગ્ન કર્યા.. માયા ના માબાપે સંબંધ તોડી દીધા.. પ્રિતમ સાથે ના લગ્ન ને જોતા જોતા માં એક વર્ષ થયું.માયા એ રોકી ને જન્મ આપ્યો... પ્રિતમ ને જોબ માં સ્થિરતા રહેતી નહોતી..આવક ઓછી રહેવાથી ઘર ચલાવવું મુશ્કેલ થયું ઘર માં પ્રિતમ અને માયા સાથે રોજ ના ઝઘડા વધતા ગયા..એક દિવસ પ્રિતમ માયા અને એના નાનકડા બાળકને મુકી ને ઘર છોડીને કાયમ માટે જતો રહ્યો. માયા એ નાની મોટી નોકરી કરી રોકી ને મોટો કર્યો.. જીવનમાં થયેલા કડવા અનુભવો ના કારણે માયા નો સ્વભાવ બદલાયો.. માયાળુ અને લાગણી શીલ માયા કઠોર અને કડક વ્યવહાર વાળી બની...અને આ સ્વભાવ ના કારણે જ .. આજે એ..... ............. એજ સમયે ઓફિસ ના દરવાજા પર ટક ટક.. ટકોરા પડ્યા..માયા એ દરવાજા તરફ જોયું..એને લાગ્યું આ યુવાન ને જોયો હોય એવું લાગે છે..બસ..એજ તરવરતો ચહેરો..મંદ હાસ્ય...અરે.. આતો..સાગર..હોય એવું લાગે છે...ના..ના..સાગર ના હોય..એ પણ મારી જેમ વૃદ્ધ થયો હશે..... . એટલામાં એ સુંદર દેખાતો યુવાન બોલ્યો," માસી હું ઓફિસ માં આવી શકું!. મારૂં નામ મિલાપ.." ..... "હા..હા..આવ યુવાન.. સંચાલક આવતા જ હશે.". એટલામાં બહાર ઉભેલા મિલાપ બોલ્યો," પપ્પા, ઓફિસ માં ચાલો." મિલાપ એના પપ્પા ના હાથ પકડી ને ઓફિસ માં લાવ્યો...... માયા ની નજર અને એ વૃદ્ધ ની નજર એક સાથે એક બીજા પર પડી... " અરે..સાગર તો નથી ને? માયા બોલી.. " હા, હું સાગર..અને તું માયા..બરાબર.. ઓળખી ગયો ને." સાગર બોલ્યો... માયા અને સાગર ની આંખો માં થી અશ્રુ ની ધારા વહેવા માંડી.અને લાગણી શીલ થઈ ને એક બીજા ને ભેટી પડ્યા... આ જોઈ ને મિલાપ ને નવાઈ લાગી.બોલ્યો," પપ્પા આ માસી ને ઓળખો છો? " "હા, બેટા,આ માયા, મારી બાળપણ અને યુવાની ની મિત્ર.. હું વારંવાર આ માયા ની જ વાતો કરતો હતો." માયા બોલી," પણ સાગર તું અહીં કેમ? તારો પુત્ર પણ તને રાખવા માંગતો નથી? તારી પત્ની ક્યાં છે?" " માયા ,મારી પત્ની ઘણી માયાળુ હતી એક દિવસ એ કેન્સર માં મૃત્યુ પામી.આ મિલાપ ના આશરે છું." સાગર બોલ્યો..... મિલાપ આ જોતો હતો એ બોલ્યો," માયા માસી હવે મને કોઈ ચિંતા નથી.તમે મારા પપ્પા નું ધ્યાન રાખજો.મારે બે વર્ષ માટે કંપની ના કામે વિદેશ રહેવાનું છે..જો મને નહીં ફાવે તો જોબ છોડી ને ભારત પાછો આવી જઈશ.બે વર્ષ પછી તો ચોક્કસ ભારત આવીશ.ત્યારે તમને બંનેને મારા ઘરે લઈ જ ઈશ.પછી જ હું યોગ્ય કન્યા શોધી ને મેરેજ કરીશ.જે પપ્પા ને સારી રીતે સાચવે." માયા બોલી," સાગર તારા પુત્ર ના સંસ્કાર સારા છે.એણે આજે વર્ષો પછી બે મિત્રો ને જાણે અજાણે મેળવી આપ્યા.". @ કૌશિક દવે